________________
છ પ્રકારના જીવ
૪૩ ભિક્ષ કે ભિક્ષુણી, દિવસે યા રાતે, એકલાં કે બધાની વચમાં, સૂતાં કે જાગતાં, જમીન, નદીકિનારે, શિલા, પથ્થર, જયુક્ત શરીર, રજયુક્ત વસ્ત્ર, કે રજયુક્ત પાત્રાદિને હાથ, પગ, લાકડું, ડાંખળી, આંગળી, સળી કે સળીઓ વડે જાતે ન ખેતરે, ન ખણે, ન ખસેડે કે ન ભાગે; બીજા દ્વારા પણ તેમ ન કરાવે, કે કઈ કરતું હોય તેને અનુમતિ પણ ન આપે. અને એ નિશ્ચય કરે કે, “મરતા સુધી, મન-વાણ-કાયા વડે પૃથ્વીને ત્રાસરૂપ એ બધું હું નહીં કરું, નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત! ભૂતકાળમાં તેમ કર્યું હોય તેમાંથી પણ હું પાછો ફરું છું, તેની નિલ કરું છું, તેની ગહ કરું છું અને તેમ કરનાર મારી જાતને ત્યાગ કરું છું.” [૧૦]
એ જ પ્રમાણે જળકાય જીવોની બાબતમાં પણ સમજવું. જેમ કે પાણી, એસ, હિમ, ધૂમસ, કરા, ઝાકળ, વરસાદ, દદડતું કે ભીનું શરીર, વસ્ત્ર કે પાત્રાદિ, એ બધાંને ન છે, ન નિવે, ન ખંખેરે, ન ઝાટકે ન તપાવે કે ન સૂકવે.' [૧૧]
૧. બીજા મારફત ન કરાવવું, અનુમતિ ન આપવી, ભતકાળમાં કરેલામાંથી પાછા ફરવું વગેરે બધું પૃથ્વીકારિકની પેઠે સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org