________________
લેવાની અસામાજિક વૃત્તિ રૂઢ થતી જવાનો સંભવ ઊભે થાય છે, અને અત્યારના જૈન આચારમાં તે વૃત્તિ તેની હીનમાં હીન કક્ષાએ પહોંચેલી જેવા પણ મળે છે. એટલે સમાજજીવન અને તેના પુરુષાર્થોની કલ્પના જ એવી રીતે કરવી જોઈએ કે જેથી સમાજને આવશ્યક બધી પ્રવૃત્તિઓ દ્વારા ધર્મનું પાલન તેમ જ સમાજનું “ધારણપષણ” શકય બને. અને ગીતાને નિષ્કામ કર્મમાર્ગ એ જ કાંઈક ઉકેલ લાવવાનો પ્રયત્ન હેય એમ લાગ્યા વિના નથી રહેતું.
જે જમાનામાં પરદેશીઓના શેષણથી જીવનસંગ્રામ બહુ તીવ્ર બની ન ગયે હોય; અને ભૂમિ તેમ જ કુદરતની મહેરબાનીથી મગધ જેવા ભાગમાં ખેતી વગેરેથી આજીવિકા ચલાવવી એ બહુ સહેલી વસ્તુ હોય, ત્યારે ઉપરની ભાવના પ્રમાણે ચાલનારે કોઈ ભિક્ષસમુદાય હોય તો તે અસામાજિક કે સમાજવિરેાધી છે એમ ન કહેવાય. સમાજનો અમુક વર્ગ જીવનસંગ્રામમાં હરીફાઈ કરવાને બદલે માત્ર જીવનનિર્વાહ પૂરતું જ સ્વીકારીને જીવવા તત્પર થાય, એ વસ્તુ ખેતીપ્રધાન સમાજમાં તે એક પ્રકારની આર્થિક આવશ્યકતારૂપ પણ ગણાય. અલબત્ત એ વસ્તુ અમુક કાળ કે અમુક ક્ષેત્ર પૂરતી જ સાચી ગણાય. મુશ્કેલી ત્યારે જ ઊભી થાય છે, જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે પણ આચારધર્મની આવી ગૌણ બાબતને અચલ સિદ્ધાંતની પેઠે વળગવાને પ્રયત્ન કરવામાં આવે.
અસ્તુ, ભિક્ષાચર્યાના પ્રશ્નની આ રીતની આટલી ચર્ચા અહીં કરી લીધી તેનું એક કારણ ઉપર જણાવ્યું તેમ, આ રીતની ચર્ચા ભદ્રબાહુને જ પ્રાચીન સમયમાં કરવી પડી હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org