________________
છ પ્રકા૨પ જીવે
૩૫ ૪. વાયુકાયિક જી, પ. વનસ્પતિકાયિક છે, અને ૬. ત્રસકાયિક જી.
પૃથ્વી સજીવ છે; તથા જુદા જુદા અનેક જીવયુક્ત છે. સિવાય કે, અગ્નિ વગેરે શસ્ત્રથી તે નિજીવ થઈ હોય. તે જ પ્રમાણે પાણીનું પણ સમજવું, અગ્નિનું પણ સમજવું અને વાયુનું પણ સમજવું. વળી, ટેચડું વાવવાથી ઊગતી (અઝબીજ), મૂળ વાવવાથી ઊગતી (મૂળ બીજ), પિરાઈ (ગ્રંથિ વાવવાથી ઊગતી (પર્વબીજ), ડાળ વાવવાથી ઊગતી (સ્કંધબીજ), બીજ વાવવાથી ઊગતી (બીજરૂહ), કે કેઈ બીજ વિના જ ઊગતી તૃણું, લતા વગેરે ભેદવાળી (સંભૂમિ) વનસ્પતિ પણ સજીવ છે તથા જુ જુદા અનેક છવયુક્ત છે. સિવાય કે, કુહાડી અગ્નિ વગેરે શસ્ત્રથી તે નિર્જીવ થઈ હોય.
૧. ત્રિસ' એટલે કે ત્રસનશીલ’ – દુઃખથી ત્રાસીને દર ખસી શકે તેવા જંગમ શરીરવાળા છો તે ત્રસકાયિક.
૨. મનુષ્ય વગેર જંગમ પ્રાણીઓમાં પણ એ ભેદ સ્વીકારવામાં આવ્યો છે, તે પછીના ફકરામાં આવશે. ટીકામાં જણાવ્યું છે કે, “સંમર્ણિમ એટલે કે જેમનું કાઈ પણ બીજ પ્રસિદ્ધ નથી; એટલે કે–પૃથ્વી, વર્ષા વગેરેથી થતાં, તે તે પ્રકારનાં તૃણ વગેરે. અને તે નથી સંભવતાં એમ પણ નથી; કારણ કે બળેલી જમીનમાં પણ તે સંભવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org