________________
૧૩
એકાંતચર્યા દેવ હું જાણવા છતાં ત્યાગતું નથી. આ જાતનું બરાબર નિરીક્ષણ કરનાર સાધુ આગામી દોષનું નિવારણ કરી શકે છે. જે બાબતમાં તેને મનવાણ-કાયાથી ક્યાંક દુરાચરણ થયેલું લાગે, તે બાબતમાં તે તરત પિતાની જાતને ઠેકાણે લાવી દે: જાતવાન અશ્વ લગામની સૂચનાને ઝટ સ્વીકારી, ઠેકાણે આવી જાય છે તેમ. જે જિતેંદ્રિય અને ધૃતિમાન સાધુ આ પ્રમાણે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ કરે છે, તે જગતમાં જાગત છે; અને તે જ સંયમી જીવન જીવે છે એમ કહેવાય. સર્વે ઇંદ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી, આત્માનું નિરંતર રક્ષણ કર્યા કરવું જોઈએ; કારણે કે તેનું જે રક્ષણ ન કર્યું, તે તે જન્મમરણને માર્ગે વળે છે; અને તેનું બરાબર રક્ષણ કર્યું હોય, તે તે સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે, એમ હું કહું છું. [૧૨-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org