Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005330/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું , હંસા દર્શન આચાર્ય મહાપ્રજ્ઞા Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું અહિંસા-દર્શતા આચાર્ય મહાપ્રજ્ઞ અનુવાદક-સંપાદક રોહિત શાહ 'અનેકાત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ - હિન્દી આવૃત્તિ સંપાદક - મુનિ દુલહરાજ મુનિ ધનંજયકુમાર ગુજરાતી આવૃત્તિ અધિષ્ઠાતા શુભકરણ સુરાણા આવૃત્તિ પ્રથમ આચાર્ય મહાપ્રજ્ઞજન્મદિન, ૨૦૦૧, તા. ૧૯ જૂન કિંમત : ૭૦ રૂપિયા પ્રકાશક સંતોષકુમાર સુરાણા નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ-૨, ચારુલ, સહજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ-૧૫ ફોન : ૬૩૦૭૭૩૯ ફેક્સ : ૯૧-૭૯-૬૩૦૦૫૩૨ E-mail: anekant 1001@yahoo.com મુદ્રક | મારુતિ પ્રિન્ટર્સ એન.આર. એસ્ટેટ, પંજાબ નેશનલ બેંક પાસે, તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૪ ફોન : ૨૬૨૧૩૧૨, ૫૬૨૫૫૫૯ ફેક્સ : ૯૧-૭૯-૫૬૨૩૬૮૦ E-mail: maruti_pri @satyam.net.in આવરણ બિન્દ્રા ગ્રાફિક્સ અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Ric: સાધના વગર સાધ્યને પામવાની આકાંક્ષા રાખવી તે અચરજની વાત છે. એવું અચરજ વર્તમાનમાં જોવા મળે છે. શાંતિની ઝંખના વ્યક્તિના મનમાં પણ છે અને રાષ્ટ્રના અંત:તલમાં પણ છે, પરંતુ તે માટે સાધનાની યોગ્ય પસંદગીની નિષ્ઠા બંનેમાં નથી ! શું અહિંસા વગર શાંતિ શક્ય છે ખરી ? અશક્યને શક્ય બનાવવાની ધૂનમાં માણસ ડૂબેલો છે. એક તરફ તે હિંસાને પ્રોત્સાહન આપી રહ્યો છે અને બીજી તરફ શાંતિની શોધમાં કસ્તુરી મૃગની જેમ ભટકી રહ્યો છે. ભગવાન મહાવીરની વાણીમાં હિંસાનાં કારણોની એક દીર્ઘ યાદી છે. જેટલાં કારણો હિંસાનાં છે, તે તમામ કારણો અશાંતિનાં છે. કારણનું નિવારણ થતાં કાર્ય આપોઆપ નિષ્પન્ન થઈ રહે છે. પ્રસ્તુત ગ્રંથમાં શાંતિ અને અહિંસાને મહાવીરનું અહિંસા-દર્શન - 3 Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સમજવાની અંતરદૃષ્ટિ ઉપલબ્ધ છે. અંતરદૃષ્ટિ દ્વારા ઉભુત વાડ્મય અંતર્દૃષ્ટિને જગાડેછે. ઊંડાણપૂર્વક વિષયને સ્પર્શ કરનાર વ્યક્તિ ઊંડાણમાં ઊતરીને શાંતિનો આધાર શોધી શકે છે. તે શોધમાં પ્રસ્તુત ગ્રંથ સહાયક બની શકે તેમ છે. ગણાધિપતિશ્રી તુલસીના માર્ગદર્શનમાં અહિંસા અને વિશ્વશાંતિનો એક અભિક્રમ ચાલી રહ્યો હતો. આજની રાજનીતિ, અર્થનીતિ અને ભૌતિક વિકાસની કલ્પના સમાજને હિંસા તરફ ખેંચી જાય છે. તે ગતિને નિયંત્રિત કરવી જરૂરી છે. એ દિશામાં અહિંસા અને શાંતિનું સમ્યક દર્શન પ્રાથમિક અનિવાર્યતા છે. પથી ૭ ડિસેમ્બર, ૧૯૮૮માં સંપન્ન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં એ વિચાર પ્રગટ થયો કે, વિશ્વશાંતિ માટે અહિંસાના અનુસંધાન, પ્રશિક્ષણ અને પ્રયોગ તરફ વિશેષ લક્ષ આપવું જોઈએ. ખરેખર, અહિંસાનો એક નવો અધ્યાય ઉઘાડ પામતો હોય તેવું એ વખતે લાગ્યું હતું. પ્રસ્તુત ગ્રંથ (હિન્દી)ના સંપાદનમાં મુનિ દુલહેરાજજી તેમજ મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્વક શ્રમ લીધો હતો. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણક ઉજવણી વર્ષમાં એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં શુભકરણ સુરાણા અને રોહિત શાહનો શ્રમ અભિનંદનીય છે. અનેક આંગળીઓનો સહયોગ મળેછે ત્યારે જ કોઈ ગ્રંથ વાચકની આંગળીઓનો સ્પર્શ પામી શકે છે. આચાર્ય મહાપ્રજ્ઞા મહાવીરનું અહિંસા-દર્શન - 4 | Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ E6%AO અહિંસાદર્શન મહાવીરથી મહાપ્રજ્ઞ અહિંસામાં શ્રદ્ધા હોવી એ આપણું માણસપણાનું સર્ટિફિકેટ છે. અહિંસા એ કોઈ ધર્મનો ઓશિયાળો સિદ્ધાંત ના હોઈ શકે. જે માણસને અહિંસામાં શ્રદ્ધા ના હોય તેને પોતાના જીવનને બરબાદ કરવાનો પતનસિદ્ધ અધિકાર છે. અહિંસાનો આપણે અનાદર કરીએ તો એમાં આપણા ધર્મનું અપમાન છે. એ કેવો ધર્મગ્રંથ કે જે માણસના દિલમાં અહિસાનાં શાશ્વત ઓજસ ના પાથરી શકે ? એ કેવા ધર્મગુરુ કે જે પોતાના અનુયાયીઓને અહિસા તરફ અભિમુખ ના કરી શકતા હોય ? મહાવીરનું અહિંસા-દર્શન - 5 | Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને જીવદયા એ બે સગી બહેનો છે. જીવદયાની શરૂઆત પોતાના ઉપરની દયાથી થતી હોય છે. મારે જીવવું છે, મારે જીવવાની ગરજ છે. તો મને અન્ય કોઈ જીવની હિસા કરવાનો અધિકાર ના હોઈ શકે, “જીવો અને જીવવા દો એ સિદ્ધાંતમાં થોડુંક પરિવર્તન કરીને કહેવું જોઈએ કે, “જીવાડો અને જીવો.” અન્ય જીવોને જીવાડ્યા વગર આપણા જીવનની સલામતી નથી. આ સત્ય સમજવામાં એક પળનો ય વિલંબ થાય તે હવે આપણને પરવડે તેમ નથી. બીજાને મારી શકે તેને વર ના કહેવાય, બીજાને બચાવી શકે એ જ સાચો વીર કહેવાય. કોઈની હત્યા કરવી એ કાંઈ મોટી વાત નથી, પરંતુ કોઈને પોષવું એ મોટી વાત છે. અહિસાને જે લોકો કાયરતા સમજે છે, એ તો ગેરમાર્ગે દોડી રહેલા છે. આજે માણસ અત્યંત ભયભીત જીવન જીવી રહ્યા છે. તેની સામે આર્થિક, સામાજિક, વ્યાવસાયિક અનેક સમસ્યાઓ છે, પરંતુ એ તમામ કરતાં સૌથી મોટી સમસ્યા તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની છે. હિસાને કારણે પર્યાવરણ સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં થયાં પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની...નૈતિકતાનાં મૂળિયાં હચમચી ઊઠ્યાં.... આવી વિષમતાઓ અને વિટંબણાઓ વચ્ચે ઘેરાયેલો માણસ અભય શી રીતે હોઈ શકે ? જૈનધર્મ કહે છે કે જો તમારે અભય બનવું હોય. તમારા અસ્તિત્વની સલામતી જોઈતી હોય તો તમે બીજા જીવોને અભય કરો, બીજા જીવોના અસ્તિત્વ સમક્ષ કોઈ પણ પ્રકારની છેડછાટ ના કરો. અહિસાને આપણે ધર્મ સાથે જોડી દઈને એક બહુ જ મોટી ભૂલ કરી બેઠા છીએ. કારણ કે એમ કરવાથી અહિંસાનું ક્ષેત્ર માત્ર ધર્મ પૂરતું જ સીમિત થઈ ગયું. અહિસાને અસીમ મહાવીરનું અહિંસા-દર્શન - 6 Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ દૈનિક જીવન સાથે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ સાથે ભાવનાત્મક રીતે જોડી દેવી જરૂરી હતી. જેવી રીતે સવારે ઊઠીને ટૂથબ્રશ કરવું, સ્નાન કરવું, જીવન નિર્વાહ માટે વ્યવસાય કરવો, રાત્રે નિદ્રા લેવી વગેરે દૈનિક પ્રવૃત્તિઓને આપણે રોજિંદા જીવનકમ સમજીએ છીએ એવી જ રીતે અહિસાને પણ આપણા દૈનિક જીવનક્રમ સાથે જોડી દેવી જોઈએ. આચાર્ય શ્રી મહાપ્રસજીએ ભગવાન મહાવીરના “અહિંસા દર્શનને વર્તમાન સંદર્ભમાં માર્મિક રીતે વ્યકત કરીને આ ગ્રંથની અનિવાર્યતા સિદ્ધ કરી છે. શાંતિની શોધમાં ગુમરાહ બનેલા માનવીને, રાષ્ટ્રને તથા સમગ્ર વિશ્વને આ ગ્રંથમાંથી સાચી દિશા અને સાચું માર્ગદર્શન મળી રહેશે. ભગવાન મહાવીરના ર૬૦૦મા જન્મકલ્યાણક વર્ષની ઉજવણી વર્ષે આ પુસ્તકનું પ્રકાશન વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રી શુભકરણજી સુરાણાની સનિષ્ઠા, આચાર્યશ્રીના ઉત્તમ ગ્રંથો પૈકીના પ્રાસંગિક ગ્રંથોની પસંદગી કરવામાં સદાય અગ્રેસર રહી છે. આચાર્ય મહાપ્રજ્ઞજીના ગુજરાતી ગ્રંથો માટેનાં કોડિયાં શ્રી શુભકરણ સુરાણાજી પ્રગટાવે છે. મારે તો એમાં માત્ર તેલ જ સિંચવાનું રહે આપ સૌના ઉષ્માપૂર્ણ પ્રતિભાવો બદલ આભાર વ્યકત કરીને, એ પ્રતિભાવોનું અપમાન કરવું નથી.. રોહિત શાહ અનેકાન્ત' ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ, નારણપુરા, અમદાવાદ-૧૩ ફોનઃ ૭૪૭૩૨૦૭ ન મહાવીરનું અહિંસા-દર્શન - 1 | Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશન પેટ્રન શ્રી મીઠાલાલજી પોરવાલ (સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા (અરુણા પ્રોસેસર્સ પ્રા. લિ.). શ્રી કાન્તિભાઈ અને શ્રીમતી પલ્લવીબેન ખોખાણી (સારાટોગા, કેલિફોર્નિયા, યુ.એસ.એ.) શ્રીમતી માંગીદેવી પારસમલપારખચેરિટેબલ ટ્રસ્ટ પારસમલ ભૂરચંદ પારખ, પચપદરા બી.એમ.પી. ટેસ્ટાઈલ મિલ્સ લિ., અમદાવાદ મહાવીરનું અહિંસા-દર્શન : 8. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું અહિંસાદર્શન મહાવીરની અહિંસા અને નિઃશસ્ત્રીકરણ શસ્ત્રીકરણના મૂળ સુધી પહોંચીએ આપણે એકલા નથી ૧. ૨. ૩. ૪. ૫. ૬. ક્રમ-અનુક્રમ ઉપયોગિતામાંથી પ્રગટેલું વિરોધાભાસી ચિંતન શું પદાર્થનિર્માણની મર્યાદા થશે ? શું માણસ માણસ રહી શકશે ? જીવન-મરણ સાથે જોડાયેલી હિંસા અને અહિંસા હિંસાની સમસ્યા : સંદર્ભ સત્તાનો હિંસાના અંકુર તરફ નહિ, બીજ તરફ ધ્યાન આપીએ ૮. ૯. ૧૦. દાસપ્રથાની નવી આવૃત્તિ ૧૧. તેને જુઓ જે જીવન અને મૃત્યુની પૃષ્ઠભૂમિમાં છુપાયેલું છે ૧૨. શું જીવવા માટે આટલી બધી હિંસા આવશ્યક છે ? ૧૩. હિંસા : માનસિક તનાવ અને નશો ૧૪. અહિંસાનો આધાર : સમતા ૧૫. હિંસા કાર્ય છે ઃ કારણ નથી ૧૬. અહિંસાનું હાર્દ : કરુણા ૧૭. હિંસા : કારણોની શોધ ૧૮. શું અહિંસક સમાજરચના શક્ય છે ? ૧૯. યુદ્ધ અને અહિંસા ૨૦. શું હિંસા મૌલિક મનોવૃત્તિ છે ? ૨૧. યુદ્ધ અનિવાર્ય હોઈ શકે, અહિંસક નહિ.... ૨૨. હિંસા અને ઇન્દ્રિયાનુભૂતિ ૨૩. અહિંસાનું રક્ષણ હિંસા દ્વારા ? ૨૪. હિંસાની ચિકિત્સા કરી શકાય છે Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન For Personal and Private Use Only. 9 ૧૩થી ૯૨ ૧૩ ૧૭ ૨૧ ૨૫ ૨૮ ૩૨ ૩૫ ૩૯ ૪૨ ૪૫ ૪૮ ૫૧ ૫૪ ૫૭ ૬૧ ૬૫ ૬૮ ૭૧ ૭૪ ૭૭ ૮૧ ૮૪ ૮૭ ૯૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને શાંતિ ૧. ૨. 3. અહિંસા અને શાંતિ પિચ્યુટરી ગ્લેન્ડનું પરીક્ષણ થવું જોઈએ સંયુક્ત રાષ્ટ્ર જેવો એક મંચ બને રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં ધર્મ સુખ-દુઃખના મૂળ સ્રોતની શોધ મનનું અસ્તિત્વ ? જીવનની સાર્થકતા ૪. ૫. ૬. ૭. ૮. મસ્તિષ્ક-નિયંત્રણ અને જૈવિક ઘડી ૯. શિક્ષણનો એક દસ્તાવેજ ૧૦. આરોગ્ય ઉપર ધર્મનો પ્રભાવ ૧૧. પ્રાકૃતિક ચિકિત્સા અને રોગોપચાર ૧૨. સાસુઓ બદલાય તો, વહુઓનું બળી મરવાનું બંધ થાય ! વ્યક્તિ: દર્શન યથાર્થની સમસ્યા ઉકેલીએ સમસ્યાના બે એંગલ આદ્ય શંકારચાર્ય : વ્યક્તિનાં ત્રણ પાસાં ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ઇન્દ્રભૂતિ ગૌતમનો અંતરાત્મા ૧૧. સંઘપુરુષ : એક સાર્થક પરિકલ્પના જૈનદર્શનને જીવવું એટલે સત્યને જીવવું જૈનદર્શનમાં રાષ્ટ્રીય એકતાનાં તત્ત્વો જૈનધર્મની વૈજ્ઞાનિકતા આયુર્વેદમાં ગ્રંથિતંત્ર વર્તમાન સમસ્યાના સંદર્ભમાં ભગવાન મહાવીર જૈન દર્શન અને કોમ્પ્યૂટર Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 10 For Personal and Private Use Only ૯૩થી ૧૪૬ ૯૫ ૯૯ ૧૦૩ ૧૦૭ ૧૧૫ ૧૧૯ ૧૨૩ ૧૨૫ ૧૨૯ ૧૩૩ ૧૩૭ ૧૪૨ ૧૪૦થી ૨૦૮ ૧૪૯ ૧૫૮ ૧૬૭ ૧૭૨ ૧૭૬ ૧૮૦ ૧૮૩ ૧૮૮ ૧૯૧ ૨૦૦ ૨૦૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ महावीरनुं अहिंसाहर्शन Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મહાવીરતી અહિંસા અને નિઃશસ્ત્રીકરણ દિલ્હીનો ઘોષણાપત્ર સમગ્ર જગતમાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે. સોવિયેત સંઘ (રૂસ) જગતમાં સામ્યવાદનો પુરસ્કર્તા છે. ભારત અહિંસાના સિદ્ધાંતનો પુરસ્કર્તા દેશ છે. સામ્યવાદે પોતાના લક્ષ્યની પૂર્તિ માટે હિંસાને સાધન સ્વરૂપે સ્વીકારી, પરંતુ સોવિયેત નેતા મિખાઈલ ગોર્બોચોવે ‘સ્ટારવોર’ને બદલે ‘સ્ટારપીસ’ કાર્યક્રમ શરૂ કરવાની અપીલ કરી અને સાથોસાથ વીસમી સદીના અંત સુધીમાં તમામ આણવિક અસ્ત્રોનો નાશ કરવાના સોવિયેતના પ્રસ્તાવનું પુનરુચ્ચારણ કર્યું. તે સાંભળીને તથા વાંચીને પ્રથમ તો વિશ્વાસ ન બેઠો. તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોવિયેત નેતા ગોર્બોચોવે પરમાણુ શસ્ત્રરહિત શાંતિપૂર્ણ વિશ્વ-વ્યવસ્થા માટે દસ સિદ્ધાંતોવાળા ઘોષણાપત્ર ઉપર સહી-સિક્કા કર્યાં. તે દિલ્હીના ઘોષણાપત્ર તરીકે સુખ્યાત છે. તેનાં દસ સૂત્રો આ પ્રમાણે છે : (૧)શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને આંતર્રાષ્ટ્રીય સંબંધોનો આધાર બનાવવો. (૨) માનવજીવનને અણમોલ સમજવું. મહાવીરનું અહિંસા-દર્શન Jain Educationa International 13 For Personal and Private Use Only. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૪) (૭) (૩). અહિંસાને સામાજિક જીવનનો આધાર સમજવો. ભય અને શંકાને બદલે સદૂભાવ અને વિશ્વાસનું વાતાવરણ પેદા કરવું. પ્રત્યેક દેશના રાજનૈતિક તેમજ આર્થિક આઝાદીના અધિકારને સ્વીકૃતિ આપવી અને તેનું સન્માન કરવું. (૬). લશ્કરી હથિયારો માટે વપરાતાં સાધનોનો ઉપયોગ સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે કરવો. પ્રત્યેક વ્યક્તિના સંપૂર્ણ વિકાસના વાતાવરણને સુનિશ્ચિત કરવું. (૮) માનવજાતિની ભૌતિક તેમજ બૌદ્ધિક ક્ષમતાઓનો ઉપયોગ જગતની સમસ્યાઓના ઉપાય માટે કરવો. (૯) “આતંકના સંતુલન’ને બદલે વ્યાપક આંતર્રાષ્ટ્રીય સુરક્ષાને સ્થાન આપવું. (૧૦) જગતને પરમાણુ હથિયાર-મુક્ત અને અહિંસક બનાવવા માટે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવી. આશ્ચર્યની પશ્ચા આ ઘોષણાપત્રમાં અહિંસાને સામાજિક જીવનનો આધાર બનાવવાનો તથા અહિંસક જગતના નિર્માણનો જે સંકલ્પ રજૂ થયો તે ખરેખર આશ્ચર્યજનક છે. મહાવીર, બુદ્ધ અને ગાંધીના દેશમાં તો આવો સંકલ્પ વ્યક્ત કરી શકાય, પરંતુ સોવિયેત નેતા દ્વારા આ પ્રકારની ઘોષણામાં સહમતિ મળે એ ઓછા આશ્ચર્યની વાત નથી. આ આશ્ચર્યની પશ્ચાદ્ભસમજ્યા વગર તેનું સમાધાન શોધી શકાય નહિ. હિંસાનો પ્રયોગ એક હથિયાર તરીકે હિંસા દ્વારા લક્ષ્ય પૂર્ણ કરી શકાય છે એવા ખ્યાલને આધારે તેને સમસ્યાનું સમાધાન સમજી લેવામાં આવી. આજે દરેક ક્ષેત્રે સમસ્યાના સમાધાન માટે હિંસાનો એક હથિયાર તરીકે ઉપયોગ થતો જોવા મળે છે. આ અસ્ત્રનો ઉપયોગ માત્ર રાજનીતિ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે જ નહિ, શિક્ષણની પવિત્રભૂમિમાં પણ થઈ રહ્યો છે! સરકાર અને પ્રજા-બંન્ને ગાળાગાળીની ભાષામાં શ્રદ્ધા ધરાવે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 14. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની અપેક્ષાએ શસ્ત્ર વધારે શક્તિશાળી બની ગયેલું દેખાય છે. શસ્ત્રના આ એકાધિકાર તથા પ્રભુત્વનાં જોખમો વધુ ને વધુ ગંભીર થતાં જોવા મળે છે. તેની ગંભીરતાનો અનુભવ એ લોકોએ વિશેષ કર્યો છે કે જેમને હિંસા સાથે નજીકનો સંબંધ હોય છે. તેને અનુભૂતિનું સત્ય અથવા તો ભોગવેલું સત્ય કહેવું વધારે યોગ્ય ગણાશે. અહિંસાની પ્રથમ આચારસહિતા પરમાણુ અસ્ત્રોની વિભિષિકાથી સૌ કોઈ ચિંતનશીલ વ્યક્તિઓ ચિંતિત છે. પરંતુ જે દેશ પાસે પરમાણુ અસ્ત્રોનો વિશાળ ભંડાર છે તેમના નેતા પરમાણુ અસ્ત્રોની સમાપ્તિની વાત કરે તે અત્યંત અર્થપૂર્ણ અને મહત્ત્વપૂર્ણ છે. એ દ્વારા સહજરૂપે જ એવો નિષ્કર્ષ મળી આવે છે કે હિંસાની પ્રખરતા અહિંસા માટે માર્ગ તૈયાર કરે છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે નિઃશસ્ત્રીકરણની વાત કરી હતી. મોટે ભાગે શસ્ત્રનિર્માણ તેમજ શસ્ત્ર વેપાર વિશે તેમણે જે આચારસંહિતા આપી તે અહિંસાના ક્ષેત્રમાં એ સમયે પણ પ્રથમ હતી અને આજે પણ પ્રથમ છે. તેમની વાણીનું એક મહત્ત્વપૂર્ણ સંકલનછે – આચારાંગ. તેનું પ્રથમ અધ્યયન છેશસ્ત્રપરિજ્ઞા. તેને આજની ભાષામાં નિઃશસ્ત્રીકરણ કહી શકાય. ભગવાને પ્રસ્તર (પથ્થર), લોહ વગેરે ધાતુ દ્વારા બનેલાં શસ્ત્રોને શસ્ત્રની ગણતરીમાં દ્વિતીય સ્થાન આપ્યું. તેમની દષ્ટિએ પ્રથમ સ્થાન છે – શસ્ત્રના નિર્માણ માટે ક્રિયાશીલભાવનું તથા તે અવિરતિ અને આકાંક્ષાનું કે જે ધાતુદ્રવ્યનાં શસ્ત્રોના નિર્માણની મૂળભૂત પ્રેરણા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઉદ્ઘોષિત સ્વર-“યુદ્ધ પહેલાં માણસના મસ્તિષ્કમાં લડવામાં આવે છે, સમરાંગણમાં'. એ જ ભાવશસ્ત્રના સ્વરનું પુનરુચ્ચારણ છે. મૂળ છે ભાવાત્મક શસ્ત્ર પ્રસ્તર યુગથી અણુયુગ દરમ્યાન જેટલાં અસ્ત્ર-શસ્ત્રનું નિર્માણ થયું છે, તેની પૃષ્ઠભૂમિમાં એટલા જ ભાવ નિર્મિત થયા છે. અણુબોમ્બનો ભાવ પહેલાં વિકસિત થયો પછી અણુબોમ્બનું નિર્માણ થયું. ભાવાત્મક શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ કર્યા વગર અણુઅસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ શક્ય બનતું નથી. તેથી આવશ્યકતા છે | મહાવીરનું અહિંસા-દર્શન - 15 Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાવધારાના પરિવર્તનની, તેના શુદ્ધીકરણની. તે માટે એક સશક્ત લોકઆંદોલન જરૂરી છે. અસ્તિત્વનું સંકટ એક રાજનેતાના મુખમાંથી નિઃશસ્ત્રીકરણનો સ્વ૨ ૨જૂ થાયછે, તેની પાછળ માનવજાતિની વ્યથાની અભિવ્યક્તિ છે. આ સચ્ચાઈની અભિવ્યંજના એ છે કે આ અણુઅસ્ત્રોની હોડે માનવજાતિના અસ્તિત્વને સંકટમાં મૂકી દીધુંછે. હવે માત્ર બે જ વિકલ્પો આપણી સમક્ષ છે : કાં તો આ દોડની સમાપ્તિ અથવા તો માનવજાતિની સમિ. બીજો વિકલ્પ કેટલો બધો ભયાનક તેમજ ખતરનાક છે, તેની કલ્પના કરતાં જ માણસની બુદ્ધિ ભ્રમિત થઈ ઊઠે છે. આખરે આ દોડ શા માટે ? શું આ દોડમાં કોઈપણ વ્યક્તિ પોતાની જાતને સુરક્ષિત રાખી શકશે ખરી? જો ન રાખી શકે તો એ માનવજાતિના વિનાશનો સંકલ્પ માત્ર મૂર્ખામી જ નહિ ગણાય? આ મૂર્ખામીનો ભાર કેટલાક રાજનેતાઓ અને કેટલાક સૈન્ય અધિકારીઓ ઊંચકી રહ્યા છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે સમગ્ર પ્રજા તેમની સાથે સંતાકૂકડીની રમત રમી રહી છે. મહાવીરનો એ ઉદ્ઘોષ આપણી સમક્ષ આવી રહ્યો છે – ‘મંદા મોહેણ પાઉડા', મંદ મતિવાળા માણસોની આંખો ઉ૫૨ મોહનો પડદો ગાઢ બની રહ્યો છે. આ મૂર્છાને તોડવાની દિશામાં આપણાં કદમ આગળ વધો અને નિઃશસ્ત્રીકરણ માટે એક શક્તિશાળી લોક-અભિયાન શરૂ થાવ. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 16 For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રીકરણના મૂળ સુધી પહોંચીએ CT ( 1 માણસે ઓઢી છે શિવની જવાબદારી શસ્ત્રનિર્માણની હરીફાઈના આ યુગમાં નિઃશસ્ત્રીકરણની વાત એક વિસ્મયની વાત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર જગતનું ધ્યાન અસ્ત્ર-શસ્ત્રોમાં અટવાયેલું રહ્યું છે. જગતની સંપત્તિનો એક ઘણો મોટો હિસ્સો શસ્ત્રનિર્માણમાં વપરાઈ રહ્યો છે. આજે કેટલાંક રાષ્ટ્રો એ રેખા ઉપર પહોંચી ગયાં છે કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે માનવજાતિનો પ્રલય કરી શકે તેમ છે. પૌરાણિક સાહિત્યમાં એમ કહેવાય છે કે શિવ પ્રલયના દેવ છે. શું પ્રલય માનવજાતિની નિયતિ છે ? જો તે નિયતિ હોય તો તેને કોણ ટાળી શકશે? જે કામ શિવે કરવાનું હતું, તેની જવાબદારી માણસે પોતાના માથે ઓઢી લીધી છે. શું માણસ ખરેખર આ પૃથ્વી ઉપર રહેતી માનવજાતિનો સંહાર કરવા ઇચ્છે છે? આ પ્રશ્નનો ઉત્તર ઉજ્જવળ બપોરે શોધવો પડશે. જીત પછી હારની ખામોશી વર્તમાનનું યુદ્ધ પ્રાચીન યુદ્ધ કરતાં અલગ પડી ગયું છે. પ્રાચીન યુદ્ધમાં મહાવીરનું અહિંસા-દર્શન - 17 Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જીત પછી વિજયનો ઉલ્લાસ ઉજવવામાં આવતો હતો. આજના યુદ્ધમાં જીત પછી હારની ખામોશી છવાઈ જાય છે. એ તો સૌ કોઈ જાણે છે કે અણુયુદ્ધ પછી હાર કે જીતને જોનાર કોઈ બચવાનું નથી. પ્રલયની આ કલ્પનાથી પ્રત્યેક વ્યક્તિ પ્રકંપિત છે અને એ પણ પ્રકંપિત છે કે જે લોકો અણુઅસ્ત્રોનો ભંડાર ભરી રહ્યા છે. કેવું ભયાનકછે અણુયુદ્ધનું ચિત્ર છતાં અણુશસ્ત્રોનું નિર્માણ કેમ વધતું જાય છે? તેનો ઉત્તર મહાવીરની વાણીમાંથી શોધી શકાય તેમ છે. નિઃશસ્ત્રીકરણની ત્રિપદી મહાવીરે કહ્યું – અભય, અશસ્ત્ર અને અહિંસા - આ ત્રણેય વચ્ચે કોઈ તફાવત નથી. અભયનો ઉચ્છવાસ છે અશસ્ત્ર અને અશસ્ત્રનો ઉચ્છવાસ છે અહિંસા. નિઃશસ્ત્રીકરણની વાત અભય વગર સફળ થઈ શકે નહિ. પ્રત્યેક રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતા સાચવી રાખવા ઇચ્છે છે, પોતાની મુખ્ય સત્તા ટકાવી રાખવા ઇચ્છે છે. તે બીજા શક્તિશાળી રાષ્ટ્રથી હંમેશાં આતંકિત રહે છે. આ આશંકા અને આતંક અહેતુક પણ નથી. જેવી રીતે ભય એક મૌલિક મનોવૃત્તિ છે, તેવી જ રીતે લોભ પણ એક મૌલિક મનોવૃત્તિ છે. પ્રત્યેક રાષ્ટ્ર પોતાની મુખ્ય સત્તાનો વિસ્તાર ઝંખે છે. અન્ય રાષ્ટ્રોને પોતાને અધીન અથવા તો પ્રભાવ નીચે રાખવા ઇચ્છે છે. આ લોભ ભય પેદા કરે છે અને ભય શસ્ત્રોને જન્મ આપે છે. નિર્લોભીકરણ તથા અભયીકરણ વગર નિઃશસ્ત્રીકરણની વાત સરળ જણાતી નથી. સાતમી ડિસેમ્બર : કલ્યાણકારી દિવસ વર્તમાન સમયમાં નિઃશસ્ત્રીકરણનો સંદર્ભ બદલાઈ ગયો છે. પરંપરાગત શસ્ત્રોની સમાપ્તિની વાત હજી કરવામાં આવતી નથી. હજી એ શસ્ત્રોને ખતમ કરવાની વાત કરવામાં આવે છે કે જે સમગ્ર માનવજાતિ માટે પ્રલયની લીલા રચવામાં સમર્થ છે. મધ્યમ તથા લઘુઅંતરનાં પ્રક્ષેપાસ્ત્રોના ઉન્મેલનનું ખાસ મહત્ત્વ નથી. પરમાણુ અસ્ત્રોના વિશાળ ભંડારના તે માત્ર તણખા છે. મહત્ત્વની વાત એ છે કે અસ્ત્રનિયંત્રણની દિશામાં એક ડગલું આગળ વધ્યા છીએ. મોટી શક્તિઓએ અનુભવ કર્યો છે કે માનવજાતિનું અસ્તિત્વ તથા પરમાણુ અલ્સ બંનેને એક સાથે ચલાવી શકાય નહિ. જો માનવજાતિના અસ્તિત્વને ટકાવી રાખવું હોય ન મહાવીરનું અહિંસા-દર્શન • 18 | Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તો પરમાણુ અસ્ત્રોની પ્રતિસ્પર્ધા ઉપર નિયંત્રણ લાવવું જ પડશે, પાછા વળીને તેનું ઉન્મેલન પણ કરવું પડશે. આ અનુભવની દિશામાં જે પ્રથમ પ્રયાસ શરૂ થયો છે તે વિશ્વશાંતિના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તે માટે ગોર્બોચોવ અને રેગન - એ બંન્ને મહાશક્તિના પ્રતિનિધિઓને ધન્યવાદ આપી શકાય તથા આપવા જોઈએ. વિશ્વશાંતિના ઇતિહાસમાં સાતમી ડિસેમ્બરના દિવસને એક કલ્યાણકારી દિવસ તરીકે સૌ યાદ કરશે. રૂસ અને અમેરિકા પ્રજા અને શાસન - એ બંન્ને વચ્ચે ઘણું અંતર વધી જાય છે. શાસનમાં આવનારા લોકો પ્રજામાંથી જ આવે છે પરંતુ તેની પીઠ ઉપર બેસતાં જ તેમના વિચારો બદલાઈ જાય છે. થોડોક તો જવાબદારીનો ભાર હોય છે અને થોડીક નવું કિંઈક કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી જાય છે. જવાબદારી નિભાવવા માટે જાગરુક રહેવું પણ જરૂરી હોય છે. પરંતુ મહત્ત્વકાંક્ષા જાગરુકતાને ભયાક્રાંત બનાવી મૂકે છે. શાસકની ચારે તરફ ભયનું આભામંડળ રચાઈ જાય છે. તે અન્ય રાષ્ટ્રોને ભય, આશંકા અને આતંકની દષ્ટિએ જોવાનું શરૂ કરી દે છે. તે કાલ્પનિક ભય અકારણ જ બે રાષ્ટ્રોને એકબીજાનાં વિરોધી કે શત્રુ બનાવી દે છે. પ્રજાની સ્થિતિ શાસકના વિચારથી અલગ હોય છે. તે શાન્તિથી જીવવા ઇચ્છે છે અને અહેતુક શત્રુતાને આમંત્રણ આપવા માંગતી નથી. ગોર્બોચોવે એક મુલાકાતમાં જણાવ્યું કે એ વર્ષે તેમને અમેરિક નાગરિકોના લગભગ એંશી હજાર જેટલા પત્રો મળ્યા હતા. મોટા ભાગના પત્રોમાં એ પ્રશ્ન હતો કે સોવિયેત સંઘ અને અમેરિકા પૂર્વે મિત્રો હતા તો હવે એક વખત ફરીથી શા માટે મિત્રો ન બની શકે? આ વ્યક્તવ્યમાં પ્રજાની મનોદશાનું એક સ્પષ્ટ ચિત્ર તરી આવે છે. અહિંસાના આધારસ્તંભ અભય અને મિત્રતા એ બંને અહિંસાના આધારસ્તંભ છે. ભગવાન મહાવીરની અહિંસાદેષ્ટિમાં જીવન અને મરણ એ મહત્ત્વનાં તત્ત્વો નથી. તેમાં મહત્ત્વનાં તત્ત્વો છે – જીવનમાં અભય અને મૈત્રીનો વિકાસ. આજે સમગ્ર ન મહાવીરનું અહિંસા-દર્શન - 19 - Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સંસારને અભયદાનની આવશ્યકતાછે. રાજા સંજય કાલ્પનિક ભયથી ભયભીત થઈને મુનિ સમક્ષ આવ્યા. મુનિએ કહ્યું કે હું તમને અભયદાન આપું છું. તમે પણ સૌને અભયદાન આપો. આજે સમગ્ર જગત અભયદાનના એ જ સ્વરના પુનરુચ્ચારણની પ્રતીક્ષા કરી રહ્યું છે. અદૃશ્ય હિમખંડ જોવો મહાવીરની વાણીમાં ધર્મ મંગલ છે. મંગલનું પ્રથમ સૂત્ર અહિંસાછે અહિંસાનું આધારસૂત્ર અભય અને અભયનું આધારસૂત્ર આકાંક્ષાનો સંયમ, ઇચ્છા ઉ૫૨ સમ્યક્ નિયંત્રણછે. અહિંસા અને હિંસા આપણી પકડમાં આવી જાયછે, તે બંનેની આધારભૂમિ પાછળ છુપાયેલી રહે છે. હિમખંડ (આઈસબર્ગ)ની ટોચ દેખાય છે. બરફનો પહાડ પાણીમાં છુપાયેલો રહેછે. આપણે માત્ર ટોચની ચર્ચા કરીએછીએ. ધરતી ઉપર ટકેલા પગ તરફ આપણે ખૂબ ઓછું ધ્યાન આપીએછીએ. એ કહેવત સાચી છે કે પર્વત ઉ૫૨ની આગ દેખાય છે પરંતુ પગ નીચે પ્રજળી રહેલી આગ જોઈ શકાતી નથી. હિંસા અને અહિંસાનો કોલાહલ કશું જ કરી શકવાનો નથી. ખરેખર જરૂર તો એની પાછળ છુપાયેલા હિમખંડને જોવાની છે. આકાંક્ષાઓને ખુલ્લી છૂટ આપીને ભય, શસ્ર-નિર્માણ તથા હિંસાને ઘટાડવાની વાત વિચારવી એ તો ન વિચારવા જેવી જ વાત છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન 20 For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આપણે એકલા નથી F પર્યાવરણનું મૌલિક સૂત્ર આ જગતમાં હું એકલો નથી. માત્ર મારું જ અસ્તિત્વ નથી,' પર્યાવરણ વિજ્ઞાનનું આ મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. ભગવાન મહાવીરે કહ્યું – માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ તમામમાં જીવછે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વનો અસ્વીકાર એટલે છે આપણા પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર ! પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ્ય - તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. કોઈ એકલું નથી અચેતન જગતના અસ્તિત્વનો પણ અસ્વીકાર ના કરો. આ સંસારમાં રહેનાર પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનનુંછત્ર ઓઢેલું છે. જીવ, જીવને પ્રભાવિત મહાવીરનું અહિંસા-દર્શન • 21 Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કરે છે. તે અજીવને પણ પ્રભાવિત કરે છે. અજીવ જીવને પ્રભાવિત કરે છે. પ્રભાવના આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે. તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી એકલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે. સામંજસ્યનું સૂત્રઃ અહિંસા બીજાઓનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાનો સ્વીકાર કરનાર વ્યક્તિ જ, વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપી શકે છે. અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા વચ્ચે અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત ખૂબ જ જૂનો છે. ભગવાન મહાવીરે અહિંસાને અનેક દૃષ્ટિએ જોઈ. એક દષ્ટિ છે - પર્યાવરણ વિજ્ઞાન. મહાવીરનું આ સૂત્ર તેને પ્રબળ સ્વર આપે છે. સે બેમિ - સેવં સયં લોગં અભાઈખેજ્જા, ણેવ અત્તર્ણ અભાઈખેજ્જા / જે લોયં અભાઈખઈ સે અજ્ઞાણે અભાઇખઈ7' જે અત્તાણું અભાઇષ્ણઈ સે લોયં અભાઇખાં’ પર્યાવરણ અસંતુલન કેમ? ભગવાન મહાવીરે માત્ર પર્યાવરણનો આધાર જ આપ્યો નથી, તેની ક્રિયાન્વિતિનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવોની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકે તેમ હોય, તેમની હિંસા ના કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપયોગ અનિવાર્ય હોય તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દેશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા અનિવાર્ય છે. આજે પૃથ્વીનું વધારે પડતું શોષણ થઈ રહ્યું છે. એથી જગતનું સંતુલન બગડી રહ્યું છે. ઊર્જાના સ્રોત સમાપ્ત થવા આવ્યા છે. ખનિજ ભંડારો ખાલી થઈ રહ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊર્જાના નવા સ્રોતો શોધવામાં મગ્ન બન્યા છે. સાથોસાથ ઉપલબ્ધ સ્રોતોની સમાપ્તિ અંગે પણ ચિંતિત બન્યા છે. પાણીનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. આશંકા એવી છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ થઈ જશે. જંગલો અને વૃક્ષોની આડેધડકતલનાં પરિણામો અનેક પ્રદેશો ભોગવી મહાવીરનું અહિંસા-દર્શન 22 -- Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. અનાવૃષ્ટિનું સૌથી મોટું કારણ વૃક્ષોની કતલ મનાય છે. વર્તમાન સમસ્યા ઈચ્છા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસાને પ્રોત્સાહન આપ્યું છે તથા પર્યાવરણનું સંતુલન પણ વેરવિખેર કરી દીધું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિનો છે તેમ સાથે સાથે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થો સીમિત છે, ઉપભોક્તાઓ અધિક છે અને ઈચ્છાઓ અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે – ઇચ્છાનો સંયમ કરવો, તેની સંખ્યા ઘટાડવી. જે ઇચ્છા પેદા થાય તેનો તે જ સ્વરૂપે સ્વીકાર ન કરવો, પરંતુ તેનું શુદ્ધીકરણ કરવું. આજના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુમાં વધુ સાધનો મૂકવા ઇચ્છે છે. જે અગાઉ ક્યારેય નહોતા, તેવા પદાર્થોનું નિર્માણ કરીને સામાન્ય લોકો માટે તે સુલભ કરવા ઇચ્છે છે. એક તરફ પ્રજાનો દૃષ્ટિકોણ સુવિધાવાદી બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની સ્પર્ધા તીવ્ર બની છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ થોડીક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો તેમજ પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયું છે. આવા સંજોગોમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથે સાથે પર્યાવરણનું સંતુલન પણ ખોરવાયું છે. હિંસા અને અહિંસાનું પ્રારંભ બિંદુ આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ ચારે તરફ સંભળાઈ રહ્યો છે. પરંતુ આ પ્રદૂષણ દૂર શી રીતે થાય? સુવિધાવાદી આકાંક્ષાઓની આગ પ્રજળે અને પ્રદૂષણનો ધૂમાડો ન ફેલાય એવું શી રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણની સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહિ. જેવી રીતે ઉદ્યોગજગત અને વ્યવસાયજગત માણસને વધુમાં વધુ સુવિધાવાદી બનાવી રહ્યાં છે, એવી જ રીતે અહિંસાનિષ્ઠ લોકો તેને અહિંસક બનાવી શકે ત્યારે જ પર્યાવરણના પ્રદૂષણની સમસ્યાનું સમાધાન શક્ય બની શકે. અહિંસાને અત્યંત સ્થૂળ અર્થમાં સમજવામાં આવે છે. તેના ઊંડાણમાં જવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. હિંસાનું પ્રારંભબિંદુ કોઈને મારી નાખવું એ જ નથી અને અહિંસાનું મહાવીરનું અહિંસા-દર્શન - 23. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભબિંદુ કોઈને ન મારવું એ નથી. હિંસાનું પ્રારંભબિંદુ છે - અન્ય જીવોના અસ્તિત્વનું સ્વીકાર ન કરવો, પદાર્થોના અસ્તિત્વનો પણ અસ્વીકાર કરવો. અહિંસાનો પ્રારંભબિંદુ છે - સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો તથા નાનામાં નાના પદાર્થોપરમાણુઓ સુધ્ધાંના અસ્તિત્વનો સ્વીકાર કરવો તથા તેમની સાથે અડપલાં ન કરવાં. પોતાના અસ્તિત્વની જેમ જ બીજાઓના અસ્તિત્વનું પણ સન્માન કરવું. અહિંસાનો પ્રથમ સિદ્ધાંત આત્મૌપમ્યનો આ સિદ્ધાંત અહિંસાનો પ્રથમ સિદ્ધાંત છે. પદાર્થોના અપરિગ્રહણનો સિદ્ધાંત અહિંસાનો ઉચ્છ્વાસ છે, તેનું પ્રાણતત્ત્વ છે. એ જ અહિંસાનું સમ્યગ્દર્શન છે. જે લોકો આ દર્શનને જાણતા નથી તેઓ પોતાના સંકુચિત સ્વાર્થની સીમામાં જીવતા હોય છે. તેની પૂર્તિ માટે હિંસાના છીછરા પ્રયોગો કરે છે અને પર્યાવરણનું પ્રદૂષણ પણ પેદા કરે છે. હિંસાની ભરતી માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ જ અવાંછનીય નથી, પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ પણ અવાંછનીય છે. ઇહલૌકિક અને પારલૌકિક બંને દૃષ્ટિએ તે અવાંછનીય છે તેથી મહાવીરે કહ્યું હતું – એસ ખલુ ગંથે - હિંસા ગ્રંથિ છે. એસ ખલુ મોહે - એ મોહ છે. એસ ખલુ મારે – એ મૃત્યુ છે. એસ ખલુ ણા૨ – એ નરક છે. તં સે અહિયાએ – હિંસા માણસ માટે હિતકારક નથી. તં સે અબોહીએ – તે બોધિનો વિનાશ કરનાર છે. આ સ્વરનું ઉદાત્તીકરણ જ પર્યાવરણના પ્રદૂષણમાં અટલાયેલા સમાજમાં એક નવી ક્રાંતિ પેદા કરી શકશે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન • 24 For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગિતામાંથી | પ્રગટેલું વિરોધાભાસી ચિંતન CT 1 હિંસા સામે આંધી સ્વાર્થનું એક શણગારેલું સ્વરૂપ એટલે ઉપયોગિતા. આ ઉપયોગિતાના આધારે વિરોધાભાસી ચિંતનનો જન્મ થયો છે. તેનું પાલન અને પોષણ પણ તેના દ્વારા જ થયું છે. જ્યાં વ્યક્તિ સાથે સ્વાર્થ જોડાયેલો હોય છે ત્યાં સમાજ સાથે ઉપયોગિતા જોડાઈ જાય છે. સામૂહિક વિધિવિધાનોમાં ઉપયોગિતાને આધારભૂત ગણી લેવામાં આવી. જ્યારે એનાથી અળગા થઈને યથાર્થને જોઈએ છીએ ત્યારે વિરોધીયુગલો - વિસંગતિઓ જ વિસંગતિઓ જોવા મળે છે. થોડાંક વર્ષો પહેલાં રૂપકુંવર ) નામની એક સ્ત્રી સતી બની ગઈ એ ઘટનાને કારણે સમગ્ર દેશમાં વૈચારિક આંધી ઉમટી. સતીપ્રથાના વિરોધમાં ભારે ઉહાપોહ થયો. દહેજના બહાને જે સ્ત્રીઓને સળગાવી દેવામાં આવે છે અથવા તો જેમની હત્યા કરવામાં આવે છે તેમની ઘટનાઓ સમગ્ર સમાજના માનસને આંદોલિત કરી રહી છે. આવી જઘન્ય હત્યાઓ પ્રત્યે સમગ્ર સમાજના મનમાં એક પ્રકારનો ક્ષોભ પેદા થઈ રહ્યો છે. આ ક્ષોભ જોઈને એમ લાગે છે કે સમાજ હત્યા કે હિંસાનો પક્ષપાતી નથી. તે હિંસક ઘટનાઓના વિરોધમાં અડીખમ ઊભો છે. મહાવીરનું અહિંસા-દર્શન : 25 Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભૂણ (ગર્ભ) પરીક્ષણ શા માટે? હિંસાનું બીજું પાસું બરાબર તેનું વિરોધી છે. હિંસાને માન્યતા મળતી રહી છે. હિંસા છે તેનો કદાચ અનુભવ પણ થઈ રહ્યો નથી. ભૂણહત્યાને સ્વીકૃતિ મળી ચૂકી છે. ગર્ભપરીક્ષણની સગવડને કારણે તેને વિશેષ પ્રોત્સાહન મળી રહ્યું છે. ભૂણના લિંગ-પરીક્ષણ માટે આયુર્વિજ્ઞાનની બે પદ્ધતિઓ પ્રચલિત છે : એગ્નિઓસન્ટેસિસ અને “અલ્ટોસોનોગ્રાફી એ દ્વારા ભૃણની આસપાસ રહેતાં દ્રવ્યો-પદાર્થોનું પરીક્ષણ કરીને એ જાણી લેવામાં આવે છે કે ભૂણ પુરુષ હશે કે સ્ત્રી સ્ત્રી તરફ સાચી વિચારધારા નથી. તેને એક બોજ તરીકે સ્વીકારવામાં આવે છે. તેની સાથે દહેજ જેવી અનેક પ્રવૃત્તિઓ જોડાયેલી છે તેથી ઘરમાં દીકરી પેદા થાય તો એને ભાર સમજી લેવામાં આવે છે. દીકરાના જન્મથી જે આનંદ અને ખુશી પ્રાપ્ત થાય છે, તે આનંદ અને ખુશી દીકરીના જન્મથી નથી થતાં. અચરજની વાત એ છે કે ભારનાં કારણો સમાપ્ત કરવાં જોઈએ તે નથી થતાં અને દીકરીના ગર્ભને સમાપ્ત કરવાની જઘન્ય પ્રવૃત્તિ વ્યાપક બનતી જાય છે. અમાનવીય કૃત્ય પ્રાચીનકાળથી કેટલીક વિશિષ્ટ જાતિઓમાં દીકરીની હત્યા કરી નાખવામાં આવતી હતી. પરંતુ આ વૈજ્ઞાનિક સંશોધનો થયા પછી હવે હજારો હજારો ભૂણ હત્યાઓ થવા લાગી છે. અહિંસાના નારા ગજવનારાઓ પણ આ અમાનવીય કૃત્યથી બચી શકતા નથી. આશ્ચર્યની પરાકાષ્ઠા તો એ છે એક સ્ત્રી પણ પોતાની જાતિ પ્રત્યે આ પ્રકારનો જઘન્ય અપરાધ આચરતાં અચકાતી નથી. ચોંકાવનારાં તથ્યો આજે મોટાં-મોટાં શહેરોમાં સેંકડો ક્લિનિકો ખૂલી ગયાં છે, જ્યાં ભૃણહત્યાનાં ચક્રો ગતિમાન છે. ઈ.સ. ૧૯૭૮થી ૧૯૮૨ - આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં ૭૬ ,૦૦૦ તથા માત્ર ૧૯૮૫માં ભૂણ હત્યાની ૪૦,૦૦૦ ઘટનાઓ ઘટી. માત્ર મુંબઈ શહેરમાં ૬,૦૦૦ ગર્ભપાતના કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા. એક વર્ષમાં સો – બસો દહેજ અંતર્ગત હત્યાઓ થવાથી દેશવ્યાપી ચિંતા પેદા થાય છે. ક્યારેક ક્યારેક તો કોઈના સતી થવાથી ઉહાપોહ થઈ જાય છે. બીજી તરફ હજારો દીકરીઓની ભૂણ હત્યા થવા છતાં તેઓ મૌન રહે છે. શું આ સામાજિક ચિંતનનો મહાવીરનું અહિંસા-દર્શન - 26 Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિરોધાભાસ નથી? શું આ અંતર્વિરોધ થકી ઉપજેલી વિસંગતિ નથી ? પરંતુ આપણે સ્થૂળ ઘટનાને જેટલું મહત્ત્વ આપવાનું જાણીએ છીએ તેટલું સૂક્ષ્મઘટના પ્રત્યે જાગરુક થવાનું પસંદ કરતા નથી. જે સમાજ સૂક્ષ્મ ઘટના પ્રત્યે જાગરુક નથી બનતો તે સમાજ સ્થળઘટનાની પુનરાવૃત્તિને પણ નથી રોકી શકતો. સાચી દિશામાં એક પગલું થોડાંક વર્ષો પૂર્વે મહારાષ્ટ્ર સરકારે ભૃણની લિંગ-પરીક્ષણ-પદ્ધતિને ગેરકાનૂની જાહેર કરી હતી. એ વાત સાચી દિશાનું એક સાચું પગલું હતું. તેની સાથે સામાજિક ચેતના જગાડવી પણ જરૂરી છે. કાનૂનની પોતાની એક મર્યાદા હોય છે અને તે સમાજ માટે આવશ્યક પણ હોય છે. પરંતુ સામાજિક ચેતનાનું જાગરણ એથી વિશેષ આવશ્યક છે. નારી પ્રત્યે ભાર (બોજ)નો જે ખ્યાલ પેદા થયેલો છે તેને દૂર કરવો અત્યંત આવશ્યક છે. આ ખ્યાલને બદલ્યા વગર ભૂણ હત્યાની જે પરંપરા ચાલી રહી છે તેને રોકવાનું સરળ નથી. માન્યતાનું મહોરું સમાજ ખ્યાલો અને માન્યતાઓના આધારે છે. એ માન્યતાઓની પાછળ મૌલિક મનોવૃત્તિઓ કામ કરતી હોય છે. દેશ, કાળ અને નિમિત્ત પ્રમાણે એક જ મૌલિક મનોવૃત્તિ અનેક મહોરાં ધારણ કરીને અભિવ્યક્ત થતી હોય છે. એક કન્યા સાથે બોજનો ખ્યાલ એ એક મોટું છે. પડદાની પાછળ અહંકારની મનોવૃત્તિ કામ કરી રહી છે. માણસ અહંકાર અને પ્રતિષ્ઠાનું કોકડું ઉકેલી શકતો નથી. તેને બદલે એક ભૂણની હત્યા કરી શકે છે અથવા તો જીવતી યુવતીને સળગાવી શકે છે. આ એક સઘનમૂર્છા છે. આ મૂર્છાએ એક ખ્યાલ પેદા કર્યો - “જે ઉપયોગી હોય તેને જીવતું રાખવું, જે ઉપયોગી ન હોય તેને સમાપ્ત કરી દેવું. આ ઉપયોગિતાવાદી ખ્યાલ માનવીય મૂલ્યો માટે સૌથી મોટું સંકટછે.' તેણે અસ્તિત્વ ઉપર પ્રગાઢ આવરણ ઢાંકી દીધું છે. તેથી માણસ કર્ણાહીન બની જાય છે. ક્રૂરતા ખૂબ છે, કરુણા ઓછી છે. અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે કહ્યું હતું - ‘આ પ્રાણીહત્યા નિષ્કરુણ હોય છે - પાવહો નિપ્રિવાસો નિકલુણો / ‘આ મોહ મહાભય વધારી મૂકે છે – મોહ-મહબભય પવઢઓ / ચારે તરફ ભય વધી રહ્યો છે. અભયની શોધ અનિવાર્ય બની છે. ન મહાવીરનું અહિંસા-દર્શન ૧ 27 - Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ નિર્માણની મર્યાદા થશે ? માનસિક શાંતિનો દ્રષ્ટિકોણ માનવી સુખ ઇચ્છે છે, દુઃખ નથી ઇચ્છતો. સુખ મેળવવા માટે અને દુઃખને ટાળવા માટે તે અનેક રસ્તાઓ શોધે છે. સૌથી મોટો રસ્તો છે – ભોગની સામગ્રી, ઇન્દ્રિયોને તૃપ્ત કરનારા પદાર્થો. ક્યારેક પદાર્થોનું નિર્માણ અનિવાર્ય આવશ્યકતાઓની પૂર્તિ માટે થતું હતું. ધીમે ધીમે દષ્ટિકોણ બદલાતો ગયો. અત્યારે પદાર્થોના નિર્માણનો આધાર ઇચ્છાપૂર્તિ અને અધિકતમ સુવિધાવાદ છે. સીમિત ઇચ્છા, સીમિત આવશ્યકતા અને સીમિત પદાર્થો-એ માનસિક શાંતિનો દૃષ્ટિકોણ છે. પરંતુ આજના અર્થશાસ્ત્રીઓ તેમજ અર્થશાસ્ત્રીય દષ્ટિકોણથી પ્રભાવિત લોકમાનસને તે વાત માન્ય નથી. વર્તમાન માનસ અસીમ ઇચ્છા, અસીમ આવશ્યકતાઓ તથા અસીમ પદાર્થો - આવા ચિંતનના રંગથી રંગાયેલું છે. વર્તમાન માનસ. એ જ માનસે જન્મ આપ્યો છે - પદાર્થપ્રધાન સંસ્કૃતિને તથા “થ્રો અવેની જીવનશૈલીને. બનાવો, ભોગવો મહાવીરનું અહિંસા-દર્શન - 28 Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ અને ફેકી દો. જીવનનો પ્રવાહ આ દિશામાં વળી ગયો છે. આ પ્રવાહમાંથી માનસિક અસંતુલન, અતૃપ્તિ અને માનસિક તનાવ પેદા થયાં છે. એમાંથી પર્યાવરણનું અસંતુલન પેદા થઈ રહ્યું છે. પ્લાસ્ટિક તેનું એક ઉદાહરણ બની શકે છે. અત્યારે પ્લાસ્ટિકના નિર્માણની સ્પર્ધા ચાલી રહી છે. ચારે તરફ પ્લાસ્ટિકમાંથી તૈયાર થયેલા પદાર્થો જોવા મળે છે. એ બનાવવાનું મુશ્કેલ નથી પરંતુ એમને ફેંકવાની સમસ્યા છે. એ પદાર્થો માટીની જેમ માટીમાં ભળી જતા નથી. તે પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે. જો તેને બાળી નાખવામાં આવે તો ઝેરી ગેસ પેદા થાય છે તેથી પર્યાવરણ દૂષિત બને છે. એક દિવસ એવો આવશે કે જ્યારે પ્લાસ્ટિકની ચીજોને ફેંકવા માટે પૃથ્વી ઉપર કોઈ જગા નહિ હોય અને સમુદ્રો પણ તેને પચાવી નહિ શકે. આ સમસ્યા માત્ર પ્લાસ્ટિક દ્વારા જ પેદા થઈ નથી, અનેક પદાર્થોના નિર્માણ થકી પેદા થયેલી છે. સુવિધાવાદી અને વ્યાવસાયિક દૃષ્ટિકોણ સાથે જોડાયેલો માણસ તેની ઉપેક્ષા કરી રહ્યો છે. આ એક ગંભીર સંકટ છે અને આ ધરતી માટે તથા સમગ્ર માનવજાત માટે તે ગંભીર સંકટ છે. અહિંસાની દષ્ટિનો વિકાસ કર્યા વગર આ સમસ્યાનો ઉકેલ શક્ય નથી. જીવનશૈલીના ત્રણ પ્રકાર - હિંસા અને પદાર્થ – એ બે વચ્ચે ગાઢ અનુબંધ છે. પદાર્થનો અધિક વિસ્તાર હિંસાની વ્યાપકતાને જન્મ આપે છે. પદાર્થવાદી સંસ્કૃતિને વિકસિત માની શકાય છે, હિંસાના વિસ્તારથી મુક્ત કહી શકાતી નથી. ભગવાન મહાવીરે ત્રણ પ્રકારની જીવનશૈલીનું પ્રતિપાદન કર્યું - (૧) અલ્પ ઇચ્છા - અલ્પ હિંસા – અલ્પ પરિગ્રહ (૨) મહા ઇચ્છા – મહા હિંસા – મહા પરિગ્રહ (૩) ઇચ્છા મુક્તિ - અહિંસા - અપરિગ્રહ જીવનની ત્રીજી શૈલી સામાજિક જીવનની નથી. અહિંસા અને અપરિગ્રહ માટે સંપૂર્ણ સમર્પિત થઈ જવું તે એક વિશેષ પ્રયોગ છે. જેમની આધ્યાત્મિક ચેતના ખૂબ વિકસિત હોય છે તેમના જ માટે આ શક્ય બને છે. બાકીની બે મહાવીરનું અહિંસા-દર્શન - 29. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રણાલિઓ સામુદાયિક જીવનનમાં શક્ય છે. વર્તમાનનો જીવનપ્રવાહ અન્ય જીવન પ્રણાલિ તરફ વહી રહ્યો છે. ઇચ્છા અધિક હોય, પરિગ્રહો અને પદાર્થો વધારે હોય અને હિંસા ઓછી હોય એવું ક્યારેય શક્ય ન હોય. ઇચ્છા, હિંસા અને પરિગ્રહ એ ત્રણેયની આત્યંતિક વ્યાપ્તિ છે. તેમાંથી કોઈ એકને અલગ પાડી શકાતું નથી. માનવીનો અણસાર જીવનની પ્રથમ પ્રણાલિ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, વિકેન્દ્રિત સત્તાની જીવનપ્રણાલિ છે. પ્રથમ પ્રણાલિ માનવીની મૌલિક મનોવૃત્તિઓની નજીક ઓછી છે, બીજી મૌલિક મનોવૃત્તિઓની નજીક વધુ છે. તેથી પ્રાથમિકતા બીજીને વિશેષ મળે છે, પ્રથમને ઓછી મળે છે અથવા બિલકુલ નથી મળતી. ભગવાન મહાવીરથી ગણાધિપતિ શ્રી તુલસી સુધી, મહાત્મા ગાંધીથી વિનોબા સુધી પ્રથમ જીવનપ્રણાલિનું મૂલ્ય સમજાવવામાં આવ્યું છે તેમ છતાં ઇન્દ્રિયો અને સુવિધાઓનું આકર્ષણ તથા અહંકાર અને મમકારનું દબાણ એટલું બધું પ્રબળ છે કે એ સચ્ચાઈને સમજવા છતાં સમજાઈ નથી. જોખમના સંકેતો આ સંતાકૂકડી જ છે. માનવી જીવનની અનેક દિશાઓમાં સંતાકૂકડી રમતો રહ્યો છે અને આજે પણ રમી રહ્યો છે. ઉદાહરણ તરીકે ઓઝોનનું છત્ર લઈ શકાય. વૈજ્ઞાનિક સચ્ચાઈને જાણનારા સૌ કોઈ જાણે છે કે ઓઝોનના છત્રનું રક્ષણ ધરતી ઉપર શ્વાસ લેતા જીવજગતનું રક્ષણ છે. તેમાં છિદ્રો થવાનો અર્થ સમગ્ર માનવજાતિ અને સમગ્ર જીવજગત માટે જોખમ પેદા થવું એછે. જાણવા મળ્યું છે કે એટલાન્ટિક મહાદ્વીપ ઉપર ઓઝોનના છત્રમાં એક બહુ મોટું ગાબડું પડી ગયું છે. તેમાં બીજું ગાબડું ઉત્તરધ્રુવ પ્રદેશની ઉપર પણ પડ્યું છે. આ ગાબડાં વૈજ્ઞાનિક જગતને ચિંતાગ્રસ્ત બનાવી રહ્યાં છે. સુપરસોનિક વિમાન અને નાભિકીય વિસ્ફોટ ઓઝોનના પડ માટે ખતરનાક છે. રેફ્રીજરેટર અને વાતાનુકુલનની પ્રણાલિ માટે જે ગેસનો પ્રયોગ થાય છે તે પણ ઓઝોનના પડ માટે ઓછો ખતરનાક નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 30 Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન છે સીમાંકનનો શું રેફ્રીજરેટર જીવન માટે અનિવાર્ય છે ? શું વાતાનુકૂલન વગર જીવી ન શકાય ? માણસ બુદ્ધિશાળીછે તેથી તે પોતાની સુવિધા માટે અનેક પદાર્થોનું નિર્માણ કરેછે. તે આદિમાણસની જેમ પ્રાકૃતિક જીવન નથી જીવતો, પરંતુ કૃત્રિમ સાધનનો ઉપયોગ કરેછે. પ્રકૃતિ સાથે અટકચાળા કરતો રહેછે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ તમામને પોતાનાં સુખ-સુવિધા માટે અનુરૂપ બનાવે છે. પ્રશ્ન છે એક સીમાનો. છેવટે ક્યાંક તો અટકવું જરૂરી બને છે. બુદ્ધિ અટકવાનું પસંદ નથી કરતી. ઇન્દ્રિયો પણ અટકવાનું પસંદ નથી કરતી. પછી હિંસા શી રીતે અટકે ? શાશ્વતનું ઉદાનછે ભગવાન મહાવીરનો આ સ્વર – ‘લુદ્ધા હાંતિ’ – ‘લુબ્ધ માણસ હિંસા આચરે છે.’ Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 31 For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International માણસ માણસ રહી શકશે ? અપરાધ માટે જવાબદાર કોણ ? વાસ્તવિક સત્ય અને વ્યાવહારિક સત્ય વચ્ચે ખૂબ મોટું અંતર છે. આ અંતર ભૂતકાળમાં પણ હતું અને આજે પણછે. માનવીય દુર્બળતા અગાઉ પણ હતી અને આજે પણ છે. માણસ આદર્શની વાતો કરે છે પરંતુ એ પ્રમાણે જીવવાનું પસંદ નથી કરતો. તેની અંદર મહાનતા અને અલ્પતા બંનેનાં બીજ રહેલાં છે. મહાનતાના બીજને જ્યારે સિંચન મળેછે ત્યારે તે આદર્શ તરફ ડગલાં ભરે છે. અલ્પતાનાં બીજ સક્રિય બનીને તેને આદર્શથી વિમુખ કરી મૂકે છે. આ જ કારણ છે વાસ્તવિક સત્ય અને વ્યાવહારિક સત્ય વચ્ચેના અંતરનું. અહિંસા વાસ્તવિક સત્ય છે. ભગવાન મહાવીરે કહ્યું કે અહિંસા તમામ જીવોનું કલ્યાણ કરનારી છે. જેવી રીતે ભૂખ્યા માટે ભોજન, તરસ્યા માટે પાણી અને પક્ષી માટે આકાશ આધાર છે એવી જ રીતે અહિંસા સૌ કોઈનો આધારછે. વ્યવહારની સમસ્યા પ્રબળ બનેછે અને ત્યારે માણસ આ વાસ્તવિક સચ્ચાઈ સામે આંખ આડા કાન કરેછે. પુત્ર અને પુત્રીના જન્મપ્રસંગને આધારે તેનું મૂલ્યાંકન કરી શકાયછે. ભારતીય માનસમાં પુત્રના જન્મ સાથે ભવિષ્યની મહાવીરનું અહિંસા-દર્શન • 32 For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સંભાવના અને સુરક્ષાની ભાવના જોડાયેલી છે. આ ભાવનાઓ જ ભૂણહત્યા જેવા જઘન્યતમ અપરાધ માટે જવાબદાર છે. ઔચિત્યનો પ્રશ્ન અકર્ડ કરિશ્તામિ' - જે કાર્ય કોઈએ નથી કર્યું તે હું કરીશ – એવો ખ્યાલ માણસને વાસ્તવિક સત્યથી દૂર ખેંચી જાય છે. વૈજ્ઞાનિક જગતમાં એક સ્પર્ધા જામી ગઈછે – કંઈક નવું શોધવાની અને કંઈક નવું કરવાની. નવું શોધવું એ કાંઈ ખરાબ નથી, પરંતુ જે નવી શોધ સાથે માનવજાતિના વિનાશની વાત જોડાઈ ગઈ હોય તે નવી શોધ ચોક્કસ અનિચ્છનીય છે. મેક્સિકોના ડૉક્ટરોએ પાર્કિસન (એક પ્રકારનો પૂજારીવાળો લકવા)થી પિડિત બે રોગીઓના મસ્તિષ્કમાં ભૂણના ટિસ્તુઓનું પ્રત્યારોપણ કર્યું. એથી એ રોગીઓને ખૂબ રાહત થઈ. પ્રશ્ન રાહતનો નથી, પ્રશ્ન છે નૈતિકતાનો, ઔચિત્યનો. શું એક રોગીને સાજો કરવા માટે એક ભૂણની હત્યા કરવાનું ઉચિત છે? શું તેને નૈતિક કાર્ય કહી શકાય ખરું? આચાર્ય ભિક્ષુ અહિંસાના મર્મજ્ઞ હતા. તેમણે અહિંસાને ઊંડી સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈ અને તેની સમીક્ષા કરી. તેમણે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો - શું મોટા જીવોને બચાવવા માટે નાના જીવોની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્નની સમીક્ષા કર્યા પછી તેમણે લખ્યું કે જે લોકો મોટા જીવોની હિંસાને ઉચિત ગણાવે છે તે લોકો નાના જીવોના શત્રુ છે. રોગી દુઃખી છે. તેના દુઃખને દૂર કરવું એ એક ડૉક્ટરનું કર્તવ્ય હોઈ શકે. પરંતુ એ કર્તવ્ય શી રીતે હોઈ શકે કે એક નહિ જન્મેલા બાળકને મારી નાખીને એક ઘરડા કે યુવાનને બચાવવાનો પ્રયત્ન કરવો ? ભગવાન મહાવીરની વાણીમાં તે દુ:ખ-પ્રતિઘાત માટે આચરેલી હિંસા છે. રોગ એક દુઃખ છે. સેવાનું કામ કરનાર વ્યક્તિ બીજાના દુઃખનું નિવારણ કરવા ઇચ્છે છે. પરંતુ જેમ તેમ કરીને એકના દુઃખનું નિવારણ કરીને બીજાને દુઃખી કરવાનો તર્ક બુદ્ધિ , અને સમજથી પર છે. શ્રેષ્ઠતાની કસોટી. માણસ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે એવા ખ્યાલને આધારે તેના માટે કોઈપણ કરવાનું ક્ષમ્ય માની લેવામાં આવ્યું. વર્તમાન ચિકિત્સા ક્ષેત્રે લાખો મૂગાં પશુઓ પરીક્ષણ માટે મારી નાખવામાં આવે છે. શું આ હિંસાના આધારે જીવનારો માણસ | મહાવીરનું અહિંસા-દર્શન • 33 Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના વિકાસની વાત વિચારી શકે ખરો? શું માણસ અમર છે અથવા શું તે અમર બનશે? રોગોને અટકાવવા માટે સ્વાભાવિક પ્રયત્ન કરવો એમાં કશું અનૌચિત્ય નથી. અસ્વાભાવિક પ્રયત્નોની જે પરંપરા શરૂ થઈ છે તેના કારણે અનેક પ્રશ્નો પેદા થયા છે. શું આ જગતમાં માત્ર માણસને જ જીવવાનો અધિકાર છે? માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, શું તે એટલા જ કારણે સર્વશ્રેષ્ઠ છે? આ પ્રશ્નોના ઉત્તર આજના પર્યાવરણ વિજ્ઞાનીઓ આપી રહ્યા છે. પર્યાવરણ વિજ્ઞાનના મત મુજબ એકલો માણસ આ જગતમાં જીવી શકે તેમ નથી. શ્રેષ્ઠતાની કસોટી માત્ર બૌદ્ધિકતાની જ નથી હોતી. સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવામાં જેમનું યોગદાન છે તે તમામની પોતપોતાની શ્રેષ્ઠતાછે. એ તમામ શ્રેષ્ઠતાઓનો યોગ એ જ આ જગત છે. આવી સ્થિતિમાં માણસ માટે બધુંય ક્ષમ્ય કઈ રીતે ? માણસ માટે માણસને બ્રૂણની હત્યા શું ક્ષમ્ય કહી શકાય? યુગની સમસ્યા - ક્રૂરતા , પ્રશ્ન જીવવાનો કે મરવાનો નથી. જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ મૃત્યુ પામે છે તેથી મૃત્યુ એ કોઈ અજબ ઘટના નથી. અજબ ઘટના તો છે ખોટી માન્યતા અને તેના આધારે થતું આચરણ. આ ખોટી માન્યતાઓએ પ્રકૃતિના સામ્રાજ્યમાં અનાવશ્યક હસ્તક્ષેપની પ્રવૃત્તિ પેદા કરી છે. આ હસ્તક્ષેપ માણસના કર્તુત્વને દૈવી કે ઈશ્વરીયરૂપ આપી શકે છે. કરવું ન કરવું અને અન્યથા કરવું એમાં તેને સક્ષમ બનાવી શકે છે. પરંતુ ખોટી માન્યતા અને ખોટા આચરણને કારણે માણસમાં જે ક્રૂરતા ઉત્પન્ન થાય છે તેનું સમાધાન ક્યાંથી મળે ? ક્રૂરતા આજના યુગની સૌથી મોટી સમસ્યા છે. તે કરુણાનું સતત ભક્ષણ કરી રહી છે. શું કરુણા વગર માણસ માણસ રહી શકશે ખરો? મહાવીરનું અહિંસા-દર્શન - 34 Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવન-મરણ સાથે જોડાયેલી હિંસા અને અહિંસા જીવન અને મરણ - નિયતિની પરંપરાની આ બે કડીઓ છે. જીવવું સ્વાભાવિક છે, મરવું પણ સ્વાભાવિક છે. જીવવાનું પોતાનું મહત્ત્વ છે અને મરવાનું પણ પોતાનું અલગ મહત્ત્વ છે. જીવવાની સાથે અનેક સ્વાર્થ જોડાયેલા હોય છે તેથી તે દરેક માણસને સારું લાગે છે. મરવું સ્વાર્થથી પર છે તેથી જગતથી પણ પર છે. એ કારણે એ સારું નથી લાગતું. રહસ્યપૂર્ણ સંવાદ અનુશ્રુતિ છે કે મહાવીરના સમવસરણમાં એક આ અલૌકિક ઘટના ઘટી હતી. એક કોઢિયો માણસ પોતાના પગના ફોડલાનું પરુ મહાવીરના પગમાં ચોપડી રહ્યો હતો અને લયબદ્ધ સ્વરે . બોલતો હતો, “મહાવીર !તમે મૃત્યુ પામો. શ્રેણિક!તમે જીવતા રહો, અભયકુમાર !તમે ભલે મૃત્યુ પામો કે ભલે જીવો, કાલસીરિક!તમે ન જીવો કે ન મરો!! - પહેલું ઉચ્ચારણ શ્રેણિકને ખૂબ અપ્રિય લાગ્યું. એ દિવ્ય આત્માના અદશ્ય થયા પછી સમ્રાટ શ્રેણિકે પૂછ્યું, “ભંતે! એ કોણ હતું? તેણે આવી ઇચ્છનીય વાતો કેમ કહી?” 4 મહાવીરનું અહિંસા-દર્શન - 35 - For Personal and Private Use Only Jain Educationa International Page #37 -------------------------------------------------------------------------- ________________ ,, મહાવીરે કહ્યું, ‘શ્રેણિક ! એ હતો એક દિવ્ય આત્મા. તેણે જે કહ્યું તે અત્યંત અર્થપૂર્ણ અને સારપૂર્ણ છે. હું કૈવલ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છું. શરીરથી સર્વથા મુક્ત છું, શરીરમાં માત્ર રહુંછું. “મહાવીર, તમે મૃત્યુ પામો.” એ વાક્યનો હેતુ એવો હતો કે હવે તમે શરીરના બંધનથી શા માટે બંધાયેલા છો ? આ બંધનથી પણ હવે તમે મુક્ત થઈ જાવ.’ શ્રેણિક - ‘ભંતે, એણે મને “તમે જીવતા રહો’’ એવું કેમ કહ્યું ?’ ભગવાન – ‘મૃત્યુ પછી તમારો આ રાજસી ઠાઠ-માઠ રહેવાનો નથી. તમે નિમ્નગતિનો અનુભવ કરવાના છો. તેથી એ દિવ્ય આત્માએ કહ્યું કે તમારા માટે જીવવું એ જ સારું છે.' શ્રેણિક - ‘અભયકુમા૨ માટે બંને વાતો શા માટે કહી ?' ભગવાન - ‘તે તમારો મંત્રી છે. તે અહીં પણ સુખી છે અને હવે પછીના જન્મમાં પણ સુખનો અનુભવ કરવાનો છે.’ શ્રેણિક - ‘કાલસૌરિક માટે તેણે બંને બાબતોનો નિષેધ કેમ કર્યો ?' - ભગવાન – ‘તે હિંસામાં જોડાયેલોછે તેથી અહીં પણ સારું નથી અને આગળ જતાં પણ તેના માટે સારું નથી.’ આ પ્રસંગથી જીવવા અને મરવાનું મહત્ત્વ સમજાઈ શકે તેમ છે. જીવવું સારું છે અને નથી પણ, મરવું સારું છે અને નથી પણ. જીવવા અને મરવાની સાથે હિંસા જોડાયેલી નથી. હિંસા જોડાયેલીછે મારવા સાથે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારવા માટેનો સંકલ્પ કરેછે અને મારે છે તે હિંસાછે. પ્રત્યેક વ્યક્તિને જેવી રીતે જીવવાનો અધિકાર છે તેવી જ રીતે તેને મરવાનો અધિકાર છે. જીવવાની સ્વતંત્રતાને જેમ છીનવી ન શકાય એ જ રીતે મરવાની સ્વતંત્રતાને પણ છીનવી ન શકાય. આ સિદ્ધાંત ખૂબ પ્રાચીનછે. તેની સ્થાપના હજારો વર્ષ પૂર્વે થઈ ચૂકી હતી. ભગવાન મહાવીરે આ સિદ્ધાંત ઉપર હિંસા અને અહિંસાની દૃષ્ટિએ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તે મુજબ અસંયત જીવન અને બાળમરણ બંને અહિંસાની દૃષ્ટિએ સ્વીકૃત નથી. સંયત જીવન અને પંડિત મરણ એ બંને અહિંસાની દૃષ્ટિએ સ્વીકૃત છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 36 For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ બાળમરણ ઃ અસ્વસ્થતાનું ચિહ્ન ભગવાને બાળમરણના અનેક પ્રકારો બતાવ્યા છે – પહાડ ઉપરથી ગબડીને આત્મહત્યા કરવી. વૃક્ષ ઉપરથી પડીને આત્મહત્યા કરવી. પાણીમાં ડૂબીને આત્મહત્યા કરવી. અગ્નિદાહ કરીને આત્મહત્યા કરવી. ઝેર ખાઈને આત્મહત્યા કરવી. શસ્ત્ર પ્રયોગ કરીને આત્મહત્યા કરવી. ફાંસીના ફંદા ઉપર લટકીને આત્મહત્યા કરવી. આમ આવેશ પ્રેરિત અને મૂર્છામાં લઈ જનારી પદ્ધતિઓથી જે મરણ થાય છે તે બાળમરણ છે. તે ક્યારેય વાંચ્છનીય નથી. તેની પાછળ ભાવના સમીચીન નથી હોતી. આવેગ અને ઉત્તેજનાની સ્થિતિમાં થનારું મરણ ન તો ક્રિયમાણ વ્યક્તિ માટે શુભ હોય છે કે ન તો સમાજમાં સ્વસ્થપરંપરાનો તે સૂત્રપાત કરે છે. કસોટી એક જ છે વર્તમાનમાં મરણના ક્ષેત્રમાં અનેક પ્રશ્નો પેદા થયા છે. એક પ્રશ્ન છે આત્મદાહનો, બીજો છે સતી થવાનો, ત્રીજો છે રાજનૈતિક સ્તરે અનશનનો અને ચોથો છે ધાર્મિક સ્તરે અનશનનો. મરણાત્મક ઘટના દરેકમાં સમાન છે. શું સ્વરૂપની દૃષ્ટિએ પણ એ બધાં સમાન છે ? તેમની પરીક્ષા માટે કસોટી એક જ હશે જે દેહ-ત્યાગની પૃષ્ઠભૂમિમાં ઉદેશની પૂર્તિ મુખ્ય હોય અને મરણ પ્રાસંગિક હોય, મન શાંત-પ્રશાંત અને સમાધિપૂર્ણ હોય, કોઈ આવેગ-સંવેગ-ઉદ્વેગ અને ઉત્તેજના ન હોય એવો દેહત્યાગ પ્રશસ્ત છે. એને માટે પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્રછે. સાધ્ય-સાધનની શુદ્ધિ આત્મદાહને ઉક્ત કસોટી ઉપર કસીએ. શું તેની પાછળ રાગાત્મક અને દ્વેષાત્મક સંવેગો જોડાયેલા નથી ? સતીપ્રથાની પાછળ પણ શું રાગાત્મક આવેશ મહાવીરનું અહિંસા-દર્શન • 37 Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ નથી ? અને જો નથી તો શું ચિંતા દાહની અપેક્ષાએ સાધનાનો સૌમ્યમાર્ગ પસંદ ન કરી શકાય. રાજનીતિના સ્તરે કરવામાં આવતા અનશનમાં શું આત્મશુદ્ધીકરણની ભાવનાછે? જો હોય તો તેના ઉદેશની શુદ્ધિનો વિચાર અપેક્ષિતછે. જેમાં ઉદેશશુદ્ધિ અને સાધનશુદ્ધિ બંને હોય એવા અનશનને પ્રશસ્ત અનશન માની શકાય. અહિંસા છે મોહવિલયની સાધના ઘણા લોકો ભાવુકતાવશ આત્મદાહ અથવા સતીપ્રથા જેવી પ્રવૃત્તિ અને અનશનને એક જ ત્રાજવે તોલવા ઇચ્છે છે. તેમને એક ત્રાજવે તોલી શકાય જો અનશન પણ આવેશથી પ્રેરિત હોય તો. જે અનશન સમાધિમરણની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવેછે તેમાં આવેશ માટે કોઈ અવકાશ નથી હોતો. તે નિતાંત અભયની સાધના છે. માનવીના મનમાં સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે. ભય એક આવેશ છે. ક્રોધ, લોભ અને અહંકારના પણ આવેશ હોય છે. આ આવેશો ભયના આવેશને દબાવી દે છે ત્યારે માણસ આકસ્મિક રીતે ઝેર વગેરે ખાઈને મૃત્યુ પામી શકે છે પરંતુ તે મૃત્યુના ભયથી મુક્ત થઈને, અભયની સાધના કરી શકતો નથી. અભયની સાધના એ જ કરી શકે છે કે જેનો શરીર પ્રત્યેનો મોહ વિલીન થઈ જાય છે. ભગવાન મહાવીરની ભાષામાં મોહવિલયની સાધના એ જ અહિંસા છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 38 For Personal and Private Use Only. Page #40 -------------------------------------------------------------------------- ________________ હિંસાની સમસ્યાઃ સંદર્ભ સતાનો 1, iy'. I સત્તા અને હિંસાનું ગઠબંધન અત્યંત પ્રાચીન છે. શક્તિશાળી લોકો સત્તા મેળવે છે એ માટે હિંસાની સહાય પણ લેવામાં આવે છે. આજની ચૂંટણીલક્ષી હિંસા એની જ નવી આવૃત્તિ છે. તમામ લોકોમાં સમાન બુદ્ધિ અને સમાન શારીરિક શક્તિ નથી હોતી. આ બુદ્ધિ અને શક્તિની વિષમતા હિંસાનો દરવાજો ખોલી નાખે છે. પ્રાકૃતિક વાતાવરણ, ભૌગોલિકતા, ભાષા, સભ્યતા અને સંસ્કૃતિની સમાનતા એક એકમ રચે છે.આપણી પૃથ્વી ઉપર એવા અનેક એકમો બનેલા છે. શક્તિશાળી લોકો આ એકમોને પોતાના અધિકાર નીચે લેવા ઇચ્છે છે. આવો ક્રમ રાજતંત્રમાં પણ પ્રચલિત થયો અને લોકશાહીમાં પણ ચાલી રહ્યો છે. રાજતંત્રમાં રાજ્યવિસ્તારના આધારે ચાલતો હતો અને લોકશાહીમાં પક્ષવિસ્તારના આધારે તે ચાલી રહ્યો છે. સાચા અર્થમાં અધિકાર-સ્થાપનાની જેટલી ચિંતા છે એટલી ચિંતા હિંસાની નથી. હિંસા વધે કે ઘટે એ પ્રશ્ન બીજા ક્રમે છે. પહેલા ક્રમનો પ્રશ્ન એટલો જ છે કે પક્ષની શક્તિ વધે છે કે ઘટે છે. લોકશાહી પણ ખતરનાક કેન્દ્રિત શક્તિમાં હિંસાની સંભાવના વિશેષ રહે છે. લોકશાહી એટલે શક્તિનું વિકેન્દ્રીકરણ. જો તંત્ર વિકેન્દ્રિત ન હોય તો લોકતંત્ર રાજતંત્ર કરતાં મહાવીરનું અહિંસા-દર્શન - 39 Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પણ વધારે ખતરનાક બની જાય છે. ચૂંટણી દ્વારા સરકારનું પરિવર્તન જો લોકશાહીની મર્યાદા એટલી જ હોય તો એમ માનવું પડશે કે આ સત્તા ઉપર અધિકાર કરવાનો એક નવો વિકલ્પ છે. રાજતંત્રમાં સત્તા ઉપર અધિકાર વારસાગત મળે છે અને લોકશાહીમાં સત્તા ઉપર અધિકાર વારસાગત મળતો નથી.આ તફાવત સ્પષ્ટ છે. સત્તારૂઢ થયા પછી જે તફાવત હોવો જોઈએ તે પરિલક્ષિત નથી. સત્તાના વિકેન્દ્રીકરણ વગર આ શક્ય નથી. કેન્દ્રિત સત્તા અને કેન્દ્રિત અર્થવ્યવસ્થા વચ્ચે હિંસાને પોષણ પામવાની વિશેષ તક મળે છે. સત્તા અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત બને અહિંસાની દિશામાં ત્યારે જ પ્રસ્થાન શક્ય છે કે જ્યારે સત્તા અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત હોય. વિકેન્દ્રિત વ્યવસ્થામાં સત્તારૂઢ વ્યક્તિ પાસેથી અધિક વિનમ્ર, મૃદુ અને વ્યવહાર-કુશળતાની અપેક્ષા રાખી શકાય છે. લોકોની સમસ્યા સમજવા તથા ઉકેલવાની અધિક સંભાવના રાખી શકાય છે. કેન્દ્રિત સત્તા-સમ્રાટ માટે અહંકારથી બચવાનું અત્યંત મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં પોતાનો આગ્રહ જેટલો પ્રભાવી રહે છે એટલો યથાર્થ પ્રભાવી નથી રહેતો. અયથાર્થ ચિંતન અને નિર્ણય સમસ્યાને વધુ ને વધુ જટિલ બનાવે છે. પૂર્વાચલમાં જે હિંસા ચાલી રહી હતી, બિહાર જે હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે અને પંજાબમાં જે હિંસાની આગ પ્રજળી રહી હતી શું એ તમામની પાછળ સત્તા અને અધિકારનો અહંકાર નથી ? અઢી હજાર વર્ષ પૂર્વે પણ હિંસા થતી હતી. નાના નાના રાજાઓ અંદરોઅંદર લડતા હતા. પોતપોતાના રાજ્યની સીમાઓ વિસ્તારવામાં એ બધા રાજાઓ ઓતપ્રોત હતા. પરંતુ મહાભારતની સંહારલીલા પછી યુદ્ધ અને શસ્ત્ર વિષયક જ્ઞાન વિજ્ઞાન ઠીક ઠીક પ્રમાણમાં લુપ્ત થઈ ચૂક્યું હતું તેથી મધ્યકાલીન યુદ્ધો ખાસ ખતરનાક નહોતાં. તેમનો વ્યાપક પ્રભાવ નહોતો. આજની હિંસા ખૂબ વ્યાપક અને અત્યંત સશક્ત છે. તેની પાસે સાધન-સામગ્રીની પ્રચુરતાછે. તલવાર અને ભાલામાં એટલી મારક શક્તિ નહોતી જે આજનાં રાયફલ, રિવોલ્વર, મશિનગન અને મિસાઈલમાં હોય છે. આગ ઓલવાતી નથી ચૂંટણીનો ઉદ્દેશ છે – પ્રજાની સ્વતંત્ર આકાંક્ષાનું સન્માન. ચૂંટણીમાં પણ બળપ્રયોગ અને પ્રલોભન બંનેનો ખુલ્લેઆમ પ્રયોગ થાય છે. ઘણી વખત હિંસા મહાવીરનું અહિંસા-દર્શન • 40 Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પણ ભભૂકી ઊઠે છે. પછી સ્વતંત્રતાનો સિદ્ધાંત કઈ રીતે સુરક્ષિત રહી શકે ? મોટાં યુદ્ધો કાયમ લડાતાં નથી. મોટી હિંસા પણ કાયમ થતી નથી. નાની નાની હિંસા કાયમથી ચાલી રહી છે. એનો અર્થ એ છે કે આગ ઓલવાતી નથી. એમાંથી તણખા ખરતા રહે છે. એ જ આગ ક્યારેક મહાજ્વાળા બનીને મહાયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લે છે. સત્તા સાથે જોડાયેલા લોકો પણ આ વાસ્તવિકતાનો અનુભવ કરવા લાગ્યા છે. તે એક સુખદ ઘટના છે. ગોચોવનું વક્તવ્ય રૂસીનેતા મિખાઈલ ગોર્બોચોવે અમેરિકામાં જે વક્તવ્ય આપ્યું હતું તે આ જ સત્ય દ્વારા આંદોલિત સ્વર છે. તેમણે કહ્યું હતું કે, “માનવજાતિ એવો અનુભવ કરવા લાગી છે કે લડાઈઓ ખૂબ થઈ ચૂકી, હવે તે હંમેશને માટે બંધ કરી દેવી જોઈએ. બે વિશ્વયુદ્ધો તથા ત્યારપછી ચાલી રહેલાં ઠંડાં યુદ્ધો અને નાની-મોટી લડાઈઓના કારણે કરોડો વ્યક્તિઓએ પોતાના પ્રાણ ખોયા છે અને હજી ખોઈ રહી છે. વિશ્વશાંતિના ઉદ્દેશ તરફ આગળ વધવાનો માર્ગ સરળ નથી. પરંતુ આપણને એ કરોડો લોકોની આકાંક્ષાઓ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જો આ સમજાઈ જાય તો વીસમી સદીની સમાપ્તિના આ ચરણમાં હવે માનવજાતિ “ અને માનવસભ્યતા સમક્ષ વિભિન્ન વ્યવસ્થાઓ અને વાદો વચ્ચે પસંદગીનો પ્રશ્ન નથી. આજે એક તરફ માણસની સહજ બુદ્ધિ અને તેની જિજીવિષા તથા બીજી તરફ બિનજવાબદાર, સંકુચિત અને સ્વાર્થી રાષ્ટ્રીય પૂર્વગ્રહો વચ્ચે પસંદગીનો પ્રશ્ન છે.” આ વક્તવ્યમાં સચ્ચાઈની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. સત્તા અને અધિકારવિસ્તારનો આગ્રહ હિંસાને પલ્લવિત કરતો રહે છે. ભગવાન મહાવીરે કહ્યું હતું - ણો અઝારેયલ્વા - કોઈના ઉપર શાસન ન કરો. અહિંસાનો આ સંદેશ અત્યંત વ્યાપક અને અત્યંત મહાનછે. એટલો મહાન કે પ્રત્યેક વ્યક્તિ કદાચ તેને ઊંચકી પણ ન શકે. પરંતુ શાસનવિસ્તારની ભાવનાથી બચી શકાય તો વિશ્વશાંતિનો માર્ગ સીધો-સરળ બની જાય છે. શું વર્તમાન શાસકો ખરેખર વિશ્વશાંતિ ઇચ્છે છે ખરા? શું ખરેખર હિંસા ઘટાડવા ઇચ્છે છે ખરા? ન મહાવીરનું અહિંસા-દર્શન • 41 - Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ હિંસાના અંકુર તરફ નહિ, બીજ તરફ ધ્યાન આપીએ ‘મારા સંપ્રદાયમાં આવો, તમારી મુક્તિ થઈ જશે. નહિતર નહિ થાય.' આવી ઘોષણાએ સાંપ્રદાયિક કટ્ટરતા તથા હિંસા બંનેને એકસાથે જન્મ આપ્યો. આ જ ખ્યાલના આધારે પ્રલોભન અને બળપ્રયોગ દ્વારા સંપ્રદાય-પરિવર્તનની પરંપરાનો સૂત્રપાત થયો. કેટલાક લોકો કહે છે કે ધર્મના નામે રક્તપાત થયો, યુદ્ધો થયાં, હિંસાની હોળી ખેલાઈ. હકીકતમાં આમ કહેવું ભ્રાંતિભર્યું છે. આ બધું ધર્મના નામે નથી થયું. પરંતુ સંપ્રદાય-પરિવર્તનના ખ્યાલને આધારે થયું છે. માનવીમાં સ્વાભાવિક રીતે જ વિસ્તારની ભાવના પડેલી હોય છે. તે પોતાની જાતને મોટો બનાવવા ઝંખે છે. પોતાના વિચારોની સંખ્યા વધારવા ઇચ્છે છે. હું વિચારું છું એવું જ સૌ કોઈ વિચારે, હું કરું છું એવું જ સૌ કોઈ કરે, તમામ લોકો મારું અનુકરણ કરે એવી ઇચ્છા, એવી અદમ્ય ઝંખના દરેકને હોય છે. એ ઇચ્છા અને ઝંખનાએ જ અનેક યુદ્ધો લડ્યાં, અનેક સંઘર્ષો જીવંત બનાવ્યા. Jain Educationa International અહિંસાના બે વિકલ્પો ધર્મનો પ્રશ્ન નિતાંત અલગ છે. તેની આધ્યાત્મિક વિચારણામાં સંઘર્ષ મહાવીરનું અહિંસા-દર્શન ♦ 42 For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જેવું કાંઈ છે જ નહીં. અંધકારે ફરિયાદ કરી કે સૂરજ મારો પીછો કરે છે. હું જ્યાં જાઉં છું ત્યાં તે પહોંચી જાય છે અને મને ભગાડી મૂકે છે. સૌ કોઈને જીવવાનો અધિકાર છે. હે ભગવાન! આપના રાજ્યમાં મારી સાથે આવો વ્યવહાર શા માટે થાય છે? ભગવાને સૂરજને બોલાવ્યો અને અંધકારની ફરિયાદ અંગે પૂછતાછ કરી. સૂરજે કહ્યું, હું તો જાણતો જ નથી કે અંધકાર શું છે અને તે ક્યાં છે? મેં આજ સુધી તેનો ચહેરો પણ નથી જોયો કે તે કેવો છે, તો પછી તેનો પીછો કરવાની અને તેને ભગાડી મૂકવાની તો વાત જ ક્યાંથી હોય? ધર્મ અંગે પણ આવું જ કહી શકાય કે તેણે યુદ્ધનો ચહેરો પણ જોયો નથી. લડાઈ, સંઘર્ષ અને યુદ્ધ શું છે તે અંગે તે કશું જાણતો પણ નથી. તેનું એકછત્ર સામ્રાજ્ય છે- મૈત્રી, ક્ષમા અને ભાઈચારો. ધર્મ આંતરિક તત્ત્વ છે. સંપ્રદાય સંગઠન છે. સંગઠન બાહ્ય હોય છે. જે બાહ્ય હોય તેની સાથે સંઘર્ષ અને યુદ્ધ જોડાઈ શકે છે. મહાવીરે કહ્યું હતું કે એક વ્યક્તિ ધર્મ છોડી દે છે પરંતુ સંપ્રદાય નથી છોડતી અને બીજી વ્યક્તિ સંપ્રદાયને છોડી દે છે, પરંતુ ધર્મને નથી છોડતી. તેની સમક્ષ બંને ચિત્રો અત્યંત સ્પષ્ટ હતાં. ધર્મને છોડનાર વ્યક્તિ ધરતીને લોહિયાળ કરી શકે છે. સંપ્રદાયને છોડનાર વ્યક્તિ એવું નહિ કરી શકે. ધર્મ નહિ જ્યાં માત્ર સંપ્રદાય હશે ત્યાં બધું જ બની શકે છે. અહિંસા માટે બે વિકલ્પો છે - માત્ર ધર્મ અથવા તો ધર્મ થકી અનુપ્રાણિત સંપ્રદાય. ભાંત દૃષ્ટિકોણ કેટલાક ધાર્મિક લોકો ધર્મ, સંપ્રદાય અને જાતિ એ ત્રણેયને એક જ દોરામાં પરોવતા હોય છે. તેમના માટે ધર્મ અને સંપ્રદાયને અલગ પાડવાનું શક્ય નથી અને તેથી પ્રલોભન, બળપ્રયોગ તથા યુદ્ધનું વર્જન પણ તેમના માટે શક્ય નથી. જીવનના પ્રત્યેક કાર્ય ઉપર ધર્મની છાપ હોય, ધર્મનો પ્રભાવ હોય તે ઇચ્છનીય છે. પરંતુ પ્રત્યેક કાર્ય ધર્મની પ્રેરણાથી પ્રેરિત અથવા ધર્માનુમોદિત હોય એવી વિચારણા ઇચ્છનીય નથી. ધાર્મિક ખ્યાલોના ક્ષેત્રમાં કંઈક એવી ભેળસેળ થઈ ગઈ છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના દરેક કાર્યને ધર્માનુમોદિત સમજીને પોતાના મનને લલચાવવાનું પસંદ કરે છે. તે અધર્મનું કોઈ કાર્ય કરતો જ નથી. જે કાંઈ કરે છે તે ધર્મનું જ કાર્ય કરે છે. આ ભ્રાંતિપૂર્ણ દૃષ્ટિકોણે હિંસાને પ્રોત્સાહન આપ્યું. પ્રત્યેક કાર્યમાં ધર્મનો પ્રભાવ હોય એનો અર્થ એ છે કે અનૈતિક આચરણથી બચવું મહાવીરનું અહિંસા-દર્શન • 43. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ તથા અનાવશ્યક હિંસાથી બચવું. પ્રત્યેક કાર્યને ધર્માનુમોદિત માનવું એનો અર્થ એ છે કે પોતાના અનૈતિક અને હિંસાયુક્ત આચરણને પણ સમ્યફ માનવું અને તેને ધર્મની છત્રછાયા હેઠળ રક્ષણ આપવું. બંને ખ્યાલો વચ્ચેનો આ તફાવત જેટલો સ્પષ્ટ બને છે એટલી જ અહિંસાની સંભાવના વધે છે. હિંસાનાં બીજ અવાંછનીય છે હિંસાની ઘટનાઓ વધી જાય છે અથવા તો ઉગ્ર થઈ જાય છે ત્યારે સમાજનું ધ્યાન હિંસાની અવાંછનીયતા તરફ ખેંચાય છે. તેના બીજ તરફ ધ્યાન ખૂબ ઓછું જાય છે. એનો ફલિત એ જ હોઈ શકે કે હિંસા પ્રત્યે સમાજની ચિંતા માત્ર ભાવનાના સ્તર ઉપર જ છે, યથાર્થના સ્તર ઉપર નથી. સમાજનો એક મોટો ભાગ એવો પણ છે કે જે હિંસાને સ્વાભાવિક સમજે છે. યથાર્થના સ્તરે હિંસાની સમસ્યા ઉપર એ જ લોકો વિચાર કરે છે કે જેમની ભાવનાઓનું ઉદાત્તીકરણ થયું હોય છે, શુદ્ધીકરણ થયું હોય છે અને સત્ય સાથે જેમનું તાદાભ્યસ્થપાયું હોય છે. જેમની ભાવનાઓ આવેશમૂલક હોય તેમના માટે હિંસા કોઈ વિશેષ સમસ્યા નથી. જ્યારે કોઈ મોટી હિંસાત્મક ઘટના ઘટે છે ત્યારે તેમાં એક પ્રકંપન પેદા થાય છે અને તેઓ હિંસાને સમાજ માટે દુઃખદ માનવા લાગે છે. બે વિશ્વયુદ્ધોથી પ્રભાવિત અને પ્રતાડિત પ્રજામાં હિંસા પ્રત્યે જે વિમનસ્કતા પેદા થઈ છે, તે તેનાથી અપ્રભાવિત લોકોમાં નથી. એ જ રીતે જે લોકોએ સાંપ્રદાયિક કટ્ટરતાનાં કટુ પરિણામો ભોગવ્યાં છે, તેમનામાં સાંપ્રદાયિક હિંસા પ્રત્યે આક્રોશ જાગ્યો છે. તેઓ બીજા પ્રકારના લોકો નથી. શું એ શક્ય બની શકે ખરું કે હિંસક ઘટનાઓના સંદર્ભમાં હિંસાની અવાંછનીયતા અંગે આપણે ન વિચારીએ? આપણે વિચારીએ કે હિંસાનાં બીજ અવાંછનીય છે. તેમનું ઉન્મેલન આવશ્યક છે નહિતર તે ગમે ત્યારે હિંસક ઘટનાને જન્મ આપી શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 44. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ દાસપ્રથાતી નવી આવૃત્તિ એક સમય એવો હતો કે જ્યારે માણસ પણ પશુની જેમ વેચાતો હતો. વેચાયેલો માણસ દાસ કહેવાતો. પરંતુ પશુની જેમ જ તે પરતંત્રતાનું જીવન જીવતો હતો. તેનું પોતાનું ન કોઈ વ્યક્તિત્વ કે ન કોઈ સ્વતંત્રતા. એક માણસ બીજા માણસને દાસ બનાવી શકે છે એ વાત સમજણથી પર છે. પરંતુ માનવજાતિનો સમગ્ર ઇતિહાસ સમજણનો ઇતિહાસ નથી. એમાં મૂર્ખતા અને મૂઢતાનાં કાર્યોની એક લાંબી સૂચિછે. એ સમયે સામાજિક ચેતના રાજતંત્રની કઠોર દંડનીતિથી જ ચાલતી હતી. ગણતંત્રનાં રાજ્યો પણ સામાન્ય પ્રજાનાં હિતોની અને તેમના જીવનની ખાસ ચિંતા કરતાં નહોતાં. દંડશક્તિ અને હિંસાની શક્તિના આધારે ચાલનારા લોકો માનવીય એકતા અને સમતાની વાત કદાચ વિચારી પણ શકતા નહોતા. એક નવો સ્વર જાગ્યો. જ્યારે ભગવાન મહાવીરે કહ્યું કે કોઈને તમારો દાસ ન બનાવશો – ણો પરિઘેતવ્યા. આજે દાસપ્રથાનું કલંક નથી દંડનીતિની કસોટી દ્વારા પરખનારા લોકોની દૃષ્ટિમાં માણસનું ચિત્ર કંઈક બીજા જ પ્રકારનું હતું. અહિંસાની દૃષ્ટિએ પરખનારા લોકો સમક્ષ માનવીનું મહાવીરનું અહિંસા-દર્શન ♦ 45 Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર કંઈક જુદા જ પ્રકારનું ઉપ. પહેલી કસોટીમાં એક સમર્થ માણસ દ્વારા અસમર્થ માણસનું શોષણ અને ઉત્પીડન અવાંછનીય નહોતું. બીજી કસોટીમાં શોષણ અને ઉત્પીડન સર્વથા અમાન્ય અને સર્વથા અવાંછનીય હતું. અહિંસાનો વિચાર પ્રભાવક બનતો ગયો અને દાસપ્રથા સમાપ્ત થઈ ગઈ. આજે માણસના માથા ઉપર દાસપ્રથાનું કલંક લાગેલું નથી. દાસપ્રથાની નવી આવૃત્તિ: બંધાયેલા મજૂર માનવીના મનમાં ક્રૂરતાનાં બીજ આજે પણ જોવા મળે છે. ધનનો લોભ આજે પણ એવો જ છે. સત્તા અને શક્તિના દુરુપયોગની વાત આજે પણ સમાપ્ત થઈ નથી. તેથી અવારનવાર દાસપ્રથાની નવી નવી આવૃત્તિઓ થતી રહે છે. બંધાયેલા મજૂર મૃતપ્રાય દાસપ્રથાની એક નવી આવૃત્તિ છે. આ પ્રથામાં માણસ ખરીદાયેલો નથી હોતો, પરંતુ તેને બંધક બનાવી લેવામાં આવે છે. ઋણની ચુકવણી ન થાય ત્યાં સુધી તેને મુક્તિ મળતી નથી. માલિકો તેની વિવશતાનો લાભ લેતા રહે છે અને બિચારા બંધાયેલા મજૂરોને જીવન તથા મરણના સંધિસેતુ ઉપર પગ મૂકીને ચાલવું પડે છે. ભારતમાં એવા લોકોની સંખ્યા વીસેક લાખ જેટલી મનાય છે. આશ્ચર્યની વાત છે કે સમાજવાદી સમાજરચનાનું સ્વપ્ર જોનારા લોકતંત્રમાં આવું બધું ચાલી રહ્યું છે ! રાજતંત્ર અને જાગીરદારીને સમાપ્ત કરી દેવા છતાં આ પ્રથાને જીવતી રાખવાનો હેતુ શોછે? એ વાત સમજાતી નથી. અહિંસાની દૃષ્ટિએ તે અવાંછનીય છે. એટલું જ નહિ, સામાજિક દષ્ટિએ પણ તે સર્વથા અવાંછનીય છે. જ્યાં સુધી શક્તિશાળી લોકોને પોતાની શક્તિનો નિરંકુશ પ્રયોગ કરવાની છૂટ મળતી રહેશે ત્યાં સુધી દાસપ્રથાની નવી આવૃત્તિઓ થતી જ રહેશે. સમાજને માત્ર ચિંતનના સ્તરે જ ન બદલીએ બૌદ્ધિક દષ્ટિએ માનવી ખૂબ વિકસિત થયો છે. ચિંતન પણ ખૂબ વધ્યું છે પરંતુ ભાવનાના સ્તરે તેણે ખૂબ વિકાસ કર્યો છે એમ કહેતાં પહેલાં વિચાર કરવો પડે તેમ છે. એક ચિંતનશીલ પ્રાણી ભાવનાના સ્તરે નિમ્નજીવન જીવે છે ત્યારે એવી પ્રતીતિ થાય છે કે વૈજ્ઞાનિક યુગનો માણસ હજી પણ મનના ખેલ ખેલી રહ્યો છે, એથી આગળ વધી શક્યો નથી. પોતાનાં સ્વાર્થ અને સુવિધા પ્રત્યે આકર્ષણ થાય છે, આ વૈયક્તિકતાનો અસ્વીકાર થઈ શકે તેમ નથી પરંતુ વૈયક્તિકતા મહાવીરનું અહિંસા-દર્શન 46. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અસીમ થઈ જાય, સ્વાર્થ પણ અસીમ થઈ જાય તે યોગ્ય નથી. સમાજને માત્ર ચિંતનની ભૂમિકાએ ઝાઝો બદલાયેલો આપણે નહિ જોઈ શકીએ. અહિંસાનું સંબંધસૂત્રા અહિંસાનો સંબંધ વિચારની અપેક્ષાએ નિર્વિચારની ભૂમિકા સાથે વિશેષ છે. નિર્વિકલ્પ અથવા નિર્વિચાર અવસ્થામાં અહિંસાનો સ્રોત વધુ પ્રફુટિત થઈ શકે છે. એક વિચારશીલ વ્યક્તિ પોતાની સ્વાર્થસાધનામાં જેટલી સક્રિય હોય છે, એટલી નિર્વિચાર વ્યક્તિ નથી હોતી. નિર્વિચારની બે કક્ષાઓ હોય છે. પ્રથમ કોટિમાં નિર્વિચાર એટલે વિચારનો વિકાસ ન થવો. બીજી કોટિમાં નિર્વિચાર એટલે મનનો વિલય. આ અવસ્થામાં આંતરિક ચેતના જાગૃત થાય છે અને હિંસાને જીવન આપનારાં તત્ત્વો વિઘટીત થાય છે. માત્ર બાહ્યચેતના અને પદાર્થસંબદ્ધ ચેતનાના આધારે અહિંસાના વિકાસની સંભાવના કલ્પી શકાતી નથી. જરૂરી છે નવું પ્રસ્થાન અહિંસા અંગે ખૂબ વિચાર થઈ રહ્યો છે. વિશ્વનો ઘણો મોટો ભાગ તેનો વિકાસ ઇચ્છે છે. શાંતિનો એક માત્ર એ જ વિકલ્પ છે. માત્ર આટલાથી સમસ્યા ઉકલતી નથી. સમસ્યાને ઉકેલવાનું પ્રથમ પગલું વિચાર અને બીજું પગલું પ્રયોગ છે. પ્રયોગના સ્તરે ખૂબ ઓછું ધ્યાન અપાઈ રહ્યું છે. પરિવર્તન માટે પ્રયોગ, વિચાર કરતાં વધુ શક્તિશાળી હોય છે. ઘણા બધા ચિંતકો ચિંતનથી પર જવાની કલ્પના જ કરતા નથી. અહિંસાના વિકાસનો એ બહુ મોટો અવરોધ છે. હિંસાનાં આંતરિક નિમિત્તોની જાણકારી ન હોય, તેમને નાબૂદ કરવાની પ્રયોગ-પદ્ધતિનું જ્ઞાન ન હોય એવી સ્થિતિમાં હિંસાથી અહિંસા તરફ પ્રસ્થાન કઈ રીતે શક્ય બને? અહિંસાના વિકાસ માટે એક નવું પ્રસ્થાન જરૂરી છે. મહાવીરનું અહિંસા-દર્શન • 47 Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ તેને જુઓ, જે જીવન અને મૃત્યુની પૂષ્ઠભૂમિમાં છુપાયેલું છે પ્રત્યેક વ્યક્તિને જેવી રીતે જીવવાનો અધિકાર છે તેવી જ રીતે મરવાનો અધિકાર છે. આ બંને અધિકારો સાથે કેટલીક શરતો જોડાયેલી છે. કાયદાની દૃષ્ટિએ જીવવાનો અધિકાર સૌને છે, પરંતુ મરવાનો અધિકાર સૌને નથી. મરવાનો પ્રયત્ન આત્મહત્યાનો પ્રયત્ન છે અને આત્મહત્યા એક અપરાધ છે. આત્મહત્યા કરનાર વ્યક્તિને સજા થાય છે. મહાવીરે મુનિને મરવાનો અધિકાર પણ આપ્યો છે. તેમના નિર્દેશ મુજબછે કારણોથી ભોજન કરી શકાય છે. તેમાં પ્રથમછે વેદનાનું ઉપશમન. બીજુંછે સેવા, ત્રીજું છે આંખોની જોવાની શક્તિ, ચોથું છે સંયમ, પાંચમું છે પ્રાણધારા અને છઠું છે ધર્મચિંતા. છે કારણોથી ભોજન કરી શકાતું નથી. ૧. આતંક ૨. ઉપસર્ગ ૩. બ્રહ્મચર્યની તિતિક્ષા ૪. પ્રાણીદયા ૫. તપની આરાધના ૬, શરીર-ત્યાગ. મુનિ અનુભવ કરે કે આ શરીરની હવે કોઈ સાર્થકતા નથી, એ દ્વારા કોઈ નવી ઉપલબ્ધિ નથી થતી, હવે તે સાધન રહ્યું નથી. આવી સ્થિતિમાં તે આહારત્યાગ કરીને શરીરનો ત્યાગ કરી શકે છે. શાંત અને સંતુલિત રીતે મૃત્યુ પામવાનો અધિકાર જેવી રીતે એક મુનિને છે, તેવી જ રીતે એક ગૃહસ્થને પણ હોઈ શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 48 Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અનુસરણ આજે પણ થઈ રહ્યું છે વ્યક્તિ મૃત્યુ પામવા માટે સ્વતંત્ર છે. પરંતુ શું તે બીજાઓને મારવા માટે પણ સ્વતંત્ર છે ખરી? આ પ્રશ્ન અંગે અનેક પ્રકારનાં ચિતન છે. એક પ્રાચીન ચિંતનપ્રવાહ હતો, તેનું નામ હતું દુઃખ-મોચન સંપ્રદાય. તેનો સિદ્ધાંત એવો હતો કે કોઈ પ્રાણી દુઃખથી તડપતું હોય અને તેના બચવાની કે સાજા થવાની કોઈ સંભાવના ન હોય એવી સ્થિતિમાં તેનું પ્રાણવિયોજન કરી શકાય છે. આ ચિંતનપ્રવાહનું અનુસરણ વીસમી સદીમાં પણ થઈ ચૂક્યું છે. વર્તમાનમાં પણ આ વિચારધારાના સમર્થકો જોવા મળે છે. આવા ચિંતન પાછળ દયાનો ભાવ સક્રિય છે. નિર્ણાયક કોણ? માત્ર ભાવુકતા શુભ અને અશુભની કસોટી નથી બનતી. એ માટે યથાર્થની અપેક્ષા હોય છે. કોઈ બીજાના કષ્ટને જોઈને પીગળી જવું, કરુણાÁ થઈ ઊઠવું, તે એક વાત છે અને કર્તવ્ય કે ધર્મનું નિર્ધારણ કરવું તે અલગ વાત છે. ઘણી વખત એવું બને છે કે તીવ્ર કષ્ટથી પીડાતું પ્રાણી પણ મૃત્યુ નથી ઇચ્છતું. તે જીવવાનું ઝંખે છે અને એવી કલ્પનામાં રાચે છે કે એક દિવસ એનું કષ્ટટળી જશે. જે પ્રાણી મૃત્યુ ન ઇચ્છે તેને પોતાની ભાવુકતાના આધારે મારી નાખવાનું કઈ રીતે યોગ્ય ગણાય? કષ્ટથી તડપતું પ્રાણી તેનાથી મુક્ત નહિ જ થાય એનો નિર્ણય કઈ રીતે કરી શકાય? મોતના મુખમાં જઈને પણ કેટલાંક પ્રાણીઓ ફરીથી જીવી જાય છે અને લાંબા સમય સુધી જીવતાં પણ રહે છે. જવાબદારીને અસીમ ન બનાવીએ કષ્ટ અને મૃત્યુને એક જ દોરામાં પરોવી ન શકાય. કેટલાક માણસો કષ્ટપીડિત થઈને મરવાની આકાંક્ષા કરી શકે છે. તેમને એવી ઈચ્છા થઈ શકે છે કે એક ઈજેક્શન સાથે જ પોતાની જીવનલીલા સમાપ્ત થઈ જાય. આવી ઇચ્છા એક ભાવાવેશ છે, જે કષ્ટસહિષ્ણુતાના અભાવે પેદા થાય છે. આવી સ્થિતિમાં કષ્ટસહિષ્ણુતા વધે, એમ શીખવવું ઉચિત ગણાય કે પછી તેને મારી નાખવાનું ઉચિત ગણાય? બીજાઓ પ્રત્યે આપણી જવાબદારીની એક મર્યાદા છે. આપણે જવાબદારીને અસીમ ન બનાવીએ. કોઈકને મારી નાખવું એ આપણી જવાબદારીને અસીમ બનાવવાનો પ્રયત્ન છે. પ્રકૃતિની પોતાની વ્યવસ્થા છે. કષ્ટ સહનશક્તિથી પર હોય છે, ત્યારે વ્યક્તિ મૂચ્છિત બની જાય છે.' મહાવીરનું અહિંસા-દર્શન 49 Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અહિંસા છે ચિત્તની પવિત્રતા ભગવાન મહાવીરે ઉક્ત સમસ્યાને અહિંસાની દૃષ્ટિએ ઉકેલી. તેમનો દૃષ્ટિકોણ છે – આત્મહત્યા અને પરહત્યા – બંને હિંસાત્મક પ્રયત્નો છે. અહિંસા પોતાના ચિત્તની પવિત્રતામાંથી આવે છે. રાગ-દ્વેષ અને મોહનો આવેશ ન હોય એ છે પવિત્રતા. પ્રાણનો મોહ પણ એક આવેશછે. ભલે પછી તે પોતાના પ્રાણનો મોહ હોય કે પછી કોઈ બીજાના પ્રાણનો મોહ હોય. કષ્ટ ન થાય તે રાગાત્મક આવેલ છે. હું કષ્ટ ન પામું એ પણ રાગાત્મક આવેશ છે. બીજું કોઈ કષ્ટ ન પામે એ પણ રાગાત્મક આવેશ છે. અનાવેશનો સંકલ્પ એ છે કે આપણે એવું આચરણ કરીએ કે જેથી સ્વયંને પણ કષ્ટ ન થાય અને બીજાઓને પણ કષ્ટ ન થાય. કોઈને કષ્ટ ન થાય અને જો કષ્ટ આવે તો તેને સહન કરવાની ક્ષમતા હોય. ભાવુકતાનો આવેશ કષ્ટ આવે ત્યારે તેનો ઉપચાર કરવો તે એક સામાજિક મનોવૃત્તિ છે. પરસ્પરતા, સહયોગ અને સહાનુભૂતિ છે. તેની પોતાની સીમા હોય છે. કષ્ટથી તડપતા પ્રાણીને મારી નાખવું તે સીમાથી પરની વારછે. જો કોઈ એવું કરી નાખે તો તેને ભાવુકતાનો આવેશ જ કહી શકાય. એને માન્યતા ન આપી શકાય. અહિંસા અને કરુણાના નામે તેને શી રીતે માન્ય કરી શકાય? અહિંસાનો અનુબંધ કષ્ટસહિષ્ણુતા સાથે છે, કષ્ટથી ગભરાઈને યેન-કેન પ્રકારેણ મૃત્યુ પામવા સાથે નથી. કષ્ટની સ્થિતિમાં શરીરને ત્યાગવાની વાત આવી શકે છે, પરંતુ તેનું સાધન શુદ્ધ હોવું જોઈએ, ઉપવાસ અથવા અલ્પાહાર હોવું જોઈએ. આ સાધનામાં મુખ્ય વાત આત્મશુદ્ધિ બની જાય છે, મૃત્યુ પ્રાસંગિક બની રહે છે. જે પ્રયત્નમાં કષ્ટને ન સહન કરી શકવું અને મૃત્યુ મુખ્ય હોય તે આવેશપૂર્ણ પ્રયત્ન છે. જે પ્રયત્નમાં આત્મશુદ્ધિ મુખ્ય હોય, મૃત્યુપ્રાસંગિક હોય, તે અનાવેશપૂર્ણ પ્રયત્ન છે. અહિંસાની સીમામાં આ બીજો પ્રયત્ન જ માન્ય થઈ શકે તેમ છે. મહાવીરનું અહિંસા-દર્શન : 50 Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શું જીવવા માટે આટલી બધી હિંસા આવશ્યક છે ? હિંસા જીવનની નિયતિ છે. શરીર અને હિંસા એ બંને વચ્ચે કોઈ ભેદરેખા ખેંચી શકાય ખરી ? આ એક પ્રશ્નછે. એવો પ્રશ્ન કે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. શરીર માટે શું ન જોઈએ ? ભોજન, જળ અને મકાનથી માંડીને સેન્ટ-શેમ્પૂ વગેરેને શરીર માટે જરૂરી માની લીધાં છે. આવશ્યકતાઓની સૂચિ ખૂબ લાંબી છે. વૈજ્ઞાનિક યુગના વિકાસ તેમજ વ્યાવસાયિક બુદ્ધિએ આવશ્યકતાઓનો અકલ્પિત વિસ્તાર કરી મૂક્યો છે. આવશ્યકતાઓ વધે અને હિંસા ન વધે એવું શી રીતે શક્ય છે ? તો પછી અહિંસાની આકાંક્ષા શા માટે ? તેની ચર્ચા શા માટે ? શું તેની કોઈ અપેક્ષાછે? માનવીનું જે આકર્ષણ છે તે હિંસા દ્વારા પૂર્ણ થઈ રહ્યું છે. તો પછી અહિંસા તેને શું આપશે ? હિંસા મુલાયમ જૂત્તાં આપી શકે છે. અહિંસા નથી આપી શકતી. ઘણી બધી પ્રસાધન સામગ્રી હિંસા આપી શકેછે, અહિંસા નથી આપી શકતી. મેં ઇરેના (કેનેડાની એક મહિલા)ને પૂછ્યું કે તમે એલોપથી દવા કેમ નથી લેતાં ? તેમણે કહ્યું કે બાવીસ વર્ષથી મારી આસ્થા જૈન ધર્મમાંછે. હું અહિંસામાં વિશ્વાસ ધરાવું છું. તે મારા માટે જીવનધર્મ છે. પછી હું એલોપથી દવા કઈ રીતે લઈ શકું ? મેં ફરીથી પૂછ્યું કે જેમાં માંસ, ઈંડાં, શરાબ વગેરેની ભેળસેળ મહાવીરનું અહિંસા-દર્શન • 51 Jain Educationa International For Personal and Private Use Only. Page #53 -------------------------------------------------------------------------- ________________ ન હોય એવી દવા લેવામાં તમને શો વાંધો છે ? તે એકદમ બોલી ઊઠ્યાં, માંસ વગેરેની ભેળસેળ ભલે ન હોય, પરંતુ તે ઔષધિઓની શોધ માટે અસંખ્ય નિરીહ પ્રાણીઓની હત્યા થાય છે તેથી તે શુદ્ધ કઈ રીતે ગણાય ? કરુણા માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે ! આ હતી મારી માનસિક પ્રતિક્રિયા. ક્રૂરતા માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એનું સામ્ય છે પ્રાણી જગતને ક્રૂર યાતના આપીને બનાવેલી પ્રસાધન સામગ્રી, સૌંદર્ય અને સજાવટની સામગ્રી. કસ્તૂરીમૃગ, હાથી, ગેંડો વગેરે કેટકેટલાં પશુ-પક્ષીઓને મારવામાં આવેછે ! શોધ-સંશોધન માટે મારવામાં આવતા દેડકા તથા વાંદરાઓની સંખ્યા તો અગણિત છે. વિકસિત થવું એટલે માણસ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. આ કલ્પનાએ હિંસાને ઉઠૂંખલ બનાવી દીધી છે. ‘ન માનુષાત્ શ્રેષ્ઠત હિ કિંચિત્' તેનો આશય એ જ હોઈ શકે કે તેને જેવું શરીર, માનસિક બૌદ્ધિક વિકાસ મળ્યો છે એવું અન્ય કોઈ પ્રાણીને મળ્યું નથી. એનો ફલિતાર્થ એવો ન થઈ શકે કે તે શ્રેષ્ઠ છે. તેથી તેના માટે જે કંઈ કરવામાં આવે તે ક્ષમ્ય છે, યોગ્ય છે. આજના વૈજ્ઞાનિક વિશ્વનો અભ્યુપગમ એવો બનેલો છે કે માણસને બચાવવા માટે કાંઈ પણ કરી શકાય. કાંઈ પણ કરવામાં ઔચિત્યનું કોઈ અતિક્રમણ નથી. શું આ જગતમાં માત્ર માણસનું જ અસ્તિત્વછે ? શું એકલો માણસ જ જીવી શકે છે ? વિકસિત થવાનો અર્થ અવિકસિતનું શોષણ અને ઉત્પીડન નથી. તેનો અર્થ છે ઇચ્છા અને અપેક્ષાઓનો સંયમ. હિંસાના બે સ્તર ભગવાન મહાવીરે કહ્યું કે અવિસકિત પ્રાણી વિવેક કરી શકતું નથી. માણસ વિકસિત છે, તેથી તેનામાં વિવેક કરવાની ક્ષમતા છે. તે હિંસાને જીવનની નિયતિ માનવાછતાં તેનાથી બચી શકેછે. મહાવીરે હિંસાની સમસ્યાને બે સ્તરથી જોઈ. હિંસાનું એક સ્તછે અર્થહિંસા અને તેનું બીજું સ્તરછે અનર્થ હિંસા – ‘અટ્ઠા દંડે અણટ્ઠા દંડે’. હિંસા અનુપાદેયછે, તેનેછોડો. તેનેછોડીને જીવી શકાતું નથી તેવા ચિંતનથી મન આંદોલિત થઈ ઊઠ્યું. જિંજ્ઞાસા રજૂ થઈ, ભંતે ! હિંસાછોડીને હું જીવી ન શકું. આચાર્ય બોલ્યા, તમારા મનમાં જીવવાની આકાંક્ષા છે. શું હિંસાની પણ આકાંક્ષા છે? મહાવીરનું અહિંસા-દર્શન • 52 Jain Educationa International For Personal and Private Use Only. Page #54 -------------------------------------------------------------------------- ________________ ના, બિલકુલ નહિ. તો માત્ર આટલું જ કરો - જીવવા માટે જે જરૂરી ન હોય તેવી હિંસા છોડી દો. આંખ ક્યારે ખૂલશે ? હિંસાછોડવાનો પ્રારંભ અનાવશ્યક હિંસાથી કરો. એ પણ આવશ્યક નથી. આ પણ આવશ્યક નથી. જે-જે આવશ્યક ન હોય તેને છોડતા જાવ. આ ‘નૈતિ નેતિ’ પછી જે બચશે, તે જીવનનો યથાર્થ હશે, અર્થહિંસા હશે. જે સમસ્યા છે તે અર્થહિંસાની નથી. સઘળી મૂંઝવણ અનર્થ હિંસાને કારણે વધી રહીછે. પ્રશ્ન એછે કે શું આજનો માણસ અર્થહિંસા અને અનર્થહિંસાનો વિવેક કરી રહ્યોછે ખરો? શું આજના સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ અર્થહિંસાની કોઈ યાદી તૈયા૨ કરવામાં રસ ધરાવે છે ખરા ? શું કોઈ ધર્મગુરુએ એવી કોઈ યાદી બનાવી છે ખરી ? સંતુલિત ભોજનની યાદી ઉપલબ્ધછે. તેને શારીરિક પોષણ માટે આવશ્યક માનવામાં આવેછે. મનસ્પોષણને કદાચ એટલું આવશ્યક માનવામાં આવ્યું નથી તેથી અહિંસા અને અનર્થહિંસા વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરવામાં આવી નથી. વધારે સુવિધાઓ આપવી અને વધારે પદાર્થો બજારમાં ઉપલબ્ધ કરાવવા એ વ્યાવસાયિક દૃષ્ટિએ યોગ્ય માની શકાય. જો માનવીય ચેતનાને વ્યવસાયની ભૂમિકામાં બેસાડવામાં આવશે તો તેનું પણ વ્યાવસાયીકરણ થયા વગર નહિ રહે. આજના કિશોરો તથા યુવકોને ઈન્દ્રિયોનાં આકર્ષણો ઘટાડવાની વાત સમજાવવાનું સરળ નથી. તે આકર્ષણો સાથે એટલાં બધાં વહી ચૂક્યાંછે કે પ્રવાહને વાળવાનું સૂત્ર શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. હિંસાની વૃદ્ધિ જ તેની ભયંકરતાનો અહેસાસ કરાવશે. ત્યારે આંખ ખૂલશે અને વિવશ માનવી ફરીથી સચ્ચાઈ તરફ પાછા વળવાની વાત વિચારશે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 53 For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ હિંસાઃ માનસિક તનાવ અને નશો Hivyo માનસિક તનાવનું કારણ અહિંસા નિર્મળ ચેતનાની અનુભૂતિ છે. રાગ, દ્વેષ અને મોહ વગેરે મળ છે. એનાથી ચેતના મલિન થતી રહે છે. રાગની ઉત્તેજના, વૈષની ઉત્તેજના અને મોહની ઉત્તેજના – એનો અર્થ છે ચેતનાની મલિનતા. રાગની ઉપશાંતિ, દ્વેષની ઉપશાંતિ અને મોહની ઉપશાંતિ - એનો અર્થ છે ચેતનાની નિર્મળતા. માણસમાં રાગ, દ્વેષ અને મોહની પ્રકૃતિ સહજ છે. પદાર્થને ઉદ્દીપન મળે છે, તે જાગી જાય છે. પદાર્થવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણ ચેતનાની નિર્મળતા માટે, માનસિક શાંતિ માટે જોખમ બનેલો છે. એક લાલસા અંદર ને અંદર છરી રહી છે કે પ્રિય વસ્તુનો સંયોગ થાય, તેનો વિયોગ ન થાય. અપ્રિય વસ્તુનો વિયોગ થાય, તેનો સંયોગ ન થાય. મહાવીરની ભાષામાં તે આર્તધ્યાન છે. તે માનસિક તનાવનું મુખ્ય કારણ બને છે. આ રીતે આ પ્રકારની મનોવૃત્તિવાળા લોકોનો વ્યવહાર પાંચ અંગોમાં વિભક્ત હોય છે – ૧. વ્યવસાય વગેરેમાં અસફળતા મળતાં હીનભાવથી ગ્રસ્ત થઈ ઊઠવું. ૨. બીજાની સંપદા તરફ વિસ્મયથી અભિભૂત થઈ ઊઠવું. મહાવીરનું અહિંસા-દર્શન : 54 Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩. સંપદા પ્રાપ્ત થતાં તેમાં આસક્ત થઈ જવું. ૪. બીજાઓની સંપદાની ઈચ્છા કરવી. ૫. વધુમાં વધુ સંપદાના અર્જન માટે ઓતપ્રોત રહેવું. નશાની આદતનું પરિણામ આ સ્પર્ધાનાં લક્ષણો છે અને માનસિક તનાવનાં કારણો છે. જેમ જેમ સંપદા વધે છે તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યે આસક્તિ વધી જાય છે. એક તરફ સંપદાની વૃદ્ધિ, બીજી તરફ માનસિક તનાવોની વૃદ્ધિ. જેમ જેમ તનાવ વધતો જાય છે તેમ તેમ માદક વસ્તુઓ તરફ ખેંચાણ વધે છે. નશાની આદત માત્ર અમીર લોકોમાં જ નથી હોતી, ગરીબ લોકોમાં પણ હોય છે. તેનું કારણ અમીરી અને ગરીબી નથી પરંતુ તનાવ છે. ગરીબ માણસમાં અભાવને કારણે તનાવ પેદા થાય છે. અમીર માણસમાં સંપદાના અતિરેકને કારણે તનાવ પેદા થાય છે. તનાવથી ઘેરાયેલો માણસ શાંતિ અને સુખનું જીવન જીવી શકતો નથી. તેથી તે માદક વસ્તુઓના શરણે જાય છે. સાચી વાત એ છે કે માણસ બાહ્ય ઘટનાઓ, ઘટનાઓના સંઘર્ષોથી ઉત્પન્ન ચિંતાઓથી મુક્ત રહીને જીવવા ઇચ્છે છે. માદક વસ્તુઓના સેવનથી થોડાક સમય માટે સઘળું વિસ્તૃત થઈ જાય છે. વિસ્મૃતિની ક્ષણોમાં એક સુખદ અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ એ માદક દ્રવ્યોના સેવનની પ્રેરણા બની જાય છે. તેનું પરિણામ સુખદ નથી. તમાકુ કેટલી ખતરનાક છે એ વાત વૈજ્ઞાનિકોની ઘોષણાઓ દ્વારા પ્રગટ થઈ રહી છે. શરાબ માત્ર શરીર માટે જ નહિ, વૃત્તિઓને બદલવા માટે પણ ખૂબ જવાબદાર છે. શરાબ નહિ પીનાર માણસ એટલો ક્રૂર નથી બની શકતો જેટલો શરાબ પીનાર માણસ બની જાય છે. અપરાધી મનોવૃત્તિનું નિર્માણ કરવામાં પણ શરાબનો બહુ મોટો સહયોગ છે. અસામંજસ્ય ઇચ્છા અને ક્રિયામાં ખાણી-પીણી તથા આચાર-વિચારને અત્યંત ગાઢ સંબંધ છે. આ સત્ય ખૂબ પ્રાચીનકાળથી પ્રચલિત છે. અહિંસાના વિકાસની પ્રથમ શરત છે આહારશુદ્ધિ, માદક વસ્તુઓનું વર્જન. આજનો સમજુ માણસ હિંસાની ઘટનાઓથી ખૂબ ચિંતિત છે. તે ઇચ્છે છે કે સમાજમાં સુખ શાંતિ રહે, મારામારી, મહાવીરનું અહિંસા-દર્શન - 55. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ લૂંટફાટ, ઉપદ્રવ અને હત્યાઓની શૃંખલા સમાપ્ત થઈ જાય. સ્વસ્થ સમાજ માટે આ એક સ્વસ્થ પરિકલ્પના છે. કાર્યકારણનો સિદ્ધાંત એક વાસ્તવિકતા છે. અહિંસાના ક્ષેત્રમાં પણ તે જોવા મળે છે. માણસ હિંસા નથી ઇચ્છતો પરંતુ હિંસાનાં કારણો ઇચ્છે છે ! તે અહિંસા ઇચ્છે છે પરંતુ અહિંસાનાં કારણોને નથી ઇચ્છતો ! કારણની સમગ્રતામાં કાર્યને ન ઇચ્છવાનો અર્થ શો થાય? કારણની અસમગ્રતામાં કાર્યને ઇચ્છવાનો અર્થ શો થાય ? સમસ્યા એ છે કે માણસની ઇચ્છા અને ક્રિયા વચ્ચે સામંજસ્ય નથી. આ અસામંજસ્ય એક અજબ કોયડો બની રહ્યું છે. અહિંસાના વિકાસનું સશક્ત સાધના મૂળ સમસ્યા તનાવની છે. માદક વસ્તુનું સેવન તેના ઉપચાર તરીકે સ્વીકૃતિ પામ્યું છે. હિંસાની તીવ્રતા તેનું એક પરિણામ છે. આપણે હિંસાની તીવ્રતા નથી ઝંખતા. આજનો વિદ્યાર્થી અને યુવક નશાની આદતમાં પડી જાય તેવું આપણે નથી ઇચ્છતા. આપણે તનાવ પણ નથી ઇચ્છતા પરંતુ દિનચર્યા, આચાર-વિચાર અને વ્યવહાર- સમગ્ર જીવન પ્રણાલી તનાવની વૃદ્ધિ કરનારાં બની ગયાં છે. આવી ઇચ્છાનો શો અર્થ તથા તેનું પરિણામ શું? એનાથી આપણે અજાણ નથી. બધું જ જાણવા છતાં માણસ સચ્ચાઈની સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. શું જીવન-પ્રણાલીને બદલી શકાય તેમ નથી? અતિવ્યસ્તતા અને એ દ્વારા ઉત્પન્ન તનાવને ઘટાડી શકાય તેમ નથી ? શું તનાવ-વિસર્જન માટે કોઈ નવો વિકલ્પ શોધી શકાય તેમ નથી ? ધ્યાન બહુ સારો વિકલ્પ છે તનાવમુક્તિનો અને બહુ સારો ઉપાય છે પદાર્થની આંધળી દોડ તથા સ્પર્ધાજનિત રઘવાટથી બચવાનો. મહાવીરની ભાષામાં અહિંસાના વિકાસનું એક સશક્ત સાધન છે – ધર્મધ્યાન. જીવનમાં તેની સંગતિ અનેક વિસંગતિઓનો યોગ્ય ઉપચાર છે. મહાવીરનું અહિંસા-દર્શન - 56. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનો આધાર સમતા અહિંસા જૈનધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. આ અનુશ્રુતિ છે. તે જૈનધર્મની ઓળખ બની ગઈ છે, તેને અવાંછનીય કહી શકાય તેમ નથી. તે પરમધર્મ છે. તેનો પણ અસ્વીકાર થઈ શકે તેમ નથી. પરંતુ દાર્શનિક ઇતિહાસનું અધ્યયન આ ખ્યાલને સ્વીકૃતિ આપતું નથી. તે અનુસાર મહાવીરનો મૂળ સિદ્ધાંત સમતાછે. અહિંસા તેનું એક અંગછે. મહાવીરનો મુખ્ય સિદ્ધાંત છે ભારતમાં બે પરંપરાઓ અત્યંત પ્રાચીન છે - શ્રમણ પરંપરા અને બ્રાહ્મણ પરંપરા. ભગવાન મહાવીર શ્રમણ પરંપરાના તીર્થકર હતા. શ્રમણ પરંપરામાં સમ શબ્દને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. પ્રાકૃતનો “સમ' શબ્દ સંસ્કૃતમાં ત્રણ સ્વરૂપે વ્યાખ્યાત બન્યો છે સમ - સમતા શમ – શાંતિ શ્રમ - તપસ્યા, સ્વાવલંબન અને આત્મનિર્ભરતા. મહાવીરનું અહિંસા-દર્શન - 57 Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો મુખ્ય સિદ્ધાંત આ ત્રિપદાત્મક ‘સમ' છે. કાળક્રમે એવું બન્યું કે સમતા પૃષ્ઠભૂમિમાં ચાલી ગઈ અને અહિંસા પ્રગટ સ્વરૂપે આવી ગઈ. શું ઉક્ત ત્રિપદી વગર અહિંસાની કલ્પના કરી શકાય ખરી ? હિંસાનું બીજ : ક્રિયાનો સમુચ્ચય પ્રાણનો અતિપાત જીવનની સમાપ્તિછે. હિંસાનો ખ્યાલ એની જ સાથે જોડાયેલો છે. એ સ્વાભાવિક પણ છે. ફળ તરફ જેટલું ધ્યાન કેન્દ્રિત થાય છે, તેટલું બીજ ત૨ફ કેન્દ્રિત થતું નથી. હિંસાનું બીજછે – ક્રિયાનો સમુચ્ચય. તેને અનેક સ્વરૂપે જોઈ શકાય છે. મહાવીરના દર્શનમાં તેનું વર્ગીકરણ આ રીતે મળે છે ઃ ૨. અદત્તાદાન ૪. પરિગ્રહ ૧. મૃષાવાદ ૩. મૈથુન ૫. ક્રોધ ૭. માયા ૯. રાગ ૧૧. કલહ ૧૩. પૈશુન્ય ૧૫. રિત-અરિત ૧૭. મિથ્યાદર્શન ૬. માન ૮. લોભ ૧૦. દ્વેષ ૧૨. અભ્યાખ્યાન ૧૪. પરપરિવાદ ૧૬. માયા-મૃષા માનસિક વિષમતા બીજની સત્તા, ઉર્વર ભૂમિ, પાણીનું સિંચન વગેરે બધું જ મળે છતાં બીજ અંકુરિત ન થાય એ એવી જ ઝંખના છે. જેમ કે વાયુમંડળમાં મીથેન ઓઝોન, નાઈટ્રો ઑક્સાઈડ તથા કાર્બન ઑક્સાઈનું પ્રમાણ વધે અનેછતાં પૃથ્વીનું તાપમાન ન વધે ! Jain Educationa International માણસનો દૃષ્ટિકોણ આરામ સાથે જોડાયેલોછે. શરીરને જેટલો આરામ આપી શકાય, જેટલી સુવિધા આપી શકાય તેમાં સાર્થકતાની અનુભૂતિ થાયછે. વૈજ્ઞાનિક સ્પર્ધા પણ બુદ્ધિગમ્ય નથી થતી. નવા નવા આવિષ્કારો તથા નવા નવા પદાર્થોનું નિર્માણ, બજારમાં તેમની ભીડ, ઉપભોક્તા દ્વારા તેનો ઉપયોગ - એવું એક ચક્ર મહાવીરનું અહિંસા-દર્શન - 58 For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ બની ગયું છે. થોડાંક વર્ષ સુધી આમ ચાલ્યા કરે છે પછી અવાંછનીય પરિણામની ઘોષણા થાય છે. ઉપભોક્તા તેનો એટલો બધો ગુલામ બની જાય છે કે પછી અનિષ્ટ પરિણામો જાણવા છતાં તેમને છોડી નથી શકતો અને પર્યાવરણનું અસંતુલન થઈ રહ્યું છે એમ જાણવાછતાં વૈજ્ઞાનિકો પોતાના હાથ પાછા ખેંચી નથી શકતા. આ માનસિક વિષમતા છે. તેનાથી હિંસાને સંજીવન મળે છે. માનસિક વિષમતાનું એક બીજું રૂપ છે – પરિસ્થિતિ સાથે સામંજસ્ય સ્થાપી ન શકવું. મનવાંછિત વસ્તુ મળવાથી ખુશ થવું અને ન મળવાથી નાખુશ થવું, મનની વિષમ સ્થિતિ છે. સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, નિંદા-પ્રશંસા - આ બધી તંદ્રાત્મક સ્થિતિઓ છે. મનની વિષમતાને એક જ ભાષામાં સમજી શકાય છે. અહિંસાનો મુખ્ય આધાર ઃ સમતા - સમતાનો એક આકાર છે. તમામ જીવો પ્રત્યે સમતાની અનુભૂતિ. તમામ જીવો શરીર, જાતિ, વર્ણ વગેરે વૈવિધ્યથી વિભક્ત બનેલા છે. વિભક્તમાં અવિભક્તને શોધવું તે અહિંસાનો મુખ્ય આધાર છે. સમતાવાદી દષ્ટિનો વિકાસ થયા વગર આ શોધ શક્ય બનતી નથી. ભેદ અને અભેદ બંનેને મહાવીર એક સાથે સ્વીકારતા હતા. માત્ર ભેદ અને માત્ર અભેદ – બંને વ્યવહાર અને તર્કથી અટવાયેલા છે. ભેદ અને અભેદનો સમન્વય એક સમાધાન છે. ભેદમાં અભેદ શોધવાથી જ સમતાનો સિદ્ધાંત પ્રાણવાન બને છે. વિષમતાઃ કારણ અને નિવારણ મનની વિષમતા વ્યાવહારિક જગતમાં અનેક વિષમતાઓ પેદા કરે છે. વ્યવહાર અને સિદ્ધાંત વચ્ચેનું અંતર અવીતરાગ માણસની સહજ પ્રવૃત્તિ છે. ઘણા લોકો આ અંતરને તોડવાનો પ્રયત્ન જ નથી કરતા. કેટલાક લોકો એ દિશામાં પ્રયત્ન કરે છે પરંતુ લક્ષ્યબિંદુ સુધી પહોંચવામાં ખૂબ લાંબો સમય લાગી જાય છે. આર્થિક વિષમતા માનસિક વિષમતાનું એક પરિણામ છે. સમાજવાદી ચેતનાનો વિકાસ થયા વગર આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તમામ જીવોની સમતાના નારા ગજાવનારા લોકો પોતાના માટે વધારાની સુવિધાઓ ઝંખે છે. વધારાની મહાવીરનું અહિંસા-દર્શન - 59. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સુવિધાઓ માટે વધારાનું ધન ઝંખે છે. જાતિગત વિષમતાની પૃષ્ઠભૂમિમાં પણ માનસિક વિષમતા છરી રહી છે. વ્યક્તિના મનમાં છુપાયેલો અહંકાર પોતાની ઉચ્ચતાની દિશાઓ શોધે છે. બીજાઓની નિમ્નતા વગર પોતાની ઉચ્ચતા અર્થપૂર્ણ નથી બનતી. તેથી તે જાતિ, રંગ વગેરે માધ્યમો દ્વારા પોતાના અહંકારનું પોષણ કરે છે. સમાજમાં વિષમતાને પોષણ મળી જાય છે. મહાવીર દ્વારા પ્રતિપાદિત સમતાને વ્યાપક સંદર્ભમાં જોવી જોઈએ. અહિંસાની સમજણ માટે તે અત્યંત આવશ્યક છે. વ્યાપક સમજણના અભાવે કોઈ માણસ કીડીને લોટ ખવડાવવામાં જાગરૂક રહે છે પરંતુ માનવીનું શોષણ કરવામાં તેને સંકોચ થતો નથી. આ વિરોધાભાસ સમતાની સમજણ દ્વારા જ ખતમ થઈ શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 60 Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ હિંસા કાર્ય છે, કારણ તથી Jain Educationa International ઉગ્રવાદનું મૂળ : નિર્મમતા સમસ્યા હિંસાની છે અને સમાજ હિંસા નથી ઇચ્છતો, સમસ્યા ઉગ્રવાદનીછે અને સમાજને ઉગ્રવાદ પસંદ નથી. જે પસંદ નથી તે વધી રહ્યુંછે. પ્રશ્ન બીજો જ છે. મહાવીરે કહ્યું હતું, ‘જે સામે છે તેને જુઓ. સાથે સાથે જે સામે નથી તેને પણ જુઓ.’ ફળ સામે હોય છે, મૂળ પ્રત્યક્ષ નથી હોતું. હિંસા અને ઉગ્રવાદનું મૂળ છે ક્રૂરતા અને નિર્મમતા. સમાજનો શક્તિશાળી વર્ગ દુર્બળ વર્ગ પ્રત્યે અત્યધિક નિર્મમ છે. આ નિર્મમતા જ હિંસા અને ઉગ્રવાદનું મૂળ છે. જટિલ છે અર્થની સમસ્યા સમાજનો એક નાનકડો ભાગ સાધન-સંપન્ન છે. તેનો મોટો ભાગ સાધનવિહીનછે. સંપન્નતા અને વિપજ્ઞતાનું તારતમ્ય એક હદ સુધી ક્ષમ્ય પણ હોઈ શકે પરંતુ આજે તે અસીમ બની રહ્યું છે. દુર્બળ વર્ગ સમક્ષ રોજીરોટીની સમસ્યા જટિલ બનેલી છે. પેટ ભરીને ખાવાનું ન મળે એવી સ્થિતિમાં હિંસા અને ઉગ્રવાદને શું રોકી શકાય ખરાં ? શું પોલીસના ડંડામાં ભૂખની જ્વાળા મહાવીરનું અહિંસા-દર્શન - 61 For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શાંત કરવાની ક્ષમતા છે? અર્થ અને કામ એ બંને જટિલ સમસ્યાઓ છે. આ બંનેમાં અર્થની સમસ્યા વધુ જટિલ છે. અર્થનું મમત્વ વ્યક્તિને બાકીનાં તમામ પ્રત્યે નિર્મમ બનાવી દે છે. યુગીન પ્રશ્ન અહિંસા, દયા અને કરુણાની ચેતનાને જગાડવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. તે સફળ ન થયા. કદાચ ક્યાંક સફળ થયા તો તે ખૂબ ઓછા પ્રમાણમાં. ધર્મસમક્ષ આજના યુગનો એક પ્રશ્ન છે. એક પ્રબુદ્ધ વ્યક્તિએ કહ્યું, ધર્મધનવાનોને સહારો આપવા માટે છે. અહિંસા અને કરુણાની વાત તેમનાં અસામાજિક કાર્યો ઉપર પડદો ઢાંકવા માટે છે. ધનવાન લોકો એક તરફ ગરીબોનું શોષણ કરે છે, બીજી તરફ ધર્મના નામે થોડાક પૈસા ખર્ચીને પ્રતિષ્ઠા પામે છે. મેં કહ્યું - ધર્મનું પ્રારંભબિંદુ ત્યાગછે. અર્થની સાથે તેને સીધો સંબંધ નથી. તો પછી તે ધનવાનોને સહારો શી રીતે આપી શકે? તે શોષણને પ્રોત્સાહન કઈ રીતે આપી શકે ? તે માણસને નિર્મમ કઈ રીતે બનાવી શકે? મારો તર્ક તેમના મન સુધી ન પહોંચ્યો અને એમનો તર્ક મારા સુધી પહોંચતો નહોતો. ચિંતનની આધારભૂમિકાઓ અલગ હતી તેથી તર્ક સફળ ન થયો. પ્રશ્નકર્તા ધર્મના અનુયાયીને ધાર્મિક સમજીને પોતાનું ચિંતન વ્યક્ત કરતા હતા. હું ધર્મના અનુયાયી અને ધાર્મિકને એક માનતો નહોતો. તેથી બંનેના તર્ક અલગ અલગ દિશાઓમાં દોડી રહ્યા હતા. અનુયાયી અને ધાર્મિક એક નથી આપણે એ સત્ય ભૂલી ગયા છીએ કે ધર્મના અનુયાયી અને ધર્મ એક ન હોઈ શકે. અનુયાયી એટલે સંપ્રદાયનો અનુયાયી. ધાર્મિક એટલે અહિંસાવ્રતનો આરાધક, સંપ્રદાયનો અનુયાયી શોષણ પણ કરી શકે છે, ક્રૂર વ્યવહાર પણ કરી શકે છે, બીજાઓ પ્રત્યે નિર્મમ પણ બની શકે છે. ધાર્મિક વ્યક્તિ આવું કરી શકતી નથી. એવો આરોપ છે કે ધર્મના નામે ધરતી લોહિયાળ બનીછે. મોટાં મોટાં યુદ્ધો થયાં છે, હિંસા અને હત્યાઓ થયાં છે. આ આરોપ યથાર્થ ઉપર આધારિત નથી. મહાવીરનું અહિંસા-દર્શન 62 Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે એક ભ્રાંત ખ્યાલ જોડાયેલો છે. હું માની લઉં કે ધર્મના નામે ક્રૂરતા અને નિર્મમતાનો પ્રયોગ થયો છે, ધરતી લોહિયાળ થઈ છે તો તરત જ પ્રશ્ન ઉદ્ભવશે કે શું ધાર્મિક માણસે ધરતીને લોહિયાળ કરી કે પછી ધર્મના અનુયાયીએ? ભીડ અનુયાયીઓની છે, ધાર્મિકજનોની ક્યાંય ભીડ નથી. આપણે ધર્મના અનુયાયી અને ધાર્મિકનો તફાવત ભૂલીને પોતાની જ જાળમાં અટવાઈ જઈએ છીએ છે. ધાર્મિકની વ્યાખ્યા મહાવીરે ધર્મના અનુયાયી અને ધાર્મિક વચ્ચે એક ભેદરેખા દોરી. જે અહિંસાનો વતી હોય તે ધાર્મિક છે. જે વ્રતી નથી તે ધર્મના અનુયાયી છે. વ્રતી માણસ પશુ ઉપર વધારે ભાર લાદતો નથી. પોતાના કર્મચારીઓ તથા આશ્રિતોની રોજીરોટીનો વિચ્છેદ કરતો નથી. તે આક્રમક નથી હોતો. આવી સ્થિતિમાં ધર્મ ઉપર ધરતીને લોહિયાળ કરવાનો આક્ષેપ મૂકી શકાય નહિ. હિંસા: કારણ અને નિવારણ હિંસા ઘણી વખત વિવશતામાંથી ફાટે છે. જો સંપન્ન લોકો ક્રૂરતાથી મુક્ત હોય તો હિંસાનું બીજ અંકુરિત થઈ શકે નહિ. જમીનદાર લોકો ભૂમિહીનો પ્રત્યે કરૂણાશીલ નથી હોતા. મેઘાવી યુવકો રોજગારની તકોથી વંચિત છે. અદાલતો દ્વારા ન્યાયની આશા ક્ષીણ બની જાય છે. રાજનીતિજ્ઞો, પોલીસ અને અપરાધીઓનું ગઠબંધન યથાર્થ ઉપર પડદો પાથરી દે છે. આ બધું ઉર્વરા બની જાય છે હિંસાના બીજ અંકુરણ માટે. જ્યારે જ્યારે હિંસા ફાટી નીકળે છે, ત્યારે ત્યારે ઉગ્રવાદ અને આતંકવાદને ખતમ કરવાની વાત શરૂ થઈ જાય છે. અહિંસામાં વિશ્વાસ ધરાવનારા લોકો ઉગ્રવાદી અને આતંકવાદીના હૃદયપરિવર્તનની વાત વિચારવા લાગે છે. આ બંને ચિંતન સફળ થતાં નથી. ન તો દંડાત્મક (શિક્ષાત્મક) નીતિ સફળ થાય છે કે ન તો હૃદયપરિવર્તનની વાત આગળ વધે છે. હિંસા કાર્ય છે, કારણ નથી આપણે લોકો કાર્યને દૂર કરવાની વાત વિચારીએ છીએ પરંતુ કારણ તરફ ધ્યાન આપતા નથી. હિંસા એક કાર્ય છે, તે કારણ નથી. તેનું કારણ તો સામાજિક મહાવીરનું અહિંસા-દર્શન - 63. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ અને આર્થિક વિષમતા છે. તેનું કારણ છે સંપન્ન વર્ગનો વિપન્ન વર્ગ પ્રત્યેનો ક્રૂર વ્યવહાર, તેનું કારણ છે ઉચ્ચ વર્ગની વિલાસિતા અને સુખ-સુવિધાપૂર્ણ જીવન, એનું કારણ છે નિમ્નવર્ગની ઉપેક્ષા. આ તમામ કારણોની સમાપ્તિ થઈ જાય તો હિંસા આપોઆપ ઓછી થઈ જાય. આ સચ્ચાઈ તરફ રાજ્યસરકાર, સમાજસેવી સંસ્થાઓ અને ધર્મના લોકો ધ્યાન આપે તો એક સમસ્યાનું સમાધાન થઈ શકે. માત્ર કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને વિચારવું, અર્ધસૈનિક બળોની ટુકડીઓ નિયુક્ત કરવી, પોલીસને વધુ સક્ષમ બનાવવી, અતિઆધુનિક હથિયારોનો ઉપયોગ કરવો એ બધું હિંસાની સમસ્યાના ઉકેલ માટે પર્યાપ્ત નથી. આ સમસ્યાના સમાધાનનું મુખ્ય કારક છે – શક્તિશાળી વર્ગના હૃદયમાં કરુણાનો વિકાસ. મહાવીરનું અહિંસા-દર્શન - 64. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ 5 અહિંસાનું હાર્દ : કરુણા Jain Educationa International અહિંસાનો અંતરાત્મા છે કરુણા સમ્યક્ દર્શનની પાંચ કસોટીઓ છે - ૧. શમ - માનસિક શાંતિ ૨. સંવેગ – મુમુક્ષા, બંધનથી મુક્ત થવાની ઇચ્છા ૩. નિર્વેદ - અનાસક્તિ, વૈરાગ્ય ૪. અનુકંપા - કરુણા, દયા ૫. આસ્તિક્ય - અસ્તિત્વનો બોધ, સત્યનિષ્ઠા આમાં ચોથી કસોટીછે કરુણા. દર્શન મિથ્યા હોયછે ત્યારે ક્રૂરતા પોષણ પામે છે. દર્શન બદલાતાં જ ક્રૂરતાનું સ્થાન કરુણા લઈ લે છે.‘તમામ જીવો સમાન છે.’ – આ આત્મતુલા અને આત્મૌપમ્યની અનુભૂતિ જેટલી પ્રખર બને છે એટલી જ પ્રખર કરુણા પણ થાય છે. આ અહિંસાનો અંતરાત્મા છે. અહિંસાનું આચરણ કરુણા ઉપર અવલંબિત છે. મહાવીરને કોઈ વ્યક્તિ કષ્ટ આપતી ત્યારે મહાવી૨ એમ વિચારતા કે મને નિમિત્ત બનાવીને તે પોતાનું અહિત કરી રહ્યોછે. આમ વિચારતાં વિચારતાં તેમની કરુણાછલકાઈ જતી. તેઓ પોતાનું કષ્ટ ભૂલી જતા. આ છે કરુણા શ્રીમદ્ રાજચંદ્રની ઘટના ખૂબ જાણીતી છે. તેમણે કોઈ એક વ્યક્તિ મહાવીરનું અહિંસા-દર્શન 65 For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સાથે હીરાનો સોદો કર્યો હતો. હીરાના ભાવ વધી ગયા. સામેની વ્યક્તિને પચાસ હજાર રૂપિયાનું નુકસાન થતું હતું. શ્રીમદ્ રાજચંદ્ર તે વ્યક્તિને બોલાવીને કહ્યું, “એગ્રીમેન્ટનો દસ્તાવેજ મને આપો.” તેણે ઘણા આગ્રહ પછી દસ્તાવેજનો કાગળ શ્રીમદ્ રાજચંદ્રજીના હાથમાં મૂક્યો. તેમણે એ કાગળ ફાડતાં કહ્યું, “આપણો સોદો અહીં રદ થાય છે. રાજચંદ્ર પાણી પી શકે છે, કોઈનું લોહી નથી પી શકતો.” આ છે કરુણા, જે અહિંસાને અભિવ્યક્તિ આપે છે. ગુરુ જિલ્લામાં બિદાસર નામનો કસબો હતો. ત્યાં એક શ્રાવક હતા. તેમનું નામ હતું ઉત્તમચંદ બેંગાણી, જયાચાર્ય પ્રતિ તેમને પરમ શ્રદ્ધા હતી. અકસ્માતમાં તેમનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો. તેમણે ઘટનાની શોધ કરી. કોઈ જ્યોતિષે કહ્યું કે તમારી આંગળીમાં હીરાની વીંટી છે. તે હીરો તમારા માટે શુભ નથી. તેને તમે વેચી દો. તેમના મિત્રે કહ્યું - આ હીરો મને આપી દે. હું કોઈને વેચી દઈશ. ઉત્તમચંદજી બોલ્યા - આ લો હીરો. આને કૂવામાં નાખી આવો. મિત્રે કહ્યું - આટલો કીમતી હીરો કૂવામાં કેવી રીતે નાખું? આને હું વેચવા ઇચ્છું છું. ઉત્તમચંદજી બોલ્યા - આને વેચવો નથી. આને કૂવામાં જ નાખી દો. મિત્રએ ફરીથી વેચવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું - હું કોઈ બીજાને પુત્રના મૃત્યુથી દુઃખી જોવા નથી ઇચ્છતો. આ એ સ્વર છે જેણે અહિંસાનું ચિત્રાંકન કર્યું છે. કરુણાને જીવંત કરી છે. કાલસૌરિક રાજગૃહનો પ્રસિદ્ધ કસાઈ હતો. તે દરરોજ અનેક પાડાઓને મારતો હતો. તેના મૃત્યુ પછી તેનો મોટો પુત્ર સુલસ તેનો ઉત્તરાધિકારી બન્યો. ઉત્તરાધિકારીની વિધિ માટે એક પાડાની હત્યા કરવી જરૂરી હતી. સુલકુમાર ભગવાન મહાવીરનો શ્રાવક હતો. તેના મનમાં કરણાની ધારા પ્રવાહિત હતી. તેણે તેના પરિવારજનોને કહ્યું. પાડો મારવો મારા માટે સંભવ નથી. પણ તેની વાત કોઈએ ગણકારી નહિ. અત્યંત આગ્રહ સહિત તેના હાથમાં તલવાર પકડાવી દીધી. સુલસે તલવાર ચલાવી, પરંતુ પાડાની ગરદન પર નહિ, પોતાના પગ ઉપર. પગમાંથી લોહીની ધારા વહેવા લાગી. પરિવારજનોએ કહ્યું – આ તેના પિતાનો યોગ્ય ઉત્તરાધિકારી નહિ બની શકે. કરુણાએ સુલસને અહિંસાના માર્ગ પર પ્રતિષ્ઠિત કરી દીધો. મહાવીરનું અહિંસા-દર્શન - 66 Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનાં બે તબંધન: કરુણા અને સંચમ ભગવાન મહાવીર અહિંસાના ઉદ્ગાતા હતા. તેઓ ભગવાન બુદ્ધની જેમ કરુણાના ઉદ્ગાતા નહોતા. તેમની અહિંસાનાં બે તટબંધન હતાં – સંયમ અને કરુણા. માત્ર કરુણા કેટલાક પ્રસંગોમાં અહિંસાથી દૂર જતી રહે છે. તેથી કરુણાની સાથે સંયમ અને સંયમની સાથે કરુણાનો યોગ આવશ્યક છે. મહાવીરે આ યોગનું પ્રતિપાદન કર્યું. દુઃખમોચનની સાથે જોડાયેલી કરુણા મહાવીરને સ્વીકાર્ય નહોતી. દુઃખના સ્રોત અસંખ્યછે. તે બધા સ્રોતોની પૂર્તિ અહિંસાના બદલે હિંસાને પ્રતિષ્ઠિત કરી દે છે. આ જોખમથી બચવા માટે જ અહિંસાનું સ્વરૂપ નિષેધની ભાષામાં નિર્ધારિત કર્યું. ન + હિંસા = અહિંસા – આ જેટલું નિર્દોષ છે તેટલું નિર્દોષ વિધાયક સ્વરૂપ નથી બની શકતું. પ્રવૃત્તિ ઃ નિવૃત્તિ જૈન ધર્મ નિવૃત્તિમૂલક ધર્મ છે. તેનું પ્રારંભ બિન્દુ નિષેધ છે. ન કરો, ન બોલો, નવિચારો – આ સામાન્ય વિધિ છે, ઉત્સર્ગ માર્ગ છે. કરો, બોલો, વિચારો આ અનિવાર્યતા છે, વિશેષ વિધિ છે. અપવાદ માર્ગ છે. કરો'માંથી કરવાનું નીકળે છે, ત્યાં આસક્તિ જન્મે છે. “ન કરો'માંથી કરવાનું નીકળે છે ત્યાં અનાસક્તિ જન્મે છે. સમિતિ હોય છે, કર્તવ્યનો વિવેક હોય છે. નહિ બોલવામાંથી બોલવાનું નીકળશે, ત્યાં ભાષાનો વિવેક હશે. અહિંસાનો મૌલિક હેતુ કરુણાની સાથે વિવેક આવશ્યક છે. જો આ વિવેક હોત તો એકતરફ માણસનું શોષણ, બીજી તરફ ધન વડે ધર્મ કમાવવાની વૃત્તિ ન જાગત. કરુણા ક્રૂરતાનો પ્રતિપક્ષ છે. કરુણાપૂર્વક વ્યવહાર એક સ્થૂળ પ્રવૃત્તિ છે. એનું સૂક્ષ્મરૂપ છે – ક્રૂરતાનો વિલય. એ દૃષ્ટિકોણ પરિવર્તન દ્વારા જ સંભવ છે. અહિંસાનું મૌલિક કારણ સમ્યગ્રદર્શન છે. દર્શન જેવું સમ્યફ બને છે, કે તરત જ આસન ડોલી જાય છે, કરુણાની પીઠ પ્રતિષ્ઠિત થઈ જાય છે. મહાવીરનું અહિંસા-દર્શન - 67 Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ હિંસા I કારણોની શોધ હિંસા એક છે, કારણ અસંખ્ય છે. કર્મવાદની ભાષામાં હિંસાનું કારણ છે – પૂર્વકૃત કર્મનો વિપાક. વિજ્ઞાનની ભાષામાં હિંસાનું કારણ છે – રસાયણ. ભગવાન મહાવીરે આ કારણનું વર્ગીકરણ આપ્યું હતું. એક વર્ગીકરણ આચારાંગસૂત્રમાં મળે છે. તેમાં હિંસાનાં ચાર કારણોનો નિર્દેશ છે - ૧. વર્તમાન જીવન માટે ૨. પ્રશંસા, સન્માન અને પૂજા માટે ૩. જન્મ, મરણ અને મોચન માટે ૪. દુઃખ પ્રતિકારક માટે બીજું વર્ગીકરણ પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું છે. તેમાં હિંસાનાં પંદર કારણોનો નિર્દેશ છે. ૧. ક્રોધ ૨. માન . ૩. માયા ૪. લોભ ૫. હાસ્ય ૬. વૈરા ૭. રતિ ૮. અરતિ ૯. શોક ૧૦. ભોગ ૧૧. અર્થ ૧૨. કર્મ ૧૩. ધર્મ ૧૪. પરાધીનતા ૧પ. મોહ ન મહાવીરનું અહિંસા-દર્શન 68 E Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે એક સંકેત કર્યો છે કે હિંસાનાં કારણો આટલાં જ નથી. સેંકડો કારણો છે. શોધનાં બે પાસાં હિંસાનાં કારણોની શોધ મોટેભાગે બહારના જગતમાં થાય છે. બાહ્ય જગતમાં હિંસાનાં કારણો નથી, એમ કહેવું સત્યને અનુકૂળ નહિ ગણાય. તે કારણો બાહ્ય જગતમાં છે તેમ કહેવું સત્યથી સર્વથા પ્રતિકૂળ છે. તેનાં કારણો બહારના જગતમાં પણ છે અને ભીતરમાં પણ છે. તેથી આપણી શોધનાં બે પાસાં બની જશે - બાહ્ય અને ભીતર. ગરીબી, આર્થિક વિષમતા વગેરે હિંસાનાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ માનસિકતા છે. તે આંતરિક કારણ છે. આંતરિક કારણોની યાદી ખૂબ લાંબી છે. માત્ર માનસિકતા એ જ તેનું કારણ નથી. હિંસા: કારકતત્ત્વ શરીરના સ્તરે હિંસાનાં આંતરિક કારણો બે છે - ૧. નાડી, તંત્રીય અસંતુલન ૨. રાસાયણિક અસંતુલન સૂક્ષ્મ શરીરના સ્તરે હિંસાનાં આંતરિક બે કારણો છે – ૧. કર્મવિપાક ૨. ધૂંધળું આભામંડળ ચેતનાના સ્તરે હિંસાનાં આંતરિક કારણો આ પ્રમાણે છે - ૧. માનસિક તનાવ ૨. ભાવનાત્મક તનાવ ૩. નિષેધાત્મક દૃષ્ટિકોણ ૪. માનસિક ચંચળતાનો અતિરેક ૫. અહં ભાવના ૬. હીનભાવના ૭. વૈચારિક આગ્રહ અને મિથ્યાદષ્ટિકોણ પૂર્વોક્ત પંદર કારણોમાં માટેભાગે આંતરિક કારણો છે. ન મહાવીરનું અહિંસા-દર્શન - 69 | Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ હિંસાની સત્તા વ્યાપક છે. કારણો અનેકછે અને કાર્ય એક છે. હિંસાની સત્તા એટલા માટે વ્યાપક છે કે તેનાં કારણો અનેક છે. ગરીબ સમાજમાં ગરીબીના કારણે હિંસા થઈ શકે છે. સામ્યવાદી વ્યવસ્થામાં ગરીબીનો પ્રશ્ન નથી હોતો. જીવનયાપનનાં સાધનોની પૂર્તિને પ્રાથમિકતા આપવામાં આવીછે, ત્યાં પણ હિંસા થાયછે. સમાચારપત્રોનો એક સંવાદ છે કે ૧૯૮૭માં સોવિયેત રૂસમાં નવ હજાર હત્યાઓ થઈ. આ દ્વારા જાણવા મળે છે કે હિંસાનું કારણ એક નથી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં દર વર્ષે હજા૨ો હત્યાઓ થાયછે. એથી એવું તારણ મળેછે કે હિંસાનાં મૂળ ખૂબ ઊંડાં હોય છે અને તે એટલાં બધાં પ્રસરેલાં હોય છે કે તેનો એક ભાગ ઉન્મુલિત થવાથી જ હિંસાનું ચૈત્યવૃક્ષ ઉત્સૂલિત થઈ જતું નથી. સમગ્ર પ્રારૂપ તૈયાર હોય અહિંસાની દૃષ્ટિએ વિચારનાર ચિંતક અહિંસક સમાજની રચનાનું પ્રારૂપ રજૂ કરે છે. તેમાં મુખ્યત્વે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, શ્રમ, સ્વાવલંબનની ચર્ચા થાય છે. અહિંસક સમાજરચનાની દિશામાં આ તત્ત્વોને અપેક્ષિત કહી શકાય, પરંતુ આટલાં તત્ત્વોથી અહિંસક સમાજની રચના પરિપૂર્ણ થઈ જાયછે એમ કહી શકાય નહિ. એ માટે ઉક્ત તમામ કારણોની સમીક્ષા કરીને એક સમગ્ર પ્રારૂપ તૈયા૨ ક૨વાની આવશ્યકતા જણાય છે. અહિંસા : જીવનદર્શન અહિંસાને માત્ર ઉપયોગિતાના આધારે જ સ્વીકારવામાં આવે તો તેનો વિકાસ શક્ય નથી. તેને એક વ્યાવહારિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવે તો પણ તેનો વિકાસ શક્ય નથી. તેની આસ્થા, આત્માનુભૂતિ, ઉપયોગિતા અને પ્રવૃત્તિ - આ ચતુષ્પદી રૂપે જ તેની સ્વીકૃતિ સાર્થક નીવડી શકે. આ સમગ્ર સમીક્ષાને અંતે જે વિચાર તરી આવે છે, તે અહિંસાને જીવનદર્શન તરીકે અભિવ્યક્ત કરે છે. આજે તે સિદ્ધાંત તરીકે ખૂબ જ ચર્ચિત છે. હિંસાથી સંતપ્ત માનવી તેની ઉપયોગિતાનો અનુભવ કરી રહ્યો છે. તેથી તે ચર્ચાનો વિષય બની છે, પરંતુ આ વિધિમાં તેનાં વિકાસબીજ અંકુરિત થઈ શકે નહિ. તેના અંકુરણ માટે આવશ્યક છે - સમગ્ર દૃષ્ટિનું નિર્માણ,સમગ્ર ક્રાંતિનું આહ્વાન અને જીવનનું સમગ્રપણે સમર્પણ. મહાવીરનું અહિંસા-દર્શન ♦ 70 Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શું અહિંસક સમાજરચતા શક્ય છે ? પ્રશ્ન અહિંસક સમાજરચનાનો અહિંસક સમાજરચનાનું સ્વપ્ર ખૂબ મધુરું છે. આ સમાજવાદી યુગમાં વ્યક્તિ અને વૈયક્તિકતાની અપેક્ષાએ સમાજ અને સામાજિકતા આ શબ્દો વધારે પ્રિય બનેલા જોવા મળે છે. અહિંસક વ્યક્તિ-નિર્માણની અપેક્ષાએ અહિંસક સમાજરચનામાં વિશેષ આકર્ષણ છે. મહાત્મા ગાંધીના અસ્તિત્વ પછી આ શબ્દો વધારે મીઠાશ ધારણ કરી રહ્યા છે. પ્રશ્ન બહુ જટિલ છે. સમાજવાદી ખ્યાલને આધારે સમાજનું નિર્માણ થયું. તેની સમક્ષ વ્યક્તિનિર્માણનો પ્રશ્ન ઉપસ્થિત થયો. સમાજરચના બદલાઈ જવા છતાં વ્યક્તિ બદલાતી નથી, પરિણામે સમાજ સમસ્યાઓ અને સંકટોનો અનુભવ કરી રહ્યો છે. અપરાધ, હત્યા, અન્યાય અને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર સમાજ નથી કરતો, વ્યક્તિ કરે છે. નિયંત્રણ સામાજિક હોઈ શકે પરંતુ આચરણ વૈયક્તિક જ હોય છે. નિયંત્રણ અને આચરણ આ બંને વચ્ચે એકતા સ્થપાઈ જાય તો ખરેખર નવી સમાજરચનાની વાત વિચારી શકાય. એવું ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી અને અત્યારે પણ બની રહ્યું નથી. આવા સંજોગોમાં અહિંસક સમાજરચનાનું સ્વપ્ર શી રીતે સાકાર થાય? ન મહાવીરનું અહિંસા-દર્શન 71 - Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ હૃદય-પરિવર્તનનો આધાર : વ્યક્તિ અહિંસક સમાજરચનાની પ્રથમ શરત હૃદય-પરિવર્તન છે. તે આપણા જગતની સૌથી મોટી જટિલ સમસ્યા છે. કાયદો અને દંડવ્યવસ્થાને સામૂહિક બનાવી શકાય છે, હૃદય-પરિવર્તનને સામૂહિક બનાવી શકાતું નથી. હૃદય-પરિવર્તન માટે કોઈ કાયદો કે દંડવ્યવસ્થા ન હોઈ શકે. તેનો આધાર એકમાત્ર વ્યક્તિની પોતાની ઇચ્છા જ છે. આ સ્વેચ્છાના આધારે કેટલીક વ્યક્તિઓ બદલાઈ શકે છે, સમાજનો એક ભાગ બદલાઈ શકે છે, પરંતુ સમગ્ર સમાજ બદલાઈ જાય એમ વિચારવું સહજ નથી. આ અસહજતાનું કારણ માનવીય પ્રકૃતિ છે. તેમાં ઘણી બધી તરતમતા છે. એક હજાર વ્યક્તિઓને ભેગી કરવામાં આવે તો તે તમામમાં લોભનું તારતમ્ય જોવા મળશે, સ્વાર્થનું તારતમ્ય જોવા મળશે. મહત્ત્વાકાંક્ષા, સત્તા અને અધિકારની ભૂખ વગેરેમાં કલ્પનાતીત તારતમ્ય જોવા મળશે. આ તરતમતાની સ્થિતિમાં સમીકરણ શી રીતે થઈ શકે ? ચેતનાને બદલવાનું સરળ નથી. અચેતનને ગમે તે ઢાંચામાં ઢાળી શકાય છે. ચેતન માટે તે નિયમ લાગુ નથી પડતો. ઘણા લોકો એવા છે જે અહિંસામાં વિશ્વાસ રાખે છે. હિંસામાં નિષ્ઠા રાખનારા લોકો પણ ઓછા નથી. મૈત્રી અને પ્રેમમાં વિશ્વાસ કરનારા લોકોની અપેક્ષાએ ધૃણામાં વિશ્વાસ કરનારા લોકોની સંખ્યા વધારે છે. ત્યાગ પ્રત્યે સમર્પિત લોકો કેટલા છે? ભૌતિકતા પ્રત્યે સમર્પિત લોકોની ભીડ વધારે છે. સ્વેચ્છાએ સંપત્તિની સીમા કરનારા લોકો બહુ ઓછા છે. અર્થની આંધળી દોટમાં સમગ્ર સમાજ ભાગ લઈ રહ્યો છે. સમાજરચનાઃ અહિંસાનો એક પ્રયોગ પ્રશિક્ષિત દ્વારા લોકોને બદલી શકાય છે. અહિંસા અને અપિરગ્રહની દિશામાં પ્રશિક્ષણ કરી શકાય છે. આ ચિંતન અમૃત નથી. તેમાં સચ્ચાઈ છે. પ્રશિક્ષણ એક પ્રક્રિયા છે હૃદયને બદલવાની. પરંતુ બધું જ બદલી શકાય છે, એવો દાવો કોઈ નથી કરી શકતું. આ નિરાશાનો દૃષ્ટિકોણ નથી, યથાર્ય છે. આપણે યથાર્થની ભૂમિકા પર આપણાં કદમ આગળ વધારીશું તો નિરાશા નહિ મળે. માત્ર કલ્પનાના આધારે આગળ વધનારા અસફળતાની ક્ષણોમાં નિરાશ થઈ જાય | મહાવીરનું અહિંસા-દર્શન - 72 Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. આપણે અહિંસક સમાજરચનાનું સ્વપ્રછોડવું નથી. એમાં યથાર્થનો રંગ ભરવો છે, સમાજરચના પોતે અહિંસાનો એક પ્રયોગ છે. સમાજનો આધાર – અહિંસાનાં બે રૂપ છે – નૈૠયિક અને વ્યાવહારિક, નૈશ્ચયિક અહિંસા માત્ર વ્યક્તિની અંતશ્ચેતના સાથે સંબંધ ધરાવેછે. તે નિતાંત વૈયક્તિક હોયછે. વ્યાવહારિક અહિંસાની સાધના સમાજના સંદર્ભમાં થાય છે. હજારો લોકો એકસાથે રહે અને બીજાઓને ક્ષતિ ન પહોંચાડે તે વ્યાવહારિક અહિંસાછે. સમાજ માટે તે મુખ્ય આધાર છે. બીજાઓને ક્ષતિ પહોંચાડવાની વાત સમાજના મૂળને હચમચાવી નાખવાનો પ્રયત્નછે. એવો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજા લોકોને વિપક્ષ બનાવીને પોતાને સંપન્ન બનાવવાની મનોવૃત્તિને કારણે સમાજનો પાયો નબળો પડેછે. આવું જ કંઈક ચાલી રહ્યું છે. તેથી જ કેટલાક વિચારકોના મનમાં અહિંસક સમાજરચનાની કલ્પનાએ જન્મ લીધો. તે કલ્પના ખોટી કે ખરાબ નથી. આરોગ્ય બગડે ત્યારે દવા લઈને આરોગ્યની માવજત કરવા જેવી આ પ્રવૃત્તિ છે. હકીકતમાં સ્વાસ્થ્ય માણસના શરીરનો જ પ્રયત્ન છે. રોગ-પ્રતિરોધક શક્તિ સ્વયં સ્વાસ્થ્ય છે. તેની ઊણપ રોગ છે. બીજાઓનાં આંસુ ઉપર પોતાની સ્નિગ્ધતાની વૃદ્ધિનહિ કરવાનો સંકલ્પ સમાજની રોગ-પ્રતિરોધક શક્તિ છે. જો આ શક્તિનું પુનર્જાગરણ કરવામાં આવે તો સમાજ સ્વસ્થ બની રહેશે. આ જ છે અહિંસક સમાજની રચના. સંઘર્ષ અંધકાર અને પ્રકાશનો હું માનું છું કે તમામ લોકો સામાજિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન ન કરી શકે.છતાં એ દિશામાં એક જાગરુકતાભર્યો પ્રયત્ન આવશ્યક છે. એવા પ્રયત્નના અભાવે ઘોર અંધકારની કલ્પના જ થઈ શકે. પ્રકાશની દિશામાં અનેક પ્રયત્નો કરવા છતાં અંધકારનું અસ્તિત્વ દૂર થયું નથી. શું સૂરજ નહિ ઊગે ? શું ઝુંપડીમાં દીવો નહિ પ્રગટે ? શું વીજળી પોતાનો પ્રકાશ નહિ પાથરે ? હાર માનવાનું અંધકારને પણ માન્ય ન હોય ત્યારે શું પ્રકાશ પોતાનો પરાજય સ્વીકારીને ઉદાસ બની બેસશે ? સફળતાની ચાવી છે - પ્રયત્ન અને પુરુષાર્થ, એના ઉપર જ માણસનો અધિકાર છે. તે પોતાના અધિકારને નહિ ભૂલે તો જ તેની માનવતા ચિરંજીવી બનશે, ત્યારે જ તેનું અહિંસક સમાજરચનાનું સ્વપ્ર સાકાર બનશે. મહાવીરનું અહિંસા-દર્શન ♦ 73 Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ અને અહિંસા . યુદ્ધ સાર્વજનિક સમસ્યા નથી - હિંસાનાં અનેક સ્વરૂપ છે. તેમાં સૌથી ભયંકર સ્વરૂપ યુદ્ધનું છે. તે વિધિ અને કાનૂનની સીમાથી પર છે. સામાન્ય સંજોગોમાં હત્યા એક શિક્ષાત્મક અપરાધ છે. યુદ્ધની સ્થિતિમાં કોઈની હત્યા કરવી તે પુરસ્કારયોગ્ય કાર્ય છે. યુદ્ધ અત્યંત ભયંકર છે તેથી સૌ કોઈનું ધ્યાન યુદ્ધ-વર્જના તરફ જાય છે. યુદ્ધ સાર્વજનિક સમસ્યા નથી. તેનાથી પ્રભાવિત સૌ કોઈ થાય છે, યુદ્ધ લડનારાં સૌ કોઈ નથી હોતાં. તેનો સંબંધ શાસકવર્ગ અને સૈન્યવર્ગ સાથે જોડાયેલો છે, સામ્રાજ્ય-વિસ્તારની આકાંક્ષા અને સુરક્ષા સાથે જોડાયેલો છે. રાજ્ય પાસે શક્તિનો સંગ્રહ અસીમ થઈ જાય છે. તેથી શાસનની ખુરશી ઉપર બેઠેલા લોકો જ્યારે ઇચ્છે ત્યારે રણભેરી વગાડી દે છે અને લોકોને માથે યુદ્ધનાં કાળાં વાદળો ઘેરાઈ જાય છે. ચુદ્ધઃ એક ખ્યાલ ભગવાન મહાવીરે અહિંસાના સામાન્ય નિર્દેશો આપ્યા. તેમાં યુદ્ધવર્જનનો નિર્દેશ નથી. અહિંસાના નિર્દેશો સૌ કોઈ માટે છે. શાસકવર્ગ અને મહાવીરનું અહિંસા-દર્શન • 74. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સૈન્યવર્ગ માટે પણ છે. તેનું પાલન કરનારા લોકો કોઈના ઉ૫૨ આક્રમણ કરી શકતા નથી, યુદ્ધનો પ્રારંભ કરી શકતા નથી. પ્રાચીનકાળમાં કેટલાક લોકો યુદ્ધને પ્રોત્સાહન આપતા હતા. સંસ્કૃત સાહિત્યમાં તે વિષયનાં અનેક સૂક્તો આજે પણ સુરક્ષિત છે. જેમ કે - જિતે ચ લભ્યતે લક્ષ્મી, મૃતે ચાપિ સુરાંગના I ક્ષણભંગુરકો દૈ:, કા ચિંતા મરણે રણે ।। યુદ્ધમાં મૃત્યુ પામનાર સ્વર્ગમાં જાયછે, આ માન્યતાને ખૂબ વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું. ભગવાન મહાવીરે ઉક્ત માન્યતાનું ખંડન કર્યું. તેમણે યુદ્ધનાં મૂળ કારણો વિશે વિચાર કર્યો અને તેનાં મૂળને સિંચન ન મળે તેવી વિધિઓનો નિર્દેશ આપ્યો. શસ્ત્રનું નિર્માણ મસ્તિષ્કમાં યુદ્ધનું મૂળ શસ્ત્રીકરણ છે. શસ્ત્રનું નિર્માણ ન થાય એ વ્રતને ગૃહસ્થની આચાર-સંહિતામાં સ્થાન આપ્યું. ભગવાને કહ્યું કે શસ્ત્રનું નિર્માણ મસ્તિષ્કમાં થાય છે. લોખંડ વગેરે દ્વારા બનતાં શસ્ત્રો નિર્જીવ શસ્ત્રો છે. પ્રથમ સજીવ શસ્ત્રનું નિર્માણ થાય છે અને તે આપણા મસ્તિષ્કમાં થાય છે. ત્યાર પછી નિર્જીવ શસ્ત્રનું નિર્માણ થાયછે. ભગવાને તે સજીવ શસ્ત્રનું નિર્માણ ન કરવાનું માર્ગદર્શન આપ્યું. સજીવ અને નિર્જીવ – બંને પ્રકારનાં શસ્ત્રોનું નિર્માણ ન થાય એવી સ્થિતિમાં યુદ્ધવર્જનાની વાત સહજરૂપે ફલિત થઈ રહે છે. હિંસાનું બીજ પ્રત્યેક પ્રાણીમાં આજના વૈજ્ઞાનિકો હિંસાના મૂળની શોધમાં ડૂબેલા છે. મનોવૈજ્ઞાનિકો સંઘર્ષને મૌલિક મનોવૃત્તિ માને છે. આનુવંશિકી વૈજ્ઞાનિકો હિંસાનું મૂળ જીનમાં શોધી રહ્યાછે, પરંતુ યુદ્ધનો તેની સાથે કોઈ સંબંધ નથી. હિંસાનું અસ્તિત્વ પ્રત્યેક પ્રાણીમાં છે. પશુ અને પક્ષીઓ પણ લડે છે. એકબીજાની હત્યા કરે છે, પરંતુ તેમનામાં યુદ્ધનો વિકાસ થયો નથી. યુદ્ધ એક વિશિષ્ટ કલાછે, એક વિશિષ્ટ વ્યવસ્થા છે. પશુ-પક્ષીઓમાં એટલો વિકાસ નથી કે તેઓ યુદ્ધની રચના કરી શકે. એ તો માનવસમાજની વિશિષ્ટ ભેટ છે. ભગવાન મહાવીરની દૃષ્ટિએ હિંસાનાં બીજ પ્રત્યેક પ્રાણીમાં વિદ્યમાન હોય છે. તેમનો સંબંધ કર્મ સાથે છે. પરંતુ હિંસા યુદ્ધ સ્વરૂપે ફલિત થાય તે માટે માત્ર કર્મની જવાબદારી નથી. તેની જવાબદારી અનેક મહાવીરનું અહિંસા-દર્શન ♦ 75 Jain Educationa International For Personal and Private Use Only. Page #77 -------------------------------------------------------------------------- ________________ ઘટકોની છે – કર્મ, માણસનો તંત્રીકાતંત્રીય વિકાસ, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ, સામાજિક વાતાવરણ વગેરે. અહિંસક સમાજરચનાનો આધાર મહાવીરે ગૃહસ્થની અહિંસાનું એક સ્વરૂપ નિર્ધારિત કર્યું હતું. હિંસાને ત્રણ વિભાગોમાં વિભક્ત કરી : આરંભજા, વિરોધજા અને સંકલ્પજા. આરંભના હિંસા જીવનનિર્વાહ માટે થતી હિંસા છે. વિરોધજા હિંસા પોતાના રક્ષણ માટે થતી હિંસા છે. સંકલ્પજા હિંસા આક્રમક મનોવૃત્તિ દ્વારા થતી હિંસા છે. મહાવીરે સંકલ્પજા હિંસાને ત્યાગવાની પ્રેરણા આપી. તેમના મત મુજબ જો અનાક્રમણની વૃત્તિનો વિકાસ થાય તો અનાવશ્યક હિંસાની વ્યુહરચના આપોઆપ તૂટી જાય. આક્રમણ વગર વિરોધજા હિંસા અથવા સુરક્ષા માટે થતી હિંસાનો પ્રસંગ જ પેદા ન થાય. જો માણસ આરંભા હિંસા સાથે જીવતો હોય તો એવા સમાજને હિંસક સમાજ ન કહી શકાય. હિંસા, હિંસા છે. આરંભના હિંસા પણ અહિંસા તો નથી જ.છતાં તે હિંસાના આધારે વ્યક્તિ કે સમાજને હિંસક ન કહી શકાય. જે સમાજમાં આક્રમણકારક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેના માટે હિંસક શબ્દનો પ્રયોગ રૂઢ બની ગયો. અહિંસક સમાજરચનાનો એક આધાર એ જ છે કે તેમાં આક્રમણકારક પ્રવૃત્તિઓ ન થતી હોય, યુદ્ધ ન થતાં હોય. અનાક્રમણની દીક્ષા હું આક્રમણ નહિ કરું – આ વ્રતનો વધુમાં વધુ પ્રચાર એ જ યુદ્ધ-વર્જનાનું અમોઘ શસ્ત્ર છે. સમાજનો મોટોભાગ આ વતદીક્ષા થકી દીક્ષિત થઈ જાય તો સત્તાની ખુરશી ઉપર બેઠેલા લોકોમાં યુદ્ધનો ઉન્માદ પેદા થઈ શકે નહિ. પ્રજાનું બળ રાજ્યના બળ કરતાં વિશેષ સમર્થ હોય છે. પ્રજાના સમર્થન વગર કોઈપણ સરકાર યુદ્ધ લડી શકતી નથી. તેથી યુદ્ધ-વર્જન માટે પ્રજાને પ્રશિક્ષિત કરવી, અનાક્રમણની દીક્ષા થકી દીક્ષિત કરવી એ વધુ ઉપયોગી બની શકે. રાજ્યના સ્તરે થતા પ્રયત્નો યુદ્ધ-વર્જના માટે સફળ નીવડશે કે નહિ તે કહી શકાય તેમ નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રજાનો અંકુશ યુદ્ધના ઉન્માદ ઉપર એક પ્રકારનું નિયંત્રણ બની શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન : 76. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ હિંસા મૌલિક મનોવૃતિ છે? C[ ? હિંસા અને અહિંસાના સમર્થનની પરંપરા “અહિંસા સૌ કોઈ માટે કલ્યાણકારક છે.” મહાવીરની આ સ્થાપનાની પશ્ચાદભૂમાં વિરોધનો સ્વર સાંભળી શકાય છે. અહિંસાના ઉદ્ભવની સાથોસાથ હિંસાના સમર્થનનો પણ પ્રારંભ થઈ ગયો. માત્ર સત્તાલોલુપ અને લોહીતરસ્યા લોકો જ હિંસાનું સમર્થન કરતા નથી. કેટલાક ધાર્મિક લોકો પણ હિંસાના સમર્થનમાં અગ્રણી હતા. આચારાંગનું એક સૂક્ત તેનું > સાક્ષી છે. કેટલાક દાર્શનિકો કહે છે કે - - જીવોનું હનન કરી શકાય છે. - તેમના ઉપર શાસન કરી શકાય છે. - તેમને દાસ બનાવી શકાય છે, તેમને પરિતાપ આપી શકાય છે. - તેમનું પ્રાણ-વિયોજન કરી શકાય છે. - એમાં કોઈ દોષ નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 7. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ આવી વિચારધારાનો મહાવીરે વિરોધ કર્યો. તેમણે અહિંસાની સ્થાપના કરી અને કહ્યું કે - - જીવોનું હનન ન કરવું જોઈએ. - તેમના ઉપર શાસન ન કરવું જોઈએ. - તેમને દાસ ન બનાવવા જોઈએ, તેમને પરિતાપ ન આપવો જોઈએ. - તેમનું પ્રાણ-વિયોજન ન કરવું જોઈએ. - અહિંસા સર્વથા નિર્દોષ છે. હિંસાનાં સમર્થન સૂત્રો અહિંસા અને હિંસા બંનેના સમર્થનની પરંપરા નિરંતર ચાલતી આવી છે. વૈજ્ઞાનિક જગતમાં હિંસાનું સમર્થન કરવામાં આવ્યું અને અહિંસાનું પણ સમર્થન કરવામાં આવ્યું. હિંસા એક મૌલિક મનોવૃત્તિ છે. તેથી તેને છોડી શકાતી નથી. હિંસા અને યુદ્ધને ઉચિત ગણાવનારા લોકો માટે વિકાસવાદના સિદ્ધાંતનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. માણસને હિંસા અને યુદ્ધની પ્રવૃત્તિ પોતાના પશુ-પૂર્વજો પાસેથી મળેલી છે - એવો સિદ્ધાંત નિર્ધારિત કરવામાં આવ્યો. તેના આધારે માનવસમાજને હિંસા તથા યુદ્ધ માટે મુક્ત પ્રોત્સાહન મળ્યું. આનુવાંશિકી વિજ્ઞાનના ક્ષેત્રમાં એવી ઘોષણા કરવામાં આવી કે માનવીનો હિંસક વ્યવહાર તેની પ્રકૃતિમાં આનુવાંશિક સ્વરૂપે નિયોજિત થાય છે. વૈજ્ઞાનિક ખ્યાલો, પૂર્વદાર્શનિકોના ખ્યાલની નવી આવૃત્તિ છે. એ દ્વારા હિંસા અને યુદ્ધને ખૂબ સહયોગ મળ્યો છે. હિંસાના સમર્થનને પડકાર તાજેતરમાં વિવિધ શાખાઓના વીસ વૈજ્ઞાનિકોનું હિંસા વિષય ઉપર એક સંયુક્ત વક્તવ્ય સાંભળવા મળ્યું. તેમાં હિંસાના સમર્થનને પડકારવામાં આવ્યું. તેમના મત મુજબ - હિંસા ન તો આપણી વિકાસાત્મક પ્રક્રિયામાં છે કે ન તો આપણા જીનમાં છે. જીવવિજ્ઞાન માનવજાતિની વિરુદ્ધ યુદ્ધપિપાસાની પ્રેરણા નથી. જેવી રીતે યુદ્ધ માણસના મસ્તિષ્કમાં પ્રારંભ પામે છે તેવી જ રીતે શાંતિ પણ માણસના | મહાવીરનું અહિંસા-દર્શન • 78 Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મસ્તિષ્કમાં જ પ્રારંભ પામે છે. માણસમાં યુદ્ધ અને શાંતિ બંનેનો આવિષ્કાર તેમ જ વિસ્તાર કરવાની ક્ષમતા છે.' યુદ્ધ હિંસાનો વિશેષ પ્રયોગ વૈજ્ઞાનિકો દ્વારા યુદ્ધ-વર્જના, શાંતિ અને અહિંસાને સમર્થન વગેરે કોઈ નવી વાત નથી. એ પણ પૂર્વદર્શનનું માત્ર પુનરુચ્ચારણ જ છે. મહાવીરે હિંસા અને અહિંસા વિશે કહ્યું હતું કે – હિંસાનાં સંસ્કારબીજ પ્રત્યેક પ્રાણીમાં હોય છે. અહિંસાનાં સંસ્કારબીજ પણ સૌ કોઈમાં હોય છે. લોભ, દ્વેષ, મોહ અને મિથ્યાદષ્ટિકોણ - વગેરે આંતરિક કારણો, ઉદ્દીપનો તથા ઉત્તેજનાત્મક બાહ્ય કારણો ભેગાં થવાથી હિંસા ફાટી નીકળે છે. યુદ્ધ માટે વિશેષ દક્ષતા (નિપુણતા) જરૂરી હોય છે. તેની દક્ષતા માત્ર માણસમાં જ હોય છે. માણસે તે માટે અનેક ઉપકરણોનો વિકાસ કર્યો છે. યુદ્ધની વ્યુહરચનાનો પણ વિકાસ કર્યો છે. હકીકતમાં એ હિંસાનો એક વિશેષ પ્રયોગ છે. પ્રશ્ન છે પસંદગીનો અહિંસાના વિકાસની તક, વાતાવરણ, જ્ઞાન અને ભાવનાત્મક પ્રયોગો ભેગાં મળે તો હિંસાનાં સંસ્કારબીજને સિંચન ન મળે. તે નિષ્ક્રિય સ્થિતિમાં પડી રહે. આ રીતે અહિંસાનાં સંસ્કારબીજને સિચન ન મળે તો તે પણ નિષ્ક્રિય બની જાય છે. આ એક બિંદુ છે જ્યાં આપણને પસંદગી કરવાની તક મળે છે. આપણે કઈ દિશામાં જવું : હિંસાની દિશામાં કે અહિંસાની દિશામાં, યુદ્ધની દિશામાં કે શાંતિની દિશામાં? આપણે સમાજને કઈ દિશામાં લઈ જવો છે : હિંસા અને અશાંતિની દિશામાં કે પછી અહિંસા અને શાંતિની દિશામાં? યુદ્ધની ઉર્વરા આ બિંદુ ઉપર પહોંચીને આપણે પુનર્વિચાર કરવો પડશે, આજની શિક્ષાદીક્ષા ઉપર, મહત્ત્વાકાંક્ષી પ્રવૃત્તિઓ ઉપર. વર્તમાન શિક્ષણ બૌદ્ધિકતા સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં મહત્ત્વાકાંક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એ સાચું છે કે મહત્ત્વાકાંક્ષા વગર વિકાસ કુંઠિત થઈ જાય છે. મહાવીરનું અહિંસા-દર્શન 79. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ તેથી તેને પ્રોત્સાહન આપવાની વાતને દોષપૂર્ણ ન કહી શકાય. દોષ એ છે કે તેમાં સીમાનું નિર્ધારણ નથી. આ અસીમ પ્રવૃત્તિ હિંસા અને યુદ્ધ માટે ઉર્વરાછે. યથાર્થવાદી ગાલા મહાવીરે ગૃહસ્થ સમક્ષ અપરિગ્રહનું મહાવ્રત રજૂ કર્યું નથી, તેને ઇચ્છાપરિમાણની વાત કરી છે. ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાની મર્યાદા આંકો, તેને અસીમ ન બનાવો. આવું સીમાકરણ અહિંસાની દિશામાં તેમજ યુદ્ધ-વર્જનાની દિશામાં એક પ્રસ્થાન છે. હિંસા અને પરિગ્રહ, ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષા જીવનયાત્રાનાં અનિવાર્ય અંગો છે. તેથી તેમનું અસ્તિત્વ ન હોય એવી કલ્પના પણ કરી શકાતી નથી. યથાર્થવાદી દાર્શનિકો એવો ખ્યાલ કરી શકે કે આ બધાની સીમા હોવી જોઈએ. આ સીમાકરણ એ જ અહિંસા અને યુદ્ધવર્જનાનો એક સફળ સંકલ્પછે. મહાવીરનું અહિંસા-દર્શન • 80 Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ અનિવાર્ય હોઈ શકે, અહિંસક નહિ ( અધૂરી અહિંસા આવવાથી શો લાભ? અને પૂર્ણ અહિંસા સામાજિક જીવનમાં શક્ય નથી, તો પછી કરવું શું ? હિંસા આચરતા રહેવું અને અહિંસાને માનતા રહેવું - એક વિકલ્પ આ હોઈ શકે. બીજો વિકલ્પ આ પ્રમાણે હોઈ શકે – હિંસા અને અહિંસાની ચર્ચામાં જ ન પડવું. જે પોતાનું કર્તવ્ય હોય તે પૂરી તન્મયતાસહિત નિભાવવું. અહિંસા સમક્ષ આ બે વિકલ્પો આવે છે. 1 ભાંત ગાલા છે અહિંસાનો વિકાસ ક્રમિક થાય છે. એક સાથે તે ઊતરી આવતો નથી. પ્રત્યેક માણસમાં હિંસાના સંસ્કાર સંચિત હોય છે. તેમને એક ઝાટકે ક્ષીણ કરી દેવા એ કોઈ સામાન્ય વાત નથી. તે માટે દીર્ઘકાલીન સાધના જરૂરી બને છે. પ્રથમ સમસ્યા અહિંસા પ્રત્યે આસ્થાની છે. ઘણા લોકો તેના પ્રત્યે અનાસ્થાનો સ્વર ઉચ્ચારતા રહે છે. આસ્થા હોવા છતાં આચરણ સહજ નથી બનતું. અભ્યાસ કરતાં કરતાં આચરણની પરિપક્વતા આવે છે. એવું ચિંતન ખાસ સાર્થક નથી લાગતું કે અહિંસામાં આસ્થા ધરાવનારા લોકો જે કાંઈ કરે તે અહિંસા છે. વીતરાગ જે કાંઈ કરે તે અહિંસા છે એમ માની શકાય. હિંસાનું મૂળ રાગ અને દ્વેષ છે. કોઈ સરાગ વ્યક્તિ પોતાનાં તમામ મહાવીરનું અહિંસા-દર્શન : 81 Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કાર્યોને અહિંસક સમજીને ચાલે તો તે અભ્રાંત નથી. અહિંસાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો કદાચ આ ભ્રાંતિથી મુક્ત નથી. તેઓ પોતાના દરેક કાર્યને અહિંસક માનવા અને કહેવામાં જ સંતોષનો અનુભવ કરે છે. પ્રત્યાક્રમણ પણ હિંસા છે. ઉક્ત માન્યતા થકી હિંસા અને યુદ્ધને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. કોઈ દેશ ઉપર આક્રમણ કરવું તે હિંસા છે એ વાતમાં સામાન્ય રીતે સૌ સહમત થઈ જાય છે. પોતાના દેશના રક્ષણ માટે યુદ્ધ કરવું એમાં હિંસા છે એ વાત સાથે સૌ સહમત થતા નથી. બહુમતી એ પક્ષમાં છે કે પોતાના રક્ષણ માટે શસ્ત્ર ધારણ કરવું તે ધર્મ છે, અહિંસા છે. આક્રમણ હિંસા છે, પ્રત્યાક્રમણ હિંસા નથી. આવા ખ્યાલે અહિંસાના મૂળને નબળું પાડ્યું છે. દેશના રક્ષણ માટે લડવું તેને પોતાનું નાગરિક કર્તવ્ય માની શકાય, પરંતુ તેને અહિંસા માનવાનો અર્થ તો એ થયો કે અહિંસક પ્રતિકારની સંભાવના જ સમાપ્ત કરી દેવી. જો પ્રત્યાક્રમણ અને હિંસક પ્રતિકાર અહિંસક પ્રવૃત્તિ હોય તો પછી અહિંસક પ્રતિકારની કલ્પના જ ન થઈ શકે. હિંસાને હિંસા તરીકે સ્વીકાર્યા પછી જ અહિંસક પ્રતિકારની વાત વિચારી શકાય. હિંસા, હિંસા જ છે. પ્રત્યાક્રમણને અનિવાર્ય હિંસા માનવામાં કોઈ મુશ્કેલી નથી. પ્રત્યાક્રમણકારો હિંસા કરવા નથી ઇચ્છતા, પરંતુ આત્મરક્ષણ માટે હિંસા કરવા તેઓ મજબૂર બની જતા હોય છે. આવી મજબૂરી પાછળ જે તર્ક રહેલો છે તે સમજાય છે. છતાં મજબૂરી કે ન-મજબૂરી જે કાંઈ હોય તે આખરે તો હિંસા જ છે. આ મજબૂરી હિંસામાંથી જ નીકળે છે. ગણાધિપતિ શ્રી પાસે દિલ્હી વિશ્વવિદ્યાલયના કેટલાક પ્રાધ્યાપકો આવ્યા. એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમણે એક પ્રસંગ રજૂ કર્યો. જિજ્ઞાસાના સ્વરમાં તેમણે કહ્યું કે આપ અહિંસામાં આસ્થા ધરાવો છો. ભારત પોતાના આત્મરક્ષણ માટે લડાઈ કરે છે. આપ તેને ઉચિત નહિ જ માનો. ગણાધિપતિશ્રીએ કહ્યું, ભારત એક દેશ છે. તેના ઉપર ભારતવાસીઓનું મમત્વ છે. મમત્વ પરિગ્રહ છે પરિગ્રહના રક્ષણ માટે યુદ્ધ ચાલી રહ્યું છે. તેને હું અસ્વાભાવિક માનતો નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 82 Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ એક જ વસ્ત્રના બે છેડા પરિગ્રહ અને હિંસા બંને પરસ્પર જોડાયેલાં છે. પરિગ્રહ માટે હિંસા થાય છે અને હિંસા માટે પરિગ્રહ થાય છે તે બંને એક જ વસ્ત્રના બે છેડાં છે. એક છેડો રાખવા ઇચ્છો અને બીજા છેડાને છોડવા ઇચ્છો તો એ શક્ય નથી. છૂટશે તો બંને છૂટશે, નહિતર એકેય નહિ છૂટે ! માણસમાં એક માનસિક દુર્બળતા હોય છે. તે પોતાના પ્રત્યેક કાર્યને ઉચિત ગણાવવા ઇચ્છે છે. તે અનુચિત કાર્ય પણ કરે છે છતાં તેને ઉચિત ગણાવવામાં સંતોષની અનુભૂતિ કરે છે. હિંસાને અહિંસા માનવામાં આપણે ભલે માનસિક સંતુષ્ટિ અનુભવીએ, પરંતુ એથી સિદ્ધાંતનું રક્ષણ કરી શકતા નથી. રાગાત્મક અને દ્વેષાત્મક પરિણતિ હોય અને હિંસા ન હોય એ ક્યારેય શક્ય નથી. હિંસામાં અહિંસાની ભેળસેળ ન થઈ શકે શાશ્વત સિદ્ધાંતની સંજોગો સાથે સમજૂતિ ન થઈ શકે. અહિંસાનો શાશ્વત સિદ્ધાંત છે – રાગ-દ્વેષ-મુક્ત ક્ષણમાં જીવવું. યુદ્ધને રોગમુક્ત અને દ્વેષમુક્ત ક્ષણમાં ન મૂકી શકાય, ભલે પછી તે આક્રમક હોય કે પ્રત્યાક્રમક. આક્રમણકારી પહેલ કરે છે અને પ્રત્યાક્રમણકારી યુદ્ધની પહેલ કરતો નથી – આ તર્ક સમજાય તેવો છે. આક્રમણકારી રાગ-દ્વેષ-યુક્ત થઈને લડે છે અને પ્રત્યાક્રમણકારી રાગવૈષ-મુક્ત થઈને લડે છે - એવી સ્થાપના થઈ શકતી નથી. તેથી જૈન આચાર્યોએ પ્રત્યાક્રમણની હિંસાને વિરોધજા હિંસા કહી છે. આચાર્ય ભિક્ષુના શબ્દોમાં હિંસામાં અહિંસાની ભેળસેળ ન થઈ શકે. જેવી રીતે તડકો અને છાંયડો બંને સ્વતંત્ર છે, તે ક્યારેય પરસ્પરમાં ભળી જતા નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 83 Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ હિંસા અને ઇન્દ્રિયાનુભૂતિ Jain Educationa International હિંસા ભયંકર છે. ભયભીત થઈને અહિંસાની વાત વિચારવી એ અહિંસાની વિશુદ્ધ પ્રેરણા નથી. આપણા ઘણા બધા નિર્ણયો શરીર અને ઇન્દ્રિયોની અભિપ્રેરણા થકી પ્રેરિત હોય છે. આપણે શરીરના સ્તરે જીવીએ છીએ અને આપણી જીવનયાત્રા ઇન્દ્રિયો દ્વારા સંચાલિત હોયછે. શરીર અજર-અમર રહે, કોઈ વિઘ્ન કે અવરોધ ન આવે, કોઈ ઘા ન પહોંચાડે એવી ઇચ્છા સાથે અહિંસા જોડાયેલીછે. પરંતુ તે અહિંસાનું વિશુદ્ધરૂપ નથી. મને કોઈ ઘાયલ ન કરે એવી આકાંક્ષા છે, પરંતુ હું કોઈને ઘાયલ ન કરું એવી ચેતના જાગૃત નથી. શરીરની પ્રેરણાથી પ્રેરિત અહિંસામાં આ વિરોધાભાસ સ્વાભાવિક છે. પ્રત્યેક આત્મા સમાન છે અહિંસાની અંતઃપ્રેરણા સમત્વાનુભૂતિ છે. તેનો વ્યાપક દૃષ્ટિકોણ છે પ્રત્યેક આત્મા સમાન છે. જેવી રીતે મને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. એક નાનકડો છોડ પણ દુ:ખની અનુભૂતિ કરે છે અને દુઃખ આપનારને તે ઓળખે છે. તેનાથી તે ડરે છે. તેની પાસે જતાં જ તે પ્રકંપિત થઈ ઊઠે છે. વનસ્પતિ વૈજ્ઞાનિક વેકસ્ટરે એવા અનેક પ્રયોગો કર્યા અને આ સત્યની જાણકારી મેળવી. અધ્યાત્મના આચાર્યોએ પોતાની અંતર્દિષ્ટ દ્વારા આ સચ્ચાઈઓની જાણકારી ઘણા સમય પહેલાં મેળવી લીધી હતી. મહાવીરનું અહિંસા-દર્શન ♦ 84 For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શરીરની યાત્રા હિંસા સાથે જોડાયેલી છે. “જીવો જીવસ્ય જીવનમ' આ સૂક્તમાં જીવનની યથાર્થ પ્રક્રિયાનું દર્શન છે. માત્ર મોટી માછલીઓ જ નાની માછલીઓને નથી ખાતી. મોટાભાગનાં પ્રાણીઓ પોતાનાથી નાનાં પ્રાણીઓને પોતાનો ભક્ષ્ય બનાવે છે. તેથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહિ ગણાય કે શરીરનુભૂતિના ખેતરમાંથી અહિંસાનો પાક પેદા થતો નથી. ઇન્દ્રિયક્રીડાઓની ઓલમ્પિકઃ આ જગતા ઇન્દ્રિયાનુભૂતિ પણ અહિંસાનું બીજ વાવવા માટે ઉર્વરા નથી. ઇન્દ્રિયનું જગત પ્રિયતા અને અપ્રિયતાની ક્રિીડાભૂમિ છે. આપણા પ્રિય અને અપ્રિયભાવો ઇન્દ્રિયોમાં ઊતરે છે અને તે પ્રિય-અપ્રિય સંવેદન પેદા કરે છે. પ્રિયતા પ્રત્યે આપણને આકર્ષણ થાય છે અને અપ્રિયતા પ્રત્યે આપણને વિકર્ષણ (અપાકર્ષણ) થાય છે. ઇન્દ્રિયાનુભૂતિની સીમામાં જીવનાર વ્યક્તિ આકર્ષણ અને વિકર્ષણના ચક્રવ્યુહને તોડીને બહાર નીકળી શકતી નથી. પ્રિય સંવેદનની પ્રાપ્તિ માટે પણ હિંસાના પ્રસંગો આવે છે અને અપ્રિય સંવેદનની સમાપ્તિ માટે પણ હિંસાના પ્રસંગો આવે છે. ઊંડાણમાં ઊતરીને જોઈએ તો આ જગત ઇન્દ્રિયક્રીડાઓની ઓલમ્પિક છે – એમ કહી શકાય. જય અને પરાજયનું ચક્ર ફૂટબોલની રમત ચાલી રહી હતી. દૂર ઊભેલી એક વૃદ્ધા તે નિહાળી રહી હતી. અચાનક તાળીઓનો ગડગડાટ થયો. વૃદ્ધાએ એક યુવકને પૂછ્યું, આ શું ચાલી રહ્યું છે ? યુવક બોલ્યો, ફૂટબોલની રમત ચાલી રહી છે. વૃદ્ધા - એક માણસ દડાને આ બાજુ ફેકે છે, બીજો તેને પેલી બાજુ ફેકે છે. એમ કેમ? યુવક - પેલી જે રેખા છે તેને પાર કરીને દડો બહાર નીકળી જાય તો જીતી જવાય. વૃદ્ધા - અરે, આ તે કેવી નાદાની છે ! પહેલાં રેખા દોરો અને પછી હારજીત કરો ! આ જીવન હાર-જીત સાથે ચાલી રહ્યું છે. પ્રિય સંવેદન પેદા કરનારી વસ્તુ મળી જાય તો ઇન્દ્રિયો જીતી જાય છે અને અપ્રિય સંવેદન પેદા કરનારી વસ્તુ મળે છે તો તે હારી જાય છે. આ જય અને પરાજય સાથે હિંસા જોડાયેલી છે. ઈન્દ્રિયાનુભૂતિના ક્ષેત્રમાં અહિંસાની પ્રકલ્પના જ શક્ય નથી. | મહાવીરનું અહિંસા-દર્શન - 85. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયાનુભૂતિથી પરનું સત્ય શરીર અને ઇન્દ્રિય એ બંને અનુભૂતિઓથી પર જે સચ્ચાઈ છે, ત્યાં અહિંસાના બીજનું અંકુરણ થાય છે. હું શરીર નથી એ ઇન્દ્રિયાનુભૂતિથી પરનું સત્યછે. ઇન્દ્રિયોની માંગ પૂરી કરતા રહેવું એ માનવીય જીવનની સાર્થકતા નથી. તે ઇન્દ્રિયાનુભૂતિથી પરની સચ્ચાઈ છે. આ સચ્ચાઈઓ જેમ જેમ પ્રગટ થાય છે તેમ તેમ અહિંસાનો વિકાસ થાય છે. શરીરનુભૂતિ અને ઇન્દ્રિયાનુભૂતિના જગતમાં માણસ વિભક્ત છે. કોઈ ગોરો છે, કોઈ કાળો છે. ગારો કાળાને તુચ્છ માને છે, તેના પ્રત્યે હિંસાત્મક આચરણ કરે છે. આવું કરનારા કાંઈ અભણ લોકો જ નથી હોતા. ક્યાં છે શુદ્ધ બુદ્ધિ? પ્રશ્ન ઉદ્ભવે છે કે ભણેલો-ગણેલો માણસ બીજા માણસ સાથે ધૃણાભર્યો વ્યવહાર કઈ રીતે કરી શકે? તેનો ઉત્તર ખાસ જટિલ નથી. શરીરનુભૂતિથી પ્રભાવિત બુદ્ધિને કારણે એમ થાય છે. શુદ્ધ બુદ્ધિથી પર એવું શક્ય નથી, પરંતુ શુદ્ધ બુદ્ધિ તો ક્યાંય દૂર રહી જાય છે. શિયાળાની ઋતુમાં હવા ઠંડી થઈ જાય છે અને ઉનાળાની ઋતુમાં તે લૂ બની જાય છે. હવાની જેમ માનવીય બુદ્ધિ પણ પ્રભાવને ગ્રહણ કરે છે. શરીરનુભૂતિના પ્રભાવને કારણે તે ધૃણાની જાળ ગૂંથે છે. રંગભેદના આધારે પ્રોત્સાહન પામતી હિંસા દ્વારા જગતનો ઘણો મોટો ભાગ આક્રાંત છે. આવશ્યક છે વિવેક ઇન્દ્રિયાનુભૂતિની હિંસાની માત્રા ઘણી મોટી છે. તેનું સંકલન કરવું એ કોઈ સરળ કામ નથી. નાકની વાસનાપૂર્તિ માટે કેટ-કેટલાં જીવ-જંતુઓને મારવામાં આવે છે! હરણોને શા માટે મારવામાં આવે છે? ઘોરખોદીયા પ્રાણીને શા માટે મારવામાં આવે છે? સુગંધી દ્રવ્યો વગર નાકને તૃપ્તિ થતી નથી. માણસને હિંસાની ચિતા નથી, તેને ચિંતા છે ઇન્દ્રિયોની. જૂતાં મુલાયમ હોવાં જોઈએ ! ત્વચાની વાસનાપૂર્તિ માટે કોણ જાણે કેટ-કટેલા જીવોને બલિની વદી ઉપર ચઢાવવામાં આવે છે ! પ્રસાધન સામગ્રી અને હિંસા વચ્ચે ગાઢ સંબંધ જોડાયેલો છે. કોઈ સામાજિક વ્યક્તિ ઇન્દ્રિયોને તૃપ્તિ ન આપે એવું તો કદાચ ન કહી શકાય, પરંતુ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે તે કાંઈ પણ કરે, કોઈ સીમા જ ન જાળવે, કોઈ વિવેક જ ન રાખે એ તો કોઈ રીતે વાંછનીય નથી. ન મહાવીરનું અહિંસા-દર્શન - 86 - Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ લોહીલુહાણ છે ધર્મનો ઇતિહાસ ધર્મના રક્ષણનો પ્રશ્ન ધાર્મિક વ્યક્તિને પજવતો રહ્યોછે. તેના રક્ષણ માટે અધર્મની મદદ લેવામાં આવી છે. મહાવીરે ધર્મનાં ત્રણ લક્ષણો બતાવ્યાં અહિંસા, સંયમ અને તપ. અહિંસા ધર્મનું પ્રથમ લક્ષણ છે. ધર્મનું રક્ષણ અહિંસા દ્વારા જ થઈ શકેછે. હિંસા દ્વારા સંપ્રદાયનું રક્ષણ થઈ શકે, પરંતુ ધર્મનું રક્ષણ ન થઈ શકે. માનવજાતિએ ધર્મની પ્રતિમાને સંપ્રદાયના પરિધાન સહિત જ નિહાળીછે. તેની સમક્ષ પરિધાનનું રક્ષણ પ્રથમ છે તેથી હિંસા દ્વારા ધર્મનું રક્ષણ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ. આ પરંપરા કોઈ નવી નથી, તે અત્યંત પ્રાચીન છે. ન્યાયશાસ્ત્રમાં ધર્મના રક્ષણ માટે જાતિ, છળકપટ અને વિતંડાને પ્રતિષ્ઠિત ક૨વામાં આવ્યાં. સામાજિક ક્ષેત્રે ધર્મના રક્ષણના બહાને અનેક સંઘર્ષો થયાં, અનેક લડાઈઓ લડવામાં આવી. ધર્મનો ઇતિહાસ લોહીયાળ છે. ધર્મના નામે લોહી વહેવડાવવું એ તો પાણીમાં આગ લાગવા જેવી વાત છે. ધર્મ અહિંસા છે અહિંસાતું રક્ષણ હિંસા દ્વારા ? ધર્મના રક્ષણનું નામ ખૂબ પ્રિય લાગે છે. એ નામે પ્રજાને ઉશ્કેરવાનું મહાવીરનું અહિંસા-દર્શન ♦ 87 Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ખૂબ સરળ છે. ધર્મના નેતાઓએ પ્રજાની ભાવનાનો દુરુપયોગ કર્યો છે. તેમની સામે પ્રશ્ન ધર્મનો નહોતો, પ્રશ્ન હતો પોતાના અહંકાર અને મમકારના રક્ષણનો. તેનું રક્ષણ હિંસા દ્વારા થઈ શકે છે. ધર્મ તો અહિંસા છે. તેનું રક્ષણ હિંસા દ્વારા કઈ રીતે શક્ય બને? “મારો ધર્મ વ્યાપક બને, તમામ લોકો મારા ધર્મના અનુયાયી બને' – એવા ચિંતનના આધારે અનેક રાજાઓએ પ્રજાનું ઉત્પીડન કર્યું. ધર્મ હૃદયપરિવર્તન સાથે જોડાયેલો છે. તેને બળપ્રયોગ સાથે જોડી દેવામાં આવ્યો. તેની સંગતિ શાસ્ત્ર સાથે હતી, પરંતુ તેની સંગતિ શસ્ત્ર સાથે કરી દેવામાં આવી. આ મનોવૃત્તિએ ધર્મના આત્માને જ ધ્રુજાવી દીધો. અધર્મ અને ધર્મ વચ્ચેની ભેદરેખા જ ક્ષીણ થઈ ગઈ. જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે. જ્યાં હિંસા છે ત્યાં અધર્મ છે. ધર્મ અને અધર્મની વચ્ચે આવી ભેદરેખા હતી. ધર્મના રક્ષણ માટે હિંસાની વાત થતી હોય ત્યાં આવી ભેદરેખા શી રીતે ટકી શકે ? ધર્મ, ધર્મ છે ધર્મનું પ્રથમ સૂત્ર છે – અહંકાર અને મમકાર, હું અને મારાપણું – એવા ભાવથી મુક્ત થવું. આ સૂત્ર ઉપર અમલ કરવામાં ન આવ્યો. ધર્મના નામે અહંકાર અને મમકારને પોષણ આપવામાં આવ્યું. “મારો ધર્મ' આ સંબંધ સ્વસ્થ ન રહ્યો. ધર્મ સાથે “તારું-મારું' એવો સંબંધ ન હોઈ શકે. આ તો આધ્યાત્મિક તત્ત્વ છે. તારું-મારું એ સંબંધ ભૌતિક છે. ધર્મ, ધર્મ છે. એમાં તારું-મારું નથી હોતું. જ્યાં તારું-મારું હશે ત્યાં ધર્મ, ધર્મ નહિ રહી શકે. જરૂરી છે મસ્તિષ્કીય પ્રશિક્ષણ ધર્મ માનસિક અને ભાવનાત્મક સ્તરની માંગ છે, તેથી પ્રજા તેને છોડી પણ નથી શકતી. તેનું હાર્દ છે અહિંસા. તેનું આચરણ પણ નથી થતું. આ દ્વિમુખી સમસ્યા છે. આ સમસ્યાના મૂળમાં પ્રશિક્ષણનો અભાવ છે. આપણું મસ્તિષ્ક અત્યંત સ્થિતિસ્થાપક છે. તેને પ્રશિક્ષિત કરી શકાય છે, તેને બદલી શકાય છે. હિંસાનું પ્રશિક્ષણ મળે તો તે હિંસક બની શકે છે અને અહિંસાનું પ્રશિક્ષણ મળે તો તે અહિંસક બની શકે છે. તેમાં જૂની આદતોછોડવાની અને નવી આદતોનું નિર્માણ કરવાની ક્ષમતા રહેલી છે. હિંસાનું પ્રશિક્ષણ વ્યાપક સ્તરે ચાલી રહ્યું છે. અહિંસાના પ્રશિક્ષણની ક્યાંય કોઈ તૈયારી નથી. પછી ધર્મ અને અહિંસાના વિકાસની વાત વિચારી જ કેમ શકાય? મહાવીરે એક મોટા સમૂહને અહિંસા માટે પ્રશિક્ષિત કર્યો મહાવીરનું અહિંસા-દર્શન - 88 Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ હતો. તેમની પાસે જે કોઈ જતું તેને મહાવીર પ્રશ્ન પૂછતા - તમે ક્યાંથી આવ્યા છો? તમારે ક્યાં જવાનું છે? – આ બંને પ્રશ્નોની શોધમાં મસ્તિષ્કની ગતિ બદલાઈ જતી. તે અતીતના ઊંડાણમાં જઈને પોતાને ઓળખી લેતો અથવા ભવિષ્યની અંધારી ગલીઓ પાર કરીને પ્રકાશની પસંદગી કરી લેતો. ચિંતનને ધ્યાનના ખૂબ ઊંડાણમાં લઈ જવું એ જ છે મસ્તિષ્કીય પ્રશિક્ષણ. અહિંસાનું સ્વતંત્ર ચિંતન જાગે અહિંસા માટે મસ્તિષ્કીય પ્રશિક્ષણની એક પ્રકલ્પના, એક યોજના આવશ્યક છે. એના વગર નિશ્ચિત દિશામાં આગળ વધી શકાતું નથી. અહિંસાનો પાઠ એકસો વખત વાંચી લેવા છતાં કોઈ અહિંસક નથી બની જતું. પાઠ પ્રશિક્ષણનું એક અંગ હોઈ શકે, પરંતુ તે પ્રશિક્ષણનો સંપૂર્ણ અભ્યાસક્રમ નથી. એ માટે અનેક તત્ત્વોનો સમાહાર અપેક્ષિત છે. શસ્ત્ર-નિર્માણ, પ્રયોગ અને પરીક્ષણ માટે કેટલીક મોટી યોજનાઓ અને કાર્યક્રમો ચાલી રહ્યાં છે. એ માટે હિંસામાં વિશ્વાસ ધરાવનારાઓની એક મોટી ફોજ તૈયાર છે. હિંસા સ્વયં નિષેધાત્મક છે. તે પોતે તે ભયંકર છે જ અને તેનાં પરિણામો પણ ભયંકર છે. પરિણામની ભયંકરતા જોઈને લોકો અહિંસાની વાત કરે છે. અહિંસાનું સ્વતંત્ર ચિંતન નથી. અહિંસા સ્વયં વિધાયક છે અને તેનાં પરિણામો પણ વિધાયક છે. પરંતુ એ માટે આપણું મસ્તિષ્ક તૈયાર નથી. શું મસ્તિષ્કના પરિવર્તનની વાત વિચારવામાં આવશે ખરી? શું આજના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક યુગમાં અહિંસાને પ્રયોગની ભૂમિ પ્રાપ્ત થશે ખરી? આ પ્રશ્નોના ઉત્તરો શોધવાના છે, આપણે સૌએ શોધવાના છે અને ખાસ તો એ લોકોએ શોધવાના છે કે જેઓ હિંસાથી ભયભીત નથી, પરંતુ અહિંસાની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરે છે અને જેમના કંઠે અહિંસાની આવી સ્વરલહરીયો અવિરત ગુંજતી રહે છે – ભીયાણં પિવ શરણં, પખીણં પિવ ગયણં / _તિસિયાણં પિવ સલિલ, ખુફિયાણં પિવ અસણં // સમુદમઝે વ પોતવહણં ચઉપૃયાણં વ આસમપર્ય/ દુફિયાણં વ ઓસવિલં, અડવીમખ્સવ સત્યુગમણું // ન મહાવીરનું અહિંસા-દર્શન - 89 E Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ હિંસાની ચિત્સિા કરી શકાય છે આપણને વિશ્વાસ છે કે હિંસા વગર જીવન નથી ચાલતું અને એ વિશ્વાસ સાવનિરાધાર પણ નથી. હિંસાની ભાષા છે - કોઈને ન મારો, જ્યારે જીવન-નિર્વાહની સાથે મારવાની વાત જોડાયેલી છે. ખેતીમાં હિંસા, રસોઈ બનાવવામાં હિંસા. તો પછી એ | વિશ્વાસ સાચો છે કે હિંસા વગર જીવનયાત્રા નથી ચાલતી. જીવવું હોય, જીવન ચલાવવું હોય તો હિંસા અનિવાર્ય છે. તો પછી અહિંસાની વાત શા માટે કરવી ? એક પ્રશ્ન છે, જે જાણે-અજાણે મનોભૂમિને ખોતરતો પરિભાષાનો આધાર આ પ્રશ્ન કોઈ નવો નથી, ખૂબ જૂનો છે. તેનું સમાધાન ઘણા સમય પહેલાં શોધાયેલું છે. અહિંસાની પરિભાષા જીવોના મરવા-ન મરવા પર નિર્ધારિત કરવામાં આવી નથી. તેના આધારે નિર્ધારિત કરી પણ ન શકાય. પરિભાષાનો આધાર વ્યક્તિના ભીતરમાં શોધવામાં આવ્યો. મરનાર કોઈ બીજું હોય છે. બીજાના આધારે અહિંસાની ચર્ચા કરીએ તો કોઈ પણ વ્યક્તિ અહિંસક ન હોઈ શકે. આપણું જગત જીવોથી ભરેલું છે. આ જગતના પ્રત્યેક | મહાવીરનું અહિંસા-દર્શન : 90 - Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈંચ જેટલા ભાગમાં અસંખ્ય અસંખ્ય જીવો ભરેલા પડ્યાં છે. તેથી હિંસાથી કોણ બચી શકશે? ઘણા વખત પહેલાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ભંતે ! જળમાં જીવ છે, સ્થળમાં જીવ છે, પહાડમાં જીવ છે. સર્વત્ર જીવ જ જીવ છે. આવી અવસ્થામાં તેમની હિંસાથી શી રીતે બચી શકાય? ગણાધિપતિશ્રીએ ઉત્તર આપ્યો હતો, બચવાનું સાધન તમારી ભીતરમાં છે. તમારો આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. જો તે અપ્રમત્ત હોય તો અહિંસા છે અને જો તે પ્રમત્ત હોય તો હિંસા છે. તમારો અપ્રમાદ અને પ્રમાદ જ અહિંસા અને હિંસાનાં કારણ બને છે. અહિંસાનું કારણ છે અપ્રમાદ અને હિંસાનું કારણ છે પ્રમાદ. હિંસાઃ ભાષા અને પરિભાષા ભાષા અને પરિભાષાનો વિવેક કરવો અત્યંત આવશ્યક છે. હિંસાની ભાષા પ્રાણવિયોજન સાથે જોડાયેલી છે અને તેની પરિભાષા પ્રમાદ સાથે જોડાયેલી છે, અવિરતિ સાથે જોડાયેલી છે. પ્રમાદ સ્પષ્ટ છે. અવિરતિ સ્પષ્ટ છે. તે એક આંતરિક આકાંક્ષા છે. ઉપર રાખનો ઢગલો છે અને અંદર આગ સળગી રહી છે. બહારની આગ જલદી બુઝાઈ જાય છે અને અંદરની આગ સળગતી રહે છે. ઘણા લોકો બહારથી ખૂબ શાંત હોય છે, બહારથી એ ખૂબ ભોળા લાગે છે, પરંતુ ક્યારેક ક્યારેક એવા લોકો વિસ્ફોટ કરી દે છે. એવા વખતે ચર્ચાનો એક સ્વર ગુંજે છે – આવા શાંત માણસે આવો વિસ્ફોટ કઈ રીતે કર્યો ! આપણે બાહ્યરૂપના આધારે નિર્ણય કરીએ છીએ તેથી આવો પ્રશ્ન ઉદ્ભવવો અસ્વાભાવિક નથી. હિંસાનાં બે રૂપ મહાવીરે વ્યક્તિત્વની ઓળખ માટે અંદરની અને બહારની બંને કસોટીઓને જોડી દીધી. કેટલાક લોક પ્રમાદને ઘટાડવાની વાત તો વિચારી લે છે પરંતુ અવિરતિને ઘટાડવા તરફ તેમનું ધ્યાન જતું નથી. સાચા અર્થમાં તેમને તેની ખબર પણ નથી હોતી. તે દરેક જ્વાળા નીચે છુપાયેલો એક તણખો છે. આ દર્શનના આધારે હિંસાનાં બે રૂપ બની જાય છે – ૧. હિંસાની અવિરતિ ૨. હિંસાની પ્રવૃત્તિ મહાવીરનું અહિંસા-દર્શન + 91 Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિત્વનું પરિવર્તન અવિરતિના કારણે આપણને હિંસાની પ્રવૃત્તિ બહુ મોટી સમસ્યા લાગે છે, પરંતુ હકીકતમાં તે મૂળ સમસ્યા નથી. એ તો માત્ર એક અભિવ્યક્તિ છે. મૂળ સમસ્યા છે – અવિરતિ. વ્યક્તિ અંત:કરણમાં હિંસાથી વિરત નથી હોતી તેથી ઉદીપનનો સંયોગ થતાં જ શાંત વ્યક્તિ પણ અશાંત બની જાય છે, અહિંસામાં વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ હિંસા ઉપર ઊતરી આવે છે. વ્યક્તિત્વનું આવું પરિવર્તન અવિરતિના કારણે થાય છે. આપણું ધ્યાન પ્રવૃત્તિ ઉપર વિશેષ કેન્દ્રિત હોય છે, અવિરતિ તરફ નહિ. મહાવીરની અહિંસા-વિકાસની પ્રક્રિયાનું પ્રથમ અંગ સમ્યક દર્શન છે અને બીજું અંગ વિરતિ છે. હિંસા પ્રત્યે મિથ્યાદૃષ્ટિકોણ બનેલો છે. તે હિંસાને ભડકાવી રહ્યો છે, ચિરંજીવ બનાવી રહ્યો છે. ઘણા લોકો એટલા માટે હિંસામાં રસ લઈ રહ્યા છે કે તેમનો અહિંસા પ્રત્યેનો દૃષ્ટિકોણ સાચો નથી. તેઓ અહિંસાને કાયરોનું હથિયાર સમજે છે અથવા તો અસફળતાનું કારણ માને છે. અહિંસા દ્વારા સમસ્યાઓ ઉકેલી શકાય એવું તેઓ માનતા જ નથી. હિંસા, ભય, દંડશક્તિ દ્વારા જે થઈ શકે છે તે અહિંસા દ્વારા ક્યારેય થઈ શકતું નથી એવા દષ્ટિકોણને આધારે તેઓ ચાલતા હોય છે. આ દૃષ્ટિકોણથી હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે. જરૂર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાની હિંસાનું બીજું સમર્થન તત્ત્વ અવિરતિ છે. તેને કારણે બીજાઓને પજવવામાં, તેમનું શોષણ કરવામાં રસ પડે છે. અવિરતિના સ્તરે પહોંચીને હિંસા ઘટાડવાની વાત વિચારવામાં આવે તો સાચા અર્થમાં સમસ્યાનું નિદાન થઈ શકે છે. આજે મનોવિજ્ઞાન ચેતનાના સૂક્ષ્મ સ્તરોની જાણકારી મેળવી રહ્યું છે. તેણે અવચેતન અને અચેતન મન સાથે જોડાયેલી વાસનાઓની માહિતી મેળવી લીધી છે. તેનાથી માનસિક ચિકિત્સામાં સફળતા મળી છે. અવિરતિનું જ્ઞાન થતાં હિંસાની ચિકિત્સામાં સફળતા મળી શકે છે. હિંસાની ઊણપ અને અહિંસાના વિકાસ માટે જરૂરી છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાની. મહાવીરનું અહિંસા-દર્શન 92 Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International अहिंसा जने शांति For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only. Page #96 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને શાંતિ ભગવાન મહાવીરે કહ્યું – સચ્ચે ભયનં – સત્ય જ ભગવાન છે. જ્યાં સત્ય છે ત્યાં અહિંસા છે. જ્યાં સત્ય છે ત્યાં શાંતિ છે. સત્ય, અહિંસા અને શાંતિ એ ત્રણેય પરસ્પર સાથે જોડાયેલાં છે અને તેમને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. પ્રશ્ન છે અહિંસાની પ્રતિષ્ઠાનો અહિંસાની વાત ત્યાં સુધી ફલિત નહિ થાય જ્યાં સુધી માણસના જીવનમાં સંયમને પ્રતિષ્ઠા નહિ મળે. મને આશ્ચર્ય એ વાતનું છે કે અહિંસાની વાતો કરનારા લોકો પણ ઇચ્છા સંયમ ઉપર ધ્યાન આપતા નથી. ઇચ્છાઓની વૃદ્ધિ દ્વારા હિંસાને પોષણ મળે છે. જ્યાં સુધી ઇચ્છાનો સંયમ નહિ થાય ત્યાં સુધી અહિંસાની વાતનું કોઈ સાર્થક પરિણામ નહિ મળે. આર્થિક વિષમતા આજની મુખ્ય સમસ્યા છે. વ્યક્તિગત સ્વામિત્વ અસીમ બની રહ્યું છે. વ્યક્તિગત સ્વામિત્વનું ન હોવું વ્યાવહારિક નથી, પરંતુ વ્યક્તિગત સ્વામિત્વનું અસીમ હોવું અન્યાય છે. અહિંસાની પ્રતિષ્ઠા માટે અહિંસા પૂર્વે પરિગ્રહના સીમાંકન ઉપર ધ્યાન આપવું આવશ્યક છે. મહાવીરનું અહિંસા-દર્શન : 95 Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની પ્રસ્થાપનામાં એક મહત્ત્વનું પાસું છે – સુવિધાવાદી દષ્ટિકોણ બદલવો તે. આપણે પ્રદૂષણથી ચિંતિત છીએ, ત્રસ્ત છીએ, પરંતુ સુવિધાવાદી દૃષ્ટિકોણ પ્રદૂષણ પેદા કરી રહ્યો છે એ તરફ આપણું ધ્યાન જ જતું નથી. હું જાણું છું કે સમાજસુવિધાને છોડી ન શકાય, પરંતુ તે અસીમ ન બને એટલો વિવેક તો આવશ્યક છે. જો સુવિધાઓનો વિસ્તાર સતત ચાલુ રહેશે તો અહિંસાનું સ્વમ યથાર્થમાં પરિણત નહિ થાય. હિંસાઃ કારણોની શોધ સૂર્યમાંથી અંધકાર વરસે એ ભારે અચરજની વાત છે. એથી પણ મોટા અચરજની વાત છે સામાજિક જીવનમાં હિંસાનો વિસ્તાર થવો. સામાજિક જીવનની આધારશિલા છે - પરસ્પરતાનું સમાધાન. એક વ્યક્તિ બીજી વ્યક્તિને સહ્યોગ આપે, કોઈ કોઈને અવરોધરૂપ ન બને. આચાર્ય ઉમાસ્વાતિએ દર્શનજગતને એક મહત્ત્વનું સૂત્ર આપ્યું. સમાજદર્શનના ક્ષેત્રમાં પણ તેનું ખૂબ મહત્વ છે. તેમનું સૂત્ર છે – “પરસ્પરોપગ્રહો જીવાનામ્ - પરસ્પર એકમેકને સહયોગ આપવો. જીવનું એ આચરણછે. સમાજ એટલે સંબંધોનું જીવન. શાંતિપૂર્ણ સંબંધોમાં સમાજ ફૂલેફાલે છે. તનાવપૂર્ણ સંબંધોમાં તે કરમાઈ જાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે તનાવ ન હોય એવી આપણી ભાવના છે. જો તનાવ હોય તો તેને કઈ રીતે દૂર કરી શકાય તેના ઉપાયો આપણે શોધવાના છે. હિંસાનાં કારણોને પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય: માનસિક તનાવ નિષેધાત્મક દૃષ્ટિકોણ માનસિક ચંચળતા નાડીતંત્રીય અસંતુલન જૈવ-રાસાયણિક અસંતુલન આ વિષયમાં અન્ય ખ્યાલો પણ મળે છે – હિંસાનું બીજ જીનમાં છે. હિંસાનું બીજ વાતાવરણમાં છે. હિંસાનું બીજ મૌલિક મનોવૃત્તિમાં છે. આ વૈજ્ઞાનિક ખ્યાલો સિવાય દાર્શનિક ખ્યાલ એવો છે કે હિંસાના બીજ મહાવીરનું અહિંસા-દર્શન • 96 Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ કર્મસંસ્કારોમાં છે. આ ખ્યાલોના વિસ્તારમાં આપણે નથી જવું. ઉક્ત વર્ગીકરણનાં પાંચ સૂત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું, હિંસામાં ઘટાડો કરી શકીશું અને અહિંસાનો વિસ્તાર કરી શકીશું. અહિંસક સંસ્થાઓનું પોતાનું પ્લેટફોર્મ હોવું જોઈએ શું આ કાર્ય અહિંસાના વિષયમાં પ્રયોગ અને પ્રશિક્ષણ વગર કરી શકાય ખરું? એક પ્રાચીન કલ્પનાછે અહિંસા એક જળાશયછે. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તેની સુરક્ષાના સેતુબંધ છે – “અહિંસા પયસ: પાલિભૂતાન્યજ્યવ્રતાનિયત. એક બીજી કલ્પના રજૂ કરવા ઇચ્છું છું. સમસ્યાનું મૂળ કારણ પરિગ્રહ છે. હિંસા તેનું પરિણામ છે. આર્થિક સમસ્યાએ હિંસાની સમસ્યાને જટિલ બનાવી દીધી છે. અસત્ય, ચોરી તેની પરિક્રમા કરી રહ્યાં છે. કલહ અને યુદ્ધ એ હિંસાનાં શિખરો છે. મહાવીરની આ વાણીમાં અનુભવનો સાક્ષાત્કાર થાય છે. આપણે ગણાધિપતિ તુલસીના સાંન્નિધ્યમાં એકઠા થયા છીએ. આ સમાગમ માત્ર વાતચીત પૂરતો સીમિત ન રહે, પરંતુ અહિંસાના એક મંચની આધારશિલા બની જવો જોઈએ. અહિંસાના ક્ષેત્રમાં કામ કરનાર સ્વયંસેવી સંસ્થાઓનો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક મંચ હોવો જોઈએ. હું એક બીજું સૂચન કરવા ઇચ્છું છું કે અહિંસાના ક્ષેત્રમાં કામ કરનાર સ્વયંસેવી સંસ્થાઓનો પોતાનો એક મંચ હોવો જોઈએ, સંયુક્ત રાષ્ટ્રસંઘ હોવો જોઈએ. તેનું પોતાનું અર્થશાસ્ત્ર હોવું જોઈએ, સમાજશાસ્ત્ર હોવું જોઈએ, આચારસંહિતા હોવી જોઈએ. જો આપણે આ વાત પ્રસ્તુત નહિ કરીએ તો અહિંસા વિશ્વમાનસમાં પોતાનું સ્થાન બનાવી નહિ શકે. અહિંસાની સફળતાનાં સૂત્રો એક તરફ અહિંસાની વાત ચાલી રહી છે અને બીજી તરફ શિક્ષણમાં અહિંસા માટે કોઈ સ્થાન નથી. વર્તમાન શિક્ષણ માત્ર બૌદ્ધિક વિકાસ સુધી જ સીમિત છે. જ્યાં સુધી આપણા શિક્ષણમાં બૌદ્ધિક વ્યક્તિત્વની સાથે ભાવનાત્મક વ્યક્તિત્વના વિકાસની વાત નહિ જોડાય, ત્યાં સુધી અહિંસાની વાત વ્યર્થ થઈ જશે. મહાવીરનું અહિંસા-દર્શન : 97 Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ગણાધિપતિ તુલસી અગ્રિમ વર્ષ (૧૯૮૯)ને યોગક્ષેમ વર્ષ રૂપે ઉજવી રહ્યા છે. એ વર્ષનો મુખ્ય ઉદેશ છે – આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિર્માણ. એવું વ્યક્તિત્વ જેમાં અધ્યાત્મ અને વિજ્ઞાન બંને સમાનપણે સમાયેલાં હોય. માત્ર અધ્યાત્મ જ ખૂબ ઉપયોગી હોતું નથી અને માત્ર વિજ્ઞાન ખૂબ ખતરનાક હોય છે. આ સંતુલન એક સમસ્યા છે, જેનું સમાધાન શોધાઈ રહ્યું છે યોગક્ષેમ વર્ષમાં. જો આ કોન્ફરન્સમાં ભાગ લેનારા યોગક્ષેમ વર્ષ ઉજવે તો અહિંસા સફળ થઈ જશે. આધ્યાત્મિક-વૈજ્ઞાનિક વ્યક્તિત્વના નિર્માણ માટે કેટલીક વાતો તરફ ધ્યાન દોરવું જરૂરી છે - - પ્રવૃત્તિ-નિવૃત્તિનું સંતુલન - અનુકંપી-પરાનુકંપી તંત્રનું સંતુલન - મસ્તિષ્કના જમણા અને ડાબા પડખાનું સંતુલન આ કોન્ફરન્સમાં ભાગ લેનારા આ સંતુલનને સાધી શકે તો અહિંસાનું એક રૂપ જગતની સામે પ્રસ્તુત થશે અને આ કોન્ફરન્સ આ સંતુલનના સૂત્રને લોકો સુધી પહોંચાડવામાં સફળ થઈ જશે. હું આશા રાખું છું કે – આ સંતુલનનું સૂત્ર આ કોન્ફરન્સના માધ્યમથી લોકો સુધી પહોંચશે અને અહિંસાને વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા મળશે. જો એવું થશે તો અહિંસા માટે આયોજિત આ કોન્ફરન્સ બપોરના સૂર્યની જેમ ચમકી ઊઠશે. અહિંસાનું શુભ અને તેજસ્વી રૂપ પ્રફુટિત થઈ શકશે. ન મહાવીરનું અહિંસા-દર્શન 98 E Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પિચ્યુટરી ગ્લેન્ડનું પરીક્ષણ થવું જોઈએ Jain Educationa International વર્તમાન સમાજ હિંસાથી દુ:ખી છે. એ માટે અહિંસાની માંગ વધી રહી છે. વિશ્વના ખોળામાં અહિંસાની ચર્ચા પ્રબળ થઈ છે, એનું મૂલ્ય વધ્યું છે. માત્ર અહિંસાની ચર્ચા-વિચારણાથી જ કોઈ સાર્થક પરિણામ આવી જશે એ આ શક્ય નથી લાગતું. શું અહિંસાને શક્તિશાળી બનાવવાનો કોઈ કાર્યક્રમ આપણી પાસે છે ? શું અહિંસાનું પ્રશિક્ષણ આપવાની કોઈ યોજના છે ? કરોડો-કરોડો સૈનિકોને યુદ્ધ અને અહિંસાનું પ્રશિક્ષણ મળેછે. શું અહિંસાના ક્ષેત્રમાં પણ આવાં પ્રશિક્ષણ ચાલી રહ્યાંછે? આ જ્વલંત પ્રશ્ન પ્રત્યેક અહિંસક વ્યક્તિ સમક્ષ છે. અહિંસક પ્રશિક્ષણના પ્રયોગ વિશ્વમાં બે શક્તિઓછે - બળ-પ્રયોગની શક્તિ અને હૃદય-પરિવર્તનની શક્તિ. બળ-પ્રયોગની શક્તિ બહુ વિકાસ પામી રહી છે અને હૃદયપરિવર્તનની શક્તિનો વિકાસ ઉપેક્ષિત છે. હૃદય-પરિવર્તન અહિંસાનો પ્રાણ છે. હૃદયનો મતલબ માત્ર પંપિંગ કરનારું હૃદય નથી. પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં જેને હૃદય કહેવાય છે, તે મસ્તિષ્કનો એક ભાગ હાઇપોથેલેમસ છે. આપણા મહાવીરનું અહિંસા-દર્શન 99 For Personal and Private Use Only. Page #101 -------------------------------------------------------------------------- ________________ જે ઈમોશન્સ છે, ભાવછે તેમનું ઉત્પત્તિ સ્થળ છે લિમ્બિક સિસ્ટમ અને તેનો એક ભાગ હાઇપોથેલેમસ. આપણે ચેતન સ્તર પર અહિંસાની વાત કરીશું તો લોકો તેને નહિ માને, આપણે આપણા ઉદેશમાં સફળ નહિ થઈએ. અહિંસાના પ્રશિક્ષણ માટે ચેતનાના સૂક્ષ્મ સ્તરો સુધી જવું અપેક્ષિત છે. આપણા શરીરની અંદર બે સૂક્ષ્મ શરીર છે – શટલ બોડી (તેજસ શરીર) અને શટલેટ બોડી (કાર્પણ શરીર). અહિંસાના પ્રશિક્ષણ માટે આ શરીરો સુધી પહોંચવું જરૂરી છે. એક પુસ્તક છે – પ્રેક્ષાધ્યાન અનુપ્રેક્ષા. તેમાં હૃદય-પરિવર્તનના ત્રેવીસ પ્રયોગ સમાવિષ્ટ છે. તે બધા અહિંસાના પ્રશિક્ષણના પ્રયોગ છે. માત્ર સિદ્ધાંતમાં આપણને વિશ્વાસ નથી. સિદ્ધાંત અને પ્રયોગ - બંનેનો યોગ મળે તો પરિવર્તનની શક્યતા થઈ શકે છે. અહિંસાની પ્રતિષ્ઠા માટે પ્રયત્નશીલ વ્યક્તિ અહિંસાની માત્ર ચર્ચા જ ન કરે, એના પ્રશિક્ષણની પ્રાયોગિક પદ્ધતિ પણ શીખે, જરૂરી છે. કરોડો સૈનિકોને યુદ્ધનું પ્રશિક્ષણ અપાય છે. શું હજારો લોકોને અહિંસાનું પ્રશિક્ષણ ન આપી શકાય? માત્ર સિદ્ધાંતનું શું પરિણામ હોય છે, આ સંદર્ભમાં આ કથા અપ્રાસંગિક નહિ ગણાય. એક કવિ મહાશય એક શેઠ પાસે ગયા. શેઠને પોતાની પસંદગીની સારી કવિતાઓ સંભળાવી. શેઠ કવિતાઓને સાંભળીને ખુશ થઈ ગયા. તેમણે કવિને ધન્યવાદ આપતા કહ્યું – તમે કાલે આવજો. હું તમને એક મણ અનાજ આપીશ. કવિ ખુશ થઈને જતો રહ્યો. બીજા દિવસે સવારે તે શેઠના ઘેર પહોંચ્યો. શેઠે પૂછ્યું - કવિ મહાશય! કેમ આવ્યા છો? કવિ બોલ્યો – શેઠજી ! કાલે તમે જ કહ્યું હતું એક મણ અનાજ આપવાનું. શેઠે હસતાં-હસતાં કહ્યું – ખરા કવિ થયા છો ! કોને અનાજ આપવાનું છે? તમે મને બોલીને ખુશ કર્યો અને મેં તમને બોલીને ખુશ કર્યા. હવે કોઈ લેવડ-દેવડ બાકી નથી. પ્રાયોગિક ઉપક્રમ જ કારગર આજે કંઈક આવું જ ચાલી રહ્યું છે. વક્તા બોલીને શ્રોતાને રાજી કરી દે છે અને શ્રોતા ધન્યવાદ આપીને વક્તાને ખુશ કરી દે છે. પરંતુ તેનું કોઈ સ્થાયી પરિણામ નથી હોતું. જ્યાં સુધી આપણી પાસે કોઈ પ્રશિક્ષણાત્મક કાર્યક્રમ નહિ હોય, ત્યાં સુધી અહિંસાની વાત સફળ નહિ થાય. જો આ વિચારધારાને વ્યાપક બનાવી શકાય તો પ્રશિક્ષણનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે. | મહાવીરનું અહિંસા-દર્શન • 100. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી તુલસીએ ઘણી વખત કહ્યું છે - હું વાચિક ધર્મમાં વિશ્વાસ નથી રાખતો. તેની સાથે કોઈ એવો પ્રયોગાત્મક કાર્યક્રમ હોવો જોઈએ, જેના થકી વ્યક્તિનું હૃદય બદલાઈ જાય. અનેક વ્યક્તિ ક્રોધથી દુઃખી છે. ક્રોધ સિદ્ધાંતથી કે કોઈ ધર્મના ઉપદેશ માત્રથી છૂટી જાય, તે શક્ય નથી લાગતું, પરંતુ પ્રયોગથી તેનું છૂટવું શક્ય છે. એક વ્યક્તિ નશાની આદતથી પીડિત છે, તે ડ્રગ લે છે. તેને એક એવા વિશિષ્ટ ચૈતન્ય-કેન્દ્ર પર ધ્યાન કરાવવાથી નશાની આદત સમાપ્ત થઈ શકે છે. એ પ્રયોગથી વ્યક્તિની અંદર એક રાસાયણિક પરિવર્તન ઘટિત થાય છે અને નશાની આદતથી મુક્તિ મળે છે. ખેદનો વિષય આપણા શરીરની અંદર અહિંસાની સ્વિચ પણ વિદ્યમાન છે અને હિંસાની સ્વિચ પણ વિદ્યમાન છે. એ આપણા પર નિર્ભર છે કે આપણે કઈ સ્વિચ ઓન કરવી અને કઈ સ્વિચ ઓફ કરવી. જો અહિંસાના પ્રશિક્ષણની ત્રિવર્ષીય કે પંચવર્ષીય યોજના રજૂ કરવામાં આવે, અને આ અહિંસા અને વિશ્વશાંતિ સંમેલનમાં ભાગ લેનારા પ્રતિનિધિઓ તે યોજનાની ક્રિયાન્વિતીની જવાબદારી ઊઠાવે તો હિંસાની સામે એક સશક્ત અહિંસાત્મક શક્તિ પેદા થઈ જાય. એ અત્યંત ખેદની વાત છે કે આજે શિક્ષણનું તંત્ર સરકારના હાથમાં છે. જો તે પ્રજાના હાથમાં હોય અને તેમાં અહિંસાના શિક્ષણનો ઉપક્રમ જોડી દેવામાં આવે તો અહિંસાની એક શક્તિશાળી પેઢી તૈયાર થઈ જાય. જીવન જીવનવિજ્ઞાનના પ્રશિક્ષણનો પાઠ્યક્રમ છે. જો તેને શિક્ષણના ક્ષેત્રમાં લાગુ કરવામાં તો તેનાં આશ્ચર્યજનક પરિણામો પ્રાપ્ત થઈ શકે. પ્રસ્થાનનું આરંભબિંદુ હિંસા એક પરિણામ છે, પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિની સમાપ્તિ વગર પરિણામને ટાળી શકાતું નથી. વૃક્ષ લહેરાઈ રહ્યું હોય અને આપણે ફળને મિટાવવા ઇચ્છીએ તો તે શક્ય નથી. આપણે અહિંસાના મૂળ સુધી પહોંચીયે, તેના ઉપર પ્રહાર કરીએ તો આપણને તેનાં નિશ્ચિત પરિણામો પ્રાપ્ત થશે. આજે શાંતિની વાત કરનારા લોકોનું ધ્યાન યુદ્ધ-વર્જન, નિઃશસ્ત્રીકરણ વગેરે ઉપર અટકી ગયું છે. એ બધા ઉપર ધ્યાન કેન્દ્રિત થવું અનાવશ્યક નથી. પરંતુ આપણું ધ્યાન એક વખત એ દિશામાંથી ખસવું જોઈએ. એક સ્વસ્થ સમાજમાં દરરોજ મહાવીરનું અહિંસા-દર્શન - 101. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ હત્યાઓ થઈ રહી છે, આત્મહત્યાઓ વધતી જાય છે, અપરાધની જાણે કે પરંપરા ચાલી રહી છે. જો આ બધી બાબતો તરફ ધ્યાન આપવામાં નહિ આવે તો આપણે ભટકી જઈશું. અહિંસાની દિશામાં પ્રસ્થાનનું આ જ આરંભબિંદુ હોવું જોઈએ. પ્રેક્ષાધ્યાનનો સ્પષ્ટ ખ્યાલ છે કે શરીર, મન અને ભાવ સ્વસ્થ બને ત્યારે જ સમાજ સ્વસ્થ બની શકે છે. જો શરીર, મન અને ભાવ સ્વસ્થ ન હોય તો સામાજિક સ્વાથ્યની કલ્પના પણ કરી શકાય નહિ. સામાજિક સ્વાથ્ય એક પરિણામ છે, પ્રવૃત્તિ નથી. સ્વસ્થ સમાજની સંરચના આપણો પ્રથમ ઉદેશ હોવો જોઈએ. જો સ્વસ્થ સમાજની સંરચના શક્ય બને તો યુદ્ધ અને શસ્ત્રીકરણનો સ્વર પણ પ્રગટ નહિ થાય. યુદ્ધ અને શસ્ત્રીકરણ રોગી મસ્તિષ્કની નિપજ છે. એક વખત મેં કહ્યું હતું કે જે લોકો સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠા છે, જેમના હાથમાં દેશનું ભાગ્ય છે, તે વ્યક્તિઓની પિટ્યુટરી ગ્લેન્ડનું દર ત્રણ મહિને પરીક્ષણ થવું જોઈએ. તેમની પિટ્યુટરી ગ્લેન્ડ સ્વસ્થ અને સક્રિય છે કે નહિ એ વાત પ્રમાણિત કરતા રહેવું જોઈએ. જ્યારે વ્યક્તિની પિટ્યુટરી ગ્લેન્ડ નિષ્ક્રિય બને છે અથવા તો રોગી બને છે ત્યારે યુદ્ધ અને શસ્ત્રીકરણની વાત ઊભી થાય છે. પિટ્યુટરી ગ્લેન્ડ, જેને પ્રેક્ષાધ્યાનની ભાષામાં દર્શનકેન્દ્ર કહેવામાં આવે છે, તે અંતર્દષ્ટિનું મહત્ત્વનું કેન્દ્ર છે. જો સત્તા ઉપર બેઠેલા રાજનીતિજ્ઞો, રક્ષણમંત્રી, રક્ષણસચિવ અને સૈનિક અધિકારીઓનું દર્શનકેન્દ્ર (પિટ્યુટરી ગ્લેન્ડ) જાગૃત થઈ જાય તો યુદ્ધ અને શસ્ત્રીકરણ માત્ર કલ્પનાલોકની વાત બની રહે. દર્શનકેન્દ્ર આપણું ત્રીજું નેત્ર છે, આપણી પ્રજ્ઞાનું ક્ષેત્ર છે. આપણને બે આંખો છે. એક આંખ પ્રિયતાનું સંવેદન કરે છે, બીજી આંખ અપ્રિયતાનું સંવેદન કરે છે. દર્શનકેન્દ્ર ત્રીજી આંખ છે. તે ન તો પ્રિયતાનું ક્ષેત્ર છે કે ન તો અપ્રિયતાનું ક્ષેત્ર છે, પરંતુ એ સમતાનું ક્ષેત્ર છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે – સમવં યોગ ઉચ્યતે - સમતા એ જ યોગ છે. ભગવાન મહાવીરે કહ્યું – સમયા ધમ્મ મુદાહરે મુણી - સમતા એ જ ધર્મ છે. સમતા એ જ અહિંસા છે. અપેક્ષા એ છે કે આપણું સૌનું ત્રીજું નેત્ર જાગે, સમતાની ચેતના જાગે, તો અહિંસાની ચેતના આપોઆપ પ્રતિષ્ઠિત થઈ જશે. મહાવીરનું અહિંસા-દર્શન 102, Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત રાષ્ટ્ર જેવો એક મંચ બને - માણસ સામ્રાજ્યવાદી મનોવૃત્તિથી ગ્રસ્ત હોય છે. ક્ષેત્ર બદલાય તો પણ તેની એ મનોવૃત્તિ નથી બદલાતી. સત્તાના આધારે સામ્રાજ્યનો વિસ્તાર થતો રહ્યો છે, વૈચારિક અને ધાર્મિક સામ્રાજ્યવાદ પણ છેર પામતા રહ્યા છે. વૈચારિક અને ધાર્મિક સામ્રાજ્યવાદી મનોવૃત્તિએ માનવજાતને જોખમમાં મૂકી દીધી છે અને આજે પણ તે ખતરનાક છે. હિંસાનું કારણઃ એકાધિકારવાદી મનોવૃત્તિ વિચાર અને સંપ્રદાય એ અવાંછનીય જ છે નથી. અવાંછનીય છે. એકાધિકારની મનોવૃત્તિ. એક સંપ્રદાયના અનુયાયીઓ એમ ઇચ્છે છે કે સમગ્ર જગતમાં અમારો સંપ્રદાય ફેલાય અને સૌ કોઈ અમારા સંપ્રદાયને જ અનુસરે. આવી એકાધિકારવાદી મનોવૃત્તિએ હિંસા અને યુદ્ધને જન્મ આપ્યો છે. પોતાના સંપ્રદાયને વિસ્તારવાની એક પદ્ધતિ છે પ્રચાર, જો પ્રચાર દ્વારા તેનો લાવો ન થાય તો બીજી પદ્ધતિ અપનાવવામાં આવે છે અને તે છે બળપ્રયોગ. ઈતિહાસ સાક્ષી છે કે સંપ્રદાયના વિસ્તાર માટે બળ-પ્રયોગનો સહારો ઘણી વખત લેવામાં આવ્યો છે. બળાત્કારપૂર્વક મત પરિવર્તન કરાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સંપ્રદાયને 4 મહાવીરનું અહિંસા-દર્શન - 103 - Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ માત્ર વૈચારિક્તા અને ધાર્મિકતા સાથે જોડી શકાય નહિ. તે જોડાઈ જાય છે એક જાતિ અને એકાધિકારની પ્રવૃત્તિ સાથે. વ્યક્ત સ્વરૂપે આપણને દેખાય છે સાંપ્રદાયિક આગ્રહ અને સાંપ્રદાયિક કટ્ટરતા, પરંતુ તેની પશ્ચાદ્ભૂમાં છુપાયેલી હોય છે એકાધિકાર અને પ્રભુત્વ-વિસ્તારની મનોવૃત્તિ. સંપ્રદાયનું હોવું અનિવાર્ય પ્રક્રિયા છે સંપ્રદાયો હતા છે અને રહેશે. જો આપણે એવી કલ્પના કરીએ કે સંપ્રદાયો હોય જ નહિ તો તે અશક્ય બાબત છે. અશક્ય એટલા માટે કે જ્યારે વિચારની સ્વતંત્રતા હોય ત્યારે સંપ્રદાયનું હોવું સ્વીકૃત બની રહે છે. જો આપણે કલ્પના કરીએ કે એક સંપ્રદાય, એક વિચાર અને એક જ દૃષ્ટિકોણ બની જાય તો તે અતિકલ્પના ગણાશે. માનવજાતિના વિકાસમાં તે બાધક બનશે. એનાથી વિકાસ કુંઠિત થશે. જો તમામ લોકો એક જ દૃષ્ટિએ વિચારવા લાગી જાય તો તે માનવસમાજનું સૌથી મોટું દુર્ભાગ્ય હશે. પાંચેય આંગળીઓને જે દિવસે એક જ કરી દેવામાં આવશે, તે દિવસે આપણી સઘળી કાર્યક્ષમતા સમાપ્ત થઈ જશે. સંપ્રદાયનું હોવું એ અનિવાર્ય પ્રક્રિયા છે. આપણે એકાધિકારવાદી મનોવૃત્તિ અંગે વિચાર કરવો જોઈએ. સંપ્રદાયની સાથે બળ-પ્રયોગની શક્તિ ન જોડાય તો સમસ્યાના સમાધાનમાં એક ડગલું આગળ વધી જવાય. ભારતીય ચિંતનમાં વૈચારિક સ્વતંત્રતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ જગતમાં કેટલાક સંપ્રદાયો એવા પણ છે કે જેઓ વૈચારિક સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવતા નથી. તેઓ બંદૂકની અણીએ પોતાની વાત મનાવવામાં વિશ્વાસ ધરાવે છે. આવી સ્થિતિમાં મતાંધતાનું માથુ ઊંચકાય તે અસ્વાભાવિક નથી. સમસ્યા છે ધર્મમિશ્રિત જાતિ અને જાતિમિશ્રિત ધર્મ આજે સાંપ્રદાયિકતાની સમસ્યાથી અનેક લોકો પીડિત છે. તેઓ ઇચ્છે છે કે તેમની સમસ્યાનું કોઈ સમાધાન મળે. સમાધાન માટે બે વર્ગના લોકો જવાબદાર છે. પ્રથમ નંબરે રાજનીતિના લોકો અને બીજા નંબરે ધર્મક્ષેત્રના લોકો. આજની સ્થિતિ એવી છે કે પક્ષીય શાસન અને એકાધિકાર માટે રાજનૈતિક પક્ષો સાંપ્રદાયિકતાને ઉત્તેજના આપી રહ્યા છે. આજની જાતીય સમસ્યા પણ સાંપ્રદાયિકતા સાથે જોડાયેલી છે. તેને સર્વથા અલગ કરી શકાય તેમ નથી ચૂંટણી આ દિશામાં ખૂબ જવાબદાર મહાવીરનું અહિંસા-દર્શન - 104 Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ છે. પોતાના પક્ષના વિજય માટે સાંપ્રદાયિક કટ્ટરતાનો પ્રશ્ન તદન ગૌણ કરી દેવામાં આવે છે. બીજા જવાબદાર છે ધાર્મિક લોકો. તેઓ પોતાના પ્રભુત્વના વિસ્તાર માટે પ્રલોભન અને બળ-પ્રયોગનો આશરો લે છે. તેના દ્વારા ધર્માતરણનો કાર્યક્રમ ચલાવે છે. હું માનું છું કે ધર્માતરણની સ્વતંત્રતાને રોકી શકાય નહિ અને રોકવી પણ ન જોઈએ, પરંતુ જે ધર્માતરણ સાથે પ્રલોભન અને બળ-પ્રયોગ જોડાયેલાં હોય, તે ધર્માતરણ નથી. ખરેખર તો તે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિનું જ એક અંગ છે. જે ધર્મોમાં ધર્મ અને જાતિનું એકીકરણ માન્ય છે ત્યાં આ સમસ્યા ખૂબ જટિલ બની ગઈ છે. કોઈ જૈન વૈષ્ણવ બની જાય અને કોઈ વૈષ્ણવ જૈન બની જાય તો એમાં ધર્મ-પરિવર્તન તો છે, પરંતુ એ કોઈ સમસ્યા નથી. જૈન અને વૈષ્ણવ કોઈ જાતિ નથી. બંને એક જ જાતિના લોકો છે. આ માત્ર વૈચારિક પરિવર્તન છે. પરંતુ કોઈ હિંદુ મુસલમાન કે ઈસાઈ બને અથવા તો કોઈ મુસલમાન ઈસાઈ કે હિંદુ બને તો તે પરિવર્તન સમસ્યા બંની જાય છે અને એવા પરિવર્તને જ સાંપ્રદાયિક કટ્ટરતાને સુદઢ બનાવી છે. આજે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો નાની નાની ઘટનાઓમાં સામસામે આવી જાય છે. માત્ર ધર્મ અને સંપ્રદાયનો પ્રશ્ન હોત તો આવું ક્યારેય ન થાત. આ સમસ્યા છે. ધર્મમિશ્રિત જાતિની અને જાતિમિશ્રિત ધર્મની. મૂળભૂત સમસ્યાઓ બે છે માનવસમાજ જાતિ, રાજનીતિ અને ધર્મ એ ત્રણેયની મિશ્રિત વ્યવસ્થાનો શિકાર બની રહેશે ત્યાં સુધી સાંપ્રદાયિક કટ્ટરતા અને મતાંધતાનો ઉપાય સરળ નહિ બને. આપણી સમક્ષ સાંપ્રદાયિક સમસ્યા સાથે સંકળાયેલી મૂળભૂત બે સમસ્યાઓ છે – પ્રથમ સામ્રાજ્યવાદી કે એકાધિકારવાદી મનોવૃત્તિ, બીજી ધર્મ, રાજનીતિ અને જાતિનું એકીકરણ. આ બંને સમસ્યાઓને ઉકેલ્યા વગર સાંપ્રદાયિક કટ્ટરતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે? આ વાત અત્યંત વિમર્શનીય છે. સાંપ્રદાયિકતા મૂળ સમસ્યા નથી સાંપ્રદાયિક કટ્ટરતાનું મૂળ બીજ ધૃણા છે. તેનો અંકુર છે – “ધર્મ જોખમમાં છે એવો નારો. ચિંતનના ઊંડાણમાં જવાથી એવો અનુભવ થાય છે કે સાંપ્રદાયિકતા કોઈ મૂળ સમસ્યા નથી. આપણે મૂળ સમસ્યાને જોઈ રહ્યા નથી. સમસ્યા દ્વારા ઊપજેલી સમસ્યા જ આપણી નજર સામે તરી રહી છે. એક માણસ એવો પાગલ ન મહાવીરનું અહિંસા-દર્શન - 105 Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ હતો કે જેની પીઠ ઉપર કોઈ મુક્કો મારે તો તે પાછળ જોતો નહોતો. પરંતુ તે તેની આગળ ચાલનારા માણસને મુક્કો મારી દેતો હતો. શું એવું જ જોવા નથી મળતું? જો સાંપ્રદાયિકતા સમસ્યા હોત તો તેને વૈચારિક સ્તરે ઉકેલી શકાઈ હોત. પરંતુ જ્યારે વૈચારિક ભિન્નતા માથાનો દુઃખાવો હોય જ નહિ તો વિચારના સ્તરે તેની પીડાને શી રીતે સમાપ્ત કરી શકાય? સાંપ્રદાયિક એ લોકો છે કે જેઓ બીજાઓને તોડવાની નીતિ ઉપર ચાલે છે. બીજાઓને તોડવાની નીતિ એટલે જ સાંપ્રદાયિકતા. તેનું સમાધાન આપણે શોધવા ઇચ્છીએ તો જાતિ-પરિવર્તનવાળી વાત અંગે ગંભીર ચિંતન થવું આવશ્યક છે. આવશ્યક તો એ પણ છે કે ધર્મ, રાજનીતિ અને જાતિનું એકીકરણ ન થાય પરંતુ તે વૈચારિક સ્વતંત્રતાનો પ્રશ્ન છે તેથી એમ કહેવું મારા માટે મુશ્કેલ છે કે એવું કોઈન માને. આવું માની લેવા છતાં જો આપણે પ્રલોભન અને બળ-પ્રયોગના પાયાને નબળો પાડવામાં સફળ થઈએ તો આપણી સમસ્યાનો એક થાંભલો તો ચોક્કસ ડગમગી જશે. સમાધાન-સૂત્ર અવાર-નવાર જાતીય અને સાંપ્રદાયિક તોફાનો થતાં રહે છે અને કેટલાક કટ્ટરપંથી લોકો એવાં તોફાનોને ઉશ્કેરતા રહે છે. એ વાત આજના શિષ્ટસમાજ માટે ખરેખર શરમની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સર્વથા વિરોધી હિતાવાળાં રાષ્ટ્રોનું એક મંચ પર આવવું અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વિશે વિચારવું, તેનું સમાધાન શોધવું - જો શક્ય બન્યું હોય તો શું તે શક્ય ન બની શકે કે સાંપ્રદાયિક સમસ્યાઓના સમાધાન માટે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવો કોઈ શક્તિશાળી મંચ બને અને ત્યાં સમગ્ર વિશ્વના લોકો એકસાથે બેસીને સાંપ્રદાયિકતાને કારણે પેદા થનારી સમસ્યાઓ અંગે વિચાર કરે અને તેમનાં સમાધાન શોધે? ગણાધિપતિ શ્રી તુલસીએ આ પ્રકારના મંચની વાત ધર્મસંપ્રદાયો સમક્ષ પ્રસ્તુત કરી હતી. જો એવું બની શકે તો શતાબ્દીઓથી વવાયેલાં ધૃણાનાં બીજ, વિષમૂલક ભાવનાઓ વગેરેને સમાપ્ત કરીને માનવસમાજને વૈચારિક સ્તરે સ્વતંત્ર તેમજ ભિન્ન માનવા છતાં ભાવનાના સ્તરે તેની એકાત્મકતાને જોઈ શકાય. તે મહાવીરનું અહિંસા-દર્શન - 106 Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય એકતાતા | સંદર્ભમાં ધર્મ એકતાનો સ્વર ખૂબ સારો છે, પરંતુ એકતા ક્યારેય સ્વમના સહારે શક્ય બનતી નથી. એકતા માટે નક્કર ભૂમિકા હોવી જોઈએ, મજબૂત આધારશિલા હોવી જોઈએ, ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ. ક્યારેય કાચા પાયા ઉપર પાંચ માળનું મકાન ઊભું કરી શકાય નહિ. જ્યાં સુધી જીવનમાં તપસ્યાન આવે, ત્યાગ ન આવે ત્યાં સુધી એકતાને વિખંડિત કરનારાં તત્ત્વો યથાવત રહેશે. ત્યાગ દ્વારા અને પરમાર્થ દ્વારા જ એકતાની વાત શક્ય બની શકે છે. આપણે એકતાની વાત ખૂબ વિચારીએ છીએ, પરંતુ તપસ્યાની વાત બહુ ઓછી વિચારીએ છીએ. સુવિધા અને સ્વાર્થની વાત આપણે ખૂબ વિચારીએ છીએ, પરંતુ પરમાર્થની વાત બહુ ઓછી વિચારીએ છીએ. અસંતુલનનું મુખ્ય કારણ આજે સમગ્ર વાતાવરણ જ અલગ પ્રકારનું થઈ રહ્યું છે. આપણો દષ્ટિકોણ નિતાંત પદાર્થવાદી અને સુવિધાવાદી બની રહ્યો છે. સમાજમાં જીવનારાં સામાજિક પ્રાણીઓ પદાર્થોથી અલગ થઈને જીવી શકશે, પરંતુ સુવિધાઓનો ભોગ નહિ કરે એવી કલ્પના જ કરી શકાતી નથી. પણ જ્યાં જીવન એકાંગી Rs - @ " મહાવીરનું અહિંસા-દર્શન 107 Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ હોય છે ત્યાં સંતુલન ડહોળાઈ જાય છે. આજની સૌથી મોટી સમસ્યા અસંતુલનની છે. આપણા મસ્તિષ્કમાં બે પટલ છે – જમણું પટલ અને ડાબુ પટલ. જે ડાબુ પટલ છે તે ભાષા, ગણિત, તર્ક વગેરે માટે જવાબદાર છે. જે જમણું પટલ છે તે અનુશાસન, ચરિત્ર, અધ્યાત્મ, અંતર્દૃષ્ટિ વગેરે માટે જવાબદાર છે. આજે એમ લાગે છે કે શિક્ષણસંસ્થાઓ માત્ર ડાબા પટલને જ જાગૃત કરવામાં સક્રિય છે. જમણું પટલ સૂતેલું ને સૂતેલું રહે છે. આવા સંજોગોમાં વિખંડન અને વિઘટનની વાત ન આવે તો બીજું શું આવે? આપણે જેવું બીજ વાવીએ તેનાથી ભિન્ન ફળની કલ્પના જ શી રીતે કરી શકીએ? વર્તમાન શિક્ષણ સંસ્થાઓ વ્યક્તિને માત્ર બૌદ્ધિક બનાવી રહી છે. અધ્યાત્મ, ચરિત્ર અને અનુશાસનના વિકાસનો વર્તમાન શિક્ષણમાં કોઈ ઉપક્રમ નથી. અસંતુલનનું આ એક મુખ્ય કારણ છે. ધર્મ: વર્તમાન સ્થિતિ જીવનનું એક તત્ત્વો ધર્મ - જેમાં આપણે જીવી રહ્યા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, એ પણ આજે સંદિગ્ધ બની ગયું છે. તેને ધર્મને બદલે સંપ્રદાય કહેવાનું વધુ પસંદ કરવામાં આવે છે. ધર્મની વાત કહેવાનું જટિલ બની ગયું છે. આજે સંપ્રદાયની વાત વધુ ચાલે છે અને તેથી એકતાની આશા રાખવી નિરર્થક છે. જ્યાં સુધી જાતિવાદ અને સંપ્રદાયવાદનો ઉન્માદ માણસના મગજ ઉપર સવાર રહેશે ત્યાં સુધી આપણે એકતાની વાત વિચારી પણ નહિ શકીએ. વર્તમાન ધર્મે જાતિવાદ અને સંપ્રદાયવાદને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. સંપ્રદાયવાદનું કામ તોડવાનું છે. જાતિવાદનું કામ તોડવાનું છે, વિઘટન કરવાનું છે. આવા સંજોગોમાં રાષ્ટ્રીય એકતાની વાત એક સમસ્યા જ બની રહે છે. ધર્મનાં ત્રણ તત્ત્વો છે – અધ્યાત્મ, નૈતિકતા અને ઉપાસના. જો રૂપકની ભાષામાં કહેવું હોય તો ધર્મનું પક્ષી આજે તરફડી રહ્યું છે. તેની બંને પાંખો કાપી નાખવામાં આવી છે. અધ્યાત્મની પાંખ પણ કાપી નાખવામાં આવી છે અને ? નૈતિકતાની પાંખ પણ કાપી નાખવામાં આવી છે. બચી છે માત્ર ઉપાસના. ઉપાસનાની પાંખે ધર્મ પણ તડપતો હોય તેમ દેખાય છે. દરેક જગાએ કર્મકાંડ અને ઉપાસના ચાલી રહ્યાં છે. નૈતિકતા આજે વિચિત્ર સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતને અધ્યાત્મપ્રધાન અને ધાર્મિક દેશ કહેવામાં આવે છે, પરંતુ નૈતિકતાની જે મહાવીરનું અહિંસા-દર્શન - 108 Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ આજે ભારતમાં છે તેને માટે આપણે ગૌરવપૂર્વક કોઈ વાત કરી શકીએ તેમ નથી. અધ્યાત્મ અંગે પણ આપણા દેશની સ્થિતિ કાંઈ બહુ સારી નથી. ભારતના લોકો અધ્યાત્મના નામે ભારતની બહાર જઈ રહ્યા છે, પરંતુ બહાર જઈને તેઓ અધ્યાત્મની વાત ઓછી કરે છે અને પૈસા વધુ ભેગા કરે છે. ત્યાગ, તપસ્યા, પરમાર્થ અને બલિદાનની વાતો જાણે કે કલ્પનાલોકની વાતો બની ગઈ છે ! અણુવતઃ માનવીય આચારસંહિતા ગણાધિપતિ તુલસીએ ધર્મને આવી સ્થિતિમાંથી ઉગારવા માટે અણુવ્રત આંદોલનનું પ્રવર્તન કર્યું. અણુવ્રત આંદોલન એક માનવીય આચારસંહિતા છે. વર્તમાનયુગમાં રાષ્ટ્રીય હિત માટે જેટલું સહાયક અણુવ્રત આંદોલન થઈ શકે તેમ છે એટલું કદાચ બીજું આપણે શોધવું પડશે. અણુવ્રતનો નિયમ છે કે, “હું જાતિના આધારે કોઈને પણ ઊંચા કે નીચ નહિ માનું, સંપ્રદાયના આધારે હું કોઈની ધૃણા નહિ કરું, કોઈને નીચો દેખાડવાનો પ્રયત્ન નહિ કરું, કોઈની ટીકા નહિ કરું.” જ્યાં સુધી આપણા જીવનમાં આ મૂળભૂત વાતો ન આવે ત્યાં સુધી આપણે એકતાની વાત વિચારી ન શકીએ. એક શબ્દમાં કહેવું હોય તો વિખંડિત વ્યક્તિત્વ દ્વારા એકતાની વાત વિચારી જ ન શકાય. આપણું વ્યક્તિત્વ ખંડિત વ્યક્તિત્વ છે. અખંડ વ્યક્તિત્વ દ્વારા જ એકતા અને અખંડતતાનો સ્વર સાર્થક બની શકે. આજની મુખ્ય અપેક્ષા એ છે કે અખંડ વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં આવે. શિક્ષણ સંસ્થાઓ અને ધર્મશક્તિ એ બંને ઉપર અખંડ વ્યક્તિત્વના નિર્માણની, સમગ્ર વ્યક્તિત્વના નિર્માણની જવાબદારી છે. વ્યાપક દૃષ્ટિકોણ, ઉદાર ચિંતન, ચરિત્રનો વિકાસ, તપસ્યા અને સહિષ્ણુતાની શક્તિ. આ તમામ બાબતો એ વ્યક્તિત્વમાં સમાવિષ્ટ છે. જવલંત પ્રશ્ના આજની સ્થિતિ અત્યંત વિચિત્ર બની ગઈ છે. ધર્મના ક્ષેત્રમાં પણ કોઈ વ્યક્તિના જીવનને બદલવાની વાત કહેવામાં આવતી નથી. ધર્મ એ જ વાત શીખવાડી રહ્યો છે કે નામ જપો, ભક્તિ કરો. આ ભક્તિવાદના એકાંગી ખ્યાલ ધર્મને દૂષિત બનાવી મૂક્યો છે. વ્યક્તિત્વના રૂપાંતરણની વાત સમાપ્ત થઈ ગઈ. ભગવાનનું નામ જપો, માળા ફેરવો, સવાર-સાંજ સાધુઓનાં દર્શન કરવા જાવ, મંદિરમાં માથું ટેકવો અને પોતાના અવગુણોની માફી માગતાં કહો કે - મહાવીરનું અહિંસા-દર્શન • 109 Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ, મરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હું નામ તિહારો, ચાહો તો પાર કરો.” આજનું બધું ય પાપ સાફ-માફ. પછીના દિવસે પૂરી તૈયારી સાથે પાપકર્મમાં જોડાઈ જાવ. વર્તમાનમાં ધર્મની સ્થિતિ આવી જ બની ગઈ છે. હું ઘણી વખત એક પ્રશ્ન પૂછું છું કે ભારતની વસ્તી કેટલી છે? જવાબ મળે છે એક અબજ. મારો બીજો પ્રશ્ન હોય છે કે એમાં ધર્મની ભાવનાવાળા લોકોની સંખ્યા કેટલી? ઉત્તર મળે છે - પંચ્યાશી કરોડ. પંદર કરોડ લોકો નાસ્તિક હોઈ શકે. કેટલાક જૂના નાસ્તિક અને કેટલાક નવા નાસ્તિક. મારો ત્રીજો પ્રશ્ન હોય છે - પંચ્યાશી કરોડમાંથી સંપૂર્ણ નૈતિકતા અને ઈમાનદારીપૂર્વક જીવન જીવનારા - લોકો કેટલા? મારો આ પ્રશ્ન સાંભળીને તેઓ કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે. કોઈ સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી. આખરે તેમણે એ વાત સ્વીકારવી પડે છે કે પંચ્યાશી કરોડમાંથી ભાગ્યે જ એકાદ કરોડ લોકો ઈમાનદાર હશે. શક્ય છે કે એટલા પણ ન હોય! એનો અર્થ એ થયો કે ભારતમાં એકાદ કરોડ ઈમાનદાર ધાર્મિક લોકો છે અને ચોર્યાશી કરડો લોકો ધાર્મિક છે પરંતુ નૈતિક નથી, ઇમાનદાર નથી. આવી ધાર્મિક વ્યક્તિઓ માટે કટુ છતાં યથાર્થ વિશેષણ હોય છે – બેઈમાન ધાર્મિક. આજે બેઈમાન ધાર્મિક લોકો વધુ છે, ઇમાનદાર ધાર્મિક લોકો ખૂબ ઓછા છે. ધર્મની આ વાસ્તવિક સ્થિતિ છે. આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે ધર્મ દ્વારા જીવનમાં પરિવર્તન, રાષ્ટ્રીય ચેતનાનું પરિવર્તન અને એકતાની સ્થિતિનું નિર્માણ કરી શકાય? આજે આપણા માટે અને ધર્મના ક્ષેત્રમાં જીવતા લોકો માટે પ્રથમ જરૂર છે ધર્મ અંગે પુનર્વિચાર કરવાની, ધર્મક્રાંતિની. ગણાધિપતિ શ્રી તુલસીએ આ સ્વરને પ્રખરપણે બુલંદ કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ આવે જીવનનું બીજું તત્ત્વછે શિક્ષણ. જેવી રીતે ધર્મક્રાંતિની જરૂર છે તેવી જ રીતે શિક્ષણના ક્ષેત્રે પણ ક્રાંતિ થવી આવશ્યક છે. શિક્ષણના ક્ષેત્રમાં એક નવું અભિયાન શરૂ થવું જોઈએ. એકાંગી અને બૌદ્ધિક વ્યક્તિત્વ બનાવનારું શિક્ષણ અખંડ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકતું નથી. સમગ્ર વ્યક્તિત્વ માટે ચારતત્ત્વોનો સંતુલિત વિકાસ આવશ્યક છે. શરીરબળ, મનોબળ, બુદ્ધિબળ અને ભાવનાત્મક બળ – આ ચારેયનો વિકાસ થયા વગર અખંડ વ્યક્તિત્વનું નિર્માણ શક્ય નથી. ખંડિત વ્યક્તિત્વ દ્વારા વર્તમાન સમસ્યાનું સમાધાન શોધી શકાય નહિ. શિક્ષણ મહાવીરનું અહિંસા-દર્શન - 110 Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાઓમાં શરીરબળના વિકાસ માટે કેટલાક ઉપક્રમો ચાલી રહ્યા છે. બૌદ્ધિકબળની વૃદ્ધિના અનેક ઉપક્રમો ચાલી રહ્યા છે. જૂના જમાનામાં નાલંદા અને તક્ષશિલા જેવી એકાદ બે સંસ્થાઓ હતી કે જે બુદ્ધિબળના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ હતી. પરંતુ આજે એવી સંસ્થાઓ અગણિત બની ગઈ છે. આજે બૌદ્ધિક વ્યક્તિઓની કોઈ તંગી નથી પરંતુ માનસિક અને ભાવનાત્મક દષ્ટિએ સંપન્ન વ્યક્તિત્વ ખૂબ ઓછાં જોવા મળે છે. આપણે બુદ્ધિ દ્વારા ઘણી બધી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણી અંતરદૃષ્ટિ વિકાસ નહિ પામે ત્યાં સુધી સમસ્યાઓની પરંપરા અનંત જ બની રહેશે. એક સમસ્યાનો ઉકેલ મળે એ પહેલાં બીજી બે નવી સમસ્યાઓ પેદા થઈ જશે. જ્યાં સુધી ભાવાત્મક વિકાસ નહિ થાય ત્યાં સુધી સમસ્યાઓના પૂરથી બચી નહિ શકાય. ક્રૂરતા શા માટે? વર્તમાન સમસ્યાઓનું એક કારણ કરુણાનો અભાવ છે. છેલ્લી અડધી શતાબ્દીથી ક્રૂરતા ખૂબ વધતી રહી છે અને કરુણા ઘટતી રહી છે. સંવેદનશીલતાનો દોરો ક્ષીણ થતો રહ્યો છે. માણસ સમાજ પ્રત્યે સંવેદનશીલ હોય, બીજાઓને તે પોતાના સમાન સમજે, બીજાઓની પીડાને પોતાની પીડા સમજે એવાં તથ્યો આજે લગભગ વિસ્મૃત થઈ રહ્યાં છે. માનવીની હત્યા કરવી એ આજે તણખલું તોડવા જેવી સામાન્ય વાત બની ગઈ છે. થોડાક ધન માટે, પ્રલોભન માટે અને તદન તુચ્છ ઘટનાને કારણે માણસની હત્યા કરવાની વાત સામાન્ય બની ગઈ છે. આવી ક્રૂરતાનો વિકાસ શી રીતે થયો? એનું બીજું કારણ છે બૌદ્ધિક વિકાસની સાથે ભાવાત્મકવિકાસ તરફ પૂરતું ધ્યાન ન આપવું. જો બૌદ્ધિક વિકાસ અને ભાવાત્મક વિકાસ સંતુલિત હોત, સમાંતર હોત, મસ્તિષ્કના ડાબા પટલની સાથે સાથે જમણા પટલનો વિકાસ પણ થતો રહ્યો હોત તો આપણે આજે આવી જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ન હોત. રાષ્ટ્રીય એકતા જેવી સમસ્યા અંગે ચિંતા કરવાની જરૂર જ ન હોત. વ્યક્તિકત્વ સંતુલિત બને મનોબળ અને ભાવનાબળ ક્યારેય બુદ્ધિ દ્વારા વધી શકતાં નથી. મનોબળના અભાવે જ આપણી સહનશક્તિ ઘટી રહી છે. આપણે કોઈપણ મુશ્કેલીને સહન ન મહાવીરનું અહિંસા-દર્શન - 111 E Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ કરી શકતા નથી. કોઈ પણ સમસ્યા સામે આવે છે અને માણસ ગભરાઈ જાય છે. આજે જેટલો માનસિક તનાવ વધ્યો છે એટલી જ વ્યક્તિ વધુ અસહિષ્ણુ બની છે. શરીરબળ અને બુદ્ધિબળ તો વધતાં જાય છે પરંતુ જીવનનું મહત્ત્વનું પાસું – ભાવબળ – ઉપેક્ષિત છે. શું આ અસંતુલન માણસને રાષ્ટ્રીય એકતાની દિશામાં લઈ જશે ખરું? મને લાગે છે કે જ્યાં સુધી આપણે સંતુલિત વિકાસની દિશામાં પ્રસ્થાન નહિ કરીએ ત્યાં સુધી રાષ્ટ્રીય એકતાની દિશામાં આપણું પ્રસ્થાન શક્ય નહિ બને. એ એક વિડંબણા છે કે આપણે રાષ્ટ્રીય એકતાની વાત વિચારીએ છીએ. આપણી એકતા પડોશી સાથે પણ નથી, પરિવાર સાથે પણ નથી, ભાઈ સાથે પણ નથી ! અસંતુલિત વ્યક્તિત્વ આ બધા માટે જવાબદાર છે. જે દિવસે આપણું વ્યક્તિત્વ સંતુલિત બનશે તે દિવસે એકતાનો સ્વર આપોઆપ ગુંજી ઊઠશે. અણુવ્રત આંદોલને જે આચારસંહિતા રજૂ કરી છે તે રાષ્ટ્રીય એકતાની દિશામાં પ્રસ્થાનનું એક માધ્યમ બની શકે તેમ છે. પરંતુ માત્ર આચારસંહિતા દ્વારા પરિવર્તન થઈ શકતું નથી. પરિવર્તન માટે વ્યક્તિત્વનું રૂપાંતરણ આવશ્યક છે. આધુનિક ભાષામાં એમ કહી શકાય કે રાસાયણિક પરિવર્તનની જરૂર છે. જ્યાં સુધી વ્યક્તિનાં કેમિકલ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્રાવ બદલાશે નહિ ત્યાં સુધી વ્યક્તિ બદલાઈ નહિ શકે. પ્રશ્ન રાષ્ટ્રીય એકતાનો આ વૈજ્ઞાનિક યુગે આપણને અનેક નવી દષ્ટિઓ આપી છે. આપણને એ જાણવાની સગવડ થઈ છે કે કેવી રીતે વ્યક્તિને બદલી શકાય ? કૃષિ વિશ્વવિદ્યાલયોમાં ઘણી બધી વાતો બદલવામાં આવી રહી છે. દ્રાક્ષનાં બીજ બદલી નાખવામાં આવ્યાં છે. બીજ વગરની દ્રાક્ષ પણ પેદા કરી દેવામાં આવી છે. બીજા બદલી નાખવામાં આવે છે, રૂપ બદલી નાખવામાં આવે છે, બીજ વગરનાં ફળો પણ પેદા કરવામાં આવે છે. આ બધા સંસ્કરણના પ્રયોગો છે. આપણી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન માણસને બદલવાનો છે. સઘળી ચીજો બદલાઈ જશે પરંતુ માણસ નહિ બદલાય તો સમસ્યાઓ જેમની તેમ રહેશે. રાષ્ટ્રીય એકતાનો પ્રશ્ન થાય કે પરિવારની એકતાનો પ્રશ્ન હોય, આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ભાવાત્મક વિકાસ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય. માણસ ભાવનાના સ્તરે જીવે છે. તે ક્યારેક સુખી થાય છે તો ક્યારેક દુઃખી થાય છે. ન મહાવીરનું અહિંસા-દર્શન : 112 Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક તે રાગભાવથી ઘેરાઈ જાયછે તો ક્યારેક તે દ્વેષથી ભરાઈ જાયછે. માણસ આ ભાવનાઓથી પ્રભાવિત જીવન જીવે છે અને આપણે ભાવનાત્મક વિકાસની અપેક્ષા કરી રહ્યાછીએ. મૂળરસ્પર્શી દ્રષ્ટિ જાગે મહાવીરે જીવનની બે દષ્ટિઓ બતાવી - સિંહદષ્ટિ અને શ્વાનદષ્ટિ. ઉપમા દ્વારા આ વાત સમજાવવામાં આવી. સિંહને ગોળી મારો તો સિંહ ગોળી તરફ ધ્યાન નહિ આપે પરંતુ જેણે ગોળી મારી હશે તેના ઉપર એ ત્રાટકશે. તમે કૂતરા તરફ પથરો નાખો તો તે પથરાને ચાટવા લાગશે, જેણે પથરો નાખ્યો છે એના તરફ એ ધ્યાન નથી આપતો. સિંહની દૃષ્ટિ મૂળ સમસ્યાને પકડનારી દૃષ્ટિછે અને કૂતરાની દૃષ્ટિ સમસ્યાને ટાળવાની દૃષ્ટિ છે. તેની દૃષ્ટિ મૂળ સુધી પહોંચતી નથી. જો આપણે રાષ્ટ્રીય એકતા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરવો હોય અને તે સમસ્યાનું સમાધાન આપવું હોય તો આપણે તેના મૂળ સુધી જવું પડશે. લોકો વિચારેછે કે પંજાબની સમસ્યાછે, આસામની સમસ્યાછે અને મિજોરમની સમસ્યા છે. સમસ્યાના એક પાસાને આપણે સ્પર્શીએ છીએ પરંતુ સમસ્યાના મૂળ સુધી આપણે જતા નથી. સમસ્યાના સમાધાન માટે તેના મૂળ સુધી જવું જરૂરી હોયછે. આપણે આપણી કટ્ટરતાને કારણે બીજાઓના મનમાં સંદેહ પેદા કરી દઈએછીએ. બહુમતીને પણ સંદેહ થઈ જાય છે. પોતાની ભાવનાનો ગર્વ પણ થાય છે. ભાવનાનો આવો ગર્વ મેં પોતે સાંભળ્યો છે. એક બહુબોલા માણસે અમને કહ્યું હતું કે, આપ સમુદ્રમાં એક ટાપુ સમાન છો. છતાં આપ આવી વાત કરી રહ્યા છો ? એ સાંભળીને હું દંગ બની ગયો. જ્યાં મોટી સંખ્યાનો કે બહુમતનો ગર્વ હોય છે ત્યાં આવી વાત પેદા થાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. સમાધાનની દિશા આજે એકતાના પ્રશ્ન અંગે ગંભીરતાપૂર્વક ચિંતન કરવું આવશ્યક છે. એ ચિંતન માત્ર રાજનીતિ દ્વારા જ ન થવું જોઈએ. હું એમ વિચારું છું કે આજે એવા ચિંતન માટે એક સમન્વય સમિતિ હોવી જોઈએ. તેમાં ધર્મગુરુ હોય, રાજનેતા હોય, સમાજનેતા હોય, અર્થશાસ્ત્રી હોય, માનવશાસ્ત્રી હોય અને શિક્ષણશાસ્ત્રી હોય. અનેક પ્રકારના લોકો એક રંગમંચ ઉપર બેસીને સમસ્યા અંગે વિચાર કરે. સમન્વિત પ્રયત્ન અને સમન્વિત વિચાર જ આપણને કોઈ સમાધાનની ફોર્મ્યુલા મહાવીરનું અહિંસા-દર્શન ♦ 113 Jain Educationa International For Personal and Private Use Only. Page #115 -------------------------------------------------------------------------- ________________ સુધી પહોંચાડી શકશે. એકલા રાજનેતા પોતાના એરકંડીશન કાર્યાલયમાં બેસીને કોઈ સમસ્યા અંગે વિચાર કરશે તો તે પોલીસ અને લશ્કરની મદદથી એકતા ટકાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ પ્રજાના દિમાગમાં તે એકતાની વાત દૃઢ નહિ કરી 213. હું એમ નથી માનતો કે ધર્મ દરેક વાતમાં પર્યાપ્ત નીવડી શકે છે. ધર્મ બધું જ કરી શકે છે એવો અમારો વિશ્વાસ નથી. ધર્મ કોઈ જાદુઈ લાકડી નથી કે જેને ફેરવવાથી બધું થઈ જાય ! જરૂર છે વિવેકની આજે સમન્વિત પ્રયત્નો કરવાની જરૂર છે, વિવેકની જરૂરછે, વિશ્લેષણની જરૂર છે. પિતાએ પોતાના પુત્રોને કહ્યું – બેટા ! ગાય અને ગોવાળ વચ્ચે શો તફાવત હોયછે ? એક પુત્ર તરત ઊભો થઈને બોલ્યો, પિતાજી ! વાત બિલકુલ સ્પષ્ટછે કે ગાય દૂધ આપે છે અને ગોવાળ દૂધ દોહે છે. બીજો પુત્ર બોલ્યો, એ વાત બરાબર નથી. પિતાએ પૂછ્યું તો પછી શો તફાવત છે ? એણે કહ્યું, ગાય શુદ્ધ દૂધ આપે છે અને ગોવાળ તેમાં પાણી ભેળવે છે. આજે આ તફાવત સમજવાની જરૂ૨ છે. આપણે દૂધ આપનાર અને પાણી ભેળવનારના તફાવતને સમજી શકીએ, આપણી વિવેકચેતના જાગે અને આપણા અંતઃકરણની ચેતના જાગે. જે ચેતનામાં પોતાના માટે નહિ પરંતુ સૌ કોઈ માટે સમાન તકો હોય. જો સમન્વયની આવી ચેતના જાગી જાય તો રાષ્ટ્રીય એકતાનું સ્વમ યથાર્થ બની શકે. તે સિવાય રાષ્ટ્રીય એકતાની કલ્પના હંમેશાં અધૂરી જ રહેશે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 114 For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખના મૂળ સોતની શોધ જૈનદર્શનમાં પ્રત્યેક વસ્તુનો વિચાર સંદર્ભ સહિત કરવામાં આવ્યો છે. સંદર્ભનાં અનેક બિંદુઓ હોઈ શકે. તેનાં ઓછામાં ઓછાં ચાર બિંદુ છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્યની અપેક્ષાએ સુખ અને દુઃખ પ્રાણીની અનુભૂતિ છે. સુખ અને દુઃખ આપણાં Flakson સંવેદનછે. તેમનું અસ્તિત્વન તો પદાર્થમાં હોય છે કે ન કોઈ ઘટનામાં હોય છે. તર્કશાસ્ત્રમાં ઉપાદાન અને નિમિત્ત એ બંને દષ્ટિએ વિચાર કરવામાં આવે છે. સુખ અને દુઃખનાં ઉપાદાન આપણા અંતરંગમાં છે, બાહ્ય જગતમાં તેનાં નિમિત્તો હોઈ શકે પરંતુ તેની સત્તા નથી. પદાર્થ નથી આપતો સુખ કે દુઃખ વ્યવહાર જગતમાં સુખ અને દુઃખનું આરોપણ બાહ્ય પદાર્થોમાં કરવામાં આવ્યું છે. ઈષ્ટ પદાર્થ સુખ આપનારા અને અનિષ્ટ પદાર્થો દુઃખ આપનારા માનવામાં આવ્યા છે. આ ખ્યાલના આધારે માણસ વધુમાં વધુ ઈષ્ટ પદાર્થોને સંગ્રહ કરવામાં અને અનિષ્ટ પદાર્થોને દૂર કરવામાં પ્રવૃત્ત રહે છે. નિમિત્તોને વધારે પડતું મહત્ત્વ આપવાને કારણે આપણી જાગરુકતા એ દિશામાં વધી | મહાવીરનું અહિંસા-દર્શન - 115 Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ગઈ અને ઉપાદાન પ્રત્યે આપણી જાગરુકતા ઓછી થઈ ગઈ. તેથી આપણે પદાર્થો પ્રત્યે જેટલા જાગરુક છીએ તેટલા પોતાના પ્રત્યે નથી. આપણી સુખ-દુઃખની તમામ કલ્પનાઓ પદાર્થ સાથે જોડાયેલી છે. તેથી આપણે એ વ્યક્તિને ભાગ્યશાળી સમજીએ છીએ કે જેની પાસે પદાર્થોનો મોટો સંગ્રહ હોય છે. જેની પાસે પદાર્થોનો સંગ્રહ નથી હોતો તેને આપણે ભાગ્યશાળી માનતા નથી. શું પદાર્થ ખરેખર સુખ આપે છે? શું પદાર્થ ખરેખર દુઃખ આપે છે? જો પદાર્થ સુખ કે દુઃખ આપતો હોત તો ગમે તે વ્યક્તિને તે સુખ-દુઃખ આપી શકે. પરંતુ મૃત વ્યક્તિને પદાર્થ દ્વારા સુખ-દુઃખ જેવું કશું જ મળતું નથી. એથી એ સ્પષ્ટ થાય છે કે સુખ-દુઃખનો સીધો સંબંધ આપણી સંવેદનાત્મક ચેતના સાથે છે, પદાર્થ સાથે નથી. એક જીવિત વ્યક્તિ જેનામાં ચેતના વિદ્યમાન છે, તે વ્યક્તિ સૂતેલી હોય ત્યારે તેને પદાર્થનો ભરપૂર સંગ્રહ પણ સુખ-દુઃખ આપતો નથી. કોઈ વિરક્ત વ્યક્તિને પણ પદાર્થ સુખ-દુઃખ આપી શકતો નથી. આ તમામ ઘટનાઓથી એ સ્પષ્ટ થાય છે કે સુખદુઃખનું સંવેદન એ વ્યક્તિનો પોતાનો આંતરિક પ્રશ્ન છે. બાહ્ય પદાર્થ સુખ-દુઃખનું ઉદ્દીપન બની શકે છે, પરંતુ તેના મૂળ સ્રોત બની શકતા નથી. સુખ અને દુઃખનો મૂળ સ્રોતા સુખ-દુઃખના મૂળ સ્રોત બેછે - (૧) શરીર, (૨) શુદ્ધ અને અશુદ્ધ ચૈતન્ય. આપણા શરીરમાં એક પ્રાણવિદ્યુત (વાઈટલ એનર્જી અને બાયો ઇલેક્ટ્રીસિટી) છે, આપણા શરીરમાં કેટલાંક રસાયણો છે અને આપણા શરીરમાં કેટલીક ગ્રંથિઓ છે. આપણી જૈવિક વિદ્યુતમાં થનારાં વિશેષ પ્રકારનાં પ્રકંપનો સુખ અને દુઃખ પેદા કરે છે. એ જ રીતે રાસાયણિક પ્રકંપનો દ્વારા પણ સુખ-દુઃખનાં સંવેદનો પેદા થાય છે. સુખ અને દુઃખની ગ્રંથિઓ પણ એ જ કામ કરે છે. આ પ્રકંપનોના અભાવે અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના ઘટવા છતાં સુખ કે દુઃખનું સંવેદન થતું નથી. આત્મા જ સુખ-દુઃખનો કર્તા છે. જૈન દર્શનનો આ ધ્રુવ સિદ્ધાંત છે. તેનો સંબંધ કર્મવાદ સાથે છે. પ્રત્યેક શુભ કે અશુભ આચરણ સાથે કર્મ પરમાણુઓની વિશિષ્ટ સંરચના હોય છે. તેનો જેમ જેમ પરિપાક થાય છે તેમ તેમ સુખ કે દુઃખનું સંવેદન જાગે છે. તેનો પરિપાક રાસાયણિક અને વિદ્યુત પ્રકંપનો સ્વરૂપે પ્રગટ મહાવીરનું અહિંસા-દર્શન • 116 Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ થાયછે. હકીકતમાં વિદ્યુતીય પ્રકંપનો જ સુખ-દુઃખનું સંવેદન કરાવેછે. આ બિંદુ ઉ૫૨ આ૫ણે સુખ અને સુવિધા વચ્ચે ભેદરેખા દોરી શકીએ છીએ. સુવિધા અને સુખ એક નથી બીજી વ્યક્તિ સુવિધા આપી શકે છે પણ સુખ નથી આપી શકતી. જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને સુખ આપી શકે તો ‘આત્મા જ સુખ-દુઃખનો કર્તા છે’ એ સિદ્ધાંતની પ્રામાણિકતા ખતમ થઈ જાય. સિદ્ધાંતની પ્રામાણિકતા કે અપ્રામાણિકતા એ પણ મુખ્ય પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન તો એછે કે સંવેદના ચૈતન્યગત હોય છે. તે પદાર્થગત નથી. બીજી વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી શકે છે, પરંતુ દુઃખ નથી આપી શકતી. મુશ્કેલી અને દુઃખ એ બે એક જ નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માણસ સુખી રહી શકે છે અને સુવિધાપૂર્ણ પરિસ્થિતિમાં પણ માણસ દુઃખી થઈ શકે છે. આ સંદર્ભમાં મહાવીર, બુદ્ધ, ઈસુ વગેરે અધ્યાત્મ પુરુષોની જીવનઘટનાનું અધ્યયન ઉક્ત નિષ્કર્ષની પુષ્ટિ કરે છે. તેમને દુઃખી કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. છતાં તેઓ દુઃખી ન થયા. ભગવાન મહાવી૨ ઉપ૨ એક ગોવાળ પ્રહારો કરી રહ્યો છે અને તેઓ એના ઉપર કરુણાની વર્ષા વરસાવી રહ્યાછે. ભગવાન બુદ્ધ ઉપર દેવદત્ત પ્રહારો કરી રહ્યોછેછતાં બુદ્ધ શાંતછે. મહા પ્રભુ ઈસુને શૂળીની સજા આપવામાં આવી રહીછે છતાં તેઓ સજા આપનારાઓ માટે મંગળ કામના કરી રહ્યાછે. શું તેઓ અને આ બધી વાતો સાચાં છે ? જો સાચાં હોય તો એનું ફલિત એ જ ગણાય કે આંતરિક પરિવર્તન થયા પછી બાહ્ય પરિસ્થિતિઓ પ્રભાવિત કરી શકતી નથી. અનુપ્રેક્ષા : એન્ટીબોડીના નિર્માણનો ઉપક્રમ આંતરિક પરિવર્તન માટે અનુપ્રેક્ષા અને પ્રેક્ષાના પ્રયોગોની ઉપક્ષા કરી શકાય નહિ. અનિત્ય, અશરણ, અન્યત્વ અને એકત્વ આ ચાર અનુપ્રેક્ષાઓ માનસિક તેમજ ભાવનાત્મક દુઃખની ચિકિત્સાના મહત્ત્વપૂર્ણ પ્રયોગો છે. સંયોગ અને વિયોગના ચક્રમાં જીવતી વ્યક્તિ સુખ-દુઃખના સંવેદનથી શી રીતે બચી શકે ? અનુકૂળનો યોગ થવાથી સુખનું સંવેદન થાય છે તો તેનો વિયોગ થવાથી મહાવીરનું અહિંસા-દર્શન ♦ 117 Jain Educationa International For Personal and Private Use Only. Page #119 -------------------------------------------------------------------------- ________________ દુઃખનું સંવેદન થાય છે. અનિત્ય અનુપ્રેક્ષાનો અભ્યાસ આવાં સંવેદનોથી માણસને બચાવે છે. જેવી રીતે સુખ-દુઃખની અનુભૂતિ આંતરિક છે એવી જ રીતે તેનાથી બચવાનો પ્રયત્ન પણ આંતરિક જ છે. તેને “બોડીઅને “એન્ટીબોડી'ના સિદ્ધાંત દ્વારા સમજી શકાય છે. અનુપ્રેક્ષાનો પ્રયોગ ચેતનાના સ્તરે “એન્ટીબોડી'નું નિર્માણ છે. માણસ વ્યવહારના સ્તરે સમૂહબદ્ધ છે અને હકીકતમાં તે એકલો છે. વ્યવહારના સ્તરે તેના અનેક સંરક્ષકછે, હકીકતમાં તે ત્રાણરહિત છે. વ્યવહારના સ્તરે તે સૌ કોઈ સાથે જોડાયેલો છે, હકીકતમાં તે સૌથી ભિન્ન છે. નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે એકત્વ, અશરણ અને અન્યત્વ એ વાસ્તવિક સત્ય છે. તેમનો અભ્યાસ માણસને સંવેદનોથી બચાવે છે. માત્ર જ્ઞાનનો અર્થ આપણી ચેતનાના બે સ્તર છે – (૧) સંવેદનનું સ્તર, (૨) જ્ઞાનનું સ્તર. સંવેદનના સ્તરે દુઃખ અને સુખનું ચક્ર ચાલે છે. જ્ઞાનના સ્તરે તે ચક્ર અટકી જાય છે. એ અવસ્થામાં સહજ આનંદ પ્રગટ થાય છે. તે અહેતુક અને નિમિત્તોથી પર હોય છે. તે પરિસ્થિતિથી પ્રભાવિત અને બાધિત નથી થતો. તે જ્ઞાનની ભૂમિકા પ્રેક્ષા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જેમ જેમ જ્ઞાતા અને દૃષ્ટાભાવની ચેતના વિકસિત થાય છે તેમ તેમ સંવેદના ક્ષીણ થતી જાય છે અને જ્ઞાન વિકસિત થતું રહે છે. આ માત્ર જ્ઞાનની સાધના આજે પણ કરી શકાય છે. માત્ર જ્ઞાન એટલે કોરું જ્ઞાન, સંવેદનશૂન્ય જ્ઞાન. નિષ્કર્ષ એ છે કે પોતાની જાતને સમજીને જ માણસ સુખદુઃખનાં રહસ્યોને સમજી શકે છે, સુખ-દુઃખના મૂળ સ્રોતને શોધી શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન • 118 Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મતનું અસ્તિત્વ ? મન અત્યંત ચંચળ છે, એવો એક સામાન્ય ખ્યાલ છે. મન ચંચળ છે એ સચ્ચાઈ પણ છે. તે શું છે? આ અંગે ઘણા લોકોને જાણકારી નથી. તેથી તેઓ મનની ચંચળતાને એક કોયડો બનાવી બેઠા છે. હકીકતમાં તે કોયડો નથી. આપણી જાણકારી આગળ વધે તો ઘણી બધી માનસિક મૂંઝવણોને આપણે ઉકેલી શકીએ. આપણું વ્યક્તિત્વ શરીર અને ચેતનાની જોડ છે. આપણે જાણીએ છીએ સંવેદન કરીએ છીએ, અનુભવ કરીએ છીએ – આ બધું ચેતના દ્વારા થઈ રહ્યું છે. આપણા વ્યક્તિત્વમાં મનનું સ્થાન મૌલિક નથી. તેમાં મૌલિક ' સ્થાન ચેતનાનું છે. મન આપણા શરીરનું સહચારી તત્ત્વ છે. જેવી રીતે ભાષા શરીર સાથે જોડાયેલી છે એવી જ રીતે મન પણ શરીર સાથે જોડાયેલું છે. જેવી રીતે ભાષાને શરીરથી અલગ કરી શકાતી નથી એવી જ રીતે મનને પણ શરીરથી અલગ કરી શકાતું નથી. વ્યક્તિત્વનું મૂળ તત્ત્વ શરીર, ભાષા અને મન એ ત્રણેય પૌદ્ગલિક છે, અચેતન છે. ચેતના સાથે જોડાઈને તે સચેતનની જેમ કામ કરે છે. આ ત્રણેયમાં શરીર સ્થાયી તત્ત્વ છે. ભાષા અને મન ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. તેમને ઉત્પન્ન કરવાં 1 મહાવીરનું અહિંસા-દર્શન • 119 | Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ અને વિનષ્ટ કરવાં તે આપણા હાથમાં છે. આપણે ઇચ્છીએ તો બોલી શકીએ છીએ અને ન ઇચ્છીએ તો બોલાવનું બંધ કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો વિચારી શકીએ છીએ અને ન ઇચ્છીએ તો વિચારવાનું બંધ થઈ શકે છે. આ ઇચ્છા આપણા વ્યક્તિત્વનું મૂળ તત્ત્વ છે અને તે મનથી પછે. જો ઇચ્છા મનથી ઉત્પન્ન થતી હોત તો વિચારવાની કે ન વિચારવાની ઇચ્છાનો પ્રશ્ન ન હોત. પછી ઇચ્છા ઉપર મનનો અધિકાર હોત, પરંતુ મન ઉપર ઇચ્છાનો અધિકાર ન હોત. હકીક્ત એ છે કે ઇચ્છાનો મન ઉપર અધિકાર છે, ઇચ્છા ઉપર મનનો અધિકાર નથી. મન મૂળ સમસ્યા નથી ઇચ્છા અને ઇચ્છાજનિત સંસ્કારો ચેતના સાથે જોડાયેલા છે. તે શરીર, ભાષા અને મન ત્રણેયને પ્રભાવિત કરે છે. આપણા સ્થૂળ શરીરમાં વ્યક્ત થનારી ચેતનાનું નામ ચિત્ત છે. ચિત્ત અને મન બંને એક જ નથી. ચિત્ત આપણી ચેતના છે અને મન ચિત્તનું સહયોગી અચેતનતંત્ર છે. ઇચ્છા અને સંસ્કાર ચિત્તમાં પ્રગટ થાય છે. એ અભિવ્યક્તિની અવસ્થા એટલે ભાવ. એ ભાવ માનસિક સ્તરે આવીને મનોભાવ બને છે. મન ભાવોનું વાહક છે, ઉત્પાદક નથી. તેથી, મૂળ સમસ્યા મન નથી. મૂળ સમસ્યા છે ઇચ્છા, વૃત્તિ અને સંસ્કાર. ચિત્તવૃત્તિઃ મનનું ઉત્પાદક તત્ત્વ મન એક પ્રવૃત્તિ છે તેથી ચંચળતા તેની પ્રકૃતિ છે. તેને ક્યારેય સ્થિર કરી શકાતું નથી. તેની બે અવસ્થાઓ છે - વ્યગ્ર અને એકાગ્ર. જ્યારે તે અનેક વિષયો ઉપર ગતિશીલ બને છે ત્યારે તેની વ્યગ્ર અવસ્થા હોય છે. આ વ્યગ્રતા તનાવ પેદા કરે છે. અભ્યાસ દ્વારા વ્યગ્રતાને સમાપ્ત કરીને મનને એકાગ્ર-એક આલંબન ઉપર ગતિશીલ કરી શકાય છે. ચિત્તની વૃત્તિઓ મનને ઉત્પન્ન કરે છે. એનું તાત્પર્ય એ છે કે ચંચળ ચિત્ત મનને ઉત્પન્ન કરે છે. તે સ્થિર થઈ જતાં મન વિનષ્ટ થઈ જાય છે. તે ચિત્તની ચંચળતા સાથે ઉત્પન્ન થાય છે અને તેની સ્થિરતા થતાં વિનષ્ટ થઈ જાય છે. તેથી તેને અપ્રતિષ્ઠ કહેવામાં આવે છે. મહાવીરનું અહિંસા-દર્શન 120 Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની ચંચળતાનાં ત્રણ રૂપ છે – ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના. ચિંતનઃ તેમાં વિષયની સીમા નથી હોતી. તેમાં મુક્ત ભાવે વિચાર ચાલે છે, વિકલ્પો આવે છે અને નવા નવા વિષયો પેદા થાય છે. અનુપ્રેક્ષા: તે વિષય ઉપર થનારું અનુચિંતન છે. તેમાં નિશ્ચિત વિષય ઉપર જ વિકલ્પો કરવામાં આવે છે. કોઈ અનિત્યની અનુપ્રેક્ષા કરે છે ત્યારે તે પદાર્થના અનિત્ય સ્વભાવનું જ ચિંતન કરે છે. તેમાં મુક્ત ચિંતન હોય છે, વિષય નથી બદલાતો, વિકલ્પો બદલાતા રહે છે. - ભાવનાઃ તેમાં એક વિષયક વિકલ્પની પુનરાવૃત્તિ થાય છે. અનુપ્રેક્ષામાં વિકલ્પ બેવડાતો નથી. આમાં તે બેવડાવવામાં આવે છે ત્યારે તે ભાવના બની જાય છે. જપ એનો જ એક પ્રકાર છે. ભાવનામાં ચિંતન અને કર્મ એ બંનેની પુનરાવૃત્તિઓ કરવામાં આવે છે. ચિંતનની અપેક્ષાએ અનુપ્રેક્ષાની સીમા નાની છે. તેની અપેક્ષાએ તેમાં ચંચળતાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અનુપ્રેક્ષાની ભાવનામાં ચિત્તની ચંચળતા વધારે ઓછી થઈ જાય છે છતાં તેમાં એકાગ્રતાનું એ બિંદુ નથી બનતું કે જેને ધ્યાન કહી શકાય. અનુપ્રેક્ષા અને ભાવના કરતાં કરતાં ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે, તે આલંબન ઉપર એકાગ્ર થઈ જાય છે ત્યારે તે ધ્યાનના રૂપમાં બદલાઈ જાય છે. ચિંતન - અનેક વિષય, અનેક વિકલ્પ અનુપ્રેક્ષા - એક વિષય, અનેક વિકલ્પ ભાવના - એક વિષય, એક વિકલ્પની પુનરાવૃત્તિ. ધ્યાન - એક વિષય, એક વિકલ્પ, પુનરાવૃત્ત અથવા નિર્વિકલ્પ. ચિત્ત અને મન એક નથી સામાન્ય રીતે ચિત્ત અને મનને એકાWક માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે એકાર્થક નથી. મનોવિજ્ઞાનમાં ચિત્તના અર્થમાં મુખ્યત્વે મનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ચિત્ત અને મનની એકતા માનવાથી સમસ્યાનું સમાધાન નથી મળતું. સમસ્યા એ છે કે શું મન સ્વયંસંચાલિત છે કે પછી તે કોઈ બીજા દ્વારા સંચાલિત છે? જો તે સ્વયંસંચાલિત હોય તો પછી તેને વશમાં કરવાની વાત નિરર્થક બની મહાવીરનું અહિંસા-દર્શન • 121. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ રહે છે. એ જ રીતે વ્યગ્ર અને એકાગ્ર થવાની વાત પણ અર્થહીન બની જાય છે. તેનું નિયામક ચિત્ત છે. તેની વ્યગ્રતા અને એકાગ્રતા ચિત્ત ઉપર નિર્ભર છે તેથી આપણું ધ્યાન ચિત્ત અને મન એ બંનેની સીમા ઉપર કેન્દ્રિત થવું જરૂરી છે. સંચાલક છે ચિત્ત. સ્મૃતિ, કલ્પના, મનન, ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા અને વિમર્શ આ બધાં મનનાં કાર્યો છે. આ બધાં માનસિક કાર્યો ચિત્તના સહયોગથી જ સંપન્ન થાય છે. તેના સહયોગ વગર મન કશું જ કરી શકતું નથી. શરીરની ક્રિયા સાથે તેની તુલના કરી શકાય છે. હાથની આંગળીઓ ચાલે છે અને અનેક કાર્યો સંપન્ન થઈ જાય છે, પરંતુ તે કાર્ય ચિત્તનો સહયોગ પ્રાપ્ત થયા પછી જ સંપાદિત થાય છે. ક્રિયા કરવી એ શરીરનું કામ છે, તેનું સંચાલન કરવું એ ચિત્તનું કામ છે. બરાબર એવી જ રીતે માનસિક ક્રિયાની સાથે ચિત્તનો યોગ બની રહે છે. આ સંબંધની દષ્ટિએ ઘણી વખત ચિત્ત અને મનને એક જ માની લેવામાં આવે છે. વ્યવહારમાં તેમને એક જ માનવામાં કોઈ મુશ્કેલી નથી પડતી, પરંતુ ધ્યાનસાધનાની ક્ષણોમાં તે મુશ્કેલી સામે તરી આવે છે. જો ધ્યાન મનનો જ એક ખેલ હોય તો પછી વાંદરાની સ્થિરતાને પણ તેની ચંચળતાનું જ એક પ્રદર્શન માનવું જોઈએ. ધ્યાનના વિકાસનું પ્રથમ ચરણ છે વિકલ્પ ધ્યાન અને બીજું ચરણ છે નિર્વિકલ્પ ધ્યાન. તે સમાધિની અવસ્થા છે અને ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. આવી સ્થિતિ મનની તમામ પ્રવૃત્તિઓ સમાપ્ત થયા પછી જ ઉપલબ્ધ થાય છે. બીજા શબ્દોમાં મન વિનષ્ટ થઈ ગયા પછી જ નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ થાય છે. આ અવસ્થામાં મન વિલીન થઈ જાય છે. ચિત્તની વૃત્તિઓ વિલીન થઈ જાય છે પરંતુ ચિત્ત વિલીન નથી થતું. આ બિંદુ ઉપર ચિત્ત અને મનની અલગતાનો અનુભવ કરી શકાય છે. મહાવીરનું અહિંસા-દર્શન - 122 Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવનની સાર્થકતા C[ ? માણસનું નાડીતંત્રા તમામ પ્રાણીઓ કરતાં વધારે વિકસિત છે. તેની મસ્તિષ્કીય ક્ષમતા અગમ્ય અને આકલનથી પરછે. તેમાં મન, બુદ્ધિ અને અતીન્દ્રીય ચેતના એ તમામનાં કેન્દ્રો બનેલાં છે. મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર ઇન્દ્રિય ચેતનાનું અસ્તિત્વ છે. ચિંતન માનસિક પ્રક્રિયાછે. તેના દ્વારા માણસે ખૂબ વિકાસ કર્યો છે. તેની સાથે સ્મૃતિ અને કલ્પના જોડાયેલી છે. સ્મૃતિ, કલ્પના અને ચિંતન એ ત્રણેયના યોગે વિકાસના ચક્રને ગતિશીલ બનાવ્યું છે. માનસિક ચિંતન સાથે કામ અને અર્થ એ બંનેનો વિકાસ થયો છે. પશુમાં > કામ છે પરંતુ અર્થ નિયોજનની ક્ષમતા તેનામાં નથી. માનવીએ કામને પણ વિકસિત કર્યો છે અને તેની પૂર્તિ | માટે અર્થનું સાધન પણ શોધ્યું છે, તેનું નિયોજન પણ કર્યું છે. કામ અને અર્થ એ બંને મળીને માણસના દશ્ય જીવનચક્રને પૂર્ણ બનાવે છે. તેના આધારે સાર્થકતાની મીમાંસા કરીએ તો એમ કહી શકાય કે જેણે કામ અને અર્થનો સંતુલિત વિકાસ કર્યો છે તે માનવજીવન સાર્થક છે, બાકીનું વ્યર્થ કે નિરર્થક છે. સાર્થકતાની વ્યાખ્યા બુદ્ધિ અને મન અતીન્દ્રિય ચેતનાનાં મધ્ય દ્વાર છે. તેનું એક કિરણ મનને અજવાળે છે તો બીજું કિરણ અતીન્દ્રિય ચેતના તરફ જાય છે. તેને દશ્યજીવનની સાર્થકતાનો સિદ્ધાંત માન્ય નથી હોતો. જીવન જે દશ્ય છે, તે મહાવીરનું અહિંસા-દર્શન - 123 Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નથી. તેની સાથે અદશ્ય પણ જોડાયેલું છે. પ્રત્યેક માણસ બે જગત સાથે જોડાયેલો છે. તે અંતરજગતમાં રહે છે અને બાહ્ય જગતમાં જીવે છે. પ્રથમ અદશ્ય છે અને બીજું દશ્યછે. પ્રથમ સૂક્ષ્મ છે અને બીજું સ્થૂળ છે. પ્રથમ ઇન્દ્રિય અને મન દ્વારા અજ્ઞાત છે અને બીજું એના દ્વારા જ્ઞાત છે. અજ્ઞાત અને જ્ઞાત એ બંને દીપોને એક કરી દીધા વગર મહાદ્વીપ બનતો નથી, એ બંને ખંડોને ભેગા કર્યા વગર વ્યક્તિત્વ અખંડ બનતું નથી. ખંડિત વ્યક્તિત્વના આધારે સાર્થકતાની વ્યાખ્યા પણ આપી શકાતી નથી. અદશ્ય જગતમાં ચૈતન્ય અને આત્માનું અસ્તિત્વ છે. તે નિરંતર વિકાસની દિશામાં સક્રિય છે. એ વિકાસનું સાધન છે ધર્મ. ઇન્દ્રિય ચેતનાના સ્તરે ધર્મનું સ્વતંત્ર મૂલ્ય ઉપસ્થિત કરી શકાતું નથી. તેના સ્વતંત્ર મૂલ્યની પ્રતિષ્ઠા અતીન્દ્રિય ચેતનાના સ્તરે જ કરી શકાય છે. આ ભૂમિકા અચિંતન અને અમનસ્કની ભૂમિકા છે. ત્યાં ચિંતન છે, પરંતુ મન કે ચિંતન માટે અવકાશ નથી. જ્યાં મનના તમામ ખેલ સમાપ્ત થઈ જાય છે ત્યાં જ તેની અનુભૂતિ થાય છે. સ્વાર્થ અને પરાર્થ એ બંને મનની સીમામાં ઉછેર પામે છે. પરમાર્થ તેની સીમાથી પર છે. જો આપણે અખંડ વ્યક્તિત્વના આધારે સાર્થકતાને વ્યાખ્યાબદ્ધ કરીએ તો કહેવું પડશે કે ધર્મ, કામ અને અર્થનો સંતુલિત વિકાસ જ માનવજીવનની સાર્થકતા છે. પ્રશ્ન માનવજીવનની સાર્થકતાનો. આદિમાનવ પથ્થરયુગમાં જીવતો હતો, આજનો માણસ અણુયુગમાં જીવી રહ્યો છે. પથ્થરયુગથી અણુયુગ સુધીની યાત્રામાં ચિંતન એક સશક્ત માધ્યમ રહ્યું છે. તેના અભાવે માણસ બળદ જેવો જ રહ્યો હોત, જે હજારો વર્ષ પહેલાં પણ ગાડીનો ભાર ખેચતો હતો અને આજે પણ ખેચી રહ્યો છે. ચિંતનનો વિકાસ પોતે જ માનવજીવનની સાર્થકતા છે. જો માણસના વિકાસનું ચરમબિંદુ, ચિંતન જ હોત તો આ સાર્થકતા ઉપર તેને અત્યંત ગર્વ થાત, પરંતુ ચિંતન તેના વિકાસનું ચરમબિંદુ નથી. માનવીમાં વિકાસની અનંત સંભાવનાઓ છે. તેનામાં મૌલિક મનોવૃત્તિઓ છે. તે ચિંતનને વિપરીત દિશામાં પણ લઈ જાય છે. તેના ઉપર નિયંત્રણ કરવું એ પણ સાર્થકતાનો એક આધાર છે. તે નિયંત્રણ ચિંતન દ્વારા નહિ, અચિંતન અને નિર્વિચારની ભૂમિકામાં જ શક્ય છે. વિચાર વિકાસની સાથે થનારો બૌદ્ધિક વિકાસ ચરિત્ર વિકાસનો નિશ્ચિત વિકલ્પ નથી આપતો. નિર્વિચારની ભૂમિકામાં ચરિત્ર વિકાસનો નિશ્ચિત અનુબંધ છે. તેથી માનવજીવનની સાર્થકતાને વિચાર અને નિર્વિચાર એ બંનેના વિકાસ દ્વારા જ વ્યાખ્યાબદ્ધ કરી શકાય. વર્તમાનની સમસ્યા એ છે કે સાર્થકતાને માત્ર વિચારના માધ્યમથી જ વ્યાખ્યાબદ્ધ કરવામાં આવી રહી છે. આ મનોદશામાં પરિવર્તન જરૂરી છે. મહાવીરનું અહિંસા-દર્શન - 124 Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મસ્તિષ્ક નિયંત્રણ અને જૈવિક ઘડી માણસનો મૂડ સતત બદલાતો રહે છે. એક જ દિવસમાં પણ મૂડ એકસરખો રહેતો નથી. ક્યારેક તે શાંત હોય છે અને ક્યારેક તે ઉત્તેજિત થઈ ઊઠે છે. ક્યારેક તે પ્રસન્ન હોય છે અને ક્યારેક તે વિષણ થઈ જાય છે. જેમ જેમ ભાવચક્ર બદલાતું રહે છે તેમ તેમ મૂડ પણ બદલાતો રહે છે. માણસની કાર્યક્ષમતા પણ સતત બદલાતી રહે છે. એક જ દિવસમાં તેનાં અનેક રૂપ થઈ જતાં હોય છે. તેનું કારણ શું છે? તેની શોધ હજારો વર્ષ પહેલાં પણ કરવામાં આવી હતી અને આજે પણ વૈજ્ઞાનિકો તેની શોધ કરી રહ્યા છે. પ્રાચીન શોધનો નિષ્કર્ષ આ છે - સ્વરચક્ર અને આધુનિક શોધનો નિષ્કર્ષ છે - જૈવિક ઘડી. મસ્તિષ્ક, આ પ્રાણશક્તિ, સ્વર અને કાળ એમના સહયોગથી જીવનનો એક લય બને છે. તેનું યૌગિક નામ છે સ્વરચક્ર અથવા સ્વરોદય અને વૈજ્ઞાનિક નામ છે જૈવિક ઘડી. માણસનો સ્વર ચંદ્ર અને સૂર્યથી પ્રભાવિત થાય છે. તેથી પ્રતિદિન તથા દર પખવાડિયે શ્વાસની ગતિ અલગ અલગ બને છે. સૂર્યોદય વખતે સ્વરચક્રનો નિયમ આ પ્રમાણે છે - મહાવીરનું અહિંસા-દર્શન - 125 Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શુક્લ પક્ષ (સૂર્યોદય વખતે) કૃષ્ણપક્ષ (સૂર્યોદય વખતે) તિથિ ૧. ડાબો સ્વર (ઈડા નાડી) ૧. જમણો સ્વર (પિંગલા નાડી) ૨. ડાબો સ્વર ૨. જમણો સ્વર ૩. ડાબો સ્વર ૩. જમણો સ્વર ૪. જમણો સ્વર (પિંગલા નાડી) ૪. ડાબો સ્વર (ઈડા નાડી) ૫. જમણો સ્વર ૫. ડાબો સ્વર ૬. જમણો સ્વર ૬. ડાબો સ્વર ૭. ડાબો સ્વર ૭. જમણો સ્વર ૮. ડાબો સ્વર ૮. જમણો સ્વર ૯. ડાબો સ્વર ૯. જમણો સ્વર ૧૦. જમણો સ્વર ૧૦. ડાબો સ્વર ૧૧. જમણો સ્વર ૧૧. ડાબો સ્વર ૧૨. જમણો સ્વર ૧૨. ડાબો સ્વર ૧૩. ડાબો સ્વર ૧૩. જમણો સ્વર ૧૪. ડાબો સ્વર ૧૪. જમણો સ્વર પૂર્ણિમા ૧૫. ડાબો સ્વર ૧૫. જમણો સ્વર આસ્વર પરિવર્તનનો પ્રાકૃતિક નિયમ છે. શ્વાસસ્વયં સંચાલિત અને ઇચ્છા સંચાલિત પ્રવૃત્તિઓની વચ્ચેનું સંપર્ક સૂત્ર છે. તે સ્વયંસંચાલિત પણ છે અને તેના ઉપર ઐચ્છિક નિયંત્રણ પણ કરી શકાય છે. શ્વાસ-નિયંત્રણ દ્વારા મસ્તિષ્ક તરંગ, હોર્મોનના સ્રાવ તથા ચયાપચયની ક્રિયા ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે. મનોવૈજ્ઞાનિકોનાં નવાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું કે સ્વરચક્રની જેમ જમણા-ડાબા મસ્તિષ્ક પટલોનું પણ એક ચક્ર છે. મસ્તિષ્કનો એક પટલ નેવુંથી સો મિનિટ સુધી સક્રિય રહે છે ત્યાર પછી તે નિષ્ક્રિય થઈ જાય છે. બીજો પટલ સક્રિય થઈ જાય છે. ઓટોનોમિક નાડીતંત્રના બે ભાગ છે : પેરાસિમ્પથેટિક (પરાનુકંપી ઈડાનાડી) અને સિમ્પથેટિક (અનુકંપી પિંગલાનાડી). પેરાસિમ્પથેટિક નાડીતંત્ર શારીરિક ક્રિયાઓને મંદ કરે છે. | મહાવીરનું અહિંસા-દર્શન : 126. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સિમ્પથેટિક નાડીતંત્ર શારીરિક ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. અનુલોમ-વિલોમ શ્વાસપદ્ધતિ દ્વારા તેના ઉપર સંતુલન સ્થાપી શકાય છે. ભાવનાઓનું ઉદ્ગમ સ્થાન લિમ્બિક તંત્રનો એક ભાગ - હાઈપોથેલેમસ છે. સૂક્ષ્મ શરીરના ભાવનાં પ્રકંપનો સ્થૂળ શરીરના મસ્તિષ્કમાં આવે છે અને હાઈપોથેલેમસમાં તે પ્રગટ થાય છે. પછી મન સાથે જોડાઈને મનોભાવ બને છે. તેના આધારે આપણો વ્યવહાર સંચાલિત થાય છે. લયબદ્ધ દીર્ઘશ્વાસ દ્વારા લિમ્બિકતંત્ર ઉપર નિયંત્રણ કરી શકાય છે. શ્વાસ અને મસ્તિષ્કનાં ચક્રોનો જૈવિક ઘડી સાથે ગાઢ સંબંધ છે. વિલિયમ ફુલીશના મત મુજબ પુરુષની શક્તિ, સહિષ્ણુતા અને સાહસનું સમયચક્ર ત્રેવીસ દિવસનું હોય છે. બીજો મત એવો છે કે માણસમાં બુદ્ધિમતાનું સમયચક્ર ત્રીસ દિવસનું હોય છે. સ્ત્રીઓમાં ગ્રહણશીલતા તથા અંતર્દર્શનનું સમયચક્ર અઠ્યાવીસ દિવસનું હોય છે. આ સમયચક્ર પ્રત્યેક કોશિકામાં પ્રાપ્ત છે. માનવીની સહજ પ્રવૃત્તિઓ - ભૂખ, નિદ્રા, જાગરણ વગેરે સમયબોધક જીવનઘડી સાથે જોડાયેલી છે. પ્રાણધારાનો પ્રવાહ શરીરનાં અંગોમાં હંમેશાં એકસરખો નથી રહેતો, તે બદલાતો રહે છે. તેનું પરિવર્તન ચક્ર આ પ્રમાણે છે – સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ફેફસાં સવારે પાંચથી સાત વાગ્યા સુધી મોટું આંતરડું સવારે સાતથી નવ વાગ્યા સુધી પેટ સવારે નવથી અગિયાર વાગ્યા સુધી પ્લીહા અન્યાશય બપોરે અગિયારથી એક વાગ્યા સુધી હૃદય બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી નાનું આંતરડું બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી ઉત્સર્જનતંત્ર સાંજે પાંચથી સાત વાગ્યા સુધી કિડની સાંજે સાતથી નવ વાગ્યા સુધી હૃદયનું પાતળી ચામડીનું પડ રાત્રે નવથી અગિયાર વાગ્યા સુધી શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્જનતંત્ર રાત્રે અગિયારથી એક વાગ્યા સુધી મૂત્રાશય રાત્રે એકથી ત્રણ વાગ્યા સુધી યકૃત ન મહાવીરનું અહિંસા-દર્શન - 127 | Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ અને શ્વાસ – એ બંને મસ્તિષ્ક નિયંત્રણ માટે અત્યંત ઉપયોગી તત્ત્વો છે. પ્રાણ આપણી જૈવિક શક્તિ છે. તેના દ્વારા આપણાં શરીર, વાણી, મન, શ્વાસોચ્છ્વાસ, ઇન્દ્રિયો અને જીવન સંચાલિત છે. શ્વાસ પ્રાણશક્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવતી પૌદ્ગલિક વર્ગણા છે. એ બંનેના નિયમો સમજીને મસ્તિષ્કની શક્તિઓનો અનપેક્ષિત ઉપયોગ કરી શકાય છે. વૈજ્ઞાનિકો જૈવિક ઘડી વિષે જે સંશોધનો કરી રહ્યા છે તે સંશોધનો યોગ અને અધ્યાત્મના ક્ષેત્રે સ્વરચક્ર અને ઋતુચક્રના નામે થયાં હતાં. એક વર્ષમાં છ ઋતુઓ હોય છે. તે ઋતુઓમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે માણસ બદલાતો રહેછે. આ એક સ્થૂળ તથ્યછે. માણસ દરરોજ બદલાયછે. તેનો સ્વભાવ જેવો પ્રાતઃકાળે હોયછે તેવો મધ્યાહ્નકાળે નથી રહેતો. જેવો મધ્યાહ્ન કાળે હોયછે તેવો સાંજે નથી રહેતો. આ પરિવર્તનનું કારણ ઋતુચક્ર છે. પ્રત્યેક માણસ એક દિવસમાં સમગ્ર ઋતુચક્રનો અનુભવ કરે છે. પ્રથમ પ્રહર વસંત મધ્યાહ્ન અપરાત સંધ્યા મધ્યરાત્રિ શરદ અપરાત્રિ હેમંત સમગ્ર ઋતુચક્રમાં થતાં પરિવર્તનો આ દૈનિક ઋતુચક્રમાં પણ થાય છે. દિવસ દરમ્યાન એકસરખો મૂડ નથી રહેતો. તેનું કારણ ઋતુચક્ર છે. મસ્તિષ્કની ક્રિયા સ્વરચક્ર, પ્રાણચક્ર, સમયચક્ર અને ઋતુચક્ર સાપેક્ષ છે. આ સાપેક્ષતાને સમજીને સફળતાની દિશામાં આગળ વધી શકાય છે. Jain Educationa International ગ્રીષ્મ પ્રાવૃત્ (વર્ષાઋતુ) વર્ષા મહાવીરનું અહિંસા-દર્શન ♦ 128 For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણનો એક દસ્તાવેજ Jain Educationa International બુદ્ધિ અને પ્રજ્ઞા આ બંને શબ્દો ભારતીય સાહિત્યમાં ચિરપરિચિત છે. ગીતાના સ્થિતપજ્ઞ અને ઉત્તરાધ્યયનના પ્રજ્ઞ તથા મહાપ્રજ્ઞના વિશેષ અર્થ છે. આજની શિક્ષણપદ્ધતિમાં સ્મૃતિનું સાચું મૂલ્યાંકન કરવામાં આવ્યુંછે. તેમાં બુદ્ધિનું મહત્ત્વ ઓછુંઆંકવામાં આવ્યુંછે અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન તો કદાચ થયું જ નથી. બુદ્ધિનો સંબંધ નિર્ણય અને નિશ્ચય સાથે જ છે અને પ્રજ્ઞાનો સંબંધ અંતર્દષ્ટિ (ઈંટ્યુશન) તથા ચરિત્ર સાથે છે. લિંકનની આકાંક્ષા અબ્રાહમ લિંકન વિશ્વની ચિંતનશીલ તેમજ અંતર્દિષ્ટ- સંપન્ન વ્યક્તિઓ પૈકીની એક વ્યક્તિછે. તેમની પારગામી દૃષ્ટિ સ્મૃતિના ઝરોખાની બહાર પહોંચી અને તેમણે પ્રજ્ઞાનો સાચો અર્થ સમજ્યો હતો. તેમણે પોતાના પુત્રને માત્ર સ્મૃતિનું સંગ્રહાલય બનાવવાનું ઉચિત માન્યું નહોતું. તેમણે એવું ઇછ્યું હતું કે મારો પુત્ર સ્મૃતિસંપન્ન હોવા ઉપરાંત બુદ્ધિશાળી અને પ્રજ્ઞાવાન પણ બને. તેમણે પોતાના પુત્રના શિક્ષણ અંગે અધ્યાપક વર્ગને જે એક પત્ર લખ્યો, તેમાં સ્થિતપ્રજ્ઞનું પૂર્ણદર્શન સમાયેલું છે. મહાવીરનું અહિંસા-દર્શન 129 For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ એ પત્ર શિક્ષણની વાસ્તવિક પદ્ધતિનો એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમનો પત્ર આ પ્રમાણે હતો – મારા દીકરાને શિક્ષણ મેળવવાનું છે. હું જાણું છું કે દરેક વ્યક્તિ યોગ્ય નાગરિક નથી હોતી. અને વળી સૌ કોઈ મોટા થઈને સત્યના પૂજારી પણ નથી બનતા, છતાં મહેરબાની કરીને મારા બાળકને તમે એવું શિક્ષણ આપજો કે તે દરેક દુષ્ટ વ્યક્તિ માટે એક આદર્શ નાયક અને દરેક સ્વાર્થી રાજનીતિજ્ઞ માટે એક નિષ્ઠાવાન સંઘર્ષવાદી નાયક બની રહે... મારા દીકરાને એ પણ શીખવાડજો કે જ્યાં શત્રુઓ હોય છે ત્યાં મિત્રો પણ હોય છે. હું જાણું છું કે તેને આવું શિક્ષણ પ્રાપ્ત કરવામાં ખૂબ સમય લાગશે. મહેનત દ્વારા કમાયેલો એક ડોલર પાંચ પાઉન્ડ કરતાં અધિક હોય છે. તેને જીવનમાં હારવાનું અને જીતવાનું ગૌરવ સહિત સ્વીકારી લેવાનું શિક્ષણ પણ આપજો. તેને ઈર્ષાથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો. મહેરબાની કરીને તેને મૌન રહીને હસવાનું રહસ્ય શીખવાડજો... તેને પુસ્તકોના વિસ્મયભર્યા જગતથી પરિચિત કરજો અને પહાડો ઉપર ખિલેલાં ફૂલોનાં ચિરંતન રહસ્યો પણ સમજાવજો. તેને એ પણ શીખવાડજો કે નકલ કરવા કરતાં સન્માનપૂર્વક અસફળ થવું એ વધારે ગરિમાપૂર્ણ છે. તેને એ પણ કહેજો કે અસફળતાને કારણે જે આંસુ વહે તેમાં કોઈ શરમ નથી.... તેને એ પણ કહેજો કે ભલે આખી દુનિયા તેને માટે ગેરસમજ કરે છતાં તે પોતાના ઉપરનો વિશ્વાસ અકબંધ રાખે. તેણે ભદ્રલોકો સાથે ભદ્રતાપૂર્વક તથા દુષ્ટ લોકો સાથે સમ્રાઈપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. મારા પુત્રને તમે સતત એટલું કહેતા રહેજો કે તે ભીડનો એક સામાન્ય માણસ ન બને. તેને એમ કહેજો કે તે સૌ કોઈનું ભલે સાંભળે પરંતુ સત્યની ચાળણીથી ચાળીને સાંભળે અને જુએ અને પછી એવા સત્યમાં જે ભલાઈ હોય તેને જ ગ્રહણ કરે. જો આપના માટે શક્ય હોય તો તેને દુઃખની ક્ષણે હસવાનું અને સુખદુઃખના જ્ઞાનથી મુક્ત રહેવાનું શીખવાડજો. કૃપા કરીને તેને વધુ પડતી મધુરતાથી બચવાનું કહેજો. તેને એ પણ કહેજો કે પોતાની બુદ્ધિ અને પોતાનો પરસેવો વેચતી વખતે સૌથી વધારે કિંમત કરનારાઓથી દૂર રહે, પરંતુ પોતાના હૃદય અને આત્માના મૂલ્યને પણ તે સમજે. લોટું અગ્નિમાં બળવાથી મજબૂત થાય છે, તેથી તેને સ્નેહનો તાપ આપજો, માત્ર લાડ ન કરશો. તેને વૈર્યવાન થવાનું સાહસ આપજો અને શૌર્ય માટે પૈર્યનું મહાવીરનું અહિંસા-દર્શન - 130 Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણ આપજો. તેને પોતાનાં કૃત્યોમાં ગરિમાપૂર્ણ આસ્થાબોધનો પાઠ ભણાવજો, ત્યારે જ તે માનવતાની ગરિમામાં વિશ્વાસ ધરાવશે. પ્રાસંગિકતા સાથે સંતાકૂકડી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો પત્ર કેટલાક પ્રશ્નો પેદા કરી રહ્યોછે. શું હાર અને જીતના ગૌરવને સહર્ષ સ્વીકારી લેવાની વાત આજનું શિક્ષણ શીખવાડી શકે છે ખરું ? ઈર્ષ્યાથી દૂર રાખવાનો પાઠ આજનું શિક્ષણ ભણાવી શકે છે ખરું ? નકલખોર થવા કરતાં સન્માનપૂર્વક અસફળ રહેવાનું શું આજે ગરિમાપૂર્ણ છે ખરું ? શું આજની શિક્ષણપદ્ધતિમાં તેનો આધાર મળી શકે તેમ છે ખરો ? શું દુઃખની ક્ષણે હસવાનું અને સુખ-દુઃખના જ્ઞાનથી મુક્ત રહેવાનું શિક્ષણ આજના કોઈ પણ વિદ્યાર્થીને આપવામાં આવે છે ખરું ? શું ધૈર્યના વિકાસની વાત આજે વાંછનીય માનવામાં આવેછે ખરી ? વર્તમાન જીવનનાં અધીરાઈ, અસહિષ્ણુતા, તકવાદીપણું અને વિલાસિતાની ભરતીએ પરિવાર તેમજ સમાજને સમસ્યાઓના પરિઘમાં કેદ કરી દીધાં છે. આ અવસ્થામાં ઉક્ત પત્ર વિશેષ પ્રાસંગિક બની રહે છે. પરંતુ અચરજની વાત છે કે આજના શિક્ષણવિદો અને શિક્ષણ અધિકારીઓ આ પ્રાસંગિકતા સાથે પણ સંતાકૂકડી રમી રહ્યા છે. તેમને જેટલો વિશ્વાસ સ્મૃતિ અને બુદ્ધિના વિકાસ ઉ૫૨છે તેટલો વિદ્યાર્થીને નિષ્ઠાવાન અને જવાબદાર વ્યક્તિ બનાવવા ઉપર નથી. ભણેલા-ગણેલા લોકોનાં ટોળાં આજીવિકા માટે નોકરીની શોધમાં આમતેમ અથડાતાં રહે છે. ત્યારે એમ વિચારવા મજબૂર થવું પડે છે કે શિક્ષણની સાથે પાયાની તાલીમ જોડવી જોઈએ. જેથી બેકારોનું પૂર ન આવે, દરેક વિદ્યાર્થી વિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી બહાર નીકળીને પોતાનો વ્યવસાય કરીને આજીવિકા કમાઈ શકે. શિક્ષણના ક્ષેત્રમાં તે પછીનું પગલું છે. તેની પણ આજ સુધી લગભગ ઉપેક્ષા જ થતી રહીછે. શું પાયાની તાલીમ દ્વારા જ શિક્ષણની સમસ્યા ઉકેલી શકાશે ? જે રાષ્ટ્રોમાં બેકારી નથી, ભણેલા-ગણેલા લોકો માટે ત્યાં નોકરીની તંગી નથી. તે રાષ્ટ્રોમાં પણ માનવીય મૂલ્યોની સમસ્યા ઓછી નથી. વર્તમાનમાં હિંસા, અપરાધ, આક્રમકતા, બૌદ્ધિક વિકાસની માયાજાળ, ભ્રષ્ટાચાર અને અનુશાસનહીનતાથી બચવા માટે નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ પણ અત્યંત અનિવાર્ય છે. તાત્પર્યની ભાષામાં કહી મહાવીરનું અહિંસા-દર્શન ♦ 131 Jain Educationa International અબ્રાહમ લિંકન For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ શકાય કે વિદ્યાર્થી માટે શિક્ષણની ત્રિપદી બને છે – બૌદ્ધિક વિકાસનું શિક્ષણ, ઉત્પાદકશ્રમનું શિક્ષણ અને આધ્યાત્મિક વિકાસનું શિક્ષણ. ખોટું પણ નહિ, સફળ પણ નહિ આધ્યાત્મિક શિક્ષણનો પ્રશ્ન અત્યંત જટિલ બનેલો છે. નૈતિક શિક્ષણની ચર્ચા શિક્ષણવિદોએ અવાર-નવાર કરી છે. તે આધ્યાત્મિક શિક્ષણનું જ એક અંગ છે. એ ચર્ચા પણ એક મૂંઝવણ બની ગઈ છે. વિભિન્ન સંપ્રદાયોની ઉપસ્થિતિમાં કયા સંપ્રદાય દ્વારા માન્ય.આધ્યાત્મિકતા અને નૈતિકતાનું શિક્ષણ વિદ્યાર્થીને આપવું જોઈએ ? આ મૂંઝવણનું એક વલય બની ગયું છે કે જેમાં પ્રવેશવા માટે કોઈ દરવાજો નથી. આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ કેવી રીતે આપવું તે બીજી સમસ્યા છે. ઘણા બધા શિક્ષણવિદોએ તેનું એક સમાધાનસૂત્ર આપ્યું છે. તે એ છે કે વિદ્યાર્થીને મહાપુરુષોની કથાઓ ભણાવવી જોઈએ. વાર્તાઓના માધ્યમ દ્વારા નૈતિક નિયમો પ્રત્યે આકર્ષણ જગાડવું જોઈએ, નૈતિકતાના સિદ્ધાંતો અને નિયમો ભણાવવા જોઈએ. આ સમાધાનસૂત્રને ખોટું તો ન કહી શકાય. પરંતુ તેને સફળસૂત્ર પણ કહી શકાય તેમ નથી. આવશ્યક છે ગંભીર ચિંતન આધ્યાત્મિકતા અને નૈતિકતા માનવીની આંતરિક આસ્થાનો પ્રશ્ન છે. તે આસ્થા જગાડવા માટે આંતરિક પરિવર્તન જરૂરી છે. રાષ્ટ્રપ્રેમ, માનવતાનો પ્રેમ, સંતુલિત સમાજવ્યવસ્થા અને પારિપાર્શ્વિક વાતાવરણ વગેરે તેમાં સહયોગી બને છે. પરંતુ આધ્યાત્મિક અને નૈતિક વિકાસનું મૂળ કારણ વ્યક્તિનું આંતરિક પરિવર્તન છે. જ્યાં સુધી એ તરફ આપણું ધ્યાન આકર્ષિત નહિ થાય ત્યાં સુધી આપણે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને નૈતિક ચેતનાને જગાડવામાં સફળ થઈ શકીશું નહિ, રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની શિક્ષણની કલ્પના પૂર્ણ કરી શકાશે નહિ. તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ નવી શિક્ષણનીતિની રાષ્ટ્રવ્યાપી ચર્ચાનો જે ભગીરથ પ્રયત્ન કર્યો હતો તેની સફળતામાં શ્રદ્ધા વ્યક્ત કરી શકાશે નહિ. તેથી શિક્ષણ અંગે એક વખત ફરીથી ગંભીર ચિંતન જરૂરી છે. મહાવીરનું અહિંસા-દર્શન - 132 Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય ઉપર ધર્મનો પ્રભાવ ( માણસ આ જગતનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેની શ્રેષ્ઠતાનો માપદંડ છે - તેનું વિકસિત નાડીતંત્ર. માણસને જેવું નાડીતંત્ર મળ્યું છે તેવું અન્ય કોઈ પ્રાણીને મળ્યું નથી. આ ગરિમાપૂર્ણ ઉપલબ્ધિ માટે તેને સર્વશ્રેષ્ઠ કહી શકાય છે. તેના મસ્તિષ્કની સંરચના અત્યંત જટિલ છે. તેનો મેરુદંડ ખૂબ શક્તિશાળી છે. તેને અસ્થિમજ્જાની વિશિષ્ટતા પ્રાપ્ત છે. અસ્થિરચના માત્ર એક માળખું નથી, માત્ર એક આધાર નથી; તેમાં અનેક વિશેષતાઓ ક્ષાયેલી છે. સુદઢ અસ્થિરચનાવાળી વ્યક્તિ જ મન ઉપર નિયંત્રણ કેળવી શકે છે, માનસિક એકાગ્રતા સાધી શકે છે. અસ્થિરચનાની સાથે આરોગ્યનો પણ ગાઢ સંબંધ છે. માત્ર પોતાનામાં જ રહેનાર સ્વસ્થ (સ્વસ્મિન્ તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ ) કહેવાય છે. સ્વસ્થની આ વ્યુત્પત્તિ બીજા નંબરની છે. તેની પ્રથમ નંબરની વ્યુત્પત્તિ છે - જેનાં અસ્થિ સારાં હોય, તે સ્વસ્થ (સુધુ અસ્થિ યસ્ય સ સ્વસ્થ ) ગણાય છે. માનવીના સંસ્કારો અસ્થિ અને મજ્જામાં સમાયેલા હોય છે. જેવા સંસ્કાર તેવા વિચાર, વ્યવહાર અને આચાર. શરીર એકલું નથી આરોગ્યનો સંબંધ માત્ર શરીર સાથે નથી. શરીર, મન અને ભાવના મહાવીરનું અહિંસા-દર્શન - 133. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ એ ત્રણેયનો યોગ્ય સમન્વય એટલે જ આરોગ્ય. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે પોષક દ્રવ્યો તરફ ધ્યાન આપી રહ્યા હોય છે. તે શારીરિક આરોગ્યનો એક મુદ્દો બની શકે, પરંતુ શરીર એકલું નથી એ તો એક સમન્વય છે. એકલું શરીર સ્વસ્થ રહી શકતું નથી. મન સ્વસ્થ હોય તો શરીર પણ સ્વસ્થ હશે. જો મન સ્વસ્થ નહિ હોય તો શરી૨ ક્યાંથી સ્વસ્થ રહેશે ? હજારો વર્ષ પૂર્વે આયુર્વેદના આચાર્યોએ આ સચ્ચાઈનો અનુભવ કર્યો હતો. રોગ બે પ્રકારના હોય છે – શારીરિક અને માનસિક, વર્તમાન આયુર્વિજ્ઞાનના મત મુજબ મનોકાયિક રોગોની યાદી ખૂબ લાંબી છે. મનોકાયિક રોગો મન અને શરીર બંનેની રુગ્ણતામાંથી પેદા થનારા રોગછે. કાયિક રોગોની ચિકિત્સા ઔષધિ દ્વારા કરી શકાયછે. મનોકાયિક રોગો માટે ઔષધિ પર્યાપ્ત નથી મનોભાવોને બદલ્યા વગર તેની ચિકિત્સા શક્ય નથી. આરોગ્યનો મૂળ સોત આરોગ્યનો મૂળ સ્રોતછે ભાવોની વિશુદ્ધિ. આપણું સમગ્ર જીવન ભાવધારા દ્વારા સંચાલિત છે. ભાવ થકી મન પ્રભાવિત થાયછે અને મન દ્વારા શરીર પ્રભાવિત થાય છે. જેટલા નિષેધાત્મક ભાવો (નેગેટિવ એટીટ્યૂટ્સ) છે, તે તમામ રોગોને નિમંત્રિત કરનારાછે. ક્રોધ નિષેધાત્મક ભાવછે. તેનો વેગ અનેક રોગોને નિમંત્રિત કરે છે. લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ વગેરે માટે તે વિશેષ જવાબદારછે. લોભ પણ નિષેધાત્મક ભાવ છે. તેનો વેગ ભોજન પ્રત્યે અરુચિ, મંદાગ્નિ જેવા રોગો પેદા કરેછે. ઈર્ષ્યા અને ઘૃણા દ્વારા અલ્સર વગેરે રોગો ઉત્પન્ન થઈ જાયછે. ભાવો દ્વા૨ા ઉત્પન્ન થનારા રોગોનું લાંબુ વિવરણ આયુર્વેદના ગ્રંથોમાં મળે છે. આજના વૈજ્ઞાનિકો પણ ભાવ અને રોગના સંબંધનાં સંશોધનોમાં ખૂબ આગળ વધ્યા છે. આરોગ્યનાં પાંચ લક્ષણો આરોગ્યનાં પાંચ લક્ષણો આ પ્રમાણે છે : (૧) શારીરિક ધાતુઓ અને રસાયણોનું સંતુલન (૨) પ્રાણનું સંતુલન (૩) ઇન્દ્રિયોની પ્રસન્નતા (૪) મનની પ્રસન્નતા (૫) ભાવોની પ્રસન્નતા Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 134 For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સંતુલિત આહાર દ્વારા ધાતુઓ અને રસાયણોનું સંતુલન બને છે. આ સંતુલનનો સંબંધ ભોજન સાથે છે એ સ્પષ્ટ છે. તેનો સંબંધ ધર્મ સાથે છે એ ખૂબ અસ્પષ્ટ છે. ભોજનનો સંયમ કરવો તે એક તપસ્યા છે અને તપસ્યા ધર્મ છે. જે વ્યક્તિ કોલેસ્ટેરોલ વધારનારી ચીજો વધુ પ્રમાણમાં ખાય છે તેની ધમનીઓ કઠિનતા તથા હૃદયરોગથી મુક્ત રહી શકતી નથી. જે વ્યક્તિ વધુ પ્રમાણમાં નમક ખાયછે તે લોહીના ઊંચા દબાણ અને કિડનીની બીમારીઓથી શી રીતે બચી શકે ? વધુ પ્રમાણમાં ખાંડ ખાનાર વ્યક્તિ શું એસીડીટી અને ડાયાબિટિસને નિયંત્રિત નથી કરી રહી ? આપણા શરીર માટે ભોજન જેટલું જરૂરી છે એટલો જ જરૂરી છે ભોજનનો સંયમ અથવા અસ્વાદનું વ્રત. એકાગ્રતા : ધર્મનું આંતરિક તત્ત્વ જીવનયાત્રા માટે મનની ચંચળતા જરૂરીછે. તે સીમાથી આગળ વધી જાય છે ત્યારે તેને કારણે આરોગ્ય પ્રભાવિત થાય છે. પ્રથમ માનસિક આરોગ્ય અને ત્યારપછી શારીરિક આરોગ્ય. ચંચળતા ઘટાડવી એ માત્ર માનસિક શાંતિની જ સાધના નથી, તે શારીરિક આરોગ્યની પણ સાધના છે. મનની એકાગ્રતા ધર્મનું આંતરિક તત્ત્વ છે. આરોગ્યનું પણ તે એક મહત્ત્વનું અંગ છે. આરોગ્યના ત્રણ આધારઃ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય - એ ત્રણેયને આરોગ્યના આધાર માનવામાં આવે છે. આહાર-સંયમની જેમ નિદ્રાનો સંયમ પણ આવશ્યક છે. અતિ નિદ્રા આરોગ્ય માટે હિતકારક નથી. સામાન્ય રીતે દિવસે નિદ્રા લેવાનું વાજબી નથી. જો આવશ્યક હોય તો ખૂબ ઓછા સમય માટે નિદ્રા લઈ શકાય. એ માટે અડધો કલાક ઘણોછે. એક કલાક તો વધુ પડતોછે. રાત્રે પણ અવસ્થા પ્રમાણે પાંચ, છ કે સાત કલાકની નિદ્રા પર્યાપ્ત છે. જાગરુકતા ધર્મનું મહત્ત્વનું અંગ છે. ધર્મની આરાધના આરોગ્યની આરાધના આહાર-સંયમ, નિદ્રા-સંયમ, બ્રહ્મચર્ય અને વિધાયક ભાવ એ બધાં ધર્મનાં પ્રાણ તત્ત્વોછે. તેમની આરાધના ધર્મની આરાધના છે અને સાથે સાથે આરોગ્યની સાધના પણ છે. આજે ધર્મની આરાધના ઓછી થાય છે અને સંપ્રદાયની આરાધના વિશેષ થાય છે. સાંપ્રદાયિક આચારસંહિતાને ધર્મ માનનારા લોકોની સંખ્યા ઘણી મોટી મહાવીરનું અહિંસા-દર્શન ♦ 135 Jain Educationa International For Personal and Private Use Only. Page #137 -------------------------------------------------------------------------- ________________ છે. ધર્મનું મૂળ તત્ત્વ અલગ ન હોઈ શકે. તેમાં દેશ-કાળનો તફાવત પણ નથી હોતો. જો ત્યાગ અને તપસ્યાના પ્રયોગો જીવનમાં કરવામાં આવે તો સાંપ્રદાયિકતાની સમસ્યા પણ ઘટી શકે છે અને આરોગ્ય પણ સારું રહી શકે છે. કેટલાક રોગ આગંતુક હોય છે. ઘા પડવો, હાડકું તૂટી જવું વગેરે. કેટલાક રોગ સંક્રામક હોય છે. કેટલાક રોગ કર્મજ હોય છે. આ તમામ રોગો આરોગ્યને નબળું પાડે છે. આ બહુમુખી અને બહુસંક્રમી યુગમાં કોઈ માણસ એકલો નથી રહેતો, પ્રભાવિત થયા વગર પણ નથી રહેતો. આવી સ્થિતિમાં આરોગ્યના મૂળ તત્ત્વની શોધ આવશ્યક બને છે, તે છે પ્રાણ. ધર્મની આરાધનાનો ઉદ્દેશ શરીરની વધુ પડતી ચંચળતા. વાણીની વધુ પડતી ચંચળતા. મનની વધુ પડતી ચંચળતા. શ્વાસની તીવ્ર ગતિ. આહારનો અસંયમ. ભોગનો અસંયમ. નિષેધાત્મક ભાવ આ બધાં પ્રાણને ક્ષણ કરે છે. આયુર્વિજ્ઞાનની ભાષામાં રોગ-નિરોધકક્ષમતા (રોગપ્રતિકારક શક્તિ) અને આત્મ-રક્ષા- પ્રણાલી (ઇમ્યુન સિસ્ટમ)ને ડહોળી નાખે છે. પરિણામે બીમારીઓના બીજને ઉછેર પામવાની તક મળે છે. ધર્મની આરાધનાનો પ્રથમ ઉદેશછે- ભાવનાની વિશુદ્ધિ, મનની એકાગ્રતા અને આત્માની અનુભૂતિ. તેનું પરોક્ષ પરિણામ છે – પ્રાણને પ્રબળ બનાવવો. પ્રાણ પ્રબળ બને છે ત્યારે આરોગ્યનો પ્રવાહ આપોઆપ પ્રવાહિત થઈ ઊઠે છે. ન મહાવીરનું અહિંસા-દર્શન • 136 - Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિક ચિત્સિા અને રોગોપચાર શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, ભાવનાત્મક આરોગ્ય અને સામાજિક આરોગ્ય વગેરે પરસ્પર સાથે અનુબંધ ધરાવે છે. તેમાં પ્રથમ સ્થાન ભાવનાત્મક આરોગ્યનું છે. ભાવ સ્વસ્થ હોય તો મન સ્વસ્થ હોય છે. મન સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ હોય છે. શરીર, મન અને ભાવ એ ત્રણેય સ્વસ્થ હોય તો સમાજ સ્વસ્થ હોય છે. ભાવનાનું આરોગ્ય આહારવિહાર અને પ્રાકૃતિક જીવન ઉપર ખૂબ નિર્ભર છે. આજે પ્રાકૃતિક ચિકિત્સા શબ્દ અત્યંત પ્રચલિત છે. કોઈ રોગીને ચિકિત્સા શબ્દ દ્વારા આશ્વાસન મળે છે તેથી તેનું પ્રચલન અહેતુક પણ નથી. હકીકતમાં પ્રાકૃતિક ચિકિત્સાને બદલે પ્રાકૃતિક જીવન શબ્દ વિશેષ યોગ્ય છે. પ્રાકૃતિક જીવનના મૂળ આધાર બીમારીનું બહુ મોટું કારણ અપ્રાકૃતિક રીતે જીવવું એ છે. તેનો ઉપચાર છે – પ્રાકૃતિક રીતે જીવવું. માટી, પાણી, તડકો અને હવા વગેરે પ્રાકૃતિક તત્ત્વો છે. આપણું શરીર જે પુદ્ગલ-પરમાણુઓથી બનેલું છે તેમાં પાર્થિવ, જલીય, આગ્નેય, વાયવીય તત્ત્વોનો સમન્વય છે. તત્ત્વવિદ્યાના ન મહાવીરનું અહિંસા-દર્શન - 137 E Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ મત મુજબ પગથી કમર સુધીનો ભાગ પાર્થિવ છે. પેટની આસપાસનો ભાગ જલીય છે. નાભિની આસપાસનો ભાગ આગ્નેય છે. પેટની ઉપરનો ભાગ વાયવીય છે. આ તત્ત્વોને આધારે પીત, શ્વેત, રક્ત અને નીલા રંગના પ્રયોગો કરવામાં આવે છે. તે સૂર્યકિરણ ચિકિત્સાનું આધારસૂત્ર છે. આ તત્ત્વોના આધારે વિભિન્ન મુદ્રાઓનો વિકાસ કરવામાં આવ્યો. અંગુષ્ઠમાં અગ્નિ તત્ત્વ, તર્જનીમાં વાયુ તત્ત્વ, મધ્યમામાં આકાશ તત્ત્વ, અનામિકામાં પૃથ્વી તત્ત્વ તેમજ કનિષ્ઠામાં જલ તત્ત્વ સંનિહિત છે. આ તત્ત્વોનું સંચાલનસૂત્ર પ્રાણ છે. પ્રાણ, માટી, જળ, હવા અને તડકો વગેરે પ્રાકૃતિક જીવનના મૂળ આધારો છે. તેમનું અસંતુલન રોગ પેદા કરે છે. એ રોગને મટાડવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે પ્રાકૃતિક ચિકિત્સાનાં ઉપચાર-સાધનો બની જાય છે. આરોગ્ય એટલે પ્રાણનું સંતુલન શરીરમાં વિજાતીય દ્રવ્યો સંચિત થવાં એ રોગ છે. પ્રાકૃતિક ચિકિત્સાના ક્ષેત્રમાં રોગની આ જ વ્યાખ્યા સ્વીકૃત છે. વિજાતીય તત્ત્વો સંચિત થઈને પ્રાણશક્તિને અસંતુલિત કરી મૂકે છે. પ્રાણશક્તિનું અસંતુલન એ જ રોગછે. યોગના ક્ષેત્રમાં રોગની આ જ વ્યાખ્યા સ્વીકૃત છે. માટી વગેરે તત્ત્વો શરીરમાંથી વિજાતીય તત્ત્વોને બહાર કાઢી નાખે છે. પ્રાણશક્તિ સંતુલિત અને શરીર સ્વસ્થ થઈ જાય છે. આ રીતે પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ ચિકિત્સા વચ્ચે ગાઢ સંબંધ છે. આપણે પ્રાણી છીએ, પ્રાણ દ્વારા જ આપણું જીવન સંચાલિત છે. આપણી ઈન્દ્રિયો પ્રાણ દ્વારા પ્રાણિત થઈને જ પોતાના વિષયો જાણે છે. આપણી ભાષા, મન અને શરીર એ બધાં તેની જ સક્રિયતાથી સક્રિય થઈ રહ્યાં છે. પ્રાણ સ્વસ્થ તો સઘળું સ્વસ્થ. સ્વાસ્થનો અર્થ છે - પ્રાણનું સંતુલન. આરોગ્ય એટલે પ્રાણ-સંતુલન. મૂળ શક્તિ છે આયુષ્માણ આયુર્વેદમાં પાંચ પ્રાણ નિરૂપિત છે – ૧. પ્રાણ, ૨. અપાન, ૩. ઉદાન, ૪. સમાન, ૫. વ્યાન. જૈનધર્મમાં દસ પ્રાણોનું પ્રતિપાદન છે - મહાવીરનું અહિંસા-દર્શન - 138 | Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧) સ્પર્શેન્દ્રિય પ્રાણ (૬) મનોબળ (૨) રસનેન્દ્રિય પ્રાણ (૭) વચનબળ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રાણ (૮) કાયબળ (૪) ચક્ષુરિન્દ્રિય પ્રાણ (૯) શ્વાસોચ્છવાસ પ્રાણ (૫) શ્રોત્રેન્દ્રિય પ્રાણ (૧૦) આયુષ્ય પ્રાણ આમાં આયુષ્ય પ્રાણ મૂળ શક્તિ છે. એ જ છે આપણી જીવન-શક્તિ. તેના જ આધારે શરીર પોતાનું કાર્ય કરે છે. નાડીતંત્ર, વિવિધ રસાયણો અને તમામ ધાતુઓ શરીર પ્રાણને અધીન રહીને પોતાનું કાર્ય કરે છે. આયુષ્ય અને શરીર એ બંને શક્તિઓની વચ્ચે સેતુ છે – શ્વાસોચ્છવાસ પ્રાણ. સમગ્ર જીવન જીવવું કે અકાળે કાળનો કોળિયો બની જવું, શરીરનું સમ્યગતિએ ચાલવું અથવા તો લથડાતા ચાલવું એ બધામાં શ્વાસોચ્છવાસનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. દીર્ઘશ્વાસ પૂર્ણ જીવન જીવવામાં સહાયક બને છે. નાના શ્વાસ અકાળ મૃત્યુને આમંત્રણ આપે છે. શ્વાસના રહસ્યને સમજ્યા વગર આરોગ્યના રહસ્યને સમજી શકાતું નથી. મિથ્યાશ્વાસને કારણે અનેક રોગો પેદા થાય છે. શ્વાસ લેવો એ એક કલા છે, એક વિજ્ઞાન છે. ઘણા લોકો સમ્યફ રીતે શ્વાસ લેવાનું જ નથી જાણતા. યોગનું મૂળ સૂત્ર શ્વાસ અને આરોગ્યનું મૂળ સૂત્ર પણ છે શ્વાસ. આયુષ્ય, શરીર અને શ્વાસોચ્છવાસની પ્રાણ શક્તિ યોગ્ય રીતે કાર્ય કરતી હોય તો ઇન્દ્રિય, વચન અને મનની પ્રાણશક્તિ પણ યોગ્ય રીતે પોતાનું કાર્ય કરે છે. સ્પર્શચિકિત્સા, રસચિકિત્સા, ગંધચિકિત્સા, શબ્દચિકિત્સા અને રૂપચિકિત્સા આ પાંચ ચિકિત્સા પદ્ધતિઓ પાંચ ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવે છે. આરોગ્યના સંદર્ભમાં ઇન્દ્રિય પ્રાણની ઉપેક્ષા કરી શકાય નહિ. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ બધાં ચિકિત્સાનાં સારાં માધ્યમો છે. તે માત્ર ચિકિત્સાનાં જ નહિ, આરોગ્યનાં પણ સારાં માધ્યમો છે. સ્વાથ્ય અને ધ્વનિ પ્રકંપન આપણે વચનપ્રાણનું પણ સાચું મૂલ્યાંકન કરવું જોઈએ. વૈજ્ઞાનિક જગતમાં ધ્વનિ પ્રકંપનો ઉપર ઘણાં કાર્યો થયાં છે. પરાધ્વનિ દ્વારા અનેક કાર્યો સંપાદિત | મહાવીરનું અહિંસા-દર્શન - 139. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ થઈ રહ્યાં છે. સાધનાની દષ્ટિએ ધ્વનિ પ્રકંપનોનું ખૂબ મહત્ત્વ છે તો આરોગ્યની દૃષ્ટિએ પણ એનું મહત્ત્વ ઓછું નથી. એક મુમુક્ષુ વિદ્યાર્થિની યકૃતની બીમારીથી પીડાતી હતી. લાંબા સમય સુધી દવા લેવાછતાં કોઈ લાભ થયો નહિ. તેની સાધના અને અધ્યયનમાં અવરોધ પેદા થતો હતો. તેણે પોતાની સમસ્યા મારી સામે રજૂ કરી. મેં તેને “હું ધ્વનિનો પ્રયોગ કરવા ક્યું. ત્રણ મહિના પછી તેનું યકૃત તદન સ્વસ્થ થઈ ગયું. ધ્યાનની શક્તિ, સંકલ્પની શક્તિ એને એકાગ્રતાની શક્તિ પણ વધી તથા તેનું શરીર પણ સ્વસ્થ થઈ ગયું. હું એ નિષ્કર્ષ ઉપર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છું છું કે આરોગ્ય અને ધ્વનિ-પ્રકંપનો વચ્ચે ગાઢ સંબંધ છે. રોગના બે પ્રકાર - શરીર અને મન બંનેની પરસ્પર નિરપેક્ષ વ્યાખ્યા થઈ શકતી નથી. એ બંને નિતાંત સાપેક્ષછે. શરીરથી મન પ્રભાવિત થાય છે અને મનથી શરીર પ્રભાવિત થાય છે. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ, મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર રોગી બને છે ત્યારે મન પણ રોગી બને છે અને મન રોગી બને છે ત્યારે શરીર રોગમુક્ત રહી શકતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલો રોગ મનને રોગી બનાવે છે, તેને “સોમેટો સાઇકિક ડિસીસ' કહેવામાં આવે છે. મનમાં ઉત્પન્ન થયેલો રોગ શરીરને રોગી બનાવે છે, તેને “સાઈકો સોમેટિક ડિસીસ' કહેવામાં આવે છે. આયુર્વેદમાં આધિષ્ઠાન ભેદને કારણે રોગના બે પ્રકારો પાડવામાં આવ્યા છે – ૧. શરીરના અધિષ્ઠાનથી થતો રોગ – શારીરિક રોગ ૨. મનના અધિષ્ઠાનથી થતો રોગ - માનસિક રોગ વર્તમાન બીમારીઓનું મુખ્ય કારણ તાવ વગેરે શારીરિક રોગ છે. ક્રોધ વગેરે માનસિક રોગ છે. ઉન્માદ, અપસ્માર વગેરે રોગો શરીર અને મન બંનેના યોગથી પેદા થાય છે. આ ત્રીજો પ્રકાર બંનેના સંયોગથી થાય છે. મનના રોગો પ્રથમ મનને પીડિત કરે છે, પછી શરીરને. શરીરના રોગો પ્રથમ શરીરને પીડિત કરે છે, પછી મનને. માનસિક સિદ્ધિના અભ્યાસ દ્વારા માત્ર મન જ સ્વસ્થ નથી થતું, શરીર પણ સ્વસ્થ થાયછે. યોગવિદ્યાનું મુખ્ય સૂત્ર છે, ભાવનાત્મક સ્વાથ્ય, માનસિક સ્વાથ્ય. મનનો વિષય છે ચિંતન. ચિંતન ન કરવું, અતિચિંતન કરવું તેમજ ખોટી રીતે ચિંતન કરવું એ મહાવીરનું અહિંસા-દર્શન - 140 Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય રોગનાં કારણો બને છે. વર્તમાન જટિલ બીમારીઓનું મુખ્ય કારણ શું નકારાત્મક ચિંતન જ નથી? વિધાયક ચિંતન કરવાનું બહુ ઓછા લોકો જાણે છે. સ્વસ્થ જીવન જીવવા માટે વિચારવું કેમ? એ વિષય ઉપર ગંભીરતાથી મનન અને નિદિધ્યાસન થવું જરૂરી છે. મહત્ત્વપૂર્ણ ઉપચાર પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિમાં ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષાનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. આયુર્વિજ્ઞાનના મત મુજબ ગ્રંથિઓના સ્રાવનું અસંતુલન રોગનું મુખ્ય કારણ છે. ચૈતન્ય કેન્દ્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વચ્ચે નજીકનો સંબંધ છે. ચૈતન્ય કેન્દ્રો એ છે કે જ્યાં ચેતનાની સઘનતા હોય છે. આયુર્વેદમાં તેમને મર્મસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો છે. તે જાગૃત અને સક્રિય થાય છે ત્યારે પ્રાણ-શક્તિ બરાબર કાર્ય કરે છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિમાં તેર ચૈતન્ય કેન્દ્રો ઉપર પ્રેક્ષાના પ્રયોગો કરવામાં આવે છે. તે ચૈતન્ય કેન્દ્ર આ પ્રમાણે છે - ૧. શક્તિકેન્દ્ર ૮. ચાક્ષુષકેન્દ્ર ૨. સ્વાથ્ય કેન્દ્ર ૯. અપ્રમાદ કેન્દ્ર ૩. તૈજસ કેન્દ્ર ૧૦. દર્શન કેન્દ્ર ૪. આનંદકેન્દ્ર ૧૧. જ્યોતિકેન્દ્ર ૫. વિશુદ્ધિ કેન્દ્ર ૧૨. શક્તિ કેન્દ્ર ૬. બ્રહ્મકેન્દ્ર ૧૩. જ્ઞાન કેન્દ્ર ૭. પ્રાણકેન્દ્ર શક્તિકેન્દ્રથી ચિત્તની યાત્રા શરૂ કરો. પ્રત્યેક ચૈતન્ય કેન્દ્ર ઉપર બે બે મિનિટની પ્રેક્ષા કરો. બે મિનિટ લઘુમસ્તિષ્કની પ્રેક્ષા કરો. આવો અડધો કલાકનો પ્રયોગ શારીરિક અને માનસિક રોગો માટેનો મહત્ત્વનો ઉપચાર બની રહેશે. મહાવીરનું અહિંસા-દર્શન - 141. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સાસુઓ બદલાય તો વહુઓનું બળી મરવાનું બંધ થાય ! વહુઓ શા માટે બળી મરે છે? - આ એક સળગતી સમસ્યા છે. અનેક લોકોના મુખે આ સમસ્યા સાંભળવા મળે છે. તેનું સમાધાન લોકસભાના પ્રાંગણમાં, મેદાનમાં અને બજારમાં પણ શોધવામાં આવે છે, પરંતુ હજુ સુધી તેનો ઉત્તર મળ્યો નથી. સુવિધાવાદ, મહેનત વગર માલ મેળવી લેવાની મનોવૃત્તિ, પ્રદર્શન અને મોટાઈ. આ બધી મોટી મોટી ખાઈઓ છે, તેમને પાર કર્યા વગર સમાધાન સુધી પહોંચી શકાય તેમ નથી. માણસમાં ક્રોધ, અહંકાર અને લોભનાં છે સંસ્કારબીજ હયાત છે. સિંચન મળતાં જ તે અંકુરિત અને પલ્લવિત થઈ ઊઠે છે. તે પલ્લવિત થતાં વહુઓ પણ સળગી શકે છે, પિતા પણ સળગી શકે છે અને દીકરો પણ સળગી શકે છે. ક્રોધપ્રેરિત હત્યાઓ ચાલી રહી છે. દહેજનો પ્રશ્ન સીધેસીધો ક્રોધ સાથે જોડાયેલો નથી. તેનો સંબંધ સુવિધાવાદ, મફતનું ખાવાની વૃત્તિ, પ્રદર્શન અને મોટાઈ સાથે છે. દહેજની સમસ્યાઃ આપત્તિઓના પરિઘમાં વૈજ્ઞાનિક યુગમાં સુવિધાવાદી દૃષ્ટિકોણ ખૂબ પાંગર્યો છે. પ્રાચીન માણસ | મહાવીરનું અહિંસા-દર્શન - 142 Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલીઓને સહન કરતાં કરતાં પણ જીવતો હતો. આજનો માણસ મુશ્કેલીઓ સહિત જીવવા તૈયાર નથી. તે આર્થિક મુશ્કેલીઓમાં જીવવા પણ નથી માગતો, અભાવનું જીવન જીવવા પણ નથી માગતો અને ઋતુઓની મુશ્કેલીઓનું જીવન જીવવા પણ નથી માગતો. સામાજિક અવમૂલનનું જીવન પણ જીવવા નથી માગતો. દહેજની સમસ્યા આ બધી મુશ્કેલીઓના પરિઘમાં છે. જે લોકો આર્થિક અભાવનું જીવ જીવી રહ્યા છે તેમના માટે દહેજ આર્થિક અભાવની સમસ્યાનું સમાધાન છે. જે લોકો મોતન કરવા નથી માગતા અને મફતનું ધન હજમ કરવા ઝંખે છે તેમને દહેજ દ્વારા મોટી મોટી આશાઓ હોય છે. ભારતીય સાહિત્યમાં એવી અનેક કથાઓ અને ઘટનાઓ મળે છે જે આપણી પુરુષાર્થપરાયણ સંસ્કૃતિને જગાડે છે. એક રાજકુમારે રાજાને કહ્યું કે હું મારા પુરુષાર્થ ઉપર વિશ્વાસ ધરાવું છું તેથી હું મારા પુરુષાર્થ દ્વારા જે કમાઈશ એ જ ખાઈશ. હું કોઈનો આશ્રિત થઈને જીવવા નથી માગતો. એક રાજકુમારીએ રાજાને કહ્યું કે હું બીજાના ભાગ્ય ઉપર જીવવા નથી માગતી. પોતાના શ્રમ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. તેથી આપ મારી ચિંતા ન કરશો. મને મારા પુરુષાર્થ દ્વારા જે કાંઈ પ્રાપ્ત થશે તે જ મારા માટે સર્વસ્વ બની રહેશે. આવું ચિંતન ઉદાત્ત સંસ્કૃતિનું ચિંતન છે. જે સમાજ પોતાના ભાગ્ય ઉપર, પોતાના પુરુષાર્થ ઉપર ભરોસો નથી કરતો અને મફતમાં મળેલા ધન ઉપર ભરોસો કરે છે તે ક્યારેય ઊંચાઈના શિખરે પહોંચી શકતો નથી. મૂલ્યાંકન પદાર્થનું અવમૂલ્યન યુવતીનું મોટરસાઈકલ, કાર, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટી.વી., ફ્રીઝ વગેરે અનેક પદાર્થો છે. આ પદાર્થો વર્તમાન માનવીનાં સાથી-સંગી બની ચૂક્યાછે. એ તમામની પૂર્તિ દહેજ દ્વારા થાય એવી કલ્પના પણ પર્યાપ્ત માત્રામાં દઢ થઈ ચૂકી છે. આ કલ્પનાએ પદાર્થનું મૂલ્ય વધારી દીધું અને પરણિત યુવતીનું અવમૂલ્યન કરી દીધું. ભારતીય લગ્નસંસ્થા એક પવિત્ર અનુબંધ સહિત ચાલી રહી છે. તેમાં વર અને વધુનો સંબંધ બાહ્ય નથી, ખૂબ ઊંડાણનો છે. બાદશાહે ગુજરાતના રાજકુમાર જયસિંહનો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને કહ્યું, તારા પિતાજી મૃત્યુ પામ્યા છે અને તું હજી બાળક છે. બોલ, તું શું કરી શકીશ? બાળક જયસિંહે જવાબ આપ્યો, હિંદુ લગ્નવિધિમાં વર એક વખત વધૂનો હાથ પકડી લે છે પછી તેને જીવનભર નિભાવે મહાવીરનું અહિંસા-દર્શન - 143. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ છે, તેનું રક્ષણ કરે છે. તમે તો મારા બંને હાથ પકડી લીધા છે. હવે મને કોઈ વાતની ચિંતા નથી. આ વાત ઉપર બાદશાહ પ્રસન્ન થઈ ઊઠ્યો અને રાજકુમારનો રાજ્યાભિષેક કરી દીધો. હિંદુ સમાજની આ સાંસ્કૃતિક પરંપરાને આજે દહેજ કલંકિત કરી રહ્યું છે. બીજાઓને રક્ષણ આપવાની વાત તો દૂર ગઈ, પરંતુ એક અસહાય યુવતીની પોતાના જ ઘરમાં હોળી સળગાવી દેવામાં આવે છે ! આવી હોળી સળગાવનારા લોકો એ છે કે જેઓ ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે, પોતે કરેલાં કર્મોનું ફળ ભોગવવામાં વિશ્વાસ ધરાવે છે. એક તરફ ધર્મ અને બીજી તરફ એક વ્યક્તિને જીવતી સળગાવી દેવી ! આ એવડો મોટો વિરોધાભાસ અને એટલું મોટું આશ્ચર્ય છે કે જેના વિશે વિચારી પણ નથી શકાતું અને તેના વિશે કશું કહી પણ નથી શકાતું. જરૂર છે એક અભિયાનની વધુમાં વધુ દહેજ મેળવવાની મનોવૃત્તિ માત્ર અભણ લોકોમાં જ નથી. આ મનોવૃત્તિ એવા લોકોમાં પણ જોવા મળે છે કે જેઓ ખૂબ ભણેલા છે. બૌદ્ધિકતા દહેજની આ બીમારીનો ઇલાજ નથી. તેનો ઇલાજ છે- કરુણાનો વિકાસ, માનવીય દૃષ્ટિકોણ અને સંવેદનશીલતાના સૂત્રની અનુભૂતિ. સુવિધાવાદી તથા પ્રદર્શનના દૃષ્ટિકોણે કરુણાનો સ્રોત સૂકાવી દીધો છે. તેને ફરીથી વહેતો કરવા માટે એક અભિયાનની અપેક્ષા છે, એક આંદોલનની જરૂર છે. લોભ અને સુવિધાવાદની મનોવૃત્તિ વ્યક્તિને કઠોર બનાવી મૂકે છે. એ કઠોરતાના તાપથી સંવેદનાનો રસ સૂકાઈ જાય છે. પદાર્થ અને માણસ એ બંનેમાં માણસનું મૂલ્ય અધિક છે. આ સચ્ચાઈને પ્રકાશમાં લાવવાનું આવશ્યક છે. આ કાર્ય માટે કોઈ એક નવી વ્યવસ્થાનું ચિંતન થવું જોઈએ. દહેજની વ્યવસ્થા ખૂબ પ્રાચીન થઈ ચૂકી છે. તેમાં પરિવર્તન લાવવાનું કેટલું શક્ય બનશે તે કહી શકાય તેમ નથી. પ્રાચીન સાહિત્યમાં દહેજનાં મોટાં મોટાં વર્ણનો મળે છે. જાણવા મળે છે કે આ વ્યવસ્થા હજારો વર્ષ પ્રાચીન છે. અગાઉ એ સ્વાભાવિક હતી, આજે તે અત્યંત વિકૃત બની ગઈ છે. વિરોધ કોનો? એક તર્ક રજૂ થાય છે કે પિતા પોતાની પુત્રીને કંઈક આપે તો એમાં ખોટું શું છે? આ તકનો વિરોધ કરી શકાય તેમ નથી. વિરોધ એનો કરવાનો છે કે જે મહાવીરનું અહિંસા-દર્શન - 144 Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દહેજની આસપાસ વિષવૃક્ષો પેદા થઈ ગયાં છે. અણુવ્રત આંદોલનમાં દહેજની વિકૃતિને દૂર કરવાના બે ઉપાયો આપવામાં આવ્યા છે – ૧. દહેજ માટે ઠરાવ ન કરવો. ૨. દહેજનું પ્રદર્શન ન કરવું. આ બે ઉપાયોનો વિસ્તાર કરીએ તો કેટલીક સંભાવનાઓ વિશે વિચારી શકાય છે, કેટલાક વિકલ્પો રજૂ કરી શકાય તેમ છે. એ વિકલ્પો ઉપર સામૂહિક ચર્ચા અને સામૂહિક ચિંતનો થવાં જોઈએ. દહેજનું નિર્ધારણ વિવાહ પૂર્વે ચિંતનનું પ્રથમ બિંદુ એ છે કે વિવાહ સાથે દહેજનો સંબંધ ન રહેવો જોઈએ. પિતા પોતાની પુત્રીને જે કાંઈ આપે તેનું નિર્ધારણ વિવાહ પૂર્વે થઈ જાય અને વિવાહ સંબંધ કરનારને અગાઉથી તેની ખબર હોય. આવી સ્પષ્ટતાનો અર્થ એ થશે કે સંભાવનાના આધારે સંબંધ કરનારા લોકો ઓછી કિંમત મળવાથી લગ્ન પછી નવવધૂને પજવેછે, પીડા આપે છે, મહેણાં મારે છે – એવી સ્થિતિ નહિ રહે. વિવાહકક્ષનું નિયોજન ચિંતનનું બીજું બિંદુ એ છે કે વિવાહ પ્રસંગે આપવાની પ્રથા સમાપ્ત કરી દેવામાં આવે. એનો અર્થ એ થશે કે વિવાહનો સંબંધ માત્ર વધૂસાથે છે, તેની સાથે આવનારી સામગ્રી સાથે નહિ. અત્યારે લેવડ-દેવડની પ્રથામાં સામગ્રીનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે, વધૂનું મહત્ત્વ ખૂબ ઓછું થઈ ગયું છે. ક્યારેક ક્યારેક તો એમ લાગે છે કે જાણે વિવાહ ધન સાથે થઈ રહ્યો છે, કન્યા સાથે નહિ! આ કાર્યને આગળ વધારવા માટે અણુવ્રત સમિતિ અંતર્ગત એક વિવાહ કક્ષનું નિયોજન જરૂરી છે. તે કક્ષનું કાર્ય લોકસંપર્ક, અણુવ્રતના સંકલ્પોને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા અને વિવાહને દહેજના દાનવથી મુક્ત કરવાનું રહેશે. મહિલાઓ આગળ આવે સુવિધાવાદી અને લાલચુ મનોવૃત્તિ છોડાવવાનું સાવ સહેલું નથી. એમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે મહિલાઓ પોતે જ મહાવીરનું અહિંસા-દર્શન - 145 10 Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ મહિલાઓને પ્રતાડિત કરે છે. જો સાસુઓ બદલાઈ જાય તો વહુઓનું બળી મરવાનું બંધ થઈ જાય. અણુવ્રત સમિતિના વિવાહ કક્ષનું સંચાલન મહિલાઓ કરે અને દહેજપ્રથાના ઉમૂલન માટે મહિલાઓ આગળ આવે તો આ કાર્યને ગતિ મળી શકે. અહિંસા-સૂર્યને લાભજનિત હિંસાનો રાહુ ગ્રસી રહ્યો છે. તેનું વિષભર્યું વિકિરણ લોકચેતનાને વિષાક્ત બનાવી રહ્યું છે. તેનો વિરોધ અત્યંત આવશ્યક છે. વ્યક્તિ અને સમાજ બંનેનું આરોગ્ય એ વિરોધ પર નિર્ભર છે. તેની ચિકિત્સા માટે પ્રત્યેક વ્યક્તિ જાગરુક બનશે એવી સંભાવના સહિત આપણે આગળ વધીએ. મહાવીરનું અહિંસા-દર્શન - 146 Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ व्यन्ति हर्शन Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only. Page #150 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધિક વિકાસ ખૂબ આવશ્યક છે - તેને ક્યારેય ઓછા મહત્ત્વનો કહી ન શકાય, પરંતુ કોઈપણ ચીજને સર્વસ્વ સમજી લેવાથી એક ખોટો ખ્યાલ બંધાઈ જાયછે. આજે કંઈક એવું જ બની ગયુંછે. એક ચિંતનનો વિપર્યાય, એક બૌદ્ધિક ભ્રાંતિ પેદા થઈ ગઈછે. આજની શિક્ષણસંસ્થાઓમાં એંશીથી નેવું ટકા જેટલો હિસ્સો બૌદ્ધિકવિકાસ માટેનો હોયછે અને માંડ દસ ટકા જેટલો હિસ્સો શારીરિક વિકાસ માટે હોઈ શકે છે. આપણું અસ્તિત્વ, આપણું વ્યક્તિત્વ માત્ર બુદ્ધિ પૂરતું જ મર્યાદિત નથી હોતું. માણસને અધ્યયન પછી પરિવારમાં, સમાજમાં, સમુદાયમાં જીવવાનું હોય છે અને તેમાં બૌદ્ધિકવિકાસ ખૂબ ઓછો ઉપયોગી બને છે. તેમાં વ્યવહારની વિશેષ અપેક્ષા રહેછે. વ્યવહારની પાછળ આપણું એટીટ્યૂડ હોયછે. આપણા જીવન સાથે આ બે શબ્દો ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે જોડાયેલા છે – એટીટ્યૂડ અને બિહેવીઅર - દૃષ્ટિકોણ અને વ્યવહાર. વ્યક્તિને તેના વ્યવહાર દ્વારા ઓળખવામાં આવેછે. માનસિક સંતોષ અને અસંતોષ, માનસિક તનાવ અને માનસિક તનાવથી મુક્તિ – આ બધું આપણી બુદ્ધિ સાથે જેટલું જોડાયેલું નથી, તેટલું આપણા વ્યવહાર સાથે જોડાયેલું છે. મહાવીરનું અહિંસા-દર્શન ♦ 149 Jain Educationa International યથાર્થતી સમસ્યા ઉકેલીએ For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ જીવનનાં ત્રણ પાસાં વર્તમાન યુગ વૈજ્ઞાનિક યુગછે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ એમ માની લેવામાં આવ્યું છે કે માનવીના પ્રત્યેક વ્યવહારની પાછળ એક રસાયણ હોય છે. ક્યાંક ક્યાંક ન્યૂરો ટ્રાન્સમીટર હોયછે, ક્યાંક ક્યાંક કેમિકલ હોય છે અને તે આપણા વ્યવહારને નિયંત્રિત કરે છે. જ્યાં સુધી આપણે રાસાયણિક પરિવર્તનની પ્રક્રિયાને સમજી લેતા નથી, યોગિક રાસાયણિક પરિવર્તનને પ્રયોગમાં લાવતા નથી ત્યાં સુધી આપણા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી. જીવનમાં ત્રણ બાબતો અત્યંત આવશ્યકછે - એક સ્વસ્થ, શાંત અને સંતુલિત જીવન જીવવા માટે સૌથી પ્રથમ બાબત છે નિયંત્રણની ક્ષમતા, બીજી બાબત છે જ્ઞાનની ક્ષમતા. જ્ઞાનમાં તેનાં તમામ પાસાં સમાઈ જાય છે – સમજણ, અંડરસ્ટેન્ડિંગ, ખ્યાલ વગેરે. ત્રીજી બાબતછે આનંદની અનુભૂતિ. આ ત્રણ બાબતો જો આપણા બૌદ્ધિક વિકાસ સાથે ન હોય તો આપણું જીવન ખતરનાક બની જાય છે. એક કાર જઈ રહી હતી. ચાર રસ્તા ઉપર એક પોલીસ ઊભો હતો. તેણે કારને રોકતાં કહ્યું, થોભો ! ડ્રાયવરે પૂછ્યું, શા માટે ? પોલીસે કહ્યું, લાઈટ નથી છતાં ગાડી કેમ ચલાવો છો ? ડ્રાયવરે કહ્યું, તમે જલદી બાજુમાં ખસી જાવ, મારી કારને બ્રેક પણ નથી ! જ્યારે કારને લાઈટ પણ ન હોય અને બ્રેક પણ ન હોય, ત્યારે ડ્રાઈવિંગ કેવું ખતરનાક બની રહેતું હોય છે ! જે જીવનમાં લાઈટ પણ નથી હોતી અને બ્રેક પણ નથી હોતી તે જીવન પણ કારની જેમ જ ખતરનાક બની રહેતું હોય છે. જીવનમાં પ્રકાશ ખૂબ જ જરૂરી છે અને એટલું જ જરૂરીછે નિયંત્રણ પણ. એ બંને બાબતો હોય તો જ જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે, આપણે જે કાંઈ કાર્ય કરીએ તેમાં આનંદનો અનુભવ ત્યારે જ થાયછે. માનસિક તનાવ – મેન્ટલ ટેન્શન આજકાલ એટલું બધું રહેતું હોયછે કે દરેક બાબતમાં માણસ તનાવપૂર્ણ બની રહે છે. આવી અવસ્થામાં જીવનનો કોઈ અર્થ રહેતો નથી, જીવનનો કોઈ આનંદ પણ રહેતો નથી. ક્ષયોપશમ : નિયંત્રક પ્રણાલી - એક સ્વસ્થ, શાંત અને સંતુલિત જીવન જીવવા માટે પ્રથમ શરત છે નિયંત્રણની ક્ષમતાનો વિકાસ કરવો. પોતાની નિયંત્રણની ક્ષમતા વિકસાવીએ. તે Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 150 For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય બહારથી લાવવાની જરૂર નથી. પ્રત્યેક વ્યક્તિ પાસે નિયંત્રણની ક્ષમતા છે. આજના મસ્તિષ્ક વૈજ્ઞાનિકો એ વાત પ્રતિપાદિત કરી ચૂક્યા છે કે ક્રોધની પ્રણાલી આપણા મસ્તિષ્કમાં હોય છે તેવી જ રીતે ક્રોધને નિયંત્રિત કરવાની પ્રણાલી પણ આપણા મસ્તિષ્કમાં જ હોય છે. બંને પ્રણાલીઓ સાથે સાથે, સમાંતરે કામ કરતી હોય છે. આ બાબતનો આપણે પોતે જ ક્યારેક ક્યારેક અનુભવ કરતા હોઈએ છીએ. જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે અંદરથી એવો અવાજ આવે છે કે, થોભી જાવ, થોડોક વિચાર કરો. અત્યારે આટલો બધો ગુસ્સો ન કરશો - આવો અવાજ અંદરથી ક્યાંથી આવે છે? આ અવાજ પેલી પ્રણાલીમાંથી આવે છે કે જે નિયંત્રક પ્રણાલી છે અને જે સાથેસાથે નિયંત્રણ કરતી હોય છે. આપણી જેટલી વૃત્તિઓ છે, આપણા જેટલા આવેગો છે, આપણાં જેટલાં ઈમોશન્સ છે – પસંસ છે, તેમની સાથે તે તમામના નિયંત્રણની પ્રણાલીઓ પણ કામ કરતી હોય છે. કર્મશાસ્ત્રમાં બે શબ્દો આવે છે – ઔદયિક ભાવ અને ક્ષાયોપથમિક ભાવ. આ બંને શબ્દો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઔદયિક ભાવ એટલે ઈમોશન્સનું પ્રગટ થવું, આવેગ-સંવેગનું પ્રગટ થવું. ક્ષાયોપથમિકભાવ દ્વારા તેમના ઉપર નિયંત્રણની ક્ષમતા પ્રાપ્ત થાય છે. તેનો અર્થ છે – પ્રત્યેક આવેગ-સંવેગ ઉપર નિયંત્રણ કરવાની પ્રણાલી. ક્રોધ આવે છે, ક્રોધ ઉપર નિયંત્રણ કરી શકાય છે. ભય લાગે છે તો ભય ઉપર નિયંત્રણ પણ કરી શકાય છે. હીન ભાવના (ઇન્ફિરીયારિટી કોપ્લેક્સ) આવે છે તો તેના ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે અને અહંની ભાવના (સુપિરીયારિટી કોમ્લેક્સ)આવે છે તો તેના ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે. પ્રત્યેક સંવેગ ઉપર નિયંત્રણ કરી શકાય છે. જો આપણે નિયંત્રણની આ પ્રણાલીને સમજીએ નહિ તો આપણા જીવનનું એક પાસું અધૂરું જ રહી જાય છે. પ્રેક્ષાધ્યાનનો ઉદેશ નિયંત્રણની પ્રણાલી સમજવાનો અને તેની ક્ષમતા વિકસાવવાનો છે. સંવેગનું કારણ કેટલાંક વર્ષ અગાઉ અમે સૌ રાજસ્થાનના રમણીય પહાડી પ્રદેશ મેવાડમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. ત્યાં પ્રેક્ષાધ્યાનની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રથી આવેલો એક પરિવાર એ શિબિરમાં જોડાયો હતો. તેમાં એક યુવતી ભાગ લઈ રહી હતી. તેના સસરા મૃત્યુ પામ્યા હતા. એ મૃત્યુનો તેને ન મહાવીરનું અહિંસા-દર્શન : 151 - Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ એવો પ્રબળ આઘાત લાગ્યો કે તે રાત દિવસ ભયનો અનુભવ કરતી હતી. સતત બેચેન રહેતી હતી. તેની એવી ભયગ્રસ્ત માનસિક પરિસ્થિતિને કારણે તેનાં પરિવારજનો પણ બેચેન રહેવાં લાગ્યાં. આખો દિવસ તે ભયથી આક્રાંત રહેતી હતી. ભારે સમસ્યા બની ગઈ હતી. તેણે દસ દિવસની પ્રેક્ષાધ્યાન શિબિરમાં ધ્યાનનો પ્રયોગ કર્યો. શિબિર-સમાપ્તિ પ્રસંગે તેણે પરિવારનાં સ્વજનોને કહ્યું કે તેની માનસિક સ્થિતિમાં લગભગ એંશી ટકા સુધારો થયો હતો. તેને ભય લાગવાનું લગભગ બંધ થઈ ગયું હતું. આ ભય શી રીતે બંધ થયો? તેને ભય શા માટે લાગતો હતો? જ્યારે આપણી કમજોરીની પ્રણાલી સક્રિય થઈ જાય છે, કોઈ બટન દબાઈ જાય છે – સ્વિચ ઓન થઈ જાય છે ત્યારે કોઈને કોઈ સંવેગ જાગી જાય છે. કોઈકનામાં ક્રોધ, કોઈકનામાં અહંકાર, કોઈકનામાં લાલચ, કોઈકનામાં ડર તો કોઈકનામાં કામવાસના વગેરે તીવ્ર થઈ જાય છે, પરંતુ જો તેની સાથે સાથે આપણે સંવેગ નિયંત્રણની પ્રણાલીને જાણી લીધેલી હોય તો આપણે તે સંવેગોમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ, બટન દબાવી શકીએ છીએ, તેના ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. જો તે પ્રણાલીનું જ્ઞાન ન હોય તો “ડૉક્ટરે શરણં ગચ્છામિ' – ડૉક્ટરોના શરણમાં જવું પડે છે. જીવનની પ્રથમ શરત લંડનમાં એક વ્યક્તિ માનસિક ચિકિત્સક પાસે ગઈ. તેણે ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ ! હું માનસિક દષ્ટિએ અત્યંત પરેશાન છું, અસ્વસ્થ છું. મને કોઈ એવી દવા આપો કે જેથી મને શાંતિ મળે. ડૉક્ટરે કહ્યું, મેં તમારી માનસિક સ્થિતિનું અધ્યયન કરી લીધું છે. હું તમને અત્યારે કોઈ દવા આપવા ઇચ્છતો નથી. પરંતુ મારે તમને એક સલાહ આપવાની છે. તમે આપણા દેશના સુપ્રસિદ્ધ વિદૂષક પ્રેમાલ્ડીની પાસે પહોંચી જાવ. તેની સાથે એકાદ અઠવાડિયું રહીને પછી મારી પાસે આવજો. ત્યારે હું તમને દવા આપીશ. પેલા માણસે માથે હાથ મૂકતાં કહ્યું, અરે, ડૉક્ટર સાહેબ ! હું પોતે જ પ્રેમાલ્ડી છું, હું કોની પાસે જાઉં? ડૉક્ટર સલાહ આપતા હતા કે, ગ્રેમાલ્હી પાસે જઈને તમે એક સપ્તાહ રહો. આમ કરવાથી તમારી માનસિક પીડા શાંત થઈ જશે. ડૉક્ટરની પાસે પ્રેમાલ્ડી પોતે જ બીમાર બનીને આવ્યો હતો ! મહાવીરનું અહિંસા-દર્શન - 152 | Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી નિયંત્રણ કરવાની પોતાની ક્ષમતાનો વિકાસ કરવામાં આવતો નથી, જ્યાં સુધી પોતાના ઈમોશન્સ ઉપર નિયંત્રણ કરવાની આપણી ક્ષમતા વધતી નથી, ત્યાં સુધી ટ્રેક્વેલાઈઝર્સ, શામક દવાઓ અને શામક પ્રયોગો આપણને બચાવી શકતાં નથી. આપણા જીવનની પ્રથમ શરત છે – નિયંત્રણનો વિકાસ. તે પ્રત્યેક વ્યક્તિ માટે જરૂરી છે, ભલે પછી તે વ્યક્તિ ભણેલી-ગણેલી હોય કે અભણ હોય. આપણે એવા લોકોને જોયા છે કે જેઓ ખૂબ ભણેલા-ગણેલા હોય, ખૂબ વિદ્વાન હોય, છતાં તેમનું પારિવારિક જીવન એટલું દુઃખી હોય છે કે જેની કોઈ હદ નથી હોતી. ભણતર દરેક બાબતમાં ઉપયોગી નથી બનતું. જીવનનું એક પાસું છે ભણતર. અધ્યયન આપણું એક પાસું છે. આપણે જો તમામ પાસાંની ઉપેક્ષા કરવા લાગીએ, તેમને નકારવા લાગીએ તો જીવન ચાલી શકે નહિ. પીનિયલ પિયૂટરી કરતાં વધુ શક્તિશાળી છે મસ્તિષ્કના કેટલાક વિશિષ્ટ ભાગ આપણા વ્યવહારના નિયામક હોય છે. જો તેમને સક્રિય કરવામાં આવે તો આપણી નિયંત્રણ ક્ષમતા વધી શકે છે. કપાળનો મધ્યભાગ કે જેને પ્રેક્ષાધ્યાનમાં જ્યોતિકેન્દ્ર કહેવામાં આવે છે - તે આપણા ઈમોશનલ એરિયાનો મહત્ત્વપૂર્ણભાગ છે. મનોવિજ્ઞાનની ભાષામાં તે કષાય જાગરણનું ક્ષેત્ર છે, ઈમોશનલ એરિયાછે. લિમ્બિક સિસ્ટમ અને હાઈપોથેલેમસનું આ ક્ષેત્ર, જ્યાં આપણી સઘળી ભાવધારાઓ પેદા થાયછે અને વધેછે - જો એ ક્ષેત્ર ઉપર આપણું નિયંત્રણ હોય તો આપણે સંવેગોની દૃષ્ટિએ, આવેગોની દૃષ્ટિએ અત્યંત આશ્વસ્ત થઈ શકીએ. જે વ્યક્તિ આ પીનિયલ ગ્લંડના ક્ષેત્ર ઉપર ધ્યાન કરે છે, તેની નિયંત્રણની ક્ષમતા વધી જાય છે. પીનિયલ ગ્લેંડ ઘણી બધી વૃત્તિઓને કિંટ્રોલ કરે છે. મેડિકલ સાયન્સમાં પિયૂટરી ગ્લેડને માસ્ટર ગ્લેંડ કહેવામાં આવે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં પીનિયલ ગ્લેંડ ઉપર હજી ખૂબ ઓછું કામ થયું છે. અત્યારે કેટલુંક કામ ચાલી રહ્યું છે. આપણો એ સ્પષ્ટ અનુભવ છે કે પીનિયલ ગ્લેડ પિટ્યુટરી ગ્લેડની અપેક્ષાએ વધારે શક્તિશાળી છે. ભારતીય યોગવિદ્યામાં આ સ્થાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેટલું નિયંત્રણ અને જેટલી શક્તિ પીનિયલ ગ્લેંડ સાથે છે, તેટલી પિયૂટરી ગ્લેંડ સાથે નથી. જો આ સ્થાન આપણા નિયંત્રણમાં હોય તો વૃત્તિઓ ઉપર સહજ રીતે નિયંત્રણ આવી જાય છે. દસ બાર વર્ષના બાળકમાં નિયંત્રણની ક્ષમતા વધારે હોય છે અને સિત્તેર મહાવીરનું અહિંસા-દર્શન 5 153 Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વર્ષના વૃદ્ધ માણસમાં નિયંત્રણની શક્તિ ઓછી થઈ જાય છે. ઘરડો માણસ જેટલો ચીડિયો હોય છે તેટલું નાનું બાળક ચીડિયું નથી હોતું. નાડીતંત્ર અને ગ્રંથિતંત્ર નબળું હોય તો ગુસ્સો વધુ આવે છે અને વ્યક્તિ ચીડિયા સ્વભાવની બની જાય છે. પછી તે નિયંત્રણ ઓછું કરી શકે છે. તેનું કારણ દર્શાવતાં કહેવામાં આવ્યું કે, દસબાર વર્ષ સુધી પીનિયલ ગ્લેંડ ખૂબ સક્રિય રહે છે અને તે તમામ હોર્મોન્સના સ્રાવ ઉપર નિયંત્રણ પણ રાખે છે. ત્યાર પછી તે નિષ્ક્રિય થવાનું શરૂ થાય છે. તેની નિષ્ક્રિયતા કેટલીક સમસ્યાઓ પેદા કરે છે. જો આપણે નિયંત્રણની ક્ષમતા વધારી શકીએ તો આપણા જીવનનું એક પાસું ખૂબ સારું બની જાય છે. પરાવિધાઃ અપરાવિધા જીવનનું બીજું પાસું તે જ્ઞાનનું પાસું છે. જ્ઞાન માત્ર બૌદ્ધિક વિકાસ ઉપર જ આધારિત નથી. આપણા મસ્તિષ્કમાં બે ભાગછે - જમણું પટલ અને ડાબું પટલ – લેટ હેમીસ્ફીયર અને રાઈટ હેમીસ્ફયર. ડાબું પટલ જેને ઉપનિષદમાં અપરાવિદ્યા કહેવામાં આવે છે તે ભાષા, ગણિત, તર્ક વગેરે માટે જવાબદાર છે અને મસ્તિષ્કનો બીજો ભાગ કે જેને પરાવિદ્યા કહેવામાં આવે છે તે ઇટ્યૂશન, અંતર્દષ્ટિ, ચરિત્ર વગેરે માટે જવાબદાર છે. આજની શિક્ષણ સંસ્થાઓમાં ડાબો ભાગ ખૂબ સક્રિય થઈ જાય છે, પરંતુ જમણો ભાગ સુષુપ્ત જ રહી જાય છે. આ અસંતુલને અનેક સમસ્યાઓ પેદા કરી છે. આજે સૌ કોઈ ફરિયાદ કરે છે કે હિંસા ખૂબ વધી રહી છે, અપરાધો ખૂબ વધી રહ્યા છે, આક્રમક વૃત્તિઓ ખૂબ વધી રહી છે. નાનકડું બાળક પણ એગ્રેસિવ થઈ ઊઠે છે. આક્રમકતા સ્પષ્ટ રીતે ઝળકી રહી છે, વધી રહી છે. આ સમસ્યા માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં પજવી રહી છે. કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્યના એક જાણીતા લેખક છે. તેમણે તેમની અમેરિકા યાત્રાનાં કેટલાંક સંસ્મરણો સંભળાવ્યાં. તેમણે કહ્યું કે, હું મારા એક મિત્ર પાસે બેઠો બેઠો વાતચીત કરી રહ્યો હતો. તે દરમ્યાન એ મિત્રનો દસ-બાર વર્ષનો પુત્ર ખૂબ તોફાન કરી રહ્યો હતો. મારા મિત્રે તેને કહ્યું, બેટા, જરા શાંત રહે. અમે વાતો કરી રહ્યા છીએ. તું તોફાન ન કરીશ. પિતાની વાત સાંભળીને એ બાળક બોલ્યો, પપ્પા! તમે કેવી વાત કરો છો? તમે મને રોકવાનો પ્રયત્ન કરશો તો હું તમને શૂટ કરી દઈશ! હિંદુસ્તાનનો વિકાસ હજી આ કક્ષાએ પહોંચ્યો નથી. અમેરિકામાં આક્રમક મહાવીરનું અહિંસા-દર્શન - 154 Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ મનોભાવ એટલી હદે વિકસી ગયા છે કે કોઈ વ્યક્તિને મારી નાખવી એ કોઈ ખાસ વાત નથી રહી. સમગ્ર જગતની તે ફરિયાદ છે કે આજે હિંસાત્મક વૃત્તિઓ ખૂબ વધી રહી છે, પરંતુ તે શા માટે વધી રહી છે? આપણે તેના કારણ અંગે વિચાર કરીએ. ઘણી વખત કહેવામાં આવે છે કે આ બધું ભણતરને કારણે વધી રહ્યું છે. હું તેને સાચું નથી માનતો. ભણતરને કારણે આ બધું નથી વધ્યું, ભણતરનું તે કામ નથી. આ બધું એટલા માટે ચાલી રહ્યું છે કે બીજા પક્ષ તરફ આપણું ધ્યાન જ નથી. નિયંત્રણ તરફ આપણું ધ્યાન નથી. નિયંત્રણનું જે બીજું પાસું છે – અંતર્દષ્ટિ જગાડવી, પોતાની અતીન્દ્રિય ચેતના જગાડવી તે તરફ આપણી ગતિ કે પ્રગતિ નથી. આપણી પાસે ખૂબ અતીન્દ્રિય ચેતના છે. તેને જગાડવી આવશ્યક છે. આનંદની શોધ ત્રીજી વાત છે આનંદ. આજે મહાવિદ્યાલયોના પ્રાંગણમાં માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે. સમાજમાં પણ તેનું પ્રચલન વધી રહ્યું છે. આ પ્રવૃત્તિ કેમ વધી રહી છે? તેની પાછળ એક આકર્ષણ છે. આકર્ષણ વગર કોઈપણ ચીજ વધી શકતી નથી. માણસનું તેમાં આકર્ષણ છે. “સિગારેટ ન પીવો' – એ વાતમાં એટલું આકર્ષણ નથી, જેટલું આકર્ષણ સિગારેટ પીવામાં છે. આજે સિગારેટ અને શરાબ જેવી ચીજો તો તદન ગૌણ બનીછે. ખૂબ સામાન્ય બની ગઈ છે. તેના બદલે હવે તો ઘણાં બધાં ડ્રગ્સ અને હેરોઈન જેવા પદાર્થોનું પ્રચલન વધી રહ્યું છે. એ બધાંની તુલનાએ સિગારેટ તો કાંઈ જ નથી. નશાની આ પ્રવૃત્તિ આટલી બધી તીવ્ર કેમ બની રહી છે? તેનું કારણ છે – આનંદની શોધ. માણસ આનંદ ઝંખે છે. મસ્તી ઇચ્છે છે. માણસ પોતાના જીવનમાં મસ્તીની ક્ષણો માણવા ઉત્સુક હોય છે. એવી ક્ષણો તેને નથી મળતી ત્યારે તે નશો કરે છે. જેથી થોડાક સમય માટે તે મસ્તીના અનુભવમાં ડૂબી જાયછે. આ બહુ મોટું આકર્ષણ છે, જેનાથી ખેંચાઈને તે સિગારેટ વગેરે નશીલા પદાર્થોનો પ્રયોગ કરે છે. વિકલ્પ આપણી અંદર છે પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તેનો કોઈ વિકલ્પ નથી? વિકલ્પ આપણી અંદર જ છે. આનંદનો વિશુદ્ધ વિકલ્પ આપણી અંદર છે. જો આપણએ અંદરના આનંદને જગાડીશું નહિ તો આપણે નશામાં જવું પડશે. બીજો કોઈ ઉપાય નથી. તેને રોકી શકાય તેમ પણ નથી. જો અંદરના આનંદને જગાડી લેવામાં આવે તો પછી નશો 4 મહાવીરનું અહિંસા-દર્શન - 155 | Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ કરવાની કોઈ જરૂર રહેતી નથી. અતીત અને ભવિષ્યથી મુક્ત થઈને વર્તમાનમાં જીવવું એ આનંદના સ્રોતને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન છે. ભૂત અને ભવિષ્ય - એ બંનેથી અળગા થઈને જો વર્તમાનના પ્રવાહમાં ચાલી શકાય તો એટલો બધો આનંદ જાગી ઊઠશે કે પછી નશો કરવાની કોઈ જરૂર જ નહિ પડે. પ્રેક્ષાધ્યાનના એક પ્રશિક્ષક ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. એ ટ્રેનમાં એક મુસલમાન પરિવાર પણ હતો. પ્રશિક્ષકે જોયું તો મુસલમાન પરિવારમાં પરસ્પર ઝઘડો ચાલતો હતો, સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેણે એ તરફ ધ્યાન આપ્યું. પરિવારના તમામ લોકો એક યુવકને કહેતા હતા, તું ખૂબ સિગારેટ પીવે છે, સિગારેટ પીવાનું છોડી દે. પેલા લોકો સિગારેટ પીવાની મનાઈ કરતા હતા અને એ યુવક એક પછી એક સિગારેટ સળગાવતો જતો હતો. એક સિગારેટ બુઝાતી અને બીજી સળગી ઊઠતી. યુવક કહેતો હતો કે હું સિગારેટ છોડી શકું તેમ નથી. આ કારણે અડધો કલાક સુધી તીવ્ર સંઘર્ષ ચાલ્યો. થોડાક સમય પછી ઝઘડો જરાક શાંત પડ્યો. પ્રશિક્ષકે કહ્યું, ભાઈ ! હું તને એક વાત કહેવા માંગું છું. તું સિગારેટ પીવાનું ભલે નછોડી શકતો હોય, પરંતુ હું તને એક નવી સિગારેટ પીવાનું શીખવાડી દઉં તો? યુવક બોલ્યો, જો કોઈ નવી રીત મળી જાય તો હું છોડી શકું. એમાં શું? પ્રશિક્ષકે કહ્યું, જ્યારે તું સિગારેટનો કશ ખેંચે છે ત્યારે તને મજા આવે છે? યુવકે હકારમાં માથું હલાવ્યું. જ્યારે તું ધૂમાડો કાઢે છે ત્યારે પણ તને મજા આવે છે? યુવકે કહ્યું, હા. પ્રશિક્ષકે કહ્યું, તું ખૂબ ઝડપથી શ્વાસ લે. સિગારેટનો કશ ખેંચતો હોય એ રીતે શ્વાસ લે અને ખૂબ ઝડપથી શ્વાસ બહાર કાઢ, જાણે ધૂમાડો કાઢતો હોય ! પેલા યુવકને આ સલાહ અનુકૂળ લાગી. તેણે એ પ્રયોગ શરૂ કર્યો. થોડાક સમય પછી તેને આનંદની અનુભૂતિ થવા લાગી. સિગારેટ પ્રત્યેની વિસ્તૃષ્ણા જાગી ગઈ. તેણે સંકલ્પ કરતાં કહ્યું કે, હું ક્યારેય સિગારેટ છોડી શકવાનો નહોતો, પરંતુ હું હવે નવી સિગારેટ પીવાનું શીખી ગયો છું તેથી કુરાનના સોગંદ ખાઈને કહું છું કે હવેથી હું સિગારેટને હાથ નહિ લગાડું. આનંદનો સ્રોત શ્વાસ સાથે આપણી ચેતના જોડાઈ જાય છે ત્યારે આપણે વર્તમાનમાં જીવવાનું શીખી જઈએ છીએ. માણસ વર્તમાનમાં જીવવાનું શીખી લે તો આનંદનો ભીતરનો સ્રોત ખૂલી જાય છે.જ્યારે બહારથી આનંદ લેવાની જરૂરિયાત ઘટી જાય મહાવીરનું અહિંસા-દર્શન - 156 Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે ન તો સિગારેટની જરૂર પડે છે કે ન તો નિયમનું અતિક્રમણ કરીને મનોરંજનના સાધનો અપનાવવાની જરૂર પડે છે. અપેક્ષાઓ ખૂબ ઘટી જાય છે. આપણે આ માદક પદાર્થોના સેવનની વાતને કાનૂની નિયંત્રણ - બહારના કાનૂનો લાદીને ક્યારેય દૂર કરી શકતા નથી, જ્યાં સુધી આપણા ભીતરના આનંદને જગાડી ન લઈએ. જે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને જોવાનું શરૂ કરી દીધું હશે, વર્તમાનના પ્રવાહ સાથે પોતાની જાતને પ્રવાહિત કરવાનું શરૂ કરી દીધું હશે તે વ્યક્તિને ભીતરમાંથી એટલો બધો આનંદ મળશે કે જેની કલ્પના પણ ન થઈ શકે. મસ્તિષ્કની ક્ષમતા જગાડીએ આપણી નિયંત્રણની ક્ષમતાનો સ્રોત, આપણા અંતરજ્ઞાનનો, અંતરદૃષ્ટિનો સ્રોત અને આપણા આનંદનો સ્રોત - આ ત્રણેય સ્રોત આપણી ભીતરમાં છે. તેમના ઉપર એક આવરણ અને ધૂળ-કચરો જામી ગયાં છે. જો આપણે પ્રયોગ દ્વારા તે આવરણ અને ધૂળ-કચરો દૂર કરી શકીએ અને ભીતરના એ સ્ત્રોતોને પ્રગટ કરી શકીએ તો એક નવા જ જીવનનો પ્રારંભ થઈ શકે, એક નવા જ વ્યક્તિત્વનું નિર્માણ થઈ શકે, નવી પેઢીનું નિર્માણ શક્ય બની શકે. એ પેઢીમાં, એ વ્યક્તિમાં માત્ર જીવનની તમામ સફળતાઓનો જ વિકાસ નહિ થાય, સામાજિક આરોગ્ય અને રાષ્ટ્રીય ચારિત્રનો પણ વિકાસ થશે. તે વ્યક્તિ એવી બની જશે જાણે આજનું એરકંડીશન મકાન! બહારથી ગરમી આવે કે ઠંડી આવે તેનો કોઈ જ પ્રભાવ તેના ઉપર નહિ પડે. સર્વથા અપ્રભાવિત અવસ્થા! એ જ રીતે આપણે પ્રયોગ દ્વારા મસ્તિષ્કને બાહ્ય વાતાવરણથી અપ્રભાવિત બનાવી શકીએ છીએ. વર્તમાન વૈજ્ઞાનિકો જણાવે છે કે એક સામાન્ય વ્યક્તિ પોતાની મસ્તિષ્કીય ક્ષમતાઓનો માત્ર સાત-આઠ ટકા ભાગ જ ઉપયોગમાં લે છે. બાકીની તમામ મસ્તિષ્કીય ક્ષમતાઓ સુષુપ્ત જ રહી જાય છે. થોડોક મોટો માણસ હશે તો તે પોતાના મસ્તિષ્કની નવ-દસ ટકા ક્ષમતા ઉપયોગમાં લે છે. વધુમાં વધુ દસ-બાર ટકા ક્ષમતા ઉપયોગમાં લે છે. દસ-બાર ટકા મસ્તિષ્કીય ક્ષમતાઓનો પ્રયોગ કરનાર વ્યક્તિ જગતની અસાધારણ વ્યક્તિ ગણાય છે. આપણી એંશી-નેવું ટકા ક્ષમતાઓ સુષુપ્ત જ રહી જાય છે. જો આપણે તે ક્ષમતાઓને જગાડી શકીએ તો જગતનો નકશો બદલાઈ જાય. તેને જગાડવાનો ઉપાય બહાર ક્યાંય નથી. તેને જગાડવાના તમામ ઉપાયો આપણી ભીતરમાં છે. આ વાત જે દિવસે સમજાઈ જશે તે દિવસે આપણા વ્યક્તિત્વનો સર્વાગી વિકાસ સહજરીતે શક્ય બની જશે. ન મહાવીરનું અહિંસા-દર્શન - 157 - Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર આકાશમાં પ્રશ્નાર્થ ચિહ્નો લાગી ગયાંછે. માનવીનું જીવન સમસ્યા-સંકુલ છે. તે અગણિત સમસ્યાઓથી ભરાયેલું છે. એટલી બધી સમસ્યાઓ છે કે એક જીવન શું, અનેક જીવન વીતી જાય તો પણ એનું સમાધાન ન થાય અને જે દિવસે સમસ્યાઓ નહિ ૨હે, તે દિવસે એ શું કરશે ? પોતાનો સમય કેવી રીતે વિતાવશે ? એક જાળ જેવું પથરાયુંછે. સમસ્યાઓ પણ ચાલેછે, સમાધાન પણ ચાલેછે. જીવનનો આ ક્રમછે - સમસ્યાઓ આવતી રહે, ઉકેલાતી રહે. લોર્ડ માઉન્ટ બેટને નૌસેનાનું પ્રશિક્ષણ લીધું. પ્રશિક્ષણ સંપૂર્તિ વખતે પરીક્ષકે તેને પૂછ્યું, યુવક ! તારે જહાજ ચલાવવાનું છે. એ વખતે જો તોફાન આવે તો તું શું કરીશ ? માઉન્ટ બેટને કહ્યું કે હું લંગર નાખી દઈશ. પરીક્ષકે પૂછ્યું, ફરીથી તોફાન આવે તો શું કરીશ? માઉન્ટ બેટને કહ્યું, ફરીથી લંગર નાખીશ ! પરીક્ષકે ત્રીજી વખત એ જ પ્રશ્ન પૂછ્યો, અને માઉન્ટ બેટને ત્રીજી વખત પણ એ જ જવાબ આપ્યો. પરીક્ષકનો હવેનો પ્રશ્ન આ પ્રમાણે હતો, એટલાં બધાં લંગર તું ક્યાંથી લાવીશ ? માઉન્ટ બેટને પૂર્ણ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, જ્યાંથી તોફાન આવશે ત્યાંથી જ લંગર પણ આવશે. મહાવીરનું અહિંસા-દર્શન Jain Educationa International 158 સમસ્યાના બે એંગલ For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાનાં બે રૂપ જ્યાંથી સમસ્યાઓ આવે છે ત્યાંથી જ સમાધાન પણ આવે છે. જો આપણે સમસ્યાઓનું વર્ગીકરણ કરીએ તો બે પ્રકારની સમસ્યાઓ જોવા મળે છેયથાર્થની સમસ્યા અને કલ્પનાની સમસ્યા. આ બંને સમસ્યાઓથી માણસ ઘેરાયેલો રહે છે. જેટલી ભૌતિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ છે તે યથાર્થની સમસ્યાઓ છે. એમ ન કહી શકાય કે ધ્યાન દ્વારા તે સમસ્યાઓનું સમાધાન થઈ જશે. ખેતી કર્યા વગર પેટ ભરાતું નથી. જે ભૌતિક સમસ્યાઓ છે, પદાર્થની સમસ્યાઓ છે તે સમસ્યાઓનું સમાધાન શ્રમ અને બુદ્ધિ દ્વારા થશે. કાલ્પનિક સમસ્યાઓ માનસિક સમસ્યાઓ છે. માણસ માત્ર યથાર્થની સમસ્યાઓથી જ ઘેરાયેલો નથી, પરંતુ માનસિક સમસ્યાઓથી પણ તે પીડિત છે. ખોટી માન્યતાઓ, ખોટા ખ્યાલો, ખોટાં સામાજિક મૂલ્યો વગેરે માનસિક સમસ્યાઓ છે. દહેજની સમસ્યા, ભેળસેળની સમસ્યા અને એવી જેટલી પણ સમસ્યાઓ છે તે માનસિક સમસ્યાઓ છે. આપણે એવા માપદંડ બનાવી લીધા છે, એવાં મૂલ્યો નિર્મિત કરી દીધાં છે કે જેની પૂર્તિ માટે ઘણું બધું ચૂકવવું પડે છે, ઘણું બધું ભોગવવું પડે છે. યથાર્થની સમસ્યા અને માનસિક સમસ્યાની સાથે ભાવનાત્મક સમસ્યા જોડાયેલી છે. ધ્યાનનું મુખ્ય પ્રયોજન માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓને ઉકેલવાનું છે. એમ માનવું યોગ્ય નથી કે ધ્યાન દ્વારા બધું ઉકેલી શકાય અથવા તો ધન દ્વારા બધું જ થઈ શકે. તે બંનેની પોતપોતાની મર્યાદાઓ છે. દુઃખનું કારણ કેટલાક લોકો એવા છે કે જેમની સમક્ષ ભૌતિક સમસ્યાઓ નથી, આર્થિક સમસ્યાઓ નથી પરંતુ તેઓ માનસિક સમસ્યાઓ અને ભાવનાત્મક સમસ્યાઓથી પ્રસ્ત હોય છે. મેં ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિને મારી સમક્ષ રડતાં જોયા છે અને અત્યંત સંવેદનાત્મક રીતે રડતાં જોયા છે. તેમનું દુઃખ જોઈને કોઈપણ વ્યક્તિના મનમાં કરુણા જાગી શકે છે. મેં વિચાર્યું કે આ શું? આવું શા માટે? તેને કોઈ આર્થિક સમસ્યા નથી, તેને કોઈ યથાર્થ સમસ્યા નથી, પરંતુ ભાવનાત્મક સમસ્યા અત્યંત પ્રબળ છે. એ જ દુઃખ છે અને દુઃખનું કારણ છે. કલકત્તામાં ભારતના અતિસમૃદ્ધ ઉદ્યોગપતિની પત્ની ગણાધિપતિશ્રી પાસે મહાવીરનું અહિંસા-દર્શન - 159. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ આવી. વાતચીત દરમ્યાન તેણે કહ્યું, ગુરુજી ! હું આપની પાસેથી માર્ગદર્શન મેળવવા આવી છું. ગણાધિપતિશ્રીએ પૂછ્યું, બોલો, શી બાબત છે? તે બહેને રડતાં રડતાં કહ્યું, ગુરુજી ! આ જગતમાં હું જેટલી દુઃખી છું એટલું દુઃખી કદાચ બીજું કોઈ નહિ હોય. આપ મને શાંતિ અને સુખનો માર્ગ બતાવો. ગણાધિપતિ એ વાત સાંભળીને અવાકુ બની ગયા. ધ્યાનનું મુખ્ય પ્રયોજન જેમની પાસે અરબોની સંપતિ છે, મોટાં મોટાં કારખાનાં છે છતાં તેઓ કહે છે કે અમે જેટલાં દુઃખીછીએ તેટલું દુઃખી આ જગતમાં કોઈ નથી! આવું સાંભળીને ખૂબ આશ્ચર્ય થાય છે. આ યથાર્થની સમસ્યા નથી. આ તો માનસિક અને ભાવનાત્મક સમસ્યા છે. વૃત્તિઓ બદલવી, ખ્યાલો બદલવા, ખોટી માન્યતાઓ બદલવી વગેરે ધ્યાનનું મુખ્ય પ્રયોજન છે. આજકાલ એમ કહેવામાં આવે છે કે ધ્યાન કરો જેથી તમારું બ્લડપ્રેશર સંતુલિત થઈ જશે, લોહીનું દબાણ યોગ્ય થઈ જશે. તમારી અમુક બીમારી મટી જશે, આમ થઈ જશે - તેમ થઈ જશે! મારી દષ્ટિએ આ તમામ વાતો ધ્યાનને ભટકાવનારી છે. ધ્યાનનું એ મુખ્ય પ્રયોજન નથી. ઘણી બધી બીમારીઓ અને ખાસ કરીને જે સાઈકોસોમેટિક બીમારીઓ છે, તે ધ્યાન દ્વારા મટી શકે છે એ ખરું, પરંતુ ધ્યાનનું તે મુખ્ય પ્રયોજન નથી. એ તો ગૌણ વાત છે. આચાર્ય ભિક્ષુ હંમેશાં કહેતા કે માણસ ખેતી કરશે અનાજ માટે. જ્યારે અનાજ પેદા થશે ત્યારે તેની સાથે પલાલ પણ ઊગશે, તૂડી પણ ઊગશે. અન્ય પણ અનેક ચીજો આપોઆપ ઊગી નીકળશે. પરંતુ એ તો પ્રાસંગિક છે. મુખ્ય વાત તો અનાજ પેદા થાય તે છે. એ જ રીતે ધ્યાનનું મુખ્ય પ્રયોજન પોતાના ચિત્તને પવિત્ર બનાવવાનું, નિર્મળ બનાવવાનું, ખ્યાલોને સમ્યફ બનાવવાનું, દૃષ્ટિકોણને સમ્યફ બનાવવાનું છે. જ્યારે દૃષ્ટિકોણ બદલાય છે ત્યારે ઘણી બધી બાબતો બદલાઈ જાય છે. કાલ્પનિક સમસ્યાઓ માનસિક સમસ્યા છે. તે ધ્યાન દ્વારા બદલાઈ જાય છે. માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ એ બંનેને મટાડવા માટે કોઈ પદાર્થ ઉપયોગી નથી થતો. જગતમાં બીજું કોઈ સાધન નથી. પોતાના ચિત્તને વ્યવસ્થિત કરવું, નિયોજિત કરવું અને પોતાના દૃષ્ટિકોણને સમ્યક્ બનાવવો એ જ તેનો એક માત્ર ઉપાય છે. ન મહાવીરનું અહિંસા-દર્શન - 160 | Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ઘણી બધી દાર્શનિક સમસ્યાઓ પણ આવે છે. પુનર્જન્મ એક દાર્શનિક સમસ્યા છે. પૂર્વજન્મ, આત્મા, પરમાત્મા વગેરે અંગે પણ દાર્શનિક સમસ્યાઓ છે. પરંતુ એ સમસ્યાઓમાં વિશેષ મૂંઝવણ નથી. જે પદાર્થ સૂક્ષ્મ હોયછે, આપણી બુદ્ધિથી ૫૨ હોય છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએછીએ. જો તે ન સમજાય તો ભવિષ્યમાં સમજવા માટે તેને છોડી દઈ શકીએ છીએ. પરંતુ તેમાં તાત્કાલિક અટવાઈ જવાની જરૂર પડતી નથી. વિડંબના ધાર્મિક જગતની એક વખત અમારી સામે આત્મા વિશેની એક પ્રશ્નાવલિ આવી. મેં તેનો ઉત્તર લખ્યો. ઘણા બધા પ્રશ્નો હતા, તેમાં એક પ્રશ્ન આત્મા અને પુનર્જન્મ અંગેનો હતો. મેં લખ્યું કે હું આત્માને માનું છું પરંતુ જાણતો નથી. મારા એ ઉત્તરને કારણે ચકચાર પેદા થઈ ગઈ. તે વખતે મારું નામ મુનિ નથમલ હતું. એ જ નામથી દાર્શનિક વિષયો ઉપર સમગ્ર સાહિત્ય રચ્યું હતું. અનેક પ્રબુદ્ધ જૈન વિદ્વાનોએ લખ્યું કે મુનિ નથમલજી નાસ્તિક બની ગયા છે. આસ્તિક માણસ એવું કઈ રીતે કહી શકે કે, ‘હું આત્માને જાણતો નથી ?’ અને આવું કહેનાર વ્યક્તિ નાસ્તિક જ હોઈ શકે, મુનિ તો હોઈ જ ન શકે. વાતાવરણ ઉગ્ર બની ગયું. ગણાધિપતિશ્રી પાસે લાંબા લાંબા અનેક પત્રો આવ્યા. તેમાં લખ્યું હતું કે મુનિ નથમલજીએ આવું કેમ લખ્યું ? શું તેઓ નાસ્તિક બની ગયા છે ? ગણાધિપતિશ્રીએ મને પૂછ્યું, તમે આ શું કરી નાંખ્યું ? મેં જણાવ્યું કે મેં સાચું જ લખ્યુંછે. ‘હું આત્માને માનુંછું, પરંતુ જાણતો નથી.' વાત ખૂબ આગળ વધી ગઈ. ઘણા લોકો આવ્યા. મારી સાથે વાતચીત કરવા બેઠા. મેં કહ્યું, કહો, શી વાત છે ? તેમણે કહ્યું, તમે આવું શી રીતે લખી નાખ્યું કે, હું આત્માને જાણતો નથી ? આત્માને જાણ્યા વગર કોઈ વ્યક્તિ આસ્તિક બની જ ન શકે એવી અમારી વ્યાખ્યા છે. મેં કહ્યું કે, મેં ખૂબ સમજી વિચારીને લખ્યું છે અને અનુભવપૂર્વક લખ્યું છે. તેમણે પૂછ્યું, કેવી રીતે ? મેં કહ્યું, શું તમે લોકો આત્માને જાણો છો ? તેમણે કહ્યું, હા. અમે તો બધું જાણીએ છીએ. તેમણે ઉદાહરણો આપવાનું શરૂ કર્યું. આત્માના અસ્તિત્વ વિશે અમુક ગ્રંથમાં આમ લખ્યું છે, અમુક ગ્રંથમાં આમ લખ્યું છે, અમુક ગ્રંથમાં આમ લખ્યું છે. તેમણે દસ ઉદાહરણો આપી દીધાં. મેં કહ્યું, અરે ભાઈ સાહેબ ! તમે માત્ર મહાવીરનું અહિંસા-દર્શન ♦ 161 11 Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ પાંચ-દસ ઉદાહરણો જ આપોછો. માત્ર ઉદાહરણો જ આપવાં હોય તો હું આપની સમક્ષ સો ઉદાહરણો આપી શકું છું. પરંતુ આપ પોતે જ વિચાર કરો કે, ગ્રંથકારે લખ્યું અને આપ એમની વાતનો પ્રયોગ કરી રહ્યા છો. આપ તેને માની લઈને કરી રહ્યા છો કે જાણીને કરી રહ્યા છો ? અમુક ગ્રંથકારે લખ્યું અને આપ તેમની વાત માનીને ચાલી રહ્યા છો. જાણવું એનો અર્થ તો છે સાક્ષાત્કાર, પ્રત્યક્ષીકરણ. શું આપને આત્માનું સાક્ષાત્ જ્ઞાન છે ? મેં આગળ કહ્યું કે, માનવું એ ક્યારેક ખૂબ ખતરનાક પણ બને છે અને માનવું એ ક્યારેક જરૂરી પણ હોય છે. કારણ કે માન્યા વગર આપણું કામ ચાલતું નથી. નાનું બાળક માતાની વાત ન માને તે શક્ય નથી, પરંતુ તે બાળક પચાસ વર્ષનો થઈ ગયા પછી પણ માતાની જ વાતને મનતો રહે તો એ પણ ખતરનાકછે. ધાર્મિક જગતમાં આ એક બહુ મોટી વિડંબના બની ગઈછે કે સૌ કોઈ માન્યતાના આધારે ચાલે છે. જાણવાનો પ્રયત્ન કોઈ કરતું નથી. માનવા અને જાણવા વચ્ચેનો તફાવત માનવું અને જાણવું એ બે વચ્ચે ખૂબ તફાવત છે. જેટલા દાર્શનિક વિવાદો પેદા થયાછે એ તમામ વિવાદો માનવાને કારણે જ પેદા થયાછે. જાણનાર વ્યક્તિ ક્યારેય મતભેદ પેદા નથી કરતી. જેટલા તર્ક પેદા થાય છે, વિકલ્પો પેદા થાય છે તે માન્યતાના આધારે જ પેદા થાય છે. જ્યાં માનવાની વાત આવે છે ત્યાં તર્કની તમામ અવધારણાઓ સમાપ્ત થઈ જાય છે. જાણવું અત્યંત જરૂરી છે અને આત્માનુશીલન કર્યા વગર આત્માના ઊંડાણમાં ઊતર્યા વગર કોઈ વ્યક્તિ કશું જ જાણી શકતી નથી. તે માત્ર માન્યતાના આધારે ચાલ્યા કરેછે. આત્માછે કે નહિ, પુનર્જન્મ છે કે નહિ, પરમાત્મા છે કે નહિ આ તમામ માન્યતાઓને આપણે એમ કહીને છોડી દેવી જોઈએ કે આમ કહેવામાં આવે છે, ગ્રંથોમાં આમ લખ્યું છે. આપણે જાણવાનો પ્રયોગ કરવો જોઈએ. પોતાની જાતને જાણવાનો જેટલો પ્રયત્ન છે તે જાણવાનો પ્રયત્નછે. બે પ્રવાહો થઈ જાયછે – એક છે જાણવાનો અને બીજો છે માનવાનો. બંને પ્રવાહોને નજર સામે રાખીને આપણે ચાલવું જોઈએ. જ્યાં માનવાની વાત હોય ત્યાં આપણે એવો આગ્રહ ન કરવો જોઈએ કે હું જાણી રહ્યોછું અને જે લોકો જાણી લે છે તેમના માટે માનવાની વાત સમાપ્ત થઈ જાયછે. આપણા જીવનમાં આ બંને મહાવીરનું અહિંસા-દર્શન ♦ 162 Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ બાબતો સાથે સાથે ચાલશે. જેમ જેમ જાણવાની ક્ષિતિજ વિસ્તરતી જશે, તેમ તેમ માનવાની મર્યાદા ઓછી થતી જશે. જો જાણવાનો પ્રયત્ન જ નહિ કરીએ તો સમગ્ર જીવન માનવામાં જ વીતી જશે. સિદ્ધાંત આવ્યો ક્યાંથી? વિજ્ઞાને જાણવાનો પ્રયત્ન કર્યો યંત્રો દ્વારા. સૂક્ષ્મ ચીજોને જાણવા માટે સૂક્ષ્મ સાધનોની જરૂર પડે છે. વિજ્ઞાને માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ વગેરે જેવાં સૂક્ષ્મદર્શક યંત્રોનો વિકાસ કર્યો. અધ્યાત્મના લોકોએ અતીન્દ્રિય ચેતનાનો વિકાસ કર્યો. આપણી અંદર અતીન્દ્રિય ચેતના છે, તે ઇન્દ્રિય ચેતનાથી પરની ચેતના છે. તેના દ્વારા પણ સૂક્ષ્મ સત્યોને જાણી શકાય છે. કેટલાંક વર્ષ પૂર્વે મેં એક લેખ લખ્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના એક અધ્યાપકે તે લેખ વાંચ્યો. તેમણે એક પત્રકારને પૂછ્યું કે, આ લેખક કોણ છે? લેખકે આ લેખમાં એક વાત આ પ્રમાણે લખી છે કે શરીરના કોઈપણ અવયવ દ્વારા જોઈ શકાય છે, સાંભળી શકાય છે, સ્વાદ પારખી શકાય છે, સ્પર્શી શકાય છે - પાંચેય ઇન્દ્રિયોનું કાર્ય એક આંગળી દ્વારા કરી શકાય છે, એક ઇન્દ્રિય દ્વારા કરી શકાય છે. કોઈ પણ અવયવ દ્વારા પ્રત્યેક ઇન્દ્રિયનું કામ કરી શકાય છે ! આવો સિદ્ધાંત વળી ક્યાંથી આવ્યો? જૈવિક રાસાયણિક પ્રક્રિયામાં કદાચ સો વર્ષ પછી આ હાઈપોથીસિસ આવશે. અત્યારે આવો સિદ્ધાંત ક્યાંથી આવ્યો ? પત્રકારે મારું નામ કહ્યું અને તેઓ મારી પાસે આવ્યા. મેં કહ્યું કે, આ સિદ્ધાંત એ અતીન્દ્રિય ચેતના દ્વારા પ્રતિપાદિત છે. અતીન્દ્રિય ચેતના પ્રત્યેક વ્યક્તિ પાસે છે. તે ચેતનાને વિકસિત કરી શકાય છે. એકાગ્રતાના પ્રયોગો ધ્યાન દ્વારા આપણે જે ચીજ મેળવી શકીએ છીએ તે અતીન્દ્રિય ચેતનાનો વિકાસ છે અને જ્યારે તે થઈ જાય છે ત્યારે આપણી માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ ખૂબ ઓછી થઈ જાય છે, સમેટાઈ જાય છે. વ્યક્તિ એકાગ્ર બને, પોતાના ભીતરના ઊંડાણમાં જવાનો અભ્યાસ કરે તો અનેક બાબતો બદલાવાની શરૂ થઈ જાય છે. માણસ ચંચળતામાં રહેવાનું જાણે છે, પરંતુ એકાગ્ર થવાનું ખૂબ ઓછું જાણે છે. એક પ્રયોગ છે- આહારયોગનો. તેનો અર્થ છે -ખાતી વખતે ધ્યાન કરો. કોળિયો મહાવીરનું અહિંસા-દર્શન - 163 Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ હાથમાં લો અને જ્યાં સુધી તે નીચે ન ઊતરી જાય ત્યાં સુધી દરેક ક્રિયાને બરાબર જોતા રહો. કોળિયો લીધો, હાથ ઊંચક્યો, કોળિયો મોંમાં મૂક્યો, તેને ચાવવાનું શરૂ કર્યું, તેની અંદર લાળ ભળી રહી છે, તે નીચે ઊતરી રહ્યો છે, અન્નનળી દ્વારા તે નીચે ઊતરી ગયો છે. આ રીતે ભોજનની પ્રત્યેક ક્રિયા પ્રત્યે જાગરૂક રહેવું તેને બરાબર જાણતા રહેવું, તે આહારયોગ છે. બીજો પ્રયોગ છે-ગમનયોગનો. જ્યારે ચાલીએ, પ્રત્યેક કદમ ઊઠે, પગ ઊંચકાય, ત્યારે બરાબર જાણતા રહીએ કે, પગ ઊંચકાઈ રહ્યો છે. આ પગ આગળ વધ્યો, આ પગ પાછળ રહ્યો, આ પગ આગળ વધ્યો, આ પગ પાછળ ગયો અને હું આગળ જઈ રહ્યો છું. પ્રત્યેક ક્રિયાને જાગરુકતાપૂર્વક જાણતા રહીએ. ધ્યાન એટલે માત્ર અડધો કલાક આંખો બંધ કરીને બેસી જવું એટલો જ અર્થ નથી. ધ્યાન તો ચેતનાનું પૂર્ણ પરિવર્તનછે, ટ્રાન્સફોર્મેશન છે, રૂપાંતરણ છે. શક્તિસંચયનું સૂત્ર શરીર, વાણી અને મન એ ત્રણેય સાધનો છે, જેના દ્વારા આપણે કામ કરીએ છીએ. સમસ્યા એ છે કે એ ત્રણેય સંગાથ કરતાં નથી. એ ત્રણેય વચ્ચે અલગતા પેદા થઈ ગઈ છે. શરીર ક્યાંક બેઠું છે અને મન ક્યાંક ભટકે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની રીતે માળા જપે છે, પોતાના ઈષ્ટનું નામ લે છે, પૂજા કરે છે. તેમને પૂછવામાં આવે કે જ્યારે તમે ભગવાનનું ભજન કરો છો, માળા જપો છો, ઇષ્ટનું ધ્યાન ધરો છો ત્યારે શું તમારું મન સાથે સાથે ચાલે છે ખરું કે અન્યત્ર ભટકી જાય છે? માત્ર એટલું જ કરો છો કે બીજું પણ કાંઈ કરો છો? તેમનો ઉત્તર મળશે કે શરીર તો એ કામ કરે છે, પરંતુ ત્યારે મન ક્યાંક બીજે ભટકતું હોય છે. આયુર્વેદના એક ખૂબ પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા -ચરક. તેમણે કહ્યું, ‘તન્મના ભુજીત’ ભોજનમાં મન લગાવીને ભોજન કરવું જોઈએ. આપણું મન ક્યાંક બીજી જગાએ હોય અને શરીર આપણી સાથે હોય તો આપણી ઊર્જાનો, શક્તિનો ખૂબ વ્યય થાય છે. ઊર્જાને, શક્તિને સંચિત રાખવાનું પ્રથમ સૂત્રછે – શરીર અને મન બંને સાથેસાથે ચાલવાં જોઈએ. આ ધ્યાન ચોવીસ કલાક કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાની ભૂટી ઉપર, પોત-પોતાના કામ ઉપર લાગેલી છે. સૌએ પોતપોતાના કામ ઉપર જવાનું હોય છે. જો ધ્યાન દ્વારા એવી ભૂમિકા ઉપર પહોંચી જવાય કે શરીર અને મન બંનેને સાથેસાથે ચલાવી શકાય, તો જીવનમાં સફળતાનો વિકાસ થશે. મહાવીરનું અહિંસા-દર્શન - 164 Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતાનું પરિણામ અમારું પ્રારંભિક અધ્યયન સંસ્કૃતના માધ્યમથી થયું. અમે માત્ર બે શ્લોક કંઠસ્થ કરી શકતા હતા. એ વખતે કંઠસ્થ કરવાની પરંપરા હતી. હજારો શ્લોકો કંઠસ્થ કરવા પડતા હતા. એકાગ્રતાનો વિકાસ કરતાં કરતાં એવી સ્થિતિ બની ગઈ કે એક દિવસમાં આરામથી એક સો શ્લોકો કંઠસ્થ થઈ જતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ ખૂબ કઠિન છે. અમે તેના સો શબ્દો નહિ, સો શ્લોકો આરામથી કંઠસ્થ કરી લેતા હતા ! ઘણા બધા સંતો અવધાનનો પ્રયોગ કરે છે. કલાકો સુધી પ્રશ્નો સાંભળતા રહે છે. તેઓ અનેક કલાકો વીતી ગયા પછી પણ તમામે તમામ પ્રશ્નો રજૂ કરી શકે છે, જટિલમાં જટિલ ગાણિતિક પ્રશ્નો વચ્ચે જ ઉકેલી નાખે છે. દર્શકો પ્રતિક્રિયારૂપે ઉદ્ગાર ઉચ્ચારે છે કે, આ પ્રયોગ કોઈ રીતે કોમ્યુટર કરતાં ઊતરતો નથી. બલ્ક કોયૂટર પણ આવું કરી શકતું નથી. આ શક્તિ ક્યાંથી આવે છે? એ લોકો આવું કઈ રીતે કરી શકે છે? જ્યારે શરીર અને મન એકસાથે થઈ જાય છે ત્યારે એવી સ્થિતિ સહજ બની જાય છે. . એક પ્રયોગ છે – આશુકવિતાનો. સંસ્કૃતમાં આશુકવિતા કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આશુકવિતા એટલે શીઘ્રકવિતા. જેવો વિષય આપવામાં આવે, સમસ્યા આપવામાં આવે કે તરત જ ધારા-પ્રવાહરૂપે સંસ્કૃતનાં પઘોમાં તે વિષય, તે સમસ્યા ઉપર બોલતાં જવું. આશુકવિતા કરનાર વ્યક્તિ સંસ્કૃતનાં જટિલતમ પઘોમાં બોલતી રહે છે, છંદમય પદ્યોમાં બોલતી રહે છે. સંસ્કૃતના એવા એવા છંદો હોય છે કે જેના એક શ્લોકનાં ચાર ચરણ અને એક એક ચરણમાં વીસ-વીસ અક્ષરો કે માત્રાઓ હોય છે. આ સમગ્ર સિદ્ધિ એકાગ્રતા દ્વારા સહજ શક્ય બને છે. દૃષ્ટિ સ્પષ્ટ રહે. ધ્યાન ચંચળતાની સમસ્યાને મિટાવી શકે છે, પરંતુ યથાર્થની સમસ્યાને મિટાવી શકતું નથી. કોઈ રાષ્ટ્ર ઉપર તેનું શત્રુ-રાષ્ટ્ર આક્રમણ કરે અને મોરચા ઉપર તમામ સૈનિકો ધ્યાન લગાવીને બેસી જાય તો તેનું પરિણામ શું આવે તે સૌ જાણે છે. ખેતી કરવાની હોય અને ખેડૂત એમ વિચારે કે તડકો ખૂબ તીવ્ર છે. આવા તડકામાં કોણ મહેનત કરે ? ખેતી કરવાને બદલે તે ધ્યાન લગાવીને બેસી જાય તો સૌ ભૂખ્યા જ રહે. તેણે પોતાના પુરુષાર્થ અને શ્રમ દ્વારા જ પોતાનાં કાર્યો પાર પાડવાં પડશે. મહાવીરનું અહિંસા-દર્શન - 165. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં કાલ્પનિક સમસ્યાઓ પણ ઓછી નથી. ઘણાં બધાં વૈરવિરોધ, શત્રુતા, પરસ્પરની ઝંઝટ, પારિવારિક-સામાજિક અને રાષ્ટ્રીય કલહ, માનસિક અને કાલ્પનિક સમસ્યાઓને કારણે થાય છે. ધ્યાન દ્વારા જ તેમની સામે લડી શકાય છે. એ સમસ્યાઓના સમાધાનમાં સૈનિકો ઉપયોગી નહિ બને, પોલીસ ઉપયોગી નહિ બને અને કાનૂન પણ ઉપયોગી નહિ બને. તેમાં માત્ર ધ્યાન જ સફળ નીવડશે. આપણે બંનેનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવું જોઈએ. જ્યાં ધ્યાનનું મહત્ત્વ હોય ત્યાં તેનું અંકન કરીએ, જ્યાં શ્રમનું મહત્ત્વ હોય ત્યાં તેનું અંકન કરીએ. આ બંને સચ્ચાઈઓનું સમાન મૂલ્યાંકન જ જીવનને સમસ્યાઓથી સર્વથા મુક્ત કરી શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન : 166. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ આધ શંકરાચાર્યઃ વ્યક્તિત્વનાં ત્રણ પાસાં એ વ્યક્તિ શક્તિ-સંયોજનમાં સફળ નીવડે છે કે જે અનેકતામાં એકતાની પ્રતિષ્ઠા કરે છે. એકતાશૂન્ય અનેકતા અને અનેકતાશૂન્ય એકતા બંને વ્યર્થ છે. દર્શનના બે પ્રવાહો જાણીતા છે. કેટલાક દાર્શનિકો અનેકતા અને ભેદને મુખ્ય માને છે, જ્યારે કેટલાક દાર્શનિકો એકતા અને અભેદને પ્રાધાન્ય આપે છે. શંકરાચાર્યે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા તરફ ભારતીય સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે ભારતના ચાર ખૂણાઓમાં ચાર મઠો (ઉત્તરમાં જ્યોતિર્મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, દક્ષિણમાં શૃંગેરીમઠ, પૂર્વમાં ગોવર્ધન મઠ)ની સ્થાપના કરીને પ્રાંતીય અલગતાની સમસ્યાનું સમાધાન આપ્યું હતું. તેઓ કેરલમાં જન્મ્યા હતા, તેમની માતૃભાષા મલયાલમ હતી. તેમણે સાહિત્ય સંસ્કૃતમાં લખ્યું. ભાષાકીય એકતાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું હતું. ભક્તિની વ્યાખ્યા આચાર્ય શંકરનું વ્યક્તિત્વ ત્રણ પાસાંઓમાં વિકસિત થયું હતું. તેઓ મહાવીરનું અહિંસા-દર્શન - 167 Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શક્તિના ઉપાસક હતા. તેમના વ્યક્તિત્વનું એક પાસું છે - શાક્ત. તેમના વ્યક્તિત્વનું બીજું પાસું છે આધ્યાત્મિકતા. તેઓ અધ્યાત્મના અતલ ઊંડાણમાં ઊતરતા હતા. કર્મકાંડની સામે જ્ઞાનની પ્રતિષ્ઠા તે યુગની અપેક્ષાની એક વિશિષ્ટ સંપૂર્તિ હતી. કર્મકાંડની બહુલતાથી ભારતીય સમાજ અભિભૂત થઈ રહ્યો હતો. માત્ર સ્વર્ગલક્ષી પ્રવૃત્તિના સિદ્ધાંતે ભારતીય ચેતનાને સપાટી ઉપરની બનાવી દીધી હતી. એવી મનોદશાને બદલવામાં આચાર્ય શંકરનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ભક્તિવાદી ખ્યાલો પણ અકર્મણ્યતા અને આત્મવિમુખતા પેદા કરી રહ્યા હતા. આચાર્ય શંકરે ભક્તિની અનિવાર્યતાને નકારી નહિ, તેનું સ્વરૂપ બદલી નાખ્યું. તેમની ભક્તિની વ્યાખ્યા સત્યની શોધની વ્યાખ્યા છે – ‘મોક્ષકારણસામગ્રયાં ભક્તિરેવ ગરીયસી । સ્વસ્વરૂપાનુસંધાનં, ભક્તિરિભિધીયતે ।। જ્ઞાનનાં બાધક તત્ત્વો લૌકિક દૃષ્ટિએ લોકસંગ્રહનું મહત્ત્વ છે. આધ્યાત્મિક વ્યક્તિ માટે તેનું મહત્ત્વ નથી. શંકરાચાર્યે લોકવાસના, શાસ્રવાસના અને દેહવાસના એ ત્રણેયને જ્ઞાન માટે બાધક ગણાવ્યાં – લોકવાસનયા જન્તો શાસ્રવાસનયાપિ ચ । દેહવાસનયા જ્ઞાનં, યથાવશેવ જાયતે ।। તેમની આધ્યાત્મિક અવધારણાએ ચેતનાના ઊંડાણને સ્પર્શવાની દિશા આપી. તેમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ તેમની સફળતાનો અક શક્તિશાળી સ્રોત હતો. તેઓ મહાન દાર્શનિક હતા, તે તેમના વ્યક્તિત્વનું ત્રીજું પાસુંછે. અદ્વૈતની સ્થાપનામાં તેમની મેઘા અવિરત ગતિએ વહી હતી. તેમની સૂક્ષ્મદર્શી દષ્ટિ અને અનુભૂતિપૂર્ણ તર્કોએ તેમને દાર્શનિક જગતમાં શીર્ષસ્થ બનાવી દીધા. અદ્વૈતનો પ્રથમ ગ્રંથ શંકરાચાર્યના ગુરુ ગૌડપાદે ઉપનિષદોના આધારે અદ્વૈતવાદની સ્થાપના કરી હતી. માંડૂક્ય ઉપનિષદના આધારે તેમને ‘માંડૂક્યકારિકા’ લખી. તે અદ્વૈત મહાવીરનું અહિંસા-દર્શન 168 Jain Educationa International For Personal and Private Use Only. Page #170 -------------------------------------------------------------------------- ________________ વેદાંતનો પ્રથમ ગ્રંથછે. બાદરાયણે બ્રહ્મસૂત્ર લખ્યું. તેમાં ઔપનિષદ બ્રહ્મવાદની દાર્શનિક રજૂઆત છે. શંકરાચાર્યે તેના પર શારીરક ભાષ્ય લખ્યું અને અદ્વૈત વેદાંતને પ્રબળ યુક્તિઓ તથા તર્કો સહિત પ્રતિષ્ઠિત કર્યું. એ વખતે સાંખ્ય, મીમાંસા, બૌદ્ધ અને નૈયાયિક – વગેરે તર્કનાં ક્ષેત્રોમાં અત્યંત પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. બૌદ્ધ અને નૈયાયકોમાં તાર્કિક આઘાત અને પ્રતિઘાત ચાલતા હતા. જૈન આચાર્યો અનેકાંત અને નયવાદનું અનુગમન કરી રહ્યા હતા તેથી તેમની તર્કશૈલી અન્ય દર્શનો કરતાં અલગ હતી. એક તરફ કર્મકાંડની જટિલતા, બીજી તરફ તર્કની રુક્ષતાને કારણે ભારતીય સમાજની સ્નિગ્ધતા ઓછી થઈ ચૂકી હતી. વેદાંતના બ્રહ્મમાં ન તો કર્મકાંડની જટિલતા હતી કે ન તો પ્રમાણ અને પ્રમેયની સિદ્ધિમાં અનુપ્રાણિત થનારી તાર્કિક રુક્ષતા હતી. તેથી ‘બ્રહ્મસત્યમ્’ નો સિદ્ધાંત ભારતીય જનમાનસમાં વસી ગયો. નાગાર્જુનથી પ્રભાવિત ગૌડપાદ બૌદ્ધ દાર્શનિક નાગાર્જુનથી અત્યંત પ્રભાવિત હતા. નાગાર્જુને શૂન્યને જ પરમતત્ત્વ માન્યું. તેમના મત મુજબ પરમતત્ત્વ ન સત્ છે, ન અસત્ છે, ન સત્ અને અસત્ બંને છે કે ન તો એ બંનેથી ભિન્ન છે. તેમણે ‘સંવૃત્તિ સત્ય’ અને ‘પારમાર્થિક સત્ય' એ બંને સત્યો દ્વારા જગતને સમજાવવાનું દર્શન આપ્યું. જગતના વિષયમાં અદ્વૈતનો દૃષ્ટિકોણ પણ આ જ છે. તે પ્રમાણે દ્રશ્ય પ્રપંચ, મિથ્યા અને અસત્ છે. આમ ગૌડપાદ અને શંકરાચાર્ય વસુબંધુના વિજ્ઞાનવાદ તથા નાગાર્જુનના શૂન્યવાદની પશ્ચાદ્ભૂમાં ઉપસ્થિત જણાય છે. અનેકાંતના સંદર્ભમાં દાર્શનિક વિદ્વાનોએ બૌદ્ધદર્શનના આલોકમાં વેદાંતદર્શનનો અભ્યાસ કર્યો તેથી ઉક્ત ખ્યાલ પ્રચલિતછે. જો જૈનદર્શનના બે નય - નિશ્ચય નય અને વ્યવહાર નય, દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક નયોના આલોકમાં વેદાંતનું અધ્યયન કરવામાં આવ્યું હોત તો એક નવું જ તથ્ય પ્રાપ્ત થયું હોત. આચાર્ય શંકરે સત્યને ત્રણ કક્ષાઓમાં વિભાજિત કર્યું – પ્રાતિભાષિક, વ્યાવહારિક, પારમાર્થિક, તેમાં વ્યાવહારિક અને પારમાર્થિક એ બે કક્ષાઓની તુલના નિશ્ચય અને વ્યવહાર નયની સાથે થઈ શકે છે. સંવૃત્તિ સત્ય અને વ્યાવહારિક કક્ષાની તુલના કરી શકાય છે, પરંતુ નાગાર્જુનના મહાવીરનું અહિંસા-દર્શન ♦ 169 Jain Educationa International For Personal and Private Use Only. Page #171 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક સત્ય અને શંકરાચાર્યના પારમાર્થિક સત્ય વચ્ચે કોઈ સંબંધ નથી. આચાર્ય કુંદકુંદ દક્ષિણ ભારતમાં જન્મ્યા હતા. એ જ ભૂમિ અને એ જ ક્ષેત્ર તેમની તપોભૂમિ હતી. અદ્વૈત દર્શન અને આચાર્ય કુંદકુંદના નિશ્ચય તથા દ્રવ્યાર્થિક નયના પ્રતિપાદનમાં અચરજપ્રેરક સમાનતાછે. શંકરાચાર્યને જૈન દર્શનના ગ્રંથો ઓછા ઉપલબ્ધ થયા એમ માનવામાં આવેછે. તેમણે અનેકાંતના વિષયમાં જે પ્રશ્નો રજૂ કર્યા તે મૂળ સ્પર્શી નથી. એ અંગે અનેક વિદ્વાનોએ એવો અભિમત પ્રગટ કર્યો કે તેમને જૈન દર્શનના મૌલિક અને પ્રામાણિક ગ્રંથો ઉપલબ્ધ ન થયા તેથી તેમણે અનેકાંતના વિષયમાં આવા પ્રશ્નો રજૂ કર્યા. જો મૂળ ગ્રંથો ઉપલબ્ધ હોત તો કદાચ આવું ન થાત. શક્ય છે કે તેમને પ્રમાણ મીમાંસા અને જ્ઞાન મીમાંસા વિષયક મૌલિક ગ્રંથો ઉપલબ્ધ ન થયા હોય, પરંતુ આચાર્ય કુંદકુંદના ગ્રંથોથી તેઓ અવશ્ય પરિચિત હોવા જોઈએ. તે હજુ વિકલ્પસિદ્ધ તથ્ય છે. તેને પ્રમાણસિદ્ધ કરવા માટે ગંભીર અધ્યયનની આવશ્યકતાછે, પરંતુ ઉક્ત સંભાવના સ્વીકારવા માટે પર્યાપ્ત કારણો ઉપલબ્ધ છે. જીવનમુક્તનું લક્ષણ શંકરાચાર્ય માત્ર દાર્શનિક નહોતા. તેમનાં માત્ર દાર્શનિક વક્તવ્યોથી લોકમાનસ પ્રભાવિત નથી થયું. જો તેઓ માત્ર દાર્શનિક હોત તો તર્કની જાળમાં પોતે અટવાઈ જાત અને બીજા લોકોને પણ અટવાવી દેત. તેમનામાં અધ્યાત્મ અને દર્શન બંનેનો યોગ હતો. તેમની એક વિશેષતા હતી. આત્મિક અનુભૂતિની છાયામાં ઉછેર માપતું દર્શન અધિક સ્પષ્ટ અને અધિક ગ્રાહ્ય હોયછે. મધ્યકાલીન દર્શનની પરંપરામાં આવો યોગ થોડાક આચાર્યોને જ પ્રાપ્ત થયો છે. ઘણા બધા દાર્શનિકો માત્ર તાર્કિક થયાછે. તેમના તર્ક મુશ્કેલીથી સમજાયછે. પરંતુ સમજાયા પછી તે ધ્યેય તરફ આગળ લઈ જતા નથી. આધ્યાત્મિક વ્યક્તિ અતીત અને ભવિષ્યની બારીઓ બંધ કરીને વર્તમાનમાં જીવવાનું જાણે છે તેથી તે ભીતરમાં અતર્કનું જીવન જીવેછે અને બહા૨ તર્કનો ઉપયોગ કરેછે. શંકરાચાર્યની ભાષામાં જીવનમુક્તનું લક્ષણ આ પ્રમાણે છે – અતીતાનનુસંધાનં, ભવિષ્યદવિચારણમ્। ઔદાસીન્યમપિ પ્રાપ્તે, જીવનમુક્તસ્ય લક્ષણમ્ ॥ મહાવીરનું અહિંસા-દર્શન ♦ 170 Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શંકરાચાર્ય: એક શલાકા પુરુષ તેમના દાર્શનિક વિચારોના પ્રસારમાં તેમની અધ્યાત્મ અનુપ્રાણિત બુદ્ધિએ કામ કર્યું છે. સાથે સાથે તેમનું શક્તિરૂપ પણ તેમાં સહયોગી રહ્યુંછે. તેઓ મંત્રસિદ્ધ પુરુષ હતા. તેમણે પોતાની મંત્રશક્તિનો પ્રયોગ લોકસંગ્રહ માટે કર્યો. તેમના દિગ્વિજયમાં દર્શનની શક્તિ સાથે સૈનિક શક્તિનો પણ પ્રયોગ થયો હતો. તેમના અભિયાનને કારણે બૌદ્ધધર્મનું અભિયાન ઠીક ઠીક નબળું પડ્યું. અન્ય દાર્શનિકો પણ તે અભિયાનથી પ્રભાવિત થયા વગર ન રહ્યા. ‘બ્રહ્મસત્યં જગન્મિથ્યા’ના દર્શને લોકમાનસને આંદોલિત કર્યું. એથી સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન પણ મળ્યું, સાથે સાથે લોકોમાં વર્તમાન જીવન પ્રત્યે અકર્મણ્યતાનાં સંસ્કાર બીજ પણ અંકુરિત થવા લાગ્યાં. નિઃસંદેહ ભારતીય મેઘામાં શંકરાચાર્ય એક શલાકા પુરુષ હતા. તેમનામાં આધ્યાત્મિક, દાર્શનિક અને મંત્રશક્તિ એ ત્રણેયનો વિલક્ષણ યોગ હતો. છેલ્લી સહસ્રાબ્દીમાં ગુપ્ત સામ્રાજ્ય કાલીન સુવર્ણયુગની પુનરાવૃત્તિ ન થઈ શકી. સંકીર્ણ વૈયક્તિકતા, અકર્મણ્યતા અને પારસ્પરિક સંઘર્ષને કારણે ભારતીય સમાજમાં ઠીક ઠીક વેર-વિખેરતા આવી. એ તમામ વેર-વિખેરતાછતાં તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શક્યું તેમાં અદ્વૈત વેદાંત અને તેના પ્રવર્તકના અવદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 171 For Personal and Private Use Only. Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને જીવવું એટલે સત્યને જીવવું દર્શન કોઈ આકાશી ઉશ્યન નથી, શેખચલ્લીની કલ્પના કે પૂજારીનું સ્વપ્ર નથી. તે યથાર્થ છે. તને જીવી શકાય છે. મહાવીરે દર્શનને જીવ્યું હતું તેથી તેમણે જે કહ્યું એ જ જીવ્યા અને જે જીવ્યા એ જ કહ્યું. દર્શનના કલ્પવૃક્ષનું એક અમર ફળ છે - કહેણી અને કરણી વચ્ચે સમાનતા. રાગ-દ્વેષના આવેશમાં જીવનારા માણસોની કહેણી અને કરણી વચ્ચે ખૂબ અંતર હોય છે. જેમ જેમ વીતરાગતા તરફ ગતિ થતી જાય છે તેમ તેમ કહેણી અને કરણી વચ્ચેનું અંતર ઘટતું જાય છે. વીતરાગતાના બિંદુ ઉપર પહોંચતાં જ કહેણી અને કરણી સર્વથા સમાન બની જાય છે. યથાવાદી તથાકારી બનવું એ વીતરાગની ઓળખ છે. યથાવાદી તથાકારી ન હોવું એ એવીતરાગની ઓળખ છે. આસ્થાઃ અર્થ અને ફલિતાર્થ જૈન દર્શનમાં આસ્થા રાખવી એટલે અવીતરાગથી વીતરાગ તરફ જીવનયાત્રાનો પ્રારંભ કરવો. તેનો ફલિતાર્થ એ છે કે કહેણી અને કરણી વચ્ચેના તફાવતના બિંદુથી કહેણી અને કરણીની સમાનતાના બિંદુ તરફ પ્રસ્થાન કરવું. મહાવીરનું અહિંસા-દર્શન - 172 Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ એક પ્રશ્ન છે જૈનમુનિ સમક્ષ અને એક પ્રશ્ન છે જૈનશ્રાવક સમક્ષ – શું એ દિશામાં ગતિ શરૂ થઈ છે કે નહિ? આગળ વધ્યાછો કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર શોધવો એ જ છે જૈનદર્શનને જીવવું. જૈનદર્શનને જીવવું એટલે સત્યને જીવવું, યથાર્થન જીવવું. સત્ય અને બાજુના બે અલગ નથી કોઈકે ભગવાન મહાવીરને પૂછ્યું - ભંતે ! ધર્મ ક્યાં રહે છે? ભગવાન - શુદ્ધ આત્મામાં. ભંતે ! શુદ્ધ આત્માની ઓળખ શી છે? ભગવાન - ઋજુતા, સરળતા. ભંતે ! ઋજુતા શું છે? ભગવાન - જે સત્ય છે. ભંતે ! સત્ય શું છે? ભગવાન - જે ઋજુતા છે. ઋજુતા અને સત્યને અલગ પાડી શકાતાં નથી. સત્યના ચાર પ્રકાર છે - શરીરની ઋજુતા ભાવની ઋજુતા ભાષાની ઋજુતા અવિસંવાદી પ્રવૃત્તિ - કહેણી-કરણીની સમાનતા. વ્રતનું સ્થાન બીજું છે કેટલાક ચિંતકો કહે છે કે જૈનધર્મમાં અહિંસા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. સત્ય ઉપર કોઈ ભાર મૂકાયો નથી. આવું ચિંતન કોઈ એકાદ જૈન વ્યક્તિની વર્તમાન જીવન-પ્રણાલીમાંથી પેદા થઈ શકે છે. જૈન દર્શન અને તેની વાસ્તવિક જીવન-પ્રણાલીમાંથી આવી ભ્રાંતિ પેદા થઈ શકે નહિ. અહિંસા એક વ્રત છે. મહાવીરના દર્શનમાં વ્રતનું સ્થાન બીજુંછે. સમ્યક્ દર્શન અને સમ્યકત્વનું સ્થાન પ્રથમ છે. જે સમ્યફ છે તે સત્ય છે અને જે સત્ય છે તે સમ્યક છે. સત્ય અને મહાવીરનું અહિંસા-દર્શન • 173 Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ વગર અહિંસાની આરાધના યથાર્થરૂપે ક્યાંથી શક્ય બને? સજ્જાનું પ્રથમો ધર્મ આચારઃ પ્રથમો ધર્મ: આ ઘોષ અત્યંત પ્રચલિત છે. જૈન દર્શનનો ઘોષ એનાથી જુદો છે. ભગવાન મહાવીરે કહ્યું – “પઢમં નાણું તઓ દયા’ - પ્રથમ જ્ઞાન, પછી આચરણ. આચાર જ્ઞાનનો સાર છે. “નાણસ્સ સાર આયારો' જ્ઞાનનો અર્થ માત્ર તથ્યો અને ઘટનાઓને જાણવાં એટલો જ નથી. તેનો અર્થ છે સમ્યક્ દર્શનની છત્રછાયામાં ઉપજતું જ્ઞાન. મિથ્યાદર્શનનાં વલયોમાં જે જ્ઞાન થાય છે તે રાગ અને દ્વેષથી પ્રભાવિત હોય છે. તેથી તે જ્ઞાનને જૈનદર્શનમાં અજ્ઞાન માનવામાં આવેછે. જૈન શાસનમાં જ્ઞાન એને જ માનવામાં આવે છે કે જેના દ્વારા પદાર્થ પ્રત્યે વિરાગ અને શ્રેય પ્રત્યે અનુરાગ પેદા થાય, જેના દ્વારા મૈત્રીની ચેતના જાગે અને સમતાની અનુભૂતિ વિકસે. સમ્યક્ દર્શન વગર સમ્યક્ જ્ઞાન શક્ય નથી. સમ્યક્ જ્ઞાન વગર સમ્યક્ આચરણ શક્ય નથી. જૈનદર્શનમાં સમ્યક્ દર્શનનું સ્થાન પ્રથમ, સમ્ય જ્ઞાનનું સ્થાન બીજું અને સમ્યક્ આચરણનું સ્થાન ત્રીજું છે. સમ્યક્ દર્શન અને સમ્યક જ્ઞાન વચ્ચે તફાવતની ચર્ચા ન કરીએ તો એવો ઘોષ બને છે કે - “સજ્જાનું પ્રથમો ધર્મ લોકશ્રુતિ અને વાસ્તવિકતા જૈનદર્શન માત્ર ક્રિયાવાદી નથી અને માત્ર જ્ઞાનવાદી પણ નથી. તે જ્ઞાન અને ક્રિયા બંનેની યુતિ સ્વીકારે છે. જ્ઞાન વગર ક્રિયા અને ક્રિયા વગર જ્ઞાન બંને અધૂરાં છે. સાધનાની પરિપૂર્ણતા એ બંનેના સમન્વય થકી જ થાય છે. અહિંસા એક ક્રિયા છે, એક આચરણછે. જૈનદર્શન અહિંસા ઉપર વધારે ભાર મૂકે છે તેવી એક લોકશ્રુતિ બની ગઈ છે. હકીકત કંઈક બીજી જ છે. જૈનદર્શનનો ભાર કશાય ઉપર નથી. તે સમન્વયવાદી અને સાપેક્ષવાદી દર્શન છે તેથી કોઈ એક અંશ ઉપર તે ભાર ન મૂકી શકે. તે જેટલો ભાર જ્ઞાન ઉપર મૂકે છે, એટલો જ આચાર ઉપર મૂકે છે અને જેટલો ભાર આચાર ઉપર મૂકે છે એટલો જ જ્ઞાન ઉપર મૂકે છે. બંને પાસાં સંતુલિત છે. ત્રાજવાનું કોઈ પણ પલ્લું હલકું કે ભારે નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 174 Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વિરાગનું મહત્ત્વ સમ્યફ દર્શનનો વિકાસ ન થાય ત્યાં સુધી માણસ શરીરને જ પોતાનું અસ્તિત્વ માને છે અને પદાર્થને પોતાનો સમજે છે. તે અહંકાર અને મમકાર રાગને વધારે છે. એથી દુઃખનું ચક્ર વધે છે. સમ્યક્ દર્શનનો વિકાસ થતાં સૌ પ્રથમ આ ભ્રાંતિ તૂટે છે. હું શરીર નથી”, “મારું અસ્તિત્વ એનાથી અલગ છે', “હું આત્મા છું, ચેતન છું, શરીર અચેતન છે”. આત્મા અને શરીરના ભેદનું જ્ઞાન સ્પષ્ટ થાય છે ત્યારે રાગનાં મૂળ હાલી ઊઠે છે. વિરાગનું મૂળ કારણ આત્મા અને શરીરનું ભેદવિજ્ઞાન છે. આ ભેદવિજ્ઞાન માત્ર શબ્દ નથી, એક અનુભૂતિ છે. આ અનુભૂતિ જેટલી પ્રખર હોય છે એટલો જ વૈરાગ્ય પણ પ્રખર થઈ જાય છે. આત્મા અને શરીરનું ભેદવિજ્ઞાન થતાં “આ પદાર્થ મારો છે એવી કલ્પનાઓ સમાપ્ત થઈ જાય છે. શરીર અને પદાર્થ રાગને વધારે છે, શરીર અને પદાર્થ બંનેની ભેદાનુભૂતિ સત્યનો દરવાજો ખોલી નાખે છે. સમ્યક્ દર્શન પુષ્ટ બને સત્યનો એક અર્થ છે - જે જેવું છે તેને તે જ સ્વરૂપે જાણવું. એટલે કે પદાર્થનું યથાર્થ જ્ઞાન. આ સત્યનું મૂળ માત્ર જ્ઞાનાત્મક છે, આચારાત્મક નથી.સમગ્ર સત્ય એ છે કે જેનું મૂલ્ય જ્ઞાનાત્મક પણ હોય અને આચારાત્મક પણ હોય. સમ્યફ દર્શનના અભાવે જ્ઞાનાત્મક મૂલ્યવાળું સત્ય વિકસિત થઈ શકે છે, પરંતુ આચારાત્મક મૂલ્યવાળું સત્ય વિકસિત થઈ શકતું નથી. એક રાગી માણસ પ્રિય વસ્તુને અહિતકર જાણવાછતાં તેને ત્યાગી નથી શકતો.તેને એકાંશ સત્ય ઉપલબ્ધ છે. તે અહિતકરને અહિતકર જાણે છે છતાં વિરાગને દઢ કરનાર ભેદવિજ્ઞાન તેનામાં નથી. તેથી તે અહિતકરને અહિતકર જાણવાછતાં તેને છોડી શકતો નથી. જૈનદર્શનને ત્યારે જ જીવી શકાય કે જ્યારે સમ્યક દર્શન પુષ્ટ બને, ભેદવિજ્ઞાનનો અભ્યાસ પરિપક્વ બને. મહાવીરનું અહિંસા-દર્શન - 175. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં રાષ્ટ્રીય એકતામાં તત્ત્વો ભાવાત્મક એકતાનું પ્રથમ સૂત્ર પ્રત્યેક વ્યક્તિ અપૂર્ણ છે. અપૂર્ણતાનો અર્થ વિકાસની અપૂર્ણતાછે. ક્ષમતા છે પરંતુ તે વિકસિત નથી. અપૂર્ણતાથી પૂર્ણતાની દિશામાં પ્રસ્થાન કરવાનું માધ્યમ ધર્મ છે. જૈન દર્શનમાં એ જ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ માનવામાં આવે છે. અહિંસા, સંયમ અને તપ એ ત્રણ તેનાં રૂપ છે. અસંયમ અને સુખવાદ કે સુવિધાવાદ એ બધાં સમાજમાં વિઘટન પેદા કરનારાં તત્ત્વો છે. તેમની સાધના માટે અનેકાંત દષ્ટિનો વિકાસ આવશ્યક છે. ભાવાત્મક એકતાનું પ્રથમ સૂત્રો સમ્યક્ દર્શન છે. અનેકાંત સમ્યક દર્શન છે. સાપેક્ષતા અને સમન્વયરૂપે તેનો વ્યવહાર કરી શકાય છે. પ્રત્યેક વ્યક્તિમાં પોતાના વિચારો માટે આગ્રહ હોય છે. તે પોતાના વિચારને બીજાના વિચારની અપેક્ષાએ વધારે મહત્ત્વ આપે છે. આવા આગ્રહને કારણે વૈચારિક સંઘર્ષ પેદા થાય છે. એ જ રીતે જાતિ અને સમાજમાં પણ વૈચારિક અથડામણો થાય છે. આ વૈચારિક હિંસા ભાવાત્મક એકતાને નષ્ટ કરી દે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 176 Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહની મનોવૃત્તિ સંઘર્ષનું કારણ પ્રત્યેક વ્યક્તિમાં અર્થસંગ્રહ (ધનસંગ્રહ)ની વૃત્તિ હોય છે. તે વધુમાં વધુ અર્થસંગ્રહ ઇચ્છે છે. સંગ્રહની આ મનોવૃત્તિ પણ સંઘર્ષ અને અથડામણો પેદા કરે છે. નિમ્નવર્ગના લોકોમાં ઉચ્ચવર્ગ પ્રત્યે સભાવના નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે ઉચ્ચવર્ગ નિમ્નવર્ગથી નિરપેક્ષ થઈને જીવવા ઇચ્છે છે. તે પોતાનાં સુખ-સુવિધાઓ જ વધારવા ઇચ્છે છે. આવી વૈયક્તિક સુવિધાવાદી મનોવૃત્તિએ સમાજ અને રાષ્ટ્રને તોડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. એકાત્મકતાનું સૂત્ર અનેકાંતનું પ્રથમતત્ત્વ સાપેક્ષ છે. પ્રત્યેક વિચાર સાપેક્ષ હોય છે. એક વ્યક્તિ પોતાના વિચારને સાચા માને છે, તે ઠીક હોઈ શકે, જ્યારે તે પોતાના વિચારને સાપેક્ષ માને. બીજાઓના વિચાર સાથે તેનો સમન્વય સ્થાપી શકે. પાણી જીવન છે, તેના વગર જીવન ચાલી શકતું નથી. એ વિચાર સાચો છે, પરંતુ ભોજનની અપેક્ષાએ સાચો છે. જ્યારે શ્વાસ અને પાણીની તુલના કરવામાં આવે ત્યારે એમ જ કહેવું પડશે કે, શ્વાસ જીવનછે. પાણી જીવન ચલાવવાનું એક સાધન છે. એક તત્ત્વ બીજા તત્ત્વ સાથે ગુંથાયેલું છે. એક વિચાર બીજા વિચાર સાથે જોડાયેલો છે. આ ગુંથણી અને જોડની સાપેક્ષતા સમજીને જ એકાત્મકતાનો વિકાસ કરી શકાય છે. ગતિમાં બંને પગ સાપેક્ષ છે. એક પગ આગળ વધે છે, બીજો પગ પાછળ રહી જાય છે. પાછળનો પગ આગળ આવે છે અને આગળવાળો પગ પાછળ રહી જાય છે. આવા ગૌણ અને મુખ્યભાવથી સમાજની વ્યવસ્થા અને રાષ્ટ્રની એકાત્મકતા ચાલી શકે છે. આગ્રહ બાધક છે આગ્રહ ગતિ અને વિકાસ બંનેમાં બાધક છે. આજે સમાજમાં જાતીયતા, ભાષા, પ્રાંતીયતાના આગ્રહો ઉછેર પામી રહ્યા છે. આ બધાં વિઘટનકારક તત્ત્વો છે. કોઈપણ ભાષાનું મહત્ત્વ હોઈ શકે છે, પરંતુ તેનું એટલું મહત્ત્વ ન હોઈ શકે કે તે ભાવાત્મક એકતાને વિખંડિત કરી દે. જાતિની ઉપયોગિતા હોઈ શકે, પરંતુ માનવતામાં તીરાડો પેદા કરે એટલું મહત્ત્વ તેને ન આપી શકાય. મહાવીરનું અહિંસા-દર્શન 17 12 Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષતાનાં પ્રતીક જૈન દર્શનનો ધ્રુવ સિદ્ધાંત છે કે મૂળભૂત રીતે માનવજાતિ એક જ છે. તે ઉપયોગિતા અને વ્યાવહારિકતાની દૃષ્ટિએ અનેક લોકોમાં વિભક્ત છે. ઉપયોગિતા મૌલિકતાનું અતિક્રમણ કરે એ વાત અસંગત છે. રાષ્ટ્રોનાં એકમો પણ ઉપયોગિતાના આધારે બન્યાં છે, પરંતુ તે શાંતિપૂર્ણ જીવન ત્યારે જ જીવી શકે કે જ્યારે સાપેક્ષતાનાં સૂત્રોથી બંધાયેલાં હોય. સાપેક્ષતા એટલી બધી જોડાયેલી છે કે કોઈપણ રાષ્ટ્ર અલગ થઈને એકલું જીવી શકે નહિ. એક રાજધાનીમાં સેંકડો રાષ્ટ્રોના દૂતાવાસોનું અસ્તિત્વ એ પણ સાપેક્ષતાનું પ્રતીક છે. અહિંસાનો પ્રથમ મુકામાં આપણે સૌ સાપેક્ષ છીએ. આ સત્ય હૃદયંગમ કરી લીધા પછી જ સમન્વયની વાત આગળ વધી શકે છે. સાપેક્ષતાની અનુભૂતિ થાય છે ત્યારે સમન્વય દ્વારા પરસ્પર સંબંધ સ્થપાય છે. સાપેક્ષતા અને સમન્વયની દિશામાં પ્રસ્થાન અહિંસાનો પ્રથમ મુકામ બને છે. હિંસા દ્વારા માંગ પૂરી થઈ જાય છે, સફળતા જલદી મળી જાય છે એવો વિશ્વાસ માનવીના મનમાં દઢ અને રૂઢ થઈ ગયો છે. ક્યારેક સફળતાનો આભાસ મળી પણ જાય છે તેથી તેને પુષ્ટિ મળી જાય છે. વ્યાપક સંદર્ભમાં તેને જોઈએ તો ખબર પડે છે કે માનવજાતિનું સૌથી વધુ અનિષ્ટ હિંસાએ કર્યું છે. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીએ આ સચ્ચાઈ તરફ સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. તેમ છતાં હિંસાનું પાસું અત્યંત પ્રબળ છે, તેને ભારે સમર્થન મળે છે. રાષ્ટ્રીય વિઘટન હિંસાનો જ એક તણખો છે. હિંસાની સમસ્યા માનવજાતિ એક છે એ સિદ્ધાંતની વાત છે. વ્યાવહારિક વાત તેનાથી જુદી છે. કર્મ, સંસ્કાર, વિચાર, રુચિ અને આચારની દૃષ્ટિએ પ્રત્યેક માણસ ભિન્ન છે. એ ભિન્નતા જ સંઘર્ષ, હિંસા અને તનાવનું કારણ બને છે. જેમનામાં આવેશની પ્રબળતા હોય તે લોકો હિંસામાં વિશ્વાસ કરે છે. બૌદ્ધિક લોકોએ તેને ઓછું પ્રોત્સાહન નથી આપ્યું. | મહાવીરનું અહિંસા-દર્શન - 178. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સમસ્યા છે કે તમામ માણસો સમાન નથી. હિંસાને તેનો લાભ મળી રહ્યો છે. અચેતનને એકરૂપ કરી શકાય છે. ચેતનને બળપૂર્વક કે આકસ્મિક રૂપે એકરૂપ કરી શકાતું નથી. તેની એકરૂપતાનો એક ઉપાય છે અને તે છે પ્રશિક્ષણાત્મક અભ્યાસ. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા યૌગલિક સમાજની કલ્પના કરી શકાય છે. યૌગલિક શબ્દ તે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં ક્રોધ, માન, માયા, લોભનો આવેશ ઓછામાં ઓછો હોય છે. પરિણામે તે અહિંસક અને અપરિગ્રહી સમાજ બને છે. ઉક્ત કષાય ચતુષ્ટયની તીવ્રતાએ સમાજમાં હિંસા અને પરિગ્રહની સમસ્યાને જટિલ બનાવી દીધી છે. રાષ્ટ્રીય એકતાનું આધાર સૂત્ર આપણો આગ્રહ એ વાત ઉપર છે કે સમાજ અહિંસક બને, અપરિગ્રહી બને. પરંતુ તે શક્ય નથી. કષાયની તીવ્રતા અને અહિંસક સમાજની રચના એ બંને વિરોધી બાબતો છે. કષાયની તીવ્રતા અને અનેકાંતનો પ્રયોગ એ બંને એકસાથે શક્ય નથી. અનેકાંત, સાપેક્ષતા, સમન્વય, અહિંસા, અપરિગ્રહ વગેરેની આધારશિલા કષાય ઉપર નિયંત્રણ હોવું તે છે. ભાવાત્મક એકતા અને રાષ્ટ્રીય એકતાનું આધારસૂત્ર પણ આ જ છે. જૈન વાડ્મયનું પ્રસિદ્ધ સૂત્ર છે કષાયમુક્તિ કીલ મુક્તિદેવ કષાયની મુક્તિ એ જ મુક્તિ છે. ભલે પછી સમસ્યાની મુક્તિ હોય કે દેહની મુક્તિ હોય. આપણા શિક્ષણ સાથે કષાય-નિયંત્રણની વાત જોડ્યા વગર આપણે ભાવાત્મક એકતાની વાત વિચારી શકતા નથી. જૈનદર્શને એ બાબત ઉપર ભાર મૂક્યો છે કે મૂળને સિંચો, માત્ર ફૂલ અને પાંદડાંને ન સિંચો. આપણે પાંદડાં અને ફૂલો ઉપર અટકી જઈએ છીએ, મૂળ સુધી પહોંચવાની વાત ખૂબ ઓછા લોકો કરે છે. મૂળસ્પર્શી નીતિ દ્વારા જ રાષ્ટ્રીય એકતાનું સંવર્ધન કરી શકાય છે. . .. મહાવીરનું અહિંસા-દર્શન - 179 Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મતી | વૈજ્ઞાતિકતા જૈનધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. વર્તમાનયુગ વૈજ્ઞાનિક યુગછે તેથી કોઈપણ ધર્મને વૈજ્ઞાનિક કહેવામાં ગૌરવનો અનુભવ થાય છે. આવી ગૌરવાનુભૂતિની ભાષામાં જૈનધર્મને વૈજ્ઞાનિક ધર્મ કહેવાનું સહજ-સરળ છે. હું એ સરળ ભાષાનો પ્રયોગ કરી રહ્યો નથી. તેની વૈજ્ઞાનિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તેને વૈજ્ઞાનિક ધર્મ કહી રહ્યો છું. મનુષ્ય જ પ્રમાણ છે જૈનધર્મની વૈજ્ઞાનિક પ્રકૃતિનું પ્રથમ સૂત્ર છે- સ્વયં આ છે સત્યની શોધ. જૈનદર્શનના મત મુજબ માણસને સત્ય કોઈ અનિર્વચનીય સત્તા દ્વારા ઉપલબ્ધ થતું નથી. તે સ્વયં પોતાની સાધના દ્વારા સત્યની શોધ કરે છે અને તેને ઉપલબ્ધ થાય છે. મનુષ્ય જ સૌથી મોટું પ્રમાણ છે. એ જ આગમ અને શાસ્ત્ર છે. ભગવાન મહાવીરે પુરુષના પ્રામ પનું પ્રતિપાદન કર્યું. કોઈ ગ્રંથનું પ્રામાણ્ય તેમને માન્ય નથી. જૈનદર્શનની વિચારધારાને સ્વીકારનાર વ્યક્તિ, પુરુષની અનુયાયી હોય છે, કોઈ ગ્રંથની અનુયાયી નથી હોતી. સત્ય અનંત છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત પર્યાયોનું અસ્તિત્વ હોય છે. નવા | મહાવીરનું અહિંસા-દર્શન - 180. Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ નવા પર્યાયો જન્મ લે છે અને જૂના જૂના પર્યાયો નાશ પામતા રહે છે. તેથી કોઈ પણ દ્રવ્ય એકરૂપ નથી હોતું. જેટલી ક્ષણો એટલાં જ એનાં રૂપ. આ વિવિધ રૂપો અને વિવિધ પર્યાયોને જાણવા માટે પ્રત્યેક ક્ષણે શોધનું દ્વાર ખુલ્લું રાખવું પડે છે. શાશ્વતની સાથે ચાલનારા અશાશ્વતને જાણ્યા વગર દ્રવ્યના યથાર્ય રૂપને જાણી શકાતું નથી. તેથી પ્રત્યેક દેશ અને કાળમાં પ્રત્યેક વ્યક્તિને સત્યની શોધનો અધિકાર મળેલો છે. સત્યનાં બે પાસાં એક વ્યક્તિ કેવલી કે સર્વજ્ઞ બની જાય છે. તે સત્યને સમગ્રતાથી જાણી લે છે, જોઈ લે છે. તેમ છતાં સત્યની શોધનું દ્વાર બંધ થઈ જતું નથી. કેવલી સત્યને જાણી શકે છે, પરંતુ તેના સમગ્રરૂપને વાણી દ્વારા વ્યક્ત કરી શકતો નથી. આપણો શબ્દકોશ સીમિત છે. માણસની બોલવાની શક્તિ સીમિત છે. આયુષ્યની શક્તિ પણ સીમિત છે. તેથી કોઈ પણ વ્યક્તિ સમગ્ર સત્યને ક્યારેય કહીને વ્યક્ત કરી શકતી નથી. સમગ્ર સત્ય કહી શકાતું નથી. તેથી સત્યની શોધનું દ્વાર હંમેશાં ખુલ્લું રહે છે. આપણું જગત પરિવર્તનશીલ છે. સમાજ પણ પરિવર્તનશીલ છે. જૈનદર્શન પરિવર્તન અને અપરિવર્તન એ બંનેને સત્યનાં બે પાસાં સમજે છે. અપરિવર્તન વગર પરિવર્તનની અને પરિવર્તન વગર અપરિવર્તન કે શાશ્વતની વ્યાખ્યા કરનારું દર્શન વૈજ્ઞાનિક ન હોઈ શકે. અનેકાંત દષ્ટિમાં દ્રવ્ય પરિવર્તન અને અપરિવર્તન બંનેનું સમન્વિત રૂપ છે. જડનું પણ રવતંત્ર અસ્તિત્વ છે આચાર્ય હેમચંદ્ર લખ્યું -પ્રભુ! અન્યતીર્થિકો આપના અતિશયોનો અસ્વીકાર કરે છે, પરંતુ યથાર્થવાદનો અસ્વીકાર કેવી રીતે કરશે? યથાર્થવાદી દષ્ટિકોણમાં જડની સત્તા અસ્વીકૃત નથી હોતી. જૈનદર્શન માત્ર ચૈતન્યની સત્તાનો જ સ્વીકાર નથી કરતું, તેમાં જડની સત્તા પણ સ્વીકૃત છે. ચેતન અને જડ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જડ તત્ત્વ પ્રત્યક્ષ છે. તેનો અસ્વીકાર કરી શકાય નહિ. તેને માનસમૃષ્ટિ માનવું એ પણ એક જટિલ પ્રક્રિયા છે, તેથી જડનું સ્વતંત્ર અસ્તિત્વ યુક્તિસંગત અને નૈસર્ગિક છે. | મહાવીરનું અહિંસા-દર્શન - 181. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર કર્તુત્વનો સ્વીકાર વૈજ્ઞાનિક ધર્મની એક કસોટી છે - પોતાનાં કાર્યો માટે પોતાને જ જવાબદાર માનવું. ઘણા લોકો પોતાના કાર્ય માટે પોતાને જવાબદાર નથી માનતા, તેઓ પરિસ્થિતિ કે પરમસત્તાને જવાબદાર ગણાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. હું શું કરું, પરિસ્થિતિ જ એવી હતી તેથી આવું કાર્ય થઈ ગયું! હું શું કરું, પરમાત્માની એવી જ મરજી હતી તેથી એમ થઈ ગયું !પરમાત્માની ઈચ્છા વગર એક પાંદડું પણ હાલતું નથી તો પછી કર્તુત્વને હું કઈ રીતે મારા માથે લઈ લઉં ? આવી પરિસ્થિતિ અને પરમસત્તાની પરતંત્રતાએ માનવીની સ્વતંત્રતા તથા જવાબદારી ઉપર પડદો પાડી રાખ્યો છે. જ્યાં સુધી માણસ કર્મ માટે પોતાની જવાબદારીનો અનુભવ ન કરે, ત્યાં સુધી તે પોતાની સ્વતંત્ર ચેતનાનો વિકાસ કરી શકતો નથી. સ્વતંત્ર ચેતનાનો વિકાસ થાય એ આજની ખૂબ મોટી અપેક્ષા છે. તેના અભાવે વિકાસમાં અવરોધ બનનારા અનેક માનસિક ભ્રમ પેદા થયા છે. એવી ભ્રાંતિઓમાં જીવનાર વ્યક્તિ પોતાની યાંત્રિક ચેતનાથી મુક્ત થઈ શકતી નથી. કર્મ સર્વેસર્વા નથી કર્મનો સિદ્ધાંત ધર્મની વૈજ્ઞાનિકતાનું સ્વયંભૂસાક્ષ્ય છે. ઘણા બધા ધર્મો કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે પરંતુ તેની એકાંગિતાનો સ્વીકાર કરીને માણસને યંત્ર બનાવી દે છે. જે કાંઈ બને છે બધું કર્મ દ્વારા જ થાય છે એ ચેતનાનું યાંત્રિકીકરણ છે. હકીકતમાં તે ઈષ્ટ નથી. કર્મ માનવીની ચેતનાને પ્રભાવિત કરનારું એક તત્ત્વ છે. તે સર્વેસર્વા નથી. કાળ, સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ વગેરે અનેક તત્ત્વો છે કે જે માણસની ચેતનાને પ્રભાવિત કરે છે. ચેતના માત્ર પ્રભાવિત જ નથી, અપ્રભાવિત પણ છે. જો માત્ર પ્રભાવિત હોવાની વાત હોય તો તેનું પોતાનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે. તેનામાં અપ્રભાવિત રહેવાની ક્ષમતા છે કે જેથી તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. આ સમન્વિત પ્રક્રિયા દ્વારા માણસનાં બહુમુખી વ્યક્તિત્વ અને તેનાં વિવિધ કાર્યોની વ્યાખ્યા આપી શકાય છે. વ્યાખ્યાનો આ સર્વાગીણ અને સમન્વિત દૃષ્ટિકોણ જ ધર્મની વૈજ્ઞાનિકતા છે. એકાંગી દૃષ્ટિકોણ ધર્મને અવૈજ્ઞાનિક બનાવી મૂકે છે. સાપેક્ષતા અને સમન્વયનો દૃષ્ટિકોણ વર્તમાન ચિંતનની એક પ્રવિત્ર ધારા છે. તેના દ્વારા સત્યના મહાસાગરના અતલ ઊંડાણનું નિમજ્જન કરી શકાય છે. મહાવીરનું અહિંસા-દર્શન - 182 Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદમાં ગ્રથિતંત્ર વર્તમાન આયુર્વિજ્ઞાને જેટલો વિકાસ કર્યો છે તેનું મૂળ કારણ છે – નિત નવી શોધો અને તેનું પ્રાયોગિક પરીક્ષણ. આયુર્વેદ પ્રાચીનકાળમાં અત્યધિક વિકસિત હતું. આજે તેનો વિકાસ મોટે ભાગે અવરોધાયેલો છે. જો આયુર્વેદને વિકસિત કરવું હોય તો તેને આધુનિક મેડિકલ સાયન્સના સંદર્ભમાં જ વિકસિત કરી શકાય તેમ છે. આયુર્વેદનો અતીત જેટલો સમૃદ્ધ હતો તેટલો વર્તમાન નથી. વિશુદ્ધ ભારતીય સંપદા જયપુરમાં ગણાધિપતિશ્રીના સાંનિધ્યમાં રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગે એક સંગોષ્ઠિનું આયોજન કર્યું હતું. તેમાં તત્કાલીન શિક્ષણમંત્રી, શિક્ષણસચિવ, શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, વિશ્વવિદ્યાલય અને મેડિકલ કૉલેજના પ્રોફેસરો તથા અનેક પ્રબુદ્ધ વ્યક્તિઓ ભાગ લઈ રહી હતી. “પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભાવાત્મક વિકાસ' એ ચર્ચાનો મુખ્ય વિષય હતો. વ્યક્તિની વૃત્તિઓ કેવી રીતે બદલી શકાય? એટિટ્યૂટ - સ્વભાવમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય ? આદતોમાં પરિવર્તન કરી રીતે શક્ય બને ? તેમને મહાવીરનું અહિંસા-દર્શન - 183 Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ બદલવાની પ્રાયોગિક વિધિ શી છે? વગેરેના સંદર્ભમાં પ્રવચન દરમ્યાન મેં ક્રોધ અને નશાની આદતના નિયમન માટે કેટલાક પ્રયોગો રજુ કર્યા. તે વિષય ઉપર થયેલી ચર્ચા સાંભળીને મેડિકલ કૉલેજના વાઈસ પ્રિન્સિપાલ અભિભૂત થઈ ઊઠ્યા. તેમણે અચરજભર્યા શબ્દોમાં પૂછ્યું - આ બધા સિદ્ધાંતો અને પ્રયોગો આપે ક્યાંથી ગ્રહણ કર્યા? આ સિદ્ધાંતો આવ્યા ક્યાંથી? તેના જ્ઞાનનો મૂળ સ્રોત કયા દેશમાંથી આવ્યો છે? મેં કહ્યું કે આ બધું આપણા દેશમાં જ ઉપલબ્ધ છે. ભારતના અધ્યાત્મશાસ્ત્રવિદોએ તેનું વિસ્તૃત વિવેચન કર્યું છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથમાં પણ તેની સંકેતલિપિ ઉપલબ્ધ છે. તેની ક્યાંયથી આયાત કરવામાં આવી નથી જો કે આપણું વર્તમાન મેડિકલ સાયન્સ મોટે ભાગે આયાતિત છે, પરંતુ તે વિશુદ્ધ ભારતીય સંપદા છે. વાઇસ પ્રિન્સિપાલે કહ્યું, આપ જે સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છો, જે ભાવાત્મક પરિવર્તનની વાત કરી રહ્યા છો, તે કદાચ વર્તમાન મેડિકલ સાયન્સમાં સો વર્ષ પછી આવશે! આજે તો તેનું માત્ર પરિકલ્પના (હાઈપોથીસિસ) સ્વરૂપે જ અસ્તિત્વ છે. પ્રાચીન ભારતનો આત્મા છે. સંસ્કૃત અને પ્રાકૃત હકીકતમાં આપણે આપણી પ્રાચીન પરંપરાથી પરિચિત નથી. પ્રાચીન જ્ઞાનની વિશેષતાઓનું આપણને જ્ઞાન નથી અને તેનું જ્ઞાન આજે શક્ય પણ નથી. કારણ સ્પષ્ટ છે - આયુર્વિજ્ઞાનના વર્તમાન વિદ્યાર્થીઓ માત્ર ત્રણ-ચાર શતાબ્દીઓના વિજ્ઞાનના પરિઘમાં પોષણ પામતા સિદ્ધાંતો, શોધ રિપોર્ટો અને પ્રયોગો અંગે જ જાણકારી ધરાવે છે. ભારતીય ચિંતનમાં હજારો વર્ષ પૂર્વે જે વૈજ્ઞાનિક અન્વેષણો અને પ્રયોગો થયાં, જે જ્ઞાન લાંબા સમય સુધી થયેલાં પ્રયોગો-પરિક્ષણો અને અનુભવો દ્વારા આપણા ચિંતન સાથે જોડાયું, તેનાથી આજના વિદ્યાર્થીઓ સર્વથા અપરિચિત છે. આ અપરિચયનું કારણ છે - જાણવાના માધ્યમનો અભાવ. પ્રાચીન જ્ઞાનને પ્રકાશમાં લાવવામાં માત્ર બે જ માધ્યમો છે – સંસ્કૃત અને પ્રાકૃત. જ્યાં સુધી આ ભાષાઓનું અધિકૃત જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી પ્રાચીન ભારતીય આત્મા, ભારતીય ચિંતન સાથે આપણો સંપર્ક શી રીતે શક્ય બને ? સંપર્કસૂત્ર જ વિચ્છિન્ન રહે, સાધનનો અભાવ રહેતોજ સાધ્ય સુધી પહોંચવાનું શી રીતે શક્ય બને? વર્તમાનમાં પ્રાચીનથી અપરિચય એટલો બધો વધી ગયો છે કે પ્રાચીન ચિંતનની શ્રેષ્ઠતાઓ સાથે ન મહાવીરનું અહિંસા-દર્શન 184 | Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ આપણો સંબંધ સર્વથા વિચ્છિન્ન થઈ ગયો છે, થતો રહ્યો છે. શોધનો નવો સંદર્ભ આયુર્વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં જ આપણા પ્રાચીન જ્ઞાનને તુલનાત્મક સ્વરૂપે લઈએ. યોગના આપણા પ્રાચીન ગ્રંથોમાં અમૃતસ્રાવની ખૂબ ચર્ચા છે. ગોરક્ષા પદ્ધતિ જોઈએ, હઠયોગના ગ્રંથો જોઈએ કે તંત્રશાસ્ત્રનું અધ્યયન કરીએ તેમાં અમૃતસ્રાવની ચર્ચાનો પ્રસંગ વારંવાર જોવા મળે છે. જૈનદર્શનમાં કર્મવાદ વિશે વ્યાપક સાહિત્યનું ખેડાણ થયું છે. કર્મવાદના સંદર્ભમાં એક શબ્દનો પ્રયોગ થયો છે - અનુભાગ-વિપાક. અનુભાગનો વિપાક એટલે કે રવિપાક. એ જ રીતે આધુનિક આયુર્વિજ્ઞાનમાં પ્રયુક્ત શબ્દ છે – અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમના દ્વારા થતું હોર્મોન્સનું સિક્રેશન. સિક્રેશન એટલે સ્ત્રવણનો સ્રાવ, રસાયણનો રસ શબ્દ સેતુરૂપે ધ્યાન ખેંચે છે. જેમ કે અમૃતનો સ્રાવ, રસવિપાક અને રસનો સ્રાવ -- રસાયણ. આ તમામ શબ્દો સ્વાભાવિક રીતે જ વિચારવા માટે મજબૂર કરે છે. જ્યારે યોગમાં તેનું વર્ણન મળે છે ત્યારે તેનાથી આયુર્વેદ કેવી રીતે વંચિત રહી શકે? કારણ કે યોગના સિદ્ધાંતો આયુર્વેદ સાથે સંબંદ્ધ રહેલા છે. યોગીઓએ પોતાની અંતરદૃષ્ટિ દ્વારા પોતાના શરીરને જાણવાનો પ્રયત્ન કર્યો છે. આયુર્વેદના પુરસ્કર્તા વિદ્વાન ચરક, ધવંતરિ વગેરેએ પોતાની અંતર્દૃષ્ટિ દ્વારા ઔષધિઓ, વનસ્પતિઓ વગેરેને જાણવાનો પ્રયત્ન કર્યો. તે જ્ઞાન માત્ર બૌદ્ધિકસ્તર સુધી સીમિત ન રહ્યું, તેથી આયુર્વેદનો વિકાસ માત્ર બૌદ્ધિકસ્તરે જ નહિ, પરંતુ સાધનાની પશ્ચાદ્ભ ઉપર થયો છે, અંતર્દૃષ્ટિના આધારે થયો છે. ધવંતરિ: અતીન્દ્રિયજ્ઞાનથી સંપન્ન હતા જૈન જ્ઞાનમીમાંસામાં જ્ઞાનના પાંચ પ્રકારો બતાવામાં આવ્યા છે. તેમાં બે જ્ઞાન પરોક્ષ છે - મતિ અને શ્રત, ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે – અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. પ્રત્યક્ષજ્ઞાન એટલે અતીન્દ્રિયજ્ઞાન. જૈન સાહિત્યમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે ધવંતરિ અવધિજ્ઞાની હતા. તેઓ અતીન્દ્રિયજ્ઞાનથી સંપન્ન હતા. એવો ઉલ્લેખ જૈનભાષ્યોમાં મળે છે. તેથી કહેવામાં આવે છે કે આયુર્વેદના સિદ્ધાંતો અતીન્દ્રિયજ્ઞાન દ્વારા શોધવામાં આવ્યા છે. એક અન્ય પણ સકારાત્મક ચિંતન મળે છે. આયુર્વેદ વિશેષજ્ઞોને શિરા, મજ્જા-શોથ વગેરે મહાવીરનું અહિંસા-દર્શન • 185 Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ગહન વિષયોની વ્યાપક જાણકારી હતી તો ગ્રંથિતંત્ર જેવો એની સાથે જ સંબંધ ધરાવતો મહત્ત્વનો વિષય એમનાથી અળગો રહી જાય તે શક્ય નથી લાગતું. એથી એ સ્પષ્ટ થાય છે કે એમ થયું નથી. પરંતુ એમ કહેવામાં પણ સંકોચ ન થવો જોઈએ કે વર્તમાનયુગમાં આયુર્વેદનું અધ્યયન ખૂબ પાછળ રહી ગયું છે. તેનું અધ્યયન અત્યંત સીમિત થઈ ગયું છે. છેલ્લી ચાર-પાંચ શતાબ્દીઓમાં આયુર્વેદ અત્યંત ઉપેક્ષિત રહ્યું છે. તેની ઉપેક્ષાનું પરિણામ એ છે કે આયુર્વેદમાં શરીરશાસ્ત્રનું ગહન અધ્યયન નિતાંત આવશ્યક છે, પરંતુ આજે તે થતું નથી. અષ્ટાંગહૃદય, સુશ્રુત વગેરે કેટલાક મુખ્ય આયુર્વેદિક ગ્રંથોનું ઉદાહરણ લઈએ. આ ગંભીર ગ્રંથો આજે ખાસ વંચાતા નથી. અષ્ટાંગહૃદય તો ખૂબ ઓછો વંચાતો હશે. મેં તેની ટીકા જોઈ તો અનુભવ થયો કે એ ગહન વિષયોની જેવી પર્યાપ્ત ટીકા થવી જોઈએ તે થઈ નથી. માત્ર શબ્દોનો અર્થ આપવો તે એક વાત છે. પરંતુ એ જ શબ્દો તથા વિષયો ઉપર ગહન અધ્યયન અને અનુભવથી છલોછલ જ્ઞાન હોવું એ બીજી વાત છે. કેટલું બધું વિસ્તૃત જ્ઞાન વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદ સાથે જોડાયેલું છે ! આયુર્વિજ્ઞાનઃ વર્તમાન સ્થિતિ કેટલાંક વર્ષ પૂર્વે મેડિકલ કોલેજ – જયપુરની લાયબ્રેરીમાં જવાનો પ્રસંગ બન્યો. મારી જિજ્ઞાસા હતી પીનિયલ ગ્લેંડ વિશે કંઈક વિશેષ જાણવાની. અમે આચાર્ય મહોદયને પૂછ્યું કે શું અહીં પીનિયલ ગ્લેંડ વિશેનું કોઈ સારું પુસ્તક છે? તેમણે ઉત્તર આપ્યો કે એ વિષય ઉપર અમારી જાણકારી ખૂબ જ ઓછી છે. જો કે એ વિષય ઉપર અત્યારે અત્યંત વ્યાપક સાહિત્ય આવી ચૂક્યું છે, છતાં તેને પર્યાપ્ત કહી શકાય તેમ નથી. અમે જોયું કે ત્યાં પ્રત્યેક ગ્રંથિ વિષે વ્યાપક સાહિત્ય હતું, પરંતુ યુગીન અપેક્ષાઓ માટે તે પર્યાપ્ત નહોતું. આપણે વિજ્ઞાનના વિકસિત યુગમાં જીવી રહ્યા છીએ. આ યુગમાં પ્રત્યક વિષય ઉપર એટલું વિશાળ જ્ઞાન, અન્વેષણ અને પ્રયોગોની આવશ્યકતા છે કે અત્યાર સુધીમાં રચાયેલા વિશાળ ગ્રંથો અલ્પ જ લાગે છે. આયુર્વેદના ક્ષેત્રમાં પણ તેની બહુ મોટી અપેક્ષા છે, આવશ્યકતા છે. જ્યાં સુધી તેની સાથે ગહન અધ્યયન, અન્વેષણ અને પ્રયોગો નહિ જોડાય, ત્યાં સુધી લોકોમાં તેની પ્રતિષ્ઠા વ્યાપક નહિ બને. ન મહાવીરનું અહિંસા-દર્શન - 186 E Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ નવું તથ્યઃ હૃદય બે છે. પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં અમને એક નવું તથ્ય ઉપલબ્ધ થયું કે હૃદય એક નહિ, બે હોવાં જોઈએ. એક હૃદય આપણી ભાવધારાનું વાહક છે. જે હૃદય આપણા ભીતરમાં ધબકે છે તે આપણી ભાવધારાનું વાહક ન હોઈ શકે. કોઈ બીજું હૃદય જ ભાવધારાનું વાહક બની શકે. તેથી અમારું ચિંતન એવું રહ્યું કે હૃદય એક નહિ, બે છે. અમદાવાદના સુપ્રસિદ્ધ વૈદ્ય સ્વ. શ્રી ગોવિંદપ્રસાદના ઘેર એક આયુર્વેદ સંગોષ્ઠિનું આયોજન થયું હતું. તેમાં અનેક આયુર્વેદ-વિશેષજ્ઞો અને વિશિષ્ટ વ્યક્તિઓ ભાગ લઈ રહી હતી. મેં કહ્યું - મેડિકલ સાયન્સના આધારે આપણે જે નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ તે મુજબ આપણને હૃદય બેછે એક નથી. આપણું આ બીજું હૃદય મસ્તિષ્કમાં હોવું જોઈએ. હાઈપોથેલેમસ જે આપણી લિંબિક સિસ્ટમનો એક ભાગ છે તે આપણું બીજું હૃદય છે. એના જ આધારે આપણા પ્રેક્ષાધ્યાનના પ્રયોગો પણ બીજા હૃદયના પરિપ્રેક્ષ્યમાં ચાલી રહ્યા છે. મારા વક્તવ્યની સંપન્નતા પછી વૈદ્યપ્રવર ગોવિંદપ્રસાદે પોતાની એક નોંધ બતાવી. હકીકતમાં તેમણે એ જ દિવસોમાં એક લેખ લખ્યો હતો. આયુર્વેદમાં હૃદય બે છે એવું જ એ લેખનું મુખ્ય પ્રતિપાદન હતું. એ જાણીને મને સંતોષ થયો કે જે ધારણા કેટલાક વેરવિખેર નિષ્કર્ષોના આધારે અમે તૈયાર કરી હતી તેને એક પુષ્ટ આધાર મળ્યો હતો. ક્રિયાત્મક પ્રયાસ અપેક્ષિત છે. એક હૃદય એ છે કે જે ધબકે છે. બીજું હૃદય આપણા મસ્તિષ્કમાં છે, જે આપણી સમગ્ર ભાવધારા માટે જવાબદાર છે. ત્યાં જ તમામ ભાવ પેદા થાય છે, સંયમિત થાય છે અને મન ઉપર ઊતરે છે. જેવી રીતે પ્રાચીન સિદ્ધાંતોના આધારે આપણને આટલું મહત્ત્વપૂર્ણ તથ્ય ઉપલબ્ધ થયું કે આપણને હૃદય બેછે અને તે પણ સર્વથા વિજ્ઞાનસંમત, એ જ રીતે ગ્રંથિતંત્ર વિશે નિઃસંદેહ આયુર્વેદમાં અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી છે. તે તરફ આપણું ધ્યાન હજી સુધી જઈ શક્યું નથી. જો એ વિષય ઉપર ગહન અન્વેષણ અને અનુસંધાન શરૂ થાય તો કેટલાંક નવાં તથ્યો પ્રાપ્ત થઈ શકે તેમ છે. એવો ક્રિયાત્મક પ્રયાસ અપેક્ષિત છે કે જે આ દિશામાં નવી ક્ષિતિજો ખુલ્લી કરે. મહાવીરનું અહિંસા-દર્શન • 187. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમસ્યાના સંદર્ભમાં ભગવાન મહાવીર દરેક યુગને પોતપોતાની સમસ્યાઓ હોય છે. કેટલીક સમસ્યાઓ સામયિક હોય છે અને કેટલીક સમસ્યાઓ શાશ્વત હોય છે. ક્રોધ, અહંકાર, લોભ, ભય અને વાસનાની સમસ્યાઓ શાશ્વત છે. એ બધી મૌલિક વૃત્તિઓ છે. એ મૌલિક મનોવૃત્તિઓથી સમાજ હંમેશાં આક્રાંત રહ્યો છે. આ મનોવૃત્તિઓ સામયિક સમસ્યાઓ પેદા કરે છે. સમસ્યાનો મૂળ સ્રોત છે ભગવાન મહાવીરનો દૃષ્ટિકોણ ઊભયસ્પર્શી હતો. તેઓ મૂળનો સ્પર્શ કરતા હતા અને સાથે સાથે ડાળાં-પાંદડાંને પણ સ્પર્શતા હતા. ભગવાન મહાવીરે કહ્યું કે - ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર તમામ સમસ્યાઓનાં મૂળ છે, તેથી તેમનું ઉન્મેલન કરો. જે વ્યક્તિ તેમનું ઉન્મેલન કરે છે તે સમસ્યાના મૂળ ઉપર પ્રહાર કરે છે. આ મૂળસ્પર્શી દૃષ્ટિકોણને સિંહવૃત્તિ કહેવામાં આવે છે. સિંહ ઉપર ગોળી તાકવામાં આવે છે ત્યારે તે ગોળી તરફ નથી જોતો, પરંતુ ગોળી તાકનાર તરફ દોડે છે. તેને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જેનો દૃષ્ટિકોણ મૂળસ્પર્શી હોયછે મહાવીરનું અહિંસા-દર્શન • 188 Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ તે આવી પડેલી સમસ્યાઓમાં અટવાતો નથી, પરંતુ સમસ્યા પેદા કરનારી મૌલિક સમસ્યાનું ઉન્મૂલન ક૨વા તરફ ધ્યાન આપે છે. ભગવાન મહાવીરે હિંસા અને પરિગ્રહની સમસ્યાના મૂળ ઉન્મૂલનને ખૂબ મહત્ત્વ આપ્યું. તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે અપરિગ્રહ અને અહિંસા ઉપર અત્યંત ભાર મૂક્યો. તેમની દૃષ્ટિમાં હિંસા અને પરિગ્રહ મૂળ સમસ્યા નથી. પરિગ્રહ લોભ દ્વારા પેદા થતી સમસ્યા છે. હિંસા એ લોભ, ક્રોધ, ભય વગેરે અનેક કારણે પેદા થનારી સમસ્યા છે. સમાધાનનાં આધારસૂત્રો ભગવાન મહાવીરે સમસ્યાઓને બે દૃષ્ટિએ મૂલવી. સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો હિંસા અને પરિગ્રહની સમસ્યા નજર સામે આવેછે અને સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો ક્રોધ અને લોભની સમસ્યા નજર સામે આવે છે. હિંસા અને પરિગ્રહની સમસ્યાના નિવારણ માટે તેમણે એક આચારસંહિતા તૈયાર કરી. તેનાં આધારભૂત સૂત્રો આ પ્રમાણે છે - - હું નિરપરાધ ત્રસ પ્રાણીની સંકલ્પપૂર્વક હિંસા નહિ કરું, બીજાઓ પાસે પણ એવી હિંસા નહિ કરાવું. – હું ખાસ કરીને બીજા માણસોને બળપૂર્વક અનુશાસિત કરવાનો, તેમના ઉપર આક્રમણ કરવાનો, તેમને પરાધીન બનાવવાનો, તેમને અસ્પૃશ્ય માનવાનો, તેમને શોષિત કે વિસ્થાપિત કરવાનો પરિત્યાગ કરું છું. હું આ અહિંસા અણુવ્રતની સુરક્ષા માટે વધબંધન, અંગભંગ, અતિભારઆરોપણ, ખાદ્ય, પેય, વિચ્છેદ અને આગ લગાડવા જેવાં ક્રૂર કર્મોથી દૂર રહીશ. - હું ચોરી કરેલી ચીજ ખરીદવી, રાજ્ય દ્વારા નિષિદ્ધ વસ્તુઓની આયાતનિકાસ કરવી, અસલીને બદલે નકલી માલ વેચવો, ભેળ-સેળ કરવી, ખોટાં તોલમાપ કરવાં તથા લાંચ-રુશ્વત લેવી વગેરે વંચનાપૂર્ણ વ્યવહારોથી દૂર રહીશ. - હું પરિગ્રહના વ્યક્તિગત સ્વામિત્વની મર્યાદા રાખીશ. જમીન, ઘર, સોનું, ચાંદી, રત્ન, ધન-ધાન્ય, પશુ-પક્ષી, ધાતુ, ગૃહ સામગ્રી, યાન-વાહન વગેરે ચોક્કસ મહાવીરનું અહિંસા-દર્શન ♦ 189 Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ મર્યાદાથી વધારે નહિ રાખું. - હું પદાર્થોના ભોગ-ઉપભોગની મર્યાદા પાળીશ. તે બધાનો આવશ્યકતા કરતાં વધારે સંગ્રહ નહિ કરું. - શસ્ત્રોનું નિર્માણ કે વેચાણ નહિ કરું. સંચમ કાલિક સત્ય છે ભગવાને ઉક્ત આચારસંહિતામાં જે સંકલ્પ તરફ સંકેત કર્યો છે તે સંકલ્પો આજે પણ એટલા જ પ્રાસંગિક અને મહત્ત્વપૂર્ણ છે જેટલા તે સમયે હતા. શસ્ત્રીકરણની સમસ્યા તે સમય કરતાં આજે વધારે વિકટ છે. સંગ્રહ અને ભ્રષ્ટાચારની સમસ્યા પણ ઓછી વિકટ નથી. પદાર્થો ઓછા છે અને ઉપભોક્તાઓ વધારે છે. આ સંદર્ભમાં વસ્તુઓના વધુ ઉપભોગની સમસ્યા પણ ઓછી જટિલ નથી. સૃષ્ટિ સંતુલન વિદ્યા (ઈકોલોજી)નો સિદ્ધાંત છે કે વસ્તુના ઉપભોગની મર્યાદા કરવી જોઈએ કારણ કે ભોક્તાઓ વધુ છે અને ભોગ્ય વસ્તુઓ ઓછી છે. તેથી ઉપભોગની પરિસીમા અત્યંત અનિવાર્ય છે. ભગવાન મહાવીરે આ સિદ્ધાંતનું પ્રતિપાદન સંયમની દષ્ટિએ કર્યું હતું. સંયમના આ સિદ્ધાંતો સામયિક સમસ્યાઓના સમાધાન માટે આજે પણ અત્યંત ઉપયોગી છે. સંયમ સૈકાલિક સત્ય છે તેથી તેની ઉપયોગિતા પ્રત્યેક દેશ અને કાળમાં રહે છે. ' મહાવીરનું અહિંસા-દર્શન - 190. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને કોયૂટર A Helyen કેટલાંક વર્ષોથી આપણે એકવીસમી શતાબ્દીની ચર્ચા સાંભળી રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીએ આહ્વાન કર્યું હતું કે - “ટેકનોલોજીના વધુમાં વધુ વિકાસની સાથે એકવીસમી સદીમાં પ્રવેશ થવો જોઈએ. નવો યુગ સુપર કોમ્યુટર અને યંત્રમાનવનો યુગ હશે. એકવીસમી સદી તરફ સૌ કોઈની મીટ મંડાયેલી હતી. તેમાં પ્રવેશની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. એકવીસમી સદીના સંદર્ભમાં એક ઊણપનો અનુભવ થઈ રહ્યો છે. આપણે એકવીસમી આ છે સદીમાં યાંત્રિક વિકાસ સહિત પ્રવેશ તો કર્યો, પરંતુ - પ્રાચ્યવિદ્યાઓને વિસરી જઈને. ભારતના ગણિતજ્ઞો, અધ્યાત્મવિદો તથા સત્યસંધિસુઓએ જે વિકાસનાં પાસાં રજૂ કર્યા હતાં તે આજે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આપણે તે ભૂલી જઈને તથા બહારથી કેટલુંક આયાત કરીને એકવીસમી શતાબ્દીમાં પ્રવેશ કર્યો છે. આ ખરેખર એક વિસંગતિ છે. કોમ્યુટરઃ નવીનતમ શોધનો આધાર એક જર્મન વિદ્વાનને પૂછવામાં આવ્યું કે, આપ કોમ્યુટર અંગે જે અદ્યતન મહાવીરનું અહિંસા-દર્શન - 191 Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ સંશોધનો કરી રહ્યા છો, તેનો આધાર શો છે? તેમણે કહ્યું, અમને જૈન સાહિત્યના માધ્યમ દ્વારા આ બધી માહિતી ઉપલબ્ધ થઈ છે. કોબ્યુટર અંગે આજે ઘણા લોકો જાણે છે. જેમ જેમ આ ક્ષેત્રમાં વિકાસ થતો જાય છે, તે જોતાં એક દિવસ એવો પણ આવી શકે કે માણસ દ્વારા નિર્મિત એક વિદ્યુત મસ્તિષ્ક માણસ ઉપર જ નિયંત્રણ કરવા લાગે ! સરકારી કોમ્યુટરના આધારે ચાલશે, કારખાનાં કોમ્યુટરના આધારે ચાલશે, યુદ્ધો કોયૂટરના આધારે લડાશે, અંતરિક્ષ યાત્રાઓ કોમ્યુટરના આધારે થશે. જીવનના જે કોઈ મહત્ત્વના વ્યવહારો અને કાર્યક્રમો છે તે તમામ કોમ્યુટર દ્વારા સંચાલિત થતા હશે. કોયૂટરની ત્રણ વિશેષતાઓ માનવામાં આવે છે. (૧) જટિલતમ ગણતરી (૨) શીવ્રતમ વેગ (૩) ન્યૂનતમ સમય ઉકેલાતો કોયડો જૈન દર્શનની માન્યતા છે કે કેવલ જ્ઞાની સઘળું જાણે છે. પ્રશ્ન ઉદ્ભવી શકે કે કોઈ એક વ્યક્તિ આટલી બધી ચીજોને એક સાથે કેવી રીતે જાણી શકે? આ કોયડો હવે ઉકલી રહ્યો છે. કોયૂટર એક ભૌગોલિક શક્તિ છે. જો તે પણ આટલા વેગથી કામ કરી લેતું હોય તો કેવળજ્ઞાન તો ચૈતન્યની અસીમ શક્તિ છે. તેના દ્વારા અનેક પદાર્થોને એક સાથે જાણી લેવામાં અચરજની કોઈ જ વાત નથી. જગતના પ્રબુદ્ધ માણસો તેને આશ્ચર્ય ગણાવે છે કે કોયૂટર જટિલતમ ગણતરીને તીવ્રતમ વેગથી ન્યૂનતમ સમયમાં ઉકેલી દે છે. પ્રશ્ન એ છે કે શું આ તદન નવી જ કલ્પનાછે? આ સંદર્ભમાં પૂર્વની ચર્ચા કરવી અપેક્ષિત છે. વિશાળ જ્ઞાનભંડાર, જે જૈન પરંપરામાં આગમના નામે ઓળખવામાં આવે છે તે જ્ઞાનભંડારના એક ભાગને પૂર્વ કહેવામાં આવે છે. તેના જ્ઞાનની વિશાળતાને જૈન આચાર્યોએ અનેક ઉપમાઓ દ્વારા રજૂ કરી છે – ‘તમામ નદીઓની રેત એકઠી કરવામાં આવે, તમામ રજકણોને એકત્રિત કરવામાં આવે તેમ છતાં એક પૂર્વનું જ્ઞાન તેના કરતાં અધિક છે. તમામ સમુદ્રોનું પાણી એકત્રિત કરવામાં આવે તો એના જલકણોથી પણ મહાવીરનું અહિંસા-દર્શન - 192 Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ એક પૂર્વનું જ્ઞાન અધિક છે. કેટલો વિશાળ છે આ જ્ઞાનરાશિ ! હાથીની ઉપમા દ્વારા પણ તેની રજૂઆત થઈ છે, પરંતુ આ ઉપમાઓ અધિક વ્યાપક છે. એક પૂર્વની જ્ઞાનરાશિ આટલી બધી વિશાળ છે! આટલી વિશાળ જ્ઞાનરાશિને વાંચવાનું કઈ રીતે શક્ય છે? આટલી વિશાળ જ્ઞાનરાશિને યાદ રાખવાનું અને તેનું પુનરાવર્તન કરવાનું પણ કઈ રીતે શક્ય છે? આ એક મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી જટિલતમ ગણતરી, તીવ્રતમ વેગ અને અલ્પતમ સમયવાળી વાતનો સુમેળ થાય નહિ ત્યાં સુધી એ શક્ય બની શકે નહિ. પૂર્વજ્ઞાનની સાથે ત્રણેય (જટિલતમ ગણતરી, તીવ્રતમ વેગ, અલ્પતમ સમય) સિદ્ધાંતો જોડાયેલા હતા. મહાપ્રાણ ધ્યાન: એક સમાધાન કોમ્યુટર યંત્રમસ્તિષ્ક છે, વિદ્યુતનું મસ્તિષ્ક છે. તે માણસની બુદ્ધિનું સહાયક મસ્તિષ્ક છે. પ્રાચીન કાળમાં મસ્તિષ્કના કોયૂટરને આ ત્રણ સિદ્ધાંતોના આધારે એટલું બધું વિકસિત કરવામાં આવ્યું હતું કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી કે, તેના અંગે વિચાર પણ કરી શકતા નથી. આ એક પૂર્વની જ્ઞાનરાશિની ચર્ચા છે. એવા ચૌદ મહાગ્રંથો,જેમાં આબદ્ધ જ્ઞાનરાશિ માટે કોઈ ઉપમા જ નથી, તે અનુપમેય છે. જે વ્યક્તિએ આવા ચૌદ પૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે કેવી રીતે તેને યાદ રાખશે, અને કેવી રીતે તેનું પ્રત્યાવર્તન કરશે? આ પ્રશ્નના સમાધાન માટે મહાપ્રાણ ધ્યાનના યોગનું આલંબન લેવામાં આવ્યું. આ તીવ્રતમ વેગ મહાપ્રાણ ધ્યાનનો વિકાસ છે. જે વ્યક્તિ મહાપ્રાણ ધ્યાનનો વિકાસ કરી લે છે, તે વ્યક્તિ જરૂર પડે તો અડતાલીસ મિનિટની સમયમર્યાદામાં એટલી વિશાળ જ્ઞાનરાશિને સ્મૃતિમાં ભરી લે છે. કલ્પનાતીત સત્ય કોમ્યુટરમાં અનેક યુનિટ છે, અનેક એકક છે. એક છે સમસ્યાનું એકમ, એક છે સ્મૃતિનું એકક, એક છે ગણતરીનું એકક અને એકછે સમાધાનનું એકક. સમસ્યા, સ્મૃતિ, ગણતરી અને સમાધાન એ ચાર કોમ્યુટરના મુખ્ય કાર્યો છે. પ્રશ્ન થયો કે શું એક ચતુર્દશપૂર્વી, આટલા વિશાળ જ્ઞાનરાશિને યાદ કરનાર વ્યક્તિ | મહાવીરનું અહિંસા-દર્શન - 193 12 Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ તેનું ઉચ્ચારણ પણ કરી શકે ખરી? ઉત્તર આપવામાં આવ્યો કે ચતુર્દશપૂર્વી અડતાળીસ મિનિટમાં માત્ર સ્મૃતિ જ નથી કરી લેતો, પરંતુ તેનું ઉચ્ચારણ પણ કરી લે છે. અડતાલીસ મિનિટમાં અડતાળીસ શ્લોકોનું ઉચ્ચારણ કરવું સહજ છે, પરંતુ એટલા વિશાળ જ્ઞાનરાશિના ઉચ્ચારણની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. સામાન્ય માણસ માટે આ બુદ્ધિગમ્ય વાત નથી. અડતાળીસ મિનિટમાં આટલા મોટા જ્ઞાનરાશિનું માત્ર સ્મરણ જ નહિ, પરંતુ ઉચ્ચારણ પણ શક્ય છે એ વાત કહેવામાંય અતિ સંકોચ થાય છે. તે કલ્પનાથી પરની વાત છે, પરંતુ સત્ય છે. એવું થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં એ વાતને પકડવામાં આવી છે કે આપણી પ્રત્યેક કોશિકાનું પોતાનું વીજળીઘર હોય છે અને આપણા મસ્તિષ્કને ઓછામાં ઓછી વીસ વોલ્ટ વિદ્યુતની જરૂરત હોય છે. આપણા શરીર પાસે પૂરતા પ્રમાણમાં વિદ્યુત છે. આ શરીરની અંદર એક વિદ્યુત શરીરછે, તૈજસ શરીરછે. સાધના દ્વારા તૈજસ શરીરને વિકસિત કરી લેવામાં આવે તો એટલું ઝડપી, તીવ્રતમ વેગથી ઉચ્ચારણ શક્ય બની શકે છે જેની કોઈ કલ્પના પણ કરી ન શકાય ! સમસ્યા નિવેશની આચાર્ય ભદ્રબાહુનેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરી રહ્યા હતા. તેમની પાસે ભણવા માટે શિષ્યો આવ્યા. તેમણે કહ્યું કે હું અત્યારે મહાપ્રાણ ધ્યાનની સાધનામાં બેઠેલો છું. તેથી પૂરો પાઠ આપી શકીશ નહિ. એ શક્ય છે કે કોઈ વ્યક્તિ મહાપ્રાણ ધ્યાનની સાધના કરી લે અને પોતાના શિષ્યને કરાવી લે તો થોડી જ વારમાં ચૌદ પૂર્વોનું જ્ઞાન તેનામાં નિવિષ્ટ કરી શકાય છે. આજે કોમ્યુટરમાં પણ નિવેશ (ઇનપુટ)ની સમસ્યા છે. કોયૂટર ગ્રહણ તો ઘણું કરી શકે છે, પરંતુ તેને રાખનાર આટલી બધી બાબતોને એકસાથે રાખી જ નથી શકતો. કેવી રીતે કરે, જો નિવેશ કરનાર કોઈ ગુરુ હોય, અને પોતાના શિષ્યમાં સઘળું જ્ઞાન ભરી દેવા માગતો હોય, પરંતુ તે એવું કઈ રીતે કરી શકે ? શિષ્યમાં સંક્રાંત કરવાની ક્ષમતા ગુરુમાં નથી અને ગ્રહણ કરવાની ક્ષમતા શિષ્યમાં નથી. જો એ જ વ્યક્તિને મહાપ્રાણ ધ્યાનની સાધનામાં નિષ્ણાંત કરી દેવામાં આવે તો ચૌદ પૂર્વોનું વિશાળ જ્ઞાન અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ શકે છે. ન મહાવીરનું અહિંસા-દર્શન • 194 - Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદ અને ગણિત જૈન સાહિત્યને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ. ગણિતનો એક પૂરો ભાગછે. જૈનદર્શનમાં કર્મવાદનો ખૂબ વિકાસ થયો છે. કર્મની બાબતમાં જેટલો વિકાસ જૈનદર્શને કર્યો છે, એટલો કોઈ ભારતીય દર્શને નથી કર્યો. કર્મની ચર્ચા બધા દર્શનમાં ઉપલબ્ધ છે, પરંતુ કર્મવાદનું જેટલું વિકસિત રૂપ જૈનદર્શનમાં છે. એટલે કોઈનામાં નથી. કર્મવાદ અને ગણિત - બંને જોડાયેલાં છે. ગણિતની સૂક્ષ્મતાઓમાં પહોંચ્યા વગર કર્મવાદને સમજી શકાતો નથી. તેથી જૈનોમાં કર્મવાદને સમગ્ર રૂપે જાણનારા વ્યક્તિ છે કે નહિ, આ પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ છે. શીર્ષ પ્રહેલિકા ગણિતનો વિષય અત્યંત સૂક્ષ્મછે. ગણતરીના ત્રણ વિભાગ કરવામાં આવ્યા - સંખેય, અસંખ્યય અને અનંત - પહેલાં સંખેયની પરિભાષા જોઈએ : જૈન આગમોના પુનરુદ્ધારની દષ્ટિએ જૈનધર્મના આચાર્યો તથા સાધુઓની બે સંગતિઓ થઈ. તેઓ વલ્લભી વાચના અને માધુરી વાચનાના નામથી પ્રસિદ્ધ છે. સંખ્યાનું અંતિમ બિંદુછે - શીર્ષ-પ્રહેલિકા. માધુરી વાચનાના આચાર્યોના મત અનુસાર ચોપન અંક અને એક સો ચાળીસ શૂન્ય જે સંખ્યામાં હોય છે, તે શીર્ષપ્રહેલિકાછે. વલ્લભી વાચનાના મત અનુસાર સિત્તેર અંક અને એકસો એંશી શૂન્ય - બસો પચાસ અક્ષરોવાળી સંખ્યા શીર્ષ-પ્રહેલિકા કહેવાય છે. કલ્પના કરો કે આટલી મોટી સંખ્યા માટે કેટલા મોટા કોમ્યુટરની અપેક્ષા રહે! આ જ સંખ્યાને કોઈ પૂર્વધર તત્કાલ આપની સમક્ષ પ્રસ્તુત કરી દેશે, કોઈ કોમ્યુટરની મદદ વગર ! પૂર્વધરનું મસ્તિષ્ક એટલું વિકસિત હોય છે કે તે જટિલતમ ગણિતીય સમસ્યાઓને તુરત ઉકેલી દે છે. વિચિત્ર ઉપમા એક અંકીય કોમ્યુટર હોય છે અને બીજું માપક-અનુમાપક. અંકીય કોમ્યુટરથી કાળને માપી શકાય છે. શીર્ષ-પ્રહલિકા અંતિમ સંખ્યા છે. ત્યાર પછી સંખ્યાની સીમા સમાપ્ત થઈ ગઈ અને અસંખ્યની સીમાનો પ્રારંભ થયો. સંખ્યાને મહાવીરનું અહિંસા-દર્શન • 195 Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ગણી શકાય છે, અસંખ્યને કેવી રીતે દર્શાવી શકાય ? જૈન આચાર્યોએ તે માટે એક ઉપમાની પ્રસ્થાપના કરી. તે ઉપમાની ચર્ચા અત્યંત વિચિત્ર છે. ચાર યોજનનો એક કૂવોછે. એટલો મોટો કૂવો કે જેમાં લાડનું અને સુજાનગઢ જેવાં બે શહેરો સમાઈ જાય ! તે વાળથી ખીચોખીચ ભરેલો છે. તે યૌગલિક જીવોના વાળ કે જે માણસના વાળ કરતાં અસંખ્ય ગણા પાતળા અને સૂક્ષ્મ હોય છે. હવે આપ તેમાંથી એક વાળ બહાર કાઢો. પહેલો વાળ બહાર કાઢ્યા પછી એક સો વર્ષ બાદ બીજો વાળ બહાર કાઢો. સો-સો વર્ષોના અંતરાલથી એક-એક વાળ કાઢતાં કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય ત્યારે એક પલ્યોપમ થાય ! કલ્પના તો કરો કે ચાર યોજન લાંબો-પહોળો એ ઊંડો વિશાળ કૂવો ક્યારે ખાલી થાય ? એવા દસ કોડાકોડ પલ્યોપમનો એક સાગર હોય છે. ક્યાં સુધી પહોંચી શકાશે ? સમયની એથી પણ ઘણી મોટી સંખ્યાનું વર્ણન જૈન સાહિત્યમાં મળે છે. આજના કોમ્પ્યૂટર યુગમાં આ અવિશ્વસનીય લાગતી બાબતો પ્રત્યે એક વિશ્વાસ જાગ્યોછે, તેની સચ્ચાઈ માટેની શંકા દૂર થઈ ગઈ છે. આજે પણ પડકાર એક ગ્રંથ લખવામાં આવ્યોછે - ‘ કષાય પાહુડ’. તે પૂર્વમાંથી તૈયાર કરેલો છે. પ્રાચ્ય સાહિત્યમાં ત્રણ પ્રકારનાં પદ હોય છે – જઘન્યપદ, મધ્યમપદ અને ઉત્કૃષ્ટપદ. ગૌતમ ગણધરે સોળ હજાર મધ્યમ પદોના આધારે આ ગ્રંથનું નિર્માણ કર્યું. એક મધ્યમપદનું પરિમાણ જુઓ. બે કોડાકોડ એકસઠ લાખ, સત્તાવન હજા૨, બસો બાવન કરોડ અને બાસઠ લાખ આઠ હજાર અક્ષરોનું એક મધ્યમપદ હોય છે. એવાં સોળ હજાર મધ્યમપદોથી ‘કષાય પાહુડ'નું નિર્માણ કરવામાં આવ્યું ! આ વાત નવલકથામાં કલ્પિત ગપગોળા જેવી લાગી શકેછે. જો તેને નવલકથાનો ગપગોળો માની લેવામાં આવે તો પણ શું કોમ્પ્યૂટરના સિદ્ધાંતને ન જાણનાર વ્યક્તિ આટલી મોટી કલ્પના કરી શકે ખરી ? વૈજ્ઞાનિકો પ્રથમ કોમ્પ્યૂટરની કલ્પનાઓ કરતા રહ્યા અને તેમણે એવી અનેક અદ્ભુત કલ્પનાઓ કરીછે. અમે જોયું કે વૈજ્ઞાનિકોની અંતરિક્ષયાત્રા પછીથી શરૂ થઈ, પહેલાં તો અંતરિક્ષયાત્રાની વાર્તાઓ લખાઈ. કોમ્પ્યૂટરની કથાઓ પહેલાં પ્રકાશમાં આવી, ત્યાર બાદ કોમ્પ્યૂટરનું નિર્માણ થયું. એક તરફ કલ્પનાઓ, Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન 196 For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ કથાઓ ઘડાતી રહી, બીજી તરફ સંશોધનો ચાલતાં રહ્યાં અને એક દિવસ કલ્પના સત્ય બની ગઈ, કથાઓ નજરે જોયેલી ઘટનાઓ બની ગઈ. જો આપણે જૈન સાહિત્યમાં પ્રસ્તુત આ વાતોને કલ્પના પણ માની લઈએ તો એટલી મોટી કલ્પનાઓ કરનારું મસ્તિષ્ક કોપ્યુટરથી પણ વધુ મોટું હશે, વધારે વિકસિત હશે ! જૈન આચાર્યોએ જે જ્ઞાનરાશિનો વિકાસ કર્યો, જ્ઞાનરાશિની જે કલ્પના રજૂ કરી તે આજે પણ નવું આશ્ચર્ય છે, અજાયબી છે અને કોયૂટરયુગીન વ્યક્તિ સમક્ષ એક પડકારરૂપ છે. આપણું મસ્તિષ્ક પશ્ચિમની દિશામાં મને ઘણી વખત માનસિક ખેદ થાય છે કે ભારતમાં જન્મેલા વિદ્વાનોએ બહારની તરફ જેટલું ધ્યાન કેન્દ્રિત કર્યું, તેનો એક સો મો ભાગ પણ ભારતીય ચેતના અને ભારતીય આત્મા તરફ કેન્દ્રિત કર્યો હોત તો કદાચ ઘણું સારું થાત, પરંતુ તેવું ન થયું. તેનું કારણ છે – વિશાળ જ્ઞાનરાશિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે અને આજે તેની ઉપેક્ષા શરૂ થઈ ગઈ છે. સૌનું સઘળું ધ્યાન અંગ્રેજી ભાષા ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, તેનું અધ્યયન પણ હું કરું છું, પરંતુ તેનો જ્યાં, જેટલો ઉપયોગ થવો જોઈએ એટલો જ કરવો જોઈએ. તે ભાષાને એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારી શકાય, ભણી શકાય, ઉપયોગમાં લઈ શકાય; પરંતુ જે ભાષાનો સંબંધ પોતાની ચેતના અને પોતાના આત્મા સાથે હોય, તેને ભૂલી જઈને તેને બદલે બીજી ભાષા તરફ જવું તે આત્મહત્યા કરતાં જરાય ઓછું નથી. વિદ્યા, વિજ્ઞાન અને સાધનાના ક્ષેત્રમાં ભારતની પ્રજાએ ખરેખર આત્મહત્યા કરી છે એમ કહેવામાં મને કોઈ જ સંકોચ નથી. ડૉ. રાધાકૃષ્ણને એક વખત કહ્યું હતું કે, આપણું મસ્તિષ્ક પશ્ચિમ તરફ કામ કરી રહ્યું છે. આગળનું મસ્તિષ્ક તદન શૂન્ય છે અને પાછળનું મસ્તિષ્ક કામ કરી રહ્યું છે એનો અર્થ એ થયો કે પશ્ચિમ તરફ આપણું મસ્તિષ્ક જોડાયેલું છે, પૂર્વ તરફ આપણું મસ્તિષ્ક નથી. જ્યારે મસ્તિષ્ક પશ્ચિમમાં લાગી જાય અને પૂર્વમાં ન રહે ત્યારે તેનું પરિણામ કેવું આવે તેની ચર્ચા કરવાની જરૂર નથી. એક પૃષ્ઠનો અભુત ગ્રંથ આપણા વિશાળ જ્ઞાનરાશિને આપણે ખોયો છે, છતાં આજે પણ ખૂબ છે. મહાવીરનું અહિંસા-દર્શન - 197 Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ જ્યારે શરૂ શરૂમાં કોમ્યુટર બન્યું ત્યારે તેનું કદ મોટું હતું, તેની ગતિ ખૂબ ધીમી હતી. અત્યારે એવા પ્રયત્નો સફળ થઈ રહ્યા છે કે કોમ્યુટરનું કદ નાનામાં નાનું બને અને તેની ગતિ તીવ્રમાં તીવ્ર બને. જૈન આચાર્યોએ “ભૂવલય' નામના એક ગ્રંથની રચના કરી. તે ગ્રંથ માત્ર એક જ પૃષ્ઠનો છે, જેમાં માત્ર આંકડા લખેલા છે. બેંગ્લોરના એક વિદ્વાને તે એક પૃષ્ઠના આધારે સત્તાવન ભાષાઓ શોધી કાઢી, ગણિતની હજારો ફોર્મ્યુલાઓ શોધી કાઢી. તેમનો દાવો છે કે, જગતમાં કોઈ પણ ભાષા એવી નથી કે જે એમાંથી ન કાઢી શકાય ! ગણિતની કોઈ એવી ફોર્મ્યુલા નથી, કે જે આ ગ્રંથમાંથી ન મળી શકે. અવધાનઃ એક પ્રયોગ કોમ્યુટરના સંદર્ભમાં જો જૈનદર્શનના સિદ્ધાંતોને નજર સામે રાખવામાં આવે તો આ ક્ષેત્રમાં હજી પણ વધારે ગતિ થઈ શકે તેમ છે. ગણિતની એક વ્યવસ્થા છે જેને ભંગ કહેવામાં આવે છે. બે શબ્દો મળે છે - ગમિક અને ભંગ. જ્યારે અનુમાપક કોમ્યુટરનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ગમિકની વાત સમજાય છે. પૂર્વોનું જ્ઞાન પણ સૂત્રરૂપે એટલું મોટું નહોતું, જેટલું અર્થરૂપે હતું. સૂત્ર તો સંખ્યાપરિમાણ હતાં, પરંતુ અર્થ અત્યંત વિસ્તૃત હતો. મંગવ્યવસ્થા પણ ખૂબ અદ્ભુત છે. એક જ વાતના એટલા બધા ભંગ બની જાય છે, સેંકડો-હજારો સુધીના વિકલ્પો બની જાય છે ! માણસની અંદર એવી ક્ષમતા વિકસિત થાય છે કે તે એક સાથે અનેક વસ્તુઓ ગ્રહણ કરી લે છે. જૈન મુનિઓ અવધાન વિદ્યાનો એક પ્રયોગ કરે છે. તેમાં એક વ્યક્તિ શ્લોક વાંચે છે, બીજી વ્યક્તિ રંગ બતાવે છે, ત્રીજી વ્યક્તિ વાત કરે છે, ચોથી વ્યક્તિ સંગીત સંભળાવે છે. આમ દસ વ્યક્તિઓ એક જ સમયે દસ પ્રકારનાં વિવિધ કાર્યો કરે છે. અવધાનકાર તે તમામ બાબતોને એક સાથે ગ્રહણ કરી લે છે અને કલાકો પછી તેને તે જ સ્વરૂપે રજૂ કરે છે. અવધાનના ક્ષેત્રમાં એક સાથે એક હજાર પાંચસો પ્રશ્નોના ઉત્તરો અપાઈ ચૂક્યા છે. ચેતના તરફ પ્રસ્થાન થાય કોયૂટર માણસનું સહાયક યંત્ર છે, એ કોઈ આશ્ચર્યની વાત નથી. જૈન દર્શનના બે પારિભાષિક શબ્દો છે – ક્ષયોપશમ અને ઉદય. ક્ષયોપશમનો ઉત્કર્ષ ન મહાવીરનું અહિંસા-દર્શન - 198 | Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ થાય છે ત્યારે વ્યક્તિની ક્ષમતાનો અભુત વિકાસ થાય છે. ગ્રહણ ક્ષમતાના બાર વિકલ્પો આ પ્રમાણે બને છે - ૧. બહુગ્રહણ ૭. નિશ્રિત ગ્રહણ ૨. અલ્પ ગ્રહણ ૮. અનિશ્રિત ગ્રહણ ૩. બહુવિધ ગ્રહણ ૯. અસંદિગ્ધ ગ્રહણ ૪. એકવિધ ગ્રહણ ૧૦. સંદિગ્ધ ગ્રહણ ૫. ક્ષિપ્રગ્રહણ ૧૧. ધ્રુવ ગ્રહણ ૬. ચિરગ્રહણ ૧૨. અધ્રુવ ગ્રહણ આ બાર સિદ્ધાંતો કોયૂટરના વિકાસ માટે અત્યંત મહત્ત્વના છે. જે વ્યક્તિ પોતાના મસ્તિષ્કને કોયૂટર બનાવવા ઈચ્છે તે વ્યક્તિ પણ આ ક્ષમતાઓનો વિકાસ કરી શકે છે. જૈન આચાર્યો દ્વારા પ્રદત્ત સિદ્ધાંતો આપણા વિકાસ માટે અત્યંત મહત્ત્વના છે. જો તે તરફ આપણું થોડુંક પણ ધ્યાન જાય અને તેમને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો એકવીસમી સદીમાં થયેલો પ્રવેશ માત્ર પશ્ચિમના આધારે, માત્ર યાંત્રિકતાના આધારે જ નહિ, પરંતુ યાંત્રિક વિકાસની સાથોસાથ પોતાની ચેતનાના વિકાસથી પરિપૂર્ણ બની રહેશે. આ ચેતના તરફનું પ્રસ્થાન માનવજાતિ અને સમાજ માટે અધિકતમ કલ્યાણકારી બની રહેશે. મહાવીરનું અહિંસા-દર્શન - 199 Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મા ઇન્દ્રભૂતિ ગૌતમનો ભગવાને કહ્યું - ગૌતમ! તું એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરીશ. “સમય ગોયમ્ મા પમાયએ” - અપ્રમાદનું આ સૂત્ર સૌ કોઈ માટે પ્રકાશનું સૂત્ર છે. ભગવાન મહાવીર અપ્રમાદના સંદેશવાહક હતા. તે સંદેશને સૌ પ્રથમ ઝીલ્યો ગૌતમે. નામ H laulsion ઇન્દ્રભૂતિ, ગોત્ર ગૌતમ. નામ આવરણની પાછળ ઢંકાઈ ગયું અને ગોત્ર આગળ આવી ગયું. ગૌતમ વેદના પારગામી વિદ્વાન બ્રાહ્મણ હતા. મહાવીર ક્ષત્રિય રાજકુમાર હતા. ગૌતમ વૈદિક છે પરંપરાના સંવાહક હતા. મહાવીર શ્રમણ પરંપરાના સૂત્રધાર હતા. મહાવીર બત્રીસ વર્ષની ઉંમરે કેવલી બન્યા. ગૌતમ તે વખતે પચાસ વર્ષના હતા. મહાવીર ગુરુ બન્યા અને ગૌતમ શિષ્ય બન્યા. ત્રીસ વર્ષ સુધી બંને સાથે રહ્યા. બોતેર વર્ષની ઉંમરે મહાવીરનું નિર્વાણ થયું. મહાવીર અને ગૌતમ બંને શરીરથી જ નહિ, અંતઃકરણથી પણ નજીક હતા. ગૌતમના મનમાં મહાવીર પ્રત્યે રાગ હતો. તે રાગે અંતરાયનું એક કવચ પેદા કરી દીધું. ગૌતમ એક વખત ચિંતનની મુદ્રામાં બેઠા હતા. મનમાં એક પ્રશ્ન જાગ્યો કે મારા શિષ્યો કેવલી બની ગયા અને હું હજી અકેવલી છું? ન મહાવીરનું અહિંસા-દર્શન - 200 | Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્ન ઉદાસીનું વાતાવરણ નિર્મિત કર્યું. મહાવીરે એ સ્થિતિ જોઈ અને તેમને આમંત્રિત કરીને કહ્યું, ગૌતમ! તું લાંબા સમયથી મારી સાથે સ્નેહબંધને બંધાયેલો છે. ચિરકાળથી તું મારો પ્રશંસક બની રહ્યો છે. ઘણા વખતથી તારી મારી સાથે પરિચયછે. દીર્ઘકાળથી તું મારી સેવા કરી રહ્યો છે. ચિરકાળથી તું મારો અનુગામી રહ્યો છે. ચિરકાળથી તું મને અનુકૂળ વર્તન કરતો રહ્યો છે. હે ગૌતમ! પાથર્વવર્તી દેવ જન્મમાં તું મારો સાથી હતો. મનુષ્ય જન્મમાં પણ તું મારો સંબંધી રહ્યો છે. મારો અને તારો સંબંધ ચિર પ્રાચીન છે. હવે આગળ પણ, આ શરીરત્યાગ પછી આપણે બંને તુલ્ય બનીશું, એકાર્થ બનીશું. તારો અને મારો અર્થ અલગ નહિ હોય, પ્રયોજન અલગ નહિ હોય, ક્ષેત્ર પણ અભિન્ન જ હશે. ત્યાં આપણા બે વચ્ચે કોઈ તફાવત નહિ હોય. કોઈ જ જુદાપણું પણ નહિ હોય. ગૌતમ! આ બધું થોડાક જ સમયમાં થવાનું છે, તો પછી તું ખિન્ન શા માટે છે? જૈન આગમોમાં ભગવાન સાથે ગૌતમના સંવાદ અને પ્રશ્નોત્તરી વિશાળ પરિમાણમાં ઉપલબ્ધ છે. ભગવાને તેમને શ્રદ્ધાનું સંબળ તથા તર્કનું બળ બંને બળ આપ્યાં. જિજ્ઞાસાની જાગૃતિ માટે ભગવાને કહ્યું કે, જે વ્યક્તિ સંશયને જાણે છે તે સંસારને જાણે છે. જે વ્યક્તિ સંશયને નથી જાણતી તે સંસારને નથી જાણતી. એ જ પ્રેરણાના ફળ સ્વરૂપે તેમને જ્યારે જ્યારે સંશય થયો, કૂતુહલ જાગ્યું, શ્રદ્ધા થઈ કે તરત જ તેઓ ભગવાન પાસે પહોંચ્યા અને સમાધાન મેળવ્યું. તર્ક સાથે શ્રદ્ધાને સંતુલિત કરતાં ભગવાને કહ્યું – ગૌતમ! કેટલાક લોકો પ્રયાણ વખતે શ્રદ્ધાશીલ હોય છે અને અંત સુધી શ્રદ્ધાશીલ જ બની રહે છે. કેટલાક લોકો પ્રયાણ વખતે શ્રદ્ધાશીલ હોય છે, પરંતુ પછીથી સંદેહશીલ બની જાય છે. કેટલાક લોકો પ્રયાણ વખતે સંદેહશીલ હોય છે, પછીથી શ્રદ્ધાશીલ બની જાયછે. કેટલાક લોકો પ્રયાણ વખતે સંદેહશીલ હોય છે અને અંત સુધી સંદેહશીલ જ બની રહે છે. | મહાવીરનું અહિંસા-દર્શન - 201. Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ જેમની શ્રદ્ધા અસમ્યક હોય છે, તેમનામાં સારા કે ખરાબ તમામ તત્ત્વો અસમ્યક્ પરિણત થાય છે. જેમની શ્રદ્ધા સમ્યફ હોય છે તેમનામાં સમ્યફ અને અસમ્યફ તમામ તત્ત્વો સમ્યક્ પરિણત થાય છે. તેથી હે ગૌતમ ! તું શ્રદ્ધાશીલ બન. જે શ્રદ્ધાશીલ છે, તે જ મેઘાવી છે. જે વિજય (આત્મા)માં વિશ્વાસ નથી ધરાવતો તે વિજેતા (પરમાત્મા) બની શકતો નથી. જે વિજયના પથ (ઉપાસના માર્ગ)માં વિશ્વાસ નથી ધરાવતો, તે વિજેતા બની શકતો નથી. જે વિજેતાની સત્તામાં વિશ્વાસ નથી ધરાવતો તે વિજેતા બની શકતો નથી. તેથી આત્મા નથી એમ ન વિચારીશ, પરંતુ આત્મા છે એમ વિચાર. ઉપાસના માર્ગ (સંવર-નિર્જરા) નથી એવું ન વિચારીશ, પરંતુ એમ વિચાર કે ઉપાસના માર્ગ છે. પરમાત્મા નથી એવું ન વિચારીશ, પરંતુ પરમાત્મા છે એમ વિચાર, પરમ અસ્તિત્વનો પ્રવાહ વહાવતાં ભગવાને કહ્યું, હે ગૌતમ! લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, વેદના-નિર્જરા, ક્રોધ-માન, માયા-લોભ, પ્રેમ-દ્વેષ, નરક-તિર્યંચ, મનુષ્ય-દેવ, સિદ્ધિ-અસિદ્ધિ, સાધુ-અસાધુ, કલ્યાણ-પાપ આ બધું છે એનું સંજ્ઞાન કરવું જોઈએ, પરંતુ તે નથી એવું સંજ્ઞાન ન કરવું જોઈએ. તમામ પદાર્થો નિત્ય જ છે અને સઘળું દુઃખ જ દુઃખ છે એવો એકાંત દૃષ્ટિકોણ ન હોવો જોઈએ. વસ્તુના સ્વરૂપને સમજવાની યથાર્ય દષ્ટિઓ - નય-અનંત છે. દુઃખ હિંસા-પ્રસૂત છે. આત્મા સ્વયં આનંદમય છે. અનાત્માનો નિરોધ જ શાંતિ છે. ભગવાન દ્વારા કર્મ-અકર્મ, બંધ અને મુક્તિનો મર્મ પામી, સત્યની આરાધના કરીને ગૌતમ સ્વયં મુક્ત (વિજેતા) બની ગયા. મહાવીરનું અહિંસા-દર્શન - 202 Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સંઘપુરુષ : એક સાર્થક પરિકલ્પના વ્યક્તિ-વ્યક્તિની એકસૂત્રતા એટલે સંઘ. એક જ દોરામાં મણકા પરોવવામાં આવ્યા અને માળા બની ગઈ. સમતાના સૂત્રમાં ચેતનાને પરોવવામાં આવી અને સંઘ બની ગયો. સંઘપુરુષ એક બિંબ છે. તેનું પ્રતિબિંબ પ્રત્યેક વ્યક્તિમાં હોય તેવી અપેક્ષા છે. પ્રાચીન કાળમાં વીરાટને પુરુષ સ્વરૂપે રૂપાયિત કરવાની પરંપરા હતી. લોક પુરુષ – સમગ્ર લોકને એક પુરુષ રૂપે રૂપાયિત કરવામાં આવ્યો. આગમપુરુષ - આગમના વિશાળ જ્ઞાનરાશિને એક પુરુષમાં રેખાંકિત કરવામાં આવ્યો. એ જ રીતે યોગક્ષેમ વર્ષના પ્રસંગે સમગ્ર સંઘને, ચતુર્વિધ ધર્મસંઘને પુરુષ રૂપે આલેખિત કરવામાં આવ્યો છે. સંઘપુરુષ: નવાંગ મીમાંસા સંઘ એક પુરુષ છે. પુરુષનાં અનેક અંગ હોય છે, પ્રાણવાન અંગ હોય છે જેના દ્વારા તે સંચાલિત થાય છે. તેનાં નવ અંગ છે. સંઘપુરુષને નવાંગી આકારે ચિત્રિત કરવામાં આવ્યો છે. પુરુષનું સૌથી મુખ્ય અંગછે -માથું. તેને મહાવીરનું અહિંસા-દર્શન - 203 Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમાંગ કહેવામાં આવે છે. સૌથી ઉત્તમ અંગ. આ સંઘ પુરુષનું ઉત્તમાંગ, મસ્તિષ્ક છે – આચાર. પુરુષના શરીરનું બીજું મહત્ત્વનું અંગ છે - કરોડરજુ, જે સહજ વૃત્તિઓનું નિયંત્રણ કરે છે અને જ્યાંથી સમગ્ર શરીરમાં નાડીઓનો સંચાર થાય છે. સંઘ પુરુષની કરોડરજ્જુ છે – જિનવાણી. શરીરનું એક મુખ્ય અંગ, જેનું નામ જ છે - મુખ. એટલે કે મુખ્ય. સંઘ પુરુષનું મુખ્ય અંગ છે – અનુશાસન. સંઘપુરુષનો કંઠ છે - સ્વાધ્યાય, જ્યાંથી સંપર્ક સ્થપાય છે, ભાષા ઉદભવે છે, પ્રગટ થાય છે. વ્યક્તિ એકથી બે બને છે અને સમાજ રચાય છે. તેનું માધ્યમ છે - ભાષા. સ્વાધ્યાય, કે જે સંઘપુરુષનો કંઠ છે તે વ્યક્તિને રૂપાયિત કરવાનો ઉપક્રમ છે. ભાર વહન કરવા માટે મજબૂત ખભાની જરૂર પડે છે. આ સંઘપુરુષનો ખભો છે – વિનય. વિનમ્રતામાં, વિનયમાં એટલી બધી શક્તિ છે કે તે મોટામાં મોટો ભાર ઊંચકી શકે છે. પવિત્રતા તેની ઊર્જસ્વિતા બને છે, પ્રાણ-શક્તિ બને છે. સંઘપુરુષનું હૃદય છે – ધ્યાન, જે જીવન-શક્તિનું પ્રતીક છે, પ્રાણ-શક્તિનું પ્રતીક છે અને પવિત્રતાનું પણ પ્રતીક છે. સંઘપુરુષનું ઉદરછે - રચનાત્મક દૃષ્ટિકોણ, તમામ અંગો હોય, પરંતુ પેટ ન હોય, ઉદર ન હોય તો તમામ અંગો પોત-પોતાની જગાએ ઠપ્પ થઈ જાય છે, બેસી રહે છે. કોઈ કામ થતું નથી. આપણી ઊર્જા દરરોજ વપરાય છે અને દરરોજ પેદા થાય છે. આપણે ભોજન કરીએ છીએ. ઉદરનું કામ છે – પચાવવું, રસ બનાવવો, શક્તિ પેદા કરવી, ઊર્જા પેદા કરવી. ઊર્જાનો, પ્રાણનો મુખ્ય સ્રોત છે – આપણું ઉદર. આ સંઘપુરુષનું ઉદરછે – રચનાત્મક અને સર્જનાત્મક દૃષ્ટિકોણ, જેના દ્વારા દરરોજ ઊર્જા પેદા થતી રહે છે, ઊર્જાનો સ્રોત અખંડ બની રહે છે. સંઘપુરુષના હાથ છે – સાધુ-સાધ્વીઓ. જગતમાં પુરુષ જ એક એવું પ્રાણી ન મહાવીરનું અહિંસા-દર્શન • 204 - Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ છે કે જે પોતાના બે હાથ ઊંચા કરી શકે છે, ઉપયોગમાં લઈ શકે છે. અન્ય સૌ પ્રાણીઓ ચોપગાં છે, ચાર પગ વડે ચાલનારાં છે. બે પગ વડે ચાલનાર અને બે હાથ વડે કામ ક૨ના૨ જગતમાં એક માત્ર કોઈ પ્રાણી હોય તો તેછે પુરુષ. માણસે જેટલો વિકાસ કર્યો છે તે બે હાથના આધારે જ કર્યોછે. જો આ બે હાથ ન હોત તો કોઈ વિકાસ થયો ન હોત. સભ્યતાનો વિકાસ, સંસ્કૃતિનો વિકાસ, કલાનો વિકાસ, જ્ઞાનનો વિકાસ, લિપિનો વિકાસ - તમામ વિકાસ આ બે હાથોએ જ કર્યો છે. આપણા સંઘ પુરુષના બે હાથ છે – સાધુ અને સાધ્વી. તેમણે આ સંઘને વિકસિત કર્યો છે, આગળ વધાર્યો છે. સંઘપુરુષના બે પગ છે - શ્રાવક અને શ્રાવિકા. ઉદર પણ હોય, હાથ પણ હોય, મસ્તિષ્ક પણ હોય, પરંતુ જો પગ ન હોય તો ગતિ થઈ શકે નહિ. આગમનું એક પ્રસિદ્ધ વાક્ય છે - ઠપ્પાઈઁ, વણિજ્જાઈં. એક જગાએ બેસી રહીશું તો વિકાસ અને ગતિ શૂન્ય બની જશે. ગતિ માટે પગ હોવા જરૂરી છે. પગ આધાર બનેછે. મંત્રી મુનિ મગનલાલજીની ભાષામાં આપણા તેરાપંથ ધર્મસંઘનો આધાર, પગ-શ્રાવક સંઘ રહ્યો છે. શ્રાવકસંઘમાં અતૂટ નિષ્ઠા રહેલી છે. તેનો સંકલ્પ છે - એક આચાર્ય, એક આચાર અને એક વિચારનો જે સિદ્ધાંત સંઘ દ્વારા નિરુપિત છે તેનો સ્વીકા૨ ક૨વો અને બીજી તમામ વાતોથી અલગ રહેવું. શ્રાવકોની નિષ્ઠાએ તેરાપંથ ધર્મસંઘને એકછત્ર અખંડ અને આજ સુધી એકરૂપમાં રાખવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ બે પગ - શ્રાવક અને શ્રાવિકાઓ, આ સંઘપુરુષના સુદૃઢ આધાર બનેછે. સંઘપુરુષનું પૂર્ણચિત્ર પ્રસ્તુતછે - જેના બે પગછે, બે હાથ છે, ઉદર છે, હૃદય વિશાળ છે, કંઠ મુખર છે, સ્પષ્ટ છે, જેનું મુખ સુંદર છે, કરોડરજ્જુ મજબૂત છે અને જેનું મસ્તિષ્ક અત્યંત શક્તિશાળી છે - તે છે આપણો સંઘપુરુષ. સંઘપુરુષ ઃ નવ વિશેષતાઓ સંઘપુરુષને આપણે ચિરાયુ બનાવવા કેમ ઇચ્છીએ છીએ ? આપણે તેની પાસેથી શું શીખવાનું છે અને તેની ચિરાયુની કલ્પના થકી આપણે શું પ્રાપ્ત કરવાનું છે ? Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 205 For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ તે વ્યક્તિ, તે સંગઠન શક્તિશાળી અને પ્રાણવાન હોયછે, જેનામાં આ નવ અંગોનો સંતુલિક વિકાસ થઈ જાય છે. પ્રથમ અંગ છે - આત્માનુશાસન. સંઘપુરુષનો નિયામક અનુશાસ્તા છે - આચાર્ય. તેની પાસેથી આપણે આત્માનુશાસન શીખવાનું છે. બીજું અંગ છે – જિનવાણી. સંઘપુરુષની કરોડરજ્જુ છે - જિનવાણી. તેની પાસેથી આપણે પરસ્પરતાનો સહજ વિકાસ શીખવાનો છે. v ત્રીજું અંગ છે – અનુશાસનનિષ્ઠા. શરીરમાં સૌ પ્રથમ મુખને જોવામાં આવે છે. શરીરનું સૌંદર્ય મુખમાં સમાયેલું છે. અનુશાસનનિષ્ઠામાં આપણું સૌંદર્ય સમાયેલું છે. આપણે આત્માનુશાસન પણ શીખવાનું છે અને સાથેસાથે અનુશાસનનિષ્ઠા પણ શીખવાની છે. માત્ર આત્માનુશાસન નહિ. માત્ર આત્માનુશાસનને આધારે વ્યક્તિ, વ્યક્તિ જ બની રહે છે. તે સંઘની નથી થતી. આત્માનુશાસનની સાથે સાથે અનુશાસનનિષ્ઠાનો યોગ કરવાનોછે. તે યોગ સંઘ અને વ્યક્તિ બંને માટે કલ્યાણકારી બને છે. ચોથું અંગછે - સ્વાધ્યાય. કંઠનો આપણે ઉપયોગ કરવાનો છે, અભિવ્યક્તિની ક્ષમતા પ્રગટ કરવાની છે. વિચાર અને ભાવનાના સંપ્રેષણની તે ક્ષમતા જગાડવાની છે, જેથી આપણે આપણા વિચારો અને આપણી ભાવનાઓના સંપ્રેષણની ક્ષમતા આગળ વધારી શકીએ. મજબૂત ખભા જવાબદારીના ભાનના પ્રતીક છે. તેમની પાસેથી આપણે જવાબદારીનું ભાન મેળવવાનું છે - જવાબદારીના ભાનનો વિકાસ કરવાનો છે. એ વિનય નથી કે જેમાં વ્યક્તિ માત્ર હાથ જોડીને બેસી રહે, પરંતુ વિનયનો ફલિત આપણે મેળવવાનો છે - જવાબદારીનું ભાન. પોતાની જવાબદારીનું ભાન કરી શકીએ. છઠ્ઠું અંગછે - ધ્યાન. ધ્યાનનો ઉદ્દેશછે – હૃદયપરિવર્તન. જે જીવનનું એક મહત્ત્વનું પાસું બનેલું છે. તેના દ્વારા ચેતનાની નિર્મળતાનો વિકાસ કરવાનો છે, પોતાની ચેતનાની નિર્મળતા વધારવાની છે. અંતઃચેતનાને વધારે નિર્મળ અને પવિત્ર કરવાની છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન 206 For Personal and Private Use Only. Page #208 -------------------------------------------------------------------------- ________________ સાતમું અંગછે – સર્જનાત્મક દૃષ્ટિકોણ. તેનું પ્રતીક છે - ઉદર, ઉદર શક્તિનો સ્રોત છે. તે શક્તિસ્રોત સાથે જોડાઈ રહેવાનું છે. એવો દઢ સંકલ્પ હોવો જોઈએ કે અમે શક્તિસ્રોત સાથે નિરંતર જોડાયેલા રહીશું. સર્જનાત્મક દૃષ્ટિકોણ દ્વારા શક્તિનો સ્રોત ઉદ્ઘાટિત થઈ જાય છે. જે વ્યક્તિ શક્તિસ્રોત સાથે જોડાયેલી રહેતી નથી. તે એક દિવસ પોતાની શક્તિને ઉપયોગમાં લઈ શકે છે, પરંતુ બીજા દિવસે ખાલી થઈ જવાની સ્થિતિમાં આવી જાય છે. શક્તિસ્રોત સાથે નિરંતર જોડાયેલાં રહેવું એ વિકાસનાં શિખરોને સ્પેશવા સમાન છે. આ પાઠને દઢતાપૂર્વક હૃદયંગમ કરનાર વ્યક્તિ લક્ષિત શિખરને પામી શકે છે. આઠમું અંગ છે - સાધુ-સાધ્વી. તેમના દ્વારા કર્તવ્યબોધ અને કાર્યક્ષમતાનો વિકાસ કરવાનો છે. જેનામાં પોતાના કર્તુત્વનો બોધ (ભાન) નથી હોતો તે પોતાની કાર્યક્ષમતાનો અહેસાસ નથી કરતો, તે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. કર્તવ્યબોધ સફળતાનું મુખ્ય ઘટક છે. - નવમું અંગ છે - પગ. સંઘપુરુષના પગ છે – શ્રાવક અને શ્રાવિકા. તેમની પાસેથી આપણે ગતિશીલતા મેળવવાની છે. ગતિશીલતા એટલે શાશ્વત અને પરિવર્તનમાં વિશ્વાસ, શાશ્વત અને પરિવર્તનનો યોગ ન તો માત્ર શાશ્વત કે ન તો માત્ર અશાશ્વત. શાશ્વત અને પરિવર્તનનો યોગ જ ગતિશીલતા આપી શકે છે. સંઘપુરુષઃ એક પરિકલ્પના યોગક્ષેમ વર્ષનો મુખ્ય ઉદ્દઘોષ છે - સંઘપુરુષ ચિરાયુ બને. તે સંઘપુરુષનું સમગ્ર રૂપે રેખાંકન આ સ્વરૂપે કરી શકાય : શરીરનો સંઘપુરુષનો ફલિત અવયવ અવયવ મસ્તિષ્ક આચાર આત્માનુશાસન કરોડરજ્જુ જિનવાણી. પરસ્પરતાનો વિકાસ મહાવીરનું અહિંસા-દર્શન - 207 Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ હૃદય ધ્યાન મુખ અનુશાસન અનુશાસનનિષ્ઠા કંઠ સ્વાધ્યાય અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ સ્કંધ (ખભા) વિનય જવાબદારીનું ભાન ચેતનાની નિર્મળતા ઉદર સર્જનાત્મક દૃષ્ટિકોણ શક્તિસ્રોતનું ઉદ્ઘાટન સાધુ-સાધ્વી કર્તવ્યબોધ અને કાર્યક્ષમતાનો વિકાસ શ્રાવક-શ્રાવિકા ગતિશીલતા આ છે નવાંગી સંઘપુરુષ. સંઘપુરુષનાં નવ અંગો અને સંઘનાં નવ અંગોની નવ વિશેષતાઓ. આ વિશેષતાઓનું પ્રત્યેક વ્યકિતએ પોતાના જીવનમાં અવતરણ કરવાનું છે. જો એમ થાય તો, સંઘપુણ્યનું આ એક રૂપક, એક પરિકલ્પના સાર્થક થઈ જશે. હાથ પગ મહાવીરનું અહિંસા-દર્શન - 208 Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સ્વતંત્ર ચિંતol અહિંસા માટે મસ્તિષ્કીયપ્રશિક્ષણ. એના વગર નિશ્ચિત દિશામાં આગળ વધી શકાતું નથી. અહિંસાનો પાઠ એકસો વખત વાંચી લેવા છતાં કોઇ અહિંસક નથી બની જતું. પાઠ પ્રશિક્ષણનું એક અંગ હોઇ શકે, પરંતુ તે પ્રશિક્ષણનો સંપૂર્ણ અભ્યાસક્રમ નથી. એ માટે અનેક તત્વોનો સમાહાર અપેક્ષિત છે. શસ્ત્ર-નિર્માણ, પ્રયોગ અને પરીક્ષણ માટે કેટલીક મોટી યોજનાઓ અને કાર્યક્રમો ચાલી રહ્યાં છે. એ માટે હિંસામાં વિશ્વાસ ધરાવનારાઓની એક મોટી ફોજ તૈયાર છે. હિંસા સ્વયં નિષેધાત્મક છે. તે પોતે તો ભયંકર છે જ અને તેનાં પરિણામો પણ ભયંકર છે. પરિણામની ભયંકરતા જોઇને લોકો અહિંસાની વાત કરે છે. અહિંસાનું સ્વતંત્ર ચિંતન નથી. અહિંસા સ્વયં વિધાયક છે અને તેનાં પરિણામો પણ વિધાયક છે. પરંતુ એ માટે આપણું મસ્તિષ્ક તૈયાર નથી. શું મસ્તિષ્કના પરિવર્તનની વાત વિચારવામાં આવશે ખરી ? શું આજના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક યુગમાં અહિંસાને પ્રયોગની ભૂમિ પ્રાપ્ત થશે ખરી ? આ પ્રશ્નોના ઉત્તરો શોધવાના છે, આપણે સીએ શોધવાના છે અને ખાસ તો એ લોકોએ શોધવાના છે કે જેઓ હિંસાથી | ભયભીત નથી, પરંતુ અહિંસાની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરે છે અને જેમના કંઠે અહિંસાની આવીસ્વરલહરીયો અવિરત ગુંજતી રહે છે. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મ કલ્યાણક વર્ષની ઉજવણી પ્રસંગે આ ચિંતન વિશેષ મહત્વ ધરાવે છે. જીવન For por અનેકાન્ત ભારતી પ્રકાશન, નવ PHOS I For Personal and private Use o Jain Educationa intentati www.jalnelibrary.org