SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારને અભયદાનની આવશ્યકતાછે. રાજા સંજય કાલ્પનિક ભયથી ભયભીત થઈને મુનિ સમક્ષ આવ્યા. મુનિએ કહ્યું કે હું તમને અભયદાન આપું છું. તમે પણ સૌને અભયદાન આપો. આજે સમગ્ર જગત અભયદાનના એ જ સ્વરના પુનરુચ્ચારણની પ્રતીક્ષા કરી રહ્યું છે. અદૃશ્ય હિમખંડ જોવો મહાવીરની વાણીમાં ધર્મ મંગલ છે. મંગલનું પ્રથમ સૂત્ર અહિંસાછે અહિંસાનું આધારસૂત્ર અભય અને અભયનું આધારસૂત્ર આકાંક્ષાનો સંયમ, ઇચ્છા ઉ૫૨ સમ્યક્ નિયંત્રણછે. અહિંસા અને હિંસા આપણી પકડમાં આવી જાયછે, તે બંનેની આધારભૂમિ પાછળ છુપાયેલી રહે છે. હિમખંડ (આઈસબર્ગ)ની ટોચ દેખાય છે. બરફનો પહાડ પાણીમાં છુપાયેલો રહેછે. આપણે માત્ર ટોચની ચર્ચા કરીએછીએ. ધરતી ઉપર ટકેલા પગ તરફ આપણે ખૂબ ઓછું ધ્યાન આપીએછીએ. એ કહેવત સાચી છે કે પર્વત ઉ૫૨ની આગ દેખાય છે પરંતુ પગ નીચે પ્રજળી રહેલી આગ જોઈ શકાતી નથી. હિંસા અને અહિંસાનો કોલાહલ કશું જ કરી શકવાનો નથી. ખરેખર જરૂર તો એની પાછળ છુપાયેલા હિમખંડને જોવાની છે. આકાંક્ષાઓને ખુલ્લી છૂટ આપીને ભય, શસ્ર-નિર્માણ તથા હિંસાને ઘટાડવાની વાત વિચારવી એ તો ન વિચારવા જેવી જ વાત છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન 20 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy