SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરની યાત્રા હિંસા સાથે જોડાયેલી છે. “જીવો જીવસ્ય જીવનમ' આ સૂક્તમાં જીવનની યથાર્થ પ્રક્રિયાનું દર્શન છે. માત્ર મોટી માછલીઓ જ નાની માછલીઓને નથી ખાતી. મોટાભાગનાં પ્રાણીઓ પોતાનાથી નાનાં પ્રાણીઓને પોતાનો ભક્ષ્ય બનાવે છે. તેથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહિ ગણાય કે શરીરનુભૂતિના ખેતરમાંથી અહિંસાનો પાક પેદા થતો નથી. ઇન્દ્રિયક્રીડાઓની ઓલમ્પિકઃ આ જગતા ઇન્દ્રિયાનુભૂતિ પણ અહિંસાનું બીજ વાવવા માટે ઉર્વરા નથી. ઇન્દ્રિયનું જગત પ્રિયતા અને અપ્રિયતાની ક્રિીડાભૂમિ છે. આપણા પ્રિય અને અપ્રિયભાવો ઇન્દ્રિયોમાં ઊતરે છે અને તે પ્રિય-અપ્રિય સંવેદન પેદા કરે છે. પ્રિયતા પ્રત્યે આપણને આકર્ષણ થાય છે અને અપ્રિયતા પ્રત્યે આપણને વિકર્ષણ (અપાકર્ષણ) થાય છે. ઇન્દ્રિયાનુભૂતિની સીમામાં જીવનાર વ્યક્તિ આકર્ષણ અને વિકર્ષણના ચક્રવ્યુહને તોડીને બહાર નીકળી શકતી નથી. પ્રિય સંવેદનની પ્રાપ્તિ માટે પણ હિંસાના પ્રસંગો આવે છે અને અપ્રિય સંવેદનની સમાપ્તિ માટે પણ હિંસાના પ્રસંગો આવે છે. ઊંડાણમાં ઊતરીને જોઈએ તો આ જગત ઇન્દ્રિયક્રીડાઓની ઓલમ્પિક છે – એમ કહી શકાય. જય અને પરાજયનું ચક્ર ફૂટબોલની રમત ચાલી રહી હતી. દૂર ઊભેલી એક વૃદ્ધા તે નિહાળી રહી હતી. અચાનક તાળીઓનો ગડગડાટ થયો. વૃદ્ધાએ એક યુવકને પૂછ્યું, આ શું ચાલી રહ્યું છે ? યુવક બોલ્યો, ફૂટબોલની રમત ચાલી રહી છે. વૃદ્ધા - એક માણસ દડાને આ બાજુ ફેકે છે, બીજો તેને પેલી બાજુ ફેકે છે. એમ કેમ? યુવક - પેલી જે રેખા છે તેને પાર કરીને દડો બહાર નીકળી જાય તો જીતી જવાય. વૃદ્ધા - અરે, આ તે કેવી નાદાની છે ! પહેલાં રેખા દોરો અને પછી હારજીત કરો ! આ જીવન હાર-જીત સાથે ચાલી રહ્યું છે. પ્રિય સંવેદન પેદા કરનારી વસ્તુ મળી જાય તો ઇન્દ્રિયો જીતી જાય છે અને અપ્રિય સંવેદન પેદા કરનારી વસ્તુ મળે છે તો તે હારી જાય છે. આ જય અને પરાજય સાથે હિંસા જોડાયેલી છે. ઈન્દ્રિયાનુભૂતિના ક્ષેત્રમાં અહિંસાની પ્રકલ્પના જ શક્ય નથી. | મહાવીરનું અહિંસા-દર્શન - 85. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy