________________
સમસ્યાનાં બે રૂપ
જ્યાંથી સમસ્યાઓ આવે છે ત્યાંથી જ સમાધાન પણ આવે છે. જો આપણે સમસ્યાઓનું વર્ગીકરણ કરીએ તો બે પ્રકારની સમસ્યાઓ જોવા મળે છેયથાર્થની સમસ્યા અને કલ્પનાની સમસ્યા. આ બંને સમસ્યાઓથી માણસ ઘેરાયેલો રહે છે. જેટલી ભૌતિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ છે તે યથાર્થની સમસ્યાઓ છે. એમ ન કહી શકાય કે ધ્યાન દ્વારા તે સમસ્યાઓનું સમાધાન થઈ જશે. ખેતી કર્યા વગર પેટ ભરાતું નથી. જે ભૌતિક સમસ્યાઓ છે, પદાર્થની સમસ્યાઓ છે તે સમસ્યાઓનું સમાધાન શ્રમ અને બુદ્ધિ દ્વારા થશે.
કાલ્પનિક સમસ્યાઓ માનસિક સમસ્યાઓ છે. માણસ માત્ર યથાર્થની સમસ્યાઓથી જ ઘેરાયેલો નથી, પરંતુ માનસિક સમસ્યાઓથી પણ તે પીડિત છે. ખોટી માન્યતાઓ, ખોટા ખ્યાલો, ખોટાં સામાજિક મૂલ્યો વગેરે માનસિક સમસ્યાઓ છે. દહેજની સમસ્યા, ભેળસેળની સમસ્યા અને એવી જેટલી પણ સમસ્યાઓ છે તે માનસિક સમસ્યાઓ છે. આપણે એવા માપદંડ બનાવી લીધા છે, એવાં મૂલ્યો નિર્મિત કરી દીધાં છે કે જેની પૂર્તિ માટે ઘણું બધું ચૂકવવું પડે છે, ઘણું બધું ભોગવવું પડે છે.
યથાર્થની સમસ્યા અને માનસિક સમસ્યાની સાથે ભાવનાત્મક સમસ્યા જોડાયેલી છે. ધ્યાનનું મુખ્ય પ્રયોજન માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓને ઉકેલવાનું છે. એમ માનવું યોગ્ય નથી કે ધ્યાન દ્વારા બધું ઉકેલી શકાય અથવા તો ધન દ્વારા બધું જ થઈ શકે. તે બંનેની પોતપોતાની મર્યાદાઓ છે.
દુઃખનું કારણ
કેટલાક લોકો એવા છે કે જેમની સમક્ષ ભૌતિક સમસ્યાઓ નથી, આર્થિક સમસ્યાઓ નથી પરંતુ તેઓ માનસિક સમસ્યાઓ અને ભાવનાત્મક સમસ્યાઓથી પ્રસ્ત હોય છે. મેં ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિને મારી સમક્ષ રડતાં જોયા છે અને અત્યંત સંવેદનાત્મક રીતે રડતાં જોયા છે. તેમનું દુઃખ જોઈને કોઈપણ વ્યક્તિના મનમાં કરુણા જાગી શકે છે. મેં વિચાર્યું કે આ શું? આવું શા માટે? તેને કોઈ આર્થિક સમસ્યા નથી, તેને કોઈ યથાર્થ સમસ્યા નથી, પરંતુ ભાવનાત્મક સમસ્યા અત્યંત પ્રબળ છે. એ જ દુઃખ છે અને દુઃખનું કારણ છે.
કલકત્તામાં ભારતના અતિસમૃદ્ધ ઉદ્યોગપતિની પત્ની ગણાધિપતિશ્રી પાસે
મહાવીરનું અહિંસા-દર્શન - 159.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org