________________
સમજવાની અંતરદૃષ્ટિ ઉપલબ્ધ છે. અંતરદૃષ્ટિ દ્વારા ઉભુત વાડ્મય અંતર્દૃષ્ટિને જગાડેછે. ઊંડાણપૂર્વક વિષયને સ્પર્શ કરનાર વ્યક્તિ ઊંડાણમાં ઊતરીને શાંતિનો આધાર શોધી શકે છે. તે શોધમાં પ્રસ્તુત ગ્રંથ સહાયક બની શકે તેમ છે.
ગણાધિપતિશ્રી તુલસીના માર્ગદર્શનમાં અહિંસા અને વિશ્વશાંતિનો એક અભિક્રમ ચાલી રહ્યો હતો. આજની રાજનીતિ, અર્થનીતિ અને ભૌતિક વિકાસની કલ્પના સમાજને હિંસા તરફ ખેંચી જાય છે. તે ગતિને નિયંત્રિત કરવી જરૂરી છે. એ દિશામાં અહિંસા અને શાંતિનું સમ્યક દર્શન પ્રાથમિક અનિવાર્યતા છે. પથી ૭ ડિસેમ્બર, ૧૯૮૮માં સંપન્ન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં એ વિચાર પ્રગટ થયો કે, વિશ્વશાંતિ માટે અહિંસાના અનુસંધાન, પ્રશિક્ષણ અને પ્રયોગ તરફ વિશેષ લક્ષ આપવું જોઈએ. ખરેખર, અહિંસાનો એક નવો અધ્યાય ઉઘાડ પામતો હોય તેવું એ વખતે લાગ્યું હતું.
પ્રસ્તુત ગ્રંથ (હિન્દી)ના સંપાદનમાં મુનિ દુલહેરાજજી તેમજ મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્વક શ્રમ લીધો હતો. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણક ઉજવણી વર્ષમાં એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં શુભકરણ સુરાણા અને રોહિત શાહનો શ્રમ અભિનંદનીય છે. અનેક આંગળીઓનો સહયોગ મળેછે ત્યારે જ કોઈ ગ્રંથ વાચકની આંગળીઓનો સ્પર્શ પામી શકે છે.
આચાર્ય મહાપ્રજ્ઞા
મહાવીરનું અહિંસા-દર્શન - 4 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org