________________
જીવન-મરણ સાથે જોડાયેલી હિંસા અને અહિંસા
જીવન અને મરણ - નિયતિની પરંપરાની આ બે કડીઓ છે. જીવવું સ્વાભાવિક છે, મરવું પણ સ્વાભાવિક છે. જીવવાનું પોતાનું મહત્ત્વ છે અને મરવાનું પણ પોતાનું અલગ મહત્ત્વ છે. જીવવાની સાથે અનેક સ્વાર્થ જોડાયેલા હોય છે તેથી તે દરેક માણસને સારું લાગે છે. મરવું સ્વાર્થથી પર છે તેથી જગતથી પણ પર છે. એ કારણે એ સારું નથી લાગતું. રહસ્યપૂર્ણ સંવાદ
અનુશ્રુતિ છે કે મહાવીરના સમવસરણમાં એક આ અલૌકિક ઘટના ઘટી હતી. એક કોઢિયો માણસ પોતાના પગના ફોડલાનું પરુ મહાવીરના પગમાં ચોપડી રહ્યો હતો અને લયબદ્ધ સ્વરે . બોલતો હતો, “મહાવીર !તમે મૃત્યુ પામો. શ્રેણિક!તમે જીવતા રહો, અભયકુમાર !તમે ભલે મૃત્યુ પામો કે ભલે જીવો, કાલસીરિક!તમે ન જીવો કે ન મરો!! - પહેલું ઉચ્ચારણ શ્રેણિકને ખૂબ અપ્રિય લાગ્યું. એ દિવ્ય આત્માના અદશ્ય થયા પછી સમ્રાટ શ્રેણિકે પૂછ્યું, “ભંતે! એ કોણ હતું? તેણે આવી ઇચ્છનીય વાતો કેમ કહી?”
4 મહાવીરનું અહિંસા-દર્શન - 35 -
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org