________________
સંઘપુરુષ : એક સાર્થક પરિકલ્પના
વ્યક્તિ-વ્યક્તિની એકસૂત્રતા એટલે સંઘ. એક જ દોરામાં મણકા પરોવવામાં આવ્યા અને માળા બની ગઈ. સમતાના સૂત્રમાં ચેતનાને પરોવવામાં આવી અને સંઘ બની ગયો. સંઘપુરુષ એક બિંબ છે. તેનું પ્રતિબિંબ પ્રત્યેક વ્યક્તિમાં હોય તેવી અપેક્ષા છે.
પ્રાચીન કાળમાં વીરાટને પુરુષ સ્વરૂપે રૂપાયિત કરવાની પરંપરા હતી. લોક પુરુષ – સમગ્ર લોકને એક પુરુષ રૂપે રૂપાયિત કરવામાં આવ્યો. આગમપુરુષ - આગમના વિશાળ જ્ઞાનરાશિને એક
પુરુષમાં રેખાંકિત કરવામાં આવ્યો. એ જ રીતે યોગક્ષેમ વર્ષના પ્રસંગે સમગ્ર સંઘને, ચતુર્વિધ ધર્મસંઘને પુરુષ રૂપે આલેખિત કરવામાં આવ્યો છે. સંઘપુરુષ: નવાંગ મીમાંસા
સંઘ એક પુરુષ છે. પુરુષનાં અનેક અંગ હોય છે, પ્રાણવાન અંગ હોય છે જેના દ્વારા તે સંચાલિત થાય છે. તેનાં નવ અંગ છે. સંઘપુરુષને નવાંગી આકારે ચિત્રિત કરવામાં આવ્યો છે. પુરુષનું સૌથી મુખ્ય અંગછે -માથું. તેને
મહાવીરનું અહિંસા-દર્શન - 203
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org