SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યોને અહિંસક સમજીને ચાલે તો તે અભ્રાંત નથી. અહિંસાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો કદાચ આ ભ્રાંતિથી મુક્ત નથી. તેઓ પોતાના દરેક કાર્યને અહિંસક માનવા અને કહેવામાં જ સંતોષનો અનુભવ કરે છે. પ્રત્યાક્રમણ પણ હિંસા છે. ઉક્ત માન્યતા થકી હિંસા અને યુદ્ધને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. કોઈ દેશ ઉપર આક્રમણ કરવું તે હિંસા છે એ વાતમાં સામાન્ય રીતે સૌ સહમત થઈ જાય છે. પોતાના દેશના રક્ષણ માટે યુદ્ધ કરવું એમાં હિંસા છે એ વાત સાથે સૌ સહમત થતા નથી. બહુમતી એ પક્ષમાં છે કે પોતાના રક્ષણ માટે શસ્ત્ર ધારણ કરવું તે ધર્મ છે, અહિંસા છે. આક્રમણ હિંસા છે, પ્રત્યાક્રમણ હિંસા નથી. આવા ખ્યાલે અહિંસાના મૂળને નબળું પાડ્યું છે. દેશના રક્ષણ માટે લડવું તેને પોતાનું નાગરિક કર્તવ્ય માની શકાય, પરંતુ તેને અહિંસા માનવાનો અર્થ તો એ થયો કે અહિંસક પ્રતિકારની સંભાવના જ સમાપ્ત કરી દેવી. જો પ્રત્યાક્રમણ અને હિંસક પ્રતિકાર અહિંસક પ્રવૃત્તિ હોય તો પછી અહિંસક પ્રતિકારની કલ્પના જ ન થઈ શકે. હિંસાને હિંસા તરીકે સ્વીકાર્યા પછી જ અહિંસક પ્રતિકારની વાત વિચારી શકાય. હિંસા, હિંસા જ છે. પ્રત્યાક્રમણને અનિવાર્ય હિંસા માનવામાં કોઈ મુશ્કેલી નથી. પ્રત્યાક્રમણકારો હિંસા કરવા નથી ઇચ્છતા, પરંતુ આત્મરક્ષણ માટે હિંસા કરવા તેઓ મજબૂર બની જતા હોય છે. આવી મજબૂરી પાછળ જે તર્ક રહેલો છે તે સમજાય છે. છતાં મજબૂરી કે ન-મજબૂરી જે કાંઈ હોય તે આખરે તો હિંસા જ છે. આ મજબૂરી હિંસામાંથી જ નીકળે છે. ગણાધિપતિ શ્રી પાસે દિલ્હી વિશ્વવિદ્યાલયના કેટલાક પ્રાધ્યાપકો આવ્યા. એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમણે એક પ્રસંગ રજૂ કર્યો. જિજ્ઞાસાના સ્વરમાં તેમણે કહ્યું કે આપ અહિંસામાં આસ્થા ધરાવો છો. ભારત પોતાના આત્મરક્ષણ માટે લડાઈ કરે છે. આપ તેને ઉચિત નહિ જ માનો. ગણાધિપતિશ્રીએ કહ્યું, ભારત એક દેશ છે. તેના ઉપર ભારતવાસીઓનું મમત્વ છે. મમત્વ પરિગ્રહ છે પરિગ્રહના રક્ષણ માટે યુદ્ધ ચાલી રહ્યું છે. તેને હું અસ્વાભાવિક માનતો નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 82 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy