Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan
Catalog link: https://jainqq.org/explore/005653/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હંસા ! તું ઝીલ મૈત્રી શોવરશ્નો આ.અભયશેખરસૂરિ For Personal & Private Use Only www.jainelibrafo Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ મન માટેનો ફર્સ્ટ એઇડ બોક્સ...) હંસા...! 29 તુંઝીલ મેત્રીસરોવરમાં : લેખકઃ વર્ધમાન તપોનિધિ સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂ.મ.સા.ના પટ્ટાલંકાર સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિતુ સૂ.મ.સા.ના શિષ્યરત્ન શ્રીસૂરિમ–આરાધક પૂ. આ. શ્રી જયશેખરસુ.મ.ના શિષ્ય આચાર્ય વિજયઅભયશેખરસૂરિ પ્રથમ આવૃત્તિ ૧૯૮૯ નકલ: પ000 | | નવમી આવૃત્તિ મૂલ્ય રૂા. ૩પ.૦૦|| તા. ૧-૪-૨૦૦૮ : પ્રકાશક: ભુવને ધર્મજયકર પ્રકાશન Cl૦. ગિરીશભાઈ જે. વડેચા ૧૦૧, સમેતશિખર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧. ફોન નં. ૨૫૯૯૩૮૭ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રિય વાંચકો... આ પુસ્તક માત્ર વાંચવા માટે નથી... પણ જીવનમાં ઉતારવા માટે છે. એ માટે વાંચતી વખતે પેન્સીલ સાથે ) રાખવી. જે પણ સુવર્ણસૂત્ર જેવી વાત ઉપયોગી લાગે અંડરલાઈન કરો.. બીજી-ત્રીજી વાર વાંચતી વખતે એનાથી ઘણી સુવિધા રહેશે. આ સુવર્ણસૂત્રોને યાદ રાખવાનો પ્રયાસ કરો... જીવનમાં લાગુ પાડવાનો સંકલ્પ કરો... જ્યારે કોઈપણ સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે અનાદિકાલીન સંસ્કારોના કારણે મનમાં રોષ-રીસ-બદલો લેવાની વૃત્તિ જાગવા માંડે છે. એવા અવસરે આ સુવર્ણસૂત્રોને મનમાં મમળાવો... એને આધારે વિચારધારાઓ ઘડવાનો પ્રયાસ કરો. એક અપૂર્વ અનુભવ થશે. દિલમાં એક શાંતિની લહેર આકાર લેતી જણાશે... આવો અનુભવ એ આ પુસ્તકની સફળતા છે... એને વારંવાર દોહરાવવાના મનોરથ અને પુરુષાર્થ કરો... જૈનધર્મના અજાણ વાંચકોને. કદાચ, પ્રારંભના પ્રપ્ટોમાં કેટલાક પારિભાષિક શબ્દોથી કઠિનાઈ લાગે... તો પણ પુસ્તક વાંચવાની ને જીવન બદલવાની મળેલી સોનેરી તકને છોડી | દેશો નહીં. ૧૬મા પૃષ્ઠથી વાંચવાનું ચાલુ કરો, આખુ પુસ્તક વાંચો. ને પછી ૧ થી ૧૫ પૃષ્ઠ વાંચો.. આ પુસ્તક તમારા રોજિંદા જીવન માટે પણ એટલું જ ઉપયોગી છે. Printed by: SHRI PARSHVA COMPUTERS, 58, Patel Soci., Jawahar Chowk, Maninagar, Ahmedabad-380008. Tel.25460295 For Personal & Private Use Only www.jallery Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પ્રાકકથન | માનસરોવર તો એનું એ જ. પણ હંસ માટે એ મોતીનો ખજાનો છે, જ્યારે બગલા માટે માછલીનો... એ જ રીતે આ જૈવિક વિશ્વ હિંસદૃષ્ટિવાળા જીવો માટે એ મૈત્રીનું સરોવર છે. જ્યારે બગલાની દષ્ટિવાળા જીવો માટે શત્રુતાનું સરોવર છે...ચન્દ્રમામાં સૌમ્યતાનું સાગરમાં ગંભીરતાનું અને ગુલાબમાં સૌન્દર્યનું દર્શન કરવું એ હંસદષ્ટિ છે. જ્યારે આ જ ત્રણમાં ક્રમશઃ કલંકનું, ખારાશનું ને કાંટાનું દર્શન કરવું એ બગદષ્ટિ છે. ગુલાબમાં જે કાંટાનું જ દર્શન કરે છે એ ખરેખર સ્વયં કમભાગી છે, કારણ કે એ ગુલાબની સુંદરતા ને સુગંધ પામી શકતો નથી. ગુલાબને તો એનાથી એક રતિભાર પણ નુકશાન નથી.. એ જ રીતે જીવોને જે શત્રુ માને છે, નુક્શાન એને જ છે... એટલે જ જ્ઞાનીઓ કહે છે- જડનો રાગ તોડો અને તમામ જીવો સાથે મૈત્રી જોડો.. પછી જુઓ... દુ:ખનાશ કેટલો સરળ બની જાય છે... સુખપ્રાપ્તિ કેટલી સહજ બની જાય છે. જીવો સાથેની શત્રુતાને કાપી મૈત્રી જમાવી આપે એવી અનેક વિચારધારાઓ અને આચારપદ્ધતિઓનો આ નિબંધમાં કંઈક મહત્ત્વપૂર્ણ વિસ્તાર કરવામાં આવ્યો વાંચકને ક્ષણિક ને તુચ્છ આનંદ મળતો રહે એવા શુદ્ર આશયથી લખાયેલી આ કોઈ રોચક નવલકથા નથી કે એ.કે.૪૭ રાઈફલોથી અને .૦૦૭ની સ્ટેનગનોથી ગાજતી ડિટેક્ટીવ થ્રીલર નથી.. આ તો છે ચિરકાલીન (યાવત્ શાશ્વત) અને સાત્ત્વિક આનંદ મળી રહે એ માટે લખાયેલી ચિંતનધારા.. એટલે નૉવેલની જેમ one sittingમાં પૂરું કરીને કબાટને હવાલે કરી દેવું એ આ મનોવિજ્ઞાનપ્રધાન પુસ્તકને ન્યાય આપેલો નહીં કહેવાય. બીજીવાર.. ત્રીજીવાર અને વારંવાર આ પુસ્તકને વાંચીને, એમાં કહેલી વાતોને જો દિલમાં... દિમાગમાં અને જીવનમાં ઉતારવામાં આવે તો લેખકને આશા જ નહીં. પણ સબળ વિશ્વાસ છે કે વાચકના જીવનની કાયાપલટ થઈ જશે. એનું માનસપરિવર્તન થઈ જશે. એ અવશ્ય પોતાને સાત્ત્વિક આનંદના લહેરાતા સમુદ્રમાં મગ્ન અનુભવશે.. પરિસ્થિતિને મજબૂર થઈને જે વાંચક આખું પુસ્તક વાંચી ન શકે એને પણ ભલામણ છે કે એ રોજ પોતાની અનુકૂળતા મુજબ એક-એક પ્રકરણ ધ્યાનથી વાંચે. જીવોની સાથે દુશ્મનાવટ... આ વિશ્વયુદ્ધોમાં જ ફેલાતી વાત નથી. પણ અનાદિકાળથી વળગેલો રોગ છે. એ રોગની પરાકાષ્ઠા જ યુદ્ધમાં ભીષણ માનવસંહારનું રૂપ લે છે. આયુર્વેદનો નિયમ છે કે જૂનો હઠીલો રોગ એક જ વાર ભારે ડોઝ લેવાથી દૂર થઈ જતો નથી. પણ રોજ થોડી થોડી માત્રામાં દીર્ધકાળ સુધી દવા લેવામાં આવે ત્યારે માંડ એના પગે ઢીલા થવા માંડે છે, Aી ; For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ એનાં ઊંડાં ગયેલાં મૂળ હલવા માંડે છે. એકીસાથે પડતું હજારો ગૅલન પાણી પત્થરને ઘસીને જે અમીટ રેખા નથી પાડી શકતું... તે ભગીરથ કામ નિરંતર ધીરે ધીરે પડતી પાણીની એક પાતળી ધાર કરી બતાવે છે. હંસા !... તું ઝીલ મૈત્રી સરોવરમાં પ્રસ્તુત પુસ્તકને પણ એ જ રીતે જો થોડું થોડું ધ્યાનપૂર્વક-ચિંતનપૂર્વક વાંચીને પોતાના વિપરીત સંસ્કારો પર હેમટિંગ કર્યા કરાય... તો સ્વપ્નમાં પણ કલ્પના ન હોય એવો લાભ અવશ્ય થશે. એવી મને પૂર્ણ શ્રદ્ધા છે... આ પુસ્તક માત્ર વાંચવાનું નથી, પણ વાંચીને ચાવવાનું છે... ફક્ત ચાવવાનું નથી પણ ચાવીને પચાવવાનું છે... જીવનમાં ઉતારવાનું છે. એક એક પ્રકરણોને. એનાં એક એક વાક્યોને... એના એક એક શબ્દોને જેટલા ચાવવામાં આવશે, મનમાં મમળાવવામાં આવશે.. એટલી વધુ ને વધુ એની મધુરતાના આસ્વાદ સાથે એનો રસ જીવનમાં ઊતરવા માંડશે. જે જીવનને કલ્પનાતીત સ્વાસ્થ્ય બક્ષશે. અચાનક કાંઈ ઈજા વગેરે થઈ જાય તો તુરંત પ્રાથમિક સારવાર મળી જાય ને કાંઈક રાહત અનુભવાય. તકલીફ વધી ન જાય... એ માટે લોકો ફર્સ્ટ એઈડ બૉક્સ રાખતા હોય છે; પણ એ શરીર માટે હોય છે. આ પુસ્તક પણ એક ફર્સ્ટ એઈડ બૉક્સ છે; પણ મન માટે... શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક કોઈપણ એવો અકલ્પ્ય પ્રસંગ બની જાય અને મનને ઘેરો આઘાત લાગે... અત્યંત ક્લેશ સંક્લેશ મનનો કબજો લઈ લે... મનમાં ખૂબ તોફાનો ચાલે... મૂંઝવણો ને મથામણો... ન કહેવાય... ન સહેવાય. આત્મહત્યા કે અન્યની હત્યા કરવા સુધીના વિચારો આવી જાય... એવી સખત તંગ મન:સ્થિતિ સર્જાય... આ પુસ્તક તૂર્ત હાથમાં લ્યો... એનાં ૫-૭-૧૦ પૃષ્ઠો ધ્યાનથી વાંચી જાવ... મનમાં ચાલી રહેલા ભારે તોફાનના કારણે ચિત્ત એમાં ચોંટતું ન લાગે. તો ૫-૧૦ પૃષ્ઠોની કોરા કાગળ પર કૉપી કરી જાવ. લખી નાખો. મને દૃઢ વિશ્વાસ છે કે માનસિક આઘાતમાં છેવટે ૫૦% રિલીફ તો થઈ જ જશે. તમે તંગ-સખત લાગણીઓના સ્થાને રિલેક્સ અનુભવશો... તમારે આટલું જ કરવાની જરૂર છે... પુસ્તક વાંચ્યા બાદ જ્યાં ત્યાં ન મૂકી દો. જોઈએ ત્યારે તરત હાથમાં આવી શકે એવી રીતે રાખો. ને કાંઈ પણ આઘાત-પ્રત્યાઘાત આવે ત્યારે અચૂક હાથમાં લેવાનું-વાંચવાનું યાદ રાખો.... બાકીનું કામ આ પુસ્તક કરી આપશે... આ ઘણા જ ઘણા વાચકોની અનુભવસિદ્ધ વાત છે. આ પુસ્તકની આજ સુધીમાં ગુજરાતીમાં પાંચ આવૃત્તિમાં ૧૩૦૦૦ નકલ અને હિન્દીમાં બે આવૃત્તિમાં ૪૦૦૦ નકલો બહાર પડી ચૂકી છે. કેટલાય વાંચકોએ ૨૫-૫૦-૧૦૦-૨૦૦ નકલો લઈ પોતાના સ્નેહી-સ્વજન-મિત્રવર્તુળમાં આ પુસ્તકને વંચાતું કર્યું છે. સેંકડો અજૈનોએ પણ આ પુસ્તક વાંચ્યું છે ને વખાણ્યું છે... કારણ કે શરૂઆતનાં એકાદ-બે પ્રકરણમાં જૈનધર્મ સંબંધી થોડી વાતો આવે છે... પછી તો કોઈપણ માનવ સમજી શકે એવી પોતાના રોજિંદા ૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાકકથન જીવનની ઘટનાઓ જેવી વાતો હોવાથી દરેકને ઉપકારક નીવડવાની શક્યતા છે. કોઈને પણ વિશેષતઃ પરણી રહેલા યુગલને પણ) સેંકડો હજારો રૂપિયાની અપાતી ગીફટ કરતાં આ પુસ્તક રૂપી ગીફટ વધુ ઉપયોગી ને ઉપકારી બની રહેશે. આ વાત લગભગ દરેક વાચકને સ્વયં પ્રતીત થશે... આ છઠ્ઠી આવૃત્તિ થોડા સુધારા-વધારા સાથે પ્રકાશિત થઈ રહી છે. આ પુસ્તકમાં લખેલી કેટલીક વાતો પૂજ્યપાદ ગુરુદેવો પાસે સાંભળેલી છે. કેટલીક ક્યાંકથી વાંચી-નોંધી છે. તો કેટલીક સ્વકીય અનુભવ પર ઊભી થયેલી વિચારધારાઓ રૂપ છે. પૂજ્યપાદ સ્વ. દાદા ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્વિજય ધર્મજિત સૂ.મ.સા.ના સાન્નિધ્યમાં રહેવા દરમ્યાન તેઓશ્રીની સલાહ મુજબ તે તે પ્રસંગોમાં વર્તન કરવાથી જે લાભ અનુભવગમ્ય બન્યો, તથા તેઓશ્રીની જે વિચારધારાઓ જાણવા મળી એનો પણ આ વિચારધારામાં સારો હિસ્સો છે. આ હીરાની કાચી રફ છે' એવું જાણનારો ઝવેરી, એ રફમાં ત્યારે કોઈ ચમક નથી. બલ્ક કેટલાય ડાઘા-ધબ્બા ને ખરબચિયાપણું છે, છતાં એને પગના ઠેબે ચડાવતો નથી. જેમ-તેમ હેન્ડલ કરતો નથી. કારણ કે એ વખતે પણ એમાં એને ચમકતો હીરો દેખાતો હોય છે. એમ કોઈ પણ જીવમાં આજે કેવલજ્ઞાનાદિની ચમક ભલે ન પણ હોય, ઉપરથી ક્રોધાદિ કેટલાય દોષી હોય, છતાં એ પણ આખરે સિદ્ધાત્મા તો છે જ.. તો પછી એના પર દ્વેષ કે તિરસ્કાર કેમ કરી શકાય ? એટલે, આપણે આપણા આતમહંસને કહેવું જોઈએ હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં.... સુવિશુદ્ધ બ્રહ્મચારી કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. ભગ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સકલસંઘહિતૈષી સ્વ. પૂ.આ.ભગ શ્રીમદ્વિજય ભવનુભાનું સૂરીશ્વરજી મ.સા. અધ્યાત્મરસિક કર્મસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂ.આ.ભગ. શ્રીમદ્વિજય ધર્મજિત સૂરીશ્વરજી મ.સા. - ' શ્રી સૂરિમ–પંચપ્રસ્થાનારાધક પ્રભુભક્તિરસિક પૂ. ગુરુદેવ આ.ભગ. શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. આ સુવિહિત ગુરુપરંપરા મને પ્રાપ્ત થઈ છે એ મારું પરમ સૌભાગ્ય છે. સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભગ શ્રીમદ્વિજય જયઘોષ સુ.મ.સાહેબે આ નિબન્ધને સાદ્યન્ત તપાસી આપ્યો છે. આ બધા ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાપૂર્વક, સહુ કોઈને “આ નિબન્ધને ખૂબ જ ચિન્તન-મનનપૂર્વક વાંચશો” એવી વિનંતી સાથે વિરમું છું. - મુનિ અભયશેખર વિ. ગણી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ [ પુસ્તક અંગે બે શબ્દ... તમારી બુક વાંચી– હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... મૈત્રીભાવ અંગે સુંદર લખાણ થયું છે. એમાં તે તે સ્થળે મુકાયેલ યોગ્ય દૃષ્ટાન્ત પ્રતિપાદ્ય વિષયની સુંદર પુષ્ટિ કરે છે. જેલમાંનો કેદી કોર્ટે ફરમાવેલ માર ખાય ત્યાં જેલર પર ગુસ્સે નથી થતો.. એમ કર્મસત્તાની કોર્ટે ફરમાવેલ સજા અંગે આપણને પ્રતિકૂળ વર્તનાર પર ગુસ્સો ન કરાય.. વગેરે કલ્પના સુંદર અને કન્સ્ટ્રક્ટીવ છે, અમલમાં ઉતારી શકાય એવી છે. પુસ્તકના વાંચકને સારો લાભ કરશે. તમારી મહેનત સફળ થશે. આજના પડતા કાળે હીનસત્ત્વ જીવોમાં જ્યારે વૈરભાવ-વિરોધ-અસહિષ્ણુતા વધી ગયાં છે એવા સમયે તમારું આ પુસ્તક સમયસરનું છે. એ ખૂબ પ્રચાર પામો. અને જીવો જીવનને મૈત્રીભાવથી સુવાસિત કરો એવી પ્રભુને પ્રાર્થના - સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસુ.મ.સા. સાચે જ સુંદર લખાણ તમે કર્યું છે. ધર્મનો જે પાયો છે મૈત્યાદિ ભાવો- તેને તમે મજબૂત કરવાની સફળ કોશિશ કરી છે. કોઈ સમર્થ માનસશાસ્ત્રીની જેમ તમે માનવમનના દ્રોહાદિ પદાર્થોનું વિસ્તૃતીકરણ કરીને તેનું ઉમૂલન કરવા માટે સુંદર દૃષ્ટાન્તો આપીને સફળ યત કર્યો છે... - પ્રખર શાસનપ્રભાવક પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજય ગણિવર. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી અહં નમઃ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીરસ્વામિને નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત્ જયશેખરસૂરીશ્વરેભ્યો નમઃ હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... 1. ધર્મક્રિયાનું ટોનિક એક સગૃહસ્થે સ્વપુત્રને ગણિતમાં નબળો જાણી ટ્યૂશન રખાવ્યું. શિક્ષક રોજ ઘરે ભણાવવા આવતા. બે મહિના થયા. પિતાને વિચાર આવ્યો કે લાવ, જોઉં તો ખરો કે શિક્ષક કેવું ભણાવે છે ? પુત્ર ગણિતમાં કેટલો હોંશિયાર થયો ? ટીચરની સામે જ ચિન્ટુ બેઠો હતો અને પિતાજી આવી ચડ્યા... ‘બોલ ચિન્ટુ ! ૬+૬ કેટલા થાય ?’ ‘વેરી વેરી ઈઝી, પિતાજી, ૬+s = ટેન !' આ સાંભળ્યું શું ? ને પિતાજીનું બોઈલર ફાટ્યું, ટીચર પર તૂટી જ પડ્યા... ‘માસ્તર સાહેબ ! આ શું શીખવ્યું તમે ?’ ‘આટલા આકળા ન થાવ.' શિક્ષકે શાંતિથી કહ્યું, ‘તમારો પુત્ર પ્રગતિના માર્ગે જ છે.' ‘શું રાખ ને ધૂળ પ્રગતિના માર્ગે છે ?' ‘ના ના, સાચે જ પ્રગતિના માર્ગે છે. બે મહિના પહેલાં તમારો પ્રિન્સ ૬+૬=૮ કહેતો હતો, હવે ૧૦ કહે છે, હજુ બે મહિના જવા દો, બાર કહેતો થઈ જશે.' કહેવાની જરૂર નથી કે એ શિક્ષકને પાણીચું મળી ગયું. વિદ્યાર્થીની જ્ઞાનશક્તિ રોજ-બરોજ વધવી જોઈએ. જે ભણતર અજ્ઞાનનો નાશ કરતું ન હોય-જ્ઞાનની વૃદ્ધિ કરતું ન હોય તેના સેંકડો કલાકોની પણ કોઈ કિંમત નથી. આ માત્ર ભણતરની જ વાત નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં નજર નાખો, આ જ જોવા મળશે. માણસ વેપારમાં માત્ર ટર્ન ઓવરને નથી જોતો, કિન્તુ એનાથી દારિત્ર્યનાશ કેટલો થયો ? નફો કેટલો થયો ? બેંક બેલેન્સ કેટલી વધી ? એને જ પ્રાધાન્ય આપે છે. રોગીને સંતોષ ખાધેલી ટેબ્લેટ્સની સંખ્યા પર નથી હોતો, પણ રોગનાશ-આરોગ્યવૃદ્ધિ પર જ હોય છે. આ બે જો ન થયા હોય તો, ખાલી સ્ટ્રીપ્સથી ઊભરાઈ ગયેલ વેસ્ટ બૉકસ ચિંતાનો For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં વિષય બની જાય છે. પ્રત્યેક ક્ષેત્રમાં આ ગણિતને સેંટ પરસેંટ એપ્લાય કરનારી બુદ્ધિનો બેતાજ બાદશાહ માનવી માત્ર એક જ ક્ષેત્રમાં આંખ મીંચીને હંકારે રાખે છે. એમાં તો માત્ર કલાકો, ટર્નઓવર કે સ્ટ્રીપ્સના ઢગલાને જોઈને જ એ હરખાઈ જાય છે, પાગલ થઈને નાચવા લાગે છે ને ઢોલ પીટીને પોતાની અજોડ સિદ્ધિઓનાં ગાણાં ગાવા માંડે છે. આ ક્ષેત્ર છે ધર્મનું !!! " - બિલીવ ઈટ ઓર નૉટ, પણ આ નગ્ન સત્ય છે. હજારો અને લાખો રૂપિયાનું કરેલું દાન, સેંકડોની સંખ્યામાં કરેલા સામાયિક અને પ્રતિક્રમણ, ઓળી, અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવી જંગી તપશ્ચર્યાઓ, અંજનશલાકા-પ્રતિષ્ઠા સંઘ અને ઉપધાનનાં વિવિધ અનુષ્ઠાનો, લાખોની વિરાટ સંખ્યામાં કરેલા નવકારમંત્રના જાપ........ આ બધું જોઈને સંતોષ માનનારો માનવ આ તો વિચારતો'ય નથી કે “આ બધા અનુષ્ઠાનોથી મારો પાપનાશ કેટલો થઈ રહ્યો છે ? પુણ્યબંધ કેટલો વધી રહ્યો છે ? પરમાત્માએ બતાવેલું એક એક અનુષ્ઠાન લાખની કિંમતનું છે. હું લાખ માટે પ્રયાસ કરું છું કે માત્ર પાંચથી સંતોષ માની લઉં છું ?' બધા પાંચથી જ સંતોષ માની લેનારા ધર્મ માટે શંકા થઈ જાય છે કે એ વણિકબુદ્ધિ અને વણિકવૃત્તિ ધરાવે છે કે નહીં? વણિકબુદ્ધિ તો કેવી હોય ? શાસ્ત્રોમાંય એનાં વખાણ કર્યા છે. જ્યાં કોઈને કાંઈ લાભ દેખાતો ન હોય ત્યાંથી પણ લાભ ખાટી જાય એવી વણિકબુદ્ધિ હોય છે. અમેરિકામાં બાવળના કાંટાને Natural Pinsનું સોહામણું નામ આપીને લાખો રળી ખાનારો વાણિયો જ છે ને ! દેવાધિષ્ઠિત પર્વત પર એક મંદિર હતું. પર્વતનાં પૂરાં સો પગથિયાં હતાં. નીચે તળાટીમાં મંદિરની પેઢી હતી. તેમાં એક એક રૂપિયાની ૧૦૦-૧૦૦ નોટોના બંડલ રહેતાં. ઉપર જનારો ભાવિક સ્વકીય ધન પોતાની પાસે રાખી શકતો નહીં, પણ પેઢીમાંથી એણે જેટલાં બંડલ લેવા હોય એટલાં લઈ શકતો. માત્ર નિયમ એટલો હતો કે ઉપર જતી વખતે દરેક પગથિએ, પાસે જેટલાં બંડલ હોય એટલા રૂપિયા મૂકતા જવાનું. પર્વત દેવાધિક્તિ હોવાથી આમાં કોઈ ગરબડ કરી શકતું નહીં. એટલે સામાન્ય રીતે બે-ત્રણ-ચાર ગમે તેટલાં બંડલ લીધાં હોય, પણ મંદિરે પહોંચતાં પહોંચતાં બધા રૂપિયા ખલાસ થઈ જાય. એકવાર એક For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાનું ટોનિક ડૉક્ટર, એક એજીનિયર અને એક વાણિયો એમ ત્રણ મિત્રો ત્યાં આવ્યા. શરત જાણી ત્રણેએ બબ્બે બંડલ ઉઠાવ્યાં. પણ જયારે ઉપર પહોંચ્યાં ત્યારે પણ વાણિયા પાસે થોડા રૂપિયા બચ્યા હતા. ડૉક્ટર અને એજીનીયર તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. વાણિયાએ બન્નેને પૂછયું “બોલો, નિયમપાલનમાં મેં કોઈ ગરબડ કરી નથી તો આ પૈસા કઈ રીતે બચાવ્યા, કહેશો ?” ડૉક્ટર અને એન્જનિયર તો માથું ખંજવાળતા રહ્યા....માલું આમાં તો કોઈ રીતે પૈસા બચાવી લાભ ખાટી શકાય એવું લાગતું નથી, તો આણે શી રીતે બચાવ્યા ?” “ભઈલા ! તે શી રીતે બચાવ્યા ? એ તું જ બતાવ ?” બન્નેએ વાણિયાને પૂછયું. અરે ! આમાં શું છે ? નિયમ શું છે ? પાસે જેટલાં બંડલ હોય એટલા એટલા રૂપિયા મૂકતા જવાનું. જેટલાં બંડલ લીધાં હોય એટલા એટલા નહીં. મારી પાસે પહેલાં બે બંડલ હતાં. એટલે મારે બબ્બે રૂપિયા મૂકવાના હતા. મેં એક જ બંડલમાંથી બબ્બે રૂપિયા મૂકવા માંડ્યા. એટલે પચાસમે પગથિયે સો રૂપિયા મૂકાઈ ગયા. પછી મારી પાસે એક જ બંડલ રહ્યું. એટલે મેં બીજા પચાસ પગથિયે એક એક રૂપિયો મૂક્યો. તેથી મારી પાસે પચાસ રૂપિયા બચી ગયા !” વાણિયાએ પોતાની ચતુરાઈ પ્રકટ કરી. આ વણિકબુદ્ધિ છે. એમ વણિકવૃત્તિ પણ કેવી ? ૯૫ માર્કસ સાથે ગણિતમાં પ્રથમ આવેલો છોકરો ઈનામની ઇચ્છાથી પિતાને પરિણામ દેખાડવા આવ્યો. રિઝલ્ટ પિતાના હાથમાં મૂકી આશાભરી નજરે પિતાની સામે જોવા લાગ્યો. પણ જેવું તે જોયું કે તરત એ વણિકપિતાએ પુત્રને એક લાફો લગાવી દીધો. - “અલ્યા મૂરખ ! પંચાણું જ ?' અરે પિતાજી ! આખા વર્ગમાં મને હાઈએસ્ટ છે. જુઓ તો ખરા, સોમાંથી પંચાણું.” ‘તે તું વાણિયાનો દીકરો છે કે કોણ છે ? વાણિયાનો દીકરો તો સોના એકસો પાંચ કરે કે પંચાણું ?” હા, આ વણિકવૃત્તિ છે. એ સર્વત્ર સોના એકસો પાંચ કરવા ઇચ્છે. તેથી ધર્માનુષ્ઠાનોમાં લાખના પાંચમાં સંતોષ માનનારા આપણી વણિકબુદ્ધિ અને વણિકવૃત્તિ ક્યાં ચાલી જાય છે ? એ પ્રશ્ન ઊભો * ૨ ૧લાગ્યા. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં થાય છે. માનવે પોતાના ધર્માનુષ્ઠાનોને લગભગ માયકાંગલાં બનાવી દીધા છે. એકમાત્ર નવકારમંત્રનો વિચાર કરો. એનો જેટલો અને જેવો લાભ શાસ્ત્રકારોએ સામાન્યથી પણ બતાવ્યો છે એવો અને એટલો લાભ એને મળી રહ્યો છે ? એનાં તે તે દરેક અનુષ્ઠાનો શક્તિસંપન્ન બને, સમર્થ બને, નાનું પણ અનુષ્ઠાન ઘણો લાભ કરી આપે એવું કઈ રીતે સંભવે ? એ માટે શું કરવું જોઈએ ? આપણું શરીર નબળું પડે છે.... મલ્ટીવિટામીન્સ તૈયાર છે. આપણું મન નિર્બળ થાય છે, જાતજાતના હર્બલ ટૉનિક ઉપલબ્ધ છે.. પણ આપણા અનુષ્ઠાન નબળાં છે, એની શક્તિ વધારનાર ટૉનિક કયું છે ? એવું કયું રસાયણ છે જેનાથી આપણાં અનુષ્ઠાનો પ્રાણવાન બને ? આ માટે એક શાસ્ત્રવચન આવું સૂચન કરે છે मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥ ધર્મધ્યાનને સુસંસ્કૃત = પુષ્ટ કરવા જો ઇચ્છો છો, તો અહીંતહીં ભટકવાનું છોડી અમારી પાસે આવો. બહુ જ સુંદર ફૉર્મ્યુલા અમે બતાવીશું. મૈત્રી+પ્રમોદકારણ્ય+માધ્યચ્ય=ધર્મધ્યાનને તંદુરસ્તી બક્ષનાર B complex મલ્ટી વિટામીન દવા. મનને મૈત્રી વગેરે ભાવનાઓથી ભાવિત કરો અને પછી જુઓ ચમત્કાર. દિલમાં મૈત્રી વગેરે ભાવોનું ઝરણું ખળખળ વહેતું હોય અને જે અનુષ્ઠાન થાય તેમજ એ સૂકાઈ ગયું હોય અને જે અનુષ્ઠાન થાય... ફળશ્રુતિમાં આસમાન-જમીનનો ફેર પડી જાય છે. એક માણસના હાથમાં (.35 calibre) રિવોલ્વરની બુલેટ છે. એની સામે બે ફૂટ જ દૂર ઊભેલા માણસની છાતીમાં એ બુલેટનો એ હાથથી ઘા કરે છે. પરિણામ કશું નહીં આવે... શત્રુ મૂછને મરડતો હસ્યા કરશે. એના શરીરને ગોળી આરપાર વીંધી નહીં શકે. હવે એ માણસ એ જ બુલેટને રિવોલ્વરમાં ભરે છે, ઘોડો દબાવે છે અને જોઈ લ્યો... શત્રુ લોહીલુહાણ થઈને ભોંયભેગો થઈ જાય છે. ગોળી એ જ, અંતર એ જ અને શત્રુ પણ ધ સેમ મેન, છતાં આટલો ફેર કેમ પડી ગયો ? રિવોલ્વરની અંદર એક સ્પ્રિંગ હોય છે જે બુલેટને એવો જોરદાર પુશ આપે છે કે જેથી બુલેટનો વેગ વધવાથી વેધકતા વધી જાય છે. મૈત્રી વગેરે ભાવો આ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાનું ટોનિક રિવોલ્વરમાં રહેલી સ્પ્રિંગ જેવા છે. એક એક અનુષ્ઠાનોને જો આ ભાવોનો પુશ મળે તો એ અનુષ્ઠાનો નિબિડ એવા પણ કર્મશરીરને વીંધી નાખવા સમર્થ બની જાય છે. જો એ પુશ નથી મળતો તો એ અનુષ્ઠાનો પણ એટલા વેધક બનતા નથી. ૭૦-૭૫ વર્ષ પૂર્વે બિહારમાં બનેલો એક પ્રસંગ....... મહાત્મા રસ્તેથી વિહાર કરી રહ્યા હતા. એ જ રસ્તે એ જ ગામે એક મિયો જઈ રહ્યો હતો. મહાત્માને જોઈ એ પણ એમની સાથે ચાલવા લાગ્યો. મહાત્મન્ ! મારે લાયક કંઈક ઉપદેશ હોય તો કહો... મહાત્માએ યોગ્યતા દેખી ધર્મનો થોડો ઉપદેશ આપ્યો. એ પછી નવકાર આપવાનો વિચાર કર્યો. “જો ભાઈ ! દુનિયાનો આ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. કોઈ કાર્ય એવું નથી કે જે આનાથી સિદ્ધ ન થઈ શકે.” વગેરે રૂપે એનો મહિમા દર્શાવી નવકારમંત્ર આપ્યો. એ જ ગામમાં મહાત્માનો રાત્રીમુકામ થયો. બે અઢી કલાક એ મિયાએ ધર્મની વાતો સાંભળી. બીજે દિવસે સવારે વળાવવા હાજર થઈ ગયો. ત્યારે છેલ્લે છેલ્લે મહાત્માએ આ વાત પર ખાસ ભાર મૂકીને સૂચન કર્યું કે, “આ મંત્રના નિરંતર જપ સાથે જગતના સર્વ જીવો પર મૈત્રી હોવી અત્યંત આવશ્યક છે. કોઈ વ્યક્તિ ગમે તેવું વર્તન કરે તો પણ એના પર શત્રુતાનો ભાવ ન આવવો જોઈએ. શક્ય હોય તો એક મિત્ર તરીકે એનું કામ કરી આપવા તત્પર બનાય એવું દિલ બનાવવું જોઈએ. આવો મૈત્રીભાવ કેળવાશે તો આ મહામંત્ર ચમત્કારિક પ્રભાવ દેખાડશે.” રસૂલ મિયાંને આ વાત બરાબર બેસી ગઈ. પછી તો એને નવકારમંત્રની ધૂન લાગી ગઈ. રસ્તે જતાં-આવતાં.. ઘરે કે દુકાને. જયારે જ્યારે અવકાશ મળે ત્યારે હોઠ ચાલું. મહાત્માએ છેલ્લે છેલ્લે કરેલા સૂચનને પણ એ વારંવાર યાદ કરતો... રસ્તેથી એકવાર મંત્ર ગણતો ગણતો જઈ રહ્યો હતો અને સામેથી મળ્યો એક પરિચિત મિયો. સલામ ગાજોમ ! ક્લેમ સત્તામ.. अरे रसूलमियां यह क्या गुनगुना कर रहे हो ? માફગાન ! મૈં તો યુવા છે નામ તે રહા હૂં !” फौरन यह बंद कर दो, बेवक्त खुदा का नाम लिया जाता है ક્યાં ? ૨-૪ દિવસ બાદ ફરીથી ગણગણાટ કરતાં દેખી ગયો. * For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં अरे काफर हो गया है क्या ? मना करने पर भी यह चालु રવા હૈ ? अरे भैया, मैं खुदा का नाम ले रहा हूं इसे तुम निषेध क्यों कर रहे हो ? खुदा का नाम तो नमाज के वक्त लिया जाता है, ऐसे जहाँतहाँ नहीं । अतः यह बंद कर दो, वरना, हमें कुछ करना होगा । બેત્રણ વાર ધમકી આપવાછતાં રસૂલમિયાને નવકાર ગણતો જોઈ કડક ચેતવણી આપી. આદમી બધું સહન કરી શકે છે પણ અપમાન નહીં. હું કહું છું અને નથી કરતો ? બસ.. એની આંખો અંગારા વરસાવવા માંડી. એ એનો શત્રુ બની ગયો. છતાં આને એના પર લેશમાત્ર શત્રુતાનો ભાવ નહોતો. એ તો એને મિત્ર તરીકે જ જોતો હતો. વેપારી મજ્ઞાન હૈ, gવા ૩ મી સદ્ધિ સે.' આ એની ભાવના હતી. અને તેથી એ નિર્ભય હતો. ગમે તેવો કટ્ટર શત્રુ હોય અને ઝનૂન ચઢી જાય તો પણ એ વધુમાં વધુ નુકશાન શું કરી શકે ? એક વાર જાનથી મારી નાખશે. પછી તમે એને શત્રુ માનતા હો કે મિત્ર ! પણ શત્રુ માનવામાં હંમેશાં ભય છે. ભયનાં વાદળ હંમેશાં મસ્તક પર ઘુમરાયા કરે છે. નિર્ભય માનવી કો'ક એક પળે જ મરે છે, જયારે ભયભીત હરપળ મરતો હોય છે. માત્ર એની સ્મશાનયાત્રા મોડી નીકળે છે. સામાને શત્રુ માનવામાં સદા એનાથી ભયભીત રહેવું પડે છે. આ સાર્વદિક ભયની લાગણી એના પાચનતંત્રને ખોરવે છે. એના શ્વસનતંત્રને અસર કરે છે. રક્તભ્રમણને વિક્ષિપ્ત કરે છે... યાવત્ સાતે ધાતુમાં સ્લો પોઈઝન ફેલાવ્યા કરે છે. શત્રુ પ્રત્યે ઊઠતી દુર્ભાવ અને સંક્લેશની કાળાશ એના અન્તસ્તલને હંમેશાં કાળું કરતી રહે છે. કદાચ સાવધાન રહીને શત્રુના આક્રમણથી એ બચી શકે છે, પણ.... પળ-પળ મૃત્યુનો ભય એને સતાવ્યા કરે છે. એ ભયથી એ છૂટી શકતો નથી. અને આ જ તો મોત છે, પળપળનું મોત !! - જ્યારે એને મિત્ર બનાવવામાં ઘણો લાભ છે. મન હળવું ફોરું રહે છે. એની પ્રસન્નતાને કોઈ જ આંચ આવતી નથી. એટલે શરીરની તંદુરસ્તી પણ જોખમાતી નથી. “મારી આસપાસ મારા શત્રુઓ છે' આ વિચાર જ ખતરનાક છે, ભયપ્રદ છે. જ્યારે મારી આસપાસ મિત્રો જ મિત્રો છે' આ વિચાર જ અત્યંત For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાનું ટોનિક આફ્લાદક છે,નિર્ભય બનાવનાર છે. આ વાત અનુભવસિદ્ધ છે. જેમકે – કાર્યવશાત્ ભીષણ જંગલમાંથી પસાર થવાનું છે. ને કોઈકે તમને ગભરાવી દીધા કે જંગલમાં ખૂંખાર લૂંટારુઓ છે, ચબરાક છે, કોઈ પણ ચાલબાજીથી મુસાફરને પકડી લે છે, લૂંટી લે છે અને પળ બે પળમાં હતો ન હતો કરી દે છે... હવે વિચારો કે તમારી હાલત શું થશે ? જો જંગલમાંથી જવાનું ટાળી શકાય, તો તમે ટાળી જ દેશો. પણ, ન ટાળી શકાય તો જશો જરૂર, પણ એક એક પગલું શી રીતે મૂકશો ? ફૂંકી-ફૂંકીને, બહુ જ સોચી-સમજીને.. બહુ જ સંભાળી સંભાળીને. હવાની એક લહર આવે છે, ઝાડીમાં ખડખડાટ થાય છે અને દિલની ધડકન વધી જાય છે, નસોમાં લોહીની સ્પીડ સુપરસોનિકને પાછળ રાખી દે છે, હાર્ટ એટેક આવી જાય.... કોઈ આશ્ચર્ય નહીં, કારણ કે તમે ભયભીત છો.... એટલે બધું જ સંભવી શકે છે. પણ જો કોઈ કહી દે કે- જંગલમાં બહુ જ માયાળુ લોકો છે, મુસાફરોનું સારું આતિથ્ય કરે છે, જરૂર પડે તો ભોમિયા તરીકે માર્ગ પણ બતાવે છે.... આ સાંભળ્યું નથી ને તમે એકદમ ખીલી ઊઠશો..... નિશ્ચિત બની જશો... બેફિકરા થઈને ચાલવા લાગશો. હોઠો પર છે મધુર સ્મિત, જીભ પર છે કોઈ ફેવરીટ ગીત..અને કોઈ અલ્લડ મસ્તીથી તમે જંગલ પસાર કરી દેશો...... ખેર ! આવ્યું તો પહેલાં પણ કોઈ નહોતું મારવા કે ડરાવવા... પણ તમે પ્રતિક્ષણ ડરી રહ્યા હતા કશાક અજ્ઞાતથી જેનું કોઈ જ અસ્તિત્વ આ દુનિયામાં નહોતું. બહુ જ રસપ્રદ અને મનોવૈજ્ઞાનિક સૂત્ર છે આ સુખ અને શાંતિ જો ચાહો છો તો કોઈને શત્રુ ન માનો....બધાને મિત્ર જ મિત્ર માનો. છે. સર્વ જીવોને મિત્ર લેખવાનો આ પણ એક અપૂર્વ લાભ છે. કડક ચેતવણી આપવા છતાં જાપ અટક્યો નહી ત્યારે પેલા મિયાએ ક્રૂર નિર્ણય કરી લીધો. સંધ્યાકાળે જ્યારે રસૂલમિયાં બહાર ગયો હતો ત્યારે જંગલમાંથી ક્યાંકથી એક ભયંકર સર્પ લાવી એના ખાટલા નીચે કરંડિયામાં એવી રીતે મૂકી દીધો કે જેથી જેવો એ સૂએ કે તરત જ કરંડિયો કંઇક દબાવાથી સાપ છંછેડાઈને બહાર આવે અને દંશ દઈ દે. રસુલમિયાં તો રાત્રે આવીને નવકાર ગણીને નિર્ભયપણે સૂઈ ગયા. પોણો કલાક-કલાક થયો ને પેલો મિયો ચિલ્લાતો આવ્યો. રસૂલમિયાંને ઉઠાડ્યા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ हंसा !... तुं Bील मैत्री सरोवरमां "मुझे माफ कर दो, मुझे माफ कर दो रसूलमियां ! खुदा के बंदे ! मुझे माफ कर दो !" 'अरे भैया क्या बात है? क्यों इतना घबरा गये हो ?' 'मैंने भयंकर गलती की है भैया, मुझे माफ कर दो ।' 'गलती ? काहेकी गलती ? तुमने तो कुछ किया नहीं है, नाहक क्यों चिन्ता से परेशान हो रहे हो ?' રસૂલમિયાને કાંઈ જ ખબર નહોતી, કોઈ શંકા પણ ન પડી. नहीं.....नहीं मैने तुम्हें मारने के लिये भयंकर सर्प इसके अंदर रखा था... એમ કહીને પેલા મિયાંએ કરંડિયો ખેંચી બતાવ્યો. રસૂલમિયાંએ એ જોયો અને પછી શાંતિથી કહ્યું : 'ठीक है, तुमने सांप को इस में रखा था, फिर भी देख मुझे कुछ हुआ नहीं है, मैं बिलकुल स्वस्थ हूं..... अब जाओ, मेरी तनिक भी चिंता न करो, और शांति से सो जाओ ।' રસુલમિયાની સહજતા હૃદયસ્પર્શી હતી. "नहीं भैया! तुम्हे भी मेरे साथ आना होगा !" "इतनी देर गये रात में ?" 'हा, चूंकि मैंने जो भयंकर सर्प रखा था उसने मेरे पुत्र को काट दिया है, तुम आकर उसे बचा लो !' "अरे, मेरे पास ऐसी कोई औषध नहीं, मैं आकर क्या करूंगा ?" 'तुम्हारे पास जो मंत्र है न ? उसने तुम्हे बचाया, तो मेरे पुत्र को वह क्यों नहीं बचायेगा ? चलो, अभी चलो, और मेरे पुत्र को बचा लो, मैं तुम्हारे पाँव गिरता એ મિયાને પણ હવે નવકાર પર પૂરી શ્રદ્ધા થઈ ગઈ હતી. __ 'भैया, पाँव में गिरने की कोई बात नहीं, चलो, मैं अभी आता આત્મભૂમિમાં ખળખળ વહી રહેલા મૈત્રીભાવના ઝરણાએ કરુણાના અંકુરો પ્રકટ કર્યા. બન્ને જણા ગયા. આછો દીવો બળતો હતો. છોકરો નિશ્ચત જેવો પડ્યો હતો. શરીરમાં લીલાશ ફેલાવાની શરુઆત થવા માંડી હતી. રસૂલે હથેલીમાં પાણી લીધું. નવકાર મંત્ર પ્રત્યે અતૂટ શ્રદ્ધા, મહાત્મા પ્રત્યે અખૂટ સદ્ભાવ અને સર્વ જીવો પ્રત્યે વિશેષ કરીને એ મિયો For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાનું ટોનિક અને તેના પુત્ર પ્રત્યે) ઊછળતા મૈત્રી-કરુણાભાવ સાથે ત્રણ નવકાર ગણ્યા. પાણી છાંટ્યું અને અપૂર્વ ચમત્કાર થયો. આશ્ચર્ય ! આશ્ચર્ય ! શ્રદ્ધા ફળી... બાપ મિયાંના પ્રાણમાં પ્રાણ આવવાની સાથે છોકરાના દેહમાં પ્રાણ આવ્યા. આપણે જન્મથી નવકારમંત્ર સાંભળતા અને ગણતા આવ્યા છીએ. મૃત્યુ સુધી સાંભળશું અને ગણશું. આ સિવાય પણ આપણા જીવનમાં પ્રભુપૂજા, સાધુભક્તિ, દાન, સામાયિક, પ્રતિક્રમણ,અભક્ષ્યત્યાગ વગેરે ઘણું ઘણું રહેલું છે, નવકારમાં જેમને નમસ્કાર છે એ પાંચેય પરમેષ્ઠીઓનું આપણા હૈયે ભારે બહુમાન છે. આપણે નવકાર ગણીએ અને વિષ ઊતરી જાય ? શું એવી શ્રદ્ધા આપણામાં નથી ? ના, આપત્તિકાળે તો આપણે પણ નાભિમાંથી અતૂટ શ્રદ્ધા સાથે ગણીએ છીએ, પણ એક મુખ્ય ખામી છે મૈત્રી વગેરે ભાવોની. વર્ષોથી વંદન પૂજન કરનારા અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરનારા આપણે વીરપ્રભુના તપ, ત્યાગને, અપ્રમત્ત આરાધનાને ધ્યાનમાં લઈએ છીએ અને તેથી એ બધું કરવાનો મનોરથ અને યથાશક્ય પ્રયત્ન પણ કરીએ છીએ. પણ દુઃખ અને દર્દની વાત એ છે કે વીરપ્રભુના એક અપૂર્વ આયામથી આપણે બિલકુલ અપરિચિત રહ્યા છીએ. “ગમે તેવા ઘોર પરીષહો અને ઉપસર્ગોની ઝડી વરસાવનારા અને ભયંકર ત્રાસ આપનારા જીવને પણ પ્રભુ વીરે શત્રુ તરીકે નથી જોયો. મિત્ર તરીકે જ લેખ્યો છે. અવસરે એની પ્રત્યે કરુણાનાં આંસુ વહાવ્યાં છે.” આ મહત્ત્વની વાત પર આપણે લગભગ નજર નાંખતા નથી અને તેથી, આપણને નથી એ આવશ્યક લાગતી, નથી એનો મનોરથ જાગતો કે નથી એ માટે પ્રયત્નશીલ બનાતું. પર્યુષણા અને સંવત્સરી પસાર થઈ જાય છે. તિજોરીમાંથી કોથળીની ગાંઠ છોડી થોડી ઉદારતા થઈ જાય છે. પણ હાય ! દિલમાંથી વૈરની ગાંઠ છોડીને સામાના અપરાધને માફ કરી દેવાની ઉદારતા થતી નથી ! મૈત્રી વગેરે ભાવોનો પુશ ન મળવાથી આરાધનાનાં અનુષ્ઠાનો વેધક બનતાં નથી. . દવા અનુપાન સાથે લેવાય અને વગર લેવાય એમાં ફેર પડી જવાનો જ... મૈત્રી વગેરે ભાવો ધર્મઆરાધનાના અનુપાન જેવા છે. એ જ ભૂમિ, એ જ બિયારણ, એ જ ખેડૂત અને એ જ જળસિંચન હોવા છતાં ખાતર નાખ્યું હોય અને જે પાક તૈયાર થાય એ ખાતર For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં નાખ્યા વિના તૈયાર થતો નથી. મૈત્રી વગેરે ભાવો ખાતર જેવા છે. સ્મિગ, અનુપાન કે ખાતર જેવા આ મૈત્રી વગેરે ભાવોને ૧૪૪૪ ગ્રન્થોના સર્જક સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મની એકદમ પ્રાથમિક ભૂમિકામાં અનિવાર્ય જણાવ્યા છે. જે પ્રવૃત્તિ મોક્ષને નજીક કરી આપે તેને યોગ કહેવાય છે. માત્ર ધર્મક્રિયા કરી લેવી એ “યોગ' રૂપ બનતી નથી; કિન્તુ જે ધર્મક્રિયામાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિદ્વજય, સિદ્ધિ અને વિનિયોગ આ પાંચ શુભાશયો ભળેલા હોય છે તે જ “યોગ' રૂપ બને છે. આ પાંચ શુભ આશયોમાંના પ્રથમ પ્રણિધાનમાં પણ પરોપકારની વાસના-હનગુણી પર દ્વેષનો અભાવે-કરુણાવાસિત ચિત્ત વગેરેનો સમાવેશ છે. વળી યોગના અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ રીતે જે પાંચ ઉત્તરોત્તર ઊંચા ઊંચા ભેદો બતાવ્યા છે તેમાંના સૌ પ્રથમ અધ્યાત્મ યોગમાં પણ મૈત્રી વગેરે ભાવોને એક આવશ્યક અંગરૂપે કહ્યા છે. આમ યાકિની મહત્તરાસુનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ આત્મહિતની પ્રાપ્તિના પાયાથી જ આ ભાવોની જે આવશ્યકતા દેખાડી છે એ જણાવે છે કે એ જો ન હોય તો હજુ આપણે અધ્યાત્મના માર્ગે ચડ્યા નથી. આપણી લાખ મૂલ્યવાળી ક્રિયાઓ પાંચનું પણ ફળ આપતી હશે કે કેમ ? એ વિચારણીય છે. - આવા અતિઆવશ્યક મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય એ ચારે ભાવોમાંથી મૈત્રીભાવનો અહીં કંઈક વિચાર કરવો છે, કેમકે એ આવે તો પછીના ત્રણ કેળવવા સાહજિક જેવું બની જાય છે, અને મૈત્રીભાવમાં જો ખામી રહે, તો પછીના ત્રણ પણ કઠિન બની જાય છે. જગતના સર્વ જીવોનું હિત જ ઇચ્છવું એ મૈત્રીભાવ છે. પોતાનાથી આગળ વધેલા જીવોને જોઈને ઈર્ષ્યા ન કરતા આનંદ અનુભવવો એ પ્રમોદભાવ છે. પોતાનાથી પછાત રહેલા જીવો પ્રત્યે તિરસ્કાર ન કરતાં કરુણા વહાવવી એ કરુણાભાવ છે. પોતાનાથી નીચે રહેલા જીવોને ઊંચે આવવાની શક્યતા હોવા છતાં કે ઊભી કરવા છતાં એ જીવો પોતાના અજ્ઞાનાદિના કારણે નીચે ને નીચે જ રહે તો તેઓ પર ગુસ્સો ન કરતાં ઉપેક્ષા કરવી એ માધ્યથ્ય-ઉપેક્ષા ભાવના છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ | मित्ती मे सव्व भूएस । મૈત્રીભાવના વગેરેની વ્યાખ્યા જોતાં એ જણાય છે કે મૈત્રી ભાવના સૌથી વ્યાપક છે. જગતના સઘળા જીવો એનો વિષય છે. પોતાનાથી ઊંચે રહેલા જીવો પ્રમોદભાવનાનો વિષય છે. જીવો બે અપેક્ષાએ ઊંચે કે નીચે રહેલા હોય છે. આધ્યાત્મિક અપેક્ષાએ કે ભૌતિક અપેક્ષાએ. જેઓ આધ્યાત્મિક અપેક્ષાએ ઊંચે રહેલા હોય, તેઓ પ્રત્યે ઈર્ષ્યા ન થવી જોઈએ. પણ ઉપરથી આનંદની અનુભૂતિ થવી જોઈએ અને અનુમોદના થવી જોઈએ. જેઓ ભૌતિક દૃષ્ટિએ ઊંચે રહેલા છે તેઓ પ્રત્યે ઈર્ષ્યાની બળતરા ન થવા માંડે એટલા પૂરતો આનંદનો અનુભવ ઠીક છે, બાકી એની અનુમોદના આવશ્યક નથી. આધ્યાત્મિક દૃષ્ટિએ પોતાનાથી નીચે રહેલા જીવો ભાવકરુણાનો વિષય છે. ભૌતિક દૃષ્ટિએ નીચે રહેલા જીવો દ્રવ્યકરુણાનો વિષય છે. ઉપેક્ષાભાવનાનો વિષય પણ પોતાનાથી નીચે રહેલા જીવો જ છે. જે જીવો વર્તમાનમાં ઊંચે આવવા શક્ય જ નથી તેઓ માટે પ્રયાસ જ ન કરવો એ રીતે તેઓ ઉપેક્ષા ભાવનાનો વિષય છે. જે જીવો પોતાની મેળે થોડી સાવધાની-ઉદ્યમશીલતા વગેરે કે અન્યના પ્રયાસથી ઊંચે આવવા શક્ય હોવા છતાં પોતાના અજ્ઞાન-પ્રમાદ-અવળચંડાઈ વગેરેના કારણે ઊંચે આવતા નથી તેઓ પ્રત્યે આપણા દિલમાં તિરસ્કાર ન થવા દેવો એ રીતે તેઓ ઉપેક્ષા ભાવનાનો વિષય છે. જેઓને ઊંચે લાવવા માટેનો પોતાનો અધિકાર-જવાબદારી સમજીને ઊંચે લાવવા પ્રયત્ન કરવા છતાં ઉપરોક્ત અજ્ઞાન વગેરેના કારણે એ જીવો ઊંચે ન જ આવે તો તેઓ પ્રત્યેની કરુણા સૂકાઈને દ્વેષ ઊભો થઈ જાય એવું ન થવા દેવા રૂપે તેઓ ઉપેક્ષા ભાવનાના વિષયભૂત છે. સર્વજીવો મૈત્રીભાવનાના વિષય છે. એટલે કે આપણને અનુકૂળ વર્તનારા સ્વજન-સ્નેહી વગેરે તો ખરા જ... આપણા સંપર્કમાં જ નહીં આવનારા ત્રાહિત જીવોય ખરા, પણ આપણી સાથે પ્રતિકૂળ વર્તન કરનારા જીવો પણ મૈત્રીભાવનાનો વિષય છે. એક પણ જીવની આમાંથી બાદબાકી ન થવી જોઈએ. “શિવમસ્તુ સર્વજગતનો નારો તો આપણે જોરશોરથી લગાવીએ છીએ. “આખા જગતનું કલ્યાણ થાઓ, પણ મારા પાડોશીનું નહીં ઈત્યાદિ રૂપે કોઈની બાદબાકી તો નથી થતી ને ? એ તપાસવું For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં જોઈએ. વ્યક્ત રીતે કદાચ આપણે કોઈની આ રીતે બાદબાકી ન કરતા હોઈએ તોપણ ગર્ભિત રીતે કોઈની પણ બાદબાકી થઈ જતી નથી ને ? એ તપાસવું જોઈએ. કઈ રીતે એ તપાસી શકાય ? આ રહી એની ફોર્મ્યુલા જેના પ્રત્યે દિલમાં શત્રુતા રહી હોય એની હાનિ જોઈને આનંદ થાય છે આવો એક સામાન્ય નિયમ છે. બિલકુલ સાઈન્ટીફિક અને બિલકુલ સાઈકોલોજિકલ. ચાલો, આપણે આપણી જાતને ઢંઢોળીએ, પ્રશ્નોના માધ્યમથી... આપણા સર્કલની કઈ કઈ વ્યક્તિની હાનિ જોઈને મનને ટાઢક વળે છે ? કોનું નુક્શાન જોઈને હું આનંદ અનુભવું છું ? જેઠાણીનો છોકરો પરીક્ષામાં ફેઈલ થયો અને પોતે ખુશાલી માની, લાઈટ ચાલી જવાથી પાડોશી હેરાન હેરાન થઈ ગયો અને પોતાને મઝા પડી. ભાઈનો વેપાર ફલોપ થઈ ગયો અને પોતે ઊંડે ઊંડે પણ મલકાયા.. બહારથી શોક દેખાડાતો હોવા છતાં જેને દિલમાં આવું અનુભવાતું હોય તેણે સમજવું જોઈએ કે તે તે વ્યક્તિ પ્રત્યે દિલમાં મૈત્રી નથી, કિન્તુ શત્રુતા છે; તે તે જીવોની શિવમસ્તુ...ની ભાવનામાંથી બાદબાકી છે. મહામંત્રી પેથડશાના પુત્રરત્ન ઝાંઝણશા સંઘ લઈને જઈ રહ્યા હતા. એક નગરની બહાર તેમનો પડાવ હતો. નગરના રાજાએ સંઘપતિને આમંત્રણ મોકલ્યું કે, “તમારા સંઘના સારા સારા યાત્રિકો સાથે અહીં રાજમહેલમાં પધારીને અમને ભક્તિનો લાભ આપો.” ત્યારે સંઘપતિએ જવાબ પાઠવ્યો કે, “મારા સંઘના દરેક યાત્રિકો સારા જ છે. એટલે જો બધાને આમંત્રણ હોય તો જ હું આવી શકું. મારો એક પણ યાત્રિક જો આમંત્રણ વગરનો છે તો હું પણ રાજમહેલમાં આવી શકું નહીં.” શ્રાવકની ભૂમિકામાં રહેલા ઝાંઝણશા પણ જો આમ કહેતા હોય કે તમારા “રાજમંદિરમાં મારા એક પણ યાત્રિકને જો પ્રવેશ નથી તો હું પણ પ્રવેશ ન કરું.” તો એ સહજ છે કે સર્વોત્કૃષ્ટ ભૂમિકામાં રહેલા પરમાત્મા પણ આપણને આવું જ કહે છે કે, “આ વિશ્વના તમામ જીવોના હિતની મેં ભાવના કરી છે કે, “સવિ જીવ કરું શાસનરસી એટલે બધા જીવોનો હું હિતચિંતક પિતા થયો. બધા મારા પુત્રતુલ્ય થયા. તેથી તારા મનમંદિરમાં જો એકાદ જીવનો પણ પ્રવેશ નથી, તારા દિલના દરવાજા જો એક જીવ માટે પણ બંધ છે, તો સમજી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ मित्ती मे सव्व भूएसु રાખ કે હું પણ એમાં પ્રવેશ નહીં કરી શકું. તેં અમુક ચોક્કસ જીવ માટે 'NO Admission' નું જે બોર્ડ માર્યું છે તેને પહેલાં તો હું જ વાંચવાનો છું, કેમકે હું બધાનો નાયક હોઈ સહુથી આગળ છું. એ વાંચીને પહેલા નંબરમાં હું જ પાછો ફરી જઈશ.” વાત સાચી છે. ઘરનાં બારીબારણાં ખુલ્લાં હોય તો જ પવનની લહેરો અને સૂર્યનો પ્રકાશ ઘરમાં આવે છે. ભલે ને કચરો અંદર ન આવે એ માટે દરવાજા બંધ રાખ્યા હોય, તોપણ પવનની લહેર અને સૂર્યનો પ્રકાશ પણ દરવાજાને અથડાઈને પાછા જ ફરી જાય છે. ગૃહમંદિરમાં પ્રવેશતા નથી. દિલનો દરવાજો ભલે ને પ્રતિકૂળ વર્તનાર માટે બંધ રાખ્યો હોય, પરમાત્મા પણ મનમંદિરમાં પ્રવેશશે નહીં. પરમાત્માને મનમંદિરમાં પધરાવવા છે ? તો પહેલા નંબરે દિલના દરવાજા બધા માટે ખુલ્લા મૂકી દો. સ્વજનો અને મિત્રોની જેમ શત્રને માટે પણ ‘વેલકમ'નું બોર્ડ મૂકો. એ માટે શત્રુના પણ હિતને ચિંતવો. ‘શિવમસ્તુ....'ની ભાવનામાંથી કોઈની બાદબાકી ન કરો. એ માટે શું કરવું ? એનો જવાબ આ છે આપણા સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓમાંથી એવી વ્યક્તિઓનું એક લિસ્ટ તૈયાર કરવું જોઈએ કે જે જે વ્યક્તિઓની નાનીમોટી આપત્તિઓમાં આપણને ઊંડે ઊંડે પણ હરખ અનુભવાતો હોય. આ બધી વ્યક્તિઓ સાથે આપણને શત્રુતા છે. આપણા દિલના દરવાજા એમના માટે બંધ છે એવો આપણે નિર્ણય કરી શકીએ છીએ. આપણા દિલમાં પડેલી કેન્સરની ગાંઠને આપણે ઓળખી લીધી... હવે એનું ઑપરેશન કરીએ... આ લિસ્ટ બનાવ્યા પછી રોજ શક્ય હોય તો ત્રણવાર અને એ શક્ય ન હોય તો એકવાર પણ એ લીસ્ટમાં રહેલી દરેક વ્યક્તિને ક્રમશઃ માનસપટ પર ઊભરવા દો. સ્પષ્ટ ચિત્ર ઊપસે એટલે, “ભગવાન એમનું ભલું કરો, એમનું પણ હિત થાઓ.” એવી દિલથી ભાવના ભાવો. કદાચ કોઈ વ્યક્તિ તમને નિષ્કારણ પણ ખૂબ ત્રાસ આપે છે, તમે હેરાન હેરાન થઈ ગયા છો... તમે પિતા છો, પુત્રની જાતજાતની દિક્કતથી ત્રાસી ગયા છો... તમે પતિ છો પત્નીએ જિંદગી હરામ કરી નાખી છે. તમે નોકર છો, શેઠ દરેક વાતમાં તમને અન્યાય કરી રહ્યા છે. ટૂંકમાં તમે ચારેય બાજુથી પરેશાન થઈ ગયા છો. તમને લાગે છે કે For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં આ બધા ઈડિયટ્સમને નિષ્કારણ હેરાન કરી રહ્યા છે. અને તમે આ ત્રાસમાંથી છૂટકારો ઇચ્છો છો. તો ‘ભગવાન એમને બુદ્ધિ આપો” આ રટણ ચાલુ કરી દો. એક દિવસ જરૂર ચમત્કાર થશે. - સામાન્ય મેલાં થયેલાં કપડાંને સામાન્ય રીતે ધોવામાં આવે છે, પણ જે કૉલર વગેરે ભાગ વધુ મેલા થયા હોય તેને વિશેષ સાબુ લગાડવો જ પડે, અને વધારે ઘસવા જ પડે. એમ જગતના મોટા ભાગના જીવો માટે “શિવમસ્તુ' દ્વારા સામાન્ય રીતે મૈત્રી ભાવના ભાવિત કરાય, પણ જેના માટે દિલમાં કટુતાના ડાઘ પડ્યા છે, તેની મૈત્રી માટે તેના વ્યક્તિગત સ્મરણપૂર્વક વિશેષ પ્રકારે મૈત્રીભાવ ભાવવો પડે, તો જ એ કટુતાના ડાઘ દૂર થાય. “આપણે ગમે એટલી મિત્રતા ભાવીએ, એ કાંઈ થોડો શત્રુતા છોડી દેવાનો છે ? અને એ શત્રુતા ન છોડે, તો એણે આપેલા ત્રાસથી ત્રાસીને આપણા દિલમાં પણ પાછી શત્રુતા આવવાની જ ને !” આવી શંકા કરીને નિરાશ થવાની જરૂર નથી, આપણા દિલના ભાવોની અસર સામા પર પણ પડે છે. પેલી વાત આવે છે ને ! એક પ્રૌઢ સ્ત્રી પોતાની યુવાન કન્યા સાથે એક ગામથી બીજે ગામ જઈ રહી હતી. એક ઊંટસવારને પણ એ જ દિશામાં જતો જોઈને સ્ત્રીને વિચાર આવ્યો કે આ મારી કન્યા સુકુમારકાયાવાળી છે, એ ચાલવા માટે ટેવાયેલી નથી.” એટલે એ પ્રૌઢાએ ઊંટસવારને વિનંતિ કરી કે આ મારી પુત્રીને પણ ઊંટ પર લઈ લ્યો ને ! તમે એ જ દિશામાં જઈ રહ્યા છો તો આટલી સહાય કરો.” ઊંટવાળાએ વિચાર્યું કે- “મારે એની સાથે કોઈ લેવા દેવા નથી તો ફોગટ મારા ઊંટને શા માટે વધુ તકલીફ આપું ?” એટલે એણે ના પાડી. થોડું આગળ ગયો ને એના મનમાં શેતાન પેઠો. એને થયું કેઆવી રૂડી રૂપાળી નવયૌવનાનો સહવાસ મળે છે, તો મારે શા માટે ગુમાવવો ? આ બાજુ પેલી મહિલાને પણ વિચાર આવ્યો કે મને આ શું સૂછ્યું ? સારું થયું એણે ના પાડી. નહીંતર મારી કન્યાને કંઈક કરી નાખત તો ? For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ मित्ती मे सव्व भूएसु ઊંટસવારે ઊભા રહીને એ પ્રૌઢાને કહ્યું કે સારું, તમારી કન્યાને ઊંટ પર બેસાડી દ્યો. હું યોગ્ય સ્થાને ઉતારી દઈશ.” પણ એ મહિલાએ ના પાડી. ના, હવે એ ચાલીને મારી સાથે જ આવશે.” હવે કેમ ના પાડો છો ?' રાઇના ભાવ રાતે ગયા. તમારો વિચાર બદલાયો એની સાથે મારો વિચાર પણ બદલાઈ ગયો.” આપણા શુભ-અશુભ, વિચારોની અસર સામી વ્યક્તિ પર પણ પડે છે. અરે ! વ્યક્તિ શું, વનસ્પતિ પણ આપણા એની પ્રત્યેના શુભઅશુભ ભાવોને ઝીલીને એ મુજબ વિકસે છે કે મુરઝાય છે. અમેરિકામાં વનસ્પતિઓ અંગે અનેક પ્રયોગો અને અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક વેકસ્ટનને અનેક પ્રયોગોથી માલુમ પડ્યું છે કે જો વનસ્પતિ સાથે લાઈડિટેક્ટર મશીન જોડવામાં આવે, અને પછી એની પ્રત્યે સ્નેહની કે ધિક્કારની લાગણી વરસાવવામાં આવે તો એ મુજબ એ મશીનના ગ્રાફમાં પણ વિવિધ ફેરફારો જોવા મળે છે. આપણને જે હેરાન કરી રહ્યો છે એનું પણ ભલું થવાની પ્રભુ પ્રત્યે આપણી નિરંતર પ્રાર્થના અને દિલનો ભાવ જરૂર એના દિલમાં પણ આપણા પ્રત્યે મિત્રતાનો ભાવ પેદા કરશે. યોગવાસિક્યમાં પણ કહ્યું છે કે अमृतत्वं विषं याति सदैवामृतवेदनात् ।। शर्मित्रत्वमायाति मित्रसंवित्तिवेदनात् ॥ અર્થ : વિષ અંગે પણ જો સતત ચિંતન કરવામાં આવે કે આ અમૃત છે.. આ અમૃત છે. તો એ ખરેખર અમૃત બની જાય છે. એમ શત્રુ વિશે પણ “આ મિત્ર છે' “આ મિત્ર છે' એવી સંવેદના હંમેશાં કરવામાં આવે તો એ ખરેખર મિત્ર બની જાય છે. શત્રુ મટી જાય છે. વળી જગતના સઘળા જીવો પ્રત્યેનો સદ્ભાવ અને હિતની ચિંતા એ એક વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાવે છે. વિશ્વનું સર્વશ્રેષ્ઠ કક્ષાના આપણો સિદ્ધાંત એ નથી કે ગરીબીની નાબકી માટે ગરીબોને જ નાબાર કરી દેવા... પણ એ છે કે ગુણોને ભણવાવા રાતા જ મિટાવવી.. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ . હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં પુણ્યસ્વરૂપ જિનનામકર્મ અને તેની સાથે પ્રકૃષ્ટ કક્ષાના સૌભાગ્યનામકર્મ, આદેયનામકર્મ, યશનામકર્મ વગેરે પુણ્યો ઉપાર્જિત થવામાં મુખ્ય ભાગ એ જીવોનો- “સવિજીવ કરું શાસનરસી' જગતના જીવો સંસારમાં ભયંકર વેદનાઓને વેઠે છે, તેમાંથી તેઓનો કેવી રીતે છૂટકારો થાય ? -આવા પ્રકારનો સદ્ભાવ જ ભજવે છે ને ! આ સદ્ભાવના પ્રભાવે સૌભાગ્ય વગેરે કેવા પ્રકૃષ્ટ કક્ષાના બંધાય છે કે હજુ તો પરમાત્મા માતાની કુક્ષિમાં પધારે છે અને ઇન્દ્રોનાં સિંહાસનો ડોલવા માંડે છે. ઇન્દ્રો ત્યારથી જ પરમાત્માની ભક્તિ શરૂ કરી દે છે. જન્મ થયો ને પ૬ દિક્યુમારિકાઓ આવીને રાસ-ગરબા લે છે. પ્રભુને પોતાના હાથમાં અને ખોળામાં લેવા પડાપડી કરે છે. એમાં પોતાનો નંબર લાગે એટલે ક્યારેય ન અનુભવી હોય એવી ધન્યતા અનુભવે છે. આ પ૬ દિક્યુમારિકાઓ કોઈ સામાન્ય દેવીઓ નથી. પણ હજારો દેવોની સામ્રાજ્ઞી હોય છે. આવું તો અનેક પ્રકારનું સૌભાગ્ય પરમાત્માને પ્રાપ્ત થયું હોય છે. પણ એ બધાનું મૂળ કોણ ? તો કે સર્વ જીવો પ્રત્યેના સભાવની પરાકાષ્ઠા. થોડાં વર્ષ પૂર્વે ગુજરાતના એક અગ્રેસર વર્તમાનપત્રમાં અમેરિકાનો એક પ્રસંગ વાંચવા મળેલો. ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંકની બ્રાન્ચ છે, જેનો દુનિયાની લગભગ બધી મુખ્ય બેંકો સાથે વ્યવહાર છે. જેમાંથી રોજની લાખો-કરોડોની હેરફેર થાય છે. આ બેંકમાં પૈસા આપવાના ૬ કાઉન્ટર છે અને પૈસા લેવાના ૬ કાઉન્ટર છે. પૈસા આપવાના છ કાઉન્ટરોમાંથી એકમાં જહોન પીટર નામનો કલાર્ક બેસે. બાકીની પાંચ બારીઓ કરતાં એની બારી પર ભીડ વધુ જામેલી હોય, તે ત્યાં સુધી કે અન્ય કેશિયરો બેઠા બેઠા માખી ઊડાડતા હોય તોપણ આના કાઉન્ટર પર ભીડ હોય. ખાતેદારો પણ કદાચ અડધી કલાક પ્રતીક્ષા કરવી પડે એમ હોય, અન્ય કાઉન્ટર પરથી તુરંત ચેકનું ક્લીયરીંગ સંભવિત હોય, તોપણ પ્રતીક્ષાની તૈયારી સાથે આ જહોન પીટર પાસે જ પોતાના ચેક જાય એવો આગ્રહ રાખતા. આ બધું જાણીને બેંકના મેનેજરને શંકા પડી. એટલે આવો આગ્રહ રાખનારા પાંચ સાત એકાઉન્ટ હોલ્ડરોને જુદા જુદા સમયે એણે પૂછપરછ કરી. જુદા જુદા ખાતેદારે આવા પ્રકારના સ્વાનુભાવો જણાવ્યા. એકે કહ્યું, એની પાસેથી લીધેલા પૈસામાં બરકત સારી આવે છે. બીજાએ જણાવ્યું કે કુદરતી એની પાસેથી જ પૈસા લેવાનું મન For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ मित्ती मे सव्व भूएसु થાય છે. ત્રીજાએ પોતાનો અનુભવ પ્રગટ કર્યો કે, એની પાસેથી પૈસા લીધા હોય તો કામો સરળ બની જાય છે. ચોથાએ પોતાના આગ્રહનું કારણ એવું બતાવ્યું કે, એની પાસેથી લીલા પૈસાથી ભરેલી અટેચી બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે. એક રૂપિયો પણ આઘોપાછો થયો નથી. પાંચમાં ખાતેદારને જયારે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, “મેનેજર સા'બ ! મી. પીટર જો મારા જીવનમાં પ્રવેશ્યા ન હોત તો હું ક્યાંયનો ન રહ્યો હોત. તમારી પાસે સમય હોય તો મારી રામકહાની સંભળાવું.” મેનેજરની ઉત્સુકતા વધી ગઈ. એને લાગવા માંડ્યું હતું કે પીટર કોઈ દેવદૂત લાગે છે. એણે ગ્રીનસીગ્નલ આપ્યું. ઓ.કે. ગો ઓન....... ભીની ભીની આંખો સાથે પોતાના ભૂતકાળમાં ખોવાઈ જતા એ યુવાને કહ્યું, ““સર ! આજે તો હું સ્વર્ગમાં છું... પ્રતાપ પીટર મહાશયનો છે. પણ ભૂતકાળમાં હું ખોટા રવાડે ચડી ગયો હતો. વેશ્યાની પાછળ શરીર બરબાદ કરી રહ્યો હતો. મન સત્ત્વહીન બની ગયું હતું. મીસિસ જાણતી હતી અને મને સમજાવવાની કોશિષ પણ ઘણી કરતી હતી. પણ હું ઠર્યો પશું...વિવેકહીન જાનવર ! મારા પર સુશીલ પત્નીની સોનેરી વાતોની કોઈ અસર થતી નહોતી. પત્થર પર પાણીમને વેશ્યાના સહવાસમાં સ્વર્ગ (!) જેવા સુખ અને પ્રેમનો ભાસ થતો હતો....કોણ જાણે કેટલું ધન એ પૈસાની સગી સ્ત્રી પાછળ લૂંટાવી ચૂક્યો હતો.” - એક વાર બેંકમાંથી પૈસા ઉપાડી સીધો એની પાસે જ જવાનો હતો. અને કુદરતી મારો ચેક ક્લીયરન્સ માટે મી. પીટર પાસે આવ્યો. એની પાસેથી પૈસા મારા હાથમાં આવ્યા, અને હજુ તો હું બેન્કમાંથી બહાર નીકળું છું ને મારા મનમાં વિચાર આવ્યો કે, “ઓહ ! આજ સુધીમાં વેશ્યા પાછળ મેં કેટલું ધન વેડફી નાખ્યું ? એની ખાતર પ્રેમાળ પત્નીને પણ મેં કેટલી હેરાન કરી ? ધિક્કાર છે મને પાપીને !” ત્યાંને ત્યાં મેં સંકલ્પ કર્યો કે હવે મરી જવું કબૂલ પણ વેશ્યા પાસે જવું નહીં. હું બેન્કમાંથી સીધો ચર્ચમાં ગયો. પ્રભુનો ઉપકાર માન્યો કે, “ખરેખર ! પ્રભુ તેં કેટલો ઉપકાર કર્યો... મને સારો વિચાર આપી મારું જીવન-ધન બચાવી લીધાં' એ જ રાત્રે મને સ્વપ્ન આવ્યું અને એમાં એવું પ્રતીત થયું કે ભગવાન જાણે કે મને કહી રહ્યા છે, એ વિચાર અમે તને નથી આપ્યો, પણ પેલા કેશિયરે આપ્યો છે.” બીજે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં દિવસે બેંકમાં આવ્યો ત્યારે રિમાર્ક કર્યું કે, “એ કેશિયર પાસે જ રોજ ભીડ જામેલી રહે છે. એટલે જરૂર એની પાસે કોઈ ચમત્કાર હોવો જોઈએ. ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફનો ચમત્કાર એનો જ પ્રભાવ છે. બસ ત્યારથી મેં નિર્ણય કર્યો કે હવેથી પૈસા એની પાસેથી જ લેવા.” મેનેજરે જે છઠ્ઠા ખાતેદારને આગ્રહનું કારણ પૂછ્યું, તે એક મહિલા હતી. જીમી વર્થ એનું નામ. પોતાની ઓટો બાયોગ્રાફી જણાવતાં તે સન્નારીએ કહ્યું કે “મારા પતિનું નામ રોબર્ટ વર્થ છે. અમારા બન્નેનું જોઈન્ટ એકાઉન્ટ આ તમારી બ્રાન્ચમાં છે. બન્નેની સહીથી પૈસા ઉપાડી શકાય છે. હું જે ઓફિસમાં સર્વિસ કરું છું, ત્યાં જ સર્વિસ કરતા એક યુવાનને દિલ દઈ બેઠી. પણ અમારી મોજમજાહમાં પતિ વિન્નુરૂપ હતા. એટલે મારા પ્રેમીએ પ્રસ્તાવ મૂક્યો કે, “તારી પણ સહી તો ચાલે છે. બેંકમાંથી બધા પૈસા ઉપાડી લે. અને આપણે ક્યાંક દૂરના પ્રદેશમાં જઈને સ્થિર થઈ જઈશ, અને સુખચેનમાં જીવન વીતાવીશું.” હું એના પ્રેમમાં આંધળી બની ગઈ હતી. મને પણ એ આઈડિયા ગમી ગયો. એટલે ચેકમાં બહુ મોટી રકમ ભરી સહી કરી. કુદરતી મારો ચેક મી. પીટર જહોન પાસે ગયો. એણે પૈસા આપ્યા અને મારા મનમાં વિચારોનાં ચક્ર ગતિમાન થયાં. ‘તું આ શું કરી રહી છે એનો વિચાર કર, ઉતાવળી ન થા.” હું બેંકમાં જ એક ખુરશી પર બેસી વિચારવા લાગી. “ચર્ચમાં જઈને પ્રભુની સાક્ષીએ જેનો તે હાથ પકડ્યો છે તે તારા પતિનો તું વિશ્વાસઘાત કરી રહી છે, પણ એટલું તો વિચાર કે આ પૈસા ખલાસ થઈ ગયા પછી શું ? શાંતિથી વિચાર્યા બાદ પગલું ભર.” મેં તરત જ સ્લીપબુકમાં એ રકમ નોંધી પાછી બેંકમાં ભરી દીધી. પછી ધીમે ધીમે મેં મારા મનને સ્થિર કરી પતિને વફાદાર રહેવાનો નિર્ણય કરી લીધો. હું એક બેવફા સ્ત્રી હતી, પણ મી. પીટર પાસેથી મળેલા પૈસાએ કમાલ કરી અને મને સારો વિચાર આવ્યો. એટલે ત્યારથી હું એની પાસે જ ચેક વટાવવાનો આગ્રહ રાખું છું.” જુદી જુદી વ્યક્તિઓના આવા અનુભવોનું રહસ્ય તો મેનેજરને ન મળ્યું પણ એને થઈ ગયું કે જરૂર આ કેશિયર પાસે કોઈ મંત્રશક્તિ કે દિવ્ય સહાય હશે, નહીંતર ઘણાને આવા સુંદર અનુભવો કેમ થાય ? એટલે એક વાર રહસ્યનો પડદો હટાવવા મેનેજરે એ કેશિયરને રજાના દિવસે પોતાને ત્યાં નિમંચ્યો. ઉચિત સરભરા કરીને વાતો કરવા બેઠા. એમાં મેનેજરે ખાતેદારોના અનુભવો સંભળાવી અંતે પૂછ્યું કે, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ मित्ती मे सव्व भूएसु ‘મિ. પીટર ! મને સાચું કહો, તમારી પાસે કોઈ દિવ્ય સહાય છે ? યા તો કોઈક ચમત્કારિક મંત્ર છે ? ત્યારે એ કેશિયરે કહ્યું કે - “...જુઓ મેનેજર સાહેબ ! કોઈ દેવતા મારી સહાયમાં ઊભો નથી કે કોઈ ચમત્કારિક મંત્રનો હું જાપ કરતો નથી. પણ મારા પિતા પાદરી હતા, મા સંસ્કારી હતી. એ બન્નેનું જીવન પવિત્ર હતું. બચપણથી મને પણ મારા પિતા દેવળમાં પ્રાર્થના કરવા લઈ જતા. મારી માએ નાનપણથી મને એ ઘૂંટાવ્યું હતું કે આપણા સંપર્કમાં જે આવે એનું દિલથી ભલું ઇચ્છવું. મારી માતાની આ સોનેરી સલાહને મેં જીવનમાં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું મનમાં જ સાચા દિલથી " MAY GOD BLESS YOU" -70 “પ્રભુ તમને આશીર્વાદ આપે, તમારું ભલું કરે,” એવી ત્રણ વાર પ્રાર્થના કરું છું. એક તો એ ટોકન આપે ત્યારે, હું પૈસા ગણું ત્યારે અને એના હાથમાં પૈસા આપું ત્યારે. તમારે મંત્રજાપ માનવો હોય તો એને મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો એને દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે. પોતાના સંપર્કમાં આવનાર માટે સદ્ભાવના ભાવનાર એક કેશિયરના પણ સૌભાગ્ય, આદેય, યશ વગેરે આટલા બધા વધી જતા હોય કે જેથી બધાને પ્રતીક્ષા કરીને પણ એનો સંસર્ગ ગમે, એના હાથમાંથી પૈસા મળવા માત્રથી સદ્બુદ્ધિ જાગે, તો જગતના સર્વજીવો માટેની સદ્ભાવના ભાવનારા ત્રિભુવનનાથ શ્રી અરિહંત પરમાત્માના સૌભાગ્ય વગેરે ટોચ કક્ષાના બની જાય અને ઇન્દ્રો પણ એમની પાછળ ગાંડાઘેલા થઈને ફર્યા કરે એમાં શું નવાઈ છે ? - ' આપણે તો અહીં એ વિચારવાનું છે કે જેની સાથે આપણને શત્રુતા ઊભી થઈ છે, અને તેથી એકબીજાને મળવાની પણ તૈયારી નથી, એવી વ્યક્તિ માટે પણ જો સાચા દિલથી શુભભાવ ભાવવામાં આવે તો આપણે પણ એવું સૌભાગ્ય વગેરે ઊભું થઈ શકે છે કે જેથી એ વ્યક્તિના મનનો પલ્ટો થાય અને આપણી જોડે સારા સંબંધો જોડવા એ સ્વયં તૈયાર થાય. બાકી વૈર ક્યારેય વૈરથી દૂર થતું નથી, અરે ઉપરથી વધે છે. કહ્યું છે ને, “વૈરથી વૈર શમે નહીં જગમાં વૈરથી વૈર વધે જીવનમાં.” આગ ઓલવવી છે, પેટ્રોલ નહીં, પાણી જ છાંટવું પડે... શત્રુતા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં મીટાવવી છે, શત્રુતા નહીં, મૈત્રી જ વહાવવી પડે....માટે. • લાખ મૂલ્યવાળી ધર્મક્રિયાઓનું લાખ મૂલ્ય શું પ્રાપ્ત કરવું છે? સઘળા જીવો પ્રત્યેની મૈત્રીથી ચિત્તને વાસિત કરવું છે? ૦ પરમાત્માને દિલમાં પધરાવવા છે? • કોઈના પણ પ્રત્યે દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવી છે? બધાને દિલના દરવાજે સુસ્વાગતમ્ કહેવું છે ? તો, જેની પણ શારીરિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક વગેરે આપત્તિમાં દિલમાં ઊંડે ઊંડે પણ ખુશી ઊપજે છે તે તે વ્યક્તિઓનું એક લિસ્ટ હાલ જ તૈયાર કરી દઈએ, અને પછી રોજ તે તે વ્યક્તિને સ્મૃતિમાં લાવી એના પ્રત્યે શુભભાવો દિલમાં પેદા કરીએ, રોજ ત્રણવાર, ન બને તો એકવાર તો ખરું જ. Just try... પ્રયત્ન કરવામાં શું વાંધો છે? કટુતા રાખીને ઘણો સંકલેશ કર્યો, હવે થોડી મીઠાશ અનુભવીએ. દિલથી શુભભાવ ભાવવામાં આપણે કાંઈ નાના બાપના નથી થઈ જવાના. પણ દિલથી એ ભાવના જ થતી નથી એવી ફરિયાદ જો ઊઠતી હોય, તો આ રહ્યું એનું સમાધાન-દિલથી ન થવા છતાં પરાણે પણ કરો, ભલે ઉપરછલ્લી થાય. સાથે પરમાત્માને અંતરથી પ્રાર્થના કરો પ્રભુ ! મારા દિલમાંથી કટુતા ઓછી થાય અને એના પ્રત્યેની આ સદ્ભાવના સાચી થાય એવી કૃપા કર’ એને પણ સબુદ્ધિ મળે અને એનું પણ ભલું થાય એવું કર.” આવું વારંવાર કરવાથી પછી એ ભાવના સાહજિક થશે. જે ભાવથી જે ક્રિયા કરવામાં આવે છે તે ભાવની તે ક્રિયા વૃદ્ધિ કરે છે. जब्भावेण कया पुण किरिया तब्भाववुड्डिकरी । એવો સાચો ભાવ પેદા ન થયો હોવા છતાં એ ભાવ પેદા થાય અને પછી એ ભાવથી ક્રિયા થાય એવી અંતરની ઇચ્છાથી એ ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા જરૂર એ ભાવને પેદા કરે છે. લગભગ બધાનો આ જાતઅનુભવ છે કે, બરાબર ધોયેલા બે કપડામાં એકને ઈસ્ત્રી કરી છે, બીજાને નથી કરી, તો બેની રોનકમાં ફેર પડી જ જવાનો, ઈસ્ત્રી કરેલું વસ્ત્ર વધુ સુંદર દેખાય છે. આનું કારણ શું ? ઈસ્ત્રી નહીં કરેલા વસ્ત્રને સાબુ-પાણી વગેરે સમાન મળ્યાં હોવા છતાં અનેક સળ પડેલા રહી ગયા હોય છે. જ્યારે ઈસ્ત્રી કરેલ કપડામાંથી એ સળ-કરચલીઓ નીકળી ગઈ હોય છે. માટે એ વધુ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ मित्ती मे सव्व भूएसु શોભે છે. એમ આપણે પૂજા કરીએ છીએ. સામાયિક કરીએ છીએ. અન્ય પણ સારાં અનુષ્ઠાનો કરીએ છીએ. પણ દિલમાં જો કોઈ એકાદ વ્યક્તિ પ્રત્યે પડી ગયેલા સળ-વળ દૂર થતા નથી, તો આત્માનું સૌંદર્ય એટલું વિકસતું નથી... અપૂર્વ તેજ વિસ્તરતું નથી. અન્ય પ્રત્યેના દિલમાં પડી ગયેલા આ વળને દૂર કરવાનો આ એક સરળ અને સચોટ ઉપાય છે કે એ વ્યક્તિનું પણ વારંવાર મિત્ર તરીકે ચિંતવન કરવું. એ વ્યક્તિના હિતની વારંવાર શુભભાવના કરવી. મુઠ્ઠી વાળી રાખીને ફરનારો ક્યારેય હાથને છુટ્ટા કરી શકતો નથી. અને તેથી નથી એ કોઈને નમસ્કાર કરી શકતો કે નથી એ કોઈની સાથે શેકહેન્ડ કરી શકતો. તો એ અન્યોને મિત્ર શી રીતે બનાવી શકશે ? શી રીતે એ બનેલા મિત્રોને ટકાવી શકશે ? એમ જે વ્યક્તિ દિલમાં ગાંઠવાળીને ફરે છે એ દિલને ખુલ્લું કરી શકતો નથી. તો એ શી રીતે બીજાને દિલમાં સમાવી શકશે ? અને શી રીતે મિત્રતા જમાવી શકશે ? પોતાનામાં પાણીને પ્રવેશ ન આપનાર પિત્તળનો ઘડો પાણીને પણ ઠારતો નથી કે સ્વયં પણ ઠરતો નથી. (ઉપરથી એમાં ઠંડું પાણી નાખ્યું હોય તો એ પણ ગરમ થઈ જાય છે.) જ્યારે છિદ્રાળુ હોવાથી પોતાનામાં પાણીને પ્રવેશવા દેનાર માટીનો ઘડો પાણીને ઠારે છે અને સ્વયં પણ ઠરે છે. તમે તમારા દિલમાં શત્રુને પણ પ્રવેશ આપો, પછી જુઓ, એ પણ ઠરશે, તમે પણ ઠરશો, ક્લેશ-સંક્લેશનો તાપ દૂર થશે. આનાથી વધારે ચમત્કાર બીજો કયો હોઈ શકે ? જગતાથી બચવા માટે રચાતો-પેક્ષાઓ જણાવો અપેક્ષાઓ જેટલી વધુ ચોટલ્સ શણાવાના ચાન્સીસ દાહોદ કારણકે પત્ની-પુત્ર-મિગ-નોકર વગોટે પારોથી રાખેલી અપેક્ષાની આપના શરીર સાથે કે બાળવિ રોલ કરીને તમારા શરીરને પણી લાવે છે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી..... એક શ્રોતાને પોતાનાં મિસીસ પર એટલો બધો રાગ હતો કે વ્યાખ્યાનમાં પણ વારે વારે એની સામે રાગભરી નજરથી જોઈ લેતો. પ્રવચનકારની નજરમાં આ આવી ગયું. એટલે એને તીવ્રરાગના પાપમાંથી બચાવવા માટે વ્યાખ્યાન બાદ ‘સહુ સગાં સ્વાર્થનાં છે, સ્વાર્થ મીટ્યા બાદ બધા શત્રુ બની જાય છે. માટે સ્નેહના બંધનને કાપતાં જવું.' વગેરે સમજાવવા માંડ્યા. એટલે તરત એ શ્રોતા ઊછળી પડ્યો, ‘અરે મહારાજ ! આ શું કહો છો ? ચાર દિવસ પહેલાં તો તમે મૈત્રીભાવનામાં એમ કહેતા હતા કે બધા જીવો આપણા મિત્ર છે, કોઈ શત્રુ નથી. બધા જોડે સ્નેહપરિણામ રાખવો જોઈએ....વગેરે..... અને આજે સાવ વિપરીત કહો છો. મારી પત્નીને હું ચાહું છું...એની પ્રત્યે મને કુદરતી સ્નેહ છે. એને કાપવાનું કહો છો ?' એટલે મહાત્માએ કહ્યું, ‘જુઓ ભાગ્યશાલિન્ ! જેમ મૈત્રી વગેરે ચાર શુભભાવનાઓ ભાવવાની છે, એમ અનિત્ય વગેરે બાર શુભભાવનાઓ પણ ભાવવાની જ્ઞાનીઓએ બતાવી છે. એમાં અશરણભાવનામાં ‘આ સ્નેહી સ્વજન વગેરે પણ કોઈ શરણભૂત નથી. રોગ, મૃત્યુ કે દુર્ગતિથી કોઈ મને બચાવવાનું નથી.’ એવું ભાવવાનું છે. સંસાર ભાવનામાં સંસારમાં પ્રાપ્ત થયેલા આ સ્નેહીઓ સગાંવ્હાલાંઓ બધાં સ્વાર્થનાં સગાં છે. સ્વાર્થ છૂટ્વે શત્રુ બની જનારાં છે... ઇત્યાદિ વિચારવાનું છે. એકત્વભાવનામાં ‘હું એકલો જન્મ્યો છું... એકલો કર્મ બાંધું છું... મારે એકલાએ એ કર્મો ભોગવવાનાં છે, કોઈ એમાં ભાગ પડાવવાનું નથી, મારે એકલાએ જ રોગાદિ દુ:ખો સહવાનાં છે, એકલાએ અહીંથી પરલોકમાં જવાનું છે, ઇત્યાદિ રીતે આત્માને ભાવિત કરવાનો છે. અન્યત્વભાવનામાં ચિંતવવાનું છે કે-શરીર, ધન, કુટુંબ, પરિવાર વગેરે બધું મારા માટે પારકું છે. કોઈ જ મારું નથી, મારું હોય તો મારા જ્ઞાન વગેરે આત્મગુણો જ છે. અવધૂતયોગી શ્રી આનંદઘનજી કહે છે કે, ‘તું નહીં તેરા કોઈ નહીં તેરા ક્યા કરે મેરા મેરા......તેરા હૈ સો તેરી પાસે અવર સબ હૈ અનેરા..’ પેલા શ્રોતાએ કહ્યું કે, ‘“મહારાજ સાહેબ ! આનો અર્થ તો એ 3. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી... થયો કે તે તે વ્યક્તિઓ સાથેનો આપણો જે સંબંધ પ્રસ્થાપિત થયેલો છે તેને કાપી નાખવાનો છે. દિલમાં એક પ્રકારની લાગણી જે ઊભી થયેલી છે એને તોડી નાખવાની છે. જ્યારે મૈત્રીભાવનામાં જગતના જીવો સાથે મીઠી લાગણી જોડવાની છે. “કોઈ જ મારો શત્રુ નથી, બધા મારા મિત્રો છે.” એમ ભાવી ભાવીને, જેની સાથે શત્રુતાના કારણે સંબંધ તૂટી ગયો છે એની સાથે પણ પુનઃ સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. તો શું આમાં પરસ્પર વિરોધ નથી ?' આમાં ઉપરછલ્લો વિરોધ આપણને પણ ભાસે છે ને ? પણ સર્વજ્ઞ ભગવંતોનાં વચનોમાં પૂર્વાપર વિરોધ હોય જ નહીં એવી શ્રદ્ધા સાથે થોડો સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો “આમાં કોઈ વિરોધ નથી.” એવું તો પ્રતીત થાય જ, પણ સાથે સાથે આવી ભાવનાઓ બતાવવામાં જે એક મહત્ત્વનું રહસ્ય છુપાયેલું છે, તે પણ પ્રગટ થાય છે. તે રહસ્ય આ છે - અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી. અનાદિ કાળથી આ આતમરામ અજ્ઞાનથી ઘેરાયેલો છે, રાગદ્વેષને પરવશ બનેલો છે. અને કર્મનો નચાવ્યો નાચ્યા કરે છે. આ અજ્ઞાન વગેરેના કારણે જ મોહરાજા કે જે એનો ભયંકરમાં ભયંકર શત્રુ છે એને એ પોતાનો હિતેચ્છુ માની રહ્યો છે. અને તેથી એણે પોતાના હૃદયસિંહાસન પર મોહરાજાને અધિષ્ઠિત કર્યા છે. મોહરાજા જે કોઈ આજ્ઞા કરે એને આ જીવડો શિરસા વંદ્ય કરે છે, એનું અક્ષરશઃ પાલન કરે છે, પણ મોહરાજા વસ્તુતઃ તો આત્માનો શત્રુ જ છે. એટલે એ એને સાચી અને સારી. આજ્ઞાઓ ક્યારે ય કરતો નથી. જો એમ કરે તો તો આત્માનું હિત થવાથી આત્મા મોક્ષમાં ચાલ્યો જવાથી મોહરાજાનો પોતાનો એક ગુલામ ઓછો થઈ જાય. તેથી મોહરાજા સાચી આજ્ઞાને બદલે, મધુબિન્દુ જેવા વિષયસુખોનો ચળકાટ દેખાડીને વિપરીત અહિતકર આજ્ઞા કર્યા કરે છે. બિચારો વિષયેલાલચુ બનેલો અજ્ઞાનજીવ ! એ આજ્ઞાઓને હિતકર માનીને ઉઠાવ્યા કરે છે અને પોતાની જાતે પોતાની પાયમાલી સજર્યા કરે છે. જેમકે વિજ્ઞાનના ચળકાટમાં અંજાયેલો બિચારો અજ્ઞાન મૂર્ખ ભારતીય ! પોતાની જે સંસ્કૃતિ અને જીવનની રહેણીકરણી પર પોતે For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં હજારો વર્ષ સુધી વિશ્વમાં સમૃદ્ધિના શિખરે રહ્યો હતો તેને તિલાંજલિ દેતો જાય છે, અને અંગ્રેજોની=પશ્ચિમની એક એક સલાહને હોંશે હોંશે અપનાવતો જાય છે. પરિણામે સ્વયં એક એકથી વધે એવી પાયમાલીઓને નોંતરતો જાય છે. એને બિચારાને કોણ સમજાવે કે, “ભઈલા ! પશ્ચિમ તરફ શું જોયા કરે છે ? પૂર્વ તરફ જો. પશ્ચિમમાં જોયા કરવાથી અસ્ત જ જોવા મળે, ઉદય નહીં, તારે અભુદય જોવો છે ? તો પૂર્વ તરફ તારું મોં રાખ.” બિચારો અજ્ઞાન જીવ પણ આવો જ છે. એણે મોહરાજીની આજ્ઞાઓનું પાંચ-પચ્ચીસ વાર નહીં, લાખો-કરોડો વાર નહીં પણ અનંતવાર હોંશે હોંશે એવું પાલન કર્યું છે, કે ક્યારેય નનું ન ચ કર્યું નથી. એટલે એ આજ્ઞાઓ એના માટે જાણે કે સાહજિક બની ગઈ છે. આને જ્ઞાનીઓ “અનાદિની ચાલ' કહે છે. આ પ્રવૃત્તિઓ એટલી બધી અભ્યસ્ત થઈ ગઈ છે કે જીવડો એને સરળતાથી સહજભાવે કરી શકે છે, એમાં એને કાંઈ જ નવું કે વિચિત્ર નથી લાગતું. જયારે ખરેખર એનું હિત કરનાર પ્રવૃત્તિઓ અને નવી અને વિચિત્ર લાગે છે. એમાં એ એન્જસ્ટ જઈ શક્તો નથી. પણ બિચારો જીવ.... અજ્ઞાન છે ને ! પોતાના અનુભવો પરથી પણ આટલું જાણી શકતો નથી કે, “એક પછી એક આવી અનાદિની ચાલને હું ચાલ્યા જ કરું છું અને દુઃખોની પરંપરા પણ ઉત્તરોત્તર ચાલ્યા જ કરે છે. હું સુખની પાછળ દોડું છું, ને દુઃખ તૂટી પડ્યા વિના રહેતું નથી. તો ખરેખર ! મારી આ ચાલના કારણે જ દુ:ખોનો અનવરત પ્રવાહ ચાલે છે. પછી ભલે ને કદાચ એ ચાલ ચાલ્યો અને તરત જ દુઃખ આવ્યું એવું ના પણ બનતું હોય. અડધો-પોણો કિલો ખમણ-ઢોકળાં ઝાપટી ગયા પછી કાંઈ તરત ડબલાં ભરવાનું ચાલું થઈ જતું નથી, દસ-બાર કલાક પછી જ થાય છે. એટલે જો દુઃખોની પરંપરાનો અંત લાવવો હોય તો આ અનાદિની દરેક ચાલને તજવી જ પડશે.” જીવરામની બુદ્ધિ મિથ્યાત્વથી હણાયેલી છે. એટલે એ સ્વયં આટલું સમજી શકતો નથી, પણ જો એને કોઈ સદ્ગુરુનો યોગ લાધી જાય તો સદ્ગુરુ એને આ સમજાવે છે. એ સમજવાથી એ જિજ્ઞાસુ બને છે કે તો હવે મારે શું કરવું ? એટલે કરુણાસાગર સદ્ગુરુ એને સમજાવે છે કે “જો ભાઈ ! તું જેને તારો હિતેચ્છુ મિત્ર માને છે એ મોહરાજા For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.... ૨ ૫ ખરેખર તો તારો દુશ્મન છે. માટે સૌપ્રથમ તારા હૃદયસિંહાસન પરથી એને પદભ્રષ્ટ કર. અને વિશ્વવત્સલ પરહિતસ્વી ધર્મરાજા શ્રી અરિહંત પરમાત્માનો એ સિંહાસન પર અભિષેક કર. પછી એ તારક ભગવાન જે કાંઈ આજ્ઞા કરે તેનું પાલન કરવા કટિબદ્ધ થા.....! પણ ગુરુદેવ ! તે તે પ્રસંગે ભગવાનની શી શી આજ્ઞા છે એ મને શી રીતે ખબર પડે ? કેમકે મોહરાજાની આજ્ઞા મારે જાણવી પડતી નથી, કિન્તુ સહજ રીતે જ એ મુજબ વર્તન થઈ જાય છે. ભગવાનની આજ્ઞા માટે તો આવું નથી.” એવી જિજ્ઞાસુની મૂંઝવણ જોઈને સગુરુ સંક્ષેપમાં આ આજ્ઞા સમજાવે છે કે - “અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.” સાધના ન કરી હોવા છતાં મન-વચન-કાયાની જે પ્રવૃત્તિ સહજ રીતે થઈ જાય એ અનાદિની ચાલ છે, એ મોહરાજાની આજ્ઞા છે, એનો ત્યાગ કરવો. અને યથાસંભવ એનાથી વિપરીત આચરણ કરવું એ શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા છે, એ જ જીવનું હિત કરનાર છે, સુખશાંતિ અને સમાધિ આપનાર છે. ખા-ખા કરવું એ સહજ રીતે થાય છે અને તપશ્ચર્યા કરવી એ નવી વાત લાગે છે, એમાં મનને મારવું પડે છે. માટે ખા-ખા કરવું એ મોહની પ્રવૃત્તિ છે અને તપશ્ચર્યા એ પ્રભુની આજ્ઞા છે. - સ્વગુણો અને અન્યના દોષો સીધા દેખાયા કરે છે, જયારે સ્વદોષો અને અન્યના ગુણો સરળતાથી દેખાતા નથી. માટે સ્વગુણ અને પરદોષ જોયા કરવા એ અહિતકર વાત છે, જ્યારે સ્વદોષ અને પરગુણ જોવા એ હિતકર વાત છે. પોતાની મોટી ભૂલને પણ નાની માની “આવી ભૂલ તો થઈ જાય, માનવમાત્ર ભૂલને પાત્ર, આવી ભૂલને તો માફ કરી દેવી જોઈએ.' એવી માન્યતાઓ સહેજે દિલમાં રમતી દેખાય છે. અન્યની નાની પણ ભૂલને મોટી માનીને “આવું તે કેમ ચલાવી લેવાય ? આની સજા કરવી જ જોઈએ, એ વગર ભૂલ સુધરે જ નહીં' એવા ભાવો દિલમાં સહજ રીતે સ્થાન લેવા માંડે છે. આનાથી વિપરીત ભાવો ઊભા કરવા માટે ઘણી કઠિનતા અનુભવવી પડે છે. માટે નિર્ણય થઈ શકે છે કે આ ભાવો જીવને સંક્લેશ વગેરે કરાવનારા છે જ્યારે એનાથી વિપરીત ભાવો જીવને સમાધિમાં લઈ જનારા છે.' For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં આવું સર્વત્ર બાબતોમાં સમાન છે, માટે જ્ઞાનીઓ કહે છે કે“અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.' હવે પ્રસ્તુતમાં વિચારીએ.... સ્વજનો પ્રત્યે મમત્વનો ભાવ સહજ રીતે એવો જોરદાર થતો હોય છે, કે જેના કારણે જીવ અનેક પ્રકારનાં પાપો આચરવા પણ તૈયાર થઈ જાય છે. આની સામે જે જીવ અંગે વ્યક્તિને શંકામાત્ર પડી જાય છે કે, એ મને હેરાન કરવાની પેરવીમાં છે તો એના પ્રત્યે શત્રુતાનો ભાવ પેદા થવા માંડે છે, જે ધીમે ધીમે એવો કટ્ટર બનવા માંડે છે કે પછી એને હેરાન કરવા માટે ગમે તેવું અકાર્ય કરવા એ તત્પર બની જાય છે. આ બન્ને વાતો જાણે કે કુદરતી રીતે જ થઈ જતી હોય એવું દરેકને અનુભવસિદ્ધ છે. માટે આ બન્ને મોટાજ્ઞા છે, અને જીવનું અહિત કરનાર છે. તેથી એ બન્ને ત્યાજય છે. એ બેમાંથી પ્રથમની અનાદિની ચાલના ત્યાગ માટે અનિત્ય, અશરણ વગેરે ભાવનાઓ છે. જે વૈરાગ્યભાવને ઊભો કરે છે. જ્યારે બીજી અનાદિની ચાલના ત્યાગ માટે મૈત્રી વગેરે ભાવનાઓ છે, જે વાત્સલ્યભાવને ઊભો કરે છે. આત્મા એ એક રથ છે, જેને મોક્ષના લક્ષ્ય સાથે સાધનાપથ પર ગમન કરવાનું છે. વિજ્ઞાને ઘણીઘણી શોધો કરી. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, સીક્સ વ્હીલર વાહનો શોધાયાં છે. પણ એવું કોઈ વાહન જોવા નથી મળતું જે એક પૈડાવાળું હોય ! આત્મરથને પણ સાધનામાર્ગ પર ગતિ કરવા માટે બે ચક્રો આવશ્યક છે. વૈરાગ્યભાવ અને વાત્સલ્યભાવ આ બે ચક્રો જેવા છે. આમાંનું એક પણ અવિદ્યમાન હોય તો રથ આગળ ચાલી શક્તો નથી. એટલે અનિત્યાદિ ભાવનાઓ પણ ભાવવી આવશ્યક છે અને મૈત્યાદિ ભાવનાઓ ભાવવી. પણ આવશ્યક છે. માટે એક બાજુ પત્ની વગેરે પરનો રાગ ઘટાડવા અનિત્યાદિ ભાવનાઓનો ઉપદેશ આપવો અને બીજી બાજુ શત્રુતા વગેરે ઘટાડવા મૈત્રી વગર ભાવનાઓનો ઉપદેશ આપવો એમાં કોઈ વિરોધનું કારણ નથી. તેથી જ ગ્રન્થકારો પ્રોડરું પત્નિ ને શ્રો........ ઈત્યાદિ..કહીને જ અટકી નથી ગયા, સર્વે તે પ્રિયવસ્થિવા: ઇત્યાદિ પણ કહ્યું છે. જે દવાથી રોગ મટીને આરોગ્યની પ્રાપ્તિ થાય તે દવા લેવાની વૈદ સલાહ આપે. શરદી થઈ હોય તો સુંઠ ફાકવાનું કહે, પછી ભલે ને એ ગરમ હોય. ગરમી થઈ હોય, તો ગુલકંદ ખાવાનું કહે, પછી For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ 9. અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી... ભલે ને એ ઠંડું હોય. આમાં જેમ વિરોધ નથી... એમ જે એન્ગલથી વિચારવામાં આત્માનો રોગ નાબૂદ થઈ આરોગ્યની પ્રાપ્તિ થતી હોય, તે એન્ગલથી વિચારવાનું જ્ઞાનીઓ કહે છે. પત્ની વગેરે પરની રાગદૃષ્ટિ અને શત્રુ પરની દ્રષદષ્ટિ એ રોગ પેદા કરનાર એન્ગલ છે. એને નાબૂદ કરવા માટે એનાથી વિપરીત એન્ગલો-ભાવનાઓ છે. પ્રશ્ન : સાહજિક રીતે જે દૃષ્ટિકોણથી જોવાય છે એ બધા શું રોગરૂપ જ હોય છે ? ખરાબ જ હોય છે ? કે જેથી એને છોડવા જ પડે ? ઉત્તર : હા, જેને ઉત્પન્ન કરવા માટે કોઈ વિશેષ પ્રયાસ કરવો ન પડે, પણ સાહજિક રીતે જ જે પેદા થઈ જાય, પેદા થઈ ગયા પછી પણ જે સહજ ભાવે જ, માત્ર ટકી જ ના રહે, પણ વિપરીત પરિસ્થિતિ ઊભી ન થાય તો વધતો જ રહે, એ ઉકરડો જ હોઈ શકે, બગીચો નહીં. બગીચો-તો ઉત્પન્ન થવા માટે ઘણા પ્રયાસોની અપેક્ષા રાખે છે. એ માટે જમીનને સમલેવલ કરવી પડે, ખેડવી પડે, બીજારોપણ કરવું પડે, યથાયોગ્ય ખાતર નાખવું પડે, પાણી પાવું પડે. ગાર્ડનિંગ સાયન્સને અનુસરીને કેટકેટલીય કાળજી કરવામાં આવે ત્યારે બગીચો ઊભો થાય અને એ ઊભો થયા પછી પણ છોડવાની આજુબાજુ કચરો ભેગો ન થાય, ઘાસ વધી ન જાય, ખરેલાં પાંદડાં વગેરે જમા ન થાય, થયાં હોય તો વીણી વીણીને દૂર કરવાં. આ બધી કાળજી રાખવી પડે છે. તો જ બગીચો બગીચા રૂપે ટકી શકે અને વૃદ્ધિ પામી શકે. આ કાળજી રાખવામાં ન આવે તો, એ બગીચા રૂપે તો ન રહે, પણ ધીમે ધીમે ઉકરડો જ બની જાય.. સારાંશ, જે સહજભાવે પેદા થાય, ટકે, વધે એ ઉકરડો જ હોય, બગીચો નહિ. . અથવા. પાણીની જે ગતિ બાહ્ય કોઈપણ પ્રયત્ન વિના થતી હોય તે અધોગતિ હોય, ઊર્ધ્વગતિ નહીં. ઊર્ધ્વગતિ માટે તો પંપ વગેરે મૂકીને વિશેષ પ્રયાસ આવશ્યક હોય છે. એ રીતે જે એંગલ કોઈપણ જાતની સાધના વિના સહજ રૂપે સ્વીકારાય છે તે ઉકરડો જ હોય છે. બગીચો નહીં. એ દુર્ગધ જ ફેલાવી શકે, સુગંધ નહીં. એ એંગલ આત્મજળને અધોગતિ કરાવે, ઊર્ધ્વગતિ નહીં. માટે એ ખરાબ હોય છે, છોડવા જ પડે. માટે જ એ મોહરાજાની આજ્ઞારૂપ હોય છે. મોહરાજાનો મુખ્ય For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ હંસા! તું ઝીલ મૈત્રીસરોવરમાં અંશ કે જે “મિથ્યાત્વ' કહેવાય છે, તેના નામનો વિચાર કરવામાં આવે તો જણાય છે કે એના પ્રભાવે જે થતું હોય તે બધું મિથ્યા=અસત્ય જ હોય. કાશ ! અનાદિની ચાલ એકાદ પણ સમ્યક્ હોત – હિતાવહ હોત ! પણ ન ભૂતો ન ભવિષ્યતિ વાળી આ વાત છે. જો એમાં હિતકારિતા હોત તો એ ભગવાનની આજ્ઞારૂપ જ હોવાથી એવું માનવું પડે કે ભગવાન પણ અનાદિકાલથી સિંહાસન પર અધિષ્ઠિત છે જ. ને એમ જો હોય તો ન જીવનો સંસાર ટકે કે ન દુઃખોની અનવરત પરંપરા ચાલુ રહેપણ એ ચાલું તો છે જ. માટે જણાય છે કે ભગવાન હૃદયમાં બિરાજમાન નથી. અને તેથી અંદરથી ઊઠતી કોઈપણ અનાદિની ચાલ મોહાજ્ઞા જ હોવાથી ખરાબ જ છે, ત્યાજ્ય જ છે. અહીં એવો પ્રશ્ન ઊઠવો અસ્થાને નથી કે પત્ની વગેરે અંગે આ સહુ સગાં સ્વાર્થનાં સગાં છે...' ઇત્યાદિ ભાવના વારંવાર ભાવવામાં આવે તો પત્ની વગેરે શત્રુરૂપે દેખાવા નહીં માંડે ? અને તો પછી સર્વજીવોને મિત્ર માનવાની મૈત્રીભાવના છૂમંતર નહીં થઈ જાય ? પણ આવા પ્રશ્નનોય લાજવાબ જવાબ છે. જે સ્ટીલ રૉડ ડાબી બાજુ કંઈક વળી ગયો છે એને સીધો કરવો જ અભિપ્રેત હોય તો એને જમણી બાજુ વાળવામાં આવે છે. એ સીધો થાય એટલું જ જોર કરી એટલો જ એને વાળવામાં આવે એવું નથી, જમણી બાજુ એ વળેલો રહે એવું ઇષ્ટ ન હોવા છતાં એને કંઈક જમણી તરફ વળે એટલું જોર કરીને વાળવામાં આવે છે. ડાબી તરફ વળેલો રહેવાથી ડાબી તરફ ઢળતા રહેવાના જે સંસ્કારો એમાં ઊભા થાય છે, તે હવે એને જમણી તરફ વળેલો રાખવાથી જમણી તરફ ઢળવાના જે સંસ્કારો , ઊભા થાય છે તેનાથી ન્યુટ્રલ થઈ જાય છે. તેથી પછી એ સળિયો સીધો રહી શકે છે. આવું જ પ્રસ્તુતમાં છે. સઘળા જીવો પ્રત્યેની મૈત્રી અભિપ્રેત છે. પણ આ જીવડો કેટલાક જીવો પ્રત્યે રાગ તરફ ઢળેલો છે, કેટલાક જીવો પ્રત્યે દ્વેષ તરફ વળેલો છે. આ બન્નેને નાબૂદ કરવાના છે. એટલે જેના પ્રત્યે રાગ ઊભો થયો છે, તેના પ્રત્યે કંઈક ષ ઊભો થતો દેખાય એવા પ્રયાસ રૂપે અનિત્ય વગેરે વૈરાગ્યની ભાવનાઓ ભાવવાની છે. જેના પ્રત્યે દ્વેષનું વલણ ઊભું થયું છે તેઓ પ્રત્યે સ્નેહ ઊભો થતો દેખાય એવા પ્રયાસરૂપે મૈત્રી ભાવના છે. આમ થવાથી રાગ-દ્વેષના સંસ્કારો પરસ્પર ન્યુટ્રલ થઈ જાય છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.. ૨૯ અથવા એક બાજુ રાગપરિણામ છે, બીજી બાજુ દ્વેષનો પરિણામ છે. મધ્યમાં વીતરાગતા છે. ઘડિયાળનું લોલક જ્યાં સુધી ડાબી-જમણી બાજુ હાલ્યા કરે છે, ત્યાં સુધી ઘડિયાળમાં નાનામોટા કાંટાનું ભ્રમણ ચાલુ રહે છે. અને લોક ડાબે-જમણે જવાનું બંધ કરી મધ્યમાં સ્થિર થઈ જાય છે, તો કાંટાનું ભ્રમણ બંધ થઈ જાય છે. એમ જ્યાં સુધી મન રાગ-દ્વેષની વચ્ચે ઝોલાં ખાયા કરે છે, ત્યાં સુધી જીવનું સંસારમાં પરિભ્રમણ ચાલુ રહે છે. જ્યારે એ રાગદ્વેષ તરફ જતું અટકી મધ્યમાં સ્થિર થઈ જાય છે ત્યારથી જીવનું ભ્રમણ અટકી જાય છે. પરસ્પર વિપરીત જણાતી આ ભાવનાઓ આ મધ્યસ્થતાની પ્રાપ્તિ માટે છે. - રાગ અને મૈત્રીમાં શું ફેર છે ? સ્થલદષ્ટિએ કહીએ તો જે આકર્ષણ સ્વાર્થઘટિત છે તે રાગ છે, અને જે આકર્ષણ સ્વાર્થઘટિત નથી તે મૈત્રી છે. પૌદ્ગલિક લાભપદ્ગલિક સુખ મેળવવાની ઇચ્છા એ અહીં સ્વાર્થ છે. તાત્પર્ય એ છે કે એક જીવનું અન્ય કોઈપણ જીવ પ્રત્યેનું આકર્ષણ જો મુખ્યતયા એ જીવના રૂપ-સ્વર-ધન-સ્થાન-પ્રતિષ્ઠા વગેરે કારણે હોય તો તે રાગ છે, કારણકે આ રૂપ વગેરે પુગલના ગુણો હોવાથી અન્યજીવ પ્રત્યેનું એ આકર્ષણ વાસ્તવમાં જીવની પ્રધાનતાના કારણે થયેલું આકર્ષણ નથી, પણ પુદ્ગલની પ્રધાનતાના કારણે થયેલું આકર્ષણ છે. એટલે જ પુદ્ગલ પરિવર્તનશીલ હોવાથી જ્યારે એ મનપસંદ રૂપ-સ્વર વગેરે ચાલ્યા જાય છે ત્યારે સાથે સાથે એ જીવ પરનું આકર્ષણ પણ ચાલ્યું જાય છે. જે આકર્ષણમાં તે અન્ય જીવના રૂપ વગેરેએ મુખ્ય ભાગ ભજવ્યો | હોતો નથી, એ આકર્ષણ મૈત્રી છે. આ આકર્ષણમાં કાં તો વ્યક્તપણે એ અન્ય વ્યક્તિના ક્ષમા, નમ્રતા, સંયમ વગેરે આત્મગુણો ભાગ ભજવતા હોય છે ને કાં તો સીધું એ જીવદ્રવ્ય પરનું આકર્ષણ હોય છે. પણ આમાં વ્યક્તિના પૌદ્ગલિક વ્યક્તિત્વની મુખ્યતા હોતી નથી, એટલે જ્યારે એ વ્યક્તિના પૌગલિક વ્યક્તિત્વમાં ધરખમ ફેરફાર થઈ જાય ત્યારે પણ એના પ્રત્યેનું આ આકર્ષણ હટતું નથી. વર્ષો પહેલાંની આ વાત છે કે જ્યારે આજના જેવી વિમાની સેવા ઉપલબ્ધ નહોતી. એક ખોજા કુટુંબ કે જે વ્યવસાય અર્થે આફ્રિકામાં સ્થિર થયેલું, તે પોતાની જન્મભૂમિમાં જવા માટે સ્ટીમર દ્વારા મુંબઈ આવ્યું. મુંબઈમાં પોતાના એક પરિચિત યજમાનને ત્યાં ૩-૪ દિવસ | Sાવા, For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં રોકાઈ પછી દેશમાં જવાનું હતું. આજે દુનિયાના દેશો નજીક આવ્યા છે (તેથી ફ દઈને વારેવારે પ્રવાસ થાય છે.) જ્યારે માણસોનાં દિલ દૂર થઈ ગયાં છે. એ જમાનામાં દેશોનું અંતર ઘણું હતું. પણ માનવોના અંતરનું અંતર ઓછું હતું. તેથી નજીકના સ્વજન નહીં, છતાં યજમાને આગ્રહથી ૭ દિવસ રોકી સારી સરભરા કરી. મુંબઈનાં વિવિધ સ્થળોએ ફરવા જવાનો ભેગો કાર્યક્રમ ગોઠવ્યો. એમાં એક દિવસ ૫-૬ કલાકનો પ્રોગ્રામ હતો, ત્યારે યજમાનની યુવાન કન્યાને શરીરે સ્વસ્થતા ન હોવાથી એ, એ પ્રોગ્રામમાં સામેલ ન થઈ. કુદરતી એ જ દિવસે મહેમાન કુટુંબના યુવાનને પણ જરાક તાવ જેવું આવી ગયેલું. એટલે એણે પણ બહાર જવાનું માંડી વાળ્યું. શેષ બન્ને કુટુંબો પોતાના પ્રોગ્રામ માટે નીકળી ગયાં. એ મહેમાન યુવક દિવાનખાનાના કોચ પર પડ્યો પડ્યો કોક પુસ્તક વાંચી રહ્યો હતો. યજમાન યુવતી અંદરના રૂમમાં હતી. એકદોઢ કલાક માંડ થયો હશે. એ યુવતી એકાંતથી કંટાળી ગઈ. એ રૂપવતી કન્યા બહારના રૂમમાં આવી. યુવક પલંગમાં સફાળો બેઠો થઈ ગયો. એ યુવતી પણ કોચના બીજા છેડે બેસી ગઈ. પણ યુવક તો પાછો પુસ્તક વાંચવામાં મશગુલ થઈ ગયો. દસેક મિનીટ થવા છતાં જ્યારે એ કાંઈ ન બોલ્યો ત્યારે કન્યાએ પૂછયું, “તમને કંટાળો નથી આવતો ?” “ના.” પણ હું તો કંટાળી ગઈ છું, ચાલો ને આપણે થોડી વાતો કરી સમય પસાર કરીએ.” મારો સમય આ પુસ્તકથી પસાર થઈ રહ્યો છે.” પાછી નિરવ શાંતિ ફેલાઈ. “પણ મારી સાથે થોડી વાતો કરો ને ! તો મારો પણ સમય પસાર થાય. મારાથી આ એકલતા સહેવાતી નથી.” ના, બહેન, તમે યુવાન છો, હું યુવાન છું, આપણા માટે એ યોગ્ય ન કહેવાય.” “પણ થોડી હસીખીલીને વાતો કરીએ એમાં શું બગડી જવાનું છે ?” જુઓ બહેન ! જ્યારે તમારા માતા-પિતા વગેરે મારા પર ભરોસો મૂકીને ગયા હોય કે અમારી કોઈ ચીજ સાથે અયોગ્ય વર્તાવ નહીં For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.. કરે, ત્યારે મારે તમારી સાથે હસીખીલીને વાતો કરવી એ કેટલી યોગ્ય ગણાય ?' યુવક તો પાછો વાંચવામાં લીન થઈ ગયો. એ કન્યા તો એને નીરખી જ રહી. એકાંત વાતાવરણ, સામે રૂપાળી યુવતી, છતા કોઈ જ ઉત્કંઠા નહીં, નખરા નહીં કે કટાક્ષ નહીં- કન્યા સામેથી વાતો કરવાની માગણી કરે છે તો પણ કોઈ જ ગલીપચી નહીં. એના ઇન્દ્રિયો પરના અને મન પરના કાબૂ પર કન્યા ઓવારી ગઈ. એના સંયમ પ્રત્યે કન્યાને બેહદ માન ઊપજયું. “વાહ રે સત્ત્વશીલ વાહ !” એનું મન રહી રહીને પોકારવા લાગ્યું....આ ભૂમિતલનો આ ઈન્સાન નથી...આ તો સાક્ષાત્ દેવાત્મા છે.આનું શરીર કોઈ જુદી જ માટીનું બનેલું છે......” એ વધુ આવર્જિત થઈ, એ વધુ આકર્ષિત થઈ. એણે મનોમન નક્કી કરી લીધું કે પરણવું તો આ ગુણિયલને જ. એટલે એ ઊઠીને સીધી એની બાજુમાં બેસી ગઈ. તેમજ એનો હાથ પકડી લીધો. | ‘અરે ! આ શું કરી રહ્યાં છો ? આનાથી તો તમારે તમારા પિતાજી કહે એ પુરુષનો હાથ પકડવાનો છે, મારો હાથ ન પકડાય.” કન્યાના દુઃસાહસથી યુવક ગભરાઈ ગયો...એ પોતાનો હાથ છોડાવવા ખેંચવા લાગ્યો..કન્યાએ કહ્યું, “જી હા ! તમે કહ્યું તે જ હું કરી રહી છું. મેં તમારો હાથ પકડ્યો છે તે સમજીને જ પકડ્યો છે. મારો નિર્ણય છે કે પકડીશ તો આ હાથને જ, અન્ય હાથને નહીં.” કન્યાએ પોતાનો અફર નિર્ણય જણાવવા છતાં યુવકના મનમાં કંઈક અડપલું કરી લેવાની કે એવી બીજી કોઈ જ વૃત્તિ ન જાગી ત્યારે કન્યાને થયેલા ગુણાનુરાગમાં ઓર વધારો જ થયો. સાત દિવસ બાદ એ કુટુંબ તો દેશમાં રવાના થઈ ગયું. પણ પછી જ્યારે કન્યાની શાદી માટે વાત ચાલવા માંડી, એટલે એ કન્યાએ પોતાનો અફર નિર્ણય પિતાને જણાવી દીધો. પિતાએ કહ્યું, “તને આના કરતાંય વધુ રૂપાળો અને શ્રીમંત યુવક મળી શકશે, તું શા માટે આવા મધ્યમવર્ગીને ત્યાં જાય ?' પણ કન્યાનો નિર્ણય નિશ્ચલ હતો, એને મન રૂપ અને ધન કરતાં ગુણની ગરિમા અધિક હતી. એટલે એના પિતાએ એ પ્રમાણે એ યુવકના પિતાને કાગળ લખ્યો. પણ ત્યાંથી જવાબ આવ્યો કે યુવકને પોતાને ટી.બી. લાગુ પડ્યો છે, એટલે તમારી કન્યાનું જીવન બગાડવાનો એનો વિચાર નથી. અન્ય યુવક સાથે પરણીને એ સુખી જીવન જીવે એમાં જ એ ખુશ છે.” આવા જવાબ પર કન્યાનું For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર : હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં આકર્ષણ ઓર વધ્યું. એના પિતાએ નિર્ણય બદલવા એને ઘણી સમજાવી. પણ કન્યાએ યુવકને આપેલું વચન પત્થરમાં કોતરાયેલા શિલાલેખ જેવું હતું. “હું એ ગુણનિધિને જ પરણીશ, સારામાં સારી સરભરા કરીને એમને નિરોગી બનાવીશ, અને સુખી થઈશ.” આખરે એ યુવક સાથે જ શાદી થઈ. છએક મહિનાના અલ્પકાળમાં જ ટી.બી.એ યુવકનો ભોગ લઈ લીધો. પિતાએ ઉપાલંભ જેવા બે શબ્દો જ્યારે કહ્યા, ત્યારે એ યુવતીનો આ જવાબ હતો કે, “મારે એમના માટીના દેહનો પરિચય નહોતો કેળવવો, કિન્તુ ગુણમય દેહનો પરિચય કેળવવો હતો. અને એ તો આ છ મહિનામાં ઘણી જ સારી રીતે થઈ ગયો છે. ગુણરૂપી દેહે તો તેઓ હજુ મારી પાસે જ છે. પિતાજી, તમે મારી કોઈ ચિંતા ન કરો, કે દુઃખી ન થાઓ, હું હવે નિરંતર એમના ગુણોનું સ્મરણ કરી એમનો સંપર્ક સાધી સુખી થતી રહીશ અને સમાજસેવાનાં કાર્યો કરીશ.' આ આકર્ષણમાં પૌગલિક ઇચ્છાઓનું જોર જણાતું નથી, એ સ્વાર્થઘટિત નથી, એ રાગ નથી, આ તો છે જીવના ગુણો પ્રત્યેનું આકર્ષણ....આ છે જીવવિશેષ પ્રત્યેનો નિર્ભેળ પ્રેમ. હા, મૈત્રી તો સર્વ જીવો પ્રત્યે કેળવવાની છે. પણ કોઈ એક જીવ પ્રત્યે પણ કેળવાયેલો આવો પ્રેમ પ્રાથમિક ભૂમિકામાં બાધક નથી, હેય નથી, બલ્ક ઉપાદેય છે, એવું મને લાગે છે. જેમાં મુખ્યતયા પૌગલિક આકર્ષણ છે નહીં એવો કોઈ જીવ સાથે બંધાયેલો સંબંધ કદાચ જો ભવાંતરમાં આગળ વધે, તોપણ એ બાધક બનતો નથી*, કિન્તુ બન્નેને સાધનામાર્ગમાં આગળ વધારી પ્રગતિ કરાવનારો બને છે એવું લગભગ દરેક શાસ્ત્રીય દૃષ્ટાન્તોમાં જોવા મળે છે. જોઈ લ્યોઃ શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રેયાંસકુમાર, શ્રી નેમિનાથ ભગવાન અને રાજીમતી, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. કોઈ શાસ્ત્રીય દૃષ્ટાન્ત એવું જોવા મળ્યું નથી જેમાં બે જીવોનો ભવપરંપરામાં આગળ ચાલેલો સ્નેહસંબંધ એ બન્નેને સંસારમાં ભટકાવનાર અને દુર્ગતિઓમાં ફુલાવનાર બન્યો હોય. એનું કારણ સ્પષ્ટ જ છે કે જે સંબંધ પૌગલિક સ્વાર્થઘટિત હોય છે એ તકલાદી હોય છે, એ વાસ્તવિક હોતો નથી, કે દઢ હોતો નથી. એટલે એ ભવાંતરમાં સાથે ચાલતો નથી. ભૌતિક ઉન્નતિઓ તડકા-છાંયાની * હા એ ઉપલી ભૂમિકામાં બાધક બને ખરો. જેમ કે શ્રી ગૌતમસ્વામીને પ્રભુ વીર પરનું આકર્ષણ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક બન્યું. આવું મને લાગે છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી... જેમ જોતજોતામાં જ પડખું ફેરવી લે છે. કદાચ જિંદગીભર ટકી રહે તો પણ શું? યમરાજા ક્યાં છોડવાના છે ? એને એની ભૌતિક ઉન્નતિથી એક ઝાટકે એ ભ્રષ્ટ કરી નાખે છે. એટલે ભૌતિક ઉન્નતિના આકર્ષણથી જામેલો સંબંધ આગળ શી રીતે ચાલે ? જે ભવાંતરમાં આગળ ચાલે છે, એમાં પૌદ્ગલિક સ્વાર્થને કોઈ સ્થાન હોતું નથી. એટલેસ્તો તરંગવતી બનેલી ચક્રવાકીએ સંકલ્પ કરી લીધો કે પૂર્વભવનો પ્રિયતમ ચક્રવાક પતિ તરીકે મળે તો જ પરણવું, અન્યથા નહીં. “પોતે તો અપ્સરાસદશ રૂપવાળી છે, એ ચક્રવાક કદાચ કદરૂપશિરોમણિ હશે તો ? પોતે તો શ્રીમંત પિતાની ભાગ્યશાળી પુત્રી છે, એ કોઈ દરિદ્રનારાયણનો નિર્ભાગ્યશેખર પુત્ર હશે તો ?' ક્યાં સોનું ને ક્યાં લોઢું ? ક્યાં હીરો ને ક્યાં પત્થર ? પણ ના, આવો કોઈ જ વિચાર તરંગવતીને આ સંકલ્પ કરતાં અટકાવી શક્યો નહીં. આવો પ્રેમ હોવા છતાં તરંગવતીનો જીવ રખડ્યો નથી, એ એક હકીકત છે. જ્યારે સ્વકીય ધન વગેરે પરની મૂર્છાને પરલોકમાં ભેગી લઈ જનારા જીવો દુર્ગતિમાં અથડાયા છે એવાં ઢગલાબંધ દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં નોંધાયાં છે. માટે એમ લાગે છે કે પ્રાથમિક ભૂમિકામાં પૌગલિક આકર્ષણ વગરનો વ્યક્તિગત જીવપ્રેમ પણ આત્મસાધનામાં બાધક નહીં, પણ સહાયક બને છે. એટલે જ મને એવું પણ લાગે છે કે અભવ્યોનું કે અચરમાવર્તવર્તી જીવોનું અન્ય જીવો પર જે આકર્ષણ જ્યારે ક્યારે પણ જામ્યું હોય તે બધું પુદ્ગલના આકર્ષણની પ્રધાનતાવાળું જ હોય, પુદ્ગલના આકર્ષણ વિનાનો શુદ્ધ જીવપ્રેમ કે જીવના ગુણોનો સાચો આનંદ તેઓને ક્યારેય થાય નહીં. શાસ્ત્રમાં તેઓને પુદ્ગલાનંદી જે કહ્યા છે તે પણ આ કારણે જ હશે ને ! અનાદિકાળનો આપણો અભ્યાસ એવો થઈ ગયો છે કે સ્વજનો સાથેના સંબંધમાં પૌગલિક સ્વાર્થ ભળે નહીં એવું આપણે માટે લગભગ શક્ય નથી. વળી આ મોહરાજા એવો મુત્સદી છે અને આપણું મન એવું લખ્યું છે કે જેથી પૌદ્ગલિક સ્વાર્થ અંદર ભળેલો હોવા છતાં આપણને એવું માનવા પ્રેરે એ શક્ય છે કે “ના, બાબા ! આમાં મારો કોઈ પૌદ્ગલિક સ્વાર્થ ભળેલો નથી. મારો આ પ્રેમ તો શુદ્ધ જીવપ્રેમ છે.” અને પછી શુદ્ધ પ્રેમના મિથ્યા અભિયાનમાં રાચતા જીવને મુત્સદી મોહરાજા પુનઃ પોતાને પરવશ બનાવી દે છે. એટલે “મને તો સ્વજનો પ્રત્યે શુદ્ધ પ્રેમ છે.' એવો ચાળો તો કરવા જેવો નથી કે એ હિતાવહ તો નથી, પણ ઉપરથી “આ બધા સ્વાર્થના જ સગા For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં છે....' ઇત્યાદિ ભાવનાઓથી ભાવિત બની મમતાનાં બંધનો તોડતાં રહેવું એ જ હિતાવહ છે. સામાન્યથી તો સ્વજનો પરનો પ્રેમ પણ કેટલો બધો સ્વાર્થઘટિત હોય છે ? એક મહિલાનાં મૅરેજ થયા બાદ ત્રણેક મહિને એની સખી મળી. મહિલાના કપાલમાં પૂનમના ચાંદ જેવું મોટું સૌભાગ્યતિલક જોઈ એ સખી બોલી... “ઓહો આટલો મોટો ચાંદલો !” “આવા રૂડારૂપાળા પતિ મળ્યા છે પછી આવો ચાંલ્લો શા માટે ન હોય ?” મહિલાએ ગૌરવભેર જવાબ આપ્યો, બેએક મહિના બાદ પુનઃ એ સખીનો જ્યારે ભેટો થયો, ત્યારે એણે માર્ક કર્યું કે ચાંલ્લો નાનો થઈ ગયો હતો. કેમ, હવે ચાંલ્લો નાનો થઈ ગયો ?” એનાથી સહસા પૂછાઈ ગયું. “શું કરું ? બધા મોજશોખ બંધ પડી ગયા છે. એ બીમાર રહ્યા કરે છે, એમની સરભરામાંથી જ ઊંચી નથી આવતી.” દુઃખપૂર્ણ સ્વરે જવાબ મળ્યો. મહિના બાદ જ્યારે પુનર્મિલન થયું, ત્યારે જોવા મળ્યું કે ચાંલ્લો ભૂંસાઈ ગયો છે, જવાબ મળી ગયો, “એ ગયા.” ચાર મહિના બાદની મુલાકાતમાં સખીની નજરે ફરીથી પૂનમીયા ચાંદ જેવો ચમકતો ચાંલ્લો ચડ્યો. એ તો કાંઈ ન પૂછી શકી, પણ સામેથી નફફટાઈથી જવાબ મળી ગયો. “અલી ! મારા કપાળ સામે શું વારે વારે જોયા કરે છે. હવે બીજા કરી લીધા છે.” હા, આપણા સંબંધો લગભગ આવા છે. મોજમજાહ અને સ્વાર્થ વધવા સાથે એ વધે છે. અને એ ઘટવા સાથે સંબંધ પણ ઘટતો જાય છે. માટે વૈરાગ્યની ભાવનાઓથી આત્માને વારંવાર ભાવિત કરવો એ પણ એટલો જ આવશ્યક છે. તાત્પર્ય એવું લાગે છે કે ક્ષમાદિગુણોની અને જીવદ્રવ્યની મુખ્યતાવાળું આકર્ષણ કે જે વાત્સલ્ય છે, પ્રેમ-મૈત્રી છે, એ જીવો પ્રત્યેના અનાદિકાલીન સાહજિક રીતે પ્રવર્તેલા ષસંસ્કારોને તોડનારું હોવાથી હિતાવહ છે. જડપુગલો પ્રત્યેનું અને તેના રૂપ વગેરે ગુણોની મુખ્યતાવાળું જીવો પ્રત્યેનું અનાદિકાળથી જે સાહજિક આકર્ષણ રહ્યા કરે છે કે જે “રાગ” છે તેને તોડનાર હોવાથી વૈરાગ્યની ભાવનાઓ હિતાવહ બને છે. અમ પરસ્પર વિપરીત જેવી ભાસતી મૈત્રી વગેરે ભાવનાઓ અને વૈરાગ્યની ભાવનાઓ વાસ્તવિક રીતે વિપરીત નથી, કેમકે એકનો વિષય જીવો-જીવગુણો છે, અને બીજીનો વિષય પુદ્ગલ-પુદ્ગલગુણો છે. તેથી એ બન્ને સમાન રીતે આવશ્યક છે, તેમજ આ રહસ્યનું સૂચન કરનાર છે કે “અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.” For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ | 4. સર્વે તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ.... . એક નગરમાં રામલીલા ભજવાઈ રહી હતી. એને ભજવનારા કલાકારો અભિનયમાં એટલા બધા કુશળ હતા કે જોનારને આબેહૂબ રામ અને રાવણ જ લાગી જાય. રામલીલા પૂર્ણ થયા બાદ ફરતાં ફરતાં બે મિત્રો સ્ટેજની પાછળ જઈ પહોંચ્યા. જે બે જણા સ્ટેજ પર રામ-રાવણ બની ખૂંખાર યુદ્ધ કરી રહ્યા હતા તે બે જણાને સાથે બેસીને ચા-નાસ્તો કરી રહેલા અને ગપ્પાં હાંકી રહેલા જોઈને એક મિત્ર બોલી ઊડ્યો, “આ તે કેવું આશ્ચર્ય ! હમણાં તો આ બે જણા પરસ્પર ભયંકર શત્રુ ન હોય તેમ એકબીજાને મારી નાખવાનો પ્રયાસ કરતા હતા અને હવે સાથે બેસીને હસીખીલીને વાતો કરે છે. તો આ બે ખરેખર શત્રુ છે કે મિત્ર ?” “તું ય કેવો બુદ્ધ છે યાર ! આટલુંય સમજી શકતો નથી, એ બેનો પરસ્પર શત્રુતાનો જે વ્યવહાર જોવા મળ્યો તે તો વચલા ૩ કલાક પૂરતો, બાકી આગળપાછળના ૨૧ કલાક તો એ બન્નેનો મિત્રતાનો વ્યવહાર જ છે. ૨૧ કલાક તો એ બન્ને સાથે જ હરેફરે છે. ખાયપીએ છે અને મોજમજાક કરે છે. વળી આ ૩ કલાક પણ તેઓનું જે શત્રુતાનું વર્તન જોવા મળે છે તે માત્ર દેખાવ છે. તેઓને રામલીલાનાટકમંડળીના મેનેજરે તેવું તેવું પાત્ર ભજવવા આપ્યું માટે એવી એક્ટીંગ કરે છે. ખરેખર તો તેઓ બન્ને મિત્ર જ છે, શત્રુ નહીં એ વાત નિશ્ચિત જાણ, આમાં શંકાને સ્થાન નથી,' બીજા મિત્રે એને સમજાવ્યું. એ ભોળા મિત્રને તો આ વાત સમજાઈ ગઈ. પણ ૬ અબજ મનુષ્યોની વચમાં રહેલા ઈન્સાનને આ સમજાતું નથી..કિમાશ્ચર્યમતઃ પરમ્... હા, આ વાસ્તવિકતા છે.. વચલા અલ્પકાળ માટે શત્રુતાનું વાતાવરણ જોવા મળતું હોવા છતાં આગળપાછળના દીર્ધકાળ માટે જો મિત્રતા જોવા મળતી હોય તો મિત્રતા જ વાસ્તવિક હોય છે. શત્રુતા તે તેવા કોઈ પ્રયોજને જ આચરાયેલી હોય છે. જગતના સર્વ જીવો સાથે આપણે ભૂતકાળમાં અનંત પુદ્ગલપરાવર્ત સુધી નિગોદમાં એક જ શરીરમાં રહ્યા છીએ, એકસાથે જે આહાર બીજાએ કર્યો એ જ આપણે કર્યો છે, એકસાથે શ્વાસોચ્છવાસ લીધા For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં છે, એક સાથે ઉછેર થયો છે, બધી જ ક્રિયાઓ એકસાથે કરી છે. ભવિષ્યમાં સિદ્ધ ગતિમાં અનંત પુદ્ગલપરાવર્ત માટે આપણે તે તે જીવો સાથે એક જ સ્થાનમાં રહેવાના છીએ, એકસરખું જ્ઞાન કરવાના છીએ, એકસરખું સુખ ભોગવવાના છીએ, આમ આગળપાછળના અનંતાનંત પુદ્ગલપરાવર્ત જેટલો વિરાટ દીર્ઘકાળ આપણો દરેક જીવ સાથે મિત્રતાનો વ્યવહાર છે, તો કદાચ વચલા અલ્પકાળ માટે કોઈ જીવનું શતાનું વર્તન જોવા મળે એટલા માત્રથી એને શત્રુ શી રીતે માની શકાય ? માટે શ્રી તીર્થંકર પરમાત્માઓ એકીઅવાજે આપણને કહે છે સર્વે તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ” હે પુણ્યાત્મન્ ! આ જગતના બધા જીવો તારા પ્રિયેબાંધવ છે, કોઈ જ શત્રુ નથી.” વળી આગળપાછળનો આ નિગોદાવસ્થા અને સિદ્ધાવસ્થાનો વિરાટ કાળ જ નહીં, વચલો પણ જે વ્યવહારરાશિનો કાળ છે, એમાં પણ તે તે જીવ સાથે આપણે અનંતીવાર સ્નેહસંબંધ જોડેલો છે. જે આજે ભયંકર શત્રુ લાગી રહ્યો છે તે જ પૂર્વમાં આપણો ક્યારેક દિલોજાન મિત્ર હતો, ક્યારેક વાત્સલ્યપૂર્ણ પિતા હતો, ક્યારેક મમતાળુ મા હતો, ક્યારેક સ્નેહાળ ભાઈ હતો, ક્યારેક પ્રેમાળ ભગિની હતો, ક્યારેક પ્રાણપ્યારી પત્ની હતો તો ક્યારેક વિનીત પુત્ર હતો. કોઈ સંબંધ એવો નથી કે જે આપણો એની સાથે પ્રવત્યું ન હોય. તે આપણા કાકાકાકી, મામા-મામી, માસા-માસી, ફોઈ-ફુઆ, ભત્રીજો, ભાણેજ, ભાગીદાર આવા આવા બધા સંબંધો રૂપે રહી ચૂક્યો છે. અરે, કોશમાં સંબંધવાચક એવો કોઈ શબ્દ નહીં મળે જેનાથી ન આપણે એને બોલાવ્યા હોય કે ન એણે આપણને બોલાવ્યો હોય. , જે વ્યક્તિ આજે માર્ગમાં કાંટા વેરતી દેખાય છે એણે જ પૂર્વે ફૂલો પાથરેલાં છે. જે માનવને જોઈને આપણા અંગે અંગમાં લ્હાયો ઊઠે છે એણે જ આપણને ચંદનનાં વિલેપન કરી ઠંડક આપી છે. જે આદમી આજે આપણી આંખમાં કાંટાની જેમ ખૂંચી રહ્યો છે એણે જ આપણી આંખમાં અમૃતનું અંજન આંક્યું છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સર્વે તે પ્રિયબાંધવા = રિપુરિહ કોડપિ... ૩૭ જે.વાઘણ સુકોશલમુનિનું લોહી ગટક-ગટક કરીને પી રહી છે એણે જ શું પોતાનું અમૃતતુલ્ય દૂધ સુકોશલને નહોતું પાયું? જે વાઘણ સુકોશલના શરીરને બટક-બટક કરીને ખાઈ રહી છે, એણે જ એ શરીરને પોતાના ખોળામાં અત્યંત વ્હાલથી શું નહોતું રમાડ્યું? જે વાઘણ સુકોશલના પ્રાણ હરી રહી છે, એણે જ શું એને જન્મ નથી આપ્યો? જો લોહી પીનાર પણ દૂધ પાનાર સંભવે છે, જો શરીરને ખાનાર પણ એને ફુલરાવનાર સંભવે છે, જો પ્રાણ લેનાર પણ પ્રાણ દેનાર સંભવે છે. તો આ બધું જ સંભવે છે આ દુનિયામાં આજે જૂતિયાં મારીને મારો ભયંકર તિરસ્કાર કરનારે ગઈકાલે ફૂલહાર કરીને મારો ભવ્ય સત્કાર કર્યો હતો. આજે હડહડતું અપમાન કરનારાએ ગઈકાલે મારું જાજ્વલ્યમાન સન્માન કર્યું હતું. આજે મને બદમાશ કહેનારાએ ગઈકાલે મને જેન્ટલમેન કહ્યો હતો. આજે મને પ્રહાર કરનારાએ ગઈકાલે મને ગળે લગાડીને પ્યાર કર્યો હતો. આજે સ્નેહીઓ સાથેના મારા સંબંધને તોડવાનો પ્રયાસ કરનારે પૂર્વમાં એવા સંબંધો જોડી આપ્યા હતા. આજે મારા ધંધામાં ફાચર મારનારે ગઈકાલે ધંધાની સોનેરી તકો પૂરી પાડી હતી. આજે લાખોનું ધન હરનારો ગઈકાલે લાખોનું ધન આપનારો ધનદાતા કુબેર હતો. આજે મારો જશ ઝૂંટવી લેનારે ગઈકાલે મને જશ અપાવ્યો હતો. એટલે તો કહું છું કે, everything is possible ! ઝેર પાઈને ગળું ઘોંટી દેનાર સૂર્યકાન્તા રાણી જો એકવારની પ્રદેશી રાજાની પાછળ પ્રાણ પાથરી દેનાર પ્રેમઘેલી રાણી હતી તો - આવું બધું હોવામાં કોઈ જ શંકા કરવા જેવી નથી. - ' આ એક બહુઆયામી ચિંતન છે. સામી વ્યક્તિ આજે જેવી છે એવી જ જીવનભર રહેશે એવું આપણે વિચારવા માંડીએ છીએ. અહીં જ આપણે ભૂલીએ છીએ. આ મિથ્યા માન્યતાએ આપણી દૃષ્ટિને ધૂંધળી અને સંકુચિત કરી દીધી છે. આપણે નારાજ છીએ એની આજથી. આપણને ફરિયાદ છે એની આજ સામે...તો એનું ગઈકાલનું સ્વરૂપ શા માટે નજર સામે ન લાવી દેવું ? દૃષ્ટિનું ઘડતર કરવું જરૂરી છે...વિચારધારામાં સત્યનું સિંચન કરવું આવશ્યક છે. કોને પત્થર મારું ? અહીં કોણ પારકું For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં છે ? અરીસાભુવનમાં રહેનારો દરેક ચહેરો પોતાનો લાગે છે...ખરી વાસ્તવિકતા આપણી નજર સામે છે. જે આજે શત્રુ છે એ ન તો અતીતમાં એવો હતો કે ન તો ભવિષ્યમાં એવો રહેશે. ટૂંકમાં વિચારધારાને નીલગગનની અસીમતા પ્રદાન કરો..આ શત્રુ છે, આ મિત્ર છે...આવી રેખા દોરવી એ જ પોતાનાપણાની અસીમતાનું કલંક છે, જેની વિચારધારા સીમિત છે..સંકીર્ણ છે. તે ક્ષુદ્ર છે. જેણે મમતાને અસીમતા આપી છે તે મહાન છે. માં નિગ: પો વેતિ મણના તપુતામ્ | ' ' उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ જો વાસ્તવિકતા આ જ છે, તો કોઈને પણ શત્રુ શી રીતે માની શકાય ? “અત્યારે તો મને હેરાન કરે છે ને !” એમ વિચારીને એને તરછોડી કેમ શકાય ? જન્મ આપીને પાલન-પોષણ-સંસ્કરણ કરનારા માતાપિતા કદાચ વૃદ્ધાવસ્થામાં લકવા જેવી બિમારીમાં સપડાઈ ગયા હોય, એમને ખવડાવવા-પીવડાવવાની પણ મુશ્કેલી પડતી હોય, વારે વારે સંડાસ કરીને કપડાં બગાડી નાખતા હોય, સ્વભાવ ચીડિયો થઈ ગયો હોવાથી વારે વારે તડકાવી નાખતા હોય, તોપણ સુપુત્ર તો એ જ કહેવાય છે જે માતા-પિતાના અત્યારના વર્તનને ગૌણ કરી પૂર્વે કરેલા ઉપકારોને જ યાદ કરે. એમને ઉપકારી માની એમની યોગ્ય સેવા-ભક્તિ કર્યા જ કરે. જે માત્ર વર્તમાનને જોઈ માતાપિતાને તિરસ્કાર છે એ તો કપુત જ કહેવાય છે. એમ વર્તમાનમાં હેરાન કરનારના પણ પૂર્વકૃત ઉપકારોને યાદ રાખીને જે એની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખે છે એ જ સજ્જન કહેવાય છે, માત્ર વર્તમાનને જોઈને શત્રુતાનો વ્યવહાર કરનારો નહીં. ગુલાબનો છોડ જોયો છે ? એની અનેક ડાળોમાંથી દરેક ડાળ પર ગુલાબ નથી ઊગ્યાં હતાં, જ્યારે કાંટા તો લગભગ દરેક ડાળ પર ઊગ્યા હોય છે. જે ડાળ પર ગુલાબ આવ્યું હોય છે તે પણ એકાદ હોય છે જ્યારે કાંટા અનેક હોય છે. ગુલાબનું અસ્તિત્વ છોડવા પર અલ્પકાળ રહે છે જ્યારે કાંટાનું દીર્ધકાળ રહે છે. તેમ છતાં એના ગુલાબને જ નજરમાં લઈને એ “ગુલાબનો છોડ' કહેવાય છે, કાંટાનો નહી. આ જ રીતે સામે શત્રુ બેઠો છે. એની સાથેના વ્યવહારમાં ઉપકારના ગુલાબ અને અપકારના કાંટા ઊગ્યા છે. છતાં એમાંથી એના ઉપકારને For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સર્વે તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ.. ૩૯ જ નજરમાં લઈને એનો “ઉપકારી” તરીકે ઉલ્લેખ કરવો એ જ ન્યાયયુક્ત છે, “અપકારી' તરીકે નહીં. છોડ પરથી ગુલાબ ચૂંટનારો એની સુગંધ અને સુંદરતા માણી શકે છે, કાંટા ભેગા કરનારાએ તો આંગળી અને હથેલીમાંથી લોહી નીકળવાની વેદના જ અનુભવવાની રહે છે. એમ તે તે જીવ સાથેના વ્યવહારમાંથી ઉપકારોને જ મનમાં અપનાવનારો મિત્રતાની સુગંધ પામી શકે છે, અપકારોને દિલમાં ઘાલનારના નસીબમાં તો શતાના સેંકડો કાંટા ચૂંભવાનું જ લખાયેલું રહે છે. આમ અપકાર કરીને કવચિત ઉપકાર કરનારાને પણ ઉપકારી લેખવાનો છે તો આગળ પાછળ અનેક વાર ઉપકાર કરનારા અને વચગાળામાં કવચિત્ અપકાર કરનારા જીવોની તો વાત જ શી કરવી ? વળી આપણે જોઈ ગયા કે જે એન્ગલથી જોવાથી લાભ થાય તે એંગલથી પ્રસંગને નિહાળવો જોઈએ. શત્રુતાના વ્યવહારને નજરમાં લેવાથી દિલમાં શત્રુતાનો ભાવ-દ્વેષ તિરસ્કાર ઊભા થાય છે, વૈરની ગાંઠ બંધાય છે, બદલો લેવાનું મન થાય છે, એમાં અનેક પ્રકારના તીવ્ર સંક્લેશો અને પાપો કરવો પડે છે, જે દુસહ દુઃખોની પરંપરા ઝીંકી દે છે. પેઢીની પેઢીઓ સાફ થઈ જાય છે. કુટુંબનાં કુટુંબો પ્રતિશોધની આગમાં બળીને ખાખ થઈ જાય છે. ચંબલના ડાકુઓ વૈરભાવનાની જ કટુ ફળશ્રુતિ છે. જ્યારે મિત્રતાના વ્યવહારને નજરમાં લેવાથી દિલમાં કટુતા નથી આવતી, દિલ ફોરું રહે છે, અનેક પ્રકારના સંક્લેશો અને પાપોથી બચી જવાથી દુઃખો તો આવતાં નથી, પણ મનમાં શુભભાવો આવવાથી પુણ્યબંધ થાય છે અને આત્માની મોક્ષમાર્ગ પર પ્રગતિ થાય છે. માટે જ જો સ્વજન-પરિવાર પર ગાઢ મમતા થતી હોય તો એને ઘટાડવા માટે સુકોશલ મહામુનિનો પ્રસંગ આવા એંગલથી જોવો જોઈએ કે “મારે સ્વજનો પર મમતા શી કરવી ? સગી મા પણ વાઘણ બનીને જીવતાં ફાડી ખાય એવું આ સંસારમાં સંભવે છે..” “પણ કોઈ ત્રાસ આપનાર વ્યક્તિ પ્રત્યે દિલમાં શત્રુતા પેદા થતી હોય તો આ પ્રસંગને આવા દૃષ્ટિકોણથી જોવો જોઈએ કે “જીવતા ફાડી ખાનાર વાઘણ પણ જો અત્યંત ઉપકારી માતા હોવી સંભવે છે તો શું એના પર વૈરભાવ ધારવો ?” જે દૃષ્ટિકોણ મોહરાજાની આજ્ઞારૂપ છે એને છોડીને એનાથી વિપરીત જિનાજ્ઞારૂપ દૃષ્ટિકોણ અપનાવવો For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં એ તાત્પર્ય છે. એનાથી જ શાંતિ-સ્વસ્થતા-સમાધિ જળવાઈ રહે છે. પેલી વાત આવે છે ને ? એક ઋષિના આશ્રમને કોક ભક્તજન એક ગાય ભેટ આપી ગયો. શિષ્યોએ આનંદ વ્યક્ત કરતાં કરતાં આ સમાચાર ઋષિને આપ્યા. એટલે ઋષિ કહ્યું કે, “સારું થયું, તમારે દૂધની ભિક્ષા માટે ફરવું નહીં પડે, તેથી એટલો સમય વધુ જ્ઞાન-ધ્યાન થશે.” ચાર દિવસ બાદ કોક ચોર એ ગાય ચોરી ગયો. દુઃખી દિલે શિષ્યોએ આ સમાચાર ગુરુને આપ્યા, એના પર ગુરુનો આ પ્રતિભાવ મળ્યો “આ પણ બહુ સારું થયું. હવે તમારે તેને ચરાવવાનો-છાણ ઉપાડવાનો વગેરે સમય બચી જવાથી જ્ઞાન-ધ્યાન વધુ થશે.” વળી રામલીલા અંગે મિત્રે આપેલું સમાધાન ઘણું ઉપયોગી છે... રંગમંડપમાં ત્રણ કલાક માટે શતાનું વાતાવરણ જોવા મળે છે, કારણકે એના સૂત્રધારે તેવો રોલ ભજવવા આપ્યો છે. અમિતાભ અને અમજદ ફિલ્મમાં ઢિશૂમ ઢિશૂમ કરે છે, કારણ કે ડાયરેક્ટરે એમને હીરો-વીલનનો રોલ આપ્યો છે. વાસ્તવિક જીવનમાં નથી તેઓ એકબીજા સામે ઘૂરકતા કે નથી તેઓ કુત્તે-કમીને કહીને એકબીજાનું ગળું પકડતા.. આ તથ્યને આપણે આપણા જીવનમાં અપનાવવાનું છે. આ વિશ્વ એક રંગમંડપ છે જેમાં સઘળા જીવો પોતપોતાનું પાત્ર ભજવીને નાટક કરી રહ્યા છે. આ નાટકનો સૂત્રધાર છે કર્મસત્તા. એ કોઈને હીરોનો પાર્ટ આપે છે કોઈને વીલનનો...એના જ ઑર્ડરથી.. કોઈ આપણને ગાળ આપે છે તો કોઈ આપણને ગોળી મારે છે.... કોઈ આપણો ઉપહાસ કરે છે તો કોઈ આપણને ત્રાસ આપે છે... કોઈ આપણી ચીજ બગાડે છે તો કોઈ આપણને રંજાડે છે. અરે કોઈ તો આપણા લોહીનો પ્યાસો પણ બને છે... કર્મસત્તા આવા એક નહીં..અનેક શોટ લે છે. જાતજાતનાં દશ્યો ખડાં કરાવે છે, મનમોજી છે ને ! એની રીતિ-નીતિનું પણ કોઈ ઠેકાણું નથી. ક્યારેક હીરોનો પાર્ટ પકડાવી દે છે તો ક્યારેક વીલનનો.... જે હોય તે... સૃષ્ટિનાં બધાં પ્રાણીઓ એના ઈશારે નાચી રહ્યાં શેકપોટારે એક સાનેટમાં જ છે. વલર્ડ ઇઝ ધ મેજ શાક મા...... વી આર એલટી ... For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સર્વે તે પ્રિયબાધવા ન રિપુરિહ કોડપિ.... છે. વિવિધ અભિનય કરી રહ્યા છે. એટલે અન્ય જીવનું અયોગ્ય વર્તન જોઈને જો, આ તો, ફિલ્મનો ડાયરેક્ટર-નાટકમંડળીનો સૂત્રધાર, જેનું નામ છે સર્વશ્રી કર્મસત્તા, તેણે આવો રોલ ભજવવા આપ્યો છે, માટે આવું વર્તન કરે છે, જ્યાં સુધી એ “ક” નહીં કહે ત્યાં સુધી એ જીવ આ રોલ અદા કરતો જ રહેશે. બાકી વાસ્તવિક રીતે તો અમે અનાદિકાળથી મિત્રો જ છીએ. તેથી એના વર્તમાન વર્તનને મારે મહત્ત્વ આપવું નહીં. અન્ય વિચારધારાઓમાં ફસાયા વિના જો આ વિચારધારા અપનાવવામાં આવે તો આનંદ જ આનંદ છે. સામી વ્યક્તિ પર નથી ક્રોધ કે નથી વૈર.. નથી સંક્લેશની પરંપરા કે નથી પાપની પરંપરા... કારણકે મનને આપણે સમજાવી દીધું છે- ધીસ ઇઝ એ ડ્રામા વળી આ રીતે દુન્યવી પ્રસંગોને નાટકરૂપે લેખવામાં આવે એટલે પ્રસંગોનું એટલું દુઃખ પણ રહેતું નથી. નાટકમાં જેણે ગાળ ખાવાની હોય છે, અપમાન વેઠવાનું હોય છે, ત્રાસ સહેવાનો હોય છે એને પણ “આ તો નાટક ! આમાં દુઃખ શું લગાડવાનું ? આ બધું દુઃખી થયા વગર સહું છું માટે તો સારો પગાર મેળવી સુખી થાઉં છું.” આ વિચાર હોવાથી મજેથી ગાળ વગેરેને સાંભળી શકે છે. એમ ખરેખર કોક અપમાનાદિ કરતું હોય ત્યારે પણ “આ તો દુનિયાનું એક નાટક ! આમાં દુઃખ શું લગાડવાનું ? દુઃખી થયા વગર આ બધું સહન કરીશ તો અપૂર્વ નિર્જરા થશે, અઢળક પુણ્યબંધ થશે અને સદ્ગતિની પરંપરા દ્વારા શાશ્વત સુખને ભેટીશ.” આવો વિચાર કરવામાં આવે તો જરૂર એ અપમાનાદિ મજેથી વેઠી શકાય. મહાત્માઓએ પ્રાણાંત કષ્ટો મજેથી વેક્યાં હતાં ને ! - તમે સહસા બોલી ઊઠશો..જહન્નમમાં જાય આવી શત્રુતા જેણે મારાં અમનચેન ઝૂંટવી લીધાં....જેણે મારા મનને કલુષિત કરી નાખ્યું... જેણે મારી સદ્ગતિની પરંપરામાં આગ ચાંપી. હવે તો શત્રુતા કરવી હશે તો શત્રુ પર નહીં....શત્રુતા પર જ કરીશ.... શત્રુ પર તો મિત્રતા જ રેલાવીશ. હવે તમારા દિમાગમાં પણ ગુંજારવ થઈ જ રહ્યો હશે કે- સર્વે • તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ | 5 સંપ ત્યાં જંપ..... ઘણા લોકોનો એક સામાન્ય અનુભવ છે કે - બે ભાઈઓને કદાચ પરસ્પર થોડો અણબનાવ પણ હોય, ક્યારેક બોલાચાલી કે ઝગડો પણ થઈ જતા હોય, છતાં જ્યારે પાડોશી સાથે ઝગડો થાય, ત્યારે એ બન્ને ભાઈઓ પરસ્પરનો અણબનાવ-ઝગડો ભૂલી જઈને એક થઈ પાડોશીને ભેગી ફાઈટ આપે છે, કેમકે જાણે છે કે પાડોશી એ મોટો શત્રુ છે. એના પર વિજય મેળવવો હોય તો પરસ્પરના ઝગડા ભૂલીને એક થવું જ પડે. મુંબઈની ચાલી સિસ્ટમવાળા “સી'વૉર્ડનાં મકાનોમાં જગ્યા અને પાણી માટે વારંવાર ઝગડનારા પાડોશીઓ પણ જ્યારે બીજા મકાનવાળા જોડે પતંગ તોડવા વગેરેના કારણે પથરાબાજી થાય છે, ત્યારે પરસ્પરના ઝગડા ભૂલી એક થઈ બીજા મકાનવાળાને મહાત કરવા કમર કસે આ રીતે ઝગડનારા અન્યાન્ય મકાનના રહીશો, જ્યારે બીજી શેરી સાથે ઝગડો થાય ત્યારે એક થઈ જાય છે. આ રીતે તકરારમાં ઊતરતા જુદી જુદી શેરીના રહેવાસીઓ પણ જ્યારે પોતાના શહેરને અન્ય શહેર સાથે કોઈ ટસલ ઊભી થાય ત્યારે એક થઈ પોતાના શહેરને લાભ થાય એ રીતે વર્તે છે. પરસ્પર સલમાં ઊતરતાં શહેરો પણ જયારે અન્ય રાજય સાથે સીમાઝગડો કે નહેરના પાણી વગેરે અંગે વિવાદ ઊભો થાય છે ત્યારે એક બની પોતાનું રાજ્ય વધુ લાભ ખાટી જાય એ માટેના સહિયારા પ્રયાસો કરે છે. સીમા પ્રશ્ન ઝગડનારાં મહારાષ્ટ્ર-કર્ણાટક જેવાં રાજયો પણ પાકિસ્તાન વગેરે અન્ય દેશ સાથે યુદ્ધ થાય, ત્યારે પરસ્પરના વિવાદોને ભૂલી રણમોરચે ભેગા થઈને વૉર ખેલે છે. એકબીજા સામે જંગી શસ્ત્રપુરવઠો ખડકી દેનારા અમેરિકા અને રશિયા જેવા કટ્ટર પ્રતિસ્પર્ધીઓ પણ જયારે માનવજાત સામે ભયાનક શસ્ત્રસરંજામોનો કે એઇસ જેવા ભયંકર રોગોનો ખતરનાક ખતરો ઊભો થઈ જાય છે ત્યારે સાથે બેસીને ખતરાને ખાળવાના ઉપાયો અજમાવવા પ્રયાસો કરે છે. આ બધા રોજિંદા અનુભવ પરથી તારણ નીકળે છે કે જ્યારે એક કૉમન મોટા શત્રુ સામે લડવાનું હોય ત્યારે અંદરઅંદરના નાના For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સંપ ત્યાં જંપ.... નાના શત્રુઓ સાથેની શત્રુતા ભૂલી જઈને એક બનવું જ જોઈએ, પરસ્પર મિત્રતા કેળવવી જ જોઈએ. તો જ તેઓ મોટા શત્રુ સામે વિજય મેળવી શકે. “શત્રુનો શત્રુ એ આપણો મિત્ર એવી ચાણક્યનીતિને એ વખતે અપનાવવી જ જોઈએ, જો મોટા શત્રુ પર વિજય મેળવવો હોય. હવે આ જ અનુભવને આગળ ધપાવીએ. સંપૂર્ણ માનવજાત સામે ખતરો ઊભો કરનાર એઈસ જેવા રોગોના જંતુઓનો પ્રતિકાર કરવા માનવજાત પરસ્પર વેરઝેર ભૂલી એક ટેબલ પર ભેગી થાય છે, પરસ્પર સહાયક મિત્ર બની જાય છે, એમ સકલ જીવસૃષ્ટિનો એક કૉમન શત્રુ જડસૃષ્ટિ-કર્મસત્તા છે. દરેક જીવોને જન્મજરા-મૃત્યુ-રોગ-શોક-અનિષ્ટ સંયોગ-ઈષ્ટ વિયોગ વગેરેનાં ભયાનક દુઃખો આપનાર જો કોઈ હોય તો એ આ કર્મસત્તા જ છે. આ કર્મસત્તા જીવોની કેવી હારાકીરી કરે છે..... નિશાળમાં શિક્ષકને કોઈ વિદ્યાર્થી પર ખાર થઈ ગયો હોય તો વિદ્યાર્થીને કેવો હેરાન કરે ! એ જરાક મોડો પડે, થોડુંક તોફાન કરે, હોમવર્ક કરી ન આવે, કોઈ પ્રશ્નનો જવાબ બરાબર ન આપે. બસ આવું કોઈ ને કોઈ નિમિત્ત જ શોધતાં હોય, અને નિમિત મળતાં જ એની પર તૂટી પડે. બીજા વિદ્યાર્થીને એવા જ ગુના પર કાંઈ સજા ન કરતા હોય તોપણ જેના પર ખાર હોય તેને કડકમાં કડક સજા કરે જ. આ કર્મસત્તા પણ જગતના બધા જીવો પર ભયંકર ખાર રાખે છે. જીવ નાની પણ ભૂલ કરે છે અને કર્મસત્તા એના પર તૂટી પડે પેલો બિચારો વિધવા પુત્ર ! મજૂરીએથી આવ્યા પછી રોટલા તૈયાર ન દેખ્યા. સુધાપીડિત તેણે બહારથી મા આવવા પર ગુસ્સાથી કહ્યું કે, “ક્યાં શૂળીએ ચડવા ગઈ'તી ? આ તારો સગલો ભૂખ્યો થયો છે.” બસ, આટલી જ ગફલત અને કર્મસત્તાએ રજનો ગજ કરી એને બીજા ભવમાં વગર અપરાધે શૂળી પર ચડાવી દીધો. ગુસ્સે થઈને મારે બોલી કે, “તારાં કાંડાં કપાઈ ગયાંતાં ? આ શીકા પરથી લેતાં શું) થતું હતું ?” એના પર એને બિચારીને ભવાંતરમાં કાંડાં કપાવાની સજા ભોગવવી પડી. પેલો પુરોહિતપુત્ર ! ચારિત્રપાલન તો સુંદર કર્યું, પણ એવું વિચાર્યું For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪. હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં કે, “ગુરુએ ચારિત્ર તો બહુ સુંદર આપ્યું, પણ પરાણે આપ્યું એ સારું ન કર્યું.” બસ આટલો જ ગુરુ પ્રત્યે દુર્ભાવ, અને મેતારજના ભવમાં દુર્લભબોધિ બનવાની સજા કર્મસત્તાએ ફટકારી દીધી. બિચારી પેલી મહિલા ! દેરાણીનું ઝવેરાત ચોરી લીધું. ચોરી પકડાઈ નહીં એટલે દુનિયાની અદાલતથી તો એ બચી ગઈ. પણ આ અન્યાયને કર્મની અદાલત શી રીતે ચલાવી લે ? કર્મસત્તાએ તો દુનિયાની કોઈ કોર્ટે કોઈપણ ચોરને ન ફટકારી હોય એવી ક્રૂર સજા ફટકારી દીધી કે ત્રણ ભુવનમાં અનુપમ, અમૂલ્ય અને અદ્ભુતરત્ન શ્રી મહાવીર પ્રભુનું એની પાસેથી ગર્ભહરણ થઈ ગયું. બિચારો તંદુલિયો મત્સ્ય ! હોં ફાડીને જડની જેમ બેસેલા વિરાટકાય મત્સ્યના મુખમાં પાણીના મોજાંની સાથે હજારો માછલીઓને પેસીને પછી મોજાં સાથે જ હેમખેમ બહાર આવી ગયેલા જોઈને વિચારે છે કે, “આ કેવો મૂરખ ! આની જગ્યાએ હું હોઉં તો એક ના છોડું.” અને કર્મસત્તા એને ભયંકર યાતનાઓથી ભરેલી સાતમી નરકનો મહેમાન બનાવી દે છે. ડગલે ને પગલે જીવોની આવી ભયંકર કર્થના અને ક્રુર મશ્કરી કરનારી કર્મસત્તા શું ભયંકર શત્રુ નથી ? માટે દરેક જીવોનો ભયંકરમાં ભયંકર મોટામાં મોટો કોઈ એક કૉમન શત્રુ હોય તો એ આ કર્મસત્તા છે. જો સઘળાં દુઃખોથી મુક્ત થવું હોય તો આ કર્મસત્તા પર વિજય મેળવવો જોઈએ. એના પર જો વિજય મેળવવો હોય તો એ કર્મસત્તા જેઓનો શત્રુ છે તે બધા જીવો સાથેની શત્રુતાને દફનાવી દઈ મૈત્રી કેળવવી પડે, ચાણક્યનીતિને અપનાવવી પડે. વળી જેમ બે શેરીના ઝગડા વખતે એક શેરીના લોકો ટોળે વળીને હાથમાં જે આવે તે લાકડીઓ, પથરા, ઇટ, સોડાવૉટરની બાટલીઓ વગેરે લઈને લડવા જતા હોય.... હઈસો હઈસો કરતાં દોડતા જતા હોય... એમાં અંદર અંદર કોઈનો પણ પગ પોતાના પગ પર પડી જાય... કોઈના હાથમાં ઉગામેલી લાકડી પોતાના માથા પર વાગી જાય. આવું કાંઈ પણ થાય તો એ સહન કરનાર વ્યક્તિ એની સાથે ઝગડો નથી કરતી, કિન્તુ એમ વિચારે છે કે “હોય ભાઈ ! આપણી પાર્ટીનો જ માણસ છે ને ! સામી પાર્ટી સાથે ઝગડવામાં ક્યારેક અજાણપણે પગ પર પગ પડી પણ જાય. એમાં એની સાથે ઝગડો કરવા બેસી ન For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સંપ ત્યાં જંપ.... ૪૫ જવાય, એ તો સહી લેવું જોઈએ. નહીંતર અંદરઅંદર ઝગડવામાં જો વ્યસ્ત થઈ જવાય, તો અમારી પાર્ટી નબળી પડી જાય. અને સામી પાર્ટીવાળાને ફાવટ આવી જાય.” આ પ્રમાણે મનને મનાવી લેવામાં આવે છે, હસતે મોઢે સહી લેવામાં આવે છે, કારણ કે પોતાપણું પ્રતીત થતું હોય છે. બસ, પોતાપણાના આ ચમત્કારને જીવનમાં જોડવાનો છે. જગતમાં બે મુખ્ય પાર્ટીઓ છે. એક છે સમસ્ત જીવોની પાર્ટી, અને બીજી જડ પુદ્ગલોની (કર્મસત્તાની) પાર્ટી. કોઈપણ જીવ જડને વળગવા જાય છે તો જડ એનાથી દૂર ભાગે છે. કોઈપણ પૌદ્ગલિક વૈભવની આસક્તિ કરનારો - એ વૈભવને દિલમાં ઘાલનારો જીવ, એના ખાતર કદાચ પ્રાણ સુધ્ધાંનો ત્યાગ કરી દે, તોય પરભવે એ પૌદ્ગલિક વૈભવ તો પામતો નથી, પણ ઉપરથી એ આસક્તિ એને અનેક રીતે ખુવાર કરે છે. માટે જણાય છે કે જડવસ્તુઓ એ સર્વ જીવોની શત્રુપાર્ટી છે. કેમકે જે પેટમાં પેસી પગ પહોળા કરે, જેને પોતાનામાં પ્રવેશ આપવાથી પોતાની ખુવારી થાય એ “શત્રુ હોય છે. જેને આ જડપુદ્ગલોનીકર્મસત્તા સ્વરૂપ સામી પાર્ટી પર વિજય મેળવવો છે, અને જે એ માટે પ્રયત્નશીલ છે, તેની જ્યારે ક્યારેક અન્ય જીવ તરફથી અપમાન થવું વગેરે રૂપ હેરાનગતિ થાય છે ત્યારે હેરાન થનારી એ વ્યક્તિ જો આવું વિચારે કે “હોય ! આ પણ મારી જ પાર્ટીના મેમ્બર છે. બિચારો અજ્ઞાન છે માટે આવું વર્તન કરે છે. બાકી જાણકાર હોય તો આવું કરે નહીં. વળી એનું આવું વર્તન તો પેલું એકનો બીજા પર પગ પડી જવા બરાબર છે. એટલામાત્રથી હું એને શત્રુ માનવા માંડીશ અને એની સાથે ઝગડવા માંડીશ તો કર્મસત્તાની સામે વિજય મેળવવાનું મારું કાર્ય બાજુ પર રહી જશે. તેમજ અમારી પાર્ટીમાં ફાટફૂટ પડવાથી સામી પાર્ટી-કર્મસત્તાને ફાવટ આવી જશે.” જો આવું વિચારવામાં આવે તો જરૂર શત્રુતાના કલુષિત ભાવોથી બચી શકાય છે. મૂળમાં “જગતમાં સઘળા જીવો મારી પાર્ટીના સભ્યો છે.” એ વાતને દૃઢપણે નિશ્ચિત કરવી જોઈએ. “કર્મસત્તા જ બધાનો પ્રખર શત્રુ છે.” એ વાત જો બરાબર ભાવિત કરવામાં આવે તો આ વાત સહેલાઈથી નિશ્ચિત થઈ શકે છે. વળી, જે કર્મસત્તાની સામે યુદ્ધ ચડ્યો છે એ સાધકને માટે Kર્ડ છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં તો આ રીતે પણ બધા જ જીવો મિત્રરૂપ છે. જેઓ પોતાને અનુકુળ વર્તે છે તેઓ તો મિત્ર છે જ. વળી જેઓ બાહ્ય દૃષ્ટિએ પ્રતિકૂળ વર્તે છે તેઓ પણ કર્મનો નાશ કરવાનું સાધકનું પોતાનું જે કાર્ય છે, એમાં સહાયક હોવાથી મિત્ર જ છે. નાનો મોટો પરિષહ-ઉપસર્ગ કરનારા તે તે જીવે જો તેવો ઉપસર્ગ ન કર્યો હોત તો, તેનાથી ખપનાર અશુભ કર્મો શી રીતે ખપત ? માટે સ્વકાર્યમાં સહાયક હોવાથી એ જીવ પણ અવશ્ય મિત્ર જ છે. આ જ વિચારધારા પર ખંધકઋષિએ કેળવજ્ઞાન પ્રાપ્ત કર્યું. “હું મારી મેળે જેવાં ઘોર કર્મોને ખપાવી ન શકત એવા ઘોર કર્મ આ ચામડી ઉતારનારાઓ ખપાવી આપે છે. એટલે તેઓ જો મારા કાર્યમાં મને સહાય કરે છે તો મારે પણ તેઓને તેમના કાર્યમાં સહાય કરવી જોઈએ.” આવી કો'ક ભવ્ય વિચારસરણી પર આ મહર્ષિએ મારાઓને ‘ભાઈ’નું પ્રિય સંબોધન કરી કહ્યું કે, ‘ભાઈઓ ! તમારું કાર્ય કરવામાં તમને કઈ રીતે અનુકૂળતા રહેશે તે કહો, એટલે હું એ રીતે ઊભો રહું.” દુન્યવી વ્યવહારમાં જ રાચનારી અને તત્ત્વ નહીં પામેલી વ્યક્તિને ભલે પોતાના ૨૫-૫૦ સ્નેહીઓ જ પોતાના લાગે, એ સિવાયની વ્યક્તિઓને એ ભલે પરાયી માને....પણ જે તત્ત્વજ્ઞ બન્યો છે, જે ક સત્તાથી ત્રાસી ગયો છે, ધર્મસત્તાની ઓથ લઈ જે કર્મસત્તાની સામે રણે ચડ્યો છે તેણે તો સઘળા જીવોને પોતાના માનવા જોઈએ, કોઈને પણ પરાયો માનવો ન જોઈએ. યુધિષ્ઠિરનું પેલું ગણિત એણે પણ અપનાવવું જોઈએ. દુર્યોધનની પત્ની ભાનુમતી યુધિષ્ઠિર પાસે સ્વપતિ વગેરેને છોડાવવા માટે સહાયની યાચના કરતી આવી છે. ત્યારે ભીમ અને અર્જુન તો સહાય કરવા અંગે નારાજી દેખાડે છે. “દુર્યોધન આપણો શત્રુ છે, ભલે હેરાન થતો !' આવો ભાવ દેખાડે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે, “અંગત રીતે આપણે ભલે પરસ્પર શત્રુ રહ્યા, પણ જ્યારે બહારથી બીજો શત્રુ ઊભો થયો છે ત્યારે આપણે પાંચ જ નહીં એકસો પાંચ છીએ, દુર્યોધન વગેરે પણ આપણા જ ભાઈઓ છે.' શ્રીમતી ઇન્દિરાગાંધી ભારતના વડાપ્રધાનપદે લગભગ ૧૮ વર્ષ રહ્યાં. એમાં વચમાં અઢી વર્ષ શ્રી મોરારજીદેસાઈના નેતૃત્વવાળી જનતાસરકાર રાજ કરી ગઈ. એ જનતા સરકાર ચૂંટાઈને આવી એ પૂર્વેના ઇન્દિરાજીના શાસનમાં કટોકટી, મોંઘવારી વગેરેના કારણે પ્રજા ખૂબ ત્રાસી ગયેલી. તેથી પ્રજાએ નવી ચૂંટણીમાં ઇન્દિરાજીને ફગાવી દીધાં અને જનતા સરકારને For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સંપ ત્યાં જંપ.... ૪૭ સિંહાસન પર બેસાડી. એમાં સોંઘવારી થઈ, ૬ થી ૭ સુધી પહોંચી ગયેલા સાકરના ભાવ ઘટીને રા રૂપિયા સુધી આવી ગયા. બીજી પણ અનેક હાડમારીઓ ઘટી ગઈ. તેમ છતાં એ જનતા સરકાર પોતાનો પાંચ વર્ષનો પીરિયડ તો પૂરો ન કરી શકી, મધ્યસત્ર ચૂંટણીઓ કરવી પડી અને એમાં કોંગીના હાથે ઘોર પરાજય વેઠવો પડ્યો. આવું શા માટે થયું ? અંદરઅંદર કુસંપ થઈ ગયો. ચૌધરી ચરણસિંહ કહે કે મારે વડાપ્રધાન બનવું છે, અને જગુબાબુ કહે કે, “વડાપ્રધાન તો હું જ બનું !” મોરારજી દેસાઈ તો વડાપ્રધાન હતા જ. રાજનારાયણ પણ એવા જ કોઈ સ્વપ્નમાં રાચતા હતા. આ વાત તેઓ ભૂલી ગયા કે.આપણો મોટો હરીફ ઇન્દિરા ગાંધી છે-કોંગી છે. લડવાનું તો એની સાથે હતું. પણ લડવા લાગ્યા પરસ્પર.. એકબીજાની ટાંગ ખેંચવાનો સિલસિલો ચાલુ થયો. ઘર ફંકીને તમાશો કર્યો... અને ક્યાંયના ક્યાંય ફેંકાઈ ગયા. ખજુરિયા કલ્ચરે ગુજરાતમાં ભાજપને પારાવાર નુકશાન જ કર્યું ને ? અને પરિણામ શું આવ્યું ? ૧૯૯૧ના નિર્વાચનમાં લાખો મતે જીતી જનારા ખજુરિયા નેતાઓએ ૧૯૯૬ની ચૂંટણીમાં ઘોર પરાજય ચાખવો પડ્યો.. મારો મુખ્ય હરીફ કર્મસત્તા છે, અન્યાન્ય જીવો નહીં.” આ વાતને જો કોઈ સાધક ભૂલી જાય છે તો એ પ્રાપ્ત થયેલા માનવભવથી અને સાધનાથી દૂર સુદૂર ફેંકાઈ જાય છે. પગ નીચે દેડકી કચરાઈ જવાથી બંધાયેલું કર્મ જ મને હેરાન કરનાર છે, એને વારંવાર યાદ કરાવનાર બાળમુનિ નહીં. દંડો લગાવવો હોય તો એ કર્મને જ પ્રાયશ્ચિત્ત દ્વારા લગાવવા જેવો છે, બાળ મુનિને નહીં, આવું ભૂલી જનારા મહાત્મા ક્યાં સુધી ફેંકાઈ ગયા એ તો સુપ્રસિદ્ધ જ છે. આત્માને ચોંટેલાં કર્મો . આત્મા પર થયેલું ભયંકર ત્રાસ આપનાર ગુમડું છે. ઘાણીમાં પીલી નાખનારો પાલક તો એ ગુમડું દૂર કરવા માટે નસ્તર મૂકનાર એક સર્જન ડૉક્ટર છે. માટે એ મહાઉપકારી છે, આવું વિચારનારા ૫OO શિષ્યો કર્મસત્તા પર સંપૂર્ણ વિજય મેળવી સંસારમુક્ત થઈ ગયા. જ્યારે પાલકને શત્રુ તરીકે જોવા માંડેલા ખંધકસૂરિએ ક્ષમા ગુમાવી, ચારિત્ર ગુમાવ્યું, શિવગતિ તેમજ સદ્ગતિ ગુમાવી અને સંસારમાં રુલવાનું ઊભું રાખ્યું એ શાસ્ત્રસિદ્ધ વાત છે. આજકાલ ક્રિકેટનો વાયરો છે. એમાં પણ આ જોવા મળે છે. ચાન્સલેસ ભવ્ય ઇનીંગ્સ ખેલનાર ધુંઆધાર બેટ્સમેનો હોય, કાતિલ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ . હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં સ્પેલ ધરાવનાર ખતરનાક બૉલરો હોય અને ટાઈટ ફિલ્ડીંગ કરનારા સુંદર ફિલ્ડરો હોય તોપણ એ ટીમમાં જો ટીમવર્ક ન હોય, ખેલાડીઓ એકબીજાને અંદરઅંદર કાપનારા હોય તો એ ટીમ વિજય મેળવી શકતી નથી. જયારે એવા જોરદાર રેકોસ નોંધાવનારા ખેલાડીઓ કદાચ ન હોય તોપણ જો પાર્ટીસ્પીરીટ જોરદાર હોય, તો એ ટીમ જીતી શકે છે. આ જ રીતે તપ, ત્યાગ, સ્વાધ્યાય વગેરે જોરદાર હોવા છતાં પોતાની ટીમરૂપ સર્વજીવો પ્રત્યે મૈત્રી નથી ને એકબીજાને કાપવાનું છે, તો કર્મસત્તા સાથે સંઘર્ષ ખેલવો કઠિન બની જશે... જયશ્રીની વરમાળા તો દૂર રહી.. પરાજયનાં જુતાંઓની માળા તૈયાર છે. માટે સર્વજીવોને પોતાની પાર્ટી માનવી આવશ્યક છે. અનાદિકાળથી તો મોહરાજાએ જીવની એવી હાલત કરી નાખી છે કે ન પૂછો વાત.. એ જડને પોતાની પાર્ટી માને છે, અને જીવને શત્રુ પાર્ટી, એટલે જડ તરફથી કોઈપણ જાતની પ્રતિકૂળતા ઊભી થાય, તો પણ એ જડથી ઉદ્વિગ્ન થતો નથી. કિન્તુ એ પ્રતિકૂળતા ઊભી કરનાર તરીકે કોઈ ને કોઈ જીવને જવાબદાર કલ્પી-દોષિત ઠેરવી એના પ્રત્યે જ ઠેષ કરે છે. રસ્તે જતાં પત્થરની ઠોકર વાગે તોપણ માણસના મુખમાંથી લોકો કેવા છે ? રસ્તામાં જ્યાંત્યાં પથરા નાખી દે છે.” એમ જીવોને ગાળ દેતા શબ્દ સરી પડે છે. લક્ષ્મી ચાલી જાય, અને કરોડપતિમાંથી રોડપતિ બની જાય, તો એ “લક્ષ્મી ચંચળ છે, એ ગમે ત્યારે ચાલી જવાના સ્વભાવવાળી જ છે.” એવું ન વિચારતાં એવું વિચારે છે કે ફલાણા ભાગીદારે વિશ્વાસઘાત કર્યો, માટે આવું થયું. પેલો ધંધામાં વાંકો પડ્યો માટે ધંધો તૂટી ગયો. દરેક પ્રતિકૂળતાઓમાં કોક ને કોક જીવને જવાબદાર માની એની સાથે વૈરભાવ ઊભો કરનાર વ્યક્તિ એ વખતે આટલું વિચારી શકતી નથી કે, “કદાચ ખરેખર એણે મને પ્રતિકૂળ વર્તવા માટે પ્રયાસ કર્યો હોય, તોપણ મારા મોટા શત્રુ કર્મસત્તાનો એ પણ શત્રુ છે, એટલે મારે તો “શત્રુનો શત્રુ એ મારો મિત્ર' એ ગણિત રાખીને એને મિત્ર જ માનવો ભલો છે. નહીંતર કર્મસત્તા મારા પર વધુ જોરથી તૂટી પડશે. કોઈએ ગાળ આપી, કોઈએ વસ્તુ બગાડી નાખી, કોઈ જશ ઝૂંટવી ગયું. આવું બધું તો મારી જ પાર્ટીના સભ્યનો મારા પર પગ પડી જવા સમાન છે, એમાં અંદરઅંદર ઝગડી પડવામાં મને જ નુકશાન છે.' અથવા તો જીવડો આવું વિચારી શકતો નથી કે આ તો કર્મસત્તાએ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ४८ સંપ ત્યાં જંપ રચેલું નાટક છે. એમાં એને આવો રોલ ભજવવા મળ્યો છે, માટે એ આ રીતે વર્તે છે. કોઈ જડ ચીજ માટે એ હજુ કદાચ આવું વિચારી શકે છે. શરીર બીમાર રહ્યા કરતું હોય અને પ્રતિદિન અનેક પ્રકારની હેરાનગતિઓ કર્યા કરતું હોય તો, જે સાધક થોડી ભૂમિકા આગળ વધેલો છે, તે આ વિચારે છે કે, “મારું ભાગ્યે જ એવું છે કે શરીર સારું ન મળ્યું અને બધી વાતે હેરાને કર્યો કરે છે.” પણ આ જ ભૂમિકાવાળો જીવ પોતાના ભાઈ કે પત્ની કે એવા કોઈ અન્ય સ્વજન તરફથી વારંવાર હેરાનગતિ થતી હોય ત્યારે આવું વિચારી શકતો નથી કે મારા કર્મો ફટેલાં છે તેથી આવી કર્કશા પત્ની મળી ! જડ તરફથી આવતી પ્રતિકૂળતા માટે સમાધાન કરી લેવું હજુ સરળ છે, પણ જીવ તરફથી આવતી પ્રતિકૂળતા માટે સમાધાન કરી લેવું એટલું સરળ નથી. ઉતાવળે હાંફળોફાંફળો થઈને જતો માણસ રસ્તામાં પડેલી લાકડી કે સળિયામાં પગ આવવાથી પડે તો “હું બરાબર જોઇને ન ચાલ્યો તેથી પડ્યો એવું સમાધાન કરી શકે છે, પણ પગ લાંબા કરીને બેસેલા કોઈ માણસના પગમાં પગ આવી જવાથી પડે તો આવું સમાધાન કરી શકતો નથી, પણ ઉપરથી “રસ્તામાં આ રીતે પગ લાંબા કરીને બેસાતું હશે ? લોકો આવતાજતા હોય ?' ઇત્યાદિ શબ્દોથી એ વ્યક્તિને ઝાટકી નાખે છે. આ વાત પણ શું એ બાબતનું સૂચન નથી કરતી કે, “આપણો ઝોક જડ તરફ વધુ છે અને જીવ તરફ ઓછો છે યા છે જ નહીં.” આ જ એક મહત્ત્વનું કારણ છે કે જેના કારણે લગભગ બધાની આવી એક સર્વસામાન્ય સાયકોલૉજિક ઇફેકટ ઘડાયેલી હોય છે કે જડની અનુકુળતા પામીને એ જેટલો દિલથી હરખઘેલો થઈ જાય છે એટલો હર્ષાન્વિત જીવની અનુકૂળતા પામીને થઈ શકતો નથી. ભોજનમાં ચટણીનો એક લસરકો જીભ પર મૂકે ને જે હરખ થાય છે એ વખતે તેવો હરખ પત્નીએ આવી સુંદર ચટણી બનાવી એમ પત્નીની મહત્તા લાગે એ રીતે શું દિલથી અનુભવાય છે ? જ્યારે જ્યારે પણ પુગલની અનુકૂળતા મળે ત્યારે ત્યારે અંદરથી આનંદનું ફિલીંગ થાય છે પણ ત્યારે ત્યારે એ અનુકુળતા ઊભી કરી આપનાર વ્યક્તિને દિલથી અભિનંદવાનું થતું નથી. આનાથી જ વિપરીત, એકાદ વાર પણ જો ચટણી બગડી ગઈ તો પત્ની પર તૂટી પડ્યા વગર દાંત વચ્ચે જીભ કચરાઈ જાય તો પંતને હથોડી મારીને તોડી તો Mાય, કેમકે જીભ અને દાંત... બધું જ આપણે છીએ. રમણમહર્ષિ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં માણસ રહી શકતો નથી. રોજ વ્યવસ્થિત કામ કરનારો નોકર એકાદ દિવસ પણ કંઈક કામ બગાડી નાખે તો એના પર ગુસ્સે થઈ જનારો માણસ રોજ ને રોજ વાંકા પડીને કામ બગાડનાર શરીર પર ગુસ્સે થતો નથી. વર્ષો સુધી ઇચ્છા મુજબ વર્તેલી પત્ની જો એકાદવાર પણ ઇચ્છાવિરુદ્ધ વર્તે, અરે ! વર્તે શું ? “એ મારી ઇચ્છાવિરુદ્ધ વર્તી રહી છે' એવી કલ્પનામાત્ર પણ આવે તો માણસના દિલમાં જાતજાતની કલ્પનાઓ ઊભી થવા માંડે છે જે શરીર-વેપાર માટે થતી નથી. શરીર ઇચ્છા વિરુદ્ધ વર્ત-એટલે કે રોગી બનવા માંડે કે વેપાર ઇચ્છા વિરુદ્ધ જાય એટલે કે ખોટ કરાવે તો એની વધુ કાળજી કરનારો માણસ કોઈ સ્વજન ઇચ્છા વિરુદ્ધ વર્તવા માંડે તો એના પ્રત્યે પ્રેમ વધારવાને બદલે ઘટાડવા કેમ માંડતો હશે ? “મારું કહ્યું કરતો નથી એવું જે દિવસથી લાગવા માંડે એ દિવસથી પુત્ર પ્રત્યેના વાત્સલ્યમાં ઓટ આવવા માંડે છે એ શું સર્વસામાન્ય પ્રતીતિ નથી ? પુત્ર સુખી બને એ માટે પહેલાં જે પ્રયાસો ચાલુ હતા તે હવે ઢીલા પડવા માંડે છે એ શું અનુભવસિદ્ધ નથી ?' આ અને આવાં બીજાં બધાં આપણાં વલણો એ જ સૂર કાઢે છે કે, “જડ સાથેનો આપણો સંબંધ ગાઢ થયેલો છે, એનું જ આપણને - આકર્ષણ વધુ છે, એના પર આપણો વધુ ભરોસો છે, એને જ આપણે પોતાની પાર્ટી માનીએ છીએ. આની સામે જીવસમૂહને આપણે ઑપોઝ પાર્ટી માનીએ છીએ, એની સાથે સાચો સંબંધ થયેલો નથી. એનું કે એના ગુણોનું આપણને વાસ્તવિક આકર્ષણ નથી. જે કોક જીવનું આકર્ષણ હોવું જણાય છે એ પણ એની પૌગલિક સમૃદ્ધિના કારણે જ.” આ અંગે વધુ વિચારણા માટે વાંચો : હૈયું મારું નૃત્ય કરે....... પુદ્ગલ અને જીવ પ્રત્યેના આપણા વલણમાં આ જે તફાવત છે તેના કારણે મગજમાં એક અજબ ગણિત સ્થાન લે છે. આ એક એવું ગણિત છે જેનો આવિષ્કારક કોણ છે ? ક્યારે એ અસ્તિત્વમાં આવ્યું ? કેમ આવ્યું ? કશી ખબર નથી. કોઈ ટીચર-બીચર વર્ગમાં કે ટ્યુશન ક્લાસમાં ભણાવે છે એ સાંભળ્યું નથી... એની કોઈ ટેસ્ટબુકરેફરન્સબુક કે ગાઈડબૂક પબ્લિશ થઈ હોય એવું જોવા મળ્યું નથી.. છતાં એક વાત નિશ્ચિત છે. બાળક જ્યારે આ દુનિયામાં સૌ પ્રથમવાર આંખ ખોલે છે ત્યારથી આ સૂત્ર શીખ્યું જ હોય છે કે.... પોતાનાપણું જેટલું ગાઢ. ભૂલ એટલી ક્ષમ્ય... એક અંગ્રેજી કહેવત આ જ વાત જણાવે છે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સંપ ત્યાં જંપ.. 'When the love is thick, fault is thin. When the love is thin fault is thick.' જયારે પ્રેમ ગાઢ હોય છે ત્યારે ભૂલ નાની લાગે છે, અને જ્યારે પ્રેમ પાતળો હોય છે ત્યારે ભૂલ મોટી લાગે છે. આ છે પ્રેમનું અજબ ગણિત..... અત્યંત પ્રિય કાચનું ઝુમ્મર નોકરથી તૂટી જાય તો માણસ શું દંડ કરશે ? વિનીત પુત્રથી તૂટી જાય તો શું સજા ફરમાવશે ? પ્રેમાળ પત્નીથી તૂટી જાય તો શું શિક્ષા કરશે ? અને પોતાનાથી જ તૂટી જાય તો શું સજા ફટકારશે ? નુક્શાન સમાન હોવા છતાં આ સજામાં કેમ ફેર પડે છે ? જવાબ સ્પષ્ટ છે કે નોકરની ભૂલ જેટલી અક્ષમ્યા લાગે છે એટલી પુત્રની લાગતી નથી. પત્રની લાગે છે એટલી પત્નીની નથી લાગતી. ને પત્નીની લાગે છે એટલી પોતાની કુદરતી રીતે જ લાગતી નથી. તે ત્યાં સુધી કે પોતાનાથી તૂટી ગયું હોય ત્યારે દિલમાં દુ:ખ ભલે કદાચ થાય, પણ સજા કરવા જેવું તો લાગતું જ નથી. આ જ બાબત પ્રસ્તુતમાં પણ કામ કરી રહી છે. પુદ્ગલ પરનો રાગ એટલો બધો ગાઢ છે કે પ્રતિકૂળતામાં પણ એની ભૂલ દેખાતી નથી, એના પર વૈષ-ગુસ્સો નથી આવતો. જીવ પર આજ સુધી વાસ્તવિક પ્રેમ-મૈત્રી જામી નથી, માટે એની કોઈ ભૂલને સાંખી લેવા જીવ તૈયાર નથી, એના પર તુરંત એનો દ્વેષ પ્રવર્તવા માંડે છે. ૧૪૪૪ ગ્રન્થોના મહાન સર્જક શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટપ્રકરણમાં પ્રતિપાદન કર્યું છે કે, “રાગ જીવ અને પુદ્ગલ બન્ને પ્રત્યે હોય છે જયારે દ્વેષ જીવો પર હોય છે, પુદ્ગલ પર હોતો નથી.' એમાં પણ જીવો પર રાગ હોવો જે કહ્યો છે, તે પૌગલિક રાગને કારણે કહ્યો છે એવું લાગે છે. એટલે મુખ્યતયા જડ પર રાગ અને જીવો પર દ્વેષ આ જ જીવની અનાદિકાલીન પરિસ્થિતિ છે. તેથી આગળના પ્રકરણમાં જોયું તેમ અનાદિની ચાલને ત્યજીને હવે ગણિત બદલવાનું છે. પુદ્ગલ પ્રત્યે દ્વેષ = વૈરાગ્ય અને જીવ પ્રત્યે રાગ = મૈત્રી કેળવતા જવાનું છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી-પ્રીતિ કેળવવા માટે આવી વિચારણા પણ ઉપયોગી બની શકે છે. આપણને બીજા પ્રત્યે જયારે જ્યારે પણ જે આદરપ્રીતિ જાગે છે તે તેનામાં દાન-શીલ વગેરે આધ્યાત્મિક કે રૂપ-સંપત્તિ વગેરે ભૌતિક ચીજ જોઈને લાગે છે. તો જ્ઞાનીઓ કહે છે કે આ દાન-શીલ-રૂપસંપત્તિ વગેરે બધા કરતાં બેશક, ચૈતન્ય વધારે મૂલ્યવાનું છે, અધિક મહત્ત્વનું છે... અત્યંત આદરણીય છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે વિદ્વત્તારૂપ..સંપત્તિ વગેરે કશું જોવાની જરૂર નથી. ચૈતન્ય છે ને ? વાત પૂરી થઈ ગઈ...ભેટી For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ પર હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં જ પડો.ચાહવા માટેની શરત પરિપૂર્ણ થઈ ગયેલી જ છે. એટલે કોઈ પણ માનવ..પશુ..પંખી....વનસ્પતિ....વગેરે જ્યાં જ્યાં ચૈતન્ય જોવા મળે....મૈત્રી વહાવવી ચાલુ કરી દેવી જોઈએ.....આને જ રેવાન્સ ફોર લાઈફ કહે છે ને! બીજી રીતે વિચારીએ તો, આપણને કોઈના પ્રત્યે જે દ્વેષ-દુર્ભાવ જાગે છે એ, તે વ્યક્તિના તેવા વિચારો-અભિપ્રાયો, વચનો કે વર્તણુંકના કારણે બહુધા જાગતો હોય છે. પણ આ બધું તો વસ્તુતઃ એ આત્માનું પણ પોતાનું નથી, ઉપાધિ રૂપ છે. એના પોતાના સ્વરૂપનો-શુદ્ધ આત્મતત્ત્વનો વિચાર કરવામાં આવે તો એમાં કશું જ વૈર-વિરોધ કરવા જેવું લાગશે જ નહીં. પ્રભુ વીર જેવો જ એનો પણ શુદ્ધ આત્મા દેખાવાથી પ્રીતિ જ વહાવવાનું મન થશે. મૂળમાં રત્ન પાણીદાર-લક્ષણવંતું છે, પછી એના પર થોડો મેલ જામી ગયો હોય એને મહત્ત્વ આપીને એનો તિરસ્કાર કરવાનો કે અંદરના ગુણો પારખી એનો સત્કાર કરવાનો? સામી વ્યક્તિની કેવલજ્ઞાનાદિમય ચેતનાની સામે એની આપણને નાપસંદ મન-વચન-કાયાની પ્રવૃત્તિ શી વિસાતમાં છે કે જેથી એને લક્ષમાં લઈ શત્રુતા વહાવવી ? ને એની સાથે મૈત્રીસંબંધ ન જોડવો ? બાકી જેનો સ્વભાવ જ સાવ વિપરીત છે, એવા જડ પુગલો સાથે સંબંધ ટકવાનો પણ કેટલો ? એક ભાઈ દાનવીર હોય, બીજો કૃપણનો કાકો હોય, એક દરેક બાબતમાં ઉદાર વલણ રાખવાવાળો હોય, બીજો નાની નાની વાતને પણ ચોળીને ચીકણી કરનારો હોય, એક ધર્મની તીવ્ર રુચિવાળો હોય, અને બીજો ધર્મના તીવ્ર દ્રષવાળો હોય...આવા સાવ વિપરીત સ્વભાવવાળા બે ભાઈઓ ભેગા રહેતા હોય, તોપણ તેઓ કેટલું ભેગું રહેવાના ? એક દિવસ તેઓનો સંબંધ તૂટવાનો જ. એમ જીવ અને જડ એ બન્ને સાવ વિપરીત સ્વભાવવાળા છે. જીવ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગરનો છે, અમૂર્ત છે, જ્યારે જડ દ્રવ્ય રૂપ-રસ-ગંધ અને સ્પર્શવાળું છે, મૂર્ત છે. જીવ જ્ઞાનસ્વભાવવાળો છે, પુદ્ગલ જ્ઞાનશૂન્ય સાવ જડ છે. જીવ નિત્ય છે, પુગલ અનિત્ય છે. આમ સાવ વિપરીત સ્વભાવવાળા પુદ્ગલ સાથે જીવનો મેળ કેટલો જામવાનો? એ એને જેટલો વળગવા જશે એટલો જ શું હેરાન થયા વગર રહેશે ? પરસ્પર વિપરીત સિદ્ધાંતો ને વિચારધારા ધરાવનાર ભાજપ અને માયાવતીકાશીરામનું જોડાણ ઉત્તરપ્રદેશમાં ક્યાં લાંબું ટક્યું ? ને જ્યાં સુધી એ ટક્યુંભાજપ માયાવતીને વળગતો રહ્યો ત્યાં સુધી ડગલે ને પગલે એને માનભંગ વગેરે વેઠવાં પડ્યાં ને ? માટે જ્ઞાનીઓ કહે છે કે હવે સાવ વિપરીત સ્વભાવવાળા એવા પુદ્ગલ પ્રત્યેનું આકર્ષણ તોડો અને અત્યંત એક સ્વભાવવાળા એવા જીવો સાથે મૈત્રીભાવ જોડો. હવે પુદ્ગલને પોઝ પાર્ટી માનો અને જીવોને પોતાની પાર્ટી માનો. કોઈ પણ જીવ તરફથી પ્રતિકૂળ વર્તન For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સંપ ત્યાં જંપ.... થાયતો, “આ તો મારી પાર્ટીના માણસનો મારા પગ પર પગ પડ્યો.'ઇત્યાદિ વિચારી ગમ ખાઈ જાવ, ન એની સાથે ઝગડવા બેસો કે ન એની સાથે શત્રુતા ઊભી કરો. પેલી કહેવત છે ને - se l'United we stand, Divided we fall.' - L“સંપ ત્યાં જંપ”, “સંહતિઃ કાર્યસાધિકા'- જ્ઞાનીઓ આ કહે છે. જીવો સાથે તમારો સંપ હશે તો કમસત્તાને મહાત કરી શકશે, જીવો સાથે જો કુસંપ હશે, તો તમે તૂટી પડશો. એક વાર્તા આવે છે. મરણપથારીએ પડેલા પિતાના પ્રાણ પરલોક પ્રતિ પ્રયાણ કરતા નહોતા. તે જોઈને પુત્રોએ પુછ્યું, “પિતાજી ! તમારે કંઈ કહેવું છે... તમારી કોઈ ઇચ્છા બાકી રહી જાય છે ?” ત્યારે પિતાએ ચારેય પુત્રોને બોલાવીને કહ્યું કે, “પેલી રૂમમાં બાંધેલો ભારો છે. એ લઈ આવો ને એને તોડો.” એ ભારાના બે ટુકડા કરવા માટે પુત્રોએ પોતાની સઘળી તાકાત અજમાવી જોઈ, પણ એ ન તૂટ્યો. ત્યારે પિતાએ કહ્યું, “હવે એ ભારાને છોડી નાંખો અને એક એક લાકડીને તોડો.” પુત્રોએ એ મુજબ કર્યું, અને સરળતાથી બધી લાકડીઓ તૂટી ગઈ. પિતાએ અંતિમ સલાહ આપી - ‘જયાં સુધી તમે ભેગા રહેશો ત્યાં સુધી કોઈ તમને હેરાન નહીં કરી શકે, જે દિવસે તમે જુદા પડ્યા એ દિવસથી તમારી હેરાનગતિ ચાલુ થવાની છે, એ આના પરથી સમજી લ્યો.” જીવ જો મૈત્રીભાવના સંબંધથી સર્વ જીવો સાથે જોડાયેલો છે. તો કર્મસત્તાની તાકાત નથી કે એ જીવને હેરાન કરી શકે, અને જીવ જો શત્રુતાની દિવાલ ઊભી કરીને અન્ય જીવોથી વિખૂટો પડી ગયો તો વિશ્વમાં એવી કોઈ હસ્તી નથી જે એને બધી રીતે હેરાન કરતી કર્મસત્તાને રોકી શકે. પ્રેમ મેગીને ટેક્ષવવા માટે મનમાં ચાલતી કલ્પનાઓ પર કેરોલ લાવો. જરાક અણગમતું વર્ણન જોવા મળે તે માણસ જાતજાતની શંકાઓકાનાઓમાં તણાવા માંડે છે. જે ત્વનાઓ, મોટે ભાગે. સમી હિતે વધુ બગડી ગયેલી, આપણાથી વધુ ફ્રન્ટ થઈ ગયેલી જણાવવા દ્વારા એની સાથેના સંવાદોમાં સરગ ચાપ છે. વારતવિકતા એટલી બગડેલી નથી હોતી જેટલી કલ્યના એને ચીતરે છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ DIVIDE AND RULE 6. 'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ હિન્દુસ્તાનના રાજાઓ કમજોર ન હતા, બળવાન હતા. કાયર નહોતા, ખુમારીવાળા હતા. નબળા નાના સૈન્યવાળા ન હતા, ખમીરવંતા સૈન્યો ધરાવનારા હતા. એમનો શસ્ત્રભંડાર ખૂટી ગયો નહોતો, છલકાતો હતો. યુદ્ધકૌશલની ખામી નહોતી, પણ પ્રવીણતા હતી. તેમ છતાં હજારો કિલોમીટર દૂરથી આવેલા જૂજ સંખ્યાના અંગ્રેજો શી રીતે વિજય પામી શક્યા ? શેના પર દેશને ગુલામ બનાવી શક્યા ? આવેલ સૈન્ય અને તેના શસ્ત્રપુરવઠાનો જો વિચાર કરીએ તો હાથીની સામે કીડી જેવા પણ નહોતા... એટલે સામાન્યતઃ તો તેઓ જીતે એવા ચાન્સ ૧૦% પણ નહોતા. છતાં તેઓ જીત્યા એ Fact છે. આખરે ક્યા બળ પર તેઓ જીત્યા ? તો કે Divide and Rule : પરસ્પર ભેદ કરો. એટલે તેઓ પરસ્પર ઝગડવા માંડે પછી તેઓને હરાવી શાસન કરો. આ કાતિલ ભેદનીતિના જોર પર કમજોર અંગ્રેજોએ પણ હિન્દુસ્તાનના જોરાવર શહેનશાહોને ઝુકાવી દીધા અને હિન્દુસ્તાનને દરેક રીતે ચૂસી લીધો. જ્ઞાનીઓ કહે છે કે કર્મસત્તા બળવાન નથી. કર્મની શક્તિ કરતાં કંઈક ગણી વધુ છે જીવની શક્તિ.. કર્મસત્તા પોતાની શક્ય તમામ તાકાતથી કોઈ જીવ પર તૂટી પડે, અને એ જીવને સૂક્ષ્મનિગોદના અપર્યાપ્ત ભવમાં ધકેલી દે, તોપણ એના મૂળભૂત જ્ઞાનગુણનો સર્વથા નાશ કરી શકતી નથી. અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન તો દરેક જીવને વિદ્યમાન રહે જ છે. જ્યારે જીવ પોતાનો પ્રકૃષ્ટ પુરુષાર્થ ફોરવે છે અને તમામ તાકાતથી કર્મસત્તા પર તૂટી પડે છે ત્યારે ક્ષપકશ્રેણિમાં, શાસ્ત્રકારો કહે છે કે, શુક્લધ્યાનનો એવો પ્રચંડ અગ્નિ પ્રગટાવે છે, કે જેમાં એના પોતાના જ નહીં, પણ જો અનંતાનંત સર્વજીવોનાં કર્મ સંક્રાન્ત થઈ જાય, તો એ બધા ભસ્મીભૂત થઈ જાય. એ તો અન્યનાં કર્મ અન્યમાં સંક્રાન્ત થતાં નથી, માટે માત્ર તે જ જીવનાં કર્મોનો નાશ થાય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ ૫૫ આમ જીવની તાકાત કર્મસત્તા કરતાં ઘણી વધારે છે, અને તેમ છતાં જ્યાં સુધી જીવ, ચરમાવર્નમાં યોગ્ય ભૂમિકા પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી તો સંપૂર્ણપણે કર્મસત્તા જ એના પર રાજ કરે છે. ગળિયા બળદ જેવા જીવને તો એ કર્મસત્તા જેવા નાચ નચાવે તેવા નાચ જ નાચવાના હોય છે. ચરમાવર્તમાં પણ જાગૃતિ અને આરાધનાના એક અનંતમા ભાગ જેટલા કાળને છોડીને શેષકાળમાં, કોઈ ને કોઈ છિદ્ર શોધી એ જીવ પર તૂટી પડે છે, અને જીવને બૂરી રીતે હેરાન કરે છે. જીવ પર એનું આ જે રાજ ચાલે છે એમાં એક એવું પણ મહત્ત્વનું સૂત્ર આ છે : Divide and Rule જીવોમાં પરસ્પર મૈત્રી-એકતા ન થાય એ માટે શત્રુતાની-ભાગલાની એક ભયંકર દિવાલ ઊભી કરે છે આ કર્મસત્તા.. અને પછી મજેથી તેઓ પર રાજ કરે છે. જેમ અંગ્રેજોએ હિન્દુસ્તાનના રાજાઓને કોઈ ને કોઈ નાનીમોટી લાલચ બતાવી સહાય કરવાની તૈયારી દેખાડી અને પરસ્પર લડાવી નબળા પાડી નાખ્યા. પછી તેમનું કામ આસાન હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ છૂટા પડી ગયેલા એકલા-અટૂલા રાજાઓને જોતજોતામાં જ મસળી નાખ્યા. કર્મસત્તા પણ પારંગત છે આ વિદ્યામાં. એણે ભારતીયોને તો ફસાવ્યા અંગ્રેજોને પણ ફસાવ્યા. ન એણે હાથીઘોડાને છોડ્યા કે ન દેવ-દાનવોને. જીવમાત્ર પર પોતાનો ઝંડો લહેરાવી દીધો... આ માટે એ આ જ કુટિલનીતિ અપનાવે છે. થોડી લાલચ આપી અને જીવ આવી ગયો મુઠ્ઠીમાં.. લાલચ પણ અનેક પ્રકારની એ આપે છે. કોઈને ધનની.... કોઈને સત્તાની... કોઈને માનસન્માનની... કોઈને સમાજમાં સ્થાન-પ્રતિષ્ઠા તથા મોભાની... કોઈને યશકીર્તિની આવી બધી અનેક પ્રકારની લાલચ દેખાડે છે. “લાલચ બૂરી બલાય...' જીવ એની લાલચમાં ફસાઈ જાય છે. “જો ફલાણાને તું શીશામાં ઉતારશે તો તને આ મળશે, એ માટે જોઈતી બુદ્ધિ બળ વગેરેની સામગ્રી હું તને પૂરી પાડીશ” આવી પ્રેરણા કરે છે અને મૂઢ જીવ ! એની લોભામણી વાતોમાં લેવાઈ જાય છે. એ મુજબ વર્તવાનો સંકલ્પ કરે છે, અને પોતાની પાર્ટીના જ સભ્યો એવા અન્ય જીવોને એ ધન, વિષય વગેરેના સુખોની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત દેખી એની સાથે શત્રુતાના ભાવો કેળવવા માંડે છે. અને કર્મસત્તાને ઘી-કેળાં થઈ જાય છે. પરસ્પર શત્રુતાની દિવાલથી ડિવાઈડ થયેલા જીવો પર એ આસાનીથી પોતાની હકૂમત ચલાવવા માંડે છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં મોહરાજાની કેવી મુત્સદી ! એ જીવને કેવો મહામૂર્ખ બનાવે છે ? જે વસ્તુ પોતાની છે નહીં ને પોતાની થવાની નથી એની ખાતર પરસ્પર ખાનાખરાબી નોંતરે છે. રેલવેમાં ભયંકર ભીડમાં મુસાફરી કરનારો મુસાફર અન્ય પેસેન્જરોના કારણે સ્વકુટુંબીઓ સાથે ઝગડવા માંડે તો કેવો મૂર્ખ ગણાય ? કોઈપણ જીવ સાથે અન્ય જીવને જે શત્રુતા ઊભી થાય છે, એ ધન-સત્તા-માન-અપમાન-રૂપ-રસ વગેરે વિષયોના કારણે થાય છે. ક્યારેય કોઈ જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે આત્મગુણોના કારણે શત્રુતા ઊભી થતી નથી. રૂપ-રસ વગેરે પુદ્ગલના ગુણો છે. એના કારણે પોતાના સ્વજન સમાન અન્ય જીવ સાથે ઝગડવા બેસવું એ શું મહામૂર્ખતા નથી ? ઓછુંવત્તું કે સારું-નરસું આપવું એ પણ કર્મસત્તાએ જીવોમાં ભાગલા પાડવા માટે અજમાવેલું એક કાતિલ શસ્ત્ર છે. કચ્છના ઉજ્જવળ ઇતિહાસમાં ભદુઆ અને ભાદ્રામ નામના બે ભાઈઓના નામ પર બે વંશ ચાલ્યા. એ બે વંશના વંશજો અનુક્રમે આજી અને પુનરાજી સરકાછામાં સલાહસંપથી રાજય કરતા હતા. તેઓ અત્યંત તેજસ્વી અને બહાદુર હતા. જરકાછામાં દુકાળ પડવાથી પોતાનું સર્વસ્વ એવું વિપુલ સંખ્યાનું પશુધન લઈને પંજાબ તરફ ચાલવા માંડ્યા. અનેક ઠેકાણે અનેક પરાક્રમો કરીને શિયાળકોટ સુધી પહોંચ્યા. ત્યાંનો રાજા સોરસીપીઓ કે જેનું બળ અને સૈન્ય આ આજી અને પુનરાજી કરતાં ઘણું વધારે હતું તેને પણ હરાવીને શિયાળકોટમાં રાજ્ય કરવા માંડ્યા. આ સોરસીપીઓ કાબુલના પાદશાહનો ખંડિયો હતો. એટલે પાદશાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કહેણ મોકલ્યું કે, “તમે શિયાળકોટનો ત્યાગ કરી જાવ અથવા શાહી સૈન્યનો સામનો કરવા તૈયાર થઈ જાવ.” આથી આજી-પુનરાજી ગભરાયા. પાદશાહ સામે ટક્કર ઝીલવાની હાલ તેઓની કોઈ હેસિયત નહોતી. તેથી પોતાના બાપદાદાનો મુલક જરકાછો પણ ગુમાવવો પડે એવી તેમની ઇચ્છા નહોતી, વળી હવે જરકાછામાં દુકાળ ઓસરી ગયો હતો, ત્યાંના લોકો પણ આ બેને યાદ કરતા હતા. શિયાળકોટને પકડી રાખવામાં તો “લેને ગઈ પૂત ઓર ખો આઈ ખસમ' જેવું બનવાનો સંભવ હતો. એટલે હવે શું કરવું એના વિચારમાં પડ્યા. છેવટે બન્નેએ નિર્ણય કર્યો કે આજીએ પાંચસો ઊંચી જાતનાં વાછરડાં લઈને કાબુલના પાદશાહ પાસે For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ 'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ ૫૭ નજરાણા રૂપે મૂકવા અને પછી પાદશાહની આજ્ઞાને અનુસરવું. તેથી આજી ભદુઆ ૫૦૦ વછેરા લઈ કાબુલ પહોંચ્યો. નજરાણું જોઈ પાદશાહ પણ ખૂબ ખૂબ પ્રસન્ન થયો. ‘તમારી શી ઇચ્છા છે ?” એ પાદશાહે પૂછયું. એટલે આજીએ પોતાની ઇચ્છા જણાવી. પાદશાહે પણ એ વાતને સ્વીકારી. પણ પાદશાહે પૂર્વે પણ આજી-પુનરાજીનાં પરાક્રમો સાંભળ્યાં હતાં. બળવાન સોરસીપીઆને હરાવ્યો જાણીને પણ તેઓના બળની કલ્પના કરી હતી. વળી આજે આજીની મુલાકાતમાં પણ એની તેજસ્વિતાને પિછાણી. એટલે પાદશાહને એ વાતની સ્પષ્ટ પ્રતીતિ થઈ કે, “આ લોકો ક્યારેક મને પણ વિનરૂપ બને એમ છે.” એટલે ટાઢે પાણીએ ખસ જાય એવા કોઈ ઉપાયને ચિંતવવામાં એ પડ્યો. છેટે તેણે એક યુક્તિ ખોળી કાઢી. એણે નક્કી કર્યું કે આ બે ભાઈઓ વચ્ચે કસંપ થાય તો પછી અંદરઅંદર શંકામાં શેકાઇને અને વૈરની આગમાં બળીને તેઓ કમજોર થઈ જાય કે નાશ પામી જાય. અને મારું વિઘ્ન દૂર થાય. પણ પરસ્પર અત્યંત વિશ્વાસુ અને સુલેહ-સંપવાળા આ બેમાં કુસંપ કઈ રીતે ઊભો કરવો ? એ પણ એક પ્રશ્ન હતો. એનો પણ એણે જવાબ વિચારી લીધો. એણે બન્ને માટે ઉત્તમ પ્રકારની પહેરામણીઓ તૈયાર કરાવી. પણ તેણે વિચાર્યું કે બન્ને એકસરખા બળવાન છે તેમજ બન્નેની પાસે એકસરખા માણસો અને પશુધન છે. બન્નેને એકસરખી પહેરામણી જો આપીશ, તો મારો ઇરાદો બર નહીં આવે. પણ જો ઓછીવત્તી પહેરામણીઓ હશે, તો જરૂર એમનામાં ફાટફૂટ પડશે. એટલે આજી માટેની પહેરામણી ઘણી ભારે કિંમતની તૈયાર કરાવી અને પુનરાજી માટેની ઓછી કિંમતની તૈયાર કરાવી. એ પહેરામણીઓ લઈને આજી પાછો ફર્યો. શિયાળકોટ પહોંચીને એણે પહેરામણીઓ પુનરાજીને બતાવી. પાદશાહની બાજી સફળ થઈ. પોશાકો જોઈને પુનરાજીને આજી પ્રત્યે શંકા ઉત્પન્ન થઈ. તેણે આજીને પૂછયું કે, “આપણે બન્ને સરખા છીએ. બેમાંથી કોઈએ વધુ પરાક્રમ નથી કર્યું, તો પછી પાદશાહની પહેરામણીમાં આવો ફેર કેમ ?” આજીએ નિખાલસભાવે કહ્યું કે, “પાદશાહે આમ કેમ કર્યું તેનું કારણ હું પોતે પણ સમજી શકતો નથી. હું તો એમણે જે આપ્યું તે લઈને અહીં આવ્યો.” પણ આજીના આ ખુલાસાથી પુનરાજીના મનનું સમાધાન થયું નહીં. આ માટે એના મનમાં શંકાનો એવો For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં કીડો સળવળવા લાગ્યો કે, “પાદશાહ પાસે આજીએ મને જરૂર હલકો પાડ્યો હશે અને પોતાની જાતને પરાક્રમી ચીતરી હશે તેનું જ આ પરિણામ છે. એ વખતે તો એ કાંઈ બોલ્યો નહીં, પણ અંટસનો કાંટો પેસી ગયો. કચ્છનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પછી એ બન્ને વચ્ચે ભયંકર વેર થયાં, રાજય જુદાં થયાં, બન્ને પક્ષે ઘણી ખાનાખરાબી અને જાનહાનિ થઈ. આજીનું-પુનરાજી સાથેના યુદ્ધમાં મૃત્યુ થયું, અને તેઓની વંશપરંપરામાં પણ વૈર આગળ ચાલ્યું. પૌદ્ગલિક ચીજો ઓછીવત્તી આપવી એ એક કાતિલ ભેદનીતિ છે, જે વૈરની ભયંકર પરંપરા ઊભી કરે છે. “સીતા રામચંદ્રજીને મળે અને મને (રાવણને) કેમ નહીં ?” એના પર જ રામાયણ સર્જાઈ - છે ને ! “સેચનક હાથી અને દિવ્યકુંડલો હલ્લવિહલ્લ પાસે જ શા માટે રહે ? હું રાજા છું, એ મારી પાસે હોવાં જોઈએ.” સ્ત્રીહઠપ્રયુક્ત આવી હઠના કારણે જ કોણિકે પોતાના સગા ભાઈઓને શત્રુ બનાવ્યા ને ! કરોડો માનવીઓનો સંહાર કરનાર રથમૂસળ અને કંટકશિલા યુદ્ધનો ભડકો આ વિષમતામાંથી જ થયો હતો ને ! અરે ! ગૃહસ્થોની શી વાત કરવી ? આ વિષમતા એટલી કાતિલ છે કે સાધુતાના ઉન્નત શિખરે પહોંચેલા સાધકોના જીવનમાં પણ ઉથલપાથલ મચાવી દે છે. સિંહની ગુફાની આગળ ચાર મહિના નિર્જળ ઉપવાસ કરી ચોમાસું કરનારા અને ગુરુએ માત્ર “દુષ્કરકારક' કહ્યું અને વેશ્યાને ત્યાં પરસ ભોજન કરી ચાતુર્માસ કરનારા ધૂલિભદ્રને દુષ્કરદુષ્કરકારક' કહ્યું. આટલી જ વાત પર સિંહગુફાવાસી મુનિ સ્થૂલિભદ્રજીના હરીફ બની ગયા હતા ને ! વર્તમાનમાં પણ નજર નાખો ને ! બાપના વારસાની વહેંચણી કરવામાં અમુક ચીજ તો હું જ રાખું' એવા આગ્રહને વશ બની બે ભાઈઓ પરસ્પર બોલતાં બંધ થઈ જાય છે, એકબીજાના વ્યવહારમાં આવતા જતા અટકી જાય છે, ઝગડે છે, કોર્ટે ચડે છે, યાવત્ સર્વથા ફનાફાતિયા થઈ જાય ત્યાં સુધી એકબીજાની ટક્કર ઝીલે છે. આ ચીજને એ કેમ લે ?” આટલી જ વાત પર ઊભો થયેલો લેષભાવ એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે કે જે ભાઈની સાથે મોટા થયા, ખાધુંપીધું, રમ્યા ને ભણ્યા, જેની ખાતર ક્યારેક પોતે ભોગ આપેલો, ક્યારેક એણે પોતાની ખાતર ભોગ આપેલો, અવસર આવ્યું પરસ્પર પ્રાણ પાથરી For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ 'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ ૫૯ દેવા સુધીની વાતો કરી હતી તે જ ભાઈ હવે આંખમાં કાંટાની જેમ ખેંચે છે. દુનિયાના બધા માણસો સારા લાગે છે અને એ જ ખરાબમાં ખરાબ લાગે છે. બીજાને ક્યારેક કદાચ સહાય કરવાનું થાય છે, ભાઈને ગમે તેવી પરિસ્થિતિમાં પણ સહાય કરવા જેવી લાગતી નથી. ઉપરથી એ તો એ જ લાગનો છે' એવું લાગે છે. આહાહાહા ! એક જ મા-બાપના સગા બે ભાઈઓ વચ્ચે પણ એક પૌદ્ગલિક વિનશ્વર ચીજ માટે કેવું વેરઝેર ! અને પછી ? પછી એક પરાયી ચીજ માટે સગા ભાઈ સાથે અબોલા અને તીવ્ર વેરઝેર રાખનારને બૂરામાં બૂરી રીતે હેરાન કરવાની કર્મસત્તાને ફાવટ આવી જાય છે. આજકાલ ઘરોમાં રામાયણ-મહાભારતની સીરિયલ ચાલતી જ રહેતી હોય છે, જેના નિર્દેશક ન રામાનંદ સાગર હોય છે કે ન બી.આર. ચોપરા..અને વગર નિર્દેશને પણ નાયક અને ખલનાયકની ભૂમિકા બરાબર અદા થાય છે. એક બાજુ હોય છે દેરાણી અને બીજી બાજુ જેઠાણી...પછી જોઈ લ્યો દે ધનાધન.....જેઠાણી ફાયરીંગનો પહેલો રાઉન્ડ છોડે છે....દેરાણીને પેલી કિંમતી સાડી કેમ આપી ? દેરાણી પણ કાંઈ કાચી માટીની નથી હોતી.... જેઠાણીને પેલો દાગીનો કેમ આપ્યો ? બિચારા સાસુ-સસરાને જેઠ-દિયરની હાલત તો જોવા જેવી થઈ જાય છે. કહે છે ને કે બે પાડા લડે ને ઝાડનો ખો નીકળી જાય.. દેરાણી - જેઠાણીના ઝગડામાં કુટુંબ પીસાય જાય છે. આ યુદ્ધમાં વૈવિધ્ય પણ હોય છે. “બધા દેરાણીને પ્રેમથી બોલાવે છે, મને નહીં, એનાં પીયરિયાંની વધારે સરભરા કરે છે, મારાં પીયરિયાંની નહીં. એણે કોક કામ સારું કર્યું હોય તો બધા પેટભરીને પ્રશંસા કરે છે, અને મેં કંઈક સારું કર્યું હોય તો બધા પ્રશંસા કરવામાં કંજુસ બની જાય છે.” આવા બધા કારણીએ કે ક્યારેક, “ભાઈ પેઢીમાંથી વધુ પૈસા ઉપાડે છે, ને હું ઓછા. મહત્ત્વની બાબતોમાં એને બધા પૂછે છે, એની સલાહ લે છે હું તો જાણે છું જ નહીં એમ મને તો કોઈ પૂછતું જ નથી, એ દુકાને મોડો આવે તો ચાલે ને મારે તો વહેલા જ જવાનું ! આવાં બધાં કારણોએ કુટુંબોના વિભાજન થાય છે અને અનેક પ્રકારની હાડમારીઓ ઊભી થાય છે. પહેલાં પરસ્પર હળીમળીને રહેલાં જે કુટુંબો આજે વિભક્ત થઈ ગયાં હોય અને હવે તો એકબીજાને કાપવામાં કે એકબીજાની હેરાનગતિ જોવામાં આનંદ માનનારા બની ગયા હોય એવા નજરે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ - હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં ચડતા દરેક કુટુંબનું સર્વેક્ષણ જો કોઈ પ્રાજ્ઞ પુરુષ કરે તો એ વિભાજનના મૂળ તરીકે આવી જ કોઈ “ચીજની આપ-લે, માન-સન્માન, ધન” વગેરેની વિષમતા જોવા મળે. માત્ર કુટુંબોમાં જ નહીં, સમાજમાં-દેશમાં અને દુનિયામાં પણ આ જ જોવા મળશે. એક મેગેઝિનમાં એક કિસ્સો વાંચવા મળેલો. ઈલાહાબાદની હાઇકોર્ટ કે જે એક ઐતિહાસિક કોર્ટ છે. ત્યાં જુના જૂના ઘણા મહત્ત્વના ઐતિહાસિક કેસો અને ચુકાદાઓ નોંધાયેલા છે. એની જૂની ઇમારતમાં કોર્ટના હૉલની બહાર દરવાજાની બે બાજુ પર બે જમીનદારોનાં સ્ટેટુ ગોઠવવામાં આવ્યાં છે. એની નીચે એ બન્નેનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. એ બને મિત્રો હતા અને બાજુબાજુમાં જ બન્નેની જમીનો હતી. એમાં જમીનના અમુક ભાગ માટે બન્ને વચ્ચે એકવાર વિવાદ થયો. બન્ને જણ એના પર પોતપોતાની માલિકી જમાવવાનો પ્રયાસ કરવા માંડ્યા. મામલો આ હાઈકોર્ટમાં આવ્યો. હવે વટનો પ્રશ્ન થઈ ગયો હતો. અને વેરનો બદલો લેવાની ભાવના જાગી હતી. એમાં બંને ત્યાં સુધી ખુવાર થઈ ગયા કે બધી સંપત્તિ અને આ વિવાદાસ્પદ જમીન સિવાયની તમામ જાગીર ખલાસ થઈ ગઈ. જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો ત્યારે માત્ર વિવાદાસ્પદ જમીનનો ટૂકડો કે જેના પર કોર્ટનો સ્ટે હોવાથી એમાંથી કોઈ વેચી શક્યું નહોતું તે જ વિજેતા જમીનદાર પાસે રહેલી મૂડી હતી, જ્યારે પરાજિત જમીનદાર પાસે કોઈ મૂડી રહેવા પામી નહોતી. આ ઇતિહાસ લખીને નીચે લખ્યું છે કે, “આ વાત બરાબર સમજી લ્યો, ને પછી કોર્ટમાં આવવું હોય તો આવો.” જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોંગીને પરાજિત કરવા કેટલાય વિરોધ પક્ષો ભેગા થઈને એક મોરચો બનાવવા પ્રયાસ કરે છે. બધા પક્ષો જાણે છે કે, “આપણે જુદા હોઈશું તો આપણા મત વિભાજિત થઈ જશે અને એમાં કોંગી ફાવી જશે. આ જ કારણ છે કે અમારો પક્ષ એકલો સરકાર રચી શકે એટલી બહુમતી તો નહીં પણ સબળ વિરોધ પક્ષ બની શકે એટલી બેઠકો પણ મેળવી શકે એમ નથી. માટે બધા વિરોધપક્ષોએ એક બનવું આવશ્યક છે.” વળી જ્યારે સર્વોદયનેતા જયપ્રકાશ નારાયણ વગેરેના પ્રયાસથી વિરોધપક્ષો ખરેખર એક થયા ત્યારે તેઓ કોંગીને પરાજિત કરી સરકાર રચી શક્યા, તેમજ જે જે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ 'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ ૬૧ ચૂંટણીમાં તેઓ પરસ્પર સમજૂતી સાધી ન શક્યા અને જુદા જુદા જ ચૂંટણી લડ્યા તે દરેકમાં લગભગ નાલેશીભર્યો પરાજય પામ્યા છે. એ પરાજયનું વિશ્લેષણ કરતી વખતે પાછું તેઓ બધા એક સૂરે બોલે છે કે આપણા મતો વિભાજિત થઈ ગયા અને કોંગી જીતી ગઈ. આવું બધું જાણતા હોવા છતાં અને પુનઃસંગઠિત થવાના પ્રયાસો કરવા છતાં લગભગ સમજૂતી થઈ જવા આવી હોય, ત્યારે ચૂંટણી ટાણે જ જયારે બેઠકોની ફાળવણી કરવામાં આવે છે તે વખતે વિરોધપક્ષોની એ એકતા પડી ભાંગે છે. “અમુક બેઠક તો અમારા પક્ષને જ મળવી જોઈએ, અમારે આટલી બેઠકો તો જોઈએ જ આ એક જ બાબત પર વિપક્ષીનેતાઓ પાછા જુદા પડે છે, એકબીજા સામે પોતપોતાના ઉમેદવારો ઊભા રાખે છે, પરસ્પર હરીફ બની એકબીજાની વિરુદ્ધ પ્રચાર કરે છે, ચૂંટણીમાં હારે છે, કોઈ કોઈ તો ડિપોઝીટ પણ ગુમાવે છે, અને પછી ચૂંટણી લડવા છતાં એ બેઠકને ગુમાવેલી જાણીને “અરરર ! આ બેઠક માટે આગ્રહ ન રાખ્યો હોત અને એકતા સાધી લીધી હોત તો અન્ય તો સારી સંખ્યામાં બેઠકો પામત.” આવો પશ્ચાત્તાપ કરે છે. “હવે પુનઃચૂંટણી આવે ત્યારે તો મન મોટાં કરી એકતા કરવી જ.’ એવા મનોરથો મનમાં દોડવા માંડે છે. પણ પુનઃ જ્યારે એકતા સાધી બેઠકોની ફાળવણીનો અવસર આવે છે ત્યારે “આ બેઠક તો બીજાને ન જ આપું.” એ મુદા પર ફરી આ જ વાતોનું પુનરાવર્તન થાય છે. જયારે કયા પક્ષને બેઠક મળે ? એનો પ્રશ્ન ન હોય ત્યારે પણ “પક્ષની ટિકીટ કોને મળે ? મને જ મળવી જોઈએ, અન્યને નહીં' એના પર અસંતુષ્ટો પેદા થાય છે અને પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઊભા રહી પક્ષની તાકાત ઘટાડી નાખે છે ને ! રાવના નેતૃત્વવાળી કોંગ્રેસની ૧૯૯૬ની ચૂંટણીમાં શું હાલત થઈ ? - બસ પૌલિક ચીજોની વિષમતા આ જ એક લગભગ બધે જોવા મળતું વિભાજક પરિબળ છે. આનાથી ભાગલા પડે છે, હરીફાઈ જામે છે અને પરિણામે વિનાશ થાય છે. જીવોમાં ભાગલા પાડી તેઓને કમજોર બનાવી પોતાનું આધિપત્ય જમાવવા અને ટકાવવા માટે કર્મસત્તા પણ આ વિભાજક પરિબળનો ઉપયોગ કરે છે. એ કોકને વધુ માનસન્માન અપાવે છે, કોકને ઓછું. કોકને સારું સૌભાગ્ય અપાવે છે કોકને દૌર્ભાગ્ય, કોકને સારી વસ્તુ અપાવે છે, કોકને નરસી, કોઈને For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬ર હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં જશ અપાવે છે- વાહ વાહ કરાવે છે, અને કોઈને અપજશ અપાવે છે-નિંદા કરાવે છે, કોકને અધિક સત્તા આપે છે કો'કને ઓછી. તેથી જે વ્યક્તિને “અહીં મને માન ઓછું મળે છે, મારો તો ભાવેય પૂછાતો નથી, મને ઓછી કે નરસી વસ્તુ આપી અને બીજાને વધુ કે સારી વસ્તુ આપી, મને જશ આપતા નથી બીજાને આપે છે.” આવાં બધાં કારણોએ અન્યથી જુદા પડી જવાનો વિચાર આવે, ત્યારે “આ તો કર્મસત્તાની Divide and Rule નીતિ છે; હું એનો ભોગ બની સ્વજન વગેરેનો ત્યાગ કરી હરીફ બનીશ તો પરસ્પર સ્પર્ધા થશે, શત્રુ બનીશું, કર્મસત્તાને ફાવટ આવી જશે અને હું ભયંકર રીતે પાયમાલ થઈ જઈશ.' ઇત્યાદિ વિચારીને તેમજ “મારું એવું પુણ્ય નથી, એનું એવું પુણ્ય છે, માટે આ વિષમતા ઊભી થાય છે.” ઇત્યાદિ વિચારીને જો એ છૂટા પડવાના વિચારને ફગાવી દેવામાં આવે તો વિભાજનથી બચી શકાય છે, પરસ્પર ઈર્ષ્યા-દ્વેષ-સંક્લેશ-વૈર વગેરેથી બચી શકાય છે, મૈત્રી ટકી રહે છે અને સ્વસ્થતા-શાંતિ-સમાધિ જળવાઈ રહે છે. માટે જ્યારે આવો કોઈપણ પ્રસંગ ઊભો થાય અને મનમાં વિભાજિત થવાના વિચારો ઊઠવા માંડે ત્યારે કર્મસત્તાની આ કાતિલ કુટિલનીતિમાં ફસાઈ ન જવાય એ માટે સાવધાન બની જવું હિતાવહ છે. “અહીં મારી પ્રશંસા ઓછી થાય છે અથવા થતી જ નથી' આવું અનુભવવા પર જેના મનમાં સંક્લેશો ઊઠવા માંડે છે અને જેનું મન કો'ક પ્રકારનો બળવો-ક્રાંતિ કરવા પોકાર કરે છે, તે વ્યક્તિ સિંહગુફાવાસી મુનિની શી હાલત થઈ ? એને જો નજરમાં લાવે, “ફલાણો દાગીનો મને કેમ ન મળ્યો, દેરાણીને કેમ આપ્યો ?” એ વિચારને ઘૂંટી-ઘૂંટીને અસહ્ય પીડારૂપ બનાવી વિભાજિત થવા તૈયાર થયેલી સન્નારી જો રથમુશળ અને કંટકશિલા યુદ્ધને માનસપટ પર અંકિત કર્યા કરે, તો સ્વપરના ઘોર અહિતમાંથી બચી જાય એમાં શું શંકાને કોઈ સ્થાન છે ? To en la human to forgive is divine. Good to forglve, Best to forget For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ '7. કમસત્તા : કુદરતે સ્થાપેલી કોટી ચાલી સિસ્ટમમાં રહેતા એક સજ્જનને એનો પડોશી વારંવાર અનેક પ્રકારની કનડગત કરતો હતો. પોતાનો કચરો આના આંગણામાં નાખે, ચાલીના કૉમન નળ પરથી પાણી ભરવામાં હંમેશાં ઝગડા કરે, રાત્રે સરખેસરખા જુવાનિયા ભેગા થઈ બાર-એક વાગ્યા સુધી હોહા કર્યા કરે, મોટે મોટેથી ટી.વી., રેડિયો વગાડે અને આની ઊંઘમાં ખલેલ પાડે. આ શાંતિ રાખવાની વિનંતી કરે તો પણ એનું અપમાન કરે અને જોરશોરથી ઝગડો કરી નાખે, ક્યારેક ક્યારેક તો આની યુવાન પુત્રીની મશ્કરી પણ કરે. આવી બધી અનેક પ્રકારની હેરાનગતિથી એ સજ્જન ત્રસ્ત તો હતા જ. એમાં વળી એક દિવસ આવા જ કોક કારણે બોલાચાલી થઈ ગઈ. પેલો પડોશી એકદમ ગુસ્સે ભરાયો. “આને એક વખત મેથીપાક ચખાડીશ તો ચૂપ થઈ જશે.” એમ વિચારી એ લાકડી લઈને આવ્યો. આ જોઈને એ સજ્જન પણ રોષે ભરાયો. પોતાનું રક્ષણ કરવાની અને એ ભવિષ્યમાં હેરાન કરવાની ખો ભૂલી જાય એ ગણતરીથી એ પણ પ્રહાર કરવા તૈયાર થઈ ગયા. ઝપાઝપીમાં એ સજ્જનથી એવો પ્રહાર થઈ ગયો કે જેથી એ પડોશીનું મૃત્યુ નીપજ્યું. પોલીસ આવી, ખૂનકેસ થયો, પેલા સજ્જનને કોર્ટમાં આરોપીના પીંજરામાં ઊભા રહેવું પડ્યું. મરનાર તરફથી પોતાને થયેલી અનેક વિટંબનાઓનું એણે સાક્ષી પૂર્વક બયાન કર્યું. છેલ્લે એ પણ કહ્યું કે એ મને મારવા આવ્યો હતો, એમાં સ્વરક્ષણ કરતાં હું ઉશ્કેરાયો અને આવો પ્રહાર થઈ ગયો. ન્યાયાધીશે ચુકાદો આપતાં કહ્યું કે આરોપી સજ્જને મરનાર તરફથી પોતાને થયેલી અનેક પ્રકારની કનડગતિઓનું જે વર્ણન કર્યું છે તેને કોર્ટ માન્ય કરે છે. આવી પરિસ્થિતિમાં ગુસ્સો આવી જવો એ માનવસહજ છે, તેમ છતાં કોર્ટ એમને નિર્દોષ છોડી શકતી નથી, કારણ કે તેઓએ કાનૂનને પોતાના હાથમાં લીધો છે. ચંબલની ખીણમાં રહેનારાઓ આવી પરિસ્થિતિને આગળ કરીને જ લોહી વહાવે છે. ફૂલન આવાં જ કારણોને વિચારીને “બેન્ડીટક્વીન” બની ગઈ હતી. શું આ બધા નિર્દોષ છે ? દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવો અને એનું પાલન કરાવવું એ કોર્ટનું કામ છે. કોઈપણ નાગરિકને For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં અન્ય કોઈપણ વ્યક્તિ તરફથી કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય, તો એણે કોર્ટને-સરકારને ફરિયાદ કરવી જોઈએ. એના પર કોર્ટ એ ગુનેગાર વ્યક્તિને એના ગુન્નાની યોગ્ય સજા કરે અને ફરિયાદ કરનાર નાગરિકના જાનમાલનું રક્ષણ કરે. પણ હેરાન થયેલ નાગરિકને એ ગુનેગારને સ્વયં સજા કરી દેવાનો અધિકાર નથી, કેમકે આ રીતે નાગરિક જો એને દંડ કરવા બેસી જાય તો એનો અર્થ એ થાય કે કાયદો અને વ્યવસ્થા એણે પોતાના હાથમાં લઈ લીધાં. આ પ્રમાણે દરેક નાગરિક જો કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લેવા માંડે તો દેશમાં અંધાધૂંધી ફેલાઈ જાય, પછી સરકાર પણ શી રીતે શાસન ચલાવે ? માટે ગુનેગાર તો ગુનેગાર છે જ, અને કોર્ટ તેને તો સજા કરશે જ, પણ જે નાગરિક કોર્ટનો-સરકારનો અધિકાર ઝૂંટવી લઈ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લ્ય, ગુનેગારને સ્વયં સજા કરવા બેસી જાય, તે નાગરિક પણ કોર્ટની દૃષ્ટિએ ગુનેગાર છે, સજાને પાત્ર છે. માટે આ સજ્જનને પણ કોર્ટ યોગ્ય સજા ફરમાવે છે. કોર્ટ કે સરકાર પોતાનું જે મુખ્ય કાર્ય છે એમાં જો કોઈ નાગરિક દખલ કરે, તો એને એ સહન કરી લેતી નથી. એ નાગરિકને પણ એ દંડ કરે છે. આ વિશ્વનું તંત્ર પણ કુદરતની સરકાર ચલાવે છે. તમામ જીવો આ રાજયના પ્રજાજન છે. એમાંથી કોઈ પણ જીવ કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન કરે કે અન્ય જીવોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરે તો તેને યોગ્ય સજા કરવા માટે કુદરતની સરકારે કર્મસત્તા નામની કોર્ટ સ્થાપેલી છે. એટલે કોઈપણ જીવ જો મિથ્યાત્વનું આસેવન વગેરે રૂપ અયોગ્ય વર્તન કરે છે, યા તો અન્ય જીવને ગાળ આપવી, અપમાન કરવું, એની વસ્તુ ચોરી લેવી, માર મારવો વગેરે રૂપે હેરાનગતિ કરે છે તો આ કર્મસત્તા નામની કોર્ટ એ જીવને અપરાધી ઠેરવી એની સજા કરે છે, અને એ રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે. પણ જો કોઈ જીવ પોતાને બીજા તરફથી થતી હેરાનગતિ જોઈને એને શિક્ષા કરવા મંડી પડે છે તો એની આ પ્રવૃત્તિને કર્મસત્તાની કોર્ટ, એ પીડિત જીવે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા રૂપે પોતાની (કોર્ટની) સત્તામાં માથું મા-દખલ કરી એવું ગણીને એ જીવને પણ ગુનેગાર ઠેરવે છે. ક્યારેક તો આ હસ્તક્ષેપને બહુ જ મોટો અક્ષમ્ય અપરાધ ગણાવી કર્મસત્તાની કોર્ટ એને ભયંકર સજા ફટકારી દે છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ ૬૫. આ એક નરી વાસ્તવિક્તા છે. જેણે ભયંકર સજાઓ માથે વહોરવી નથી એણે આનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. તેથી કોઈ વ્યક્તિ ગાળ આપે, ચારની વચમાં હલ્કો ચીતરે, કો'ક વસ્તુને બગાડી નાખે, મિત્રો-સ્વજનો સાથેના સંબંધમાં તિરાડ પાડવા એકબીજાની કાનાફૂસી કરે, મશ્કરી કરે, આક્રોશ કરે, માર મારે ઇત્યાદિ એક કે અનેક રીતે સતામણી કરે ત્યારે તું મને ગાળ આપે છે ? મારી જીભ પણ કાંઈ લુલી નથી થઈ ગઈ. હુંય તને ગાળ આપીશ.” ઇત્યાદિ વિચારીને એના અપરાધની સ્વયં સજા કરવા બેસી જવા કરતાં એ બિચારો અજ્ઞાન છે માટે ગુનો આચરે છે, મારે કાંઈ એ ગુનાની સજા કરવા બેસવું નથી, નહીંતર કાયદો-વ્યવસ્થા હાથમાં લેવા રૂપે હુંય ગુનેગાર બનીશ, મારેય ભયંકર સજા ભોગવવી પડશે.” ઈત્યાદિ વિચારીને સહન કરી લેવું એમાં જ શ્રેય છે. હેરાનગતિ કરનારને મારવો વગેરે એ કાયાથી કરેલી સજા છે, ગાળો આપવી, આક્રોશ કરવો વગેરે એ વચનથી કરેલી સજા છે અને એની પ્રત્યે શત્રુતાની વિચારણા કરવી એ મનથી કરેલી સજા છે. સ્વહિતકાંક્ષીએ આ ત્રણમાંથી એકેય પ્રકારની સજા અન્યને કરવી ન જોઈએ. એટલે મનથી પણ શતા ઊભી ન કરવી એ સ્વહિતને માટે અતિ આવશ્યક છે. એટલી પણ શત્રુતાને કર્મસત્તા પોતાના કાર્યમાં થયેલી દખલગીરી સમજી જીવને ભયંકર દુઃખપૂર્ણ સંસારભ્રમણની સજા ફટકારી દે છે. એટલે જો એ દુઃખપરંપરાથી બચવું હોય તો કોઈ પણ જીવ પ્રત્યે દિલમાં પણ શત્રુતા ઊભી ન કરવી, બબ્બે મિત્રતા જ વહાવતાં રહેવું એ ઇચ્છનીય છે. એમાં જ સ્વનું ને સર્વનું હિત સમાયેલું છે. બાકી નાની કે મોટી, એક વાર કે અનેકવાર, સહ્ય કે અસહ્ય, સકારણ કે નિષ્કારણ કરવામાં આવેલી કનડગતને જે સમભાવે સહન કરતો નથી અને જાણે કે પોતે જ સુપ્રીમકોર્ટનો ચીફ જસ્ટીસ ન હોય એમ હુકમનું પાનું પોતાના હાથમાં લઈને અપરાધીને સજા કરવા બેસી જાય છે એ જીવ કદાચ બીજી રીતે ઘણો ઊંચો આરાધક હોય, સાધુતાનું સુંદર પાલન કરવા રૂપ ઊંચી ભૂમિકાએ કદાચ પહોંચેલો હોય તોપણ કર્મસત્તા એને માફી બક્ષતી નથી. કિન્તુ પોતાનો ગુનેગાર માનીને એને પણ કડકમાં કડક સજા ફટકારી દે છે. પેલા બે ભ્રાતૃમુનિરાજો કટ અને ઉત્કર્ટ નામના બે ભાઈઓ સંસારથી ઉદ્વિગ્ન બની Forgiveness to the noblest revermeer For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં પ્રવ્રજિત થયા. ઘોર તપશ્ચર્યા સાથે ચારિત્રધર્મની સુંદર આરાધના કરે છે. સંયમ અને તપની આ જોરદાર સાધના પર અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. વિહારક્રમે વિચરતાં વિચરતાં આ બન્ને મુનિપુંગવો કુણાલામાં આવ્યા, ચાતુર્માસ રહ્યા. પણ મેઘરાજા રિસાયા છે. લોકોએ એમ માન્યું કે આ બે મહારાજોએ વરસાદને બાંધ્યો છે. તેથી લોકો તેઓ બેની અનેકવિધ કાર્થના કરવા લાગ્યા. ગાળાગાળી, અપમાન અને આક્રોશનાં વચનો કહેવા લાગ્યા. કો'ક કો'ક તો પત્થર અને લાકડીના પ્રહાર પણ કરવા લાગ્યા. પોતે કાંઈ ન કર્યું હોવા છતાં લોકો જે વિડંબનાઓ કરવા લાગ્યા તેનાથી આ બે વાજ આવી ગયા. અપમાન અને આક્રોશના વચનો તો સહન કર્યા, પણ જ્યારે પ્રહાર પણ થવા લાગ્યો, ત્યારે એમ ? અમારી તપ કૃશ કાયા જોઈને અમે કાંઈ કરી શકીએ એમ નથી, એમ સમજીને નિરપરાધી અમને આટલા હેરાન કરી રહ્યા છો ને હવે જોઈ લ્યો અમે શું કરી શકીએ છીએ, તમારે વરસાદ જોઈએ છે ને ?' એમ મનોમન વિચારી એક ભાઈ ગુસ્સાથી બોલ્યો, ‘વર્ષ દેવ કુણાલાયાં' “હે મેઘરાજા કુણાલામાં વરસો' એના પર બીજો ભાઈ બોલ્યો, “દિનાનિ દશ પંચ ચ” “માત્ર એકાદ બે વાર નહીં, પૂરા પંદર દિવસ વરસો.” પાછો પ્રથમ ભાઈ ત્રીજું ચરણ બોલ્યો, “યથા દિને તથા રાત્રૌ” “તે પણ માત્ર દિવસે જ નહીં, નિરંતર દિનરાત વરસો.” છેવટે એ શ્લોક પૂરો કરતાં બીજો ભાઈ બોલ્યો કે, “મુસલધારોપમેન ચે' “આ નિરંતર પંદર દિન વૃષ્ટિ પણ ઝરમર નહીં મુશળધાર થાઓ.” - Rain. cats and dogs.... બન્ને લબ્ધિપ્રાપ્ત મહાત્માઓ હતા. એમનું વચન નિષ્ફળ જાય એમ હતું નહીં. પંદર દિવસ સાંબેલાધાર વરસાદ થયો. જેમાં એ આખો મુલક તારાજ થઈ ગયો. બે ભાઈઓ મરીને સાતમી નરકના રૌરવ દુઃખોના મહેમાન બની ગયા. કઠોર સાધનાના જોર પર અનેક લબ્ધિઓ પામી ગયેલા મહાત્માઓને પણ જાણે કે કર્મસત્તાએ ચુકાદો આપી દીધો કે, ‘તમે નિરપરાધી હતા એ વાત સાચી, લોકોએ અસહ્ય લાગે એવી કદર્થનાઓ કરી હતી એ વાત પણ સાચી, તો પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને શિક્ષા કરવાનો તમને અધિકાર નથી. અધિકાર બહારની આ પ્રવૃત્તિ કરી એટલે તમે પણ ગુનેગાર બન્યા, તમારા ગુનાની સજા ભોગવવા માટે પહોંચી જાવ સાતમી નરકમાં.' For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ માટે જ્ઞાનીઓ કહે છે કે, “સહન કરો...જે આવે અને જેટલું આવે એ બધું જ સહન કરો. ઇટનો જવાબ ન ઇટથી આપી...ન પત્થરથી જે એવું કરવા ગયો એને કર્મસત્તાએ કડક સજા કરી જ છે. તેઓ બિચારા આજે પણ નરકમાં ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. માટે ક્યાંય પ્રહાર કરવાનું નામ નહીં. જે પ્રહાર કરવા ગયો તે ફેંકાઈ ગયો સમજો. પ્રહાર કરનારા હથોડા અલ્પકાળમાં જ ભંગારમાં ફેંકાઈ જાય છે, સહન કરનાર એરણ વર્ષો સુધી સ્થાયી રહે છે. પ્રહાર કરનારો અસ્થિર છે. સહન કરનારો સ્થિર રહે છે. ખાંડણી સ્થિર રહે છે, દસ્તાએ ઠેઠ ઉપરથી નીચે સુધી વારંવાર પછડાવું પડે છે. ઘા કરનારી તલવાર બુકી થાય છે ને બદલવી પડે છે, ઢાલ નહીં. ઘાણીમાં પીલાવા છતાં ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ એ વેદનાને સમભાવે સહી લીધી. ન ચૂં કે ચાં કરી કે ન પાલકને સજા કરી... તો ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, મોક્ષ મેળવી લીધો. અંધકસૂરિએ પાલક પ્રત્યે કોઈપણ જાતના દ્વેષ, તિરસ્કાર કે ક્રોધ વિના કે કોઈ જાતની બચાવની દલીલ કે પ્રતિક્રિયા વિના પોતાના પ્રાણપ્યારા ૪૯૯ શિષ્યોને ભયંકર રીતે યંત્રમાં પીલાતા ને મરતા જોયા, ભલભલાને ભયંકર ક્રોધ કરાવી દે એવા આ હડહડતા અન્યાયને એમણે સહન કર્યો. શિષ્યોને નિર્ધામણા કરાવવામાં જ તત્પર રહ્યા. જ્યારે છેલ્લા બાળમુનિ બાકી રહ્યા, ત્યારે વિનંતી કરી કે “જો ભાઈ અમે કોઈ દલીલ કે ઇચ્છા વ્યક્ત કરી નથી. પણ હવે મારી આ એક વિનંતીને તું માન. આ બાળમુનિને પીલાતા હું નહીં જોઈ શકું, એટલે પહેલાં મને પીલ, પછી એને.' પાલકને તો સૂરિને વધુમાં વધુ ત્રાસ આપવો હતો. એટલે જવાબ આપ્યો કે, “એમ છે ? તો તો હું પહેલાં બાળમુનિને જ પીલીશ.” એ જ પ્રમાણે એણે કર્યું. એની આ છેક છેલ્લી પાટલીની નાલાયકી અને અન્યાય જોઈને ખંધકસૂરિનો ક્રોધ ઝાલ્યો ન રહ્યો. એમણે સ્વયં ન્યાયાધીશ બની સજા ફટકારવાનો સંકલ્પ કર્યો. આ અન્યાયી રાજા અને મંત્રીના આ દુષ્કાર્યનો પ્રતિકાર કર્યા વિના મૂંગે મોઢે જોયા કરનાર આ પ્રજા સહિત રાજા અને મંત્રીનો હું નાશ કરનારો બનું.” અને કર્મસત્તાએ એને કહ્યું, “૫૦૦ શિષ્યોની જેમ તમારે પણ પીલાવાનું તો ખરું જ, દુઃખ તો એવું જ સહવાનું, 'પણ તમે સજા કરવા બેસ્યા તો તમને સિદ્ધિગતિની બક્ષિસ તો નહીં, કિન્તુ સંસારભ્રમણની સજા જ મળશે.” For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮. હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં પોતાના જાજવલ્યમાન કેવલજ્ઞાનમાં આ વાસ્તવિકતાને જોતા હોવાથી જ્ઞાનીઓ આપણને ઉપદેશ છે કે, “જે કાંઈ આવે તે બધું જ સહો, ક્યાંય પણ સજા કરવા બેસી ન જાવ. નહીંતર ભયંકર કર્મ બાંધી લેશો..જેનો દંડ તમારે જ ભોગવવો પડશે..” અરે ! કર્મસત્તા તો એવી વ્યાપક કોર્ટ છે કે તમારે ફરિયાદ સુધ્ધાં કરવાની જરૂર નથી. તમે ફરિયાદ કરી કરીને પણ કેટલી કરવાના ? કોઈ શરીરથી કે વચનથી તમને તમારી જાણમાં હેરાન કરે તેની ફરિયાદ કરી શકવાના. તમારી જાણ બહાર તમને જે હેરાનગતિ થઈ રહી છે તેની કે મનથી તમારા માટે દુર્ભાવ વગેરે કરવા રૂપ જે હેરાનગતિ થઈ રહી છે તેની તમે ક્યાં ફરિયાદ કરી શકવાના છો ? શું એની સજા નહીં થાય ? ના, કર્મસત્તા તો આવા આવા ગુનાની પણ નોંધ લઈ સજા ફટકારી જ દે છે. કોઈએ ગુપ્ત રીતે તમારી નિંદા કરી, તમારા માટે ખરાબ વિચારો કર્યા. એને અશુભ કર્મો બંધાઈ જ ગયાં, પછી તમારે ફરિયાદ કરવાની જરૂર જ શી છે ? માટે જ, જે કાંઈ પણ આવે તેનો સહર્ષ સ્વીકાર કરી લ્યો, કોઈ વૈરભાવ કે ગુસ્સો તો નહીં જ, ‘હાય હાય ! મારે આવું સહેવાનું? આવું તો શી રીતે સહેવાય ?' ઇત્યાદિ રૂપે હાય વૉય કે આજંદન પણ નહીં, કેમકે એ ફરિયાદ કરવા રૂપ છે અને આવી ફરિયાદને પણ કર્મસત્તા સાંખી લેતી નથી. એ જાણે કે એમ કહે છે કે “તને ખબર ન હોય તેવા પણ, તારા પ્રત્યે અન્ય આચરેલા અપરાધની તારી વગર ફરિયાદ પણ નોંધ લઈને એને સજા કરી દઉં છું. કોઈએ પણ આચરેલો અપરાધ આમાંથી બાકાત રહેતો નથી. મારું તંત્ર એટલું બધું ચોક્કસ છે કે આમાં ક્યારેય ગફલત થતી નથી. તેમ છતાં તું ફરિયાદ કરે છે એનો અર્થ તું મારા પર અવિશ્વાસ કરે છે. માટે તુંય ગુનેગાર છે. લે, સજા લેતો જા.” પુરુષાદાનીય પાર્શ્વપ્રભુનો જીવ મરુભૂતિ ! કેવું અનુપમ આરાધક શ્રાવક જીવન હતું. કમઠ તો પોતાની અવળચંડાઈના કારણે દેશનિકાલની સજા પામેલો. તેમ છતાં, “મેં રાજાને વાત કરી એ એના દુ:ખમાં નિમિત્ત બની ને ! માટે જ્યાં સુધી એને ખમાવું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે.” આવા ખમાવવાના ભાવથી ભાઈના પગમાં માથું નમાવ્યું. ત્યાં કમઠે મસ્તક પર મોટી શિલા ઝીંકી દીધી. અણધારી વેદનાથી અસાવધ બની ગયેલા મરુભૂતિએ “હાય ! હું ખમાવવા આવ્યો ને મારે વેદના For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ સહવાની આવી !” આવી ફરિયાદ કરી દીધી. કર્મસત્તાએ કહી દીધું, મારે કોઈ ફરિયાદ ન જોઈએ. તું ગમે તેટલો આરાધક ભલે ને હોય એક વાર તો પશુયોનિમાં ચાલ્યો જા, હાથી બની જા.” માટે જ્ઞાનીઓ કહે છે કોઈ પ્રતિકાર નહીં. પ્રતિકારની ભાવના નહીં, “એ હેરાન કરે છે' એવી નોંધ પણ નહીં, યાવત્ “હું હેરાન થઈ ગયો' એવી ફરિયાદ પણ નહીં. આમાંનું કાંઈ જ ન કરો. જે આવે તેને સહન કરો, સહન જ નહીં, સ્વીકારપૂર્વક સહન કરો, માત્ર સ્વીકારપૂર્વક જ નહીં, સહર્ષ સ્વીકારપૂર્વક સહન કરો, પછી જોઈ લ્યો, કોઈ સજા તો નહીં, પણ ઉમદામાં ઉમદા બક્ષિસ. ભૌતિક અને આધ્યાત્મિક... બન્ને સમૃદ્ધિઓનું જોરદાર ઈનામ. . હા, દુનિયામાં પણ તમને આ જ સત્ય સોળે કલાએ ખીલેલું જોવા મળશે. જે કેરી ગરમી સહન કરે છે તે મજેની સુગંધ અને અદ્ભુત સ્વાદ સ્વરૂપ સમૃદ્ધિ પામે છે. જે સોનું અગ્નિમાં તપે છે. એ જ ચળકે છે. જે હીરો એસીડમાં ઊકળીને સરાણ પર ઘસાય છે, એ જ ચમકે છે. જે પત્થર ટાંકણાના ઘા સહે છે એ જ પ્રતિમા બનીને પૂજાય છે. જડની સમૃદ્ધિ એના ઊંચા પ્રકારના રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરે છે. એ એને સહન કરવાથી જ ઊંચા ઊંચા પ્રકારના પ્રાપ્ત થાય છે. સાવ કર્કશ સ્પર્શવાળો પત્થર પણ જેમ જેમ ઘસાય છે તેમ તેમ કેવો લીસો બનતો જાય છે ! આ જ વાત જીવને લાગુ પડે છે. જે સહન કરે છે તે ઊંચી ઊંચી ભૂમિકા પામવા રૂપ સમૃદ્ધિ મેળવતો જાય છે. કુદરતે આ નિયમ અપનાવ્યો છે. Pay the price and gain it - શ્રેષ્ઠ સમૃદ્ધિ જોઈએ છે ? તો, મૂલ્ય ચૂકવો અને મેળવો. કુદરત પાસેથી ન તો કોઈ ચીજ ભીખ માંગીને મેળવી શકાતી કે ન તો ઝૂંટવીને લઈ શકાતી.. એનું મૂલ્ય ચૂકવીને જ ચીજ મેળવી શકાય છે. એ મૂલ્ય છે “સહન કરવું.” સહન કરવારૂપ પેમેન્ટ કરતા રહો અને કુદરત તમને સમૃદ્ધ કરતી જશે. ઠેઠ નિગોદમાંથી પૃથ્વીકાયાદિ કે બેઇન્દ્રિયાદિ જન્મો કે જ્યાં ધર્મ-અધર્મનો કોઈ વિવેક નહોતો તે જન્મો દ્વારા ઠેઠ પંચેન્દ્રિયપણું અને માનવભવ સુધીની ભૂમિકાએ અકામ નિર્જરાથી જે પહોંચાય છે તે પણ દુઃખો સહન કરવાનો જ પ્રભાવ હોય છે ને “સહન કરવું એ તો જીવનો અનાદિકાળથી સુખદાયક મિત્ર છે. સંસારમાં ઠેઠ નિગોદાવસ્થાથી લઈને ટોચકક્ષાનાં ઓછાવત્તાં પણ સુખો તેમજ અંતે No pain, no gains. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં થાવત્ મોક્ષનું સુખ આપનાર જો કોઈ હોય તો આ મિત્ર છે. સહન કરવાનું મૂલ્ય ચૂકવ્યું એટલે કંઈક ને કંઈક અનુકુળ ઇષ્ટ ચીજ મળી જ સમજો. કુદરત ખૂબ પ્રામાણિક છે. તમે કિંમત ચૂકવી એટલે એ હોમડિલીવરીથી માલ પહોંચાડશે જ. જ્યારે હકીકત આ છે, ત્યારે કોઈના પણ તરફથી કોઈપણ પ્રકારની તકલીફ આવે તો એને સહન શા માટે ન કરવી ? પ્રહાર શા માટે કરવો ? પ્રભુ મહાવીર દેવે પણ કેટલું સહ્યું ? રસ્તે હાલતાં ચાલતાં હાલીમવાલીએ હેરાન કર્યા, તો એનું પણ સહન કર્યું, ગોવાળીઆએ કાનમાં ખીલા ઠોકવા સુધીનો ભયંકર ત્રાસ આપ્યો, એ પણ સહન કર્યો, કવિર વચ ? જન્મતાંની સાથે મેરુને કંપાયમાન કરી દેવાની તાકાત ધરાવનાર પ્રભુએ કદાચ કાનની બૂટી બે આંગળીથી દબાવી હોત તો એ ગોવાળીઓ રાડ પાડી જાત, ખીલા ઠોકવાની ખો ભૂલી જાત. આવું તો કાંઈ ના કર્યું, પણ ઉપરથી, એ ખીલો ઠોકી શકે એ માટે મસ્તકને થાંભલાની જેમ સ્થિર કરી એને સહાય કરી. “કર્મો ખપાવવાના મારા મુખ્ય જીવનધ્યેયને હાંસલ કરવામાં આ મને સહાય કરી રહ્યો છે, તો મારે પણ એને સહાય કરવી જોઈએ.” એવી ઉદાત્ત મૈત્રીભાવનાપૂર્વક સહન કર્યું. પોતાના શાસનમાં રહેવા ઇચ્છતા ભવ્યોને પણ પરમાત્માએ આ જ સૂત્ર આપ્યું છે-“સહન કરો, પ્રતિકાર નહીં, પ્રહાર નહીં.” પરમાત્મા ક્રર નહોતા. સ્વઆશ્રિત ભવ્યજીવો દુઃખી થાયહેરાન થાય, એવી કાંઈ પ્રભુની ઇચ્છા નહોતી. પણ ઝળહળતા કેવલજ્ઞાનમાં આ જ જોવા મળ્યું કે સહન કરવાથી જ આત્માની ઉન્નતિ છે. પ્રહાર કરવામાં તો અવનતિ જ છે. સહન કરવામાં જ જીવોનું હિત રહેલું છે. પ્રહાર કરવામાં તો અહિતની પરંપરા જ છે. માટે જ સાધુઓને પ્રભુએ કહ્યું, “દીક્ષા લેવા માત્રથી સહન કરવું એ જીવનમંત્ર બની જવો જોઈએ. વિહાર કરો, લોચ કરો, તપશ્ચર્યા કરો, જિનાજ્ઞા મુજબનું કષ્ટમય જીવન જીવો, બાવીસ પરીષદો અને ઉપસર્ગો સહો.” g siss zuicy, 241512 Agreed, no argue. Agreement જોઈએ, argument નહીં. જે સહર્ષ સ્વીકારે છે એ શાસનમાં ટકી શકે છે, પ્રગતિ સાધે છે અને ક્રમે કરીને સંસારસાગર તરી જાય છે. જે સંઘર્ષ કરવા તૈયાર થઈ જાય છે એ ડૂબે છે. જીવતો માણસ સમુદ્રની સામે પ્રતિકાર કરે છે-સંઘર્ષ કરે છે, માટે ડૂબે છે. મડદું કોઈ જ પ્રતિકાર For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ નથી કરતું, મોજ-પ્રવાહ દ્વારા સમુદ્ર અને જ્યાં લઈ જાય ત્યાં એની સાથે તણાવા તૈયાર હોય છે. માટે એ સમુદ્રની મધ્યમાં પણ કેમ ના હોય ? એ સમુદ્રમાં તરે છે અને કિનારો પામી જાય છે. જીવે પણ જો સંસાર સમુદ્રને તરવો છે, તો કોઈ જ પ્રહાર કે પ્રતિકાર કરવાનું બંધ કરવું પડશે. બાકી જે પ્રહાર કરવા ગયો તે શાસનમાંથી ફેંકાઈ ગયો સમજો અને સંસારમાં ડ્રવ્યો સમજો. - પેલા દેવના સાન્નિધ્યવાળા મહારાજ. નદીકિનારેથી પસાર થઈ રહ્યા હતા ને ગફલતથી, કો'ક ધોબીએ રેતી પર સૂકવેલાં કપડાં પર, પગ પડી ગયો. ધોબી ગુસ્સે થઈને એલફેલ બોલવા લાગ્યો. માંથી ગાળ બોલતો જાય ને હાથથી મારતો જાય.... મહારાજ પણ ગુસ્સે થઈને સામે મારવા લાગ્યા. ઘણું ધીંગાણું થયા બાદ બે જુદા પડ્યા. સાધુને સારી પેઠે માર પડેલો. દેવ હાજર થયો એટલે સાધુએ ફરિયાદ કરી, “અત્યાર સુધી ક્યાં ગયા તા ? ખરી જરૂર હતી ત્યારે જ તમે સહાય ન કરી. મેં તમને કેટલા યાદ કર્યા !” એટલે દેવે કહ્યું કે હું તો તૂર્ત જ આવી ગયો 'તો, પણ ક્રોધચંડાલથી સ્પર્શાવેલા તમે બને મને એકસરખા દેખાયા. ધોબી કોણ અને સાધુ કોણ એનો હું નિર્ણય જ કરી ન શક્યો, મદદ કોને કરું ? ( હિન્દુ પરંપરામાં એક સુંદર વાત આવે છે. શ્રી કૃષ્ણ ભોજન માટે બેસેલા. રુક્મિણી પંખો નાંખે છે અને અચાનક શ્રીકૃષ્ણ ઊભા થઈ ગયા. ડેલી સુધી ગયા. પાછા ફરીને જમવાનું પૂરું કર્યું. રુક્મિણી શ્રીકૃષ્ણને પૂછે છે-કેમ અધવચ્ચે ઊઠી ગયેલા ને ફરી પાછા આવી ગયા. શું બન્યું ? ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-મેં જોયું કે પૃથ્વી પર મારો એક ભક્ત નિરાધાર બની ગયો છે. બહુ ઊંચી કોટિનો સંત હતો. પણ લોકોને એ પાગલ જેવો લાગતો હતો. ન એનાં કપડાંનાં ઠેકાણાં, ન બીજું કાંઈ ઠેકાણું. છોકરાઓ એની પાછળ પડેલા. પાગલ-પાગલ કહીને પથ્થર મારતા હતા. મેં જોયું અને મને થયું કે આ માણસ બિલકુલ પ્રતિકાર કરતો નથી. તો પછી મારે ધ્યાન રાખવું જોઈએ. એટલે હું દરવાજે ગયો. પણ એ વખતે જોયું કે એણે પણ પેલા છોકરાઓને મારવા માટે પત્થર ઉપાડ્યો. એટલે ત્યાં મારી જરૂર નથી એમ માનીને હું પાછો ફરી ગયો. પ્રકારનો પ્રયાસ થયો અને દેવનું કે શ્રીકૃષ્ણનું સાન્નિધ્ય-રક્ષણ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં ન મળ્યું, તો શાસનનું પણ શી રીતે મળશે ? એ છૂટી નહીં જાય ? જેની સહન કરવાની તૈયારી જ નથી એને શાસનમાં નંબર નથી મળતો, પ્રવેશ નથી મળતો, પ્રભુ દરબારની બહાર જ રહેવું પડ છે. એક કાલ્પનિક કથા : એક શ્રાવકભાઈ દેરાસરમાં પ્રવેશ કરવા જાય છે ને પાછળથી અવાજ આવ્યો. “ઊભા રહો'- જોયું પાછળ, પણ કોઈ ના દેખાયું, પાછા પેસવા ગયા, ત્યાં પુનઃ અવાજ આવ્યો. ‘ઊભા રહો, મારી ફરિયાદ સાંભળો.” જરા ધારીને જોવા છતાં કોઈ ન દેખાવાથી પાછો પ્રવેશ માટે પગ ઉપાડયો. ત્યાં ફરીથી અવાજ આવ્યો. અરે ! ઊભા રહો, મારી પ્રત્યે થતા ઘોર અન્યાયને અટકાવો. હવે બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે પોતે બહાર ઉતારેલાં જૂતાં જ બોલી રહ્યાં હતાં. “બોલ ભાઈ ! તને શું અન્યાય થઈ રહ્યો છે ?” “તમે મને બહાર ઉતારી દો છો, પ્રભુના દરબારમાં લઈ જતા નથી. અને ચામડામાંથી જ બનેલા ઢોલ-નગારાં-ખંજરી જેવા અમારા જાતભાઈઓને અંદર સ્થાન આપો છો, આ ઘોર અન્યાય નથી ?” ક્ષણભર વિચાર કરીને શ્રાવકે જોડાને કહ્યું, “ચાલો, હું તમને અંદર લઈ જાઉં. પણ એ પહેલાં દરવાજે ઊભા રહીને અંદર નજર નાખી તમે નિર્ણય કરો કે ખરેખર તમારે અંદર આવવું છે કે નહીં ?” કુદરતી એ જ વખતે દેરાસરમાં આરતી ઊતરી રહી હતી. એટલે જેવી જોડાંઓએ અંદર નજર નાંખી કે તુરંત નિર્ણય કરી દીધો કે, “ના ભાઈ ના ! અમારે કાંઈ અંદર આવવું નથી.” “કેમ ?” “આ જુઓ ને અમારા જાતભાઈઓને કેવો માર પડે છે ? આ નગારાં પર લાકડીથી પ્રહાર થઈ રહ્યા છે. આ ઢોલક પર હથેલીથી માર પડી રહ્યો છે, ખંજરીને પણ થપાટો પડી રહી છે. અમારે કાંઈ આવું સહન કરવું નથી.” સહન કરવા તૈયાર ન હોવાથી જોડાઓને પ્રભુના દરબારમાં પ્રવેશ ન મળ્યો. પ્રભુના દરબારમાં પ્રવેશવું છે ? ટકવું છે ? ટકીને આગળ વધવું છે ? જયારે, જયાં જેના તરફથી જેટલું ને જેવું સહન કરવાનું આવે એ બધું જ સહન કરો. ક્યાંય અકળામણ નહીં, ક્રોધ નહીં કે પ્રહાર નહીં. એ બે બદામનો પણ આદમી નહીં ને હું એનું સહન કરું ? આવું જ મનમાં આવતું હોય, તો પ્રભુ મહાવીર દેવને નજરમાં લાવો, પ્રભુએ કેવા કેવાનું કેવું કેવું સહન કર્યું ? એ જ પ્રભુના શાસનમાં For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ રહેવા માટે પ્રભુએ આપેલું સૂત્ર અપનાવવું જ પડશે. અણુસોઓ સંસારો, પડિસોઓ તસ્સ ઉત્તારો... બધું જ અનુકૂળ જોઈએ. કાંઈ જ પ્રતિકૂળ ન જોઈએ, કાંઈ જ સહન ન કરવું પડે આવી મનઃસ્થિતિ એ સંસાર છે. આનાથી વિપરીત... એટલે કે જે કાંઈ પ્રતિકૂળ આવી શકે-આવે, આવવા દો. ઉમળકાભેર એનો સ્વીકાર કરીશ' આવી મનઃસ્થિતિ એ, સંસારસમુદ્રમાંથી પાર ઉતારનાર ઉપાય છે. એ શાસન છે. આ સહન કરવું સરળ બને, એ માટેનું સત્ત્વ ધગશ અને ધૈર્ય આવે, એમાં અકળાઈને ક્યારેક પણ પ્રહાર કરી બેસવાનું પાપ ન થઈ જાય, એ માટે આવી બધી વિચારધારાઓ એ એક ખૂબ જ સચોટ ઉપાય છે. ‘હુ પ્રહાર કરવા બેસીશ, એ આ કર્મસત્તાની કોર્ટના કાર્યમાં દખલ કરી કહેવાશે. અને તેથી હું ય ગુનેગાર ઠરીશ, મારે પણ ભયંકર સજા ભોગવવી પડશે.” સજા નજરમાં આવે એટલે પાપથી અટકવાનું સરળ બને જ. કહ્યું છે ને કે “આયંકદંસી ન કરેઈ પાવે.” (જે આતંકનેઅપાયને જુએ છે તે પાપ કરતો નથી. વાત પણ સાચી છે... જ્યાં આતંકવાદીઓની બંદૂક-સ્ટેનગન-રિવોલ્વર તકાયેલી રહે છે. હેન્ડગ્રેનેડના ધ્રુજાવી મૂકે એવા ધડાકાઓ પ્રતિપળ સંભળાઈ રહ્યા છે. આવા સમાચાર... સાચા કે ખોટા.. કોઈ પણ મળે તોપણ માનવી ત્યાં પગ મૂકવાની હિંમત નહીં કરે. આતંક-અપાય નજર સામે ઘૂમે છે ને ! દોરતોવસીએ તેના પરતક ડાયરી ઓફ રાઈટર માં રાખવું છે કે ભવિષ્ય શુન્ય કે અંધકારમય દેખાવાનો અનુભવ ઘણો જ અપમાનજનક હોય છે. જે કુદરતે મારી આવી લોહાલી અને વિજ્ઞાન્ય દશા કરી છે એ કુદરતને જ હું સા કરવા માગું છું. પરંતુ કુદરતનો વિનાશ કરવો મારાથી શક્ય નથી. તેથી હું મારો નાશ કરે છે, - જેમને કર્ણવિજ્ઞાન કે “બાર જે કોઈ બગડ્યું છે તે મારાં જ પૂર્વકૃત્યોનું ફળ છે, એમાં બીજ કોઈનો (કુદરતનો કે ઈશ્વનો પણ) હાથ નથી' આવું તત્ત્વજ્ઞાન નથી મળ્યું તેઓને ક્વા અસલ સંક્લેશનો ભોગ બનવું પડતું હોય છે ! 9 છે . For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ '8. ખરો શબ : કર્મ | પશુસૃષ્ટિનું નિરીક્ષણ કરીએ તો સિંહ અને કૂતરા વચ્ચે એક નોંધપાત્ર વિલક્ષણતા નજરે પડે છે. કૂતરાને કોઈ પત્થર મારે તો એ મારનાર તરફ કરડી નજર કરતો નથી પણ પત્થરને કરડવા માંડે છે. જયારે સિંહને કોઈ તીર મારે તો સિંહ એ તીરને કાંઈ કરતો નથી પણ તીર ક્યાંથી આવ્યું? એ મૂળસ્થાનની તપાસ કરે છે. તેથી તીરથી વધુ ભોંકાવાનું દુઃખ એને રહેતું નથી. જયારે કૂતરાને તો પત્થરને કરડવાથી પોતાનું જ લોહી નીકળે છે, અને વધુ દુઃખ સહેવું પડે છે. સિંહ વિચક્ષણ છે. એ સમજે છે કે તીર તો બિચારું મારી વેદનામાં એક હાથો માત્ર બન્યું, વેદના આપનાર ખરો અપરાધી તો જુદો જ છે. તેમજ તીરને કરડવામાં કે નખોરીયાં મારવામાં સ્વયં દુઃખી થવાનું છે. કૂતરો આટલો વિચક્ષણ નથી. માટે એ હાથાને જ અપરાધી માનીને સ્વયં હેરાન થાય છે. આ જીવસૃષ્ટિમાં પણ ખરેખર વિચક્ષણ એ છે જે પોતાને થતી કોઈપણ હેરાનગતિમાં મૂળ કારણને શોધે, તિરસ્કાર કરવો હોય તો એનો કરે, પણ વચ્ચે જે નિમિત્ત બન્યો હોય તેનો નહીં. કોઈએ ગાળ આપી, કોઈએ માનભંગ કર્યો, કોઈએ વસ્તુ ચોરી લીધી... ઇત્યાદિ દરેક પ્રકારના ત્રાસમાં, આ ત્રાસ આપનારો તો બિચારો હાથો માત્ર બન્યો હોય છે, મૂળ ત્રાસ આપનાર તો કર્મ જ છે. વૃક્ષને છેદવામાં કાષ્ઠદંડ. તો માત્ર હાથો બન્યો છે, ખરો છેદક તો લોખંડનું તીક્ષ્ય પાનું જ છે. જે જીવ વિચક્ષણ બનીને આ મૂળ તરફ-કર્મ તરફ કરડી નજર કરે છે, એ મૂળ કારણને દૂર કરી ત્રાસમુક્ત થઈ શકે છે. જે જીવ મૂઢ બનીને શ્વાનવૃત્તિ અપનાવે છે-એટલે કે ગાળ આપનાર વ્યક્તિ વગેરેને કરડી નજરે જોવા માંડે છે. એને જ પીડા કરનાર માની સામી ગાળ આપવી વગેરે રૂપે કરડવા બેસે છે એ, એ ત્રાસને તો દૂર કરી શકતો નથી, પણ ઉપરથી, એ વ્યક્તિ પ્રત્યેના દ્વેષ-સંકલેશ વગેરેના કારણે અનેક પ્રકારનો અન્ય ત્રાસ પણ વેઠવાનો ઊભો કરે છે. સિંહવૃત્તિને વરનારો આ સંકલેશાદિના ત્રાસમાંથી બચીને સ્વસ્થ રહી શકે છે. રામચન્દ્રજીની આજ્ઞાથી સેનાપતિ કૃતાંતવદન મહાસતી સીતાજીને ગર્ભવતી અવસ્થામાં યાત્રા કરાવવાના બહાને જંગલમાં લઈ ગયો. સિંહની ગર્જનાઓ.... ત્રસ્ત હરણોની ભાગંભાગ... કુંડળું વળીને બેસેલા ઝેરીલા For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ ખરો શત્રુ : કર્મ સર્પો. બહાદુર માણસોના પણ હાંજા ગગડી જાય એવા ભીષણ જંગલમાં સીતાજીને એકલોઅટૂલાં છોડી દેતાં સેનાપતિની આંખમાં પણ આંસુ આવ્યાં, એનો જીવ ચાલતો નથી. ત્યારે પણ સીતાજી કેટલાં સ્વસ્થ છે ! કહે છે, “ભાઈ ! તું શા માટે દુઃખી થાય છે ? તું કાંઈ મને જંગલમાં રખડાવતો નથી. તું તો ચિઠ્ઠીનો ચાકર. તારો આમાં કોઈ વાંક નથી. તારે તો સ્વામીની આજ્ઞા બજાવવાની. તો સ્વામીનોય એમાં શું વાંક છે ? એમણે લોક પર રાજ્ય કરવાનું છે, માટે લોકને સંતોષ આપવો જ જોઈએ. તો લોકોનોય બિચારાનો શો વાંક ? મારાં જ એવાં પૂર્વકૃત પાપકર્મો છે જેણે મારી આ વિડંબણા ઊભી કરી.” Get the real culprit... સાચા ગુનેગારને પકડવાની આ કેટલી ઉત્તમ વિચારધારા છે ! જીવનના પ્રારંભકાળમાં મેળવેલા તત્ત્વજ્ઞાનથી સીતાજી વિચક્ષણ બનેલાં હતાં. મૂળ સુધી નજર દોડાવી તો આવી કપરી સ્થિતિ અણધારી રીતે આવી પડવા છતાં સ્વસ્થ રહી શક્યાં છે. સેનાપતિ પર કોઈ જ ગુસ્સો નથી, માટે ઉપરથી એને આશ્વાસન આપી રહ્યાં છે. રામચન્દ્રજી પર કોઈ રોષ કે રીસ ચડ્યાં નથી, માટે એમના પર પણ કેવો શુભ સંદેશો મોકલે છે કે, “સ્વામિન્ ! લોકના કહેવાથી મારો ભલે ત્યાગ કર્યો. મારા કરતાં સવાયી સ્ત્રી તમને મળી શકશે. મારો ત્યાગ કરવાથી તમારું આત્મહિત અટકવાનો કોઈ નિયમ નથી. પણ એક નમ્ર વિનંતી કે આ તો લોક છે. કાલે ઊઠીને જૈન ધર્મની પણ નિંદા કરશે, તો એનો ત્યાગ ન કરશો, કેમકે એનાથી સવાયો તો શું, એની સમકક્ષ પણ કોઈ બીજો ધર્મ તમને જગતમાં મળશે નહીં. વળી એના ત્યાગથી તમારું આત્મહિત અવશ્યમેવ અટકી જશે.” “આ તે કેવો ન્યાય ? માત્ર એક પક્ષની જ વાત સાંભળીને સજા ફટકારી દેવાની ! મને ય પૂછવું જોઈતું'તું. મારી વાત સાંભળવી હતી. વળી એક સામાન્ય ગૃહસ્થ પણ આ રીતે ગર્ભવતી સ્ત્રીને છોડે નહીં. કદાચ છોડે તોય એના પીયરમાં મૂકી આવે, ભરજંગલમાં ન મૂકે. પણ તમે તો મોટા રાજા રહ્યા ને ! એટલે ગમે તે કરી શકો.” આવો કોઈ ઠપકો તો નહીં, કટુ-કટાક્ષ-ભર્યા વેણ પણ નહીં. ને ઉપરથી શુભ સંદેશ. આટલું બધું સૌજન્ય અને ઉચ્ચ મનોભૂમિકા સીતાજી શેના પર જાળવી શક્યાં ? અન્યાયની કલ્પનામાત્ર આવવા પર અકળાઈ જવાના અભ્યાસવાળો જીવ આટલું સત્ત્વ શેના પર ફોરવી શકતો For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ . હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં હશે ? કોના જોર પર દ્વેષ અને દુર્ભાવથી બચી શકાતું હશે ? મૂળને જોવા પર આ બધું શક્ય બને.. “માત્ર સેનાપતિ કે રામચન્દ્રજી જ નહીં, પણ લોક પણ આ દુઃખનો એક હાથો જ છે, મૂળ તો મારાં કર્મ જ છે'. આ વિચારધારા પર દ્વેષના સંકલેશથી સીતાજી બચી શક્યાં. જે મને અપરાધી દેખાઈ રહ્યો છે તે તો આ કર્મસત્તાની કોર્ટે જે જે સજા ફરમાવી છે એને બજાવનાર અધિકારી માત્ર છે ! - ભુટ્ટોએ એક કપ કૉફી પીને જેલરને કહ્યું હતું Finish it..... ઇલેકટ્રીક ચેર પર રાખના ઢગલામાં પરિવર્તિત થઈ ગયેલા પાકિસ્તાનના એ સરમુખત્યારના મનમાં રોષ હતો તો ઝિયા પર. નહીં કે બટન દબાવવાવાળા એ જેલર પર..... અપરાધ કરનાર નાગરિકને કોર્ટે જે સજા ફરમાવી હોય તેને જેલના જેલર, સિપાઈ વગેરે પોતાની ફરજ માની બજાવે છે. કેદીને જેલમાં પૂરે છે, એની સજા પ્રમાણે એની પાસે સખત મજૂરી કરાવે છે, કોરડાના ૫૦-૧૦૦ ફટકા પણ વીંઝે છે, યાવત્ ફાંસીએ પણ ચડાવી દે છે. એ વખતે કેદી કાંઈ એમ વિચારતો નથી કે “આ સિપાઈનું મેં કાંઈ બગાડ્યું નથી તો એ મને કેમ ફટકા મારે છે ? હું એનો માર નહીં ખાઉં. એ મને મારશે તો હુંય સામો એને મારીશ.” કેદીને એ સિપાઈ વૈરી એટલા માટે નથી દેખાતો કે એ જાણે છે કે આ તો કોર્ટે નીમેલો અધિકારી, કોર્ટની ચિઠ્ઠીનો ચાકર, કોર્ટે એને આજ્ઞા કરી કે આ કેદીને સખત મજૂરી કરાવો તો એ સખત મજૂરી કરાવે. આને ૫૦ ફટકા મારો..” તો એ હાથમાં હંટર ઉપાડે છે. એમાં મારે એની સાથે શું શત્રતા કરવી ?” માંડલપંચના અહેવાલને અનુસરીને આરક્ષણ પર સહી કરવાવાળા વી.પી. સિંહને જેટલો ડર હતો મોતનો એટલો લાઠીચાર્જ કરી રહેલા એ મિલીટ્રીમેનોને નહોતો... વિદ્યાર્થી યુવકોનો જેટલો આક્રોશ એમને સહેવો પડેલો એનો અંશમાત્ર પણ અશ્રુવાયુ કે ફાયરિંગ કરી રહેલા પોલીસમેનોને સહેવો નહોતો પડેલો... કારણ ? દરેક વ્યક્તિ પોલીસને માત્ર દંડવાહક માને છે... એ જ રીતે કોઈ પણ માણસ આપણને હેરાન કરે.... ગમે તેવી પીડા પહોંચાડે... તોપણ આપણો વિચાર આ જ ઢાંચામાં ઢળેલો હોવો જોઈએ. Catch the real one... સાચા ગુનેગારને પકડો.. આ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ખરો શત્રુ : કર્મ ૭૭ દુનિયાના પ્રાણી ચાહે વાઘ હોય-સિંહ હોય કે સાપ હોય કે એનાથી પણ ખતરનાક ઇન્સાન હોય. દેરાણી હોય કે જેઠાણી હોય. સાસુ હોય કે સસરા હોય ભાઈ હોય કે ભાભી હોય.. પુત્ર હોય કે પુત્રવધૂ હોય ભાગીદાર હોય કે ભત્રીજો હોય... બધા જ કર્મસત્તાના પગારદાર નોકર છે. કર્મચારી છે. અધિકારી છે... કર્મરૂપી કોર્ટે સજા માટેનાં જેવાં જેવાં ફરમાનો બહાર પાડડ્યાં હોય તે મુજબ આ જીવ એ સજા મને કરે છે. કો'ક અધિકારીને (જીવન) કહ્યું કે, “તું ગાળ આપવાની સજા બજાવજે” એટલે એ આવીને ગાળ આપી જાય છે. કો'કને કહ્યું કે, “તું એનો જશ ઝૂંટવી લેવાની સજા બજાવજે'. એટલે એ મને મળતો જશ ઝૂંટવી જાય છે. કો'કને કહ્યું કે “એની નિંદા કરવાની સજા બજાવજે એટલે એણે મારી નિંદા કરી, કોકને કહ્યું, “એના પર ખોટું આળ મૂકવાની સજા કરજે.” એટલે એણે મારા પર ચોરીનો આરોપ મૂક્યો. કો'કને આ હાઈકમાન્ડ હુકમ કરે છે કે “એને લાકડીનો પ્રહાર કરવાની સજા બજાવ' Order is order.. એ જીવ આવીને મને લાકડી ફટકારી જાય છે. આ જ રીતે ધન ચોરી જવું કામ બગાડી નાખવું. ધંધામાં વિશ્વાસઘાત કરવો, ઈર્ષ્યા કરવી વગેરે વગેરે રૂપે જે જે હેરાનગતિઓ થાય છે એ બધી જ કર્મસત્તાએ ફટકારેલી સજાઓ છે. દેવાવાળો તો માત્ર માધ્યમ છે. એક નિયમ આપણા દિલ અને દિમાગની ડાયરીમાં લખી લેવા જેવો છે. કર્મસત્તાએ જે ફરમાવેલી ન હોય એવી કોઈ જ સજા દુનિયાનો ગમે તેવો શક્તિશાળી અને સમર્થ માણસ પણ આપણને કરી શકતો નથી. જાનથી મારી નાખવો વગેરે રૂપ મોટી મોટી સજા જ નહીં. એક ગાળ જેવી નાની સજા પણ જો કર્મસત્તાએ ફટકારેલી ન હોય તે કોઈ આદમી પોતાની મેળે બજાવી શકતો નથી અને કર્મસત્તાએ જો એ સજા ફટકારેલી હોય, તો એનાથી ભાગવાના-બચવાના ગમે એટલા ઉપાયો અજમાવો, એ સજા ભોગવ્યા વગર છૂટકો નથી. જનકપુત્રીના કારણે દશરથનંદનના હાથે રાવણનું મૃત્યુ થશે એવી ભવિષ્યવાણી સાંભળી બ્રાતૃપ્રેમથી ક્રોધાતુર બનેલો વિભીષણ જનક અને દશરથનો નાશ કરી નાખવાના સંકલ્પ સાથે બહાર પડ્યો. ત્રિખંડાધિપતિ પ્રતિવાસુદેવ રાવણના પીઠબળવાળા વિભીષણનો પ્રતિકાર કરવાની દશરથ કે જનક બન્નેમાંથી એકેયની હેસિયત નહોતી. તેમ છતાં, વિભીષણ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં તેઓને મારી શક્યો નહીં, કેમકે કર્મસત્તાએ એવી સજા ફટકારી નહોતી. ગ્રન્થોમાં આવા તો ઢગલાબંધ દાખલાઓ મળશે. “લાણો બાળક મને મારનારો છે યા તો મારા પછી મારી રાજગાદીએ આવનારો છે.” એવું જાણીને રાજા જેવો રાજા બાળકનો નાશ કરવા અનેક કાવતરાં ઘડે તો પણ, સાવ અપ્રતિકાર્ય અવસ્થામાં રહેલ એ બાળક પણ બચી જાય. અરે ! જેણે ૧૦૦-૨૦૦ ક્રૂર હત્યા કરી નાખી હોય એવા નિર્દય જલ્લાદને સારામાં સારો પુરસ્કાર આપવા સાથે એ બાળકને પતાવી દેવા માટે સોંપવામાં આવ્યો હોય તો ય ભલે રાજાએ એને મારી નાખવાની સજા ફટકારેલી હોય, પણ કર્મસત્તાએ જો એ સજા ફટકારેલી ન હોય તો, જેના દિલમાં કોઈને પ્રત્યે કરુણા ઊપજી નથી એવા જલ્લાદના દિલમાંય એક કરુણાની રેખા અંકિત થઈ જાય અને એ ભક્ષક જ, જરૂર પડ્યે પોતાના જાનનું જોખમ ખેડીને પણ, રક્ષક બની જાય છે. આની સામે જો કર્મસત્તાએ એવી સજા ફટકારી દીધી હોય, તો રક્ષક પણ ભક્ષક બનીને એ સજા બજાવે જ છે. ઇન્દિરા ગાંધીની હત્યા પોતાના જ ઘરમાં પોતાના જ અંગરક્ષકથી થઈ ને ! જ્યારે રાજીવ ગાંધી રાજઘાટ જેવા જાહેર સ્થળમાં હજારો આદમીઓની વચ્ચે, સાત દિવસથી છુપાયેલા ત્રાસવાદીએ ઘણી ગોળીઓ છોડવા છતાં આબાદ બચી ગયા ને ! કેમ ? કેમકે રાજીવ ગાંધીને ત્યાં મારવા એ ત્રાસવાદી ઈચ્છતો હતો, કર્મસત્તા નહીં. કર્મ સેન્ટ તો દુનિયા રુઝ....કર્મ તુષ્ટ તો દુનિયા તુષ્ટ... અર્થાત્ કર્મ વાંકાં ન હોય તો કોઈનીય તાકાત નથી કે માથાનો વાળ પણ વાંકો કરી શકે અને કર્મ જો રહ્યાં હોય તો કોઈની તાકાત નથી કે રક્ષણ આપી શકે. કર્મસત્તા જેવા જેવા ઓર્ડર છોડે છે. તેવું જ વર્તન તે તે જીવરૂપી અધિકારી કરે છે. એટલે કોર્ટે ફરમાવેલી સજાને અનુસાર જેલર કેદીને ફટકા મારે ત્યારે જો એ કેદી “એ ય ! તું મને મારે છે, હુંય તને મારીશ' ઇત્યાદિ કહીને સામો પ્રહાર કરે છે તો એ જેમ એનું અયોગ્ય વર્તન લેખાય છે, તેમજ એની સજાને જેમ કૉર્ટ વધુ કડક બનાવે છે-વધારે છે, તેમ કર્મસત્તાની કોર્ટ પણ, કો'ક જીવરૂપી પોતાના એજન્ટને આજ્ઞા કરે છે કે ફલાણા જીવને ગાળ આપી આવ. એટલે એ જીવ આ ફલાણાને ગાળ આપે છે ત્યારે આ (ફલાણો) જીવ અય ! તું મને ગાળ આપે છે ? હું ય તને For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ખરો શત્રુ : કર્મ ૭૯ ગાળ આપીશ. એમ જાણે કે એને કહી એને ગાળ આપે છે, તો કર્મસત્તાની કોર્ટ એ (ફલાણા) જીવની સજા વધારી દે છે. આની સામે કોર્ટના ઑર્ડર મુજબ જેલર કેદીને જે કાંઈ સજા કરે તે બધાને જો કેદી કોઈ જ પ્રકારના પ્રતિકાર વિના સહતો રહે, તો એ એની એક સુંદર વર્તણુંક તરીકે લેખાય છે. અને તેથી કોર્ટ એની સજા ઘટાડી આપે છે. અનેક ગુનાઓની કરેલી અનેક સજાઓમાંથી કેટલીક નાબુદ પણ કરી આપે છે. આ જ રીતે કર્મસત્તાની કોર્ટના આદેશ મુજબ જીવને ગાળ ખાવી વગેરે જે કાંઈ સજા થાય છે, અને જો એ કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના સહન કરી લે છે તો કર્મસત્તા અને એક સારી વર્તણુંક તરીકે લેખીને એના અન્ય અનેક ગુનાઓની સજા માફ કરી દે છે એટલે કે બીજાં અનેક કર્મોને એ વગર સજાએ રદબાતલ કરી નાંખે છે. એક કેદીની જે સમજ હોય છે એ જો એક સાધકના મનમાં રમવા લાગે, તો મૈત્રી સાહજિક બની જવાથી સાધન સરળ બની જાય. કોરડો વીંઝનાર જેલર પર કેદી અંગારા વરસાવતો નથી. કારણકે એ જાણે છે. આ તો કોર્ટનો એજન્ટobey to order કરવાવાળો બે રૂપિયાનો નકર... આ કોઈ મારો શત્રુ નથી.. સમાચાર દુ:ખદ આવ્યા તો ટપાલીને ગાળ આપવાનો શો મતલબ ? આપણે દુઃખી થઈ ગયા એનો અર્થ એવો થોડો છે કે આપણે પોસ્ટમેનને જ શત્રુ માની લઈએ ! ટી.વી.માં જોયું કે રાવણના શક્તિપ્રહારે લક્ષ્મણને મૂચ્છિત કરી દીધા. પાગલ આદમી T.V.ને ફોડી નાખે છે. બુદ્ધિમાન T.V. ના બદલે રાવણને તિરસ્કારે છે. TV. તો માત્ર એક પરદો છે, માધ્યમ છે. એ ન તો પોતાની ઇચ્છાનુસાર સારું બતાવે છે કે ન નરસું... જે જેવું રીલે થાય એવું જ એ દર્શાવે છે. ભારતીય ક્રિકેટ ટીમ હારી ગઈ તો સ્ક્રીન પર એ જ દૃશ્ય ફિલ્માશે; જીતી ગઈ તો એમાં દૃશ્ય જીતવાનું જ આવશે... માધ્યમને માત્ર માધ્યમ માનવું જોઈએ... મૂલ નહીં.. દુઃખ દેવાવાળો પ્રત્યેક માનવી માત્ર માધ્યમ છે. મૂલ નહીં, મૂલ છે કર્મસત્તા. અપમાન કરનાર કર્મસત્તાનો હુકમ પાળ્યો અને મને તંગ કરી નાખ્યો. એમાં મારે એને શત્રુ ન માની લેવાય કે Tit for tat.. એનું પણ અપમાન કરી બદલો લેવાની ગણતરી ન કરાય. તો જ સજાઓની -દુઃખોની અનેક પરંપરાઓમાંથી બચી શકાય, નહીંતર તો એ પરંપરાઓ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ co હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં ઉત્તરોત્તર વધતી રહેવાની છે, જેમકે આજ સુધી વધતી રહી છે. બાય ધ વે જો કોર્ટે જેલરને એમ ફરમાવ્યું હોય કે કેદીને રોજ ૫૦ ફટકા મારવા, લોહીની ટશરો ફૂટી હોય-ઘા પડ્યા હોય, એમાં ક્ષાર નાખવો... તો કેદીએ રોજની આ ભયંકર યાતનાઓ વેઠવી જ પડે છે. આ જ રીતે કો'ક જીવ આપણને રોજ-બરોજ નાનીમોટી અનેક હેરાનગતિઓ કર્યા કરતો હોય, ત્રાસ આપવામાં કાંઈ જ બાકી રાખતો ન હોય, તોપણ એ બધું જ વિના પ્રતિકાર સમભાવે સહન કર્યું જ જવાનું. કેટલું સહવાનું ? એને કોઈ લિમિટ જ નહીં. જેટલું આવે એટલું બધું સહન કરવાનું જ. “કેટલું સહન કરવાનું ? સહન કરવાની પણ કોઈ હદ હોય ને ? આમ ને આમ તો એ આપણને ખલાસ કરી નાખશે, અત્યાર સુધી તો કાંઈ બોલ્યા નહીં, “હેય ભાઈ ! સહી લ્યો' એમ વિચારીને સહી લીધું, પણ હવે તો ઘણું થઈ ગયું. આપણે કાંઈ કરતા નથી માટે એ વધુ ને વધુ ઉલ્લંઠ બનતો જાય છે, માથે ચડતો જાય છે. જાણે કે આપણામાં કોઈ પ્રતિકારશક્તિ જ નથી, જાણે કે આપણે તો નમાલા છીએ. હવે આ નહીં ચાલે. હવે તો બતાવી જ દેવું જોઈએ. તો જ એ અટકશે.” આવો કોઈ જ વિચાર કે તદનુરૂપ પ્રવૃત્તિ નહીં કરવાની, કોઈ એકની એક વ્યક્તિ તરફથી વારે વારે અનેકવિધ કનડગત થવા માંડે, “આપણે કાંઈ કરતા નથી માટે એ નિર્ભય બનીને-નફિકરો બનીને વધુ ને વધુ હેરાન કરી રહ્યો છે, માટે હવે તો પ્રહાર કરીને એને શાંત કરી જ દેવો જોઈએ.' એવું લાગવા માંડે, ત્યારે અગ્નિશર્માને યાદ કરો. એને યાદ કરીને એ પ્રહાર કરવા ગયો, તો કેવા અનર્થો ઊભા થઈ ગયા એ નજર સામે લાવી પ્રહાર કરવાનો નિર્ણય કેન્સલ કરો તો સાધનામાર્ગે પ્રગતિ છે, અન્યથા અધોગતિ. બિચારો અગ્નિશર્મા ! બચપણમાં રાજકુમાર ગુણસેન એના અત્યંત બેડોળ શરીરના કારણે અનેક રીતે જાહેરમાં મશ્કરી કર્યા કરતો. એનાથી ત્રાસીને એણે દુઃખગર્ભિત વૈરાગ્ય પામી તાપસ દીક્ષા લીધી. ‘પૂર્વમાં તપ નથી કર્યો અને પાપરાશિ પ્રચંડ સંચિત થયેલી છે. માટે આ વિટંબણાઓ થાય છે, એવી સમજણ મળવાથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરવાની ઘોર તપશ્ચર્યા આદરી. દીર્ધાયુના એ કાળમાં લાખો માસક્ષમણનો સમૃદ્ધ વૈભવ ઉપાર્જિત કર્યો. રાજા બનેલો ગુણસેન આકૃષ્ટ થઈને વંદનાર્થે આવેલો છે. એકબીજાને નહીં ઓળખી શકવાથી ગુણસેને અગ્નિશર્માને For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ખરો શત્રુ : કર્મ પૂછયું, “આવી પ્રચંડ સાધનામાં પ્રેરક કોણ ?” પણ અગ્નિશર્મા “રાજકુમાર ગુણસને આવી ભયંકર મશ્કરી કરી હતી.” એ કહેવા તૈયાર નથી. કહેવા જ નહીં, હવે માનવા તૈયાર નથી. તેથી એમ કહે છે ‘રાજન્ ! ઉપકારી પ્રેરકો અનેક પ્રકારની પ્રેરણાઓ કરે છે. એમાંથી એક પ્રકારની પ્રેરણા મને પણ મળી.” રાજાએ જ્યારે ઘણો જ આગ્રહ કર્યો ત્યારે પ્રેરક તરીકે રાજકુમાર ગુણસેનનું નામ આપ્યું. રાજાને પોતાનું બાળપણ યાદ આવી ગયું. અગ્નિશર્માને પિછાણી લીધો. ગુણસેન બોલ્યો કે, “મહાત્મન્ ! આવી ઘોર યાતનાઓ આપનાર હું ગુણસેન નહીં, પણ મહાઅગુણસેન છું' ત્યારે પણ અગ્નિશર્માના મુખમાંથી કેવાં ઉમદા વચનો સરી પડે છે ! “ના ભાઈ ના, તું અગુણસેન શાનો ! તું તો ખરેખર મહાગુણસેન કે જેણે મને આવો તપનો ઉન્નત વૈભવ કમાવી આપ્યો.” અગ્નિશર્માની એવી મનોભૂમિકા રચાવા માંડી હતી કે જેથી એ તપને સમૃદ્ધિ માનનારો બન્યો હતો. માટે એમાં નિમિત્ત બનનારા ગુણસેનને અપકારી નહીં, ઉપકારી માનતો હતો. કેવી ભવ્ય વિચારધારાઓને અગ્નિશર્મા પામ્યો હતો. એની આ બાહ્ય અને અત્યંતર સાધના અત્યંત ઉન્નતકક્ષાની લાગવાથી ગુણસેન રાજા પણ ખૂબ પ્રભાવિત અને આવર્જિત થયો. માસક્ષમણનું પારણું પોતાને ત્યાં કરવાનું આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. અગ્નિશર્માએ એ સ્વીકાર્યું અને નિયત દિવસે પહોંચી ગયો. પણ ભવિતવ્યતા કાંક જુદી હતી. રાજાને ઊપડેલી અસહ્ય શિરોવેદનામાં વ્યથિત થયેલ રાજકુલ અગ્નિશર્માને ભૂલી ગયું. ‘પ્રથમ જે ઘરે જાય. ત્યાં જે મળે તેનાથી જ પારણું કરવું. કદાચ કાંઈ જ ન મળે તો વગર પારણે બીજું માસખમણ લગાવી દેવું, પણ અન્યના ઘરે જવું નહીં.' આવો કડક તેનો અભિગ્રહ હતો. એટલે એ તો પાછો ફર્યો. પારણું થાય ને શરીરમાં જે શક્તિસંચાર થાય તે નજરે ચડતો નહોતો, પગમાં જે સ્કૂર્તિ આવે તે દેખાતી નહોતી. એટલે આશ્રમના કુલપતિ સહિત અન્ય. તાપસો સમજી ગયા કે પારણું થયું નથી. બધાને ઘણું દુઃખ થયું. કેટલાક તાપસોને તો ગુસ્સો પણ આવ્યો હશે કે લ્યો ! મોટે ઉપાડે ખૂબ આગ્રહ કરીને આમંત્રણ આપી ગયો હતો ને આટલો ખ્યાલ પણ ન રાખ્યો ?' પણ અગ્નિશર્માની વિચારશ્રેણી ઉમદા હતી. એના મનમાં પારણું ન થયાનો લેશમાત્ર રંજ નહોતો For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ - હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં કે ગુણસેન પ્રત્યે ગુસ્સાનો અંશ નહોતો. એના દિલમાં ‘હાય નહીં પણ “હોય” હતું. “હાય હાય ! ગુણસને મારું પારણું ચૂકવ્યું. હવે વગર પારણે મારે બીજું માખમણ કરવાનું ?” એવો સંક્લેશ એના દિલમાં નહોતો. ‘હોય ભાઈ ! સંસારી માણસ છે, અનેક ઉપાધિઓથી ઘેરાયેલો હોય. એના કારણે, ઇચ્છા હોવા છતાંય કાળજી રાખી ન પણ શકે.” આવી ઉન્નત મનોભૂમિકા હતી. માટે તો સ્વસ્થ થયા બાદ હકીકત જાણવાથી ભારે વ્યથિત થયેલા ગુણસેનને જ્યારે કુલપતિએ આપેલા આશ્વાસનથી પણ સમાધાન ન થયું, ત્યારે અગ્નિશર્માએ એને પોતાનું દુઃખ છોડી દેવા સમજાવ્યો. જાણે કે કાંઈ જ બન્યું નથી એટલી સહજતાથી વાતો કરી પારણું ચૂકવ્યાનો કોઈ જ રંજ ગુણસેનના દિલમાં ન રહે અને એ સંપૂર્ણ સ્વસ્થ બની જાય એ માટે હવેનું પારણું પણ એને ત્યાં કરવાનું સ્વીકારી લીધું. પણ કુદરતને કંઈક જુદું જ માન્ય હતું. યુદ્ધની તૈયારીમાં ડૂબેલા રાજાએ બીજી વાર અગ્નિશર્માનું પારણું ચૂકાવ્યું. વગર પારણે તે પાછો ફર્યો, લાગટ ત્રીજું માખમણ ચાલું થઈ ગયું. તપની સાથે સમતામાં પણ એ આગળ વધ્યો. એ ગુણસેનને અપરાધી તરીકે જોતો નહોતો કે માનતો નહોતો. ગુણસેનની ભૂલ ન જોઈ એટલે એના પ્રત્યેના દ્વેષતિરસ્કાર, વૈરભાવ વગેરેના સંક્લેશોથી એ બચી શક્યો. એટલું જ નહીં, ઉચ્ચ પ્રકારની સમતાને એ કેળવી પણ શક્યો. ગુણસેનને પુનઃ જ્યારે પોતાની ક્ષતિનો ખ્યાલ આવ્યો ત્યારે તો જાણે કે એના પર વજઘાત થયો. હવે તો મોં પણ શી રીતે દેખાડવું ? એની મૂંઝવણમાં એ પડ્યો. પારાવાર પશ્ચાતાપની આગમાં શેકાતો એ માંડ માંડ હિંમત એકઠી કરી આશ્રમે આવ્યો. પણ ત્યાં જાણે કે એના પર અમૃતધારાની વૃષ્ટિ થઈ. માત્ર કુલપતિએ જ નહીં, ખુદ અગ્નિશર્માએ પણ એને પૂરા પ્રેમથી સમજાવ્યું કે, “આ બાબતનું જરાય દુઃખ મનમાં ન રાખવું, કે કોઈ ચિંતા કરવી નહીં.” પણ તો ય ગુણસેનના દિલમાં ડંખ હતો. એટલે એ પણ ન રહે એ માટે અગ્નિશર્માએ સામેથી કહ્યું કે, “રાજનું ! અમે તો તાપસ છીએ. તપનો ઘણો અભ્યાસ થઈ ગયો છે. મહિનો તો આ પૂરો થઈ જશે. તમે કોઈ પ્રકારનો દિલમાં રંજ ન રાખો. આ વખતે પણ હું તમને કહું છું કે પારણું તમારે ત્યાં કરવા આવીશ.” તાપસના દિલમાં પારણું ચૂકાવાનો કોઈ અફસોસ નથી કે મારા પ્રત્યે For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ખરો શત્રુ : કર્મ કોઈ દ્વેષ નથી એ જાણીને અને પોતાને હજુ પણ લાભ મળશે એ વિચારી રાજાનો ખેદ દૂર થયો. પ્રસન્ન થયેલો રાજા રાજમહેલે પાછો ફર્યો. કિન્તુ કર્મસત્તાને અગ્નિશર્માનું પારણું મંજૂર નહોતું. રાજપુત્રના જન્મની ખુશાલીમાં મસ્ત બનેલો રાજા અને રાજપરિવાર અગ્નિશર્માનું પારણું ભૂલી ગયા. ત્રીજીવાર પણ પારણાના દિવસે રાજા તરફથી પારણાની કોઈ જ તૈયારી કે રાજમહેલના દરવાજે પહોંચવા છતાં માન ન મળ્યું ત્યારે અગ્નિશર્માને એની પૂર્વાવસ્થા યાદ આવી ગઈ. એના માનસસ્ક્રીન પર, ગુણસેને કરેલી વિડંબણાઓની વીડીયોકેસેટ પડવા લાગી. હવે એ ગુણસેનને અપરાધી માનવા લાગ્યો. “આ ગુણસેન મારો નિષ્કારણ વૈરી છે. પહેલાં ય અનેક પ્રકારની મશ્કરી કરતો હતો, હજુ પણ કરે છે.' અન્ય વ્યક્તિની ભૂલ જોઈ-અપરાધ જોયો, એટલે એના પર 'વૈષાદિના સંક્લેશ ચાલુ થયા જ સમજો, ‘એ આવું કરે છે ? હું પણ કેમ ના કરું ? આવા વિચારો સાથે વૈરભાવ પણ ઊભો થવાનો. અગ્નિશર્માના દિલમાં બદલો લેવાની વૃત્તિ જાગવા માંડી, વૈરની તીવ્ર ગાંઠ બાંધીને એણે નિયાણું કર્યું કે, “એ રાજા છે, હું તાપસ છું. એટલે એ શું એમ સમજે છે કે, હું નિર્બળ છું, કાંઈ કરી શકું એમ નથી ? તો હું પણ દઢ સંકલ્પ કરું છું, કે મારા આ જંગી તપનું જો કોઈ ફળ હોય તો હું એને ભવોભવ મારનારો થાઉં.” કુલપતિ વગેરેએ એને ઘણું સમજાવ્યો, પણ એણે વૈરની ગાંઠ શિથિલ ન કરી, મજબૂત જ કરી અને કર્મસત્તાની અદાલતે અગ્નિશર્માને આરોપીના પિંજરામાં ઊભો કરી દીધો... અદલ ઇન્સાફ સંભળાવી દીધો... અગ્નિશર્મા ! કાન ખોલીને સાંભળી લે... ગુણસેન પણ મારો જેલર છે. એણે પારણું ન કરાવ્યું એ પણ મારી આજ્ઞા હતી. ગુણસેન મારી ચિઠ્ઠીનો ચાકર છે, જેવું મેં કહ્યું તેવું એણે કર્યું. અને તું બે બદામનો આદમી થઈને મારા ચુકાદાને ચેલેન્જ કરે છે ? ફરજ બજાવનાર જેલરની સામો થાય છે ? મારા ન્યાયમાં દખલ કરીને... કાનૂનને પોતાના હાથમાં લેવાની મુર્ખતા કરે છે ? તો લે, તું પણ લેતો જા. અનંતકાળ સુધી સંસારમાં ભટકજે. દુર્ગતિઓમાં સડજે. નરકની ભયંકર યાતનાઓ સહેજે.. એક તટસ્થષ્ટિએ વિચારીએ તો, ગુણસેન તરફથી અગ્નિશર્માને જે હેરાનગતિ થઈ છે, જે સહવું પડ્યું છે, તે જાણે કે હેરાનગતિની For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ - હંસા !.. તું ઝીલ મિત્રીસરોવરમાં પરાકાષ્ઠા છે. તમારી જે, જેવી અને જેટલી હેરાનગતિ પર તમને પણ જ્યારે એવું લાગવા માંડે કે, હવે તો હદ થઈ ગઈ, મારે પણ કંઈક કરવું જોઈએ, ત્યારે તમારે તમારી એ હેરાનગતિને અગ્નિશર્માની હેરાનગતિ સાથે સરખાવવી જોઈએ. મને લાગે છે કે અગ્નિશર્માની હેરાનગતિ કરતાં એ ઘણી ઓછી જ હોય છે. મેરુની આગળ રાઈ... એટલે, ત્રાસ આટલો ભયંકર હોવા છતાં, અને આટઆટલું તો સહન કરી લીધું હોવા છતાં, જો પછી અગ્નિશર્માએ પ્રહાર કરવાનો નિર્ણય કર્યો તો એની આ દશા થઈ, છતાં જો કર્મસત્તા સ્વકાર્યમાં એની દખલગીરી ચલાવી લેવા તૈયાર નથી, ને એને ગુનુગાર ઠેરવી સજા કરે છે, છતાં જો કર્મસત્તા એના આ વર્તનને કેદીની ગેરવર્તણુક રૂપ સમજી એની સજા વધારી દે છે, તો જેને થયેલો ત્રાસ એટલો ભયંકર નથી એવા તમે જો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ ત્રાસદાયક વ્યક્તિને (અધિકારીને) સજા રૂપે પ્રહાર કરવા બેસી જાવ તો કર્મસત્તાની કોર્ટ એ દખલગીરીને કે એ ગેરવર્તણૂકને ચલાવી લેશે એવું માનવું એ ભ્રાન્ત માન્યતા જ રહે છે. ગમે તેવી હદ આવી ગઈ હોય, કોઈપણ પ્રહાર કરે તો કર્મસત્તા અને ક્યારેય સાંખી લેતી નથી. તેથી. કોઈપણ વ્યક્તિની વારંવારની કનડગતથી વાજ આવી ગયા હોઈએ અને તેથી એને પણ કંઈક દેખાડી આપવાનો વિચાર માત્ર પણ મનમાં આકાર લેવા માંડે તો સુજ્ઞ સાધકે અગ્નિશર્માને નજરમાં લાવવો, ખંધકસૂરિને માનસપટ પર ઉપસ્થિત કરવા કે કુટ-ઉત્કટ મુનિઓને સ્મૃતિપથમાં લાવવા જોઈએ. ત્રણ-ત્રણવાર પારણું ચૂકવીને બૂરી રીતે હેરાન કરનાર ગુણસેન આખરે તો કર્મસત્તાએ ચિંધેલી ફરજ બજાવનાર અધિકારી જ છે. આ વાત ભૂલી જનાર અગ્નિશર્માની કેવી હાલત કર્મસત્તાએ કરી તેને નજર સામે લાવીને આપણા મનમાં સાકાર થયેલ પ્રહાર કરવાના વિચારને માંડી વાળવો એ જ હિતાવહ બને છે. પોતે ફરમાવેલી સજાનો અમલ કરવા માટે નીમેલ જેલર વગેરેને જે કેદી હેરાન કરવા માંડે તેની સજા કોર્ટે વધારી દે છે તો કર્મસત્તાની કોર્ટ પણ શા માટે એ વધારી ન દે ? બાકી દુન્યવી કોર્ટમાં તો હજુ, ક્યારેક નિર્દોષ દોષિત ઠરી જાય અને તેને સજા ભોગવવી પડે. તેમજ ક્યારેક દોષિત પણ નિર્દોષ છૂટી જાય, આવું બને. જોધપુરમાં મેમસાબ આવ્યા. એમની રત્નજડિત વીંટી ખોવાઈ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ખરો શત્રુ : કમ ગઈ. હાહાકાર મચી ગયો. મેમસા'બ ખફા થઈ ગયાં. પોલીસની આબરુનો સવાલ હતો. આકાશ-પાતાળ એક કરી દીધાં. પણ વીંટીનો કોઈ અણસાર સુધ્ધાં ન મળ્યો. ઇન્સ્પેક્ટર હોશિયાર હતો. એણે ડુપ્લીકેટ વીંટી બનાવી દીધી. જેલના એક કેદીને પકડ્યો. ઢોરમાર મારીને એની પાસે કબૂલ કરાવ્યું – “વીટી મેં ચોરી હતી.' મરતો માનવી શું ન કરે ? સાવ નિર્દોષ પણ દોષિત સિદ્ધ થઈ ગયો. દિવાળીમાં સાફ-સફાઈ કરતાં અસલી વીંટી મળી આવી... ઇન્સ્પેક્ટર તો કાપો તો લોહી ન નીકળે..... દોષિત પણ નિર્દોષ સિદ્ધ થઈ જાય છે આ દુનિયામાં.. પેરીમેસન બેરિસ્ટરની પાસે એક મર્ડર કેસ આવ્યો. એણે કોર્ટમાં આ સિદ્ધ કરી બતાવ્યું કે મારા અસીલ પર જે ખૂનનો આરોપ મૂકાયો છે તે નિરાધાર છે. એણે ગોળી મારી હતી એ સ્વીકારું છું. પણ મરનાર ગોળીથી મર્યો એ વાતમાં કોઈ સાબિતી નથી મરનાર વ્યક્તિ હાર્ટએટેકનો પેશન્ટ હતો. બે એટેક આવી ચૂક્યા હતા. ત્રીજો એટેક પ્રાણઘાતક હશે એવી આગાહી સ્વયં ડૉક્ટરે કરી હતી. પિસ્તોલ જોઈને જ ત્રીજો એટેક આવી ગયો ને એ મરી ગયો. ગોળી તો માત્ર મડદાને લાગી છે. સજા અપરાધાનુસાર થવી જોઈએ. કર્મસત્તા- અ પરફેક્ટ કૉપ્યુટર-ની કૉર્ટમાં શેરલોક હોમ્સ કે પેરીમેસન -રામ જેઠમલાણી કે કોઈ પણ બુદ્ધિનો ખેરખાં.. કોઈનું કશું ચાલતું નથી. ન તો નિર્દોષ પકડાઈ જાય છે કે ન તો દોષિત એના વિકરાળ પંજામાંથી છૂટી શકે છે. કર્મસત્તાની કોટે પરફેક્ટ કૉપ્યુટરાઈઝડ છે એપલ કે આઈ.બી.એમ.... બધા જ કોમ્યુટર કે સુપર કોમ્યુટર. કોઈ જ સંપૂર્ણતયા પરફેક્ટ નથી. અનંતાનંત કાળ પસાર થઈ ગયો. એક સમ ખાવા પૂરતોય એવો કિસ્સો નહીં મળે કે જેમાં દોષિત નિર્દોષ છૂટી ગયો હોય અને નિર્દોષ પિટાઈ ગયો હોય. પોતાની આ સંપૂર્ણ ક્ષતિરહિત અને અત્યંત પંચુઅલ કારકિર્દી પર કર્મસત્તાની કેટે અત્યંત મગરૂર છે. માટે જ એ દરેક જીવોને જાણે કે કહે છે કે “મેં તને ગાળ ખાવાની, અપમાન વેઠવાની વગેરે કોઈપણ સજા ફરમાવી, એટલે સમજી રાખ કે એવી સજાને પાત્ર કો'ક ને કો'ક ગુનો તું પૂર્વમાં આચરી જ આવ્યો છે. જો તું ગુનેગાર ન હોય તો મેં તને સજા કરી ન જ હોય.” કર્મસત્તાની આવી મગરૂરી જ એક જાણે કે એવું કારણ છે કે જ્યારે કોઈ જીવ એ સજા સ્વીકારવા આનાકાની કરે, એનાથી ભાગી છૂટવા કે પ્રહાર કરવા પ્રયાસ કરે ત્યારે એ જીવનો એ પ્રયાસ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં કર્મસત્તાને પોતાના ભયંકર અપમાન જેવો લાગે છે. અને તેથી એ જીવની સજા ઓર વધારી દે છે. કર્મસત્તા તો અનાડી કોર્ટ જેવી છે. અનાડી કોર્ટના ન્યાયાસન પર ઑનરેબલ જજ બેઠા છે. પોલીસ અપરાધીને લઈને આવે છે. ઝટપટ કેસ દાખલ થઈ જાય છે અને જજ : નામ ? અપરાધી : ગોપીચંદ શેઠ ! જજ : અપરાધ ? પોલીસ : નો પાર્કિંગના બોર્ડ નીચે મારુતિ વન થાઉસેન્ડ ઊભી રાખી હતી. જજ : ગોપીચંદ શેઠ ! અપરાધના દંડ તરીકે ૫૦ રૂ. ભરી અપરાધી : પણ મેં...... જજ : ૧OO રૂા. ભરી દો... અપરાધી : સાહેબ ! મેં ગુનો જ કર્યો નથી. જજ : બસ્સો રૂપિયા ભરી દો... અનાડી કોર્ટમાં દલીલને કોઈ અવકાશ હતો નથી. ગુનો કર્યો છે કે નહીં ? એ સાબિત કરવાની ઝંઝટને ત્યાં ચલાવી લેવાતી નથી. તમે સફાઈ પેશ કરતા જાઓ ને દંડ વધતો જાય.. એટલે આવી કોર્ટમાં ક્યારેય પણ જવું પડે તો ડહાપણ એમાં છે કે જેટલો દંડ ફટકારાયો હોય એટલો કોઈપણ જાતની ચૂં કે ચા કર્યા વિના મૂંગે મોઢે ભરી દેવો. આ જ હિતાવહ છે. એમ આ કર્મની કોર્ટ તરફથી જે જે સજા ફરમાવવામાં આવી હોય, જે જે સજા તે તે વ્યક્તિ દ્વારા આવે... તે બધી જ કોઈ પણ જાતની દલીલ વગર મૂંગે મોઢે સહી લેવી એ જ હિતાવહ બની રહે છે. “એને કાંઈ નથી કર્યું, ને એ મને આટલો બધો હેરાનપરેશાન કર્યા કરે ? મેં એના પર આટલો આટલો ઉપકાર કર્યો-એની પાછળ આટલો બધો ભોગ આપ્યો-જીવન ફના કરી દીધું, ને એનો મને આ બદલો ? નહીં, આવું હું શી રીતે સહી શકું ?' આવી કોઈ પણ જાતની ફરિયાદ કરવા ગયા એટલે આ અનાડી કોર્ટ સજા વધારતી જ જાય છે. મરુભૂતિને પશુયોનિમાં જન્મ લેવાની સજા ઠોકી દીધી ને ! For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ '9.1 ન જોવાની ચીજ : અન્યની ભૂલ વર્ગમાં રોજ મોડા આવનાર વિદ્યાર્થીના વાલી પર વર્ગશિક્ષકની ચિઠ્ઠી ગઈ. પિતાએ પુત્રને ધમકાવીને પૂછયું, “અલ્યા ! કેમ રોજ નિશાળે મોડો પડે છે ?” “ના પિતાજી ! હું મોડો નથી પડતો’ ‘તે તારા ટીચર લખે છે ને કે રોજ બેલ પડ્યા પછી પાંચ મિનિટે ક્લાસમાં આવે છે તેનું શું ? “પિતાજી ! એમાં મારો વાંક નથી.” “તો કોનો વાંક છે ?” “ખુનનો, એ રોજ હું નિશાળે પહોંચે એની પાંચ મિનિટ પહેલાં જ બેલ વગાડી દે છે.” પુત્રે ઠાવકાઈથી કહ્યું. જગતના લગભગ તમામ જીવોનો આ એક સામાન્ય સ્વભાવ છે કે ભૂલો કરતા જવું ને એનો સ્વીકાર ન કરવો, બલ્ક બચાવ કરવો. આ સામાન્ય સ્વભાવ એ એક મહત્ત્વનું કારણ બની રહે છે કે જ્યારે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ભૂલ કરનાર અપરાધી તરીકે જુએ છે અને તેથી પછી એની ભૂલની કબુલાત કરાવવા પ્રયાસ કરે છે. જેમ જેમ આ પ્રયાસ આગળ વધે છે તેમ તેમ મૈત્રીના ભવ્ય મહેલની કાંકરીઓ ખરવા માંડે છે અને વૈરભાવનાં બીજ નંખાતાં જાય છે. એટલે મૈત્રીભાવને અખંડિત રાખવા માટે આગળ જે વિચારધારાઓ બતાવી કે “બધા જીવો સાથે ભૂત-ભવિષ્યનો અનંતકાળ મૈત્રીસંબંધ છે, વચલા અલ્પકાળ માટે કદાચ શત્રુતાનું વર્તન દેખાય તોપણ એ તો એક નાટક જેવું છે. માટે બધા જ મારા મિત્રો છે.” “સઘળા જીવો એ મારી પાર્ટી છે, અને કર્મસત્તા જ અમારો બધાનો એક કોમન મુખ્ય હરીફ છે. તેથી એના પર વિજય મેળવવા માટે અંદરઅંદરના ઝગડા ભૂલવા જ જોઈએ.” “કર્મસત્તાએ 'Divide and Ruleની નીતિ અપનાવી જીવો પર શાસન કરવાનું મુનાસિબ માન્યું છે. તેથી ઓછુંવત્તે મળેલું જોઈને મારે કોઈ જીવને શત્રુ બનાવી નબળા પડવું અને કર્મસત્તાને શાસન કરવા માટે અનુકૂળતા કરી આપવી એ હિતાવહ નથી.” “કર્મસત્તા એ કુદરતે સ્થાપેલી કોર્ટ છે. ગુનેગાર વ્યક્તિને હું પોતે સજા કરવા બેસી જઈશ તો એ આ કોર્ટના અધિકારમાં હસ્તક્ષેપ કર્યો ગણાશે. અને તેથી એ કોર્ટ મને મોટી સજા કરશે.” “ગાળ આપનાર વગેરે કોઈ મારા શત્રુ નથી, તેઓ તો કર્મસત્તાના હાથા માત્ર છે. કર્મસત્તાએ ફરમાવેલી સજાનો અમલ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં કરનારા અધિકારી માત્ર છે. એની સામે હું પ્રતિકાર કરવા બેસીશ તો મારી સજા વધારી દેવામાં આવશે. એના બદલે જો એને મજેથી સ્વીકારી લઈશ તો મારા કેટલાય અન્ય અપરાધોની પણ સજા ઘટાડી નાખવામાં આવશે.” આવી બધી વિચારણાઓ સાથે આ પણ મૈત્રીભાવનાને અખંડિત રાખનાર-પુષ્ટ કરનાર એક મહત્ત્વનો ઉપાય છે, કે ગમે તેવો પ્રસંગ આવ્યો હોય. અન્યને અપરાધી તરીકે જોવો નહીં. આ એક ખૂબ કઠિન વાત છે એ સાચું, કેમકે સામાન્યથી તો જીવોનો એવો જ અભ્યાસ હોય છે કે પોતાની પર્વત જેવડી મોટી ભૂલ પણ પોતાને દેખાતી નથી અને સામાની રાઈ જેવડી ભૂલ પણ દેખાયા વગર રહેતી નથી. સ્વની ભૂલો જોવા માટે જાણે કે આંખે પાટો લાગી જાય છે અને અન્યની ભૂલો જોવા માટે માઈક્રોસ્કોપ લાગી જાય છે. આગળ પ્રતિપાદન થઈ ગયું છે કે “અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.” પોતાની ભૂલો દેખાતી નથી, અને બીજાની દેખાયા વગર રહેતી નથી.' આ અનાદિની ચાલ છે, માટે એને છોડવી જ પડશે, જો આત્મહિત સાધવું છે તો. - અન્યની ભૂલો જોવી એ એક સાહજિક વાત બની ગઈ છે એમાં તો કોઈ બેમત ન જ હોઈ શકે. એક કથા પ્રસિદ્ધ છે. એક નિઃસ્પૃહ સંન્યાસી પાસે એક યુવક આવ્યો અને સેવામાં લાગી ગયો. સંન્યાસી કાંઈ બોલતા નથી, પોતાનામાં મસ્ત રહે છે. સાથે રહેતાં રહેતા યુવકને જાણવા મળ્યું કે સંન્યાસી પાસે એક જાદુઈ લાકડી છે. જેના તરફ એ તાકીને નિરીક્ષણ કરવામાં આવે તેના મનના ભાવો-પરિણામો વગેરે જોઈ શકાય. એ યુવકે નક્કી કર્યું કે આ લાકડી મેળવવી. મહિનાઓ સુધી પોતે કાંઈ જ ન બોલવા છતાં આ યુવકે ચેલો બની સેવા કરી એટલે સંન્યાસી પ્રસન્ન થયા. બોલ વત્સ ! તારે શું જોઈએ ?' એવું પૂછવા પર યુવકે દિલની વાત કહી દીધી. સંન્યાસીએ કહ્યું, “મારે આપી દેવામાં વાંધો નથી, પણ એનાથી તારું હિત નહીં થાય, અહિત થશે. માટે બીજું કાંઈ માગ' પણ યુવકે હઠ પકડી. ‘તમારે વચન પાળવું હોય તો એ જ આપો.' છેવટે, સ્વવચન પાલન માટે સંન્યાસીએ એ લાકડી ચેલાને સોંપી. પોતે તો પાછા સમાધિમાં બેસી ગયા. શિષ્ય એ લાકડીનો ઉપયોગ તુરંત સંન્યાસીનું દિલ જોવા માટે કર્યો. એમાં એક ખુણે ક્રોધનો અગ્નિ ધીમે For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ન જોવાની ચીજ : અન્યની ભૂલ ૮૯ ધીમે પ્રજવલી રહ્યો છે. એક બાજુ માનની નાનીશી ટેકરી છે. વચમાં થોડી માયાની આંટીઘૂંટીઓ છે. બીજી બાજુ એક લોભનો-મનોરથનો નાનો સરખો ખાડો છે. આવું બધું જોઈ શિષ્યને થયું કે, “અરે ! આ ગુરુજીના દિલમાં તો હજુય કષાયો સળવળે છે તો મારો એમનાથી શું ઉદ્ધાર થશે ?” તેથી એ તો કાંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો... ગંગાજીને કિનારે આવી વસ્યો. લોકોના મનના ભાવો કહી કહીને ફંડ એકઠું કરવા લાગ્યો, લોકોને ભક્ત બનાવવા માંડયો. જોતજોતામાં એક આશ્રમ સ્થાપી દીધો. ઘણા વખત બાદ પેલા સંન્યાસી યાત્રા કરતાં કરતાં ત્યાં આવ્યા. લોકમુખે જાદુઈ લાકડીની વાત સાંભળી આશ્રમમાં આવ્યા. બન્નેએ એકબીજાને ઓળખ્યા. ગુરુએ પૂછ્યું “શું કરે છે ?” શિષ્ય બધી વાત કરી. ત્યારે ગુરુજીએ કહ્યું કે, “બધાનું દિલ તો તું જુએ છે પણ તારું પોતાનું દિલ ક્યારેય તપાસ્યું ? એમાં રહેલા દોષો ક્યારેય જોયા કે નહીં ?” શિષ્ય જવાબ આપ્યો કે, “ના, એ પ્રયોગ તો મેં કર્યો નથી.” “તો હવે કર.” ને શિષ્ય પોતાનું દિલ જોવા લાકડીનો ઉપયોગ કર્યો. “ક્રોધાગ્નિની જ્વાળાઓ આકાશને આંબવા મથી રહી હતી. માનપર્વત એટલો ઉત્તુંગ હતો કે એનું શિખર નજરે ચડતું નહોતું. માયાની ભયંકર વંશજાળ ગૂંથાયેલી હતી. લોભસમુદ્ર ઘુઘવાટા મારતો હતો.” આવું બધું જોઈને શિષ્ય સીધો ગુરુના પગમાં પડી ગયો. “ગુરુદેવ ! મને માફ કરજો, મેં મારા જ દોષો જોયા નહીં.” - આ એક વાસ્તવિકતા છે. માણસ પોતાના છતાં દોષોને પણ જોઈ શકતો નથી, અને અન્યના અછતાં દોષોને પણ કલ્પી શકે છે. પોતાનામાં રહેલી રજકણને આંખ જોઈ શકતી નથી, બીજાની આંખમાં રહેલીને સરળતાથી જોઈ શકે છે. આ અનાદિની ચાલને હવે છોડવી છે, કેમકે બીજાના દોષો જોવામાં ભૂલો જોવામાં મોટે ભાગે સંક્લેશ છે. બીજાનો વાંક જોયો ને મનમાં એના પ્રત્યે દુર્ભાવ-તિરસ્કાર જાગ્યો સમજો. “મને એ હેરાન કરે છે' આવી બુદ્ધિ આવી, એટલે ક્રોધને આવવા માટે નેશનલ હાઈવે તૈયાર થઈ જ ગયો સમજો. એમાંથી “એ આમ કરે છે, તો હું ય ક્યાં કાચો છું ? હું પણ એને બતાવી દઈશ.” એ રીતે બદલો લેવાની ભાવના જાગવા માંડશે, જે વારંવાર ઘૂંટાવાથી વૈરની ગાંઠ બની જાય છે. પેલો રાજગૃહીનો ભિખારી-ત્રણ ત્રણ દિવસથી ભીખ માટે આખી For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં નગરીમાં ભટકે છે. પણ લાભાંતરાયનો એવો તીવ્ર ઉદય છે કે આવી સમૃદ્ધ અને ધર્મશ્રદ્ધાસંપન્ન નગરીમાંય અન્નનો એક દાણોય પામી શકતો નથી. એવામાં કોઈ મહોત્સવ આવ્યો. નગરની બહાર પર્વતની તળેટીમાં આવેલા ઉદ્યાનમાં એકઠા થઈ નગરવાસીઓ મહોત્સવ મનાવી રહ્યા છે. “આવા અવસરે તો મને કાંક મળશે જ.” એવી આશાથી એ ત્યાં પહોંચ્યો. પણ અંતરાય જોરદાર હતા, કાંઈ મળ્યું નહીં. એટલે નાગરિકો પર એને ભયંકર ગુસ્સો આવ્યો. “આ બધા મીઠાઈ અને ફરસાણ ઊડાવે છે ને મને એક રોટલાનો ટુકડોય આપતા નથી. ઠીક છે, હવે હું એમને બતાવી દઈશ.” ભયંકર રોષે ભરાયેલો એ પર્વત પર ચડ્યો. એક વિરાટ શિલાને જોઈ એને વિચાર આવ્યો કે આ શિલા નીચે ગબડાવું ને નગરવાસીઓને કચડી નાખું. ક્રોધાન્ધ બનેલો એ ભિખારી આટલું વિચારી શકતો નથી કે ““આવી વિરાટશિલાને હું ટસની મસ પણ કરી શકું એમ નથી, તો ગબડાવી તો શી રીતે શકીશ ?” એ તો શિલાની બીજી બાજુ જઈ જોરથી ધક્કો મારવા લાગ્યો. ત્રણ દિવસનો ભુખ્યો તો હતો જ, બેલેન્સ ગુમાવ્યું, પગ લપસ્યો ને શિલાને બદલે પોતે જ ગબડી પડ્યો ખીણમાં. લોકોને કચડી નાખવાના ભયંકર રદ્રધ્યાનમાં તો હતો જ, માત્ર ખીણમાં જ નહીં, ઠેઠ સાતમી નરકમાં ગબડી પડ્યો.” લોકો લુચ્ચાં છે, કપણ છે, પોતે બધું ઝાપટે છે એ મને કાંઈ પરખાવતા નથી, નિર્દય અને નિષ્કપ છે' ઇત્યાદિ રીતે લોકોની ભૂલ એ ભિખારીએ જોઈ અને એના પરિણામે લોકો પર દુર્ભાવ, દ્વેષ, ક્રોધ અને સાતમી નરકનાં રૌરવ દુઃખો-આ પરિણામ આવ્યું. આની જ સામે ઢંઢણઋષિને વિચારો. - યદુકુળના પનોતા રાજકુમાર ઢંઢણકુમારે ત્રિલોકનાથ શ્રીનેમિનાથ ભગવાનની દિવ્યદેશનાથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. એકદા અભિગ્રહ કર્યો કે મારી પોતાની લબ્ધિથી જે ભિક્ષા મળે તેને જ મારે આરોગવી. ધર્મશ્રદ્ધાથી ભરપુર અને ધનધાન્યથી સમૃદ્ધ દ્વારિકા નગરીમાં રોજ ભિક્ષાએ જાય. એક દિવસ થયો. સ્વલબ્ધિથી ભિક્ષા ન મળી. બીજો દિવસ થયો, ન મળી, ત્રીજો દિવસ.. ન મળી..એમ છ મહિના થયા, સ્વલિબ્ધિથી ભિક્ષા મળતી નથી. ઉપવાસ પર ઉપવાસ થયે જાય છે. છ-છ મહિનાના ઉપવાસ થયા, પણ નગરવાસીઓ પર કોઈ દોષારોપણ કરવાનું નહીં. પોતાનો જ દોષ વિચારે છે. લોકો તો ઘણા જ ભાવિક છે, દાનશ્રાદ્ધ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ન જોવાની ચીજ : અન્યની ભૂલ છે. મારો તીવ્રલાભાંતરાયનો ઉદય છે જેના કારણે મને ભિક્ષા મળતી નથી. બીજાની ભૂલ ન જોતાં પોતાની ભૂલ જોઈ, એટલે દ્વેષ અસમાધિસંક્લેશ-ક્રોધ વગેરેથી તો બચ્યા જ... પણ એવી સ્વસ્થતા અને પરમ સમાધિમાં ચડ્યા કે ક્ષપકશ્રેણિ માંડી, માત્ર લાભાાંતરાય જ નહીં, માત્ર અંતરાયકર્મ જ નહીં, ચારેય ઘાતી કર્મોનો ભુક્કો બોલાવી કેવલલક્ષ્મી વર્યા. - અન્યને ગુનેગાર જોવામાં આટલું ભયંકર નુકશાન છે, અને જાતને ગુનેગાર જોવામાં આટલો પ્રચંડ લાભ છે, એ જાણીને પ્રાજ્ઞ પુરુષે યોગ્ય રસ્તો અપનાવવો જોઈએ. આ માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ જ વાત નથી. ભૌતિક દૃષ્ટિએ પણ આ જ હકીકત છે. જે અન્યની ભૂલ જુએ છે એ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, સામાજિક વગેરે અનેક નુક્શાનોમાં ઊતરે છે. આનું મહત્ત્વનું એક કારણ એ છે કે જ્યારે માણસ અન્યની ભૂલ જુએ છે ત્યારે, થયેલા નુક્શાનનો આઘાત તીવ્ર લાગે છે. જયારે પોતાની ભૂલ જુએ છે ત્યારે, સમાન નુક્શાન થયું હોય, તોપણ એટલો આઘાત લાગતો નથી, બલ્ક ઓછો જ લાગે છે. આવું કેમ થાય છે ? તો આનું પણ મનોવૈજ્ઞાનિક કારણ છે... અન્યની ભૂલ જોવામાં આવે ત્યારે સામાન્યથી આવી વિચારસરણી મનમાં સ્થાન લેવા માંડે છે કે, “કાંઈ ધ્યાન જ રાખતો નથી, સાવ બેદરકાર થઈ ગયો છે. એને તો ઠપકારવો જ જોઈએ. નહીંતર, આજે આ ભૂલ કરી, કાલે બીજી કરશે, પરમે વળી ત્રીજી...આમ તો નુકશાનોની પરંપરા ચાલે. એકવાર ખખડાવીને કહ્યું હોય, તો બીજીવાર સાચવીને કામ કરે.” આને બદલે જો પોતાની ભૂલ જોવામાં આવે, તો, “હોય ભાઈ ! માણસમાત્ર ભૂલને પાત્ર, ભૂલ તો થઈ જાય. આમેય બધી ચીજો વિનશ્વર છે, મન ક્યાં બગાડવું ? ઈત્યાદિ વિચારસરણી આકાર લે છે. ડ્રાઈવર કારડ્રાઈવીંગ કરતો હોય... ટક્કર લાગે અને કારને નુક્શાન થાય. સ્વયં કારડ્રાઈવીંગ કરતા હોઈએ. ટક્કર લાગે અને કારને નુક્શાન થાય. આ બે પ્રસંગે વિચારધારામાં ફેર પડે છે ને ? પોતાની ગેરહાજરીમાં ભાગીદારે કોક સોદો કર્યો ને લાખ રૂ. ની ખોટ ગઈ, તો શા વિચારો આવે ? “આ રીતે વેપાર થતો હશે ? મને પૂછતાં શું થતું'તું ? હું નહોતો, તો ૪ દિવસ થોભવામાં શું બગડી જવાનું હતું ? આ રીતે ખોટ થાય એ કાંઈ ચલાવી લેવાય ? કાલે ઊઠીને For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨. - હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં દેવાળું જ ફૂંકવું પડે ને !” આને બદલે, ભાગીદારની ગેરહાજરીમાં પોતે સોદો કર્યો હોય ને લાખ રૂ.નું નુક્શાન થયું તો કેવા વિચારો આવે ? “ધંધો છે, ક્યારેક ખોટ પણ જાય ! એના પર રોવા ન બેસી જવાય. રોવાના બદલે બીજા સોદા પર ધ્યાન આપીએ તો ખોટ રીકવર પણ થઈ જાય.” આમ અન્યની ભૂલ જોવામાં મન નુકશાનને અનુકૂળ થઈને ભળવાથી એ નુક્શાન ઘણું આકરું લાગે છે, જયારે સ્વની ભૂલ જોવામાં, મન નુક્શાનને પ્રતિકૂળ રહેવાથી એ નુક્શાન હળવું લાગે છે. એ તો સ્પષ્ટ જ છે કે મન જેમાં ભળે એની તાકાત વધી જાય. નુક્શાન વધુ વરતાવાથી આઘાત આકરો લાગે છે જે આવેશને ખેંચી લાવે છે. આવેશ આવવાથી વિવેક ચક્ષુ બીડાઈ જાય છે. એટલે, “એક નુક્શાન તો થયું. એ કાંઈ આવેશ કરવાથી ભરપાઈ થઈ જવાનું નથી, પણ લાવ હવે વધુ નુક્શાનમાં ન ઉતરાય એની કાળજી કરું.” એ વાત ભૂલાઈ જાય છે. વળી, આવેશના કારણે ઝગડો ઊભો થાય છે જે શારીરિક માનસિક-આર્થિક વગેરે અનેક નુક્શાનોમાં માણસને ઉતારે છે. કહે છે કે માનવશરીરમાં રહેલા હૃદયનું વજન તો ૨00 થી ૩૦૦ ગ્રામ જેટલું જ હોય છે. પણ એ પોતાનામાંથી ૭ થી ૮ કિલો જેટલું લોહી કાઢીને શરીરના પ્રત્યેક ખૂણે-ખાંચરે ફેરવીને પાછું શુદ્ધ કરવા માટે માત્ર બે મિનિટમાં ખેંચી લે છે. આ નાનોસરખો અવયવ ૨૪ કલાકમાં એટલો બધો શ્રમ કરે છે કે જેના વડે ૧૦00 કિલો વજનનો પત્થર લગભગ ૧૨૪ ફૂટ ઊંચો ચઢાવી શકાય. એક હૃષ્ટ પુષ્ટ માણસ સખત મજૂરી કરવા પાછળ એક દિવસમાં જેટલી શક્તિનો વ્યય કરે છે તેના ત્રીજા ભાગ જેટલી જ શક્તિ, વિશ્વનું સૌથી સંપૂર્ણ આ એંજીન ખર્ચે છે. આ હૃદય જો પોતાની સમગ્ર તાકાત જાતને ઊંચે ચઢાવવામાં લગાવે તો એક કલાકમાં ૨૦,૦૦૦ ફૂટ ઊંચે પહોંચી જાય. એટલે કે આબુના પહાડ કરતાં લગભગ પાંચ ગણી ઊંચાઈએ પહોંચી જાય. જન્મથી લઈને મૃત્યુ સુધીના સંપૂર્ણ જીવનકાળ દરમ્યાન એ પોતાનું કાર્ય કર્યા જ કરે છે. તમે કદાચ સૂઈ જશો.. એ નહીં સૂએ.... તમે ચાલો છો. બેસો છો... ખાવ છો. પીઓ છો... ઓ છો. ધુઓ છો.... કાંઈ પણ કરો છો કે કાંઈ પણ નથી કરતા... એનું કામ તો Day & Night ચાલુ જ છે. એ નથી કેઝયુઅલ લીવ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ન જેવાની ચીજ : અન્યની ભૂલ લેતું કે નથી સીકલીવ લેતું, નથી હડતાળ પાડતું કે નથી એનડાઉન સ્ટ્રાઈક પર ઊતરતું. કોઈ જ રજા કે હડતાલ પાડ્યા વગર પોતાની ખુશીથી આટલું બધું કામ આ નાજુક અવયવ એક વફાદાર નોકરની જેમ કર્યા કરે છે. પણ માણસ જ્યારે ક્રોધ વગેરેના આવેગમાં આવે છે, ત્યારે એના ધબકારા વધી જાય છે, જે એના તરફડીયાને સૂચવે છે. આ શું છે ? એના પરનો જોરજુલમ જ ને ? આવેશથી માત્ર હૃદયને જ નુકશાન થાય છે, એવું નથી. લોહી ગરમ થઈ જાય છે... સાતે ધાઓ તપી જાય છે, વિષમ બને છે. આજનું વિજ્ઞાન કહે છે કે આવેશથી શરીરની આખી કેમિસ્ટ્રી બદલાઈ જાય છે. શરીર કંપે છે. આને કારણે શરીરમાં એક પ્રકારનું ઝેર પેદા થાય છે. એક શહેરમાં બનેલો સાંભળવા મળેલો કિસ્સો : ચાલી સિસ્ટમમાં રહેનાર બે પડોશણોનો પાણીના કારણે ઝગડો થયો. એકબીજાના ચોટલા ખેંચવા લાગી ને કપડાં ફાડવા લાગી ત્યાં સુધી મામલો પહોંચી ગયો. ભયંકર ગુસ્સાથી અત્યંત કંપતી અને બાથંબથી કરતી આ બે પડોશણોને અન્ય ભાડુતોએ માંડમાંડ છૂટી પાડી. આવેશમાં ને આવેશમાં જેમ તેમ બોલતી એક બાંઈ પોતાના ઘરમાં ગઈ. એ વખતે એનું બાળક ભૂખ્યું થયું હોવાથી રોતું હતું. એને સીધું ઉપાડી એ બાઈ ધવડાવવા બેઠી. પણ હજુ આવેશ તો એવો જ ઉછાળા મારતો હતો. હજુ પણ તીવ્ર ગુસ્સાના શબ્દોનો પ્રવાહ અનવરત ચાલુ હતો. બાળકને સ્તનપાન કરાવી સૂવડાવ્યો. પણ... પણ ૪ કલાક બાદ જોયું તો શરીર લીલું પડી ગયું હતું. બાળક મૃત્યુને વર્યું હતું. ડૉક્ટરોએ જાહેર કર્યું કે ઝેર ના કારણે મૃત્યુ પામ્યું. ‘ઝેર આવ્યું ક્યાંથી ?” એ બધાને પ્રશ્ન હતો, કારણકે સ્તનપાન સિવાય બીજો એનો કોઈ ખોરાક નહોતો. ડૉક્ટરે બધી તપાસ કરતાં માલૂમ પડ્યું કે આવા ભયંકર ગુસ્સાના કારણે સ્તનમાં રહેલા અમૃતતુલ્ય દૂધમાં ઝેર પેદા થઈ ગયું હતું, જે બાળકનું મૃત્યુ કરવા માટે પર્યાપ્ત હતું. આજનું મનોવિજ્ઞાન કહે છે માનવી જ્યારે ક્રોધાદિ આવેશથી ઉત્તેજિત થઈ જાય છે ત્યારે સામાન્ય કે સખત સિરદર્દ-સર્દી-ફલું વગેરે રોગોના ઍટેકની શક્યતા કંઈક ગણી વધી જાય છે. પક્ષઘાત-હાર્ટએટેક જેવા રોગોના સીનિયર ઍટેક પણ આવી શકે છે. આ શારીરિક-કૌટુંબિક નુકશાનની જેમ આવેશના કારણે આર્થિક For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ - હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં વગેરે નુકશાનો પણ ઊભાં થાય છે. માટે આવેશને રોકવો જોઈએ. એ માટે, ગમે તેવો પ્રસંગ બન્યો હોય, સામાની ભૂલ ન જોવી, પોતાની ભૂલ જોવી. સામાની ભૂલ જોઈ એટલે ઊકળાટ થયો સમજો, પોતાની ભૂલ જોઈ એટલે સ્વસ્થતા ટકી સમજો. ગ્રન્થોમાં ભરવાડ-ભરવાડણનાં બે યુગલોની વાત આવે છે - પ્રથમ યુગલ : ગામડામાં ઢોરો ઉછેરવાનો ધંધો. એના દૂધમાંથી ઘી બનાવે. ઘણું ભેગું થાય એટલે ગાડવામાં ભરીને ગામના અન્ય ભરવાડ યુગલો સાથે બધાં શહેરમાં ભેગાં વેંચવાં જાય. એકદા શહેરમાં મેળો ભરાયો હતો, ત્યારે ઘી વેંચવાં ગયાં. ત્યાં પહોંચીને ગાડું ઊભું રાખ્યું. ભરવાડણ ઉપરથી એક પછી એક ઘડો નીચે ભરવાડને આપતી ને એમ માલ નીચે ઊતરતો. એમાં એકવાર જરા ગફલત થઈ ગઈ અને ધડાડડડમ્.... ઘડો નીચે પડ્યો, ફૂટ્યો, ઘી ઢોળાયું, એટલે તરત જ ભરવાડ અને ભરવાડણ એકબીજા પર દોષનો ટોપલો ઢાંકવા પ્રયાસ કરવા લાગ્યાં. “મારા રોયા ! અહીં રૂપાળી સ્ત્રીઓને જોવામાં આવ્યું ભમાવ્યા કરે છે તે ઘડો પકડવામાં ધ્યાન ન રાખ્યું ને ઘડો પડ્યો.” ભરવાડણે આક્ષેપ કર્યો. ભરવાડે એનો જવાબ વાળતાં કહ્યું કે, “અલી રાંડ ! તું જ અહીં ફટડા જુવાનીયાઓને જોયા કરે છે ને મેં હજુ ઘડો પકડ્યો નહોતો એ પહેલાં તેં છોડી દીધો તે પડ્યો.' બસ ગાળાગાળી ચાલુ થઈ ગઈ. હવે એ માનનો પ્રશ્ન બની ગયો. એકબીજાને ગુનેગાર ઠેરવવા માટે બધી તાકાત કામે લગાડી. ઝગડવાંમાં ને ઝગડવામાં સંધ્યા થઈ ગઈ. અંધારું થવા લાગ્યું એટલે બન્ને ચોંક્યાં, કંઈક સાવધ થયા ને જોયું તો એ ઘડાનું ઢોળાયેલું ઘી કૂતરાઓ ચાટી ગયા હતા. બીજા બધા ભરવાડો તો અંધારા પહેલાં ગામે પહોંચી જવા માટે ક્યારના નીકળી ચૂક્યા હતા. બજાર પણ પૂરો થઈ ગયો હતો. એટલે વેચેલા ઘીના પૈસા ભેગા કરીને અને બાકીના ઘડાઓને પાછા ગાડામાં ગોઠવીને ગામ ભણી ચાલવા લાગ્યા. પણ હવે તો રાત થઈ ગઈ હતી અને એકલાં હતાં. રસ્તે ચોરો ભેટ્યા, બધા પૈસા અને ઘી ઊઠાવી લીધા. ખાલી હાથે ઘરે પહોંચ્યા. બીજું યુગલ : બધું ઉપર પ્રમાણે પણ જેવો ઘીનો ઘડો પડ્યો ને ફૂટ્યો કે તરત ભરવાડણે એનો દોષ પોતાના માથે લેતાં કહ્યું કે, ફોધ કરવો અને રાત્રિનથી બળવું એટલે માન્યતા અપરાધની જ પોતાની જાતને કરવી For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ન જોવાની ચીજ : અન્યની ભૂલ અરે ! મારી જરા ભૂલ થઈ. હજી તમે બરાબર પકડ્યો નહોતો ને મેં છોડી દીધો.” એટલે ભરવાડે પણ જાતને ગુનેગાર ઠેરવતાં કહ્યું, “ના ના, તારી કોઈ ભૂલ નથી, ભૂલ મારી છે. તેં તો બરાબર રીતે મને આપ્યો હતો, પણ મેં પકડવામાં ગરબડ કરી.” બન્નેએ એકબીજાને ગુનેગાર જાહેર કરવાનો પ્રયાસ ન કરતાં પોતાની ભૂલ કોઈ સ્વીકારવાનો પ્રયાસ કર્યો. એટલે ન કોઈ સંક્લેશ, ન કોઈ માનનો પ્રશ્ન, ન કોઈ રકઝક. તરત સ્વસ્થ થઈને ભરવાડણ નીચે ઊતરી.... ઉપર ઉપરથી ઘી ભરી લીધું. બાકીનું પણ બધું ઘી વેચીને સમયસર બીજા ગાડાવાળાઓ સાથે સ્વગામ પહોંચી ગયાં. ગમે તેવો પ્રસંગ બને, સ્વભૂલ જુઓ એટલે સમાધિ ને સ્વસ્થતા સ્વાધીન બન્યા વગર રહે નહીં. ભયંકર અકળામણ થાય, સામી વ્યક્તિને શું નું શું કરી નાખવાનું મન થાય, કદાચ કંઈ જ કરી શકાય એમ ન હોય તો ય તીખામાં તીખો ઉપાલંભ આપતા કટાક્ષભર્યા વચનો મુખમાંથી નીકળી પડે, આવી પરિસ્થિતિમાં પણ પોતાની જ ભૂલ જોનારો અદ્ભુત સમાધિ જાળવી શકે છે. બિલકુલ શાંત રહી શકે છે. અને સામો અપરાધી પણ અત્યંત સંભાવ-અહોભાવવાળો થઈ જાય એવા મીઠાં વચનો બોલી શકે છે. ગર્ભવતી અવસ્થામાં યાત્રાના બહાને ભયંકર જંગલમાં એકલાં ને અટૂલાં મૂકાઈ રહ્યાં છે એવા અવસરે પણ સીતાજી કેટલાં સ્વસ્થ હતાં રામચન્દ્રજીને સંદેશો પણ કેવો ભવ્ય પાઠવ્યો ! એ પછી પણ જ્યારે એમનો અયોધ્યામાં પુન:પ્રવેશ કરાવવાનો હતો. અને સતીત્વની પરીક્ષારૂપે થયેલા અગ્નિના દિવ્યદ્વારા સો ટચના સોના જેવાં શુદ્ધ જાહેર થયા, લોકો “જગદંબે ! મહાસતી !' વગેરે શબ્દો દ્વારા જયજયકાર કરી રહ્યા છે, રામચન્દ્રજી શરમિંદા બનીને માફી માગી રહ્યા છે, ત્યારે પણ સીતાજીના મુખમાં કેવા ભવ્ય શબ્દો ગોઠવાયા હતા. ન કોઈ “માત્ર એક પક્ષની વાત સાંભળીને મને ભયંકર અટવીમાં તરછોડી દીધી. મને પણ સાંભળવી હતી.' ઇત્યાદિ ઉપાલંભ કે ન કોઈ, ‘છતાં ય મારી વાતોથી ખાતરી ન થાય ને સતીત્વની પરીક્ષા જ કરવી હતી, તો એ વખતે'ક્યાં નિષેધ કરવાની હતી ? બાકી તો, આવા રૌરવ જંગલમાં પૂરા દહાડા ભરાયા હતા એવી અવસ્થામાં પણ હું જીવતી રહી, હેમખેમ રહી અને આવા પરાક્રમી પુત્રોને કેળવ્યા એ જ શું મારા સતીત્વનો પ્રભાવ નથી કે જેથી દિવ્ય કરવું આવશ્યક રહે ?' ઇત્યાદિ કટાક્ષ. ઉપરથી રામચન્દ્રજી માફી માગવા માટે પગમાં પડવા ગયા તો એમને અટકાવીને એવી સુંદર વાત કરી કે, સ્વામિનાથ ! આ શું કરો ? આમાં તમારો કે પ્રજાજનોનો કોઈ અપરાધ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં નથી. અપરાધ હોય તો મારાં પૂર્વકર્મોનો છે. મારાં પૂર્વદુષ્કતોનો છે. ઊલટું, તમારો તો ઉપકાર થયો કે તમારા પ્રભાવે હું આ પરીક્ષામાં પાસ થઈ. તમને મારા દિલમાં રાખ્યા તો આ અગ્નિએ મને જીવતી રાખી. તમારા બદલે જો બીજા કોઈને દિલમાં ઘાલ્યો હોત, તો આ અગ્નિએ મને બાળીને સાફ કરી નાખી હોત, તો તમને સીતા નહીં, સીતાની રાખ હાથમાં આવત.” કેવા ભવ્ય બોલ ! કોઈ જ ઉકળાટ નહીં. કેવી ધીરતા, ગંભીરતા ને સ્વસ્થતા ! જરાક બે શબ્દો સંભળાવી દેવાનો કોઈ સળવળાટ નહીં? સીતાજી આ બધું શેના પર જાળવી શક્યાં ? બચપણથી તત્ત્વજ્ઞાન મેળવ્યું હતું. મારા કર્મો વાંકાં ન હોય તો ઇન્દ્રનીય તાકાત નથી કે મારા માથાના વાળ વાંકો કરી શકે. ને મારા કર્મો જો રુક્યાં હોય તો ઇન્દ્રનીય તાકાત નથી કે મારું રક્ષણ કરી શકે. નાનું કે મોટું કોઈપણ અનિષ્ટ થાય છે એ દરેકના મૂળમાં આપણી જ કોઈ ભૂલ રહેલી હોય છે. આપણે જ કોઈ દુષ્કૃત એવું કર્યું હોય છે જેના કારણે બંધાયેલું પાપકર્મ આપણને ગાળ ખવડાવવા વગેરે રૂપ અનિષ્ટ કરાવે છે. જો એવા દુષ્કત દ્વારા પૂર્વે પાપકર્મ બાંધ્યું ન હોય, તો કોઈ ગમે એટલી મહેનત કરે, આપણું કાંઈ બગાડી શકતો નથી. એકવાર હુમાયુઘોડા પર સવાર થઈને ભાગી રહ્યો હતો. બાળ અકબરને પીઠ પર એક કપડામાં બાંધેલો હતો. પાછળ દુશ્મનનો સેનાપતિ પીછો કરી રહ્યો હતો. અંતર કંઈક ઓછું થયું એટલે એણે તીરોનો મારો પણ ચાલુ કર્યો. પોતાના સુરક્ષિત કિલ્લામાં પહોંચી જવા માટે હુમાયુએ ઘોડાનો વેગ વધાર્યો. કોઈપણ રીતે પહોંચી જાઉં! બસ એક જ લગન. માંડ માંડ કિલ્લામાં સુરક્ષિત સ્થાને પહોંચ્યો. પોતાને હાથમાં અને પીઠ પર કોક કોક બાણ વાગેલાં. પણ સૌપ્રથમ એણે બાળ અકબરને જોયો, એને કાંઈ થયું તો નથી ને ? એણે જોયું તો ખબર પડી કે અકબર આબાદ બચી ગયો હતો, એક નાનીસરખી ઈજા પણ એને થઈ નહોતી. • ફ્રાન્સના સેનાપતિ જનરલ દગોલને એકત્રીશવાર મારવાનો પ્રયાસ થયેલો...પણ એ બચી ગયો. • કેનેડીએ સુરક્ષાની સઘન વ્યવસ્થા કરેલી... છતાં એનું મર્ડર થયું There is no rose without thorn. એવું એકેય ગુલાબ નથી જે કાંટા વિનાનું હોય A rose without thorn is friendship. - કાંટા વિનાનું કોઈ ગુલાબ હોય તોએ મળી છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ન જોવાની ચીજ : અન્યની ભૂલ મારા કર્મો વાંકાં ન હોય તો કોઈ મારું અનિષ્ટ કરી શકે નહીં. એટલે કે મને નાપસંદ જે કાંઈ વર્તન અન્ય વ્યક્તિઓ કરે છે એમાં મુખ્ય કારણ મારાં પૂર્વકૃત કર્મો છે.” આવો નિર્ણય થઈ જવો જોઈએ. એ જે વ્યક્તિને થઈ જાય તે, ગમે તેવા પ્રસંગમાં શત્રુતાથી બચી શકે છે. મૈત્રીભાવને અખંડિત રાખી શકે છે. મહાસતી અંજનાસુંદરી ! પતિ પવનંજયે પરણવા માત્રથી તરછોડી મૂકી હતી. બાવીશ બાવીશ વર્ષ સુધી એનું મુખ સુધ્ધાં જોયું ન હતું. યુદ્ધપ્રયાણ વખતે અંજનાસુંદરી મંગલકામના વ્યક્ત કરવા આવી તો ભયંકર તિરસ્કાર કર્યો. આટલું થવા છતાં અંજનાસુંદરીના દિલમાં પવનંજય પ્રત્યે ન કોઈ રોષ હતો ન કોઈ રીસ. એવો જ અહોભાવ અકબંધ હતો. “એ મને કેટલો ત્રાસ આપી રહ્યા છે.” એવો વિચાર સરખો નહોતો, કારણકે એમાં પવનંજયની નહીં, પોતાનાં જ કર્મોની વક્રતા એ જોતી હતી. “પોતે જ પૂર્વમાં કોઈ એવી ભૂલ કરી આવેલી છે, જેની સજા ભોગવવી પડે છે. મેં ભૂલ કરી ન હોય તો મને સજા થાય જ નહીં.” એવો નિર્ણય એના દિલમાં દઢ હતો. આ વાત આપણને પણ અનુભવસિદ્ધ છે......... હાઈવે પરથી તમે ટહેલતા ટહેલતા જઈ રહ્યા છો. ને સામેથી ઢોરાં ચરાવનારી પોતાનાં ૫૦ ઢોરને લઈને આવી રહ્યો છે.. બધાં ઢોર વ્યવસ્થિત સહજતાથી ચાલી રહ્યાં છે. પણ એક ઢોરના ગળામાં લાકડું બાંધ્યું છે જે વારંવાર એના જ પગમાં અથડાયા કરે છે અને તેથી એ ઢોર હેરાન થયા કરે છે. આ પશુને માટે શું વિચાર આવશે ? એ જ કે આ પશુ તોફાની હશે... સખણું ચાલતું નહીં હોય માટે એના ગળે આ લાકડું બઝાડ્યું છે... અચાનક કોઈ પરિચિત સજ્જન જેલમાં જોવા મળી જાય તો આશ્ચર્ય થઈ જાય છે... અરે ! તમે જેલમાં ? ગુના વગર જેલની સજા હોય નહીં. તેથી આશ્ચર્ય થાય છે. રવિવારનો દિવસ છે. દિવાનખાનામાં સોફાસેટ પર બેસી તમે આરામથી છાપું વાંચી રહ્યા છો....અને ધ..ધર્ બાપુજી ! બાપુજી ! મને મારો નહીં પડોશમાંથી અવાજ આવી રહ્યો છે. બાપ દીકરાને મારી રહ્યો છે ને દીકરી ને મારવાની આજીજી કરી રહ્યો છે.. એની રોકકળ ને ચીસાચીસ તમને શ્રુતિગોચર થાય છે... દીકરાએ શું કર્યું છે ને શું નથી કર્યું એની કશી ખબર નથી, છતાં, તમારાં મનમાં દીકરા માટે સીધી શું કલ્પના આવશે ? એ જ કે દીકરો પરીક્ષામાં ફેઈલ થયો હશે. કોઈ ચીજ તોડીફોડી નાખી હશે. મા-બાપની સામે For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ હંસા ! તું ઝીલ મિત્રીસરોવરમાં બોલતો હશે. ટૂંકમાં, દીકરાએ કંઈક તોફાન-કોઈક ગુનો-અપરાધ કર્યો હશે ને બાપ એની સજા કરી રહ્યો છે.. તોફાન કર્યું ન હોય તો પિતા સજા કરે નહીં. આનાથી વિપરીત દૃશ્ય જોવા મળે કે પિતા પુત્રની પીઠ થાબડી રહ્યા છે. પ્રશંસા કરી રહ્યા છે... કંઈક બક્ષિસ આપી રહ્યા છે.... તો શું કલ્પના આવશે ? આ જ કે “ત્રે કંઈક સારું કાર્ય કર્યું છે જેની બક્ષિસ આપવા દ્વારા પિતા કદર કરી રહ્યા છે...” આ બધા અનુભવોનાં તારણ તરીકે બે સૂત્રો આપણને મળે છે જેને દરેક સુખેચ્છએ ગોખી લેવા જોઈએ. તે બે સૂત્રો આ છે S અપરાધ વિના સજા નહીં... ? સત્કાર્ય વિના બક્ષિસ નહીં.... આપણે આપણા જીવનને તપાસવું જોઈએ. શરીર, સંપત્તિ, પત્ની, પુત્ર, પરિવાર, રૂપ, સ્વર, સમાજમાં માન-સ્થાન ને પ્રતિષ્ઠા, આડોશપડોશ, મિત્રો-સ્નેહી-સ્વજન વગેરેનું સર્કલ, દેવ, ગુરુ-ધર્મ- સંઘ વગેરેની પ્રાપ્તિ.. જીવનનાં આ બધાં અંગોમાંથી જે જે અંગે આપણે સુખી છીએ.. અર્થાત્ સારી ચીજ પામ્યા છીએ એ આપણને આપણે જ પૂર્વમાં આચરી આવેલાં સત્કાર્યોની કદરરૂપે પ્રકૃતિ તરફથી મળેલી બક્ષિસ છે... ને જીવનના શરીર વગેરે જે જે અંગોમાં નરસી-અણગમતી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આપણે જ પૂર્વમાં કંઈક ને કંઈક અપરાધ સેવી આવેલા છીએ એની પ્રકૃતિ તરફથી થઈ રહેલી સજા છે..... નહીંતર આવું શા માટે ? કે બીજાને તંદુરસ્ત નિરોગી શરીર ને મને રોગિષ્ઠ ? બીજાને સંપત્તિનાં શિખરો ને મને દરિદ્રતાની રૌદ્ર ખાઈ ? બીજાને સુરૂપ-સુશીલ-પ્રેમાળ પત્ની ને મને કજિયાખોર કુલટા ? મારા જ ગળે આ લાકડું કેમ બાઝયું ? યાદ રાખવું જોઈએ... કુદરતના શાસનમાં દેર છે, અંધેર નહીં. પ્રકૃતિ ખૂબ જ ન્યાયી છે.. પ્રામાણિક છે.. વગર ગુનાએ એ સજા કરે નહીં ને વગર સકતે એ બક્ષિસ આપે નહીં. જો પ્રકૃતિના શાસનમાં નિરપરાધી દંડાઈ જવો ને સત્કાર્ય નહીં કરનારને પણ બક્ષિસ મળી જવી. આવી ગોલમાલગરબડ ચાલતી હોય તો એ શાસન લાંબું ટકી શકે નહીં. અન્યાયીઆપખુદી શાસન ક્યારેય લાંબું ટકતું નથી.. કો'ક ને કો'ક માડીજાયો તો એવો પાકે જ છે... કો'ક ને કો'ક પરિબળો તો એવાં ઊભા થાય જ છે કે જે અન્યાયી શાસનને ઉથલાવી પાડે. પ્રકૃતિનું શાસન તો For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ન જોવાની ચીજ : અન્યની ભૂલ આ વિશ્વ પર સો-બસ્સો વર્ષથી નહીં. બે-પાંચ હજાર વર્ષથી નહીં... અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તારક તીર્થકરો ને ગુણિયલ ગણધરો..વૈભવ સમૃદ્ધ સુરેન્દ્રો ને અસુરેન્દ્રો...ચમરબંધી ચક્રવર્તીઓ કે મોટા મોટા સમ્રાટો..કોઈ જ આ શાસનમાં (ઉથલાવવાની વાત તો બાજુ પર) ફેરફાર પણ કરી શકતું નથી કે કોઈ જ એમાં ફેરફાર કરવાનું સૂચવતું પણ નથી....એટલે જે જે અંશમાં મને પ્રતિકૂળતા છે કે જે બાબતમાં મારે ફરિયાદ છે એ બધી જ પ્રકૃતિએ મને કરેલી સજા છે. અને પ્રકૃતિએ જો સજા કરી છે તો જરૂર હું એવી એવી સજાને પાત્ર ગુનો આચરીને જ આવ્યો છું.. પૂર્વે અપરાધ કર્યો ન હોય તો પ્રકૃતિએ આવી સજા કરી ન જ હોય... આ વિચારધારા અત્યન્ત આવશ્યક છે..... અંજનાસુંદરી પ્રકૃતિના આ શાસનને સમજેલી હતી... માટે એ ભવમાં પોતાનો કોઈ જ દોષ ન હોવા છતાં પવનંજય તરફથી થયેલા ઘોર તિરસ્કારે પણ એના દિલમાં પવનંજય પ્રત્યે કોઈ જ રોષ પેદા ન કર્યો. જેણે પ્રથમ ભૂલ કરી એ ગુનેગાર, પછી ભલે ને એ ભૂલ નાની કેમ ન હોય ? વર્ગમાં એક વિદ્યાર્થી શાંત બેસેલા અન્ય વિદ્યાર્થીને નિષ્કારણ બે લાંફા લગાવી દે, ને એના પર ગુસ્સે થઈ એ વિદ્યાર્થી આ પ્રથમ વિદ્યાર્થીને ૪ લાફા લગાવી દે, તોપણ પ્રથમ બે લાફા મારનાર વિદ્યાર્થી ગુનેગાર ઠરે છે ને સજા પામે છે. પણ મેં તો બે જ લાફા માર્યા 'તા, એણે ચાર કેમ માર્યા ?” એવી એની દલીલ એને બચાવી શકતી નથી. અંજનાસુંદરીના દિલમાં આવી વાત બરાબર ચૂંટાયેલી હશે, એટલે ભયંકર ત્રાસ છતાં પવનંજય પ્રત્યે એના દિલમાં દુર્ભાવનો છાંટોય સ્થાન પામી ન શક્યો. બસ, આ વાત જો તમારા દિલમાં અંકાઈ ગઈ, તો તમને કદાચ, . બેદરકાર નોકરે પ્રાણપ્રિય બહુ કિંમતી કોઈ ચીજ તોડી નાખી, કર્કશા પત્ની રોજ વાતવાતમાં ઝગડે છે ને ન સંભળાવવાનાં કટુવેણ સંભળાવે છે, ઉદ્ધત પુત્ર લોકોની વચમાં હડહડતું અપમાન કરી નાખે છે. ભાગીદાર વિશ્વાસઘાત કરી લાખોની ઉઠાંતરી કરી ગયો. આવું આવું કાંઈ પણ બને તોપણ મારાં કર્મોનો દોષ છે કે વસ્તુ લાંબી ટકી નહીં, આવાં કર્કશ વચનો સાંભળવાં પડે છે. ઇત્યાદિ સમાધાન નજર સમક્ષ રહેવાથી દિલમાં કોઈ જ જાતની ઉથલપાથલ નહીં મચે, તે તે વ્યક્તિ શત્રુ નહીં લાગે, તે તે વ્યક્તિની ખબર લઈ નાખવાનું મન નહીં થાય. તમે તમારી જાતને તનાવમુક્ત-આવેશમુક્ત અનુભવશો..એકદમ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હંસા ! તું ઝીલ મિત્રીસરોવરમાં રિલેક્સ થઈ જશો. અર્થાત્ સ્નાયુતંત્ર ઢીલું પડી જશે. હૃદયના ધબકારા, વધશે નહીં. બી.પી.ની. (Abnormality) દૂર થઈ જશે. શ્વાસપ્રક્રિયા નૉર્મલ થઈ જશે. મન શાંત થઈ જશે. દિલમાં શત્રુતા ને સંક્લેશ પેદા ન થવા દેવા એ જીવનની એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આ મહત્ત્વની ઉપલબ્ધિ જેઓએ નથી મેળવી તેઓ બીજી રીતે ઘણી સમૃદ્ધિમાં આળોટતા હોય તોપણ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય છે. હમણાં જ અમેરિકન સમાજ કેટલો રુમ્સ બની રહ્યો છે એનો અણસાર આપતી કેટલીક વાતો તા. ૨-૪-૯૬ના ગુજરાત સમાચાર'માં વાંચવા મળેલી. એમાં જણાવેલું કે..... દરેક અમેરિકન પોતાના દુઃખ માટે બીજાને જવાબદાર ગણે છે કે પોતાની તકલીફ માટે સરકારને જવાબદાર ગણે છે. આનું પરિણામ ખૂબ વિચિત્ર આવ્યું છે. બધા બદલો ને નુકશાની લેવાની ભાષામાં જ બોલવા લાગ્યા છે... અમેરિકાનાં બાળકો નવી એબીસીડી શીખી ગયાં છે. એ ફોર એપલ નહીં, પણ એ ફૉર એટર્ની (વકીલ), બી ફૉર બેલિફ (કૉર્ટનો કારકુન), અને સી ફોર કૉન્સ્ટીટ્યુશનલ રાઈટ્સ ! બોસ્ટનમાં પેવનેવ નામની ૩ વર્ષની છોકરીએ પોતાની બહેનપણી ઇંગીને રમતાં રમતાં લાત મારી, ઝગડો થયો, કૉર્ટમાં કેસ થયો ને કોર્ટે બન્ને બાળકોને એકબીજા સાથે રમવા સામે ઇજેક્શન (મનાઈ હુકમ) આપ્યો છે. જહોની લુખ્ખોલી નામના ૯ વર્ષના છોકરાએ બેઝબોલની પ્રેકટીસ કરવા ફેંકેલો દડો કેરોલ લીઝા નામની સ્ત્રીને વાગ્યો. એ સ્ત્રીએ એ છોકરા સામે કેસ કર્યો છે. ભારતમાં સોસાયટીમાં ક્રિકેટ રમતાં બાળકો દ્વારા કેટલીય કાકી-માસીના ઘરના કાચ તૂટી જાય છે. કોઈએ કેસ કર્યાનું જાણ્યું ?) અરે ! બીજા પર કેસ કરવાની શું વાત ? કાર એક્સિડન્ટમાં બાળકને ઈજા થાય ને એ વખતે કાર ચલાવનાર જો એના પિતા હોય તો એ બાળક સગા બાપ સામે પણ વળતરનો કેસ કરે છે. હાલમાં બી.બી.સી. ઉપર પ્રોગ્રામ આપતાં સન્ડે ટાઈમ્સના તંત્રી એન્ડ્રનીલ કહે છે કે અમેરિકા આર્થિક રીતે સમૃદ્ધ બન્યું છે, પણ તેનો સમગ્ર સમાજ બિમાર થતો જાય છે. એક સીક સોસાયટી ઊભી થઈ રહી છે. અમેરિકન હૉસ્પિટલોમાં જેટલી પથારીઓ છે એમાંની લગભગ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ન જોવાની ચીજ : અન્યની ભૂલ ૧૦૧ અડધી પથારીઓ માનસિક બીમારીઓ માટે છે એ વાત તો પ્રસિદ્ધ છે જ.. અમેરિકામાં આ દાયકાનું બેસ્ટ સેલર પુસ્તક રહ્યું છે- ધ ફાઈનલ એક્ઝીટ... શેનું વર્ણન છે આ પુસ્તકમાં ? આત્મહત્યાના વિવિધ માર્ગોનું... આત્મહત્યાનું માર્ગદર્શન મેળવવા ઝંખતા માનવોનું માનસ કેવું હશે ? એ શું કલ્પી શકાતું નથી ? માટે જ્ઞાનીઓ કહે છે કે – જો સંક્લેશ નથી જોઈતો.. સ્વસ્થતા જોઈએ છે, તો બીજાઓને ગુનેગાર જોવાનું છોડી દ્યો... જાતની જ ભૂલ જોઈ સહન કરતાં શીખો. અગ્નિશર્માએ બે વાર પારણું ચુકાવ્યું એમાં ગુણસેનની ભૂલ ન જોઈ એટલે શત્રુતા ન આવી, ભલભલાને એના પ્રત્યે સદ્ભાવની સરણી વહેવા માંડે એવી આત્મભૂમિકા રચાઈ, પણ ત્રીજી વાર પારણું ચૂકવામાં ગુણસેનની ભૂલ જોઈ એટલે શત્રુતાએ દિલનો કબજો લઈ લીધો. અને પરિણામે સદ્ગતિનાં દ્વાર પર એના માટે No Entryનું બોર્ડ લાગી છે ગયું.... આર્યા ચંદનબાળાએ ઠપકો આપવા પર સાધ્વી મૃગાવતીએ “હું તો દેશના શ્રવણમાં લીન બની ગઈ હતી, એટલે મને ખ્યાલ ન આવ્યો, પણ તમે જયારે ચાલવા માંડ્યું ત્યારે સ્વયં કે અન્ય દ્વારા જરા ઇશારો કરાવવો હતો ને ! ગુર છો તો તમારી એટલી ફરજ નહીં ? આવો કોઈ ઠપકો તો ન આપ્યો, પણ આવો કોઈ વિચારેય ન કર્યો, કેમકે એમાં ગુરુનો દોષ જોવાનું થતું હતું. ગુરણીનો દોષ ન જોયો તો આત્મભાવમાં લીન બની કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, ને ચંદનબાળાને પણ એની ભેટ ધરી. શ્રાવકમિત્ર, અપરમાના ત્રાસથી ત્રાસેલા કિશોરને એનો પોતાનો દોષ દેખાડ્યો પણ અપરમાનો ન દેખાડ્યો, તો એ કિશોર નાગકેતુ બનીને મોક્ષે સિધાવી ગયો. દયુગીન માનસચિકિત્સકોનું કહેવું છે કે, oveyour enemiesબાઈબલનું આ સૂત્ર માત્ર ઘર્મસૂત્ર નથી, કિન્તુ આ યુગની ધ્યા છે..હાર્ટએટેક, બી.પી. વગેરે રોગો પર એની સમારિક અસરો જોવા મળી છે. સૌન્ટમિમીબહેને આ સ્ત્ર માટે | કહેવું છે કે, બા તો Beautyformula છે. તેઓ સગયા છે કે કોવ, વેર, ઈષ્ય વગેરેની કર્કશ લગણીઓથી ચહેરા પર તેમ રેખાઓ અંકિત થાય છે જે ચહેરાની કોમલતાનો નાશ કરી નાંખે છે. * For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [10. ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય છે.... | શાસ્ત્રમાં એક કથાનક આવે છે. એક યુવકનાં નાની ઉંમરમાં અન્ય ગામની કોઈ કન્યા સાથે લગ્ન થયેલાં. અઢારેક વર્ષ જેટલી ઉંમર થવા આવી, એટલે માબાપે એને પોતાની પરણેતરને તેડી લાવવા માટે મોકલ્યો. એ શ્વસુરગૃહે પહોંચ્યો. પેલી કન્યાના મનમાં ચિંતા પેઠી, હાય ! અત્યારથી સાસરામાં ગોંધાઈ જવાનું ! સાસુનાં કડવાં વેણ સાંભળવાનાં, નણંદોનાં મેણાં-ટોણાં ખાવાનાં !” પીયરમાં મળતી સ્વતંત્રતા, સખીઓ સાથેની મોજમજા વગેરે અત્યારથી ગુમાવી દેવાનું એનું મન નહોતું. એટલે સાસરે ન જવું એવો એણે નિર્ણય કરી દીધો. પણ ના પાડ્યું ચાલે એમ નહોતું. એટલે પતિની સાથે વિદાય તો થવું પડ્યું. વચ્ચે જંગલ આવ્યું. એમાં એક કૂવો જોઈ આ નવવધૂએ પતિને વિનંતી કરી : “મને ખુબ તરસ લાગી છે, આ કૂવામાં તપાસ કરો ને ! પાણી મળી જાય તો તૃષા છીએ.” એટલે પતિએ કૂવા પાસે જઈ પાળી ઉપર મોટું કરી જરા ઊંચા થઈ પાણી જોવા પ્રયાસ કર્યો. એ જ વખતે એની પત્નીએ પાછળથી બે પગ ઊંચા કરી પતિને કૂવામાં ધકેલી દીધો. બસ ! હવે સાસરે જવાની ઝંઝટ નહીં. એમ વિચારી એ તો પોતાના પીયર તરફ પાછી વળી. પુત્રીને એકલી પાછી આવેલી જોઈ મા-બાપે કારણ પૂછ્યું. એણે જવાબ આપ્યો કે અમે ગામ બહાર ગયાં ને એક પછી એક અપશુકનો થવા માંડ્યાં. શરૂઆતમાં તો આગળ ધપવાનું ચાલુ રાખ્યું, પણ ઘણાં અપશુકનો થયાં એટલે એમણે કહ્યું, “અત્યારે સારું મુહૂર્ત લાગતું નથી. માટે તું તારા પીયર પાછી જા, પછીથી હું ફરીથી સારા મુહૂર્ત તને તેડવા આવીશ.” પુત્રીએ પાપ છૂપાવવા માટે જુઠાણું ગોઠવી કાઢ્યું. આ બાજુ યુવક કૂવામાં પડ્યો. પણ એનું આયુષ્ય બળવાન હતું, પુણ્ય પહોંચતું હતું, તે કૂવામાં બહુ ઊંડે નહીં એવો એક થોડો સમભાગ હતો ત્યાં પડ્યો. ખાસ કોઈ ઈજા પણ ન થઈ, ને એ સ્થાન પર ઊભો ઊભો નવકાર ગણવા માંડ્યો. કુદરતી બીજે દિવસે કોઈ મુસાફર તરસ લાગવાથી પાણીની તપાસ કરવા આવ્યો. તેણે એને બહાર કાઢ્યો. કેવી રીતે પડ્યા ? એ પૂછવા પર પત્નીની કોઈ વાત કરતો નથી. “પાણીની તપાસ કરવા ગયો ને પગ ખસી ગયા-ગબડી પડ્યો” એટલી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે..... ૧૦૩ જ વાત. એ પણ સ્વગૃહે પહોંચ્યો. માતા-પિતાએ પુત્રને એકલો આવેલો જાણી કારણ પૂછયું. આ યુવક તો ખૂબ જ ગંભીર દિલવાળો અને કર્મસત્તાને દઢ રીતે માનનારો હતો. નાહક પત્નીના ભયંકર કાવતરાને પ્રકટ કરી પત્નીને હલકી ચીતરવાની કે એ દ્વારા માતાપિતાને વ્યથિત કરવાની એની ઇચ્છા નહોતી. પોતાને પત્ની પર દુર્ભાવ થાય એ જેમ એને માન્ય નહોતું તેમ માતા-પિતાને પુત્રવધૂ પર તિરસ્કાર છૂટે એ પણ એને માન્ય ન હતું. મારું કો'ક પૂર્વકર્મ એવું હશે જેણે, પોતાને કવામાં ધકેલી દેવાની પત્નીને પ્રેરણા કરી. આ એની માન્યતા હતી. એટલે એણે પણ પત્નીની હલકાઈ ન થાય એ માટે એનો દોષ છાવરવા જવાબ કલ્પી કાઢ્યો કે, “મારાં સાસુ-સસરાએ અમને બન્નેને વિદાય તો ઘણી સારી રીતે આપી, પણ ગામ બહાર નીકળ્યા ને એક પછી એક અપશુકનો થવા માંડ્યાં. એટલે મેં એને પાછી મોકલી દીધી, ને કહ્યું કે બીજા કોઈ વધુ સારા મુહૂર્ત તેડવા આવીશ.” પત્ની અને પતિ બન્નેએ એકસરખો જવાબ કલ્પી કાઢેલો છે. છતાં એકે પોતાની ભૂલના બચાવ માટે જ્યારે અન્ય, બીજાની ભૂલના બચાવ માટે એવી જવાબ કલ્યો છે. માતાપિતાને સંતોષ થઈ ગયો, ને કહ્યું કે “સારું બેટા ! ચાર મહિના પછી ફરીથી સારા દિવસે જજે.' પણ યુવકના દિલમાં થઈ ગયું છે, “ગમે તે કારણ હોય, એ મારી સાથે આવવા રાજી નથી તો મારે પણ શા માટે એને પરાણે લાવવી જોઈએ ?” એટલે જ્યારે જ્યારે એના માતાપિતા વહુને તેડી લાવવા માટે કહે છે ત્યારે ત્યારે એ કાંઈ ને કાંઈ બહાનું ઊભું કરી વાત ટાળ્યા કરે છે. પણ ક્યારેય પત્નીના કાર્યની કોઈને શંકા પડે એવીય વાત કરતો નથી. એમ ને એમ લગભગ બે વર્ષ નીકળી ગયાં. ફરી માતાએ વહુને તેડી લાવવા માટે કહ્યું. યુવકે પુનઃ એ વાતને ઉડાવી દેવા માટે પ્રયાસ કર્યો. એટલે માતાએ આગ્રહ કર્યો, “ગમે તેવું કારણ હોય, પણ તું હજુય તેડવા નહીં જાય તો વહુ ને વેવાઈને કેવું લાગે ? વહુ પણ બિચારી તારી રાહ જોતી જોતી કેટલી દુઃખી થઈ રહી હશે ? માટે હવે તો તું જા જ.” માતાએ ખૂબ આગ્રહ સેવ્યો ને વાત મૂકવા તૈયાર જ ન થઈ ત્યારે પણ સમુદ્ર જેવા ગંભીર પેટવાળો આ યુવક વહુની બાબતમાં એકેય શબ્દ ન બોલ્યો. વીતેલાં બે વર્ષમાં પણ જ્યારે જ્યારે વહુની વાત નીકળતી ત્યારે ત્યારે આણે એવી કાળજી For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં રાખેલી કે કોઈને ગંધ સુધ્ધાં ન આવે. માતાનો અતીવ આગ્રહ થયો એટલે એને તેડવા જવા માટેની ફરજ પડી. ગમે તે થાય, પત્નીના એ કાર્યને એ કોઈનીય સમક્ષ કહેવા તૈયાર નહોતો. એ શ્વસુરગૃહે પહોંચ્યો. પત્નીએ એને જોયો ને ડઘાઈ જ ગઈ. હાય ! આ તો જીવતો છે. કઈ રીતે જીવતો રહ્યો હશે ? મારા આ કૃત્યના કારણે જ પછી તેડવા આવ્યો નહીં હોય ? હવે ઘરમાં સાચી વાત કહેશે તો મારું શું થશે ?” આવી આવી અનેકવિધ શંકાકુશંકાઓથી એ ઘેરાઈ ગઈ. હવે શું થશે ? પોતાનો ભાંડો ફૂટી જશે. માતાપિતા અને આખો સમાજ કેવો ધિક્કાર અને તિરસ્કાર વરસાવશે.. એ કંપી ઊઠી, એ ગભરાઈ ગઈ. એ દિંગમૂઢ બની ગઈ ને સત્કાર કરવાનું ય ભૂલી ગઈ. પણ સાસુ-સસરાએ સારો સત્કાર કર્યો. પછી સાસુ બોલ્યાં “એ દિવસે ઘણાં અપશુકનો થયાં ને વહુને પાછી મોકલી દીધી....પણ પછી અમે તો રોજ રાહ જોઈએ છીએ કે આજે આવશે ને કાલે આવશે.....” વહુના દિલમાં તો ધ્રાસ્કો પડ્યો. હમણાં આ ધડાકો કરશે કે “કયાં અપશુકનો ને શેની વાત ? મેં ક્યાં વહુને પાછી મોકલી હતી ? આ તમારી દીકરીએ શું પરાક્રમ કર્યું હતું એ એને જ પૂછો....” કાપો તો લોહી ન નીકળે એવી હાલત એની થઈ ગઈ. પણ આ તો દરિયાવ દિલનો ચકોર યુવક છે. સાસુના બોલ પરથી જ એ પરિસ્થિતિ પામી ગયો કે વહુએ પણ મારા જેવી જ કોક વાત ઉપજાવી કાઢી છે. એટલે એ વાત તો હું અને એ બે જ જણ જાણીએ છીએ, એ સમજતાં એને વાર ન લાગી. તો શા માટે હવે મારે વહુને કફોડી હાલતમાં મૂકવી ? જો અત્યારે સાચી વાત કહી દેવાય તો વહુની શી હાલત થાય એ વાત એ બરાબર સમજતો હતો. તે મને કૂવામાં ધકેલી દીધો ! તારી તો આવી જ નહીં, આનાથી ય બદતર હાલત થવી જોઈએ.” આવી કોઈ જ ભાવના એના દિલમાં નહોતી. એની જગ્યાએ હું હોઉં ને મારી જગ્યાએ એ હોય તો મારી એના તરફથી શી અપેક્ષા રહે ?’ એ પણ એ વિચારી શકતો હતો. એ વ્યક્તિએ મારી પ્રત્યે આવું વર્તન કર્યું તો હુંય એની પ્રત્યે એવું વર્તન કરું.” આવી ગણતરીને એ “એય કૂતરા ! તું મારી સામે ભસ્યો, તો હુંય તારી સામે ભસું ને કૂતરો બનું.” “એવી અથવા “એય ગધેડા ! તેં મને લાત મારી, તો હું ય ગધેડો બનીને તને લાત મારું,” યા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે.... તો “એ પથરા !” તું અથડાયો તો હુંય, તને જોરથી અથડાઉં, આવી ગણતરી કરવા બરાબર સમજતો હતો. અને તેથી, કૂતરો, ગધેડો કે પત્થર જેવા બનવાની પોતાની કોઈ જ તૈયારી ન હોવાથી એ ગણતરી એને કોઈ જ રીતે મંજૂર નહોતી. એની પત્નીનો જીવ અદ્ધર થઈ ગયો હતો, પતિ શું બોલે છે ? પણ આ ઠરેલ પ્રૌઢયુવાને આશ્ચર્યન અને અહોભાવના અફાટ સાગરમાં પત્ની ગરકાવ થઈ જાય એવા જ શબ્દો ઉચ્ચાર્યા. એણે પોતાની સાસુને ઉદેશીને કહ્યું કે, “તમારી વાત સાચી છે, અપશુકનોના કારણે મારે એને પાછી મોકલવી પડી. પછી એને પુનઃ તેડવા આવવા માટે ઘરમાં ઘણી વાર વાતો થઈ હતી. પણ કાંઈ ને કાંઈ એવું કારણ આવી જતું કે આવી શકાયું નહીં.” “તમારી દીકરીએ મને કૂવામાં ધકેલી દીધો હતોઆ વાતનો એક ઈશારો'ય ન થવા દીધો. એની પત્ની કે જેને આજ સુધી આ પતિ પર ક્યારેય પ્રેમ જાગ્યો ન હતો એના દિલમાં આ સાંભળીને કેવી શાંતિ થઈ હશે ? કેવી ટાઢક ને ઠંડક થઈ હશે ? અહોભાવ, સદ્ભાવ લાગણી અને પ્રેમના હવે કેવા ફુવારા ઊડ્યા હશે એના દિલમાં ? એ કલમને માટે આઉટ ઓફ રીચ છે, એ વાત બધા સમજી શકે એમ છે. પત્નીના દિલમાં પતિ પ્રત્યે ભારે આદરની સાથે પોતાના પ્રત્યે પારાવાર પશ્ચાત્તાપ પ્રવાહિત થયો . “અરેરે....! મેં પાગલે આ પવિત્ર પતિને પહેચાન્યા નહીં. આવા ઉમદા દિલવાળા પતિને મારી નાખવાનો મેં પ્રયાસ કર્યો ? હું કેટલી અધમ કક્ષાએ અને એ કેટલી ઉચ્ચ કક્ષાએ ?” એ પછી તો પતિનું ત્યાં ૪-૫ દિવસ જેટલું રોકાણ થયું, પણ ક્યારેય પણ પતિએ એ વાતનો ઉલ્લેખ ન કર્યો. પત્નીના મનમાં એમ હતું કે ક્યારેક એકાંતમાં તો જરૂર મને ઠપકો આપશે. પૂછશે કે “તેં આ શું કર્યું ? આવું શોભે ? શા માટે આવું કર્યું ? એમ કારણ પૂછશે તો હું શો જવાબ આપીશ ? એવે વખતે, ભલે ને બીજું કોઈ ન હોય તો પણ એમને હું શું જવાબ આપીશ ? એ વિચારથી એને તીવ્ર ક્ષોભ અને શરમની લાગણી થઈ આવતી હતી. પણ મેળવેલા તત્ત્વજ્ઞાનના આધારે એનો આ ગુણિયલ પતિ વિચારી શકતો હતો કે, “એકાંતમાં પણ હું આ અંગે એને કોઈપણ વાત કરીશ યા પૂછીશ તો એને કેટલો માનસિક ત્રાસ થશે ?” For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં અન્ય વ્યક્તિની ભૂલ કહેવા માટે, યાદ કરાવવા માટે, એની પાસે એની કબૂલાત કરાવવા માટે સામાન્યથી દરેક માણસ કેટલો આતુર હોય છે ? કેવો તલપાપડ હોય છે ? “લાણાએ ભૂલ કરી છે” આટલી ખબર જ પડવી જોઈએ, એટલે માણસની એક એવી ટેન્ડન્સી થઈ જાય છે કે “ચાન્સ મળે ને એની ભૂલ એને સંભળાવું, એની પાસે કબૂલ કરાવું, ભલે એને મારે કોઈ સજા કરવી નથી, પણ એક વાર એટલી કબૂલાત તો કરાવું જ.' આવી જે ખણજ ઊઠે છે એને માણસ રોકી શકતો નથી. ચામડીના અનેક પ્રકારના રોગોમાં ખણજ ઊઠે છે ને ! જ્યાં સુધી ખણે નહીં ત્યાં સુધી ચેન જ ન પડે. ખણે ત્યારે જ એને શાંતિ થાય અને સારું લાગે. તેથી એ ખણ્યા વગર રહી જ શકતો નથી. પણ પરિણામે એનો રોગ જ વધુ ને વધુ ને વધુ ખણજો જ ઊભી થતી જાય, જેના પરિણામે એ ઓર-વધુ દુઃખી થાય. એની ભૂલ એની પાસે કબૂલાવ્યા વગર ન રહું આવી જે ખણજ છે એ બાબતમાં પણ આ સમાન છે. ગમે તેવી ખણજ ઊપડે, હું નહીં જ ખણું, તો જ આ રોગ મટશે ને ભયંકર દુઃખોમાંથી બચીશ.” આવો જેણે નિર્ણય કર્યો હોય, દઢ સંકલ્પ કર્યો હોય અને એ માટે જે મહાસત્ત્વ ફોરવે એ જ ખણવાનું રોકી શકે. બાકી જે આ જાણતો નથી કે એવો સત્ત્વશાળી નથી એ તો ખણ્યા વગર રહી શકતો નથી. એ તો તે ભૂલ કરી છે તેથી તું નીચો ને હું ઊંચો. આવા અભિમાન પોષવાના એક તુચ્છ સુખ ખાતર સામી વ્યક્તિને શરમમાં નાખવા, ક્ષોભ પમાડવા માટે તૈયાર થઈ જ જાય છે. પોતાની ભૂલ પાંચ વર્ષેય કોઈ યાદ કરાવે, પોતાની આગળ બોલે તો પોતાના દિલમાં કેવો ઘા લાગે છે એને વારંવાર અનુભવનારો માણસ, અને તેથી જ પોતાની ભૂલને ક્યારેય કોઈ યાદ ન કરે, ક્યારેય પોતાની કે અન્યની આગળ ન કહે, ક્યારેય પોતાની પાસે એની કબૂલાત ન કરાવે, એવી અપેક્ષા રાખનારો માણસ, બીજાની ભૂલ વખતે આ બધું મોટે ભાગે ભૂલી જ જાય છે. શું આ એની નબળાઈ નથી ? શું આ એની મોહરાજા નચાવે એમ નાચવું એવી વૃત્તિ નથી ? સ્વઅહંકારને પોષવાના તુચ્છ સુખ ખાતર બીજાને હીણપતનો અનુભવ કરાવવા તૈયાર થઈ ગયેલ વ્યક્તિને એ ખબર નથી હોતી કે “મોટે ભાગે આખું જગત આ જે નબળી કડીનો ભોગ બની જાય For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે... ૧૦૭ છે ને બીજાની ભૂલની યાદ દેવડાવવામાં આનંદ માનતું હોય છે તેને હું, મનને થોડું મક્કમ કરીને, સત્ત્વને થોડું વિકસાવીને, જો રોકીશ, તો સામી વ્યક્તિને સ્વભૂલ સાંભળવા વગેરેના ત્રાસમાંથી મુક્ત થવાના જે આનંદનો અનુભવ થશે, અને એના પર એને મારા પ્રત્યે જે સદ્ભાવ પ્રેમ અને આદરની લાગણીઓ ઊભી થશે, અને એના કારણે મને જે આનંદનો અનુભવ થશે, એ પેલા અહંકારના તુચ્છ આનંદ કરતાં કંઈક ગણો અધિક હશે. વળી એ તુચ્છ નહીં, પણ સાત્ત્વિક આનંદ હશે. આના બદલે જો હું ભૂલની કબૂલાત કરાવવા મથીશ તો એ વ્યક્તિ મારાથી ગભરાતી ફરશે. મારા પર દુર્ભાવવાળી બનશે. મારી નજરમાં ન આવી જવાય એ માટે પ્રયત્નશીલ બનશે, મારી સાથે (કે પાસે) કામ ન કરવું પડે એમાં રાજીપો અનુભવશે, કદાચ મારે પનારે એનું કાંઈ કામ પડશે તો'ય “કામ પૂરતું જ કામ, કેમ જલ્દી અહીંથી છૂટું' એવી લાગણીવાળી થશે, તેમજ એ કામ અંગેના અલ્પકાલીન સંપર્કમાં પણ એક જાતની ભયની ને શંકાની લાગણીથી જ વર્તશે. એ મારી સાથે હળી-મળી નહીં શકે, એક નહીં થઈ શકે. એ વ્યક્તિ, મારા અંગત સ્વજન સંબંધવાળી હશે, તોય મારી આગળ એ પોતાનું દિલ ખોલીને વાત નહીં કરી શકે. મારે બદલે દૂરના કોઈ સબંધી, પણ આવી નબળી કડીના ભોગ નહીં બનેલ ઉદાર માણસ પાસે એ પોતાના દિલની બધી વાતો કરશે. તે ત્યાં સુધી કે અમારા બે વચ્ચેની અંગત બાબતો અંગેની કોઈ મૂંઝવણો પણ એ મારી પાસે રજૂ નહીં કરતાં બીજા પાસે કરશે. પોતાની અંગત વ્યક્તિને છોડીને બીજા આગળ આ બધી વાતો કરવામાં એનું પણ દિલ ખટકતું તો હોય છે, પોતાની અંદરની વાતો બહાર બીજા પાસે શા માટે ખુલ્લી પાડવી ? એવું એ પણ જાણતી હોય છે, અને તેથી જ અન્યને કહેવા કરતાં પોતાની એ અંગત વ્યક્તિને જ આ મુંઝવણ જણાવું. એવું એ પણ વિચારતી હોય છે. પણ આપણે એની પાસે એની ભૂલની વારંવાર કરાવેલી યાદ, એની ભૂલની કબૂલાત કરાવવા માટે કરેલા પ્રયાસ વગેરેનો એના દિલમાં જે ઘા લાગ્યો હોય છે, એ એને એ માટે પ્રયાસ કરતાં અટકાવે છે. ક્યારેક મન મક્કમ કરીને એ ઘાને અવગણવાનો પ્રયાસ કરીને એ અંગત વ્યક્તિ આપણી પાસે આવે છેય ખરી, અને તેમ છતાં, આપણી પાસે દિલ ખોલવાની હિંમત કરી શકતી નથી, દિલમાં ઘણું For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હંસા !.. તું ઝીલ મિત્રીસરોવરમાં ઝઝૂમવા છતાં, મન સાથે ઘણી મથામણ કરવા છતાં એની જીભ એ મૂંઝવણોને વાચા આપી શકતી નથી, અને તેથી આડી-અવળી બીજી વાતો કરીને-એ વાતનો હરફ સુધ્ધાં ઉચ્ચાર્યા વિના એ આપણી પાસેથી વિદાય થાય છે. ક્યારેક ઘણી મથામણ બાદ થોડીઘણી હિંમત કેળવાય છે, ને એકાદ-બે વાક્યો એ બોલે પણ છે, પણ એના પર આપણે આપણા સ્વભાવ મુજબ જે એકાદ-બે વાક્યો બોલી નાખીએ છીએ, કે પ્રશ્નો પૂછી નાખીએ છીએ એના પર પાછી એની હિંમત તૂટી પડે છે. “આ વાત નકામી ઉપાડી' એવું એ અનુભવે છે ને વધુ દુઃખી થઈને પાછી ફરે છે. વળી એ મૂંઝવણોનો મૂંઝારો તો અસહ્ય બન્યો જ હોય છે એટલે એને હળવો કરવા, છેવટે, જેના પર વિશ્વાસ બેસે, જેની પાસેથી સહાનુભૂતિ મળવાની આશા જાગે એની પાસે જઈને એ પોતાના દિલની મૂંઝવણો વ્યક્ત કરે છે, એને એ પોતાના હિતેચ્છુ માની એની સલાહ લે છે. વારંવાર એની ભૂલોને યાદ કરનારો, ઘંટનારો ને સંભળાવનારો એ અંગત સંબંધી જ્યારે આ જાણે છે ત્યારે એને પારાવાર દુઃખ થાય છે. એ એની આ એક નવી ભૂલ સમજે છે. આજ સુધી એની કોઈ પણ ભૂલ પ્રત્યે ઉદારતા ન દાખવનાર એ મનમાં એવું વિચારે છે કે, “એણે બીજાને વાત કરવાની શી જરૂર હતી ? મને કહેવું જોઈએ ને એને બહુ મૂંઝવણ ને પરેશાની હોત તો શું હું કંઈક માર્ગ ન કાઢત ?” પણ એ આ વિચારી શકતો નથી કે, આજ સુધી વારંવાર ભૂલ સંભળાવી-સંભળાવીને એના દિલને ઠેસ જ પહોંચાડી છે. મારા પ્રત્યે એના દિલમાં સદ્ભાવ ઊભો રહે એવું મેં વર્તન જ ક્યાં કર્યું છે ? એ દિલ ખોલી શકે એ માટેની આવશ્યક વાતાવરણનો મેં જ નાશ કર્યો છે ને ! માટે આમાં મારો જ વાંક છે. આવું બધું વિચારી શકતો ન હોવાથી એ, પોતાના એ અંગત સંબંધીની આ એક બીજી અક્ષમ્ય ભૂલ માની એના પર તિરસ્કાર વગેરે જ વધારે છે, જેના પરિણામે ક્યારેક સંબંધ તૂટવાનો અવસર આવે છે. કદાચ સમાજ વગેરેના ભયે ન તૂટે તોપણ, માત્ર કહેવાનો જ સંબંધ રહે છે. એમાં કોઈ જ આનંદ રહેતો નથી, પણ ઉપરથી સંક્લેશ જ રહે છે. તત્ત્વજ્ઞાન નહીં પામેલ વ્યક્તિની આ વાત કરી, અન્યની ભૂલને ભૂલી જવાની ઉદારતા નહીં કેળવેલા દિલની આ હાલત બતાવી, For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે.... ૧૦૯ મૈત્રીભાવનાથી પવિત્ર નહીં થયેલ અંતઃકરણની આ દશા જણાવી. પણ આ યુવક તો તત્ત્વજ્ઞાન પામેલો છે, ઉદાર દિલવાળો છે, મૈત્રીથી પવિત્ર ચિત્તવાળો છે. એટલે પત્નીએ પોતાને કૂવામાં ધકેલી દીધો હતો એ બાબતમાં એકેય શબ્દ એના મુખમાંથી નીકળ્યો નહીં. પત્નીનો પ્રેમ તો આ જાણીને વધતો જ ગયો. વિદાય લઈને સ્વગામે પાછા ફરતાં પુનઃ પેલો કૂવો આવ્યો. એ સ્થાન નજીક આવવા માંડ્યું ને પત્નીની ધડકન પાછી વધવા લાગી. “ખલાસ ! હવે એ પ્રસંગ યાદ આવશે ને પતિ કંઈક પૂછશે તો ? જલ્દી આ સ્થાન પસાર થઈ જાય તો સારું.” આવા વિચારોથી એના પગમાં તેજી આવી. પતિ પણ પત્નીના દિલની મૂંઝવણો સમજી શકતો હતો. “કેમ, પાણી પીવું છે ?” એટલું પૂછવા દ્વારા કે પોતે શી રીતે બહાર આવ્યો એ જણાવવા દ્વારા તે શું કર્યું હતું ? એની યાદ દેવડાવી દઉં એવી કોઈ વૃત્તિ એની નહોતી. જાણે કે આ સ્થાને પહેલી જ વાર આવતો ન હોય એ રીતે એ (ઐતિહાસિક !) સ્થાન એણે પસાર કરી દીધું. પછી રસ્તામાં પ્રેમની ઘણી વાતો કરી, પણ આનો કોઈ ઇશારો કર્યો નહીં. સાસરું નજીક આવવા માંડયું ને પત્નીની બેચેની પાછી વધવા માંડી. પોતાનાં માતા-પિતાને તો જરૂર પતિએ વાત કરી હશે ને ! મારાં સાસુ-સસરા મને કેવો ઠપકો આપશે ? સાસુ કેવાં મહેણાં વારંવાર માર્યા કરશે ? એમના દિલમાં મારા પ્રત્યે કેવો તિરસ્કાર ઊભો થઈ ગયો હશે ? સાસરામાં જીવન કઈ રીતે વ્યતીત થશે ? આવા બધા વિચારોએ એ ધ્રૂજી ઊઠતી હતી. પણ જેવી એ સાસરે પહોંચી. ઓહ..! અહીં તો વાતાવરણ જ અલગ છે. બધા ખૂબ જ આનંદ સાથે સત્કારી રહ્યા છે.... પધારો પધારો કુલલક્ષ્મી.... એને ખ્યાલ આવી ગયો કે મેં મારા દોષોને છાવરવા જેવી કલ્પના ઉપજાવી કાઢી હતી, એવી જ મારા પતિએ પણ ઉપજાવી કાઢી હતી ને અહીં પણ આ વાત કોઈને જ કરી નથી, ત્યારે એને પતિ પ્રત્યે અનહદ આદરભાવ જાગ્યો. “આ મારા પતિ, એ માત્ર પતિ નથી, પણ એક દેવ છે.' એવી વસંત લાગણી એના દિલમાં અંકાઈ ગઈ. એનો પારાવાર પ્રેમ અને પોતાના માટે પ્રાણ પાથરી દેવા સુધીની લાગણીઓ જોઈને એ પ્રૌઢયુવકને પણ ખૂબ આનંદ થયો. એણે જીવનમાં સુખશાંતિ માટેનાં આ બે સૂત્રો બનાવી કાઢ્યાં... પૂછવા કરતાં ન For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧O હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં પૂછવું સારું, ને બોલવા કરતાં ન બોલવું સારું. જીવનમાં જાણે કે એવો કંઈ પ્રસંગ જ નથી બન્યો, એ રીતે બન્નેનું લગ્નજીવન વ્યતીત થવા માંડ્યું. વર્ષોનાં વર્ષો વીતી ગયાં. સંતાનોય થયાં. પણ ક્યારેય આ બાબતનો હરફ પણ ઉચ્ચાર્યો નહીં ને પત્નીનો પ્રેમ દિનપ્રતિદિન વૃદ્ધિગત બનતો જ રહ્યો. આ પ્રૌઢ-ઠરેલ-ગંભીર સજ્જનની સલાહ લેવા અનેક લોકો આવતા. ઉપરનાં જીવનસૂત્રો એ દરેકને કહેતો, એટલે એનો જયેષ્ઠ પુત્ર ઘણી વાર પોતાના પિતાને આ બે સૂત્રોનું રહસ્ય પૂછતો, ત્યારે મેં તને કહ્યું ને પૂછવા કરતાં ન પૂછવું સારું ? બસ તારે ક્યારેય મને પૂછવું નહીં.” આ રીતે આ વાતને ઉડાવી દેતો. પણ પુત્રની જિજ્ઞાસા જોર પકડતી ગઈ. એ વારંવાર આગ્રહ કરવા લાગ્યો. છતાં ગંભીર પિતાએ કોઈ મચક આપી નહીં. એક દિવસ પિતા-પુત્ર સાથે જમવા બેસેલા. લગભગ પેટ ભરાવા આવ્યું, તોપણ પત્ની પ્રેમથી અત્યંત આગ્રહ કરી રહી હતી. એના પર આને પેલો પ્રસંગ યાદ આવી ગયો. “આ સંસાર કેવો છે ! જે એક દિવસ મને મારી નાખવા તૈયાર થઈ ગયેલી એ આજે અઢળક પ્રેમથી આગ્રહ કરી રહી છે.” એને જરા હસવું આવી ગયું. એનું આ હસવું પુત્રની નજરમાં આવી ગયું. એણે વિચાર્યું કે મારા પિતાજી અત્યંત ગંભીર અને ઠરેલ છે, વગર પ્રયોજન હસે નહીં. તો આજે કેમ હસ્યા ? ભોજન બાદ એણે હસવાનું કારણ પૂછયું. પિતા પાસે જવાબ તૈયાર હતો. બેટા ! પૂછવા કરતાં ન પૂછવું સારું. પણ આજે પુત્ર છોડે એમ નહોતો. જયાં સુધી મને આનું રહસ્ય નહીં કહો ત્યાં સુધી હું અહીંથી ઊઠીશ નહીં, એવી હઠ પકડી લીધી. પિતા સમજતો હતો કે બધાનાં દિલ ગંભીર હોતાં નથી. પુત્ર આ વાતને પેટમાં ટકાવી નહિ શકે. એટલે એણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. છતાં જ્યારે પુત્ર છેલ્લી કક્ષાની જીદે ચડ્યો ત્યારે પિતા થાપ ખાઈ ગયા. “જો બેટા, આજ સુધી આ વાત મેં કોઈને કરી નથી. મારે તનેય કરવી નથી. પણ તું આજે જીદે ચડ્યો છે. એટલે નાઈલાજ તને કરવી પડે છે. પણ તું મને વચન આપ કે કોઈની પણ આગળ આ વાત તું ક્યારેય નહીં કરે.' પુત્રે પ્રોમીસ આપ્યું. ને પિતાએ બધી વાત કરી દીધી. પુત્ર કાંઈ પિતા જેવા ઊંડા પેટવાળો નહોતો કે એના પેટમાં આ વાત ધરબાયેલી રહે. એક વાર માની સાથે કંઈક બોલાચાલી થઈ ને એના For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે... મોંમાથી શબ્દ નીકળી ગયા કે, “બેસ બેસ હવે, તું કેવી છે તે હું જાણું છું. તેં તો મારા પિતાને મારી નાખવા માટે કુવામાં ધકેલી દીધા હતા.” “અરરર ! આ તો મારા દીકરાનેય ખબર પડી ગઈ ને એણેય મને સંભળાવ્યું. હવે તો બધાને ખબર પડી જશે ને બધા ડગલે ને પગલે મને સંભળાવ્યા કરશે..” પુત્રના શબ્દોએ માતાના દિલ પર વજ જેવો પ્રહાર કર્યો. આ વજાઘાતને એ જીરવી ન શકી. Heart attack and instant death..... એ મોતના મુખમાં ધકેલાઈ ગઈ... પિતાના દિલને પારાવાર દુઃખ થયું. જીવનભર જાળવેલું સૂત્ર– “બોલવા કરતાં ન બોલવું સારું એક વાર ગુમાવ્યું ને ભયંકર પરિણામ આવ્યું. આગળના પ્રકરણમાં કહી ગયો કે કોઈની ભૂલ જુઓ નહીં. હવે મારે આ કહેવું છે કે, કદાચ કોઈએ આપણી નજર સામે જ કોક ભૂલ કરી અને આપણી નજરમાં આવી જ ગઈ છે, તો હવે એને ભૂલી જાવ. ભૂલ નામ જ એનું જે ભૂલી જવા યોગ્ય હોય. એને ભૂલી જવામાં આવે તો જીવનમાં શાંતિ-સમાધિ આવે છે, ને સામાના દિલમાં આપણા પ્રત્યેની પ્રેમસભાવની લાગણીઓ ઉછાળા મારવા માંડે છે. પણ એને યાદ કરી એટલે સમજી રાખો કે હેરાનગતિઓ ચાલું થઈ. એ પ્રૌઢ યુવકને ભોજન વખતે પત્નીની ભૂલ યાદ આવી તો હસવામાંથી ખસવું થયું ને ! યાદ જ ન આવી હોત તો ? ક્યારેય પત્નીની ભૂલને, ખુદ પત્નીની આગળ પણ એ બોલ્યો નહોતો તો એના જીવનમાં કેવો પ્રેમ અને આનંદનો ઉદધિ હિલોળા લેતો હતો. માટે કહું છું.... જીવનને પ્રસન્ન બનાવવું છે ? Forget the past.... દટાઈ ગયેલાં મડદાંઓને ઉખેડવાની બાલિશ ચેષ્ટા છોડી દ્યો...... જીવનની કટુતા ઘણે અંશે દૂર થઈ જશે... પણ જીવના જીવનમાં આનંદ રેલાય એ મોહરાજાને પસંદ નથી. એટલે એણે આ જીવડાને અનાદિની ઊંધી ચાલ પકડાવેલી છે. પોતાની ભૂલને કોઈ ગમે એટલી યાદ કરાવે તોપણ યાદ જ ન આવે એટલી હદે ભૂલી જનારો માણસ સામાની ભૂલને કોઈ રીતે ભૂલી શકતો નથી. સામાની ભૂલ તો એના દિલમાં શિલાલેખની જેમ કોતરાઈ જાય છે. નજર સામે પ્રસંગો તો ઘણા બને છે એનું પ્રતિબિંબ પણ દિલમાં પડે છે. પ્રતિબિંબને દર્પણ પણ ઝીલે છે ને ફોટોપ્રીન્ટ પણ ઝીલે છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં પણ એ બેમાં કેટલો બધો ફેર હોય છે ? દર્પણ તો જેવો એ પ્રસંગ ખસ્યો કે તરત પાછું જેવું હતું તેવું Neat and Clean, પ્રસંગની કોઈ જ નોંધ-કોઈ જ અસર નહીં, અને તેથી જ્યારે બીજો પ્રસંગ આવે, ત્યારે એનું પ્રતિબિંબ ઝીલવા માટેય એ તૈયાર હોય છે, એ યથાર્થ પ્રતિબિંબ ઝીલી શકે છે. જ્યારે ફોટો પ્રીન્ટ તો પ્રસંગની એવી નોંધ લે છે-પ્રસંગની એવી અસર ઝીલી લે છે કે કાયમ માટે એ જ એના પર અંકાઈ જાય છે. અને તેથી બીજા કોઈ જ પ્રતિબિંબને એ ઝીલી શકતું નથી. નજરે ચડતી અન્યની ભૂલને જેનું દિલ દર્પણની જેમ ઝીલે છે, એનું દિલ પાછું તુરંત સ્વચ્છ થઈ જાય છે. આ સ્વચ્છ થયેલા દિલમાં પછી, બીજીવાર જ્યારે એ વ્યક્તિ કોઈ સારું કાર્ય કરે છે ત્યારે એના એ સારા કાર્યનું પણ પ્રતિબિંબ પડી શકે છે. પણ જેનું દિલ અન્યની ભૂલોને ફોટો પ્રીન્ટની જેમ ઝીલે છે, એના દિલમાંથી એ દશ્ય ખસતું જ નથી. અને તેથી જ્યારે બીજી વખત એ અન્ય વ્યક્તિ સારું કાર્ય કરી રહી હોય, તોપણ એનું પ્રતિબિંબ પડતું નથી. મોટે ભાગે માનવીનું દિલ અન્ય વ્યક્તિની ભૂલ પ્રત્યે ફોટોપ્રીન્ટની જેમ વર્તે છે. એટલે એકવાર આ ભૂલનું દશ્ય ઝીલી લીધા પછી, અન્ય ગમે એટલા દશ્યો આવે ને ! ફોટોપ્રીન્ટની જેમ એ એને ઝીલતું જ નથી. ઈનકાર જ કરે છે. માટે તો કહ્યું છે ને કે, 'First Impression is the last impression.' પહેલી છાપ પડી ગઈ એ જ છેવટ સુધી ઊભી રહે છે. X-Y-2 વ્યક્તિ સામે આવી.. કોઈએ કહી દીધું કે, આ ચોર છે. બસ, પછી તો તમે એની દરેક હિલચાલ પર સૂક્ષ્મ નજર રાખશો. એ હજાર સારાં કામ કરતો હશે... પણ તમે એને શંકાથી જ જોશો... કારણ ? એ જ કે તમારા દિલમાં એની પ્રથમ ઇમેશન ચોર તરીકેની ઊભી થઈ છે.... બીજા પણ એક ચિંતકે કહ્યું છે કે, “માણસ માણસને પહેલી વાર જ મળે છે, એ પછી તો જ્યારે જ્યારે એ માણસની મુલાકાત થાય ત્યારે ત્યારે એની ઈમેજને જ મળે છે.” એટલે કે એ વ્યક્તિની પોતાના દિલમાં એવી કલ્પના ઊભી થઈ કે, “આ માણસ બહારથી સારું સારું બોલે છે. જાણે કે મારું ભલું કરવા ઇચ્છતો ન હોય એવી વાતો કરે છે, પણ અંદરથી મને કાપે છે, મારું બૂરું કરવા ઇચ્છે છે.’ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે.... ૧૧૩ એકવાર આવી કલ્પના Fix depositમાં મૂકી દીધી... એટલે પછી વ્યાજ ચાલુ... જયારે જ્યારે એ વ્યક્તિ મળશે, ત્યારે ત્યારે આના મનમાં સીધી આ જ છાપ આગળ ધસી આવશે. “જોજે ભાઈ ! આની સાથે વાતો કરવામાં ને કામ લેવામાં સંભાળજે.. ગમે એટલું મીઠું બોલે, ફસાઈ ન જતો.” બસ પછી આ જ ગણતરી મુજબ એ એની સાથે વાતો કરશે, વર્તશે, જાણે કે પોતાના મનમાં રહેલી એની એ ઇમેજ સાથે જ વાત કરતો ના હોય ! પછી ભલે ને પેલો ખરેખર આના હિતની બે સારી વાતો કેમ કરતો ન હોય ! વળી મોહરાજાની મુત્સદી તો જુઓ. માનવીનું મન ફોટોપ્રીન્ટની જેમ જે પ્રતિબિંબ ઝીલે છે તે સામાની ભૂલનું જ. એના દિમાગમાં પહેલી ઇપ્રેશન જે પડી જાય છે તે મોટે ભાગે સામાના અપરાધની જ. દિલમાં ઇમેજ જે ઊભી થાય છે તે સામાના કોક નરસા વર્તાવની જ. સામાનાં સારાં કાર્યોનું ફોટોપ્રીન્ટ જેવું પ્રતિબિંબ માનવમન લગભગ ઝીલતું નથી, દિમાગમાં મોટે ભાગે એની ઈમેશન એવી દૃઢ થતી નથી, દિલમાં એની એવી જોરદાર ઇમેજ ઊભી થતી નથી. સારાં કાર્યો માટે તો માનવમન દર્પણ જેવું જ બની જાય છે. એ પ્રસંગ પસાર થયો ને ભૂલાઈ ગયો, કોઈ જ અસર નહીં. જાતઅનુભવ જ તપાસો ને ! કોકને ત્યાં જમણવારમાં જમવા ગયા. એક પછી એક ટેસ્ટફુલ વાનગીઓનો આસ્વાદ લેવાઈ રહ્યો છે. એમાં ચટણી આવી. ભૂલમાં એમાં મીઠું ડબલ પડી ગયું છે. મોં ખારું ખારું થઈ ગયું, સાથે દિલ પણ. પછીય બીજી સારી સારી વાનગીઓ આરોગી. જમણવાર પૂરો થયો. પછી કઈ વસ્તુ યાદ આવશે ? પાંચ-પચ્ચીશ દિવસ પછીય જ્યારે વાત નીકળે ત્યારે દિલમાંથી કઈ ફોટોપ્રીન્ટ બહાર પડશે ? સત્તર સારી વાનગીઓની કે ખારી ચટણીની ? ભલું હશે તો, બીજી કઈ કઈ વાનગીઓ હતી એ પણ ભૂલાઈ જશે, પણ આ ખારી ચટણી નહીં ! કોઈ વ્યક્તિ આપણી પ્રશંસા-સન્માનનાં સો વાક્યો બોલે અને નિંદા-અપમાનનાં બે વાક્યો બોલે તો કયાં વાક્યો યાદ રહી જાય ? શેનો પ્રત્યુત્તર વાળવાનું મન થાય ? સવારે એક કલાક સુધી માથું ધુણાવી ધુણાવીને ગોખેલી ગાથા સાંજ પડે ને ભૂલાઈ જાય છે, ને કોકે આપેલી ગાળ, વગર પ્રયાસે વરસોનાં વરસો સુધી યાદ રહે છે ! મોહરાજાએ કરેલી આ કેવી વિડંબના ! આવું બધું જ યાદ રાખી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં રાખીને સંકલેશો જ ઊભા કરવાના છે ને કે બીજું કાંઈ ? આ તો દુઃખી થવાના જ ધંધા છે કે અન્ય કાંઈ ? જ્યાં સુધી મોહરાજાની આજ્ઞા આ જીવ ઉઠાવતો રહેવાનો છે, ત્યાં સુધી મોહરાજા જીવ પાસે આવી જ ચાલ ચલાવવાનો છે. આવી અનાદિની ચાલ ચાલીને જીવ જાતે દુઃખી થવાનો છે. કેવી અવળી ચાલો મોહરાજાએ શીખવાડી છે ! કો'કને માટે કો'ક કલ્પનાથી એક વાર નરસી છાપ ઊભી થઈ ગઈ, તો પછી એનું ગમે એટલું સારું વર્તન જોવા છતાં, એણે મારું આ આ સારું કામ કર્યું, એવું સ્વયં અનુભવવા છતાં, એ પૂર્વની ઊપસી ગયેલી છાપને જલ્દીથી ભૂસવા માનવા તૈયાર થતો નથી. જ્યારે કો'કના વારંવારના સારા વર્તનથી કદાચ ક્યારેક કોક સારી છાપ ઊભી થયેલી હોય છે એને જીવ, એનું એક જ વારનું નરસું વર્તન જોઈને (અરે, જોઈને શું ? માત્ર એની કલ્પના કરીને) ભૂંસી નાખવા તૈયાર થઈ જાય છે. મગધસમ્રાટ શ્રેણિક અને મહારાણી ચેલ્લણા વિશ્વવત્સલ શ્રીમહાવીરદેવને વંદનાદિ કરીને સંધ્યાકાળે પાછા ફરી રહ્યાં હતાં. નગરબહાર નદીકિનારા જેવા સ્થાનમાં, નદી કરતાંય શીતળ અને પવિત્ર એક મહાત્માને કાઉસ્સગ્ગ ધ્યાનમાં જોયા. બન્ને ભાવવિભોર બનીને વંદન કર્યું. રાજમહેલ પહોંચીને સંધ્યાકાર્યથી પરવાર્યા. રાત્રીનું આગમન થયું. ઠંડી કહે મારું કામ ! એવી કાતિલ ઠંડી પડી કે મધરાતે જયારે ચેલણાનો એક હાથ રજાઈમાંથી બહાર નીકળી ગયો, તો એક ભયંકર ધ્રુજારી એના શરીરમાંથી પસાર થઈ ગઈ. ચેલણા મહારાણીની નિદ્રા ઊડી ગઈ. રાજમહેલમાં હોવા છતાં પોતાના હાથની આ હાલત જાણીને રાણીને, મહાત્મા યાદ આવી ગયા, ને સહસા મુખમાંથી શબ્દો સરી પડ્યા “એમનું શું થતું હશે ?' આ શબ્દો શ્રેણિકરાજાના કાનમાં પડ્યા ને મનમાં હું જેને સતી માનું છું એ પણ કોઈ અન્ય પુરુષના વિચારમાં રમે છે.” આવી કલ્પનાએ સ્થાન જમાવ્યું. “મહારાણી ચેલ્લણા પતિવ્રતા સ્ત્રી છે.” એવી વરસોના અનુભવથી ઊપસેલી છાપ આ એક જ પ્રસંગ પર થયેલી કલ્પનાના કારણે ભૂંસાઈ ગઈ. વિપરીત છાપ ઊભી થઈ ગઈ ને યાવત્ અંતઃપુરને જલાવી દેવાનું ફરમાન પણ છૂટી ગયું. જ્યારે મહાવીરદેવના શ્રીમુખે પોતાની શંકાનું નિવારણ થયું ત્યારે પોતાના અવિચારી ફરમાન પર ભયંકર બેચેની અનુભવવાનો અવસર આવ્યો. બસ ! મોહરાજાનું આ એક જ લક્ષ્ય છે કે દરેક રીતે જીવને ત્રાસ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે... આપવો. ઊંધી ઊંધી સલાહો આપવી, એ મુજબ ઊંધાં કાર્યોં કરાવવાં ને પરિણામે હેરાન કરવો. એની એક એક સલાહ ઊંધી જ હોય છે. એક વ્યક્તિથી કોક ભૂલ થઈ ગઈ. એની એ ભૂલનો જાણકાર કે અજાણ વ્યક્તિ કોક સભામાં કે ચારની વચમાં જનરલી જ એ ભૂલનું વર્ણન કરતાં બોલે છે.. કે, “આજે દુનિયાય કેવી થઈ ગઈ છે, કેટલાય લોકો એવા હોય છે કે જેઓ આવી આવી ભૂલો કરે છે.'' બસ, આ ભૂલ કરનાર વ્યક્તિ એમ જ માની લેશે કે, “એણે મને સંભળાવ્યું. મારી ભૂલની ટીકા કરી.’' આવું માનીને એ દુઃખી થશે, મનમાં ઉદ્વેગને ધારણ કરશે. એ જ વ્યક્તિએ કોક સારું કામ કર્યું, જેનું કામ કર્યું હતું, એ જ વ્યક્તિ કોક સભામાં કે ચારની વચમાં જનરલી જ આમ બોલે છે કે ‘આજેય દુનિયામાં સારા સારા પરોપકારી જીવો વસે છે જેઓ આવું આવું કોઈનું સારું કામ કરી આપે છે.'' આ સાંભળીને શું ‘મારી પ્રશંસા કરી' એવું માનીને એ પ્રસન્ન થશે ખરો ? એને સંતોષ થઈ જશે ખરો ? ના, ત્યાં તો એ એમ જ વિચારશે ‘“સારા કામની વાત કરી, પણ એ કામ મેં કર્યું છે એવું મારા નામ સાથે ક્યાં કહ્યું ? લોકોને શી રીતે ખબર પડે કે એ કામ મેં કર્યું છે ને આ મારી પ્રશંસા થઈ રહી છે ?’' છે ને મોહે કરેલી જીવની વિચિત્રતા ! ખરાબ કામની કોઈ વગર નામે જનરલી વાત કરે છે તો માથે ટોપી પહેરીને દુઃખી થઈ જવા તૈયાર ને સારા કામની એ રીતે વગર નામે જનરલી વાત કરે છે તો ખુશ થવા તૈયાર નથી ! ખરાબ કામ અંગે ‘લોકો નામ સાથે જાણે તો જ મારી ટીકા થઈ કહેવાય.' એવું નહીં ! ને સારા કામ અંગે ‘લોકો નામ સાથે જાણે તો જ મારી પ્રશંસા થઈ કહેવાય.’ એવો આગ્રહ ! આવી વિચિત્રતા શું હેરાન થવાની જ એક રીત નથી ? શું આ પણ જીવને દુઃખી કરવાની મોહરાજાની એક ચાલબાજી નથી ?’ ૧૧૫ આવી જ મોહની એક ચાલબાજી છે, જેનો આપણે પ્રસ્તુતમાં વિચાર કરી રહ્યા છીએ, મોહરાજા આ જીવ પાસે ‘મારી ભૂલ કોઈ ઉચ્ચારે નહીં, કોઈ યાદ કરાવે નહીં એવી અપેક્ષા બંધાવે છે. અને તેથી જ પોતાના જ જેવા સ્વભાવવાળો બીજો જીવ જ્યારે એ ભૂલને ઉચ્ચારે છે, યાદ કરાવે છે, કબૂલ કરાવવા પ્રયાસ કરે છે ત્યારે આ જીવ એની સાથે શત્રુતા ઊભી કરવા માંડે છે. એ જીવ ગમે તેવો For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં પ્રિય હોય તોપણ ધીમે ધીમે કડવો લાગવા માંડે છે, પોતાની ભૂલ માટે આવી અપેક્ષા લઈને ફરનારો આ જ જીવ, જયારે બીજાની ભૂલ દેખે છે ત્યારે તો એની એ ભૂલ સંભળાવવા-કબૂલ કરાવવા તત્પર જ રહ્યા કરે એ પણ મોહરાજાએ નાખેલો એક પાસો છે. આ માટે તત્પર રહીને પણ જીવ બીજાઓ સાથે શત્રુતા જ ઊભી કરે છે, મીઠા સંબંધોને તોડતો જ જાય છે. પોતાની પ્રિયતાને ઘટાડતો જ જાય છે ને એક દિવસ સાવ અપ્રિય થઈ પડે છે.....' Return to Religion 11441 42sHi zÀS UPE2il 2114Siciozł એક કિસ્સો લખ્યો છે - પોતે માનસચિકિત્સક ને અનેક પ્રકારના કેસો એની પાસે આવે. માનવમનનો ઘણો અભ્યાસ થઈ ગયેલો એટલે સાયકેટેરિસ્ટોની ટ્રાઈસાઈક્લિક કે ટ્રાક્વિલાઈઝર લઈ લઈને થાકી ગયેલા રોગીને પણ એવી એવી સલાહો Suggestion આપે કે ડિપ્રેશન-સપ્રેશન-મેનિક વગેરે રોગો પણ કંટ્રોલમાં આવી જાય ને લગભગ કેસ સારો થઈ જાય. એક વાર એક મહિલા રૂમ્સ પર આવી. Talk therapy, દરમ્યાન મહિલાએ ફરિયાદ બતાવી, “પોતે બધી રીતે પતિની સેવા કરતી હોવા છતાં, અને પતિ સિવાય અન્ય કોઈ પુરુષને ચાહતી ન હોવા છતાં તેમજ સારી એવી રૂપાળી હોવા છતાં એના પતિને એ વહાલી નહોતી. એનો પતિ એને પ્રેમથી બોલાવતો નહોતો. રજાના દિવસે ઘેર રહી કે બહાર સાથે ફરવા લઈ જઈ પ્રેમગોષ્ઠી કરતો નહોતો, એકલો જ બહાર ફરવા જતો રહેતો.” આ તો રહ્યો માનસચિકિત્સક. એ સ્ત્રીના મનનો ઊંડાણથી અભ્યાસ કરવા એણે અનેક પ્રકારના ઝીણવટભર્યા પ્રશ્નો પૂછયા, સવારે તમે પહેલાં ઊઠો છો કે પતિ ? ચા-નાસ્તો તમે તૈયાર કરો છો કે પતિએ કરવા પડે છે ? રસોઈ પતિને મનપસંદ બનાવો છો કે તમારે મનપસંદ ? ઓફિસે જવાના સમયે તૈયાર થવામાં પતિને સહાય કરો છો કે નહીં ? એના ઓફિસકાર્યમાં તમે દખલ કરો છો કે નહીં ? ત્રણ કલાક સુધી અનેક પ્રકારની ઈક્વાયરી કરી. એમાં એક એવી તારવણી પર એ આવ્યો કે જ્યારે પતિએ કાંઈ ભૂલ કરી હોય ત્યારે એવું સંભળાવવાની આને ટેવ હતી કે, “આ તો હું છું તે બધું નભાવી લઉં છું, બીજી કોક હોત તો, તો ક્યારની ય ભાગી ગઈ હોત.” બસ, For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે.... ૧૧૭ ડૉક્ટરે નાડી પારખી લીધી. દવા પ્રિસ્ક્રાઈબ કરી કે, “જુઓ બહેન ! તમારા રૂપ કે પતિની સેવા અંગે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ માટે હવે કોઈ નવો વિશેષ પ્રયાસ આવશ્યક નથી. પણ તમે આટલું કામ કરો, પતિની ભૂલ વખતે તમે આવું જે સંભળાવો છો તે બંધ કરી, હવે જ્યારે તમારી કોઈ ભૂલ થઈ હોય, ત્યારે તમારે આવું કહેવું કે, “આ તો તમે છો તો મારી આવી ભૂલોને સાંખી લ્યો છો, બીજો કો'ક પતિ મળ્યો હોત, તો ક્યારનીય મને તગેડી મૂકી હોત !” બસ, તમે આટલું કરો ને મહિના પછી મને મળો. એ મહિલાને તો ગમે તે ભોગે પતિનો પ્રેમ સંપાદન કરવો હતો. એણે આ સલાહને સ્વીકારી લીધી. પછી તો મહિનાનીય ક્યાં જરૂર હતી ? પંદરેક દિવસ થયા હશે ને એ સન્નારી હરખાતી હરખાતી ડૉક્ટરને Congratulations આપવા આવી. . “ડૉક્ટર સાહેબ ! અભિનંદન ! અભિનંદન ! તમારી સોનેરી સલાહ ફળી. હવે તો મારા પતિદેવ મને એટલા બધા ચાહે છે કે ઓફિસેથી સીધા ઘરે જ આવી જાય છે. રજાના દિવસે યા તો ઘરે રહે છે, યા તો બહાર મનેય સાથે લઈ જાય છે.' લોકોમાં પ્રિય બનવું છે? સહપાઠી, સહવાસી અને સહપ્રવાસીઓનો પ્રેમ સંપાદન કરવો છે? તો આ સુવર્ણસૂત્ર ડાયરીમાં ટપકાવી રાખો“પોતાની ભૂલને કોઈ જ જાતના બચાવ વગર સ્વીકારી લ્યો. અન્યની ભૂલને ક્યારે ય યાદ ન કરો, સંભળાવો નહિ કે કબૂલ કરાવવા પ્રયાસ ન કરો.” બેશક, આ ઘણું કઠિન કાર્ય છે, કેમકે આપણી સાહજિક પ્રવૃત્તિ આનાથી વિપરીત છે. કોઈની પણ ભૂલ જોવા મળી તો આપણા મગજમાં એની નૅગેટીવ તૈયાર થઈ જાય છે ને પ્રસંગે પ્રસંગે એમાંથી પૉઝીટીવ નીકળ્યા જ કરે છે. એમ કોઈની પણ ભૂલ સાંભળવા મળી તો એ મગજમાં ટેપરેકોર્ડ થઈ જાય છે. જ્યારે જ્યારે રેકોર્ડપ્લેયર પર ગોઠવાય ત્યારે ત્યારે વાગવા માંડે. કોઈના પણ નરસા વર્તનને ભૂલી જવાનું છે, એના બદલે એને વારંવાર યાદ કરવામાં આવે, કહ્યા કરવામાં આવે તો એનાથી વૈરની ગાંઠ બંધાય છે. શરીરમાં લોહી વહેતું જ રહેવું જોઈએ, તો જ સ્વાથ્ય જળવાય. જો એ વહેતું અટકી જાય ને એક સ્થાને જમા થવા માંડે તો એમાંથી ગાંઠ બને છે (લોહી ગંઠાય છે) જે અનેક પ્રકારનું અસ્વાથ્ય ઊભું કરે છે. એમ અન્ય વ્યક્તિઓની For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં ભૂલોના પ્રસંગો તો બન્યા જ કરવાના છે. એ વહેતા રહેવા જોઈએ, તો જ સ્વસ્થ રહેવાય. એના બદલે જો કોઈ પણ પ્રસંગ વહ્યો નહીં અને દિલમાં જમા થઈ ગયો તો એ વારંવાર યાદ આવશે. અન્યની ભૂલની વારંવાર યાદ એ વૈરની ગાંઠરૂપ બની જાય છે, જે આત્મામાં અનેક પ્રકારની અસ્વસ્થતાઓને પેદા કરે છે. આ અસ્વસ્થતાઓથી બચવું હોય અને આદરપાત્ર બનવું હોય તો આ સાહજિક વૃત્તિને તિલાંજલિ આપવી પડશે, આ વૃત્તિ જો ન છૂટી તો ઊભો થયેલ પ્રેમસંબંધ પણ તૂટી જઈ શત્રુતા પેદા થવાની શક્યતા ઊભી થાય છે ને આ વૃત્તિ જો છૂટી ગઈ તો તૂટી ગયેલો સંબંધ પણ જોડાતાં વાર લાગતી નથી. દુનિયામાં જોવા મળે છે કે જે યુવક-યુવતીના વિવાહ થઈ ગયા હોય પણ હજુ લગ્ન થયાં ન હોય ત્યારે કેટલો બધો પ્રેમ હોય છે ? કલાકોના કલાકો સુધી મળે, હરેફરે, પ્રેમથી વાતો કરે, વચ્ચે લાંબો વિરહકાળ પડી જાય તો એકબીજાની યાદ આવ્યા કરે, વિરહ વેદના અનુભવાય. ક્યારેક સાચા દિલથી એવી લાગણી અનુભવાય કે જરૂર પડ્યે એકબીજા ખાતર પ્રાણ પાથરી દઈશું. પણ આ જ યુગલ જ્યારે લગ્નગ્રંથિથી જોડાઈ જાય છે, દાંપત્યજીવન શરૂ થાય છે, ને પછી ચારછ મહિના પસાર થયા ન થયા ત્યાં પ્રેમમાં ઓટ આવવા માંડે છે. એકબીજાનો સ્નેહ ઊતરવા માંડે છે, પહેલાં જેવી લાગણીઓ અનુભવાતી નથી. મોટાભાગનાં દંપતીઓમાં આવું શા માટે જોવા મળતું હશે ? લગ્ન પહેલાં તો એકબીજાને માત્ર મળવાનું હતું, હરવાફરવાનું ને પ્રેમગોષ્ઠીઓ કરવાનું હતું, પણ બીજી કોઈ રીતે એકબીજાને ઉપયોગી બનવાનું નહોતું, જ્યારે લગ્ન પછી તો પતિ સારી એવી રકમ ખર્ચાન પત્નીને સારી સારી ચીજો લાવી આપે છે, એના બધા આર્થિક પ્રશ્નો પોતાના માથે લઈ લ્ય છે, બીજી બાજુ પત્ની પણ સુંદર સુંદર વાનગીઓ બનાવી પતિને પ્રસન્ન કરે છે, ઘરની બધી જવાદારીઓ સંભાળી લે છે. વળી એકબીજાને દેહસુખ આપે છે તે તો જુદું. લગ્ન બાદ આમ પરસ્પર અનેક રીતે ઉપયોગી બને છે તો પરસ્પરનો પ્રેમ વધવો જોઈએ કે ઘટવો ? મોટે ભાગે પ્રેમમાં ભરતીના બદલે ઓટ આવતી જોવા મળે છે. આનું એક બહુ જ મહત્ત્વનું કારણ એ છે કે સામાની ભૂલો જોયા કરવી, જોવા મળી તોય ગળી જવાની વાત નહીં, ગમે તે રીતે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે. ૧૧૯ એને સંભળાવવાની પેરવીમાં રહેવું. જયાં સુધી લગ્ન નહોતાં થયાં, માત્ર વિવાહ થયા હતા ત્યાં સુધી એટલા નજીક આવવાનું નહોતું થયું, જે મિલન થતું, એ પણ ૨-૪ કલાક માટેનું જ, એમાંય એકબીજાનું કોઈ કામ તો ખાસ કરવાનું રહેતું જ નહીં, માત્ર મસ્તીની વાતો કરવાની રહેતી. એટલે એકબીજાની ભૂલો થતી નહીં કે દેખાતી નહીં. પણ લગ્ન બાદ તો એકદમ નજીક આવી ગયાં. ચોવીસેય કલાક ભેગા રહેવાનું થયું અને એકબીજાનું કામ કરી આપવાનો વ્યવહાર ચાલુ થયો. ડુંગર દૂરથી રળિયામણા” પર્વતને દૂરથી જુઓ, એ રળિયામણો જ લાગશે, તળાટી પરથી શિખર સુંદર જ દેખાય. પણ જેવા ઉપર પહોંચીએ કે પછી સુંદરતા તો ન દેખાય, પણ કાંટા ને કાંકરા નજરે ચઢવા માંડે. તળાટી પણ શિખરેથી રમણીય લાગે છે. શત્રુંજયની યાત્રાએ જઈએ ત્યારે ડુંગર પરથી નીચેનાં ખેતરો અને રસ્તાઓ કેવા મનમોહક લાગે છે ! ને ખરેખર નીચે આવી જઈએ ત્યારે ? લગ્ન પહેલાં એટલા બધાં નજીક નહોતાં, દૂર હતાં, માટે એકબીજાના ગુણો અને સુંદરતા જ દેખાતી હતી. પણ લગ્ન બાદ નજીક આવી ગયાં, હવે દોષોનું ખરબચડાપણું પણ નજરે ચડવાનું જ. વાસણો ભેગાં થાય એટલે ખખડાટ તો થવાનો જ. મુંડે મુંડે મતિર્ભિન્ના. બન્નેની બુદ્ધિ, વિચારો, અભિપ્રાયો અને પસંદગીઓમાં ભેદ તો રહેવાનો જ. એમાંથી એકના વિચારો, અને ઇચ્છાઓને ઘા પણ પહોંચવાનો. જેના વિચારોને ઠેસ પહોંચે છે એ સભ્ય અન્ય સભ્યને એ માટે જવાબદાર લેખવી “આ એની ભૂલ છે' એમ જોતો થાય છે. એમ તો એના ઘણા વિચારોને અને ઇચ્છાઓને એ અન્ય સભ્ય પોતાની ઈચ્છા વગેરેને કચરીને માન આપ્યું જ હોય છે, પણ એ નજરે ચડતું નથી. આગળ કહી ગયો છું કે એક એવો જીવસ્વભાવ થઈ ગયો છે કે દસ સારી વાતોની એ નોંધ લઈ શકતો નથી ને નરસી એકપણ વાતને એ છોડી શકતો નથી. દાંત તો મુખમાં બત્રીશ હોય છે. પણ જે દાંતમાં કંઈક ભરાયું હોય કંઈક ગરબડ હોય એના પર જ જીભ વારેવારે જાય છે, ને આ દાંતમાં કંઈક ભરાયું છે એવું સંવેદન કર્યા કરે છે. શેષદાંતના તો અસ્તિત્વમાત્રનીય કોઈ નોંધ જીભ લેતી નથી. શરીરનાં અનેક અંગોમાંથી બગડેલું અંગ જ વારેવારે યાદ આવ્યા For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. લ મૈત્રીસરોવરમાં કરે છે ને ! આ જ અનાદિની ચાલને પરવશ બનેલો જીવ સ્વજીવનમાં પણ અપનાવે છે. પત્ની સારી સારી રસોઈ ખવડાવે છે, ઘરને સ્વચ્છ રાખે છે. મહેમાનોની સરભરા કરે છે, પોતાને જીગરથી ચાહે છે, આવી ઢગલાબંધ વાતોની પતિ નોંધ લઈ શકતો નથી, ને પોતાના વચન કે વિચાર વિરુદ્ધ પત્નીએ કાંઈ પણ કર્યું હોય, તો જોઈ લ્યો, નૈગેટીવ ઊતરી જ ગઈ, એ પ્રસંગની ટેપરેકોર્ડ થઈ જ ગઈ. જેમ જેમ દિવસો ને મહિનાઓ વીતવા માંડે છે તેમ તેમ આમાં એક પછી એક પૃષ્ઠો ઉમેરાતાં જાય છે ને જાણે કે પત્નીની ભૂલોનો એક એનસાઈક્લોપીડિયા તૈયાર થાય છે. સુવર્ણ અક્ષરે લખવાના લગભગ કોઈ જ પ્રસંગો લખાતા નથી ને કાળા અક્ષરે લખવાનો લગભગ કોઈ જ પ્રસંગ બાકી રહેતો નથી. જાણે કે સુવર્ણ બહુ મોઘું છે ને કોલસા સસ્તા છે એ જ કારણ આમાં ભાગ ભજવતું ન હોય ! અને પછી તો ! ગ્રામોફોનની રેકર્ડને પીન મળવી જોઈએ, એક પછી એક ગીત ચાલુ, એમ આ માનવીને કોઈ પ્રસંગ બનવો જોઈએ. એટલે રેકર્ડ થયેલી આ ભૂલો સંભળાવવાની ચાલુ. પેલો બકનળીનો સિદ્ધાંત આવે છે ને, પાણી વહેવાનું ચાલુ થયું એટલે બધું ખાલી થઈને જ અટકે. એમ ભૂલો સંભળાવવાનું ચાલુ કર્યું, એટલે જેટલી યાદ આવે એ બધી બહાર નીકળવી જ જોઈએ. આવું માત્ર પતિના પક્ષે જ નથી હોતું, પત્નીના પક્ષે પણ હોય જ છે. પતિ તરફથી મળતા અનેક પ્રકારના સહકારને પત્ની મગજની ડાયરીમાં ટપકાવતી નથી ને નાનામોટા કોઈપણ અસહકારને ટપકાવવાનું ચૂકતી નથી. વારંવાર થતી આવી નોંધો એની યાદો અને એને સંભળાવવાની પ્રવૃત્તિઓ ચૂંટાઈ ઘંટાઈને એવી ઘટ્ટ બની જાય છે કે જે પતિ-પત્ની વચ્ચે એક દિવાલનું કામ કરતી થઈ જાય છે. પછી એક જ કમરામાં રહેનાર પતિ-પત્ની દિલથી ઘણાં દૂર થઈ ગયાં હોય છે. એકબીજાની ભૂલો વારંવાર ચૂંટાઈને દિવાલરૂપ બની ન જાય, એના કારણે પતિ-પત્નીના જીવનમાં એક પ્રકારનું ઝેર ફેલાઈ ન જાય, ને એના પરિણામે એક પ્રકારનું સામાજિક પ્રદૂષણ ઊભું ન થઈ જાય, એ માટે ભારતદેશની એક સામાજિક સંસ્કૃતિ આવી હતી કે પરણ્યા પછી પત્ની સુવાવડના નામે કે પીયરમાં આવેલા પ્રસંગના નામે લગભગ દર વર્ષે બે-ત્રણ મહિના પીયરમાં રહી આવતી. ડુંગરથી દૂર ગયા, For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે..... ૧૨૧ એટલે ખાડા-ટેકરા દેખાતા બંધ થવાના જ. ને રમણીયતા દેખાવાનો પ્રારંભ થવાનો જ, પત્નીનો નિરંતર સહવાસ હોય તો, ભૂલ જોવાની અને નોંધવાની ચાલુ થયેલી પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની, તે એક જાતની ટેવ બની જવાની. આવી ટેવ પડી જાય અને ભૂલો ઘૂંટાઈ ઘૂંટાઈને ઘટ્ટ અસહ્ય જેવી બની જાય, એ પહેલાં જ પત્ની આ રીતે બે-ત્રણ મહિના માટે દૂર થઈ જાય. તો એની ભૂલો દેખાતી બંધ થવાથી એના ગુણો જોવાનું ચાલુ થાય, જયારે વસ્તુ કે વ્યક્તિનો અભાવ થાય છે ત્યારે જ માણસને એની ઉપયોગિતાનો ખ્યાલ આવે છે. એક શાયરે કહ્યું છે – મહેંદી રંગ લાતી હૈ, સૂખને કે બાદ, દોસ્તી યાદ આતી હૈ બિછૂડને કે બાદ ! પત્ની પીયર જાય ત્યારે, પતિને, એ ઘરનાં કેટકેટલાં કામો કરતી હતી, પોતાનું કેટલું કેટલું સંભાળતી હતી, પોતાને કેવી કેવી સગવડો પૂરી પાડતી હતી, ઇત્યાદિ ખ્યાલ આવે છે. આપણી નજીકમાં રહેલ કોઈ વ્યક્તિ એવી નથી હોતી, જે આપણા જીવનમાં ભાગ ભજવીને કોઈ ઉપકાર ન કરતી હોય. ઘડિયાળનો નાનામાં નાનો અવયવ પણ એને ચાલુ રાખવામાં પોતાનો ભાગ ભજવતો જ હોય છે. પર્વતથી દૂર થયા એટલે એ ઉપકારોની સુંદરતા દેખાવાની ચાલું થઈ જ સમજો. જેમ જેમ આ ખ્યાલો આવતા જાય છે તેમ તેમ તેના પ્રત્યે પાછી પ્રેમની-આદરની લાગણીઓ ઊભી થવા માંડે છે. ઘૂંટાયેલી ભૂલના કારણે આવેશમાં આવીને ‘હવે તો મને સાવ પરેશાન જ કરે છે, મારે આની કોઈ જરૂર નથી.” એવું પણ સહવાસ દરમ્યાન વિચારી ચૂકેલો પતિ નહિ, આ પત્નીની મારે પણ જરૂર છે. આટઆટલી બાબતોમાં એ મારે ખૂબ આવશ્યક છે, એના વગર મારાં આટલાં કામો બગડી જાય કે અટકી જાય.” એ વાતને દિલથી સ્વીકારતો થઈ જાય છે. આ રીતે ઉપકારને જાણવાથી ને આવશ્યક્તાને નિહાળવાથી એ વિચાર કરતો થઈ જાય છે કે તો પછી આજ સુધી હું એને સાવ નકામી વ્યક્તિ જ સમજતો હતો તે ખોટું હતું. હંમેશાં એની ભૂલો જ જોયા કરીને ક્યારેક આવેશમાં આવીને એને કાઢી મૂકી હોત તો ? હવે પુનઃ આવે ત્યારે, કદાચ કંઈક ભૂલ જોવા મળે તો પણ આવેશને પરવશ બની કંઈક અયોગ્ય પગલું ન ભરાઈ જાય એનો મારે ખ્યાલ રાખવો પડશે, એ માટે મારે મનને થોડું ઉદાર બનાવવું પડશે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં આવી બધી વિચારસરણીથી એની સહનશીલતા વધતી હોવાથી તેમજ પત્ની પ્રત્યે પુનઃ સદ્ભાવ થયો હોવાથી હવે પુનઃસહવાસ દરમ્યાન પત્નીથી એવી ભૂલો થતી રહે તોપણ પતિના દિલમાં એ ભૂલો પહેલાંની જેમ કોતરાતી નથી, ઘટ્ટ બનતી નથી. જોકે પતિ પણ સ્વસ્વભાવ પર કંઈ એકદમ કંટ્રોલ કરી શકતો નથી, એટલે પાછું ઓછેવત્તે અંશે પૂર્વની ભૂલોની યાદી વગેરેનું પુનરાવર્તન થતું તો રહે છે, પણ એ અસહ્ય બની જાય એટલી કક્ષાએ પહોંચવામાં હવે ઘણો કાળ આવશ્યક હોય છે, ને એટલો કાળ સતત એ બાબતોનું પુનરાવર્તન થાય એ પૂર્વે જ પત્નીને પાછું પીયર રહેવાનું બને એટલે પતિના દિલને જે ઘા લાગ્યા હોય એને મલમપટ્ટા થઈ જાય તેમજ રુઝાવાનો અવસર મળી જાય. આ જ રીતે પત્નીને પણ પતિથી દૂર થવાથી પતિના પ્રેમ-ગુણો વગેરે જોવાનો ચાન્સ મળે છે ને એના દિલને પણ મલમપટ્ટા થઈ જાય છે. આ જ પ્રમાણે સાસુ-દેરાણી-જેઠાણી વગેરે દરેક સભ્યોના દિલમાં પેદા થયેલી કડવાશ ઓછેવત્તે અંશે ઓછી થાય છે અને તેથી એ પત્નીને સ્વમાનભેર જીવન જીવી શકવાની શક્યતા ઊભી થાય છે.. Life is worth livingની ભાવના એના દિલમાં જાગે છે જે એના જીવનની કોઈ સંભવિત દુર્ઘટનાને અટકાવી દે છે. વળી આ રીતે પત્નીનો વિરહ થવાથી પરાણે પણ બેત્રણ મહિના બ્રહ્મચર્યનું પાલન થાય છે તેમજ શરીર પણ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે... આજે આ સામાજિક સંસ્કૃતિ લગભગ ભૂંસાઈ ગઈ. એટલે ભૂલોને જોઈ જોઈને સંભળાવવાનું એક વાર શરૂ થયા પછી નિરંતર કટુતા To no end... વધતી જ જાય છે. એકસાથે બે-ત્રણ મહિના વિરહ પડે એવું લગભગ હોતું નથી. એટલે એના ગુણો વગેરે જોવાનો ચાન્સ મળતો નથી, કેમકે જ્યાં સુધી વસ્તુ-વ્યક્તિ નજર સામે હોય છે ત્યાં સુધી એના ગુણો-એનાં કાર્યો-એની આવશ્યકતાને લગભગ કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ પિછાણી શકતો નથી. માટે તો મોટેભાગે માણસ મર્યા બાદ એનાં ગુણગાન થાય છે, લોકોને એની મહત્તા જણાય છે. ચશ્માં આંખ પર ન હોય ત્યારે એની આવશ્યકતાનો ખ્યાલ આવે છે. આંખ પર હોય ત્યારે તો એના અસ્તિત્વનું પણ સંવેદન થતું નથી. માટે તો એક ચિંતકે નોકરિયાતોને સલાહ આપી છે કે “તમારે વર્ષમાં ૮૧૦ રજા તો પાડવી જ, જેથી કંપનીને તમારી કેટલી જરૂર છે એનો For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે... ૧૨૩ શેઠને ખ્યાલ આવતો રહે.” પતિ-પત્ની વચ્ચેની લાગણીઓ પુનઃપ્રસ્થાપિત થવાની આ શક્યતા આજે દૂર થઈ ગઈ હોવાથી કટુતા નિરંતર વધતી જાય છે, ને બે-ચાર વર્ષમાં એટલી બધી વધી જાય છે, કે જેના કારણે સાથે રહેવા છતાં એકબીજાને કટ્ટર શત્રુની જેમ જોતાં થાય છે, યા તો કોઈ ન કલ્પેલી હોનારત સર્જાઈ જાય છે. એટલે, પ્રસ્થાપિત થયેલા સંબંધમાં હવે ગાબડું પડવા માંડ્યું છે, એવું ભાસવા માંડે તો એ સંબંધ વણસીને વૈરભાવ ઊભો ન થઈ જાય એ માટે બહેતર છે કે એ વ્યક્તિથી થોડા કાળ માટે છૂટા પડી દિલના ઘા રુઝાય એ માટે અવકાશ ઊભો કરવો. “એ વ્યક્તિની સાથે જ રહું પણ વધુ પ્રેમ-વાત્સલ્ય દેખાડીને તેમજ સમજાવટ કરીને સંબંધને સુધારી લઈશ.” એવી ગણતરી કૂવચિત જ સાચી પડે છે. મોટે ભાગે તો આ એક ભયંકર જોખમી જુગાર થઈ પડે છે ને પરિણામે સંબંધો તૂટીને જ રહે છે. બહુધા સફળ થનારો સારો ઉપાય વિરહ ઊભો કરવો એ જ છે. જો છૂટા પડવાની શક્યતા ન હોય તો સામાને સમજાવવા કરતાં સૌ પ્રથમ પોતાના દિલમાં જ “એ વ્યક્તિ કેટલી મહત્ત્વની છે ?” એને વારંવાર ચૂંટવામાં આવે તો લાભ થઈ શકે. જે બાબતમાં એની ખામીઓ હોય એ બાબતને આગળ કરી એની ભૂલો ગાયા કરવા કરતાં અને એના પરથી મનને ઉતારી નાખવા કરતાં, અન્ય જે બાબતમાં એની ખુબીઓ હોય તે બાબતને આગળ કરી એની પ્રશંસા કરતાં રહેવું, એના પર પણ સદ્ભાવ ધારી રાખવો ને કામ ચલાવવું, એ જ હિતાવહ બની રહે છે. એક અખબારી લેખમાં અબ્રાહમ લિંકનનો જીવનપ્રસંગ વાંચવા મળેલો. અબ્રાહમ લિંકન એક ગરીબ વકીલ હતા. મધ્યમવર્ગના લોકોના એ કેસ લડતા, ખોટો કેસ લડતા નહીં. વકીલાત એ જ એમની એક માત્ર આજીવિકા હોવા છતાં, એક માનવી તરીકે મોટા દિલના હોવાથી વિરોધીઓ વચ્ચે સમાધાન પોતાનાથી જ થઈ જવું શક્ય લાગે તો એ બન્નેને સમાધાન કરાવી આપતા અને કેસ લડતાં અટકાવતા. પછી ભલે ને પોતાને એ કેસ લડવાની કમાણી જતી કરવી પડે. એમણે એક ઘોડો રાખેલો. એના પર પુસ્તકો લાદી એક ગામથી બીજે ગામ જતા. એ ઘોડો પણ સામાન્ય જાતિનો હતો, થોડો હઠીલોય ખરો. ક્યારેક નટી પણ જતો. છતાં એમનું કામ નભતું. એક વાર રસ્તામાં એક For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં ખેડૂત મળ્યો. લિંકને એનું અભિવાદન કર્યું. “હલ્લો અંકલ ટોમી ! આનંદમાં છો ને !” “અરે, અબ્રાહમ તારી પાસે જ આવવા ઇચ્છતો હતો.” “કેમ મારું શું કામ પડ્યું ?” “જો ને ભાઈ, કોર્ટમાં એક કેસ કરવો છે. મારા ખેતરની બાજુમાં જે ખેતર છે ને, તેનો ખેડૂત હમણાં હમણાં ખૂબ હેરાન કરે છે. મેં નક્કી કર્યું છે કે ગમે તે ખર્ચ થાય, એની સાથે લડી લેવું.' ખેડતે હૈયાવરાળ કાઢી. લિંકન કહે, “ડીયર અંકલ ! આજ સુધી તમારે ક્યારેય ઝગડો નથી થયો, બરાબર ?” ‘હા,’ ‘તો એ દૃષ્ટિએ તો એ સારો પડોશી કહેવાય. કેમ ખરું - ને ?” “સારો તો નહીં, પણ ઠીક,' “છતાં વર્ષોથી તમે એકબીજાના પાડોશી તરીકે રહ્યા છો, એ વાત તો સાચી ને ?” “હા, લગભગ પંદર વર્ષ તો થયાં.” “એ પંદર વર્ષમાં ઘણા સારા-માઠા પ્રસંગો બન્યા હશે ?” “એ તો ભાઈ ! સંસાર છે, ચાલ્યા કરે.” એમાં તમે એકબીજાને મદદરૂપ પણ બન્યા હશો ?” “લિંકન ! એ તો પડોશીની ફરજ કહેવાય ને !” તો જુઓ ને અંકલ ! આ મારો ઘોડો કાંઈ બહુ સારી જાતિનો નથી, થોડો જીદી પણ છે. આના કરતાં સારો ઘોડો કદાચ હું લઈ પણ શકું. પણ આની ખાસિયતો હું જાણું છું. એની ખામીઓથી હું પરિચિત છું અને ટેવાયેલો છું. એનાથી કઈ રીતે કામ ચલાવવું એ પણ મને આવડી ગયું છે, એટલે મારું કામ પણ અટકતું નથી. બીજો ઘોડો લઉં તો કદાચ એ સારો પણ હોય, તેનામાં વળી કોક બીજી ખામીઓ પણ હોય, કારણકે દરેક ઘોડામાં કંઈ ને કંઈ ખામીઓ તો હોય જ છે. મારે વળી એ અન્ય ઘોડાની ખામીઓ જાણવી પડે, એનાથી કામ નભાવતાં શીખવું પડે. એટલે મને તો એમ લાગે છે કે Old. is gold. જે છે તે સવાવીસ. આ ઘોડા સાથે જ મારે કામ નભાવી લેવું એમાં જ મારું અને ઘોડાનું બન્નેનું ભલું છે' ખેડૂત સમજી ગયો કે એ પડોશી સાથે નભાવી લેવું એમાં જ એનું ને મારું હિત છે, એમાં જ શાંતિ અને સમાધિ છે. પત્નીની ભૂલો જોવાનું ચાલુ કર્યુંહવે તો એ આફતની બલા જ લાગે છે. પણ એટલા માત્રથી, હવે એને છૂટી કરી દ્યો ને બીજી પત્ની કરી લ્યો.... આ સુખી થવાનો ઉપાય નથી.. એટલે જ મર્યાદાપ્રધાન ભારતીય સંસ્કૃતિમાં છૂટાછેડાને લગભગ સ્થાન નથી.. 431 Cačelui c He for the fourth time and she for the For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે.... ૧૨૫ third.. આ સહજ વાત છે. નાની નાની વાતમાં છૂટાછેડા લઈ લેવાવાળાની ત્યાં કમી નથી. ચર્ચમાં મૅરેજ કરીને તરત જ ડાયવોર્સ માટે કોર્ટ તરફ જઈ રહેલા યુગલને પૂછવા પર ખબર પડી કે “પત્નીએ પતિ કરતાં મોટી સહી કરી. માટે છૂટાછેડા જોઈએ.” પરદેશની એક અભિનેત્રીએ કોણ જાણે કેટલી વાર લગ્ન કર્યા ને કેટલી વાર ડાયવૉર્સ લીધા.... પણ આશ્ચર્યની વાત એ હતી કે એણે એક જ પુરુષ સાથે પાંચ-પાંચ વાર લગ્ન કર્યા, કારણ કે દરેકમાં કંઈક ને કંઈક ભૂલ એ જોતી અને પછી એને થતું કે આના કરતાં તો પેલો ઠીક હતો. તો ચાલો પેલાને ફરીથી પરણી જાઉં... પાછી ભૂલ જોવાની. પાછા છૂટાછેડા... પુનઃ પુનઃ એ જ ચક્કર.... ફરી લગ્ન-ફરી છૂટાછેડા... આખરે એ એડ્રેસે આત્મહત્યા કરી લીધી.. કારણ કે એને એવો કોઈ આદમી ન મળ્યો જેમાં કોઈ જ ખામી ન હોય.. અને એને ખામી-ભૂલ જોવાની એટલી આદત પડી ગઈ હતી તથા એ એટલી અસહિષ્ણુ બની ગઈ હતી કે એ તરત જ તલ્લાક લઈ લેતી. આવી રીત અપનાવવાથી એને શાંતિ ને બદલે અશાંતિ જ મળી... સુખના બદલે દુઃખની અસહ્ય અગનજવાળાઓ જ મળી.. કાશ ! એ થોડી સહિષ્ણુ બની હોત ! બીજાઓની ભૂલોને ખમી ખાવાની ઉદારતા કેળવી શકી હોત ! એટલે, સાથીદારની ભૂલોને ગળી જવી, ગમ ખાવી....સહિષ્ણુતા કેળવવી. પણ છૂટાછેડાનું તો નામ જ ન લેવું...આવી ભારતીય સંસ્કૃતિ જ વસ્તુતઃ હિતાવહ છે. એ સહુ કોઈ સમજી શકે એવી વાત છે.... માટે, - જેની સાથે સંબંધ બંધાયાને ઠીક ઠીક કાળ પસાર થઈ ગયો છે અને એ સંબંધના કારણે આપણને ઘણો આનંદ પણ પ્રાપ્ત થયો છે... પણ હવે એની સાથે કોઈ વાતમાં વાંકું પડ્યું ને આપણે એની ભૂલો જોતા થઈ ગયા. જે વ્યક્તિ અત્યાર સુધી ખુબીઓથી ભરેલી લાગતી હતી તે હવે ખામીઓથી જ ભરેલી દેખાવા માંડી છે. મને પણ કમાલ છે ને ! જે અત્યાર સુધી ખુશબૂદાર લાગતી હતી તે હવે બદબૂદાર લાગે છે..... એ વ્યક્તિ હવે માત્ર ખામી ભરેલી લાગે છે અને તેથી આપણે એની સાથેનો સંબંધ પૂરો કરવા તૈયાર થઈ જઈએ છીએ. પણ સબૂર ! ઉતાવળ ન કરવી. ચિત્તને થોડું સ્થિર કરવું જોઈએ. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬. હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં કદાચ આપણી કલ્પનાઓ સાચી હોય અને તેનામાં અમુક અમુક ખામીઓ રહેલી પણ હોય, તોપણ એટલા માત્રથી એની સામે ફરિયાદો જ ઊભી કર્યા કરવી, ભાગી જવાનો જ પ્રયાસ કરવો એ કોઈ શાંતિપ્રાપ્તિનો ખરો ઉપાય નથી. જેમ એની ખામીના કારણે આપણને કંઈ ને કંઈ વેઠવું પડતું હોય છે તેમ એની ખુબીના કારણે આપણને કંઈ ને કંઈ ફાયદો પણ થતો જ હોય છે. અમુક રીતે એ નુક્શાનકર્તા છે તો અમુક રીતે એ લાભકર્તા પણ છે જ. પણ એક વાર મનમાં એક આગ્રહ બંધાઈ ગયા પછી આપણે એ વ્યક્તિનો ગમે એટલો વિચાર કરીએ, આપણો વિચાર એ પૂર્વગ્રહની લાઈન પર જ ચાલે છે. ટાઈલ્સ પર એક વાર પાણી ઢોળાય ને જે રેલો ચાલે, એ રેલો સૂકાયા પછી પણ ટાઈલ્સ પર એક એવી અસર મૂકી ગયો હોય છે કે બીજી વાર પાણી ઢોળાય તો ત્યારે એ રેલાની ઝાંખી રેખા પર જ પાણીનો પ્રવાહ ચાલે છે. એમ એક વાર બંધાઈ ગયેલો પૂર્વગ્રહ મનમાં એક એવી સંસ્કારરેખા અંકિત કરે છે કે જેથી પછી એ વ્યક્તિ અંગેની વિચારસરણી એ જ રેખા પર દોડ્યા કરે છે. જમીન પર રેલવે ટ્રેક નંખાઈ જવી જોઈએ. પછી સેંકડો કિલોમીટર કેમ પસાર ન થઈ જાય, ટ્રેન એક ઈંચ જેટલી પણ એ ટ્રેકથી આધીપાછી થતી નથી. એમ એક વાર મનોભૂમિ પર પૂર્વગ્રહની ટ્રેક કંડારાઈ જવી જોઈએ, પછી કલાકોના કલાકો વિચાર કરવામાં કેમ પસાર ન થઈ જાય, વિચારધારા એ પૂર્વગ્રહની રેખાને એક તસુ જેટલી પણ ઉલ્લંઘી શકતી નથી. આ એકતરફી વિચારધારાને રોકીને જો થોડાઘણા પણ મધ્યસ્થ બનાય. તો તે વ્યક્તિ એટલી ખામીવાળી ન લાગે કે એકલી ખામીવાળી ન લાગે, તેનામાં પણ કંઈ ને કંઈ ખૂબી જોવા મળે. ખુબીઓ જોવાનું થાય તો ખામીઓ જોવાનું ટળે, ખામીઓ જોવાનું ટળે તો સ્થપાયેલા પ્રેમ-વાત્સલ્યના સંબંધો જળવાઈ રહે. નહીંતર તો એ સંબંધો તૂટીને શત્રુતા ઊભી થઈ જાય છે. અને તો પછી સર્વ જીવો સાથે મૈત્રીસંબંધ તો કેટલો દુષ્કર થઈ જાય ? મૈત્રીભાવનાને અખંડિત રાખવા માટે બીજાઓની ભૂલોને ભૂલવી જ પડશે. એ માટે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે... ૧૨૭ સત્ત્વ વિકસાવવું જ પડશે, કારણ કે અન્યની ભૂલ એ ભૂલી જવા યોગ્ય ચીજ હોવા છતાં એને ભૂલવી એ ઘણું જ કઠિન કાર્ય છે. સેન્ટ હેલીના ટાપુમાં કેદ કરાયેલી શહેનશાહ નેપોલિયન, છેલ્લા દિવસોમાં જ્યારે પરમાત્માને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે, એના સાગરીતે કહ્યું કે “જ્યાં સુધી તું નેલ્સનને શત્રુ માની રહ્યો છે, જ્યાં સુધી તું એને માફી આપતો નથી, ત્યાં સુધી તારી પ્રાર્થનામાં દમ આવવાનો નથી. તું એને માફ કરી દે, તું એને ભૂલી જા, અને પછી જો કેવી પ્રાર્થના થાય છે !” એના પર નેપોલિયને કહ્યું હતું કે, "I can forgive him, but I can't forget him." “હું એને માફ કરી શકું છું.” પણ હું એને ભૂલી શકતો નથી, જેની ડિક્ષનેરીમાં Impossible શબ્દ ન હતો, એ નેપોલિયન માટે પણ સામાની ભૂલને ભૂલી જવી એ એક અશક્ય બિના હતી. માટે પરાક્રમ તો જોઈશે જ. ઘણું જ જોઈશે, પણ તો જ આનંદના અફાટ સમુદ્રમાં મજા માણવાની મસ્તી મળશે. જાજવલ્યમાન ભવ્ય ઈનામો કાંઈ પરાક્રમ વિના પ્રાપ્ત થતાં નથી. સમુદ્રમંથન ફરવા જ્યારે અમૃત અને ઝેર બન્ને બહાર આવ્યા. | ત્યારે શંકરજીએ કહ્યું- દુનિયાને અમૃત આપો અને મને મેર.. હું મેરને પચાવી ઈશ, જે સ્વયં ઝેર પીને દનિયાને ગમત આપે એ શંકર ભગવાન બની જાય છે, સંગમના ઘોર પિસગને સહન કરીને પડ્યા પ્રભ વીરે તો સંગમને કરુણા જ આપી હતી ને ! મને ક્ષમા, પ્રેમી, પ્રમોદ, કરુણાનું અમૃત જોઈએ. પણ હું તો લોકોને વેર, ઈર્ષ્યા વગેરેનું ઝર જ આપીશ... આવું કરનારો શંકર નથી હોતો, પણ સાપ જ હોય છે, જે દૂધ પીને પણ શેર વિસાવે છે, યાદ રાખવું જોઈએ : શંકરજીને જ દુનિયાના પ્રેમ અને પૂજા મળે છે, સાપને તો વિરરકાર અને કેડા જ તક કરો For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ '11. ફઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ | નિશાળમાં ઇન્સ્પેકશન ચાલી રહ્યું હતું. ઈન્સ્પેકટર સાહેબ ગુજરાતી વ્યાકરણ અંગેના પ્રશ્નો પૂછી રહ્યા હતા. એક વિદ્યાર્થીને ઊભો કરીને તેમણે પૂછયું કે “બોલ, કર્તરિ પ્રયોગ કોને કહેવાય ? અને કર્મણિ પ્રયોગ કોને કહેવાય ?' ચતુર અને વાચાળ વિદ્યાર્થીએ તુરત જવાબ આપતાં જણાવ્યું કે “સર ! જેનાથી પોતાને કંઈક જશ મળશે, વાદ્વાહ મળશે એવું લાગતું હોય તેવા સારા કામનું નિવેદન કરવા માટે માણસ મોટે ભાગે જે સાહજિક વાક્યપ્રયોગ કરે છે તે કર્તરિ પ્રયોગ હોય છે, અને એનાથી વિપરીત કોઈ ગુનારૂપ કાર્ય કર્યું હોય તો તેના નિવેદન માટે જે સાહજિક પ્રયોગ ઘણુંખરું થઈ જાય તે કર્મણિ પ્રયોગ હોય છે.” વિદ્યાર્થીએ માનવમનની કેવી સચોટ રજૂઆત કરી ! “આ વસ્ત્ર મેં સીવ્યું છે.” “આ ચિત્ર મેં દોર્યું છે.” “હા, તમારી એ પ્રશંસા મેં કરી હતી' ઇત્યાદિ બાબતોમાં સહજ રીતે કર્તરિ પ્રયોગ કરી નાખનારો માણસ “આ કપડું મેં ફાડી નાખ્યું “આ ચિત્ર મેં બગાડી નાખ્યું “હા તમારી એ નિંદા મેં કરી હતી ઇત્યાદિ કર્તરિ પ્રયોગો, પોતાના એ ગુનાની કબૂલાત કરતી વખતે ય સહજ રીતે બોલી શકતો નથી. પોતે કંઈક ભૂલ કરી છે કે હવે એનો એકરાર કરવાનો છે એવા અવસરે મોટે ભાગે કર્મણિપ્રયોગ જ થઈ જાય છે. “આ વસ્ત્ર મારાથી ફાટી ગયું.” “આ ચિત્ર મારાથી બગડી ગયું.” “હા, કદાચ મારાથી નિંદા થઈ ગઈ હશે” એવો જ વચનપ્રયોગ જીભ પર આવે છે. પોતે સાવ બેદરકારી રાખીને કપ ફોડી નાખ્યો હોય, તો પણ “મારાથી કપ ફૂટી ગયો’ એવું એ બોલે છે, “મેં કપ ફોડી નાખ્યો' એવું વચન ઉચ્ચારવા માટે જાણે કે જીભ તૈયાર જ થતી નથી. હા, થોડી નફફટાઈ કે બેફિકરાઈ આવી હોય, ને એથી એમાં એને કંઈ ભૂલ જેવું જ ન લાગતું હોય, ઉપરથી મોટી ધાડ મારી ન હોય એવું લાગતું હોય, તો “હા, તમારી એ નિંદા મેં કરી હતી. (શું કરી લેવાના છો ?'' ઇત્યાદિ કર્તરિ પ્રયોગ હજુ થઈ શકે છે, પણ જ્યાં પોતે કંઈક ખોટું કર્યું છે, એવો ભાસ થાય છે ને એ અંગે કંઈક ફિકર થાય છે, એવા સ્થાને મોટે ભાગે કર્મણિપ્રયોગ જ થાય છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ ૧૨૯ આનું કારણ સ્પષ્ટ છે કે મેં કપ ફોડી નાખ્યો' એવું બોલવામાં પોતાની ભૂલ મોટી હોવી પ્રતીત થાય છે, જ્યારે “મારાથી કપ ફૂટી ગયો' એવું બોલવામાં પોતાની ભૂલ કંઈક નાની-ક્ષન્તવ્ય હોવાની પ્રતીતિ થાય છે. એમાં કંઈક રાહત અનુભવાય છે. ભૂલનો સ્વીકાર કરી લેવાની હિંમત કેળવનારની પણ પોતાની ભૂલ મોટી હતી’ એવી પ્રતીતિ માટે તૈયારી હોતી નથી. પોતાની ભૂલ મોટી છે. એવું માણસ બહુધા મહસૂસ જ કરી શકતો નથી. પોતાની ભૂલ પોતાને નાની જ લાગે છે. મિત્રને જેલ થયેલી જાણીને બીજો મિત્ર જેલમાં મુલાકાતે આવ્યો. કેમ દોસ્ત ! તને કાંઈ જેલની સજા થઈ ?” “અરે યાર ! શું કહું ? એક નાની-શી ભૂલ થઈ ગઈ ને સરકારે જેલની સજા ઠોકી દીધી.” “નાની-શી ભૂલમાં ?” “હાસ્તો, નાની જ ભૂલમાં ને !” “શું નાની ભૂલ થઈ હતી ? “જો ને યાર, બેંકમાંથી ઑફિસના લાખ રૂપિયા ઉપાડેલા તે ઑફિસમાં લઈ જવાને બદલે બાજુમાં જ આવેલા મારા ઘરે લઈ ગયો, એટલામાં તો સરકારે કેદ ફટકારી દીધી.” હા, આ પણ એક અનાદિની ચાલ છે, કે જીવને પોતાની પહાડ જેવી ભૂલ પણ રાઈના દાણા જેવી નાની લાગે છે ને બીજાની રાઈના દાણા જેવી નાની ભૂલ પણ પહાડ જેવી મોટી લાગે છે. (તેથી બીજાની ભૂલ પર, તેં કપ ફોડી નાંખ્યો એમ કર્તરિ પ્રયોગ કરે છે, પણ “તારાથી કપ ફૂટી ગયો’ એમ કર્મણિપ્રયોગ લગભગ નહીં.) આ જ કારણ છે કે જેથી પોતાની ભૂલ એને નીગ્લેક્ટ કરવા જેવી લાગે છે જયારે સામાની ભૂલ એવી લાગતી નથી. એટલે પોતાની ભૂલ વખતે માનવ બચાવ કરવાનો પ્રયાસ કરે છે ને અન્યની ભૂલ વખતે કબુલાત લેવાનો પ્રયાસ કરે છે. એ વખતે આટલો વિચાર આવતો નથી કે જેમ મને મારી ભૂલ નેગ્લીજીબલ લાગે છે એમ એની ભૂલ નેગ્લીજીબલ લાગે છે. એક ગરીક ફિલોસોફરે કત્વ છે કે જો કોઈ તમને કપકો આપે તો તરત વીકારી લ્યો અને એને કહો કે હજ તો તમે મને પહેપરો ઓળખત નથી. જો તમે મને વધારે ઓળખશો તો તમને આના ક૨તાં માં પણ વધારે છકો આપવા જેવું લાગશે... For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ - હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં માટે મારે એની ભૂલની કબુલાત કરાવવા પ્રયાસ કરવો ન જોઈએ. નહીંતર હું કબુલાત કરાવવા પ્રયાસ કરીશ ને એ બચાવ કરવા પ્રયાસ કરશે. એમાંથી સંઘર્ષ, સંક્લેશો ને શત્રુતા પેદા થશે. શત્રુતાથી બચવા માટે આ અનાદિની ચાલને તિલાંજલિ આપવી પડશે. પોતાની ભૂલને નાની નહીં પણ મોટી માનવી, નેગ્લીજીબલ નહીં પણ રિમાર્કેબલ માનવી, સામાની ભૂલ માટે આનાથી વિપરીત માન્યતાવાળા થવું એ સંક્લેશ રોકવા માટે ઘણું આવશ્યક છે. એટલે જ પોતાની ભૂલનો બચાવ ન કરવો પણ કબુલાત કરી લેવી અને સામાની ભૂલની કબુલાત ન કરાવવી એ શત્રુતાને ફેલાતી અટકાવી મીઠા સંબંધો વધારવાની અસરકારક ચાવી છે. આ દુષ્કર નહીં, અતિદુષ્કર છે, કેમકે પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં અહંકારને તોડવો પડે છે. કાયાને તોડી નાખવી હજુ સહેલી છે, પણ અહંકારને તોડવો સહેલો નથી. એક વાર જુદી જુદી ભાષાઓના સાક્ષરો ચર્ચાવિચારણા માટે ભેગા થયા હતા. એમાં વાત નીકળી કે દરેક ભાષામાં કઠિનમાં કઠિન વાક્ય કયું છે ? એટલે તરત એક સન્માનનીય બુઝર્ગ વિદ્વાને કહ્યું કે, “માણસને કોઈપણ ભાષામાં બોલવું જે અતિ કઠિન લાગે છે તે વાક્ય આ છે કે મારી ભૂલ થઈ. દરેક ભાષામાં સૌથી ઓછો પ્રયોગ આ વાક્યનો થાય છે. એના પરથી જણાય છે કે એ જ કઠિનતમ વાક્ય છે.” આમ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવો એ દુષ્કર કાર્ય છે. માટે જ પોતાની ભૂલને જે સ્વીકારી લે છે એ મહાન બને છે. માટે જ એની પ્રત્યે અન્ય જીવોને એક પ્રકારનું આકર્ષણ અને સદ્ભાવની લાગણી ઊભી થાય છે. આના કારણે વિરોધી વ્યક્તિ પણ પોતાની બની જાય છે. ક્યાંક વાંચવા મળેલો એક કિસ્સો યાદ આવે છે. એક શહેરની બહાર એક બહુ વિશાળ રમણીય ઉદ્યાન હતું. ત્યાંનું વાતાવરણ ઘણું જ ખુશનુમા હતું. લોકો સાંજના સમયે ફરવા આવે ને તાજગી અનુભવે. બાકીના સમયે એટલી અવરજવર ન રહેતી. એક મહાશય પોતાના નાના શિકારી કૂતરાને લઈને રોજ મોનીંગવૉક માટે આવે. બંધન કોઈને ગમતું નથી. એટલે એ કૂતરો સાંકળના બંધનને ઇચ્છતો નહીં. તેથી, બાંધ્યા વગર કૂતરાને લઈ જવાનો નિષેધ હોવા છતાં એ મહાશય કૂતરાને બાંધ્યા વગર લઈ જતા, કેમકે સવારે લોકોની For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. ૧૩૧ ખાસ હેરફેર રહેતી નહોતી. એક વાર એક પોલીસમેન તેમને જોઈ ગયો. “કેમ મિસ્ટર ! સાંકળ બાંધ્યા વિના કૂતરાને ફરવા લાવીને તમે શું વિચાર્યું છે ? આ કાયદાનું ઉલ્લંઘન છે તે તમે જાણો છો ? પોલીસે સત્તાવાહી સૂરે બોલવાની ખણજને સંતોષી. “હા, હું જાણું છું, પણ મારો કૂતરો કોઈને હેરાન કરે એવું હું માનતો નથી.” એ સજ્જને સ્વબચાવ કર્યો. “તમે શું માનો છો ને શું નથી માનતા એની સાથે કાયદાને કોઈ નિસ્બત નથી. રખે ને કોઈ બાળકને કરડી જશે તે ? આ વખતે જવા દઉં છું, પણ બીજી વાર જો તમને જોઈશ તો કોર્ટમાં હાજર થવું પડશે.” થોડા દિવસ તો એ સજ્જને પોલીસની વાતનો અમલ કર્યો. પણ કૂતરાને પટ્ટો ગમતો નહોતો. એ પટ્ટો નાખવા દેવા માટે ઘણી આનાકાની કરતો. એટલે થોડા દિવસો બાદ એ ભાઈ કૂતરાને વગર બંધને લઈને ફરવા લાગ્યા. પુનઃ એક દિવસ પોલીસની નજરે ચડ્યા. પણ એ સજ્જનમાં બે પૈસાની અક્કલ હતી... સમજદાર હતા એ.. એટલે, દૂરથી જ પોલીસની નજર પડી કે તરત ભાગવાનો કે છૂપાઈ જવાનો પ્રયાસ ન કરતા સીધા જ પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસ એને ખખડાવી નાખે એ પહેલાં જ પોતાના ગુનાનો એકરાર કરતાં બોલ્યા કે, “હું અપરાધી છું. થોડાક દિવસો પૂર્વે જ તમે મને ચેતવણી આપી હતી. છતાં હું આજે રેડહેન્ડેડ પકડાઈ ગયો છું. મારી પાસે કોઈ બચાવ નથી. હું મારા ગુનાને સ્વીકારું છું.” પોલીસે આ જેવું સાંભળ્યું કે એ અચંબો જ પામી ગયો. હવે તો આને પકડી લઉં, ભાગવા પ્રયાસ કરે તો ય ન છટકવા દઉં, ગુનાની કબુલાત પણ કરાવું જ..... આવો બધો મનમાં જે જુસ્સો આવેલો તે શાંત પડી ગયો. ગુનાની કબુલાત માટે એણે જે કાંઈ વિચારી રાખેલું હતું તે તો હવે બોલવાનું રહ્યું જ નહીં. ઉપરથી એણે તો કહ્યું “ઠીક છે, આજુબાજુ કોઈ ન હોય ત્યારે આવી લાલચ થઈ જાય એ હું સમજું છું.” “સાચી વાત છે, મને પણ આવી લાલચ થઈ આવી. પણ એમાં કાયદાનો તો ભંગ જ છે.” મહાશયના આ કથન પર વધુ સહાનુભૂતિવાળા થઈને પોલીસે કહ્યું કે “પણ આવો નાનો કૂતરો કોઈને ઈજા કરવાનો નથી.” “છતાં સંભવે છે. એ ક્યારેક કોઈને કરડી પણ લે....” “તમે ચિંતા ન કરો, જુઓ, એવી જગાએ ફેરવજો કે મારી નજર ન પડે.” એમ ઉપરથી રજા આપીને સિપાઈએ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ . હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં વિદાય લીધી. જ્યારે એક વ્યક્તિ કોઈ ભૂલ કરે છે ત્યારે સાહજિક રીતે એ ભૂલનો બચાવ કરવો, ઇનકાર કરવો' એ, એ વ્યક્તિનો પક્ષ બની જાય છે. અને “એ ભૂલની કબુલાત કરાવવી” એ સામી વ્યક્તિનો પક્ષ બની જાય છે. સામાન્યથી બન્ને વ્યક્તિ પોતપોતાના પક્ષના વિજય માટે પ્રયાસ કરે છે. જેના કારણે સંઘર્ષ પેદા થાય છે. બન્ને પક્ષે જીભડીનું જો જોર હોય, અને વિવેક જો કમજોર હોય તો સામાન્ય ભૂલમાંથી પડેલા આ બે પક્ષ ક્યાં જઈને અટકે એ કલ્પી શકાતું નથી. આના બદલે ભૂલ કરનાર વ્યક્તિ જો પહેલેથી જ સ્વભૂલનો સ્વીકાર કરી લે છે, તો એનો અર્થ એ થાય કે એ વ્યક્તિ સામાના પક્ષમાં બેસી ગઈ. “એ વ્યક્તિ મારા પક્ષની બની ગઈ.” એવી પ્રતીતિ થવાથી સામી વ્યક્તિને એના પર લાગણી થાય છે. તેમજ મોટો ભાગ સ્વભૂલનો સ્વીકાર નથી કરતો એવી જે વાસ્તવિકતા છે એના કારણે, આ જયારે સ્વભૂલનો સ્વીકાર કરી લે છે ત્યારે “આ મોટાભાગના જીવો કરતાં વિશિષ્ટ છે.” એવો એક સદ્ભાવ સામી વ્યક્તિના દિલમાં ઊભો થાય છે. વળી પોતાના પક્ષનું જે કાર્ય હતું કે, “સામાની ભૂલનો એકરાર કરાવવો' એ તો થઈ ગયું. એટલે હવે એ સામી વ્યક્તિને પોતાનું કોઈ કાર્ય ન રહેવાથી ભૂલ કરનારનું કાર્ય એ કરવા માંડે છે. આમેય ભૂલ કરનાર વ્યક્તિ પોતાના પક્ષમાં ભળી ગઈ એટલે એના પક્ષમાં ભળવાનું એક અંદરથી ખેંચાણ તો ઊભું થયું હોય છે જ. એટલે ભૂલ કરનારો જેમ જેમ પોતાની ભૂલનો સ્વીકાર કરતો જાય છે તેમ તેમ આ સામી વ્યક્તિ એની ભૂલનો બચાવ કરતી જાય છે. તેથી કોઈ જ બોલાચાલી કે સંઘર્ષ તો નથી થતાં, પણ ઉપરથી પ્રેમ, સંભાવ ને આદર વધે છે, જેના કારણે ભવિષ્યમાં એવી ભૂલ ન થાય એની કાળજી રખાય છે. આ જ રીતે એકની ભૂલ પર જ્યારે સામી વ્યક્તિ ગમ્ ખાઈ જાય છે, એની ભૂલને જાણવા છતાં એનો સ્વીકાર કરાવવા કોઈ જ 'પ્રયત્ન નથી કરતી, એટલું જ નહીં એ અંગેની કોઈ જિજ્ઞાસા કે આતુરતાય નથી દેખાડતી, જાણે કે કોઈ ભૂલ જ નથી થઈ, એ રીતે વર્તે છે ત્યારે ભૂલ કરનાર વ્યક્તિના દિલમાં પણ આ સામી વ્યક્તિ પર એક ઊંડો અહોભાવ પ્રગટે છે. સાસુના દેખતાં વહુથી જ્યારે ભૂલ થઈ જાય For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. છે ત્યારે વહુના દિલમાં પણ થડકારો પેસી જાય છે. ‘હમણાં સાસુ ખીજાશે તો હું શું બચાવ કરીશ ?” એની પેરવીમાં એ પડે છે. એ વખતે જાણવા છતાં જો સાસુ ખામોશ રહે છે ત્યારે વહુના દિલમાં અવનવા ભાવો સ્થાન લે છે. ‘હમણાં તડુકશે’ ‘હમણાં કંઈક સંભળાવશે’ એવી વિચારણા અને ભયની કલ્પનામાં રહેલી વહુની ધારણા જ્યારે વાસ્તવિકતા નથી બનતી ત્યારે નિર્ભયતા આવવાથી તેમજ “મારાં સાસુ ગંભીર છે, ઉદારમના છે, એમ કાંઈ તડકાવી નાખે એવાં નથી.’ એવો સદ્ભાવ વહુના દિલમાં ઊભો થયો હોવાથી વહુ સ્વયં સાસુના પગમાં પડીને પોતાની ભૂલનો સ્વીકાર કરી લે છે. આપણી આસપાસ રહેલાં જીવો કાંઈ સાવ નાલાયક કે લાગણીશૂન્ય હોતાં નથી. ‘સામાની ભૂલ થઈ, એટલે એની કબૂલાત કરાવવી જ' એવી માનવસહજ લાગણીને આપણે રોકી, તો, ભૂલનો સ્વીકાર ન કરવો એવી માનવસહજ લાગણીને સામી વ્યક્તિ પણ દબાવશે. તેથી સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં... ભૂલના સ્વીકાર રૂપ કાર્ય થઈ જવા છતાં કોઈ કડવાશ કે અંતર ઊભાં નહીં થાય. આમ સ્વભૂલનો સ્વીકાર કરી લેવાથી જે પરસ્પર આદરભાવની વૃદ્ધિ વગેરે શુભ પરિણામ આવે છે તે સામાની ભૂલને ગળી જવાથી પણ આવે છે. આનાથી વિપરીત સ્વભૂલનો સ્વીકાર ન કરવાથી અને સામાની ભૂલનો સ્વીકાર કરવાનો પ્રયાસ કરવાથી સંઘર્ષો ઊભા થાય છે, સામસામી દલીલો ને તર્કો ચાલે છે. એમાંથી સાચા-ખોટા આક્ષેપોની શરૂઆત થાય છે, યાવત્ ક્યાં સુધીનું ભયંકર સ્વરૂપ ધારણ થાય તે કહી શકાતું નથી. માટે જેણે સંઘર્ષોથી બચવું હોય, ક્લેશ અને કજિયાથી છૂટવું હોય, પરસ્પર સ્નેહ અને આદરથી જીવવું હોય તેણે આ સૂત્ર અપનાવવું જોઈએ કે સ્વભૂલનો તુરંત સ્વીકાર કરવો અને સામાની ભૂલનો સ્વીકાર કરાવવા કોઈ પ્રયાસ ન આદરવો. નવસારીના એક ડોસાનો ખ્યાલ છે. એને નિયમ છે કે ભાણે જે પીરસે ને જેવું પીરસે તે ખાઈ લેવાનું. ભોજન કરતી વખતે કે પછી પણ કાંઈ જ કહેવાનું નહીં. એક વાર જમવા બેસેલા. પુત્રવધૂએ એક રોટલી પીરસી ને કંઈક બીજા કામમાં પરોવાઈ ગઈ. એ પછી સીધા ભાત પીરસી દીધા. સસરા તો ખાઈને ઊભા થઈ ગયા. પાછળથી વહુને ખ્યાલ આવ્યો. ‘બાપા ! માફ કરજો, આજ ભૂલ થઈ ગઈ.' For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪, હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં “ના, ના બેટા ! એમાં શું ભૂલ ? એ તો કંઈક કામ આવ્યું હશે. તેથી થઈ જાય.” “પણ તમારે ભૂખ્યા રહેવું પડયું ને !” “એની કોઈ ચિંતા ન કરશો, સાંજ ક્યાં નથી પડવાની ?” સસરા દિલમાં કેવા વસી જાય ? દેવની જેમ પૂજાવું છે ? ચા મોળી આવી, દાળમાં મીઠું ડબલ પડી ગયું છે, કાંઈ જ ના બોલો. માણસને આદરપાત્ર બનવું છે, સહવર્તીઓમાં પ્રિય બનવું છે ને એ માટેના કોઈ ઉપાયોને અજમાવવા નથી, થોડો પણ ભોગ આપવો. નથી..... આ તે કેવી વિચિત્રતા ? ટી.વી. બગાડી નાખનારા પુત્રને ધમકાવી ધમકાવી રોવડાવવાથી કાંઈ ટી.વી. સુધરી જવાનો નથી, એવું જાણવા છતાં પિતા પિત્તાને ફાટતાં અટકાવી શકતો ન હોય, નોકરથી તૂટી ગયેલું ઘડિયાળ, ન સંભળાવવાનાં કટુ વેણ સંભળાવવાથી કાંઈ કાર્યાન્વિત થવાનું નથી એવું જાણવા છતાં શેઠ જીભને કાબૂમાં રાખી શકતો ન હોય, તો એ પિતા કે શેઠ અત્યંત આદરપાત્ર બનવાની અપેક્ષા શી રીતે રાખી શકે ? માણસ આ નથી જાણતો કે સામાન્ય પરિસ્થિતિમાં અન્યની સાથે કરેલાં મીઠાશભર્યા વર્તનોથી જે લાગણી ઊભી થાય છે એના કરતાંય આવા પ્રસંગોએ ખામોશ રહી જવાથી જે લાગણી ઊભી થાય છે તે વધુ ઘેરી હોય છે ને વધુ ચિરંજીવી હોય છે. મુંબઈના પરામાં રહેતા મધ્યમ વર્ગના એક સંયુકત કુટુંબની આ વાત છે. વિધવા મા, ચાર સંતાનો ને તેમનો પરિવાર. કુલ સત્તર સભ્યોનું કુટુંબ, નાના નાના ત્રણ રૂમ કીચનના બ્લોકમાં રહે. મેમ્બરો ઘણા, જગ્યા ટૂંકી, ભીંસ ઘણી પડે. પણ નિરૂપાય હતા, બીજી જગ્યા લેવાની સગવડ નહોતી. ચાર ભાઈઓમાંથી ત્રીજો ભાઈ એજીનીયર હતો ને એક મોટી કંપનીમાં સર્વિસ કરતો હતો, એમાં એની નોકરીની ગ્રેડ વધતાં કંપની તરફથી એક રૂમ, કીચનના સેલ્ફ કન્ટેઇન્ડ બ્લોકની સગવડ ઉપલબ્ધ થઈ. એટલે એણે પત્નીને વાત કરી કે હવે આપણે ત્યાં રહેવા જઈએ. ત્યારે પત્નીએ ઘસીને ના પાડી દીધી. “પણ આ ઘરમાં કેટલી ભીડ છે, મુશ્કેલીઓ છે. આપણે ત્યાં જઈએ એટલે આપણને પણ મોકળાશ ને ભાઈઓને પણ મોકળાશ.” ગ્રેજ્યુએટ પત્નીના નિષેધથી આશ્ચર્ય પામેલા પતિએ કહ્યું. પણ પત્નીએ પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, “તમારી વાત સાચી છે. ભીડ અને મુશ્કેલીઓ અહીં ઘણી જ છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. ૧૩૫ બધું જ ચોવીસેય કલાક જાણે કે છાતી ને છાતી પર રહે છે. પણ તોય મારી જુદા રહેવા જવાની ઇચ્છા નથી.” ઘરમાં નિદ્રા સિવાયના અલ્પકાલીન અવસ્થાનમાં પણ પોતે કેટલો ત્રાસી જાય છે એના વર્ણન સાથે પતિએ જ્યારે ખુબ આગ્રહ કર્યો, ત્યારે પત્નીએ ઘટસ્ફોટ કર્યો કે “જો બા સાથે રહેવા આવતાં હોય તો હું તૈયાર છું. બા ન આવે તો હુંય ન આવું.” ચારેય વહુઓને સાસુ પ્રત્યે સારો આદર-બહુમાનભાવ છે એ તો પતિઓ જાણતા હતા, અને સારા સંસ્કારવાળી પત્નીઓ આપણને મળી એમ માનીને જાતને ભાગ્યશાળી માનતા હતા. પણ વહુઓને બા પ્રત્યે આટલું બધું આકર્ષણ છે એ જાણીને તો એ એજીનીયર અત્યંત તાજુબ થઈ ગયો. આવા તીવ્ર આકર્ષણનું કારણ પૂછવામાં આવો જવાબ મળ્યો કે, “જુઓ, અમને ચારે વહુઓને બાનું ખૂબ આકર્ષણ કેમ છે ? એ કાંઈ સ્પષ્ટ સમજાતું નથી, તેમ છતાં ક્યારેક હુંય વિચારમાં પડી જાઉં છું ત્યારે એવું લાગે છે કે આ ઘરમાં મને આવ્યાને લગભગ ૧૦ વર્ષ થવા આવ્યાં, પણ ક્યારેય બાએ મને મેણું માર્યું હોય, મારાં પીયરીયાં પર કટાક્ષ કર્યો હોય કે કોઈ ભૂલ પર ચારની વચમાં ધમકાવી નાખી હોય એવું મને ખ્યાલમાં નથી. ઉપરથી ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ હોય અને તેથી દેરાણી-જેઠાણી કંઈ કંઈ બોલવા લાગી હોય તો બા, એ ભૂલને પોતાના માથે લઈ લે છે અને જે કાંઈ કહેવું હોય તે મને કહો એમ કહી મને એ બાબતમાંથી મુક્ત કરી દે છે. આવું જ દરેક વહુઓ માટે છે. કોઈપણ વહુની ભૂલ કેમ ન હોય, જો કોઈપણ રકઝક શરૂ થાય તો એ ભૂલને ગમે તે રીતે પોતાને માથે લઈ લેવાની બાની આ જે કલા છે, એણે જ અમારા દિલને પણ લઈ લીધાં લાગે છે.” ત્રણ પુત્રોને છોડીને અન્યત્ર જવા બા તૈયાર નહોતાં, ખરેખર, ભયંકર હાડમારીઓ વેઠીને પણ એ એજીનીયરની પત્નીએ એ સાંકડા ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. परस्पर मेल है तो जीवन एक खेल है, मगर... परस्पर जो मेल नहीं, तो जीवन एक जेल है । બધાનું દિલ જીતવું...પણ કોઈનું દિલ ન તોડવું એ મહત્ત્વનું છે. એક શાયરે કહ્યું છે.. मन्दिर तोडो मस्जिद तोडो, तोडो मखमल का धागा, मगर किसीका दिल न तोडो, यह है घर खुदा का । For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં જોકે અહીં મન્દિર-મસ્જિદ તોડવાની વાત નથી, પણ કોઈનું દિલ તોડવું એ કોઈપણ હાલતમાં ઉચિત નથી એ વાત પર જોર આપ્યું પુત્રે ટી.વી. બગાડી નાખ્યો, નોકરે ઘડિયાળ તોડી નાખ્યું, વહુએ ઘી ઢોળી નાખ્યું, આવા આવા બનાવોમાં ટી.વી. બગડી જવો વગેરે જે નુકશાન હોય છે એના કરતાય ત્રાદિનું દિલ બગડી જશે-સ્વપ્રત્યેનો સદ્ભાવ ઘટી જશે એ નુકશાન ઘણું ભયંકર હોય છે. માટે પુત્રાદિને ખખડાવ્યા કરવું એ એક, પુત્રાદિની ભૂલ કરતાં ય વધુ મોટી ભૂલ છે. પિતા, શેઠ સાસુ આવી ભૂલ વારંવાર કરે છે ને પછી ફરિયાદ કરતાં ફરે છે કે છોકરો મારું કહ્યું માનતો નથી.” “નોકરને મારા પ્રત્યે કોઈ વફાદારી કે કૃતજ્ઞતા નથી.” “વહુને મારા પ્રત્યે કોઈ ભક્તિ કે આદર નથી.” પોતાનાથી ઘીની પાડીને પગની ઠેસ લાગી ગઈ હોય અને ઘી ઢોળાઈ ગયું હોય ત્યારે, “અરે ! વહુ ! આ ઘીની પાટુડી આમ રસ્તામાં જ્યાંત્યાં મૂકાતી હશે ? જુઓ, આ પગમાં આવી ને ઘી ઢોળાયું.” આવું બોલનારી સાસુ જ્યારે ઘીની પાટુડી પોતાનાથી વચમાં રહી ગઈ હોય અને વહુના પગથી કેસ લાગીને ઘી ઢોળાઈ જાય ત્યારે એમ સંભળાવે કે “તમારા પીયરીયાએ આટલું પણ શીખવાડ્યું નથી કે ઘરમાં નીચે જોઈને ચાલવું જોઈએ. રસોડામાં તો બે વસ્તુ અહીં પડી હોય ને બે અહીં..” તો એ સાસુએ આ સમજી રાખવું જોઈએ કે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાનું અભિમાન પોષવાનો ભલે તાત્કાલિક શુદ્ર લાભ મળી ગયો, પણ વહુના દિલમાંથી પોતાનું સ્થાન ગુમાવી દેવાનું અને ભવિષ્યમાં પુત્ર જુદો રહેવા જાય એનું બીજ નાખવાનું મહાનુક્શાન પણ સાથે જ થઈ રહ્યું છે. એના બદલે આવા પ્રસંગોમાં આનાથી વિપરીત વલણ રાખનાર સાસુને ભલે તત્કાળ પૂરતું પોતાનું અભિમાન પોષવાનું સુખ ના મળે, પોતાની ભૂલ છે એમ કદાચ થોડા નીચા દેખાવાનું નુક્શાન પણ ભાસે, તોય વહુના દિલમાં બહુ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય અને પ્રાપ્ત થાય છે અને પુત્ર-પરિવાર જુદો થવાના દુઃખની નોબત ક્યારેય નથી આવતી.... આ સુખ શું ઓછું છે ? સંઘર્ષોથી બચવું છે ? કડવાશ અને અપમાનથી રહેવાનું ટાળવું છે? પરસ્પર પ્રેમ અને સદ્ભાવથી રહેવું છે? એકબીજાનું દિલ એકબીજા For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. પાસે કોઈ જ પ્રકારના ભેદભાવ, કપટ કે શંકા વિના ખોલી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ કરવી છે ? મનને ફોરું રાખીને જીવવું છે ? આ અને આવી અન્ય ઇચ્છાઓ જેને હોય તેણે આવું બધું કરવું આવશ્યક છે કે “સામાની ભૂલ જોવી નહીં, જોવાઈ ગઈ હોય તો યાદ કરવી નહીં, સંભળાવવી નહીં કે એનો સ્વીકાર કરાવવા પ્રયાસ કરવો નહીં. પોતાની ભૂલનો તરત સ્વીકાર કરી લેવો, બચાવ ન કરવો.” સામાની ભૂલ જોયા કરવી વગેરે દરેક પ્રવૃત્તિઓ સંક્લેશનું મૂળ છે. તેથી એના પર Full stop મૂકશો એટલે સંક્લેશો અને સંઘર્ષો પર આપોઆપ Full stop લાગી જ જાય.. મારતી હોય કે મર્સીડીઝ... જ્યાં સુધી તમે એક્સીલેટર દબાવ્યા કરશો.... ગીયર બદલતા રહેશો... ગાડી સડસડાટ દોડતી જ રહેશે.. અને જેવી તમે બ્રેક લગાવો છો.... ગાડી સ્વયં અટકી જશે..... હવે, આ જ વિચારણામાં આનાથી પણ આગળ વધીએ. પોતાની ભૂલ હોય તોપણ બીજા પર ઢોળી દેવી એ માનવસહજ પ્રવૃત્તિ છે, અનાદિની ચાલ છે. આને ટોપલા મહોત્સવ કહે છે. ઈન્દિરાજી કહેતાંમારો કોઈ વાંક નથી. જનતા પાર્ટીએ ચાલબાજી કરી.. મોરારજી કહે છે-ચરણસિંહની ગદારીએ મારી ખુરશી હલાવી..... રાજીવ કહે છેવી.પી.એ. બોફોર્સના નામ પર મારી ખુરશી ઝૂંટવી લીધી. વી.પી. કહે છે-ભાજપે ગરબડ કરી...મુલાયમ કહે છે-હું તો મુલાયમ હતો. તિબેટની પોલીસ મિલિટ્રીએ કારસેવકોની ક્રૂર હત્યા કરી. હું બિલકુલ નિર્દોષ છું. ડાયમંડવાળા કહે છે-અમેરિકાની પાર્ટીઓ પાણીમાં બેસી ગઈ. ચીનવાળાએ બજાર ડાઉન કરી નાખ્યો, ગુનો અમારો નથી. દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો... આ ટોપલા મહોત્સવની સર્વત્ર બોલબાલા છે, કારણ કે એ જીવની અનાદિની ચાલ છે. અનાદિની દરેક ચાલ જીવો સાથેની શત્રુતાને અને જડ સાથેના રાગને વધારનાર છે અને એ રીતે જીવોને દુઃખી કરનાર છે. એટલે એનાથી વિપરીત પ્રવૃત્તિ જીવો સાથેની શત્રુતાને કાપી મૈત્રી વધારનાર છે અને જડ પરના રાગને ઘટાડનાર છે. તેથી પોતાની ભૂલને બીજા પર ઢોળવાની કાયરતા આચરવા કરતાં બીજાની ભૂલને પણ અવસરે પોતાના પર લઈ લેવાની - બહાદુરી કેળવવી જોઈએ. બીજા સેંકડો પ્રયાસોથી પણ એક વ્યક્તિના દિલમાં આપણા પ્રત્યે જે પ્રેમ અને સદ્ભાવ ઊભા થઈ શકતા નથી, For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં તે પ્રેમ અને સદભાવ આ પ્રવૃત્તિથી ઊભા થઈ જાય છે. બત્રીસ વર્ષની ઉંમરના એક શ્રીમંત સર્જનની પત્ની મરી ગઈ. મિત્રો અને સ્વજનોએ બીજી પત્ની કરી લેવા સલાહ આપી, આગ્રહ કર્યો. પણ સાવકી મા ઘરમાં આવે તો બિચારા પાંચ વર્ષના પુત્રનું શું થાય ? પોતાના સુખ ખાતર પુત્રને દુઃખી કરવા એ ઇચ્છતો નહોતો. એટલે એણે બીજીવારના લગ્નની વાતનો ઇનકાર કરી દીધો. એ પોતે જ પૂરી કાળજીથી છોકરાનો વિકાસ કરવા લાગ્યો. એમ બે વર્ષ વીતી ગયાં. પણ એ સજ્જનને લાગ્યું કે વેપાર વગેરે કારણે હું પુત્ર પાછળ ધ્યાન આપી શકતો નથી. વળી ગમે તેમ હોય એક માતૃહૃદયા સ્ત્રી બાળકનું જેવું સંસ્કરણ કરે એવું હું કરી શકતો નથી. તેથી પુત્રના યોગ્ય ઉછેર માટે પણ મારે પરણવું જોઈએ. એટલે પુનઃલગ્ન કરવાનો નિર્ણય કરી એણે છાપામાં જાહેરખબર આપી. એમાં જ ભેગી નોંધ આપી કે, “પૂર્વ પત્નીના પુત્રને સ્વપુત્રવત્ ગણીને માતૃપ્રેમ જે આપી શકે એવી સ્ત્રીએ જ આ લગ્ન માટે પ્રયાસ કરવો.” એક મધ્યમવર્ગની યુવતી આ જાહેરખબર વાંચી એમની પાસે આવી. આ સજ્જને મુખ્ય વાત આ જ કરી કે હું મારા સુખ માટે નથી પરણતો, પણ આ પુત્રના ભવિષ્ય માટે પરણું છું એ વાત તમારે બરાબર ખ્યાલમાં રાખવી પડશે. ત્યારે એ યુવતીએ બાંહેધરી આપી કે તમારે એ બાબતની કોઈ ફિકર ન કરવી. મારા સગા પુત્ર કરતાંય સવાયા વહાલથી એને રાખીશ. લગ્ન નક્કી થઈ ગયાં. આડોશી-પાડોશીએ એ સાત વર્ષના બાળકને આમ સમજાવ્યું કે “જો ભાઈ ! હવે તારા ઘરમાં તારી અપરમાં આવશે, એ તને કદાચ બહારથી ઘણો પ્રેમ દેખાડશે, ઘણું હેત ઊભરાવશે, પણ એ તારી સાચી મા નહીં, એ તો સાવકી મા જ, એનો પ્રેમ સાચો ન હોઈ શકે.” અનેક આડોશી-પાડોશીઓએ પોતપોતાની રીતે કરેલી વાત એ પત્રના મનમાં બરાબર ઠસી ગઈ. એના મનના આકાશમાં એક પૂર્વગ્રહ નામનો ગ્રહ ચકરાવા માંડ્યો. લગ્ન થઈ ગયાં. પત્ની અને માતા બનીને યુવતી ઘરમાં આવી ગઈ. એ પોતાના વચનને પાળવા કટિબદ્ધ હતી. પુત્રને સગી મા મળવાની પ્રતીતિ થાય, એવું ગમે તે ભોગે કરવાની એની ઇચ્છા હતી. એટલે એ જ રીતે એણે પ્રથમ દિવસથી જ પુત્ર પર પ્રેમ અને વાત્સલ્યનો ધોધ વહાવવા માંડયો. એક સગી માની જેમ પોતાના મોજશોખ, ઇચ્છા અને અંગત સ્વાર્થને ગૌણ કરીને એ બાળકનું ધ્યાન રાખવા લાગી. પણ સામેથી એવો પ્રતિસાદ ન મળ્યો. એ બાળક આ યુવતીને ‘મા’ કહેવા તૈયાર નહોતો. “એની પાછળનો મારો ભોગ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. ૧૩૯ હજુ ઓછો હશે, એક સગી મા જેવો નહીં હોય એમ સમજીને એ યુવતીએ વધુ ને વધુ ભોગ એની પાછળ આપવા માંડ્યો. પણ એ જેમ જેમ બાળકની વધુ કાળજી લેવા માંડી, તેમ તેમ બાળકના મનમાં વિપરીત જ અસર થવા લાગી. પીળિયો થયો હોય એને બધું પીળું જ દેખાય. બાળકની બુદ્ધિને પૂર્વગ્રહનો એવો પીળિયો લાગુ પડ્યો હતો કે યુવતીનો વધુ પ્રેમ જોઈને એ પાડોશીઓના શબ્દોને યાદ કરતો. “એ બધા કહેતા'તા એ સાચું હતું. સાચી મા નથી તો ય પ્રેમનો કેવો દેખાડો કરે છે. પણ હું કાંઈ એમ ફસાઈ જાઉં એવો નથી. એને સગી મા માની લઉં એવો ભોટ હું નથી.” પોતાની આ વિચારસરણીના કારણે એ તો યુવતીથી દૂર જ રહેતો. પુત્ર જેવી લાગણીઓ એ દેખાડતો નહીં. આથી એ યુવતીને ઘણું દુઃખ રહેતું. એણે વધુ કમર કસી. પણ એ બધું પૂર્વગ્રહના પત્થર પર પાણી રેડવા સમાન હતું. શરીરનું ગમે એટલું લાલન-પાલન કરાય, એ ક્યારેય જીવનું થતું નથી એમ એ પુત્ર એ માતાનો થયો નહીં. ક્યારેક જ્યારે પુત્ર આનંદમાં હોય ત્યારે એ વહાલસોયી માતા પ્રેમસભર મીઠી મીઠી વાતો કરતી અને કહેતી “પણ બેટા ! તું મને “મા” તો કહે, હું તારી “મા” જ છું ને !” ત્યારે તિરસ્કાર કરતાં એ પુત્ર કહેતો કે, “છસ્ તમે મારી મા શાનાં ? કાંઈ તમારા પેટે થોડો જભ્યો છું ?” ને કોડભરેલી એ માતાની આંખમાંથી અમૃધોધ મનોરથોનાં મહેલની સાથે જમીનદોસ્ત થતો, દિલને એક જબરદસ્ત આઘાત લાગી જતો. માનવી ઉપગ્રહ છોડી શકે છે, પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી ! કિન્તુ એ કર્તવ્યનિષ્ઠ નારી હતી. એણે ક્યારેય પુત્ર પર તિરસ્કાર ન કર્યો કે પુત્રની ઉપેક્ષા ન કરી. એકાંતમાં વહી જતા આંસુઓના ધોધ કરતાંયે વાત્સલ્યના ધોધને એણે વધુ તેજ બનાવ્યો. એમ ને એમ ચાર વર્ષ નીકળી ગયાં. પણ એ માતાની જે હરહંમેશ ખ્વાહિશ રહ્યા કરતી કે એનો પુત્ર એને “મા” કહીને બોલાવે, તે દરિદ્ર માણસની ઈચ્છાની જેમ પૂર્ણ ન થઈ. એક દિવસની વાત છે. ડ્રોઇંગ રૂમના ટેબલ પર રહેતું ફલાવર પૉટ છોકરાથી કંઈક તોફાન કરતાં નીચે પડી ગયું ને ફૂટી ગયું. એ એકદમ ભયભીત બની ગયો. એ જાણતો હતો કે અત્યંત ઝીણી ઝીણી સુંદર નકસીઓવાળી અને પૂર્વજોથી ચાલી આવેલી એ ફૂલદાની એના પિતાને પ્રાણસમી પ્યારી હતી. પિતાજી ગુસ્સે ભરાય ત્યારે શું નું શું કરી નાખે છે એનો પણ એને બરાબર ખ્યાલ હતો. એટલે સાંજે જયારે પિતાજી ઘરે આવશે ને મેં ફૂલદાની તોડી નાખી છે એ જાણશે ત્યારે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં કેવો ધીબેડી નાખશે એની કલ્પનામાત્રથી એ થરથરવા લાગ્યો. એક બહુ જ ઊંડી ભયની રેખા મુખ પર તરવરવા લાગી. વચલો એક કલાક જાતજાતની કલ્પનાઓમાં ને ત્રાસમાં એણે પસાર કર્યો. એનો ફફડાટ એની માતાએ જોયો હતો તેમજ પતિના ગુસ્સાને જીરવવા માટે છોકરો સમર્થ નથી એ પણ એ માતા બહુ સારી રીતે સમજતી હતી. પિતા આવ્યા ને એ પુત્રનો ફફડાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો. એ તો કબાટની પાછળ લપાઈ ગયો. હજુ તો છત્રી હાથમાંથી મૂકી નથી ને નજર ટેબલ પર ગઈ. ફૂલદાની ન દેખી, ને ગરજયા- ફૂલદાની ક્યાં ગઈ ? પત્રમાં એનો જવાબ આપવાની કોઈ હિંમત ન હતી, થોડીવાર સન્નાટો છવાયો. પિતાએ પુનઃ રાડ પાડી કેમ ફૂલદાની તૂટી ગઈ ? કોણે તોડી નાખી ?” પિતા ગુસ્સાથી કંપી રહ્યા હતા અને પુત્ર ભયથી. હમણાં આ સાવકી મા મારું નામ દઈ દેશે અને પિતાજી મને કબાટની પાછળથી બહાર ખેંચી કાઢશે અને પછી... પછી શું થશે ? એ ક્રૂજી ઊઠ્યો. બાજુ પર ઊભેલી એ યુવતી પતિનો ગુસ્સો ને પુત્રની ધડકન બને જોતી હતી. ને એનું માતૃત્વ ઊભરાઈ આવ્યું. એ તો હું ફૂલદાની જરા સાફ કરી રહી હતી ને મારા હાથમાંથી પડી ગઈ, ફૂટી ગઈ.” પતિના ગુસ્સાએ માઝા મૂકી. અર્જુનના ધનુષ્યમાંથી તીરની પેઠે એના હાથમાંથી છત્રી છૂટીને પત્નીના કપાલમાં જોરથી વાગી, પતિ તો ધમધમાટ કરતો બાજુના કમરામાં ચાલી ગયો. પત્નીને કપાળમાં ઊંડો ઘા થઈ ગયો. લોહીનો ફુવારો ઊડ્યો, ઘા પર હાથ દબાવીને એ જમીન પર બેસી ગઈ. પુત્રે કબાટ પાછળથી આ બધું જોયું હતું. એ દોડી આવ્યો. સહસા એના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મા ! મા ! તે મારે માટે કેટલું બધું સહન કર્યું ? જો ને.. આ કેટલું બધું લોહી વહી જાય છે. તું કેટલી દુ:ખી થઈ.” “મારા લાલ ! હું દુ:ખી નથી થઈ, હું તો મહાસુખી થઈ. તેં આજે મને ‘મા’ કહીને બોલાવી એની સામે આ લોહી વહી ગયું એની શું કિંમત ? બેટા ! આજે તો મારે પુત્રપ્રાપ્તિનો મહાન ઉત્સવ થયો.” અવર્ણનીય આનંદના અફાટ સાગરમાં ડૂબેલી માએ પુત્રને છાતીસરસો ચાંપીને કહ્યું. એ યુવતીની ચાર ચાર વર્ષની તનતોડ ને મનમોડ મહેનતથી જે પરિણામ સર્જાયું નહીં તે પરિણામ બાળકની ભૂલ પોતાના શિરે લઈને બાળકને ભયમુક્ત કર્યો એનાથી પ્રાપ્ત થઈ ગયું. પોતાની ભૂલને પણ જયારે મોટો ભાગ સ્વીકારવા તૈયાર નથી તો જે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. વ્યક્તિ અવસરે અન્યની ભૂલને પણ પોતાના માથે લઈ લે છે એ જરૂર મોટા ભાગ કરતાં જુદી વિશિષ્ટ તરી આવવાની અને આદરપાત્ર બનવાની. બીજાની ભૂલ પોતાને શિરે આવી પડે તોય ખરેખર ભૂલ કરનારનું નામ ન કહેતાં જે પોતે અપમાન વેઠી લે છે, ઠપકો સહી લે છે, અન્યનો આક્રોશ ઝીલી લે છે, અવસરે માર ખાઈ લે છે એ વ્યક્તિ, ભૂલ કરનાર વ્યક્તિ અને એ બાબતને જાણનાર અન્ય વ્યક્તિઓના દિલમાં એક ઊંડી અસર પાડે છે. અનેક સુંદર કાર્યો કરવા છતાં જે ગહરી છાપ ઊભી થતી નથી, એવી ગહરી છાપ આનાથી ઊભી થાય છે, કારણકે બાહ્ય તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, કે દાન વગેરેનું સુકૃત્ય હજુ સહેલું છે, પણ અન્યની ભૂલને જાણવા છતાં કે એના કારણે સ્વયં કંઈક ઓછું-વત્તું સહેવા છતાં, જાહેર ન કરવી એ એટલું સરળ કાર્ય નથી.’’ આ વાત લગભગ બધાને સ્વાનુભવસિદ્ધ છે. ભવોદધિતા૨ક પરમારાધ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં નવસારીના ચાતુર્માસ બાદ ખાનદેશમાં વિચરવાનું થયું. પૂજ્યપાદ ગુરુદેવના પાવન પગલાથી પવિત્ર થતી ધરતીઓમાં ક્રમશઃ માલેગાંવનગરનો નંબર આવ્યો. ત્યાં એક દિવસ વિશાળ સંખ્યામાં સાધુઓની ભોજનમાંડલી બેઠી હતી. તેમાં ગોચરી ખૂટી. એટલે એક મહાત્મા પુનઃ ભિક્ષાર્થે ગયા. ગોચરી લઈને પાછા ફર્યા ને પૂજ્યપાદ ગુરુદેવને ભિક્ષા દેખાડી. રોટલીદાળ-ભાતની સાથે થોડું ફ્રૂટ પણ જોયું. એટલે ગુરુદેવ કડક થઈ ગયા. પોતે મહાન ત્યાગી તો ખરા જ, પણ આશ્રિતો પણ ત્યાગી બની રહે, નજર સામે ત્યાગનો આદર્શ તરવરતો રાખે એ માટે સદા જાગૃતેય ખરા. એટલે ગુસ્સો દેખાડીને કહ્યું કે, ‘‘જે મળ્યું તે વહોરી લાવો છો ? વધઘટમાં તો રોટલી-દાળભાત જ લાવવાં જોઈએ ને, કે જેટલું મળ્યું એટલું લઈ લેવું ? આવું નહીં ચાલે. વસ્તુઓ તો ઘણી મળે, કંઈ ના કહેવાની જ નહીં ? આપણે તે ત્યાગી છીએ કે ભોગી ?’’ ગુરુમહારાજે તો ઘણા કડક શબ્દો કહ્યા, પણ એ મહાત્માનો જવાબ આટલો જ હતો. ‘સાહેબજી ! મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામિ દુક્કડમ્.' હું તો એમનો આ જવાબ સાંભળી તાજ્જુબ થઈ ગયો. કારણ મારી બાજુમાં જ જે મહાત્મા બેસેલા એમને મસાની તકલીફ હોવાથી ડૉક્ટરની સલાહ મુજબ એમણે જ ફ્રૂટ મળે તો લાવવાનું કહ્યું હતું, તેથી એ કનાનુસાર જ એ મહાત્મા લાવ્યા હતા. એટલે, બહારથી ગરમીમાંથી ભિક્ષા લઈને આવ્યા હોઈએ, આપણો ૧૪૧ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં વાંક ન હોય, એના પર ગુરુદેવ ૪૦-૫૦ સાધુઓની વચમાં ખખડાવી નાખે, તો મારા જેવાને તુરંત બચાવ કરવાનું મન થઈ જાય, સાચી વાત જણાવવાનું મન થઈ જાય. “સાચી વાત નહિ જણાવું તો ગ્રદેવના અને અન્ય મહાત્માઓના દિલમાં મારે માટે ખોટી કલ્પના ઊભી થઈ જશે.” આવા વિચારથી પણ એ કહેવાનું મન થઈ જાય. “અરે ! આવું વિચારવાનોય અવકાશ ન રહે, જેવું ગુરુદેવ બોલે કે તરત મોમાંથી શબ્દો સરી જ પડે કે સાહેબજી ! ફલાણાએ મંગાવ્યું છે, માટે હું તો લાવ્યો છું...' પણ એ તો અદ્ભુત મહાત્મા હતા. એમણે જાણે કે આવું વિચાર્યું... “મારે સ્વયં ખાવું નથી, હું તો ખાલી અન્ય માટે લાવ્યો છું. તોય ગુરુદેવ જો આટલા કડક શબ્દો કહે છે તો ફલાણાએ મંગાવ્યું છે, એવું જાણીને તો કોને ખબર કેવા ખખડાવી નાખે ? એટલે બહેતર છે કે હું જ ગુરુદેવનો આક્રોશ સહી લઉં.” બીજાની ભૂલ જણાવી દઉં એવા કોઈ જ સળવળાટ કે ખણજને આધીન થયા વિના સ્વસ્થપણે બધું સાંભળી લીધું. થોડીવાર બાદ બીજા મહાત્માએ ખુલાસો કર્યો કે સાહેબ ! ફલાણાએ મંગાવ્યું હતું માટે એ મહાત્મા લાવ્યા હતા. અને એમણે તો ડૉક્ટરે ખાસ કહ્યું છે માટે મંગાવ્યું હતું, પછી ગુરુદેવે પણ એ મહાત્માને કહ્યું કે, એ જ વખતે આ કહી દેવું હતું ને, તો ઠપકારવા ન પડત.' એ મહાત્માએ થોડી વાર ઠપકો ખમી લીધો, પણ પૂજ્યપાદ ગુરુદેવના, એ મંગાવનાર મહાત્માના અને અન્ય બધા મહાત્માઓનાં દિલમાં ઘેરી છાપ ઊભી થઈ ગઈ. વર્ષો બાદ આજે પણ અવસરે અવસરે એ પ્રસંગ યાદ આવે છે ને અહોભાવથી એ મહાત્મા પ્રત્યે દિલ ઝૂકી જાય છે. મને જે વ્યક્તિ મર્યકર દોષો અને અપરાધોથી ભરેલી લાગે છે મને પણ હું 'જમો ભાણ' બોલવા હામ નમસ્કાર છે વળી છે પછાતાને પણ નકારી શકાતી નથી કે એ મારા કરતાંય પટેલ ખામોનતિ સાધી સિદ્ધ થઈ જાય, તો એના પ્રત્યે પ્રેમભાવ છે કાલે 1 For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ 12. અન્યની ભલની કુરતી - ગ્રીષ્મઋતુના ધોમધખતા તાપમાં એક પથિક પંથ કાપી રહ્યો હતો. ગરમી અને શ્રમથી ખિન્ન થયેલી કાયા છાયા ઝંખતી હતી. પૂર્વમાં કંઈક સુકૃત કરીને પુણ્યનું બીજ નાખ્યું હશે તે ઘેઘુર વડલા રૂપે સામે આવ્યું. તુરંત થોડો આરામ કરવાનો નિર્ણય કરી વડલા નીચે ઝુકાવ્યું. બાજુમાં ખળખળ વહી જતા એક ઝરણાની નજીકમાં વેલ પર મોટું તરબૂચ જોયું. પાછી નજર ઉપર ગઈ ત્યાં વડના ટેટા જોવા મળ્યા. ને એ બિરાદરને ઈશ્વરની પણ ભૂલ દેખાઈ..... “આ ઈશ્વરે ય કેવી ભૂલો કરે છે. આ બિચારી સુકોમલ વેલડી પર આવું તોતીંગ કલિંગર ઉગાડે છે જેના ભારથી નમેલી વેલડી બિચારી ઊંચી ય થઈ શકતી નથી. ને આ વિશાળ વડલા પર સાવ નાના નાના ટેટા ઉગાડે છે. મારી સલાહ માંગે તો હું તો બન્નેને ટ્રાન્સફર કરવાનું કહી દઉં.” આમ ઈશ્વરની ભૂલ વિચારે છે ત્યાં જ એક ટેટો બરાબર એના નાક પર પડ્યો. એક ક્ષણ તો આંખ મીંચાઈ ગઈ, પણ પછી ટેટો જો ને પાછો વિચાર આવ્યો “ના, ના, ખુદાએ ભૂલ નથી કરી, નહીંતર જો વડલા પર તરબૂચ હોત ને મારા પર પડત તો?” કેટલાક માણસોનો એવો સ્વભાવ થઈ ગયો હોય છે કે દરેકની ભૂલ જોયા કરવી. દૂધમાંથી ય પોરા કાઢવાનો એટલો બધો અભ્યાસ એને થઈ જાય છે કે પછી ગમે એટલી પૂજનીય, ઉપકારી, સન્માનનીય ને આદરપાત્ર વ્યક્તિ કેમ ન હોય, એને પણ એ છોડી શકતો નથી. એના કાર્યમાં પણ એને કંઈક ને કંઈક અજુગતું ભાસ્યા કરે છે. દરેકની પ્રવૃત્તિ પર ચેકીંગ રાખવા માટે જાણે કે એને ઈન્સ્પેક્ટર તરીકે નીમવામાં આવ્યો ન હોય એમ એ દરેકની ક્રિયાઓનું પોસ્ટમોર્ટમ કરતો જ રહે છે. ડુંગર ખોદીને છેવટે ઉંદર તો કાઢે જ છે. અને હું કેવું દરેકના કાર્યનું નિરીક્ષણ કરી શકું છું !' એવા મિથ્યાગર્વથી ફુલાયા કરે છે. અન્યની પ્રવૃત્તિઓનું પોસ્ટમોર્ટમ કરવામાં એ એટલો બધો વ્યસ્ત રહેતો હોય છે કે એને પોતાની પ્રવૃત્તિઓનું ઈન્સ્પેકશન કરવાનો સમય જ મળતો નથી. અરે ! અન્યની પ્રવૃત્તિઓનું ચેકીંગ કર્યા કરવાની પોતાની આ પ્રવૃત્તિ યોગ્ય છે કે નહીં ? એટલુંય એ બિચારો ક્યારેય ચેક કરતો નથી. બીજાની ભૂલો જોયા કરવાની આવી ટેવ જાતના જોરદાર For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં અહંકારમાંથી પેદા થયેલી હોય છે. હું ક્યારેય કોઈ ભૂલ કરતો નથી ને બીજાઓ ભૂલ સિવાય કાંઈ કરતા નથી.” આ એક પ્રચંડ અભિમાન સિવાય બીજું શું છે ? જ્યારે અમુક ઢીલી પ્રવૃત્તિ પોતે કરી હોય ત્યારે એના વિચારો આવા હોય છે કે “ભાઈ ! એ તો પરિસ્થિતિ જ એવી નિર્માણ થયેલી કે હું જ નહીં, અન્ય કોઈપણ હોય તોય આવું જ કરે. આનાથી વધારે સારી પ્રવૃત્તિની એ વખતે અપેક્ષા જ ન રાખી શકાય. એટલે મેં જે કર્યું છે તે એકદમ બરાબર છે. એમાં કાંઈ જ ખોટું નથી.” એ જ પ્રવૃત્તિ જ્યારે અન્ય વ્યક્તિએ કરી હોય તે છે ત્યારે એ માણસનો અહંકાર એના દિમાગમાં આવા વિચારોને જન્માવે છે કે, “એમ પરિસ્થિતિને જ હંમેશાં આગળ કર્યા કરીએ તો આગળ જ ન વધાય. થોડા સહનશીલ બનવું જોઈએ, મનને થોડું મક્કમ કરવું જોઈએ. પણ આવું તો ન કરવું જોઈએ. આ એણે બહુ ખોટું કર્યું.” ને ઘણી વાર તો એનો અહંકાર અને પરિસ્થિતિનો વિચાર જ આપતો નથી. આવા માણસોને “બીજાની ભૂલ જોવી નહીં, યાદ કરવી નહીં, કહેવી નહીં' આવી આવી વાતો પસંદ ન પડે એ સ્વાભાવિક છે. તેઓ તો જાણે કે આખી દુનિયાને સુધારવાનો ઠેકો લઈને બેઠા ન હોય એવું માનતા હોય છે, પોતે બીજાઓની ભૂલ કાઢવાનું ને કહેવાનું છોડી દે તો આખી દુનિયા વધુ ને વધુ ભૂલો કરવા માંડે ને બગડી જાય એવો તેઓનો અભિપ્રાય હોય છે. પોતે જે અન્યની ભૂલો જોયા કરે છે, ને જણાવ્યા કરે છે એનાથી જ બધા ક્ષતિરહિત બની શકશે. એવો તેઓનો દઢ વિશ્વાસ હોય છે. આવાને બિચારાને કોણ સમજાવી શકે કે ભઈલા ! આ તારું મિથ્યા અભિમાન છે. બીજા-ત્રીજાઓ જે ભૂલો કરે છે અને એના કારણે જે નુકશાન વહોરી લે છે એના કરતાં તારી આ અન્યની ભૂલોને જોયા-ગાયા કરવાની પ્રવૃત્તિ અનેકગણી મોટી ભૂલ છે ને એનાથી તને ઘણું જ ભયંકર નુકશાન થવાનું છે. બધા જીવો પર દ્વેષ, તિરસ્કાર ને શત્રુતા ઊભી થવી અને જાતનું પ્રચંડ અભિમાન એ જ શું એક મોટું નુકશાન નથી ? એક વાર માનવે ચન્દ્રને કહ્યું કે, તારી સૌમ્યતા ને શીતળતા ઘણી જ સુંદર છે, પણ આ કાળો ડાઘ એ એક મોટું કલંક છે. નદીને કહ્યું કે તારી નિર્મળતા ને પવિત્રતા પ્રશંસનીય છે, પણ તું વીફરે છે For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૪પ ત્યારે ગામોનાં ગામો તારાજ કરી નાખે છે એ તારી મોટી બ્લેક સાઈડ છે. સાગરને કહ્યું કે, તારી ગંભીરતા ને વિશાળતાનો વિશ્વમાં જોટો જડે એમ નથી. પણ તું ખારો છે એ બહુ મોટો દોષ છે. ગુલાબને કહ્યું કે, તારી નોખી સુંદરતા અને અનોખી સુગંધ ખરેખર મનહર છે, પણ તારી આસપાસ રહેલા આ કાંટા બધી મઝા બગાડી નાખે છે. માનવની આ વાત સાંભળીને ચારેય ભેગા બોલી ઊઠ્યા કે, “હે માનવ ! તારી બુદ્ધિ અને શક્તિ તો ખરેખર અદ્વિતીય છે. પણ તારી આ દોષદષ્ટિ એ આ દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ હકીકત છે.' દોષદૃષ્ટા ઊંટને વીંઝાયેલા ચાબુકના આ શબ્દો એને કોણ સંભળાવે ? : “સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે...' જે કોઈ સંપર્કમાં આવ્યો તેનું ઉધાર પાસે જોયા કરવું ને એને દેવાદાર તરીકે જાહેર કર્યા કરવો એના જેવો ભયંકર દોષ બીજો કયો હોઈ શકે ?” હા, ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે કે નોકરની ભૂલને શેઠે, પુત્રની ભૂલને પિતાએ, વિદ્યાર્થીની ભૂલને શિક્ષકે જોવી ને કહેવી આવશ્યક હોય છે. એને જ નજરમાં લેવામાં ને લાવવામાં ન આવે તો એ શેઠ વગેરેને કે ખુદ નોકર વગેરેને ઘણું નુકસાન થવાનો સંભવ હોય છે. પુત્ર વગેરેની એવી ભૂલોની ઉપેક્ષા કરવામાં એ ભૂલો ફૂલે-ફાલે છે. તેથી પુત્ર વગેરેનો વિકાસ તો અટકી જાય, પણ વિનાશ થઈ જાય એવું જોખમ રહેલું હોય છે. એટલે પુત્ર વગેરેની કોઈની પણ ભૂલ જોવી જ નહીં કે કહેવી જ નહીં એવો એકાંત પકડી શકાતો નથી. પણ એ ભૂલ જોવાને કોણ અધિકારી છે ? કહેવાને કોણ અધિકારી છે ? ક્યારે કહેવી ? કઈ રીતે કહેવી ? આ બધુંય વિચારણીય છે. ગમે તે વ્યક્તિ, ગમે ત્યારે, ગમે તે રીતે, આડેધડ જોવા ને કહેવા માંડે તો એ પુત્ર વગેરેની ભૂલ નિવારાતી નથી, વિકાસ થતો નથી કે વિનાશ અટકતો નથી. પણ ઉપરથી દ્રષ-તિરસ્કાર-દુર્ભાવ ને શત્રુતા પાંગરવાથી સ્વપરને મહાનુશાન થાય છે. જેના પર પોતાનો અધિકાર હોય, જેના વિકાસ વગેરેની પોતાના પર જવાબદારી હોય તેવી વ્યક્તિની ભવિષ્યમાં મોટું નુકશાન કરે એવી ભૂલોને જરૂર જોઈ શકાય અને કહી શકાય, ક્યારે કહેવી ? એ પ્રશ્નનો For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં જવાબ આપણી પોતાની મનોવૃત્તિ પરથી મેળવી શકાય છે. આપણી કંઈક ભૂલ થઈ હોય ને કોઈ તરત ઠપકારે તો આપણે ખમી શકતા નથી. આપણી નજર સામે કોઈએ ભૂલ કરી, એ અંગે કંઈક કહેવું આવશ્યક લાગે છે, એ વગર સુધારો અશક્ય લાગે છે, તોય On the spot એ ભૂલ કહેવા બેસી જવાની ભૂલ આપણા તરફથી ન થવી જોઈએ. કોઈ વ્યક્તિ ભૂલ કરે છે એના પર કૉર્ટ પણ કાંઈ તુરત ચુકાદો આપી સજા ફટકારી દેતી નથી કે કર્મ પણ તુરંત એના અશુભ વિપાકો દેખાડવા માંડતું નથી. તો કોઈએ ભૂલ કરી ને વળતી પળે જ એને ઠપકાની સજા કરી દેવાની રજા આપણને શી રીતે મળી જાય ? ઑન ધ સ્પૉટ ભૂલને ઠપકાર્યા કરનારો સામાની એકેય ક્ષતિને સન્તવ્ય ગણી શકતો નથી કે ઉદારતાથી ખમી શકતો નથી. દરેક વખતે ટોક્યા કરવું, એ સામાની વારંવારની ભૂલ કરતાંય ઘણી વાર પોતાની જ મોટી ભૂલ બની જાય છે. એક ચેઇનસ્મોકરને ફેમિલી ડૉક્ટરે ગંભીર ચેતવણી આપી દીધેલી કે હવે જો એ સિગારેટ ફૂંકવાનું બંધ નહીં કરે તો એનું આરોગ્ય પણ ફૂંકાઈ જશે, એ કોઈ ભયંકર રોગનો ભોગ બની જશે. પણ એમ કોઈની ચેતવણીને સ્વીકારી લે તો સિગારશોખીન શાનો ? એમ તો સિગારેટની દરેક જાહેરાતો ને દરેક પાકીટ પર પણ ચેતવણી શું નથી હોતી કે, “સિગારેટ પીવી એ આરોગ્યને નુકશાનકર્તા છે.” અનંતાનંત તીર્થંકર પરમાત્માઓએ પાંચેય ઇન્દ્રિયના દરેક વિષય પર લેબલ માર્યું છે કે “વિષયો ભોગવવા એ આત્માના સ્વાથ્યને ભયંકર નુક્શાન કરનારું છે. સુખ વિષયનું અલ્પ, અપાય અનંત.” તેમ છતાં સંસારના રસિયા જીવો વિષયો ભોગવવાનું જેમ છોડતા નથી, એમ ધુમ્રપાનના રસિયા જીવો સિગારેટ છોડતા નથી. વર્ષોના આ ચેઈનસ્મોકરે ડૉક્ટરની ચેતવણીને સાંભળી-ન સાંભળી કરી નાખી. પણ એની પત્નીને ફફડાટ પેસી ગયો. છેલ્લાં ત્રણેક વર્ષથી સિગારેટના કારણે આને કંઈ ને કંઈ થયા કરતું. ત્યારથી એની પત્ની એને સિગારેટ બંધ કરવાનું કહે કહે કરતી હતી. પણ આ તો- ધૂમપાનું માનું છોટે મોટે ભાનમ્ એવું માનનારો હતો. ડૉક્ટરે આપેલી આ છેલ્લી ગંભીર ચેતવણી સાંભળીને એની પત્નીએ નિર્ધાર કર્યો હતો કે હવે ગમે તે રીતે સિગારેટ બંધ કરાવવી. એ માટે એણે ઘણા પ્રયાસો કર્યા, પણ પત્થર પર પાણી. એ અરસામાં For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૪૭ એને સમાચાર મળ્યા કે નગરમાં એક બહુ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સંત પધાર્યા છે. એટલે સંત દ્વારા સિગારેટ બંધ કરાવવાની એને આશા જાગી. સંત પાસે જઈને એણે દિલની મૂંઝવણ પ્રકટ કરી. સંતે કહ્યું, “જુઓ બહેન ! હું તમારા પતિની સિગારેટ બંધ કરાવી દઉં. પણ એ પહેલાં તમે એક કામ કરો. તમે દરેક વખતે એને સિગારેટ બંધ કરવાનું જે કહે કહે કરો છો તે બંધ કરી દ્યો. આ ટોકટોક કરવાનું બંધ કર્યા બાદ પંદર દિવસે મને મળો.” એ મહિલાએ સંતની વાત સ્વીકારી લીધી. જો પોતાના પતિની સિગારેટ છૂટી જતી હોય તો પછી પોતાને ક્યાં કંઈ કહેવાનું રહેતું હતું ? એમ વિચારીને એણે સંતની વાત સ્વીકારી લીધી. પણ ત્રણ દિવસ થયા ન થયા અને ચોથે દિવસે એ બાઈ પાછી સંત પાસે આવી, અને સંત પાસે પોતાની નાદારી નોંધાવી કે, “મહારાજ ! તમે મને બીજું કાંઈ બતાવો. આ મારાથી થઈ શકે એમ નથી. એ મારી સામે સિગારેટ પીએ ને હું કહ્યા વગર રહું, એ શક્ય નથી. ન ટોકવાનો ગમે એટલો પ્રયાસ કરું તોપણ મારાથી ટોકાઈ જાય છે. તમે કહો તો મીઠાઈની બાધા લઈ લઉં, તમે જણાવો તો હું ફૂટની પ્રતિજ્ઞા કરી લઉં, તમે ફરમાવો તો હું ચા બંધ કરી દઉં, પણ આ ટોકવાનું મારાથી બંધ થાય એમ નથી.” સંતે સ્મિત કરતાં કહ્યું કે “બહેન ! માત્ર ત્રણ વર્ષથી પડેલી ટોક ટોક કરવાની કુટેવ તમે છોડી શકતાં નથી, તો વર્ષોથી પડેલી સિગારેટ પીવાની કુટેવ પતિ છોડી દે એવી અપેક્ષા તમે શી રીતે રાખી શકો ?” બેદરકારીથી વારેવારે વસ્તુ બગાડી નાખવાની કે એવી અન્ય કોઈ, નોકર વગેરેની કુટેવ કરતાંય એને દરેક વાર ટોક ટોક કર્યા કરવાની કુટેવ વધુ ભયંકર છે. એમાં એક કારણ તો એ પણ ખરું કે, “આ ટોક ટોક કર્યા કરવું એ મારી એક ભયંકર ભૂલ છે, કાતિલ કુટેવ છે, એનાથી સ્વ-પરને મોટું નુકશાન થવાનું છે.” એવું તો લગભગ ખ્યાલમાં નથી આવતું, પણ ઉપરથી “આ તો કરુણાબુદ્ધિથી સામાનું હિત કરવા થયેલી પોતાની એક સારી પ્રવૃત્તિ છે.” એવું મિથ્યા અભિમાન મનમાં રમ્યા કરે છે. વારંવાર ટોકવું એ ટકટકરૂપ બને છે, ટકોર રૂપ નથી બનતું, અને તેથી એ સામાને સુધારવા માટે સમર્થ નથી હોતું. ટકટક કર્યા કરવી અને ટકોર કરવી એમાં મેરુ-સર્ષપ જેટલો ફેર છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં ટકટક તિરસ્કાર ભાવથી થાય છે, જયારે ટકોર કરુણાબુદ્ધિથી થાય છે. ટકટક લાંબીલચક હોય છે, જયારે ટકોર ટૂંકી ને ટચ Short & Sweet હોય છે. ટકટક આડેધડ થયા કરે છે, જ્યારે ટકોર અવસર જોઈને કરાય છે. ટકટકથી સામી વ્યક્તિ તકરાર કરે છે જ્યારે ટકોરથી સામી વ્યક્તિ (સ્વભૂલનો) એકરાર કરે છે. જેમ ઘડિયાળ નિરંતર ટકટક કર્યા કરે છે ને ટકોરા તો ક્યારેક જ પડે છે એમ ટકટક ડગલે ને પગલે થયા કરે છે જ્યારે ટકોર તો કયારેક જ થાય છે. વળી વારંવાર થયા કરે છે માટે જ ઘડિયાળની ટકટકની જેમ આ ટકટકની પણ કોઈ નોંધ લેવાતી નથી. (કંસારાના કબૂતર, ગમે એટલી ટકટક થાય, ઊડે નહીં) જ્યારે ક્યારેક પડતા ટકોરાની જેમ ક્યારેક થતી ટકોરની નોંધ લેવાય છે. અને તેથી જૂ ટકટક માણસને નઠોર બનાવે છે જ્યારે ટકોર માણસને ચકોર બનાવે છે. ટકટકમાં વાણીનો અતિરેક હોય છે જયારે ટકોરમાં વાણીનો વિવેક હોય છે. ટકટકમાં કઠોરતા હોય છે ટકોરમાં કોમળતા હોય છે. ટકટક હોઠથી થાય છે જ્યારે ટકોર હૈયાથી થાય કોઈએ ભૂલ કરી એટલી જ વાર, જો મુખરૂપી રેડિયાનું બરાડવાનું ચાલુ થઈ જાય તો સમજવું જોઈએ કે આપણે જે બોલી રહ્યા છીએ એ ટકોર નથી પણ ટકટક છે, એમાં કરુણાબુદ્ધિ નથી રહેલી પણ તિરસ્કાર ભરેલો છે. એનાથી સામાને પણ ઘણુંખરું તિરસ્કાર જ થવાનો છે, જે કાલાન્તરે ફાલીફૂલીને વૈરનું મોટું વટવૃક્ષ બની શકે છે. માટે સામાએ ભૂલ કરી ને તરત એ ભૂલનું પ્રદર્શન કરવું આવી કુટેવમાંથી દરેક સ્વ-પર હિતેચ્છુએ બચવું જોઈએ. કોકે ભૂલ કરી, એ અંગે કંઈક સલાહ-સૂચન આપવાની આવશ્યકતા ભાસી, તોય તરત કાંઈ ના બોલો, બે-ચાર કલાક જવા દો, બે-ચાર દિવસ પસાર થવા દો, બે-ચાર મહિના વહી જવા દો, જેવી ભૂલ ને જેવો અવસર. જો તરત બોલી નાખવાની ભૂલ તમે સુધારી શકતા નથી, તો સામી વ્યક્તિ પણ પોતાની ભૂલ શી રીતે સુધારી શકશે ? કાલવિક્ષેપ કરીને પછી ભૂલ જણાવવી એ મોટે ભાગે ભૂલરૂપ નથી બનતું, અને તરત જ એ ભૂલ જણાવવી એ મોટે ભાગે ભૂલરૂપ બન્યા વગર રહેતું નથી. એનું કારણ એ છે કે. એ બેમાં પરિસ્થિતિ વગેરે બદલાઈ ગયાં હોવાથી બોલાતા શબ્દો તેની અસરો વગેરેમાં ખૂબ અંતર હોય છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૪૯ રવિવારનો દિવસ છે. અખબારો ને મૅગેઝિનોનો પથારો પાથરીને તમે દિવાનખાનામાં બેસીને સમય પાસ કરી રહ્યા છો, નોકર સાફસફાઈ કરી રહ્યો છે. એમાં એનાથી કંઈક ગફલત થઈને તમને પ્રિય કાચનું ઝુમ્મર જમીન પર પટકાયું, તૂટ્યું. દિવાનખાનામાં ચારે બાજુ કાચની કરચો ઊછળી ને તમારા દિલમાં ક્રોધની કરચો ઊછળી. નોકર પણ એક માણસ છે. એ સાવ નફફટ નથી હોતો. એને પણ દિલ હોય છે. એ દિલમાં પણ હાય ! મારી ભૂલ થઈ ગઈ, ઝુમ્મર તૂટી ગયું. એનો આઘાત લાગ્યો હોય છે. એ પણ ગભરાઈ ગયો હોય છે. એ વખતે તમે તૂટી પડો એટલે એનો ઘા વધુ આકરો બને છે. સામી વ્યક્તિથી આવી કોઈ પણ ભૂલ થઈ હોય ત્યારે આપણી અને એની મનઃસ્થિતિ કેવી હોય છે એ જો શાંતિચિત્તે વિચારવામાં આવે તો જરૂર એમ લાગ્યા વિના ન રહે કે એ વખતે ઑન ધ સ્પોટ તો કાંઈ કહેવું ન જોઈએ. સામાની ભૂલથી આપણને અમુક નુક્શાન થયું, આવી પ્રતીતિ થઈ હોવાથી એ વખતે આપણને આઘાત વધુ લાગ્યો હોય છે, આપણે કંઈક આવેશમાં આવ્યા હોઈએ છીએ. તેથી શું કહેવું ? કયા શબ્દોમાં કહેવું ? કેવી રીતે કહેવું ? કેવી ભૂમિકા રચીને કહેવું ? આ કંઈ જ વિચારવાનો અવકાશ હોતો નથી. તેથી એ વખતે આપણી અઢી ઇચની જીભ પર આપણો કોઈ કંટ્રોલ હોતો નથી, એટલે Words arė mightier than swords and pen is mightier than gun એ ભૂલી જવાય છે. તેથી તડું ને ફડું.....જે શબ્દો મુખમાં આવે તેને આપણે બોલી નાખીએ છીએ. મોટેભાગે એ શબ્દો સામાના દિલના ટુકડા કરી નાખે, મર્મમાં ઘા કરી દે, એવા હોય છે, કારણકે આવેશનો પ્રભાવ જ એવો હોય છે. સામી વ્યક્તિને પણ પોતાનાથી ભૂલ થઈ જવાનો-વસ્તુ બગડી જવાનો જે આઘાત લાગ્યો હોય છે એમાં આ વધારો થાય છે, એટલે એ છંછેડાય છે. ભૂલના કારણે થયેલા આઘાતનો તો કોઇ પ્રતિકાર શક્ય ન હોવાથી, આપણા ક્રોધપૂર્ણ મર્મઘાતક શબ્દોના આઘાતનો પ્રતિકાર કરવા, અને એ રીતે આઘાતમાં કંઈક રાહત મળશે એવી ગણતરીથી, એ પ્રેરાય છે. આમાં મારી ભૂલ નથી” એમ સાબિત થાય તો જ આ આક્રોશમાંથી બચી શકાય. આવી પ્રતીતિ થવાથી એ ભૂલનો કોઈપણ રીતે બચાવ કરવો એવો એ નિર્ણય કરે છે. એની For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હંસા !... તું ઝીલ મંત્રી સરોવરમાં સામે આપણો એની ભૂલ છે જ એમ સિદ્ધ કરવાનો પ્રયાસ હોય છે. એટલે તકરાર ઊભી થાય છે. એમાં પાછળથી તો વટનો પ્રશ્ન આવી જવાથી, કદાચ, પોતાનો પ્રયાસ ખોટો છે એવું પ્રતીત થાય તો પણ એ છૂટી શકતો નથી. આની સામે, જો ભૂલ થઈ એ વખતે, “હોય ભાઈ ! આ સંસારમાં જે કાંઈ ચીજો મળે છે એ બધીય વિનશ્વર છે, ક્યારેક તો એનો નાશ થવાનો જ હતો. એટલે બહુ ચિંતા ના કરતો.' આવા શબ્દો કહેવામાં આવે, એવું કહેવા જેટલી સ્વસ્થતા ન હોય તો, કશું જ કહેવામાં ન આવે, તો એના દિલમાં, અવશ્ય સંભવિત ક્રોધપૂર્ણ ઠપકાના શબ્દોના આઘાતમાંથી બચી ગયાની પ્રતીતિ થવાથી, આપણા પ્રત્યે સદ્ભાવ ઊભો થાય છે. “મારી ભૂલ જોવા છતાં મને ઠપકાર્યો નહીં, ને મારી ભૂલને ' મૌનપણે સાંખી લીધી.' એવી થતી પ્રતીતિ “ખરેખર તેઓ મહાન છે, ઉદારદિલવાળા છે, મારા પ્રત્યે સ્નેહવાળા છે, માટે મને કાંઈ ન કહ્યું” એવા આદરભાવને ઊભો કરવાનું એક મહત્ત્વનું કારણ છે. આ ઊભો થયેલો આદરભાવ, ૪-૬ કલાક પછી અવસર જોઈને આપણે એ અંગે કહેવા જેવું કંઈક કહીએ ત્યારે, એ પોતાની ભૂલનો બચાવ ન કરતાં સ્વીકાર કરી લે એવી ભૂમિકા રચી આપે છે. વળી કોઈપણ બનાવનો ઘા, કાળ પસાર થવા સાથે ઘસાતો હોય છે. એટલે ૪-૬ કલાક વીતી ગયા બાદ આપણે આવેશમાંથી મુક્ત થયા હોઈએ છીએ. તેથી મર્મઘાતક શબ્દો ન આવી જાય, એની કાળજી શક્ય બની હોય છે. વળી, પસાર થયેલા કાળમાં અવસર મળવાથી, કેવા શબ્દોમાં કેવી રીતે કહેવાથી એના દિલને આઘાત ન લાગે અને કહેવાનું કહેવાઈ જાય એ વિચારી શકવાથી એવા શબ્દો દ્વારા કાર્ય સાધી શકાય છે. સામે પક્ષે, ભૂલ જોવા છતાં મને તડકાવ્યો નહીં એવા થયેલા અનુભવે, આપણા પ્રત્યેના એના ભયને ઓછો કર્યો હોય છે. કાળવિલંબ થવાથી, પોતાનાથી ભૂલ થઈ જવાનો જે આઘાત લાગ્યો હતો તેમાં પણ કંઈ કળ વળી હોવાથી એ પણ કંઈક સ્વસ્થ બન્યો હોય છે. વળી આપણા પ્રત્યે એને વિશ્વાસ બહુમાનનો ભાવ તો પેદા થયો હોય જ છે. આ બધાં પરિબળો એનામાં સ્વભૂલનો સ્વીકાર કરી લેવાની નૈતિક હિંમત પેદા કરે છે તેમજ એ ભૂલને સુધારવા માટે થનારા સૂચનને જાણવાની જિજ્ઞાસા અને એને અમલમાં ઉતારવાની આતુરતા પેદા કરે છે. જેથી કોઈ જ તકરાર, For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧. અન્યની ભૂલની દુરસ્તી વૈષ કે સંક્લેશ થતા નથી, પણ પરસ્પર પ્રેમભાવ વધવા સાથે બધું જ થાળે પડી જાય છે. સામાની ભૂલ અમુક રીતે કહેવામાં આવે તો એનો સ્વીકાર અને સુધાર શક્ય બને છે. ભૂલ એટલે મન, વચન કે કાયાની પ્રવૃત્તિનો એક પ્રકારનો બગાડો છે. એમાંય મુખ્યતયા મનનો. એ દૂર કરવાના ઉપાયો આડેધડ અજમાવવાથી એ દૂર થઈ શકતો નથી. કઈ રીતે એને દૂર કરી શકાય ? એ માટે, શરીરમાં થયેલા સડાને દૂર કરવા ડૉક્ટર શું કરે છે ? એ તપાસીએ. ડૉક્ટર ઑપરેશન કરી એ સડો દૂર કરે છે. આ ઑપરેશન ડૉક્ટર ક્યારેય ખુલ્લામાં કરતા નથી, કિન્તુ ઑપરેશન થિયેટરમાં લઈ જઈને કરે છે. એમ કોઈની ભૂલરૂપ બગાડો દૂર કરવો હોય તો એને યથાયોગ્ય સલાહ આપવી, જરૂર પડ્યે ચાર કડક શબ્દો પણ કહેવા કે ક્યારેક આવશ્યતા અનુસાર બે લાફી પણ મારવા, આ બધું એક પ્રકારનું ઓપરેશન કરવા તુલ્ય છે. એ જાહેરમાં ન કરી શકાય. ગમે ત્યાં ન કરી શકાય, એકાંતમાં કરવું જોઈએ. સામી વ્યક્તિની ભૂલ કાંઈ એકાંતમાં જ થાય છે, એવું નથી હોતું. એટલે તરત સંભળાવવાની ટેવવાળો આ શરતને પાળી શકતો નથી. અને તેથી, ચારની વચમાં મને ખખડાવ્યો એવું અપમાન લાગવું વગેરે રૂપ જર્મ્સ બીજા અનેક પ્રકારના બગાડા ઊભા કરે છે. " વળી ઑપરેશન કરનાર સર્જન જેટલી અત્યંત આવશ્યકતા હોય એટલો જ ચીરો મૂકે છે, એટલી જ કાપકૂપ કરે છે, એક તસુ જેટલોય વધારે ચીરો મૂકતો નથી. એમ ભૂલ સુધારવા માટે કડક શબ્દો કહેવા કે બે લાફા મારવા વગેરે રૂપ જે કાપકૂપ કરવાની હોય છે, તે પણ જેટલી અત્યંત આવશ્યક હોય એટલી જ થવી જોઈએ. જરાય વધુ નહીં. ભૂલને તરત ઠપકારનારો આવેશમાં હોવાથી પોતાના પર કંટ્રોલ ધરાવતો હોતો નથી. તેમજ કેટલો ચીરો આવશ્યક છે એ વિચારવાનો એ વખતે એને અવકાશ હોતો નથી. એટલે આ બાબતમાં પણ એ વધારે ચીરો મૂકીને ભૂલ કરનાર દર્દીને વધુ નુકસાન કરે છે. ઑપરેશન કરવા માટે ચીરો મૂકવાનો અધિકાર એને જ હોય છે જેને બગાડો દૂર કર્યા પછી ટાંકા લઈ સાંધતાં આવડતું હોય. એ જ ખરેખર સર્જન ડૉક્ટર કહેવાય છે. જે શરીર પર છેદ કરીને એને સાંધતો નથી, પણ લોહી નીગળતી અવસ્થામાં માણસને છોડી જાય For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં છે એ ડૉક્ટર તો નથી કહેવાતો, પણ ખૂની કહેવાય છે. એમ તીખાકડક શબ્દો કહીને છેદ મૂકી-દોષ દૂર કરી પ્રેમના મધુર શબ્દોથી જે પાછો છેદને સાંધી શકે છે, તે જ ખરેખર આ ભૂલોનો બગાડો દૂર કરનાર સર્જન ડૉક્ટર છે. ખાલી વેધક શબ્દોથી વીંધીને એ વીંધાયેલી હાલતમાં જ છોડી જનારો તો ખૂની છે. ઓન ધ સ્પોટ ભૂલને ટોકવા મથનારો તો, સ્વયં આવેશમાં હોઈ, તેમજ સામો માણસ ભૂલનો બચાવ કરતો હોઈ, લગભગ એવી વિચારધારામાં રમતો હોય છે, કે “આવાઓને તો ખખડાવવા જ જોઈએ, તો જ સીધા થાય, નહીંતર તો માથે ચડી બેસે.” એટલે એને તો. પાછળથી મધુર શબ્દોથી મારે ટાંકા લેવા જોઈએ એવી કોઈ આવશ્યકતા ભાસતી હોતી નથી. વળી ઓપરેશન પૂર્વે ડૉક્ટર મરીજને ક્લોરોફોર્મ સૂંઘાડે છે, બેહોશ કરી નાખે છે જેથી દર્દી ડૉક્ટર પર પૂર્ણ વિશ્વાસ મૂકીને પોતાનું શરીર સંપૂર્ણપણે ડૉક્ટરને સોંપી દે છે. આમ થવાથી. પછી ડૉક્ટર ગમે તેવી કાપકૂપ કરે તોય એ પેશન્ટ કોઈ જ પ્રકારનો પ્રતિકાર કરતો નથી, શરીરને હલાવતો નથી કે અંગોને પાછાં ખેંચી લેતો નથી. તેથી ડૉક્ટરે જે કાંઈ શસ્ત્રક્યિા કરવી હોય તે શાંતિથી થઈ શકે છે. જો બીમાર વ્યક્તિને કલોરોફોર્મથી બેહોશ કર્યા વગર ઓપરેશન કરવામાં આવે તો, કદાચ એની ઇચ્છા ન હોય તોપણ એનાથી પ્રતિકાર થઈ જાય, હાથ-પગ હાલી જાય, અને તો પછી લાભને બદલે મહાનુક્શાન થઈ જાય. એ રીતે જયારે કોઈના મનનું ઑપરેશન કરવાનું હોય છે ત્યારે સહુ પ્રથમ એ સંપૂર્ણ વિશ્વાસ મૂકીને પોતાનું મન પૂર્ણપણે સોંપી દે, એ રીતે એને ક્લોરોફોર્મ સૂંઘાડી બેહોશ કરવો જોઈએ. જેથી ગમે તેવા કડક શબ્દો સંભળાવવામાં આવે કે લાફો મારવામાં આવે તો પણ એનું મન એને સ્વીકારી જ લે. એના મનમાં ખોટો ભાવ પેદા થવો વગેરે રૂપ એનો કોઈ પ્રતિકાર ન થાય. વિશ્વવિખ્યાત શિલ્પી માઈકલ એન્જલોની એક વાત આવે છે. એક પાનના ગલ્લાવાળો વારંવારના પરિચયથી એનો મિત્ર થયેલો. એના ગલ્લા પાસે રસ્તામાં એક મોટો પથરો પડી રહેલો, જેને પાનશોખીનોએ થુંકદાની સમજીને લાલ લાલીથી મઢી દીધો હતો. એના કારણે ત્યાં ઘણી માખીઓ બણબણ કર્યા કરતી. એટલે એના ત્રાસથી ત્રાસીને એ પાનવાળાએ આને કહ્યું કે, “યાર ! આ પથરો અહીં પડ્યો પડ્યો For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૫૩ મુશ્કેલીઓ સર્જે છે, તું ઉઠાવી જા ને, તને કંઈક કામમાં આવશે.” એન્જલોએ મિત્રની ઑફર સ્વીકારી લીધી ને પોતાની શિલ્પકળાથી એમાં પ્રાણ રેડ્યા. થોડા જ વખતમાં એક અતિભવ્ય નયનરમ્ય પ્રતિમાજી તૈયાર થઈ ગયાં. સેંકડો ને હજારો ભાવિકો પ્રતિમાનાં દર્શન-વંદન માટે આવવા લાગ્યા. એક દિવસ એ પાનવાળો પણ આવ્યો. મનોહર પ્રતિમાએ એનું મન હરી લીધું. પ્રતિમાની એણે ભારોભાર પ્રશંસા કરી, ત્યારે શિલ્પીએ ઘટસ્ફોટ કર્યો કે, “અલ્યા દોસ્ત ! આ એ જ પથરો છે, જે તારા ગલ્લા પાસે ગંદકી કરતો હતો અને જેને તું તિરસ્કારતો હતો....” “શું તું સાચું કહે છે ?” મિત્રના વચનમાં ભારે આશ્ચર્યનો રણકાર હતો. “લ્લે ! મારા પર પણ વિશ્વાસ નથી. એ જ પત્થરમાંથી આ પ્રતિમાજી નિર્માણ થયાં છે.” માઈકલે એને સમજાવ્યો, “દોસ્ત, તારી આ કલા ખરેખર અદ્ભુત છે. લોકમુખેથી પાનની પિચકારીઓ પામનારો પત્થર આજે સ્તુતિઓ પામી રહ્યો છે. પત્થરને તેં પરમાત્મા બનાવી દીધા. તને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.” શિલ્પીના શિલ્પને બિરદાવ્યા વગર એ ન રહી શક્યો. એના પર શિલ્પીએ પોતાની લઘુતા દેખાડતાં કંહ્યું કે, “વ્હાલા ! આમાં મારી કોઈ કલા નથી. મેં તો ખાલી એ પત્થરના વ્યર્થ ભાગો કાઢી નાખ્યા, એટલે પરમાત્મા તો આપોઆપ અંદરથી ઊપસી આવ્યા.” પત્થરમાં પરમાત્મા છૂપાયેલા હોય છે. માટે વ્યર્થ ભાગો નીકળી જતાં એ પરમાત્મા બની જાય છે. આ જ રીતે માનવમાં પણ સજ્જનતા, સંતપણું અને યાવત્ પરમાત્મત્વ ધરબાઈને રહેલું છે. જરૂર છે એની કુટેવો, દોષો, કુસંસ્કારો વગેરે વ્યર્થ ભાગો દૂર થવાની. પત્થર કોઈપણ જાતના પ્રતિકાર વગર, શિલ્પી જે રીતે ટાંકણી મારે એ રીતે અપનાવી લે છે. માટે એના વ્યર્થ ભાગો દૂર થઈ પરમાત્મત્વ પ્રગટ થાય છે. માનવ મોટે ભાગે, ટાંકણાં પડે ત્યારે પ્રતિકાર કર્યા વગર રહી શકતો નથી. એટલે પરમાત્મપણું તો નહીં, કે સંતપણું ય નહીં, કિન્તુ એનું સજ્જનપણું પણ પ્રગટ થઈ શકતું નથી, કેમકે એના દ્વારા થતો એનો પ્રતિકાર એના વ્યર્થ ભાગોને દૂર થવા દેતો નથી. માટે ભૂલો વગેરે દૂર કરી માણસને સુધારવા માટે ઑપરેશન કરવાનું હોય ત્યારે, એ પ્રતિકાર ન કરે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. સામી વ્યક્તિનાં સત્કાર્યોની દિલથી પ્રશંસા, હૈયાથી ગુણોનાં For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં ગુણગાન, એની આવશ્યકતાનો હાર્દિક સ્વીકાર, મીઠા મધ જેવા શબ્દો.... આ બધું ક્લોરોફોર્મ છે. આનાથી એનું મન એટલું બધું આવર્જિત થઈ જાય છે, કે એ પછી એ ગમે તેવા કડક શબ્દો પણ વિના પ્રતિકાર સાંભળી શકે છે. મનની આવી આવર્જિતતા એ જ એની બેહોશી છે. તેથી એના ઑપરેશન પૂર્વે આ બધું અતિઆવશ્યક છે. અરે ! વિચાર તો એ આવે છે કે “જેની કડવાશ જીભ પર રહે તોપણ બે ચાર ક્ષણ, એ પછી નહીં, એવી કડવી ગોળીને પણ સુગરકોટિંગ ચડાવવામાં આવે છે, તો જેની કડવાશ મનમાં માત્ર બેપાંચ ક્ષણ જ નહીં, પણ બે-પાંચ કલાક, બે-પાંચ દિવસ, યા બે-પાંચ વરસ પણ રહી શકે છે, એવા શબ્દોને સુગરકોટેડ કરવાની શું કોઈ જરૂર નહીં ? સુગરકોટીંગ વિનાની દવાને સ્વીકારવા જીભ તો હજુ તૈયાર થઈ જશે, પણ સુગરકોટીંગ વિનાના શબ્દોને સ્વીકારવા માનવમન લગભગ તૈયાર થતું નથી. ભૂલને તે જ ક્ષણે સુધારી નાખવાના મિથ્યાભિમાનમાં રાચનારો તો સીધી જ ભૂલની શસ્ત્રક્રિયા શરૂ કરી દે છે. વાત્સલ્યભરપૂર દિલે કરાતી પ્રેમપૂર્ણ વાતોનું ક્લોરોફોર્મ સૂંઘાડવાનો કે સ્વવચનોને મીઠાશવાળાં કરવાનો એને અવસર જ ક્યાં હોય છે ? એટલે બેહોશ ન થયેલું મન, એની વાતો સામે બળવો પોકારે છે, જે મહાનુક્શાનને ખેંચી લાવે છે. કેટલાક માણસો નિંદા કરવામાં ખૂબ કુશળ હોય છે. કંઈક વાત ચાલતી હોય ને એવી સિફતથી કોકની વહી વાંચવાની ચાલુ કરી દે, કે સાંભળનારનેય એક ક્ષણ તો ખ્યાલ ન આવે, ને એય એમાં તણાઈ જાય. નિંદાપોરની આ કલાનો જો અભ્યાસ કરવામાં આવે તો જણાય છે કે એ નિંદાની સીધેસીધી શરૂઆત લગભગ નથી કરી દેતો. કારણ, એ જાણતો હોય છે કે અન્યની હલકી વાતો સાંભળવા માટે સામો માણસ લગભગ તૈયાર હોતો નથી. એટલે પહેલાં, જેની નિંદા કરવી હોય તેની સારી વાતો કહેવાનો પ્રારંભ કરે છે. “તમે ફલાણાને જાણો છો ? એણે હમણાં ધર્મશાળા માટે ૨૫૦૦૦નું દાન આપ્યું. બે મહિના પૂર્વે ફલાણી પાંજરાપોળનેય એણે ૧૦,000નું દાન આપેલ. ખરેખર કહેવું પડે ! જબરી ઉદારતા છે.” આવી બેચાર સારી વાતો કહે, એટલે શ્રોતા એની વાતોને વિના પ્રતિકાર રસથી સાંભળવા માટે તૈયાર થઈ જાય છે. બાકી જો એ આવી વાતોથી પ્રારંભ કર્યા વિના જ એની For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૫૫ હલકી વાતો કરવા બેસી જાય કે “ફલાણાને ઓળખો છો ? પૈસા માટે આવા આવા ધંધા કરે છે....” તો શ્રોતા એની વાતો સાંભળવા ઊભો તો ન રહે, પણ ઉપરથી “કાંઈ કામધંધો છે કે નહીં ? આવી આવી વાતો કર્યા કરે છો !” વગેરે કહી એની બોબડી બંધ કરી દે. માટે નિંદક પ્રથમ સારી સારી વાતો કરે છે. અને પછી જ્યારે એને પ્રતીતિ થઈ જાય કે શ્રોતા મારી વાતો સાંભળવા માટે બરાબર પ્રીપેર થઈ ગયો છે, ત્યારે તે “પણ” શબ્દ બોલીને ગુંલાટ મારે છે. હા ! દાન તો એ આપે છે. પણ તમને ખબર છે ? એ માલમાં કેવી ભેળસેળ કરે છે ? ઘરાકોને કેવા ચીરે છે ? નોકરોનું કેવું લોહી ચૂસે છે ?...” આ પણ' એ Diversion જ નથી, કિન્તુ U Turn. છે. ગાડી સીધી વિપરીત દિશામાં જ દોડવા માંડે છે. પ્રશંસાથી શરૂ થયેલું ભાષણ નિંદાની ગલીચ વાતો પીરસવા માંડે છે, અને શ્રોતા પણ એ સાંભળવા માંડે છે. નિંદકોની આ કલાને લેખકોએ આવી રીતે બિરદાવી છે કે નિંદાનો પ્રારંભ સંગીતથી હોય છે.” આ નિંદા એટલે શું છે ? એક ત્રાહિત વ્યક્તિની વાસ્તવિક કે અવાસ્તવિક ભૂલોને એના છતા કે અછતા દોષોને થર્ડ પર્સન આગળ ગાવા તે. કોકની ભૂલ થર્ડ પર્સનને કહેવી હોય, તો ય જો સારા શબ્દોથી પ્રારંભ કરવો આવશ્યક બની રહે છે, તો જયારે જેની ભૂલ છે એ સેકન્ડ પર્સનને જ એ કહેવાની હોય તો સંગીતથી પ્રારંભ કરવાની આવશ્યકતા કેટલી હોય એ શું નહીં સમજાય એવી વાત છે ? સામાની ભૂલો સુધારવા માંગનારે તો સામાના દિલમાં પ્રવેશવું પડે, એના દિલમાં સ્થાન જમાવવું પડે. સામાના દિલના દિવાનખાનામાં પેસવા માટે ગુણો બારીબારણાં સમાન છે જ્યારે દોષો તો દિવાલ જેવા છે. ગુણો દ્વારા પેસી શકાશે, દોષો દ્વારા પેસવા ગયા, તો માથું ફૂટ્યા વિના નહીં રહે. માટે અન્યની ભૂલ સુધારવા ઇચ્છનારે પ્રથમ એના ગુણોની પ્રશંસા કરવી આવશ્યક છે. એનાથી એ સામી વ્યક્તિને પ્રિય બને છે. સામી વ્યક્તિના દિલમાં એના માટે ચાહના ઊભી થાય છે જેના કારણે એ પછી સામી વ્યક્તિ પાસેથી જે રીતે કામ કઢાવવું હોય એ રીતે કઢાવી શકે છે. અમેરિકાનો એક વખતનો પ્રથમ પંકિતનો મલ્ટી મીલીયોનેર એન્ડ્રઝા For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં કાર્નેગી, એ જમાનામાં, ચાર્લ્સ શ્લેબને વર્ષે ૧૦ લાખ ડોલર પગાર આપતો હતો. એનામાં માણસો પાસેથી કામ લેવાની જે કુશળતા હતી, અને માણસોમાં ઉત્સાહ જગાડવાની જે શક્તિ હતી, એ જ એની આ જંગી પગાર માટેની મોટી લાયકાત હતી. એની આ કુશળતા અને શક્તિનું વર્ણન કરતાં એ કહેતો કે, પોતાના બૉસની વારંવારની ટીકાથી માણસનો ઉત્સાહ જેટલો ભાગી જાય છે એટલો અન્ય કશાથી ભાંગી જતો નથી. એટલે એ બને ત્યાં સુધી કોઈની ખામી દેખાડતો નહીં, પણ જેટલી ખુબી હોય, એની દિલથી સરાહના કરતો. આપણી પ્રવૃત્તિ આનાથી વિપરીત હોય છે. ખુબીની પ્રશંસા લગભગ નહીં, અને ખામીની ટીકા ન કરવી” એવુંય લગભગ નહીં. રોજ ઘરને વાળીઝૂડીને બરાબર સાફ રાખનારી કામવાળીની આપણે પ્રશંસા નથી કરતા, અને એક દિવસ પણ જરા કચરો રહી ગયો હોય, તો કહ્યા વગર રહી નથી શકતા ! જ્યાં સુધી આપણે સામી વ્યક્તિને પ્રિય ન બનીએ-એના મનને આવર્જિત કરી વિશ્વાસનું સંપાદન ન કરીએ-ત્યાં સુધી એ આપણી વાત સ્વીકારી લે, અને એ પ્રમાણે સુધરવા માટે પ્રયાસો કરે, એ વાતમાં ખાંડ ખાવાની છે. એવી આશા રાખવી એ ઝાંઝવાના જળ જેવી છે. અન્યને પ્રિય બનવા માટે એની વિશેષતાઓને વખાણવી આવશ્યક છે. અને એ માટે “ભૂલ થઈ ને સંભળાવવી” એ વૃત્તિ છોડવી આવશ્યક છે. વળી ઘણીવાર તો આપણને અન્ય વ્યક્તિની જે ભૂલ લાગે છે, એ આપણી તેવી કલ્પનાના કારણે જ લાગતી હોય છે. સામી વ્યક્તિના અમુક આચરણને આપણે ભૂલ તરીકે કલ્પી લઈએ છીએ, પણ જો એવી પરિસ્થિતિમાં આપણે મૂકાયા હોઈએ, તો Most probably આપણે પણ એવું જ આચરણ કરતા હોઈએ, અને એને ભૂલરૂપે નહીં, પણ યોગ્ય જ માનતા હોઈએ, એવું બને છે. કારણકે આપણને પરિસ્થિતિ પણ દેખાતી હોય છે. સામી વ્યક્તિએ જ્યારે એવું આચરણ કર્યું હોય છે, ત્યારે આપણને એનું આચરણ માત્ર દેખાય છે, પરિસ્થિતિ નહીં, તેથી આપણે એને ભૂલ તરીકે કલ્પી લઈએ છીએ. ઘાટીના શરીરમાં આજે કળતર છે, તાવ આવવાની તૈયારી છે. નુકશાનકતાં પર ક્રોધ કરવો છે તો ક્રોધ પર જ કરો ને ! For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અન્યની ભૂલની દુરસ્તી અને તેથી સુસ્તી છે. આ આપણે જાણતા તો નથી. પણ આવી કંઈક પરિસ્થિતિ હશે માટે આજે એ બે-ત્રણવાર કામ ચીંધવા છતાં જલ્દી કામ કરતો નથી. અડધું કરીને પાછો બેસી જાય છે. આ રીતે વિચારતા પણ નથી અને તેથી પરિસ્થિતિ પર દોષારોપણ કરવાના બદલે એના પર દોષારોપણ કરીએ છીએ કે આળસુનો પીર થઈ ગયો છે ! કામ કશું કરવું નથી... ને હરામનો પગાર ખાવો છે. સામાન્યથી કામગરો પ્રતીત થયેલા નોકરના પણ એક દિવસના બદલાયેલા વર્તન પરથી આપણે એને “નાલાયક' જેવા માનવા માંડીએ છીએ, એનું કારણ એ છે કે અન્યની પ્રવૃત્તિ અંગે આપણે મોટે ભાગે શંકા અને અવિશ્વાસથી જ વિચારવાનું શરૂ કરતા હોઈએ છીએ. પૂર્વે કહી ગયો છું તેમ જીવો પ્રત્યે આપણો અનાદિકાળથી દ્વેષ છે, માટે એને કોઈપણ જાતની શોકોઝ નોટિસ આપ્યા વિના જ એ દોષિત છે, નાલાયક છે, કામચોર છે.... વગેરે નિર્ણય આપણે લઈ લઈએ છીએ, ને પછી એના પ્રત્યે દુર્ભાવ વહેડાવવા માંગીએ છીએ અને ગુસ્સાથી ખખડાવી નાખવો વગેરે સજા ફટકારી દઈએ છીએ.... ગમે તેવા ભયંકર ગુનાના આરોપ હેઠળ પકડાયેલા ને લોકદૃષ્ટિએ ગુનેગાર તરીકે સાબિત પણ થઈ ચૂકેલા એવા પણ ગુનેગારને ન્યાયાધીશ સીધેસીધો ગુનેગાર ઠેરવી સજા ફટકારી દેતા નથી- પણ એને પણ પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવે છે, અને જે કાંઈ કહેવું હોય તે શાંતિથી સાંભળવામાં આવે છે ને ગંભીરતાથી વિચારવામાં આવે છે. અરે ! ક્યારેક તો આ માટે એ સ્વયં સમર્થ ન હોય તો સામેથી એને વકીલ પણ પૂરો પાડવામાં આવે છે. આ બધી કારવાહી ને સુનાવણી પૂરી થાય પછી જ ન્યાયાધીશ બધો વિચાર કરીને ચુકાદો આપે છે. જો આ બધી પ્રક્રિયા કરવામાં ન આવે તો ન્યાય તોળ્યો ન કહેવાય... એક ઈશારો કરવા માત્રથી સ્વયં કામ કરી લેનારો તું આજે કેમ વારે વારે કહેવા છતાં કામ કરવાનો ઉલ્લાસ દેખાડતો નથી ? તને કોઈ તકલીફ છે ? આવું કંઈક પૂછીને એની પરિસ્થિતિ વગેરે કારણો જાણવાની દરકાર રાખ્યા વિના સીધો જ “તું આળસુનો પીર છે” વગેરે રૂપે એને ગુનેગાર જાહેર કરી દેવો ને એને ખખડાવી નાખવો વગેરે રૂપ સજા ફટકારી દેવી એ, એ વ્યક્તિને કરેલો અન્યાય નથી ? પોતાની શેઠાઈ-શ્રીમંતાઈ... અધિકાર વગેરેની રૂએ ઘાટીને અન્યાય For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ . હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં કરનારા આપણને પ્રકૃતિ શું કશું નહીં કરે ? વ્યક્તિ પર દોષારોપણ કરવાના બદલે પરિસ્થિતિ પર દોષારોપણ કરવામાં આવે તો વર્તમાનમાં તે તે વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવ-સંક્લેશ} વૈર વગેરેથી બચી શકાય છે ને ભવિષ્યમાં પ્રકૃતિ તરફથી થનાર સજામાંથી 'બચી જવાય છે. એટલે, ચીં....ઈ છે ..... માંડ માંડ એક્સીડેટ થતા રહી ગયો. વળાંક આગળ કાર ઝાડ સાથે ટકરાતાં સ્ટેજમાં રહી ગઈ... આપણને ખ્યાલ આવી ગયો કે ડ્રાઈવર આજે ઊંઘમાં છે, રફ ડ્રાઈવીંગ કરી રહ્યો છે... પણ એટલા માત્રથી એને ઉંઘણશી-બેદરકાર વગેરે ઈલ્કાબ આપી દેવાની શી જરૂર છે ? બની શકે છે. રાત્રે લાઈટ ચાલી જવાથી પંખો ચલાવી શકાયો નહીં ને તેથી કાળઝાળ ગરમીમાં ઉજાગરો થયો હોવાથી હાલ એને ઝોકાં આવી રહ્યાં હોય ? ક્લાર્કને સૂચના આપી કંઈક ને એણે પત્રમાં લખ્યું કંઈક... જે ફાઇલ લાવવાની કહી એના બદલે બીજી કોઈક ફાઈલ લઈ આવ્યો... “તમારામાં કશી અક્કલ નથી. તમારું કામ સાવ ગરબડીયું છે તમને નોકરીમાંથી ડીસમીસ કરવા પડશે...” વગેરે વગેરે સરોષ સંભળાવવાના બદલે આજે કેમ આમ થઈ રહ્યું છે? એની પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કરો ને ! એવું કેમ ન હોઈ શકે કે આજે સવારે ક્લાર્કને એની પત્ની સાથે નજીવી વાતમાં મોટો ઝગડો થઈ ગયો હોય ને તેથી એની ઉદ્વિગ્નતાના કારણે એનું ચિત્ત કામમાં પરોવાતું ન હોય ! પણ, આપણી અનાદિની ચાલ, પરિસ્થિતિને જોવા-વિચારવા દેતી નથી, સામો અયોગ્ય છે એવું જ વિચારાવે છે. ઘણીવાર તો આપણી ભૂલ હોય તોય આપણો અહંકાર આપણને આપણી ભૂલ નથી દેખાડતો પણ સામાની ભૂલ જ દેખાડે છે. ઇતરોના મહાભારતમાં પેલો પ્રસંગ આવે છે ને. દ્રૌપદીએ એકદા શ્રીકૃષ્ણને ફરિયાદ કરી કે “પ્રભો ! તમે તો ભક્તજનવત્સલ છો ! અનંત શક્તિસંપન્ન છો ! વિશ્વવ્યાપી છો ! અંતર્યામી છો ! છતાં એ દિવસે ભરચક ભરેલી રાજસભામાં દુષ્ટ દુર્યોધનની દુરાજ્ઞાથી દુઃશાસન મારાં ચીવર ખેંચી રહ્યો હતો, ત્યારે પ્રથમથી જ આવીને મારી આબરૂની રક્ષા ન કરી, અને છેક છેલ્લી ઘડીએ તમે સહાયમાં આવ્યા. આ તમારી ગંભીર ભૂલ નહોતી શું ? For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૫૯ ત્યારે મધુર સ્મિત વેરતા શ્રીકૃષ્ણ મીઠા શબ્દો વેર્યા કે, “હે પાંચાલી ! એમાં ભૂલ મારી હતી કે તારી ? એ તું જ વિચાર. જ્યારે એવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે તે પ્રથમ પાંડવોને યાદ કર્યા અને સ્વલાજના રક્ષણ માટે એમનું શરણ લીધું, એમને પ્રાર્થના કરી. પછી ક્રમશઃ ભીષ્મ પિતામહ વગેરેને યાદ કર્યા. જ્યારે બધાથી તને નિષ્ફળતા સાંપડી ત્યારે છેક છેલ્લે તેં મને યાદ કર્યો. અને મને તો તેં જેવો યાદ કર્યો, કે તુરંત હું તારી રક્ષા માટે પ્રયત્નશીલ બન્યો. હું છેક છેલ્લે સહાયાર્થ આવ્યો, એમાં બોલ તારી ભૂલ હતી કે મારી ?” હા, આપણી ભૂલ હોય તોય સામાની ભૂલ દેખવી એવી આપણી એક સાયકોલૉજી છે. તેથી સામાની પરિસ્થિતિ જોઈ-જાણી ન હોય ત્યારે એના વર્તનને ભૂલ તરીકે કલ્પી લેવું એ ઘણું જ સંભવિત છે. ભૂલ જોઈ ને ખખડાવવું એવા સ્વભાવવાળો આવા અવસરે પણ કટુ શબ્દ સંભળાવ્યા વિના રહી શકતો નથી. એ વખતે સામી વ્યક્તિ પોતાની પરિસ્થિતિ. મજબુરી વગેરે સમજાવવા પ્રયાસ કરે. તો આવેશ વગેરેના કારણે એને સમર્જવાની તૈયારી હોતી નથી, એની દલીલોનો સ્વીકાર તો નથી થઈ શકતો પણ સામી દલીલો કરીને તોડી નાખવાના પ્રયાસો થાય છે. અને તેથી “બસ ! તને બચાવ કરવાની જ ટેવ પડી છે ! એક તો ભૂલ કરવી અને પછી એનો સ્વીકાર જ ન કરવો” ઇત્યાદિ વધુ કઠોર શબ્દો મુખમાંથી નીકળે છે, તેમજ તેના પ્રત્યેનો દુર્ભાવ વધુ ઘટ્ટ થાય છે. એમ સામી વ્યક્તિને પણ આપણા પ્રત્યે દુર્ભાવ અને દ્વેષ વધ્યા વગર રહેતાં નથી. “કહું છું તે સાંભળવું નથી, પરિસ્થિતિ સમજવી નથી, ને જેમ ફાવે તેમ બોલ્યા કરવું છે.” તકરાર અને ઝઘડો વધી જાય છે, દિલ ઘવાઈ જાય છે, એકબીજા પ્રત્યેની લાગણીમાં કુઠારા-ઘા લાગી જાય છે અને પછી બે-ચાર કલાક બાદ જ્યારે સ્વયં કે અન્યના કહેવાથી સાચી પરિસ્થિતિ પમાય છે ત્યારે પસ્તાવાનો પાર રહેતો નથી. “મેં ખખડાવવામાં ઉતાવળ કરી નાખી, ન બોલ્યો હોત તો શું વાંધો આવવાનો હતો ? નાહકનું એનું દિલ તોડી નાંખ્યું !પછી તૂટેલા એ દિલને સાંધવા માટેના, પરમુખ થયેલા એ દિલને સન્મુખ કરવાના પ્રયાસો ચાલુ થાય છે. પણ હવે મોડું થઈ ચૂકયું હોય છે. કદાચ દિલ સંધાય તો પણ સાંધો તો રહી જ જાય For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં છે. કલાપીનું પેલું કાવ્ય... તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો, છૂટ્યો તેને અરરરપડી ફાળ હૈયા મહીં તો; રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં, નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે, આવે હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને; રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે. પંખીની ઉપર પથરો ફેંકી દીધો, એટલે આજ સુધી એના દિલમાં આપણા પ્રત્યે જે પ્રેમ-સ્નેહ ને વિશ્વાસ ઊભાં થયા હતા, એમાં તિરાડ પડી જ સમજો. પછી એ પ્રેમ વગેરે પુનઃ ઊભા કરવા માટે ગમે એટલા પ્રયાસો થાય, પૂર્વના જેવો વિશ્વાસ ઊભો થઈ શકતો નથી. એક પંખીના દિલમાંય પથ્થરના ઘાનોય અમુક ડંખ તો રહી જ જાય છે. એ હવે, ક્યારેય મુક્તમને પાસે આવતું નથી. તો પછી માનવના દિલમાં કટુવેણના ઘાનું તો પૂછવું જ શું? શસ્ત્રના ઘા કરતાંય વચનનો ઘા ઘણો ઊંડો હોય છે. જંગલની બોર્ડર પર રહેલા ભીલને રોજ જંગલમાં જવાનું થાય. એક વાઘ પણ ત્યાં રોજ આવતો, ધીમે ધીમે બેની મિત્રતા જામી. પછી તો રોજ એ મિત્ર સાથે ઘણી ચિત્રવિચિત્ર વાતો થતી. રાત્રે એ બધી વાતો એ પોતાની ભીલડીને કરતો, એટલે ભીલડીને પણ પોતાના પતિના આ વિલક્ષણ મિત્ર માટે કુતુહલ જાગ્યું. એકવાર તો તમારા આ મિત્રને ઘરે લઈ આવો તો મારે પણ એની મુલાકાત થાય.” આવી પત્નીની ઇચ્છાને ભીલ વારંવાર વાઘ પાસે દોહરાવતો. પણ વાઘ ઈનકાર કરતો. કિન્તુ એના વારંવારના આગ્રહને વશ થઈ, એક દિવસ એ ભીલની ઝુંપડીએ આવ્યો. કુદરતી એ દિવસે એ કોક સડેલું મડદુ ખાઈને આવ્યો હતો. એના મુખમાંથી ભયંકર દુર્ગધ આવતી હતી. ભીલડી એ દુર્ગધથી ત્રાસી ગઈ. એણે મોં મચકોડ્યું અને સહસા બોલી ઊઠી, છટું આવો તમારો મિત્ર ! એના મોંમાંથી તો કેવી ભયંકર વાસ આવે છે !' વાઘે આ સાંભળ્યું, અને એના મર્મમાં ઘા લાગી ગયો. એ ચૂપચાપ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ અન્યની ભૂલની દુરસ્તી ચાલ્યો ગયો. પણ પછી એણે ભીલને મળવાનું છોડી દીધું, મૈત્રી તોડી નાખી. એક દિવસ, શોધતાં શોધતાં ભીલે વાઘને ખોળી કાઢ્યો, “અરે મિત્ર ! કેમ હવે તું દેખાતો નથી ?” ભીલના પ્રશ્નનો વાઘે જવાબ આપ્યો કે, “હવે આપણે મિત્ર નથી. તારી પત્નીના એ શબ્દોનો જોરદાર ઘા લાગી ગયો છે.” ““અરે યાર ! એ શબ્દોને આટલું બધું મહત્ત્વ શું આપે છે ? એમાં શું આટલો ઘા લગાડવાનો ?' “દોસ્ત ! તને ભલે એમ લાગે. મને કેવો ઘા લાગ્યો છે એ તું નહીં સમજી શકે. એમ કર, તારા હાથમાં આ જે તીર છે એ મારા પગમાં માર.” “હું કાંઈ મિત્રને મારતો હોઈશ ?” ભીલે ના પાડી. પણ વાઘે આગ્રહ કર્યો એટલે દુભાતા દિલે એને તીર માર્યું, પછી કાઢી લીધું. ત્રણ દિવસ બાદ વાઘ પાછો ભીલને મળ્યો. એણે પગ બતાવીને કહ્યું કે, “જો, તારા તીરનો ઘા રુઝાઈ ગયો, પણ તારી પત્નીના એ શબ્દોનો ઘા હજુ રુઝાયો નથી.” શબ્દોનો ઘા વધુ ઊંડો હોય છે. માટે જ શબ્દયુદ્ધમાંથી શસ્ત્રયુદ્ધ સર્જાયાં છે, પણ શસ્ત્રયુદ્ધમાંથી શબ્દયુદ્ધ લગભગ સર્જાતું નથી. “આંધળાના દીકરાય આંધળા જ હોય” એવા શબ્દોએ મહાભારતનું યુદ્ધ ઊભું કર્યું હતું ને ! કોકની ભૂલ કલ્પીને ખખડાવી નાખવામાં આવે ત્યારે જે ઘા લાગી જાય છે, તે પછી ગમે તેટલું સારું વર્તન કરવા છતાં અને એને સમજાવવા છતાં, સંપૂર્ણતયા તો રુઝાતો નથી જ, સાંધો તો રહી જ જાય છે. “ભૂલ દેખવા મળી ને બોલી ઊઠ્યા” આવી વૃત્તિવાળો સામાના દિલને વારંવાર તોડતો જ રહે છે. પછી કદાચ સમજાવટ કરે તોય વારંવારના સાંધા તો રહી જ જાય છે. આ વારંવારના સાંધાઓ ભેગા થઈ એક ગાંઠનું સ્વરૂપ પકડી લે છે, જે એ વ્યક્તિને હંમેશ માટે એનાથી દૂર કરી દે છે. આની સામે જેણે, “કોઈની પણ ભૂલ જોવા મળે, તરત તો કાંઈ કહેવું જ નહીં' એવી ટેવ પાડી છે, તેને આ રીતે પસ્તાવાનો અવસર આવતો નથી. એ જે ૪-૬ કલાક વીતવા દે છે, એમાં એનો આવેશ વગેરે દૂર થવાથી દરેક પાસાને વિચારવાની તક મળે છે. એના કારણે સ્વયં કે અન્ય દ્વારા પણ સાચી પરિસ્થિતિ પામી શકવાથી એ બાબતમાં કાંઈ કહેવાનું રહેતું નથી. આ વાત દરેકને સ્વાનુભવસિદ્ધ છે કે ‘તરત કાંઈ ન કહેવું' એવી પોતાની સુટેવના કારણે કે અન્ય કોઈપણ કારણે ભૂલના અવસરે કાંઈ કહ્યું ન હોય, પણ પછી For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં અવસરે કહીશ એમ વિચારી રાખ્યું હોય, તો ઘણી વાર પાછળથી પોતાને એવી પ્રતીતિ થાય છે કે “આમાં કહેવા જેવું શું છે? આવી પરિસ્થિતિમાં તો કોઈપણ માણસ આવું જ કરે.” કદાચ આવી પ્રતીતિ ન થાય અને ૪-૬ કલાક બાદ પોતે એકાંતમાં એ વ્યક્તિને કાંઈ કહે, ત્યારે એ વ્યક્તિ જે ખુલાસા કરે, પોતાની પરિસ્થિતિ જણાવે, પોતે જે અભિપ્રાયથી એ કાર્ય કર્યું હોય, તેને વ્યક્ત કરે તો એનાથી પણ એનું એ વર્તન કોઈ ગંભીર ભૂલરૂપ નહોતું એમ પ્રતીત થઈ શકે છે, કેમકે એના ખુલાસાને સ્વીકારવા ન દેનાર આવેશ હવે રહ્યો હોતો નથી: એટલે એવા વર્તન અંગે કાંઈ કહેવાનું જ ન રહેવા રૂપે લાભ થાય છે. જેટલા ઑપરેશન ટાળી શકાય એટલો દર્દીને વધુ ને વધુ લાભ જ હોય છે. કદાચ એનું વર્તન હજુય ભૂલરૂપ જ લાગે તોય જે ઓપરેશન થાય એ ઑપરેશનના નિયમોને ચાતરી જઈને કરવાનું જરૂર ટાળી શકાય છે, જેના કારણે બીજું કોઈ ગંભીર નુકશાન થતું નથી. ઓન ધ સ્પોટ ભૂલ અંગેનું ભાષણ શરૂ કરી દેનારે રાતે પથારીમાં પડ્યા પડ્યા શાંતચિત્ત-સ્વસ્થ મને દિવસભરનું સરવૈયું કાઢવું જોઈએ. આખા દિવસ દરમિયાન નોકર, ચાકર, મહેતા, પત્ની, પુત્ર વગેરે કેટકેટલાને કેટકેટલીવાર કઈ કઈ ભૂલ માટે ઠપકો આપ્યો કે કટુવેણ કહ્યાં એનો જો એ સરવાળો માંડે અને તે તે દરેક પ્રસંગે તે તે વ્યક્તિનું વર્તન શું ખરેખર ઠપકાપાત્ર હતું કે એમાંથી કેટલીય ભૂલો નેગ્લીજીબલ હતી' એનો જો સ્વસ્થચિત્તે વિચાર કરે તો, મને લાગે છે કે, દિવસ દરમ્યાન દસ વાર ઠપકો આપવાના બનેલા પ્રસંગોમાંથી ઓછામાં ઓછા પાંચ પ્રસંગો તો એવા જરૂર ભાસે કે જેમાં કાંઈ જ ઠપકો આપવા જેવું ન હોય, “આવી નાની નાની ભૂલો તો થયા કરે, એમાં ઠપકારવાનું શું ? એવી ભૂલો તો મારાથીય થયા કરે છે.' એમ લાગ્યા વિના ન રહે. એટલે જ જર્મન લશ્કરનો એક કાયદો હતો કે કોઇપણ સોલ્જરની બીજા સોલ્જરને ભૂલ લાગી અને ફરિયાદ કરવા જેવું લાગ્યું હોય તો પણ તુરંત ફરિયાદ ન કરવી. કિન્તુ ભોજન થઈ જાય, એક રાત પસાર થઈને પોતાને મનમાં શાંતિ અને સ્વસ્થતા થઈ જાય એ પછી ફરિયાદ કરવા જેવું લાગે તો ફરિયાદ કરી શકે. એ પહેલાં જો ફરિયાદ કરવામાં આવે તો એ ફરિયાદ કરનારને સજા થતી. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૬૩ ઑન ધ સ્પોટ ભૂલ કહેવા બેસી જનારો તો નગણ્ય ભૂલોમાંય સામાને ઠપકારી દેતો હોય છે, ને એનાથી સામાના દિલના ટુકડા પણ થતા જ રહેતા હોય છે. “આમને તો બોલ બોલ કરવાની ટેવ પડી ગઈ છે' એમ વિચારી એ સામો માણસ એવો નઠોર બની જાય છે કે પછી મોટી ભૂલ અંગેની મહત્ત્વની સલાહને પણ એ ધ્યાનમાં લેતો નથી. “વાઘ આવ્યો રે વાઘ આવ્યો, ધાજો રે ધાજો” એમ સમજીને એને અવગણી નાખે છે. એમ કહે કે મોટો અપરાધ કર્યો. એવો મોટો કે જોરદાર બદલો લેવાનું તરત મન થઈ જાય. છતાં શાન્તિના ઇચ્છુકે કાળવિક્ષેપ કરવો જોઈએ. (વંકચૂલે હત્યા કરી નાખવાની બાબતમાં ૭ ડગલાં પાછળ ખસવા જેટલો કાળવિક્ષેપ કર્યો તો કેવી ભયંકર હોનારતમાંથી બચી ગયો !) જો કાળવિક્ષેપ કરવામાં ન આવે, તો એ વખતે આવેશના કારણે એ સ્વયં વિચારી શકતો નથી, કે એ અપરાધ પોતાને જેવો લાગે છે, ખરેખર એવો ભયંકર છે ? પોતે એના જેવો જલદ બદલો લેવા માગે છે એવો આવશ્યક છે ? એવો જલદ બદલો લેવા જતાં સામો વીફરશે તે કેવી મુશ્કેલીમાં મૂકી દેશે ? એની તાકાત કેટલી છે ને મારી કેટલી છે ? આ બધું ન વિચારી શકવાથી જલદ પગલું લેવાઈ જાય છે અને પછી ચિરકાળ સુધી એનાં માઠાં પરિણામો ભોગવવાં પડે છે. જ્યારે કાળવિલંબ કરવામાં આવે તો જેમ જેમ કાળ પસાર થતો જાય છે તેમ તેમ એ અપરાધ નાનો લાગતો જાય છે, તેથી બદલાની માત્રા ઘટતી જાય છે જે સંભવિત જોખમમાંથી ઉગારી લે અબ્રાહમ લિંકનની પાસે એકવાર એક ક્લાયંટ આવ્યો. એના જૂના ભાગીદાર સાથે એને વેરવિરોધ થઈ ગયેલો. ભાગીદારી તો છોડી નાખેલી. તેમ છતાં દ્વેષની જવાળાઓ હજુ બન્નેના દિલમાં પ્રજવલતી હતી. એ અસીલે બે પત્રો લિંકન પાસે રજૂ કર્યા. “જુઓ વકીલ સાહેબ, આ એનો ૨૦ પાનાનો ગાળાગાળી કરતો પત્ર આવ્યો છે. જૂની જૂની ઘણી વાતોને વિકૃત કરીને એણે મારા પર ભયંકર ખોટી આળ મૂકી છે. એટલે એ સમજે છે શું ? એને જ લખતાં આવડે છે, અને મને ક્રોધનો પ્રારંભ થાય છેખેતાણી અને અંત થાય છે પશ્વાત્તાપથી... For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં નથી આવડતું ? એનો પ્રતિકાર કરવાની મારામાં જાણે કે કોઈ તાકાત જ નથી, તે એની બધી કનડગત હું સાંખી લઈશ ? એની આવી બધી ભ્રાન્તિઓ હોય તો હવે એ દૂર કરવી પડશે. એણે ૨૦ પાનાં ભર્યા છે, મેં ૪૦ પાનાં ભરીને સણસણતો પત્ર લખીને તૈયાર કર્યો છે. લ્યો, કાયદાની દૃષ્ટિએ હું એમાં ક્યાંય ફસાઈ જતો તો નથી ને ? એટલું જરા જોઈ આપો ને.” સખત બદલો લેવાની ભાવનામાં રાચતા એ ભાગીદારે લિંકનને બન્ને પત્રો આપ્યા. એનો ધમધમાટ જોઈને લિંકને કાળવિક્ષેપ કરવાનું મુનાસિબ માન્યું. એટલે ચાલાકીથી પોતાના એ ક્લાયન્ટને કહ્યું કે “તમારી વાત બરાબર છે, આટલું બધું સણસણતું એણે લખ્યું હોય તો એ કોણ સહન કરી શકે ? પણ જુઓને, હાલ તો હું એકદમ બીઝી છું. તમે એમ કરો, એ બન્ને પત્રો અહીં મૂકી જાવ. હું અવસર મળે એટલે એને જોઈ લઈશ ને વિચારી લઈશ. તમે એક અઠવાડિયા પછી મને મળો.' અઠવાડિયા પછી એ પોતાના પત્રની ઉઘરાણી કરતો પાછો આવ્યો. રોષમાં અને બદલો લેવાની ભાવનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એ લિંકનને પ્રતીત થયા વિના રહ્યું નહીં. “પોતે સાવ ભૂલી જ ગયો ન હોય' એવો ડોળ કરતાં એણે કહ્યું કે, “અરે ! મને માફ કરજો. આ તમારા પત્રો તો સાવ વીસરાઈ જ ગયા. તમને જોયા ને તમારા પત્રો યાદ આવ્યા. હવે તમે એમ કરો ને, સાત દિવસ પછી આવો. વિધાઉટ ફેઈલ, હું જોઈ રાખીશ.” થોડાક ધમપછાડા કરતો ભાગીદાર વીલે મોઢે પાછો ફર્યો. લેણદાર જેમ દેવાદાર પાસે, મુદત પાકે ને ઉઘરાણીએ પહોંચી જાય એમ અઠવાડિયું થયું, એટલે એ પુનઃ હાજર થઈ ગયો. એ વખતે એનો જ પત્ર હાથમાં લઈને એના પર વિચાર કરી રહ્યો ન હોય તેવો દેખાવ લિંકને કર્યો હતો. “ઓહો ! તમે આવી ગયા, જુઓ, આ તમારો જ પત્ર હાથમાં લીધો છે.....” “હા, એ બહુ સારું કર્યું. કેમ લાગે છે ? વકીલ સાહેબ !” “તમે બહુ ચોકસાઈપૂર્વક પત્ર લખ્યો છે હોં ! કહેવું પડે. ક્યાંય તમારે ફસાવાનું થાય એવું એમાં નથી.” લિંકને થોડી પ્રશંસા કરી. “તો લાવો પત્ર, આજે જ હું એના પર રવાના કરી દઉં. એય બેટાને ખબર તો પડશે કે દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે.” એણે પોતાની અધીરાઈ પ્રગટ કરી. “હા, તમારી વાત સાચી છે. જો એ ધ્યાનપૂર્વક આ પત્ર વાંચશે તો For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ અન્યની ભૂલની દુરસ્તી એના રૂંવાડે રૂંવાડામાં અગનજવાળાઓ ચંપાશે. પણ મને વિચાર એ આવે છે કે આટલા લાંબા પત્રને એ ધ્યાનથી વાંચશે ખરો ? તમે જાણો છો કે એ પોતાનાં કાર્યોમાં કેટલો બધો રચ્યોપચ્યો રહે છે. જો આટલાં પાનાં જોઈને જ એ એને વેસ્ટબોક્ષમાં નાખી દેશે તો ? તમારી ધારણા સફળ ન થાય એવું આપણે કરવું નથી. એટલે શું તમને એમ લાગતું નથી કે આ પત્રને થોડો ટુંકાવી દેવો જોઈએ ?” લિંકને પોતાની મુત્સદી દાખવી. “સારુ, વકીલ સાહેબ ! તો હું એને ટુંકાવી દઉં” ત્રણ-ચાર દિવસમાં એ પત્રને ટુંકાવી લાવ્યો. પત્રની લેન્થમાં ૫૦% ઘટાડો જાણી લિંકનને આનંદ થયો. “સરસ, ઘણું સરસ ! તમે બહુ જ સુંદર કાર્ય કર્યું. આ જુઓ ને, પેલાં ૪૦ પાનાં કરતાંય આ ૨૦ પાનાંમાં પત્ર ભલે ટુંકાઈ ગયો, પણ શબ્દો કેવા અસરકારક ને વધુ ચોટ લગાડે એવા બની ગયા છે. મને લાગે છે કે હજુ જો શબ્દ ઓછા કરી નાખવામાં આવે તો એ વધુ અસરકારક બનશે. લાંબા પત્ર કરતાંય ટૂંકો ટેલિગ્રામ કેવી અસર ઊભી કરે છે !” લિંકને નવો પાસો ફેંક્યો. દિનપ્રતિદિન અસીલનો જુસ્સો ને ગુસ્સો તો ઘટી જ રહ્યા હતા. એણે લિંકનની વાત સ્વીકારી લીધી. ચારપાંચ દિવસની મથામણ કરીને એણે વજન ઓર અડધું કરી નાખ્યું. દશ પાનાંનો પત્ર લઈને એ લિંકન પાસે પહોંચી ગયો. “નાઈસ, વેરી નાઈસ !” લિંકન જાણે કે ખુરશીમાંથી ઊછળી પડ્યો. એણે અસીલની હોંશિયારીનાં ભારોભાર વખાણ કર્યા. ફુલણશી ફુલાઈ ગયા. “તો આ પત્ર હવે મોકલી આપું ને ? એના દિલમાં જબ્બર ચોટ લગાડશે, કેમ ખરું ને વકીલ સાહેબ !” લિંકન તો પૂરા ખેલાડી હતા. શતરંજના પ્યાદાને કઈ વખતે કઈ ચાલ આપવી એમાં પૂરા હોશિયાર. એણે વાતનો ઢંગ બદલીને કહ્યું : “તમારા પર એણે જે પત્ર લખ્યો હતો તેના પર કઈ તારીખ છે ? જુઓ ને !” પેલાએ તારીખ જોઈને કહ્યું. એટલે છેલ્લી બાજી અજમાવતાં લિંકને કહ્યું કે, “જુઓને મહાશય ! એણે તો પત્ર લખ્યાને મહિના ઉપર કાળ પસાર થઈ ગયો. તમારા ઉત્તરની શરૂ શરૂમાં પ-૭ દિવસ એણે રાહ જોઈ હશે. પણ ત્યાં સુધીમાં જવાબ ન મળવાથી ધીમે ધીમે એનોય ધમધમાટ ઓછો થઈ ગયો હશે, અને હવે તો એ પોતાના પત્રને ભૂલી પણ ગયો હશે. હવે એક મહિના બાદ તમારા પત્રની એક પર શી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં અસર થશે ?” “તો શું આ પત્રની અસર નહીં થાય ?' અસીલે દીનવદને કહ્યું. “હા, મને એમ લાગે છે કે હવે એની ધારી અસર નહીં થાય. એટલે હવે એને મોકલવાથીય શો લાભ ?” “તો. હવે એનું શું કરું ?” “મારી તો સલાહ છે કે હવે એ પત્રને ફાડી નાખો અને તમેય મનમાંથી એના પત્રની વાત કાઢી નાખો. માનો કે એ પત્ર તમને મળ્યો જ નથી. (ક્લેશ-સંક્લેશ અને દુર્ભાવમાંથી બચવાનો આ એક બહુ સારો ઉપાય છે. કોઈએ તમને જાતજાતના આરોપ લગાવતો ગંદી-ગલીચ ભાષામાં પોસ્ટકાર્ડ લખ્યો... તમે વિચારી લ્યો કે તમને પી.સી. મળ્યો જ નથી. સારા સારા.... ને મહત્ત્વના પત્રોને પણ ભારતીય પોષ્ટ હજમ કરી જાય છે તો એક પોસ્ટકાર્ડ કઈ વાડીનો મૂળો ? તમે નિશ્ચિત થઈ જશો... લખનારો બિચારો વિચાર્યા કરશે કે જવાબ કેમ ન આવ્યો ? મારો પી.સી. એને મળ્યો હશે કે કેમ ? તમારો સંક્લેશ ત્યાં ટ્રાન્સફર થઈ જશે ને એના બદલે તમે જો એ પી.સી. ને મહત્ત્વ આપ્યું... તો સંક્લેશ તમારે જ વહોરવો પડશે... કોઈ ફોન પર જાતજાતના આક્ષેપ કરી રહ્યું છે. રોગ નંબર કહી દ્યો. એટલે વાત પૂરી થઈ જશે...) નહીંતર તમે લખશો એટલે પાછો એ લખશે... એ લખશે એટલે પાછું તમે લખશો. આવું ચાલ્યા જ કરશે. તમારો કામધંધોય અટકી પડશે ને તમારી બધી શક્તિ આમાં જ ખર્ચાઈ જશે. Simply waste of time and energy.... પરિણામે તો નિરંતર મનમાં અશાંતિ, ઉકળાટ અને બળતરાઓ જ રહેશે. લાવો, તમારો જીવ ન ચાલતો હોય તો હું એ બન્ને પત્ર ફાડી નાખું.” આમેય મહિનો વીતી જવાથી આનો ઘણો આઘાત ઓછો થઈ ગયો હતો, રીસ અને રોષ ઓસરી ગયાં હતાં. આવેશનો આવેગ મંદ પડી ગયો હતો. એમાં આવી સલાહ મળી... એટલે થોડા કચવાતા દિલે પણ એણે બન્ને પત્રો લિંકનના હાથમાં મૂકી દીધા. જાણે વૈરની પરંપરાને ફાડી નાખતા ન હોય એમ લિંકને એ બન્ને પત્રો ફાડી નાખ્યા. લિંકન કહેતા હતા કે, કોઈના પર બહુ ગુસ્સો આવ્યો હોય તો એના પર પત્ર લખો, બધો ગુસ્સો | એમાં ઠાલવી દ્યો, પણ એના પર એડ્રેસ નહીં કરો. * કોઈના પણ અપરાધથી થયેલ નુકશાનનો દિલમાં લાગેલો આઘાત કાળવિલંબે ઘટવા માંડે છે, એ વાત દુઃખનું ઓસડ દહાડાની લોકોક્તિ પરથી પણ જાણી શકાય છે. એટલે કાળ વ્યતીત થયા બાદ આપણી For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૬૭ સ્વસ્થતા પેદા થાય છે. જેથી આપણે સારા શબ્દોમાં સમજાવી શકીએ છીએ. વળી ભૂલના અવસરે આપણે કાંઈ બોલ્યા નહીં. એ જાણીને ભૂલ કરનારને આપણા પ્રત્યે અહોભાવ જાગ્યો હોય છે. તેથી પહેલાં પણ ગુસ્સો કર્યો ન હતો, પછી પણ કોઈ કટાક્ષ કે કટુવેણ નથી કહ્યાં એની પ્રતીતિ થવાથી એ નિર્ભય પણ બને છે. આ કારણે એ એની ભૂલનો સ્વીકાર કરી લે છે. કોઈ તકરાર થતી નથી, દિલના ટુકડા થતા નથી, સાંધા કરવાની જરૂર રહેતી નથી, ગાંઠ ઊભી થતી નથી અને વૈરભાવથી બચી શકાય છે. કોઈએ ભૂલ કરી ને એનો સ્વીકાર કરાવવા પ્રયાસ કરવો.” એ જેમ એક અનાદિની ચાલ છે, એમ આપણે ભૂલ કરી હોય તો સ્વીકાર ન કરવો એ પણ એક અનાદિની ચાલ છે. માટે કોઈ પણ વ્યક્તિ આપણી ભૂલ કાઢતી આવે તો ક્યારેય બચાવ ન કરવો, પણ સ્વીકાર જ કરી લેવો, એ હિતાવહ છે. એમ કરવાથી એનો ગુસ્સો ઓછો થઈ જાય છે, આપણને પણ સંક્લેશ રહેતો નથી. નહીંતર ભૂલોનો સ્વીકાર કરાવવા જાતજાતની દલીલો એ કરશે અને આપણે એનો બચાવ કરવા માટે એની સામે જડબાતોડ તર્કો કરીશું. એમાં આગળપાછળનો એકબીજાનો ઇતિહાસ જોડીશું. ભૂલાયેલી એકબીજાની ભૂલો પાછી યાદ કરીને એના રુઝાયેલા ઘાને પુનઃ તાજા કરીશું. એમાંથી એવી તકરાર જન્મ લે છે જે વૈરભાવરૂપે વૃદ્ધિ પામે છે ને પછી બન્નેના દિલમાં વૈરની ભયંકર આગ ભડકે બળે છે. આ ભયંકર આગનું નિમિત્ત તો ઘણીવાર કોકની નાની ભૂલ અને તેનો અસ્વીકાર જ હોય છે. જે આગના કારણે એક લાખ લોકો બેઘર થયા એ શિકાગોની ભયંકર આગ પણ એક માણસની એક નાનકડી ભૂલ જ હતી ને ? સળગાવેલું ફાનસ બેદરકારીથી ગમે ત્યાં મૂકી એ માણસ અલ્પકાળ માટે આઘોપાછો થયો, ગાયની અડફેટમાં એ ફાનસ આવ્યું, આગ લાગી અને ચોમેર ફેલાઈ... • માટે વૈરની અગનઝાળથી બચવા ઇચ્છનારે જેમ ઑન ધ સ્પોટ ક્યારેય બીજાની ભૂલ કહેવી નહીં. એમ, ઑન ધ સ્પોટ ક્યારેય સ્વભૂલનો બચાવ કરવો નહીં, પણ સ્વીકાર જ કરી લેવો એ હિતાવહ છે. તમે પૂછશો સ્વીકારની પણ કોઈ હદ ? જવાબ છે : To no limit. તમારી બિલકુલ ભૂલ ન હોય, સ્પષ્ટ રીતે તમારી જાત તમને નિર્દોષ ભાસતી હોય અને સામી વ્યક્તિ ભારે ગેરસમજના કારણે જ તમારા પર દોષારોપણ કરી રહી હોય, તોપણ એ વખતે તો સ્વીકાર જ કરી લેવો. “મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામિ દુક્કડમ્” કોઈ જ બચાવ નહીં. પછી ૪-૬ કલાક જવા દ્યો. અવસર પામીને એકાંતમાં For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં ખુલાસો કરવામાં વધુ લાભ છે. એ જ વખતે ખુલાસો કરવાનો પ્રયાસ કરવામાં કલહ ઊભો થવાની શક્યતા છે, કેમકે એ વખતે એ આવેશમાં તો હોય જ છે. વળી “મેં તારી ભૂલ કાઢી એમાં તું મને ખોટો ઠેરવવા માંગે છે ?” એવું એના મનમાં આવવાથી એનો પોતાનો અહંભાવ પણ ઊછળ્યો હોય છે. તેથી એ મોટે ભાગે તો તમારી વાતને સમજી શકતો નથી. કદાચ સમજી જાય તો પણ મિસ્ટર અહંકાર વચમાં પોતાની ટાંગ નાખશે....એટલે એ ઇચ્છશે તો પણ “સારું, ત્યારે તારી કોઈ ભૂલ નથી' એવું કહી નહીં શકે. એટલે એ તમારી ગમે તેવી યુક્તિસંગત વાતોને એ વખતની જાહેરસ્થિતિમાં સ્વીકારવા લગભગ તૈયાર થતો નથી. પોતે જે દોષારોપણ કર્યું છે એ બરાબર જ છે એની જ સિદ્ધિ કરવા ઝઝૂમે છે. એમાં બન્નની શક્તિઓ વેડફાય છે, સમાધાન થતું નથી અને ઉપરથી જોશ વધે છે. એના બદલે એ વખતે કોઈ જ દલીલ કર્યા વિના સીધો જ સ્વીકાર કરી લેવામાં આવે તો એના મન પર પણ અસર થાય છે- તમારી ભૂલ છે જ, એ વાતની સિદ્ધિ કરવા એણે વિશેષ કોઈ દલીલ કરવી પડી ન હોવાથી કે શોધવી પડી ન હોવાથી એ વાત એના મનમાં એટલી ચૂંટાયેલી હોતી નથી. તેમજ એ વ્યક્તિ પણ વિચારશીલ તો હોય જ છે. તેથી વિચાર કરતાં ક્યારેક એને જ એવી પ્રતીતિ થઈ શકે છે કે, એમાં તમારી કોઈ ભૂલ નહોતી. અથવા તમારી પરિસ્થિતિ જ એવી હતી કે એ સિવાય બીજું કાંઈ થવું એમાં શક્ય નહોતું, અથવા સ્વયં એવી પ્રતીતિ ન થાય તો અન્ય દ્વારા પણ એવી પ્રતીતિ થઈ શકે છે. અને એ થાય છે ત્યારે, એને, પોતે ઠપકો આપવા બદલ પોતાની જાતનો પશ્ચાત્તાપ થાય છે. વળી તમે વિના દલીલે એ ગુનો સ્વીકારી લીધેલો એ કારણે તમારા પર અહોભાવની એક ઊંડી લાગણી ઊભી થાય છે. કદાચ આ રીતે એને પ્રતીતિ ન થઈ હોય તો પણ તમે સ્વયં જ્યારે સમજાવશો ત્યારે સમજી શકવાની ભૂમિકા તો ઊભી થયેલી જ હોય છે. માટે વિના તકરારે તમારી નિર્દોષતાને એ સ્વીકારી શકે છે. તેથી સ્વભૂલનો બચાવ ન કરતાં “ઓન ધ સ્પોટ' એકવાર તો સ્વીકાર કરી જ લેવો એ પેદા થનારી કટુતાને વારે છે... ઊભી થનારી શત્રુતાને નિવારે છે. ઘણી ઘણી વિચારણાઓ થઈ ગઈ. ટૂંકમાં કહું તો, “ભૂલનો સ્વીકાર કરી લેવો જોઈએ' ઇત્યાદિ વલણ અને “ભૂલનો બચાવ કરવો જોઈએ વગેરે વલણ, આ બન્ને પ્રકારના વલણ આપણે જુદી જુદી અવસ્થામાં દાખવીએ જ છીએ. તેમ છતાં જીવનમાં અશાંતિ વધતી રહે છે, સંબંધો For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ અન્યની ભૂલની દુરસ્તી ૧૬૯ ઘસાતા જાય છે, કટુતા વધતી જાય છે. આવું બધું લગભગ બધાને પ્રતીત છે. એટલે હવે આપણે એ બન્ને વલણોને જે રીતે એપ્લાય કરતા આવ્યા છીએ એ રીત બદલવી આવશ્યક છે. સ્વભૂલ વખતે આપણું જે વલણ હોય છે અને હવે સામાની ભૂલ વખતે અપનાવવાનું છે, અને સામાની ભૂલ વખતે આપણે જે વલણ હોય છે અને સ્વભૂલ વખતે દાખવવાનું છે. બસ આટલો જ ફેરફાર, અને પછી જોઈ લ્યો. અશાંતિ શાંતિમાં ફેરવાશે, અસમાધિનું સ્થાન સમાધિ લેશે, અસ્વસ્થતા ઘટી સ્વસ્થતા વધશે, તિરસ્કારના સ્થાને સત્કાર મળશે, અપમાનના સ્થાને સન્માન થશે, અપ્રિય મટીને પ્રિય બનાશે, જુતિયાંના બદલે જશ મળશે, દૌર્ભાગ્યના સ્થાને સૌભાગ્ય અનુભવાશે, શત્રુતા હટી મિત્રતા જામશે. જે કરવું પડે, કરીએ, પણ મિત્રતા જામવી જ જોઈએ, શતા કપાવી જ જોઈએ. વૈરની ગાંઠ દિલમાં રહી ગઈ, મિચ્છામિ દુક્કડમ્ થયા નહીં, તો શાસ્ત્રકારો કહે છે કે ધર્મની ક્રિયાઓ થશે, પણ ધર્મ નહીં થાય, આરાધના નહીં થાય... જો ઉવસમઈ તસ્સ અસ્થિ આરાણા, જો ન ઉવસમઈ તસ્સ સન્ધિ આરાણા.. જે ઉપશાંત થાય છે, જે કષાયોની પકડ છોડીને વેરઝેરને ભૂલે છે, એની આરાધના થાય છે. એટલે કે એ આત્માનું સ્વાચ્ય પામે છે. જે ઉપશાંત થતો નથી-વેરઝેરથી મુક્ત બનતો નથી એની આરાધના થતી નથી, એની ધર્મક્રિયાઓથી એ આત્મા સ્વાચ્ય પામતો નથી. માત્ર પસાર થઈ ગયેલા એક વર્ષમાં વધેલા કર્મરોગને જ નહીં, માત્ર પસાર થઈ રહેલી વર્તમાન એક જિંદગીમાં વધેલા કર્મરોગને જ નહીં, કિન્તુ સંપૂર્ણ અતીત કાળમાં જેટલો આ રોગ વધેલો છે એ સઘળાનો નાશ કરી સંપૂર્ણ આરોગ્ય બક્ષવાની તાકાત સાંવત્સરિક પ્રતિક્રમણરૂપ દવામાં છે. વર્ષોવર્ષ સંવત્સરી આવે છે, આપણે પણ પ્રતિક્રમણ કરીએ છીએ, આપણો રોગ નાબૂદ થઈ રહ્યો છે ? આરોગ્યપ્રાપ્તિમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ ? એક ગામડિયાના શહેરી મિત્રને ત્યાં કોઈ પ્રસંગ આવ્યો. સ્વજનો, સ્નેહીઓ અને મિત્રોને આમંત્રણ પાઠવી એક ભોજન સમારંભનું એણે આયોજન કર્યું. આ બાળગોઠિયા ગામડિયા મિત્રને પણ નિમંત્યો. નિયત દિવસે એ પણ પહોંચી ગયો. સેંકડો આમન્નિતો એ યજમાનના નામને માન આપવા માટે આવેલા. ટેબલ-ખુરશી પર થાળીઓ મંડાઈ ગઈ, વાનગીઓ પીરસાઈ ગઈ અને મહેમાનોએ વાનગીઓને ન્યાય પણ આપી દીધો. ભોજનાને આ ગામડિઆએ થાળીમાં જ ચમચી ધોઈને ખીસામાં સેરવી દીધી. એની બાજુમાં બેસેલા સજજને એ જોયું. એમને For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં ભારે આશ્ચર્ય થયું. કારણકે આ ગામડીયાના મુખ પર ચોરીના કોઈ જ ભાવો ડોકાતા ન હતા. એટલે એ સજ્જને આજુબાજુ એ વાતને ન ફેલાવતાં સીધું એ ગામડિયાને જ પૂછયું “અરે ! ભાઈ તમે આ 9કર્યું ?” “કેમ, આ શું કર્યું એટલે શું ? મેં એક ચમચી લીધી.” ગામડિયાના પેટમાં કોઈ પાપ નહોતું કે જે એને છૂપાવવું પડે. “તમે આ યોગ્ય ન કર્યુ” સજ્જને સલાહ આપી. “નહીં, મેં કર્યું છે તે બરાબર છે.” “શી રીતે બરાબર છે ?” સજ્જને પૂછયું. “એવું છે ને કે ગઈકાલે મારા પેટમાં દુઃખતું હતું. એટલે આજે અહીં આવતાં પહેલાં ડોક્ટરને બતાવવા ગયો હતો. એણે શરીર તપાસીને એક કાગળમાં અંગ્રેજીમાં કંઈક લખી આપ્યું. મને અંગ્રેજી તો વાંચતાં આવડે નહીં. પણ એની નીચે ગુજરાતીમાં એ લખેલું કે રોજ જમ્યા પછી એક ચમચી લેવ. એટલે મેં આ એક ચમચી લઈ લીધી.” બિચારો ગામડિયો! એટલે ન સમજી શક્યો કે, એક ચમચી એટલે એક સ્ટીલની ચમચી લેવાની નથી, પણ અંગ્રેજીમાં જે પ્રીસ્ક્રીપશન લખેલું, તે દવા કેમિસ્ટને ત્યાંથી લાવી એક ચમચી લેવાની છે. એટલે દવા તો કેમિસ્ટને ત્યાં જ રહી ગઈ અને આ ભાઈસાબે ચમચીને ઝબ્બે કરી દીધી. આ રીતે ચમચી લેવાથી એનો રોગનાશ કેટલો થવાનો ? મને લાગે છે કે આપણે ઘણુંખરું આ ગામડિયા જેવા છીએ. સાંવત્સરિક પ્રતિક્રમણ કરીએ છીએ. પણ એ પ્રતિક્રમણ ખરેખર દવા લેવા રૂપ કરીએ છીએ કે માત્ર ચમચી લેવારૂપ ? વેરઝેર મિટાવી દેવા, દિલની ડાયરીમાં કોઈની કાળી નોંધ ન રાખવી, થઈ ગયેલાં પાપોની આલોચના-શુદ્ધિ કરવી, આ બધું દવા લેવા રૂપ છે.. અને એ કર્યા વગર માત્ર ઉપાશ્રયે જઈ ત્રણ કલાક કટાસણા પર બેસી આવવું, ૪૦ લોગસ્સનો કાઉસગ્ન કરી લેવો, મુહપત્તિ-વાંદણાની ક્રિયા કરી લેવી... એ તો માત્ર ચમચી લેવા જેવું થાય. એનાથી કર્મરોગનો નાશ શી રીતે શક્ય બને ? એટલે સાંવત્સરિક પ્રતિક્રમણનું પણ ખરું હાર્દ જે છે કે “શતાના ભાવોને દફનાવી દઈ, મૈત્રીભાવને વિકસાવવો” એને આપણે જીવનમાં અપનાવી શીધ્રાતિશીધ્ર ભાવઆરોગ્ય પામી જઈએ એ જ શુભેચ્છા. પરમપવિત્ર શ્રીજિનાજ્ઞાની વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ ! શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય..” સમાપ્ત For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Hવ પાવ) - આ પુસ્તક વાંચતી વખતે, “મનના ફ્લેશ, સંકલેશ અને કટુતાને કંઈક ધક્કો પહોંચ્યો, મન કંઈક સ્વસ્થ અને ફોરું બન્યું.” એવી શું પ્રતીતિ થઈ ? કંઈક જાણવા મળ્યું અને કંઈક પામના મળ્યું એવી શું લાગણી થઈ? જો હા, તો સ્નેહી, સ્વજન, મિત્ર વગેરેને આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા કરો એ અપેક્ષિત છે. પણ સબૂર ! પોતાની આ જ નકલને આપવાનું ન વિચારવું, કેમ કે એનું સ્વયં વારંવાર વાંચન-ચિંતન કરવાથી જ વિશિષ્ટ લાભ થવો સરળ-શક્ય બનશે. તેથી અન્ય નકલ માટે પ્રેરણા કરો યા તમે અન્ય નકલ એમને ભેટ આપો. યાદ રાખો કે “બીજાઓ મનની શાંતિ અને સ્વસ્થતા પામે, અને એમાં તમે નિમિત્ત બનશો તો તમારા મનની શાંતિ અને સ્વસ્થતા પણ સહજ સુદઢ બનશે.” અને હા,! તમને પણ, આ પુસ્તક વારંવાર વાંચવાની મારી આગ્રહપૂર્ણપ્રેરણા તો છે જ. For Personal & Private Use Only