SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં રોકાઈ પછી દેશમાં જવાનું હતું. આજે દુનિયાના દેશો નજીક આવ્યા છે (તેથી ફ દઈને વારેવારે પ્રવાસ થાય છે.) જ્યારે માણસોનાં દિલ દૂર થઈ ગયાં છે. એ જમાનામાં દેશોનું અંતર ઘણું હતું. પણ માનવોના અંતરનું અંતર ઓછું હતું. તેથી નજીકના સ્વજન નહીં, છતાં યજમાને આગ્રહથી ૭ દિવસ રોકી સારી સરભરા કરી. મુંબઈનાં વિવિધ સ્થળોએ ફરવા જવાનો ભેગો કાર્યક્રમ ગોઠવ્યો. એમાં એક દિવસ ૫-૬ કલાકનો પ્રોગ્રામ હતો, ત્યારે યજમાનની યુવાન કન્યાને શરીરે સ્વસ્થતા ન હોવાથી એ, એ પ્રોગ્રામમાં સામેલ ન થઈ. કુદરતી એ જ દિવસે મહેમાન કુટુંબના યુવાનને પણ જરાક તાવ જેવું આવી ગયેલું. એટલે એણે પણ બહાર જવાનું માંડી વાળ્યું. શેષ બન્ને કુટુંબો પોતાના પ્રોગ્રામ માટે નીકળી ગયાં. એ મહેમાન યુવક દિવાનખાનાના કોચ પર પડ્યો પડ્યો કોક પુસ્તક વાંચી રહ્યો હતો. યજમાન યુવતી અંદરના રૂમમાં હતી. એકદોઢ કલાક માંડ થયો હશે. એ યુવતી એકાંતથી કંટાળી ગઈ. એ રૂપવતી કન્યા બહારના રૂમમાં આવી. યુવક પલંગમાં સફાળો બેઠો થઈ ગયો. એ યુવતી પણ કોચના બીજા છેડે બેસી ગઈ. પણ યુવક તો પાછો પુસ્તક વાંચવામાં મશગુલ થઈ ગયો. દસેક મિનીટ થવા છતાં જ્યારે એ કાંઈ ન બોલ્યો ત્યારે કન્યાએ પૂછયું, “તમને કંટાળો નથી આવતો ?” “ના.” પણ હું તો કંટાળી ગઈ છું, ચાલો ને આપણે થોડી વાતો કરી સમય પસાર કરીએ.” મારો સમય આ પુસ્તકથી પસાર થઈ રહ્યો છે.” પાછી નિરવ શાંતિ ફેલાઈ. “પણ મારી સાથે થોડી વાતો કરો ને ! તો મારો પણ સમય પસાર થાય. મારાથી આ એકલતા સહેવાતી નથી.” ના, બહેન, તમે યુવાન છો, હું યુવાન છું, આપણા માટે એ યોગ્ય ન કહેવાય.” “પણ થોડી હસીખીલીને વાતો કરીએ એમાં શું બગડી જવાનું છે ?” જુઓ બહેન ! જ્યારે તમારા માતા-પિતા વગેરે મારા પર ભરોસો મૂકીને ગયા હોય કે અમારી કોઈ ચીજ સાથે અયોગ્ય વર્તાવ નહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy