________________
૩૧
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.. કરે, ત્યારે મારે તમારી સાથે હસીખીલીને વાતો કરવી એ કેટલી યોગ્ય ગણાય ?' યુવક તો પાછો વાંચવામાં લીન થઈ ગયો. એ કન્યા તો એને નીરખી જ રહી. એકાંત વાતાવરણ, સામે રૂપાળી યુવતી, છતા કોઈ જ ઉત્કંઠા નહીં, નખરા નહીં કે કટાક્ષ નહીં- કન્યા સામેથી વાતો કરવાની માગણી કરે છે તો પણ કોઈ જ ગલીપચી નહીં. એના ઇન્દ્રિયો પરના અને મન પરના કાબૂ પર કન્યા ઓવારી ગઈ. એના સંયમ પ્રત્યે કન્યાને બેહદ માન ઊપજયું. “વાહ રે સત્ત્વશીલ વાહ !” એનું મન રહી રહીને પોકારવા લાગ્યું....આ ભૂમિતલનો આ ઈન્સાન નથી...આ તો સાક્ષાત્ દેવાત્મા છે.આનું શરીર કોઈ જુદી જ માટીનું બનેલું છે......” એ વધુ આવર્જિત થઈ, એ વધુ આકર્ષિત થઈ. એણે મનોમન નક્કી કરી લીધું કે પરણવું તો આ ગુણિયલને જ. એટલે એ ઊઠીને સીધી એની બાજુમાં બેસી ગઈ. તેમજ એનો હાથ પકડી લીધો. | ‘અરે ! આ શું કરી રહ્યાં છો ? આનાથી તો તમારે તમારા પિતાજી કહે એ પુરુષનો હાથ પકડવાનો છે, મારો હાથ ન પકડાય.” કન્યાના દુઃસાહસથી યુવક ગભરાઈ ગયો...એ પોતાનો હાથ છોડાવવા ખેંચવા લાગ્યો..કન્યાએ કહ્યું, “જી હા ! તમે કહ્યું તે જ હું કરી રહી છું. મેં તમારો હાથ પકડ્યો છે તે સમજીને જ પકડ્યો છે. મારો નિર્ણય છે કે પકડીશ તો આ હાથને જ, અન્ય હાથને નહીં.” કન્યાએ પોતાનો અફર નિર્ણય જણાવવા છતાં યુવકના મનમાં કંઈક અડપલું કરી લેવાની કે એવી બીજી કોઈ જ વૃત્તિ ન જાગી ત્યારે કન્યાને થયેલા ગુણાનુરાગમાં ઓર વધારો જ થયો.
સાત દિવસ બાદ એ કુટુંબ તો દેશમાં રવાના થઈ ગયું. પણ પછી જ્યારે કન્યાની શાદી માટે વાત ચાલવા માંડી, એટલે એ કન્યાએ પોતાનો અફર નિર્ણય પિતાને જણાવી દીધો. પિતાએ કહ્યું, “તને આના કરતાંય વધુ રૂપાળો અને શ્રીમંત યુવક મળી શકશે, તું શા માટે આવા મધ્યમવર્ગીને ત્યાં જાય ?' પણ કન્યાનો નિર્ણય નિશ્ચલ હતો, એને મન રૂપ અને ધન કરતાં ગુણની ગરિમા અધિક હતી. એટલે એના પિતાએ એ પ્રમાણે એ યુવકના પિતાને કાગળ લખ્યો. પણ ત્યાંથી જવાબ આવ્યો કે યુવકને પોતાને ટી.બી. લાગુ પડ્યો છે, એટલે તમારી કન્યાનું જીવન બગાડવાનો એનો વિચાર નથી. અન્ય યુવક સાથે પરણીને એ સુખી જીવન જીવે એમાં જ એ ખુશ છે.” આવા જવાબ પર કન્યાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org