SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર : હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં આકર્ષણ ઓર વધ્યું. એના પિતાએ નિર્ણય બદલવા એને ઘણી સમજાવી. પણ કન્યાએ યુવકને આપેલું વચન પત્થરમાં કોતરાયેલા શિલાલેખ જેવું હતું. “હું એ ગુણનિધિને જ પરણીશ, સારામાં સારી સરભરા કરીને એમને નિરોગી બનાવીશ, અને સુખી થઈશ.” આખરે એ યુવક સાથે જ શાદી થઈ. છએક મહિનાના અલ્પકાળમાં જ ટી.બી.એ યુવકનો ભોગ લઈ લીધો. પિતાએ ઉપાલંભ જેવા બે શબ્દો જ્યારે કહ્યા, ત્યારે એ યુવતીનો આ જવાબ હતો કે, “મારે એમના માટીના દેહનો પરિચય નહોતો કેળવવો, કિન્તુ ગુણમય દેહનો પરિચય કેળવવો હતો. અને એ તો આ છ મહિનામાં ઘણી જ સારી રીતે થઈ ગયો છે. ગુણરૂપી દેહે તો તેઓ હજુ મારી પાસે જ છે. પિતાજી, તમે મારી કોઈ ચિંતા ન કરો, કે દુઃખી ન થાઓ, હું હવે નિરંતર એમના ગુણોનું સ્મરણ કરી એમનો સંપર્ક સાધી સુખી થતી રહીશ અને સમાજસેવાનાં કાર્યો કરીશ.' આ આકર્ષણમાં પૌગલિક ઇચ્છાઓનું જોર જણાતું નથી, એ સ્વાર્થઘટિત નથી, એ રાગ નથી, આ તો છે જીવના ગુણો પ્રત્યેનું આકર્ષણ....આ છે જીવવિશેષ પ્રત્યેનો નિર્ભેળ પ્રેમ. હા, મૈત્રી તો સર્વ જીવો પ્રત્યે કેળવવાની છે. પણ કોઈ એક જીવ પ્રત્યે પણ કેળવાયેલો આવો પ્રેમ પ્રાથમિક ભૂમિકામાં બાધક નથી, હેય નથી, બલ્ક ઉપાદેય છે, એવું મને લાગે છે. જેમાં મુખ્યતયા પૌગલિક આકર્ષણ છે નહીં એવો કોઈ જીવ સાથે બંધાયેલો સંબંધ કદાચ જો ભવાંતરમાં આગળ વધે, તોપણ એ બાધક બનતો નથી*, કિન્તુ બન્નેને સાધનામાર્ગમાં આગળ વધારી પ્રગતિ કરાવનારો બને છે એવું લગભગ દરેક શાસ્ત્રીય દૃષ્ટાન્તોમાં જોવા મળે છે. જોઈ લ્યોઃ શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રેયાંસકુમાર, શ્રી નેમિનાથ ભગવાન અને રાજીમતી, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. કોઈ શાસ્ત્રીય દૃષ્ટાન્ત એવું જોવા મળ્યું નથી જેમાં બે જીવોનો ભવપરંપરામાં આગળ ચાલેલો સ્નેહસંબંધ એ બન્નેને સંસારમાં ભટકાવનાર અને દુર્ગતિઓમાં ફુલાવનાર બન્યો હોય. એનું કારણ સ્પષ્ટ જ છે કે જે સંબંધ પૌગલિક સ્વાર્થઘટિત હોય છે એ તકલાદી હોય છે, એ વાસ્તવિક હોતો નથી, કે દઢ હોતો નથી. એટલે એ ભવાંતરમાં સાથે ચાલતો નથી. ભૌતિક ઉન્નતિઓ તડકા-છાંયાની * હા એ ઉપલી ભૂમિકામાં બાધક બને ખરો. જેમ કે શ્રી ગૌતમસ્વામીને પ્રભુ વીર પરનું આકર્ષણ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક બન્યું. આવું મને લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy