________________
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી... જેમ જોતજોતામાં જ પડખું ફેરવી લે છે. કદાચ જિંદગીભર ટકી રહે તો પણ શું? યમરાજા ક્યાં છોડવાના છે ? એને એની ભૌતિક ઉન્નતિથી એક ઝાટકે એ ભ્રષ્ટ કરી નાખે છે. એટલે ભૌતિક ઉન્નતિના આકર્ષણથી જામેલો સંબંધ આગળ શી રીતે ચાલે ?
જે ભવાંતરમાં આગળ ચાલે છે, એમાં પૌદ્ગલિક સ્વાર્થને કોઈ સ્થાન હોતું નથી. એટલેસ્તો તરંગવતી બનેલી ચક્રવાકીએ સંકલ્પ કરી લીધો કે પૂર્વભવનો પ્રિયતમ ચક્રવાક પતિ તરીકે મળે તો જ પરણવું, અન્યથા નહીં. “પોતે તો અપ્સરાસદશ રૂપવાળી છે, એ ચક્રવાક કદાચ કદરૂપશિરોમણિ હશે તો ? પોતે તો શ્રીમંત પિતાની ભાગ્યશાળી પુત્રી છે, એ કોઈ દરિદ્રનારાયણનો નિર્ભાગ્યશેખર પુત્ર હશે તો ?' ક્યાં સોનું ને ક્યાં લોઢું ? ક્યાં હીરો ને ક્યાં પત્થર ? પણ ના, આવો કોઈ જ વિચાર તરંગવતીને આ સંકલ્પ કરતાં અટકાવી શક્યો નહીં. આવો પ્રેમ હોવા છતાં તરંગવતીનો જીવ રખડ્યો નથી, એ એક હકીકત છે. જ્યારે સ્વકીય ધન વગેરે પરની મૂર્છાને પરલોકમાં ભેગી લઈ જનારા જીવો દુર્ગતિમાં અથડાયા છે એવાં ઢગલાબંધ દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં નોંધાયાં છે. માટે એમ લાગે છે કે પ્રાથમિક ભૂમિકામાં પૌગલિક આકર્ષણ વગરનો વ્યક્તિગત જીવપ્રેમ પણ આત્મસાધનામાં બાધક નહીં, પણ સહાયક બને છે. એટલે જ મને એવું પણ લાગે છે કે અભવ્યોનું કે અચરમાવર્તવર્તી જીવોનું અન્ય જીવો પર જે આકર્ષણ જ્યારે ક્યારે પણ જામ્યું હોય તે બધું પુદ્ગલના આકર્ષણની પ્રધાનતાવાળું જ હોય, પુદ્ગલના આકર્ષણ વિનાનો શુદ્ધ જીવપ્રેમ કે જીવના ગુણોનો સાચો આનંદ તેઓને ક્યારેય થાય નહીં. શાસ્ત્રમાં તેઓને પુદ્ગલાનંદી જે કહ્યા છે તે પણ આ કારણે જ હશે ને !
અનાદિકાળનો આપણો અભ્યાસ એવો થઈ ગયો છે કે સ્વજનો સાથેના સંબંધમાં પૌગલિક સ્વાર્થ ભળે નહીં એવું આપણે માટે લગભગ શક્ય નથી. વળી આ મોહરાજા એવો મુત્સદી છે અને આપણું મન એવું લખ્યું છે કે જેથી પૌદ્ગલિક સ્વાર્થ અંદર ભળેલો હોવા છતાં આપણને એવું માનવા પ્રેરે એ શક્ય છે કે “ના, બાબા ! આમાં મારો કોઈ પૌદ્ગલિક સ્વાર્થ ભળેલો નથી. મારો આ પ્રેમ તો શુદ્ધ જીવપ્રેમ છે.” અને પછી શુદ્ધ પ્રેમના મિથ્યા અભિયાનમાં રાચતા જીવને મુત્સદી મોહરાજા પુનઃ પોતાને પરવશ બનાવી દે છે. એટલે “મને તો સ્વજનો પ્રત્યે શુદ્ધ પ્રેમ છે.' એવો ચાળો તો કરવા જેવો નથી કે એ હિતાવહ તો નથી, પણ ઉપરથી “આ બધા સ્વાર્થના જ સગા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org