________________
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં છે....' ઇત્યાદિ ભાવનાઓથી ભાવિત બની મમતાનાં બંધનો તોડતાં રહેવું એ જ હિતાવહ છે. સામાન્યથી તો સ્વજનો પરનો પ્રેમ પણ કેટલો બધો સ્વાર્થઘટિત હોય છે ?
એક મહિલાનાં મૅરેજ થયા બાદ ત્રણેક મહિને એની સખી મળી. મહિલાના કપાલમાં પૂનમના ચાંદ જેવું મોટું સૌભાગ્યતિલક જોઈ એ સખી બોલી... “ઓહો આટલો મોટો ચાંદલો !” “આવા રૂડારૂપાળા પતિ મળ્યા છે પછી આવો ચાંલ્લો શા માટે ન હોય ?” મહિલાએ ગૌરવભેર જવાબ આપ્યો, બેએક મહિના બાદ પુનઃ એ સખીનો જ્યારે ભેટો થયો, ત્યારે એણે માર્ક કર્યું કે ચાંલ્લો નાનો થઈ ગયો હતો. કેમ, હવે ચાંલ્લો નાનો થઈ ગયો ?” એનાથી સહસા પૂછાઈ ગયું.
“શું કરું ? બધા મોજશોખ બંધ પડી ગયા છે. એ બીમાર રહ્યા કરે છે, એમની સરભરામાંથી જ ઊંચી નથી આવતી.” દુઃખપૂર્ણ સ્વરે જવાબ મળ્યો. મહિના બાદ જ્યારે પુનર્મિલન થયું, ત્યારે જોવા મળ્યું કે ચાંલ્લો ભૂંસાઈ ગયો છે, જવાબ મળી ગયો, “એ ગયા.” ચાર મહિના બાદની મુલાકાતમાં સખીની નજરે ફરીથી પૂનમીયા ચાંદ જેવો ચમકતો ચાંલ્લો ચડ્યો. એ તો કાંઈ ન પૂછી શકી, પણ સામેથી નફફટાઈથી જવાબ મળી ગયો. “અલી ! મારા કપાળ સામે શું વારે વારે જોયા કરે છે. હવે બીજા કરી લીધા છે.”
હા, આપણા સંબંધો લગભગ આવા છે. મોજમજાહ અને સ્વાર્થ વધવા સાથે એ વધે છે. અને એ ઘટવા સાથે સંબંધ પણ ઘટતો જાય છે. માટે વૈરાગ્યની ભાવનાઓથી આત્માને વારંવાર ભાવિત કરવો એ પણ એટલો જ આવશ્યક છે.
તાત્પર્ય એવું લાગે છે કે ક્ષમાદિગુણોની અને જીવદ્રવ્યની મુખ્યતાવાળું આકર્ષણ કે જે વાત્સલ્ય છે, પ્રેમ-મૈત્રી છે, એ જીવો પ્રત્યેના અનાદિકાલીન સાહજિક રીતે પ્રવર્તેલા ષસંસ્કારોને તોડનારું હોવાથી હિતાવહ છે. જડપુગલો પ્રત્યેનું અને તેના રૂપ વગેરે ગુણોની મુખ્યતાવાળું જીવો પ્રત્યેનું અનાદિકાળથી જે સાહજિક આકર્ષણ રહ્યા કરે છે કે જે “રાગ” છે તેને તોડનાર હોવાથી વૈરાગ્યની ભાવનાઓ હિતાવહ બને છે.
અમ પરસ્પર વિપરીત જેવી ભાસતી મૈત્રી વગેરે ભાવનાઓ અને વૈરાગ્યની ભાવનાઓ વાસ્તવિક રીતે વિપરીત નથી, કેમકે એકનો વિષય જીવો-જીવગુણો છે, અને બીજીનો વિષય પુદ્ગલ-પુદ્ગલગુણો છે. તેથી એ બન્ને સમાન રીતે આવશ્યક છે, તેમજ આ રહસ્યનું સૂચન કરનાર છે કે “અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org