________________
| 4. સર્વે તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ.... .
એક નગરમાં રામલીલા ભજવાઈ રહી હતી. એને ભજવનારા કલાકારો અભિનયમાં એટલા બધા કુશળ હતા કે જોનારને આબેહૂબ રામ અને રાવણ જ લાગી જાય. રામલીલા પૂર્ણ થયા બાદ ફરતાં ફરતાં બે મિત્રો સ્ટેજની પાછળ જઈ પહોંચ્યા. જે બે જણા સ્ટેજ પર રામ-રાવણ બની ખૂંખાર યુદ્ધ કરી રહ્યા હતા તે બે જણાને સાથે બેસીને ચા-નાસ્તો કરી રહેલા અને ગપ્પાં હાંકી રહેલા જોઈને એક મિત્ર બોલી ઊડ્યો, “આ તે કેવું આશ્ચર્ય ! હમણાં તો આ બે જણા પરસ્પર ભયંકર શત્રુ ન હોય તેમ એકબીજાને મારી નાખવાનો પ્રયાસ કરતા હતા અને હવે સાથે બેસીને હસીખીલીને વાતો કરે છે. તો આ બે ખરેખર શત્રુ છે કે મિત્ર ?”
“તું ય કેવો બુદ્ધ છે યાર ! આટલુંય સમજી શકતો નથી, એ બેનો પરસ્પર શત્રુતાનો જે વ્યવહાર જોવા મળ્યો તે તો વચલા ૩ કલાક પૂરતો, બાકી આગળપાછળના ૨૧ કલાક તો એ બન્નેનો મિત્રતાનો વ્યવહાર જ છે. ૨૧ કલાક તો એ બન્ને સાથે જ હરેફરે છે. ખાયપીએ છે અને મોજમજાક કરે છે. વળી આ ૩ કલાક પણ તેઓનું જે શત્રુતાનું વર્તન જોવા મળે છે તે માત્ર દેખાવ છે. તેઓને રામલીલાનાટકમંડળીના મેનેજરે તેવું તેવું પાત્ર ભજવવા આપ્યું માટે એવી એક્ટીંગ કરે છે. ખરેખર તો તેઓ બન્ને મિત્ર જ છે, શત્રુ નહીં એ વાત નિશ્ચિત જાણ, આમાં શંકાને સ્થાન નથી,' બીજા મિત્રે એને સમજાવ્યું. એ ભોળા મિત્રને તો આ વાત સમજાઈ ગઈ. પણ ૬ અબજ મનુષ્યોની વચમાં રહેલા ઈન્સાનને આ સમજાતું નથી..કિમાશ્ચર્યમતઃ પરમ્...
હા, આ વાસ્તવિકતા છે.. વચલા અલ્પકાળ માટે શત્રુતાનું વાતાવરણ જોવા મળતું હોવા છતાં આગળપાછળના દીર્ધકાળ માટે જો મિત્રતા જોવા મળતી હોય તો મિત્રતા જ વાસ્તવિક હોય છે. શત્રુતા તે તેવા કોઈ પ્રયોજને જ આચરાયેલી હોય છે.
જગતના સર્વ જીવો સાથે આપણે ભૂતકાળમાં અનંત પુદ્ગલપરાવર્ત સુધી નિગોદમાં એક જ શરીરમાં રહ્યા છીએ, એકસાથે જે આહાર બીજાએ કર્યો એ જ આપણે કર્યો છે, એકસાથે શ્વાસોચ્છવાસ લીધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org