________________
૩૬
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં
છે, એક સાથે ઉછેર થયો છે, બધી જ ક્રિયાઓ એકસાથે કરી છે. ભવિષ્યમાં સિદ્ધ ગતિમાં અનંત પુદ્ગલપરાવર્ત માટે આપણે તે તે જીવો સાથે એક જ સ્થાનમાં રહેવાના છીએ, એકસરખું જ્ઞાન કરવાના છીએ, એકસરખું સુખ ભોગવવાના છીએ, આમ આગળપાછળના અનંતાનંત પુદ્ગલપરાવર્ત જેટલો વિરાટ દીર્ઘકાળ આપણો દરેક જીવ સાથે મિત્રતાનો વ્યવહાર છે, તો કદાચ વચલા અલ્પકાળ માટે કોઈ જીવનું શતાનું વર્તન જોવા મળે એટલા માત્રથી એને શત્રુ શી રીતે માની શકાય ? માટે શ્રી તીર્થંકર પરમાત્માઓ એકીઅવાજે આપણને કહે છે
સર્વે તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ”
હે પુણ્યાત્મન્ ! આ જગતના બધા જીવો તારા પ્રિયેબાંધવ છે, કોઈ જ શત્રુ નથી.”
વળી આગળપાછળનો આ નિગોદાવસ્થા અને સિદ્ધાવસ્થાનો વિરાટ કાળ જ નહીં, વચલો પણ જે વ્યવહારરાશિનો કાળ છે, એમાં પણ તે તે જીવ સાથે આપણે અનંતીવાર સ્નેહસંબંધ જોડેલો છે. જે આજે ભયંકર શત્રુ લાગી રહ્યો છે તે જ પૂર્વમાં આપણો ક્યારેક દિલોજાન મિત્ર હતો, ક્યારેક વાત્સલ્યપૂર્ણ પિતા હતો, ક્યારેક મમતાળુ મા હતો,
ક્યારેક સ્નેહાળ ભાઈ હતો, ક્યારેક પ્રેમાળ ભગિની હતો, ક્યારેક પ્રાણપ્યારી પત્ની હતો તો ક્યારેક વિનીત પુત્ર હતો. કોઈ સંબંધ એવો નથી કે જે આપણો એની સાથે પ્રવત્યું ન હોય. તે આપણા કાકાકાકી, મામા-મામી, માસા-માસી, ફોઈ-ફુઆ, ભત્રીજો, ભાણેજ, ભાગીદાર આવા આવા બધા સંબંધો રૂપે રહી ચૂક્યો છે. અરે, કોશમાં સંબંધવાચક એવો કોઈ શબ્દ નહીં મળે જેનાથી ન આપણે એને બોલાવ્યા હોય કે ન એણે આપણને બોલાવ્યો હોય. , જે વ્યક્તિ આજે માર્ગમાં કાંટા વેરતી દેખાય છે એણે જ પૂર્વે ફૂલો પાથરેલાં છે. જે માનવને જોઈને આપણા અંગે અંગમાં લ્હાયો ઊઠે છે એણે જ આપણને ચંદનનાં વિલેપન કરી ઠંડક આપી છે. જે આદમી આજે આપણી આંખમાં કાંટાની જેમ ખૂંચી રહ્યો છે એણે જ આપણી આંખમાં અમૃતનું અંજન આંક્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org