________________
સર્વે તે પ્રિયબાંધવા = રિપુરિહ કોડપિ...
૩૭ જે.વાઘણ સુકોશલમુનિનું લોહી ગટક-ગટક કરીને પી રહી છે એણે જ શું પોતાનું અમૃતતુલ્ય દૂધ સુકોશલને નહોતું પાયું? જે વાઘણ સુકોશલના શરીરને બટક-બટક કરીને ખાઈ રહી છે, એણે જ એ શરીરને પોતાના ખોળામાં અત્યંત વ્હાલથી શું નહોતું રમાડ્યું? જે વાઘણ સુકોશલના પ્રાણ હરી રહી છે, એણે જ શું એને જન્મ નથી આપ્યો?
જો લોહી પીનાર પણ દૂધ પાનાર સંભવે છે, જો શરીરને ખાનાર પણ એને ફુલરાવનાર સંભવે છે, જો પ્રાણ લેનાર પણ પ્રાણ દેનાર સંભવે છે.
તો આ બધું જ સંભવે છે આ દુનિયામાં આજે જૂતિયાં મારીને મારો ભયંકર તિરસ્કાર કરનારે ગઈકાલે ફૂલહાર કરીને મારો ભવ્ય સત્કાર કર્યો હતો. આજે હડહડતું અપમાન કરનારાએ ગઈકાલે મારું જાજ્વલ્યમાન સન્માન કર્યું હતું. આજે મને બદમાશ કહેનારાએ ગઈકાલે મને જેન્ટલમેન કહ્યો હતો. આજે મને પ્રહાર કરનારાએ ગઈકાલે મને ગળે લગાડીને પ્યાર કર્યો હતો. આજે સ્નેહીઓ સાથેના મારા સંબંધને તોડવાનો પ્રયાસ કરનારે પૂર્વમાં એવા સંબંધો જોડી આપ્યા હતા. આજે મારા ધંધામાં ફાચર મારનારે ગઈકાલે ધંધાની સોનેરી તકો પૂરી પાડી હતી. આજે લાખોનું ધન હરનારો ગઈકાલે લાખોનું ધન આપનારો ધનદાતા કુબેર હતો. આજે મારો જશ ઝૂંટવી લેનારે ગઈકાલે મને જશ અપાવ્યો હતો. એટલે તો કહું છું કે, everything is possible ! ઝેર પાઈને ગળું ઘોંટી દેનાર સૂર્યકાન્તા રાણી જો એકવારની પ્રદેશી રાજાની પાછળ પ્રાણ પાથરી દેનાર પ્રેમઘેલી રાણી હતી તો - આવું બધું હોવામાં કોઈ જ શંકા કરવા જેવી નથી.
- ' આ એક બહુઆયામી ચિંતન છે. સામી વ્યક્તિ આજે જેવી છે એવી જ જીવનભર રહેશે એવું આપણે વિચારવા માંડીએ છીએ. અહીં જ આપણે ભૂલીએ છીએ. આ મિથ્યા માન્યતાએ આપણી દૃષ્ટિને ધૂંધળી અને સંકુચિત કરી દીધી છે.
આપણે નારાજ છીએ એની આજથી. આપણને ફરિયાદ છે એની આજ સામે...તો એનું ગઈકાલનું સ્વરૂપ શા માટે નજર સામે ન લાવી દેવું ? દૃષ્ટિનું ઘડતર કરવું જરૂરી છે...વિચારધારામાં સત્યનું સિંચન કરવું આવશ્યક છે. કોને પત્થર મારું ? અહીં કોણ પારકું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org