________________
૩૮
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં છે ? અરીસાભુવનમાં રહેનારો દરેક ચહેરો પોતાનો લાગે છે...ખરી વાસ્તવિકતા આપણી નજર સામે છે. જે આજે શત્રુ છે એ ન તો અતીતમાં એવો હતો કે ન તો ભવિષ્યમાં એવો રહેશે. ટૂંકમાં વિચારધારાને નીલગગનની અસીમતા પ્રદાન કરો..આ શત્રુ છે, આ મિત્ર છે...આવી રેખા દોરવી એ જ પોતાનાપણાની અસીમતાનું કલંક છે, જેની વિચારધારા સીમિત છે..સંકીર્ણ છે. તે ક્ષુદ્ર છે. જેણે મમતાને અસીમતા આપી છે તે મહાન છે.
માં નિગ: પો વેતિ મણના તપુતામ્ | ' '
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ જો વાસ્તવિકતા આ જ છે, તો કોઈને પણ શત્રુ શી રીતે માની શકાય ? “અત્યારે તો મને હેરાન કરે છે ને !” એમ વિચારીને એને તરછોડી કેમ શકાય ? જન્મ આપીને પાલન-પોષણ-સંસ્કરણ કરનારા માતાપિતા કદાચ વૃદ્ધાવસ્થામાં લકવા જેવી બિમારીમાં સપડાઈ ગયા હોય, એમને ખવડાવવા-પીવડાવવાની પણ મુશ્કેલી પડતી હોય, વારે વારે સંડાસ કરીને કપડાં બગાડી નાખતા હોય, સ્વભાવ ચીડિયો થઈ ગયો હોવાથી વારે વારે તડકાવી નાખતા હોય, તોપણ સુપુત્ર તો એ જ કહેવાય છે જે માતા-પિતાના અત્યારના વર્તનને ગૌણ કરી પૂર્વે કરેલા ઉપકારોને જ યાદ કરે. એમને ઉપકારી માની એમની યોગ્ય સેવા-ભક્તિ કર્યા જ કરે. જે માત્ર વર્તમાનને જોઈ માતાપિતાને તિરસ્કાર છે એ તો કપુત જ કહેવાય છે. એમ વર્તમાનમાં હેરાન કરનારના પણ પૂર્વકૃત ઉપકારોને યાદ રાખીને જે એની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખે છે એ જ સજ્જન કહેવાય છે, માત્ર વર્તમાનને જોઈને શત્રુતાનો વ્યવહાર કરનારો નહીં.
ગુલાબનો છોડ જોયો છે ? એની અનેક ડાળોમાંથી દરેક ડાળ પર ગુલાબ નથી ઊગ્યાં હતાં, જ્યારે કાંટા તો લગભગ દરેક ડાળ પર ઊગ્યા હોય છે. જે ડાળ પર ગુલાબ આવ્યું હોય છે તે પણ એકાદ હોય છે જ્યારે કાંટા અનેક હોય છે. ગુલાબનું અસ્તિત્વ છોડવા પર અલ્પકાળ રહે છે જ્યારે કાંટાનું દીર્ધકાળ રહે છે. તેમ છતાં એના ગુલાબને જ નજરમાં લઈને એ “ગુલાબનો છોડ' કહેવાય છે, કાંટાનો નહી. આ જ રીતે સામે શત્રુ બેઠો છે. એની સાથેના વ્યવહારમાં ઉપકારના ગુલાબ અને અપકારના કાંટા ઊગ્યા છે. છતાં એમાંથી એના ઉપકારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org