________________
સર્વે તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ..
૩૯
જ નજરમાં લઈને એનો “ઉપકારી” તરીકે ઉલ્લેખ કરવો એ જ ન્યાયયુક્ત છે, “અપકારી' તરીકે નહીં. છોડ પરથી ગુલાબ ચૂંટનારો એની સુગંધ અને સુંદરતા માણી શકે છે, કાંટા ભેગા કરનારાએ તો આંગળી અને હથેલીમાંથી લોહી નીકળવાની વેદના જ અનુભવવાની રહે છે. એમ તે તે જીવ સાથેના વ્યવહારમાંથી ઉપકારોને જ મનમાં અપનાવનારો મિત્રતાની સુગંધ પામી શકે છે, અપકારોને દિલમાં ઘાલનારના નસીબમાં તો શતાના સેંકડો કાંટા ચૂંભવાનું જ લખાયેલું રહે છે. આમ અપકાર કરીને કવચિત ઉપકાર કરનારાને પણ ઉપકારી લેખવાનો છે તો આગળ પાછળ અનેક વાર ઉપકાર કરનારા અને વચગાળામાં કવચિત્ અપકાર કરનારા જીવોની તો વાત જ શી કરવી ?
વળી આપણે જોઈ ગયા કે જે એન્ગલથી જોવાથી લાભ થાય તે એંગલથી પ્રસંગને નિહાળવો જોઈએ. શત્રુતાના વ્યવહારને નજરમાં લેવાથી દિલમાં શત્રુતાનો ભાવ-દ્વેષ તિરસ્કાર ઊભા થાય છે, વૈરની ગાંઠ બંધાય છે, બદલો લેવાનું મન થાય છે, એમાં અનેક પ્રકારના તીવ્ર સંક્લેશો અને પાપો કરવો પડે છે, જે દુસહ દુઃખોની પરંપરા ઝીંકી દે છે. પેઢીની પેઢીઓ સાફ થઈ જાય છે. કુટુંબનાં કુટુંબો પ્રતિશોધની આગમાં બળીને ખાખ થઈ જાય છે. ચંબલના ડાકુઓ વૈરભાવનાની જ કટુ ફળશ્રુતિ છે. જ્યારે મિત્રતાના વ્યવહારને નજરમાં લેવાથી દિલમાં કટુતા નથી આવતી, દિલ ફોરું રહે છે, અનેક પ્રકારના સંક્લેશો અને પાપોથી બચી જવાથી દુઃખો તો આવતાં નથી, પણ મનમાં શુભભાવો આવવાથી પુણ્યબંધ થાય છે અને આત્માની મોક્ષમાર્ગ પર પ્રગતિ થાય છે.
માટે જ જો સ્વજન-પરિવાર પર ગાઢ મમતા થતી હોય તો એને ઘટાડવા માટે સુકોશલ મહામુનિનો પ્રસંગ આવા એંગલથી જોવો જોઈએ કે “મારે સ્વજનો પર મમતા શી કરવી ? સગી મા પણ વાઘણ બનીને જીવતાં ફાડી ખાય એવું આ સંસારમાં સંભવે છે..”
“પણ કોઈ ત્રાસ આપનાર વ્યક્તિ પ્રત્યે દિલમાં શત્રુતા પેદા થતી હોય તો આ પ્રસંગને આવા દૃષ્ટિકોણથી જોવો જોઈએ કે “જીવતા ફાડી ખાનાર વાઘણ પણ જો અત્યંત ઉપકારી માતા હોવી સંભવે છે તો શું એના પર વૈરભાવ ધારવો ?” જે દૃષ્ટિકોણ મોહરાજાની આજ્ઞારૂપ છે એને છોડીને એનાથી વિપરીત જિનાજ્ઞારૂપ દૃષ્ટિકોણ અપનાવવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org