________________
૪૦
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં એ તાત્પર્ય છે. એનાથી જ શાંતિ-સ્વસ્થતા-સમાધિ જળવાઈ રહે છે. પેલી વાત આવે છે ને ?
એક ઋષિના આશ્રમને કોક ભક્તજન એક ગાય ભેટ આપી ગયો. શિષ્યોએ આનંદ વ્યક્ત કરતાં કરતાં આ સમાચાર ઋષિને આપ્યા. એટલે ઋષિ કહ્યું કે, “સારું થયું, તમારે દૂધની ભિક્ષા માટે ફરવું નહીં પડે, તેથી એટલો સમય વધુ જ્ઞાન-ધ્યાન થશે.” ચાર દિવસ બાદ કોક ચોર એ ગાય ચોરી ગયો. દુઃખી દિલે શિષ્યોએ આ સમાચાર ગુરુને આપ્યા, એના પર ગુરુનો આ પ્રતિભાવ મળ્યો “આ પણ બહુ સારું થયું. હવે તમારે તેને ચરાવવાનો-છાણ ઉપાડવાનો વગેરે સમય બચી જવાથી જ્ઞાન-ધ્યાન વધુ થશે.”
વળી રામલીલા અંગે મિત્રે આપેલું સમાધાન ઘણું ઉપયોગી છે... રંગમંડપમાં ત્રણ કલાક માટે શતાનું વાતાવરણ જોવા મળે છે, કારણકે એના સૂત્રધારે તેવો રોલ ભજવવા આપ્યો છે. અમિતાભ અને અમજદ ફિલ્મમાં ઢિશૂમ ઢિશૂમ કરે છે, કારણ કે ડાયરેક્ટરે એમને હીરો-વીલનનો રોલ આપ્યો છે. વાસ્તવિક જીવનમાં નથી તેઓ એકબીજા સામે ઘૂરકતા કે નથી તેઓ કુત્તે-કમીને કહીને એકબીજાનું ગળું પકડતા.. આ તથ્યને આપણે આપણા જીવનમાં અપનાવવાનું છે. આ વિશ્વ એક રંગમંડપ છે જેમાં સઘળા જીવો પોતપોતાનું પાત્ર ભજવીને નાટક કરી રહ્યા છે. આ નાટકનો સૂત્રધાર છે કર્મસત્તા. એ કોઈને હીરોનો પાર્ટ આપે છે કોઈને વીલનનો...એના જ ઑર્ડરથી..
કોઈ આપણને ગાળ આપે છે તો કોઈ આપણને ગોળી મારે છે.... કોઈ આપણો ઉપહાસ કરે છે તો કોઈ આપણને ત્રાસ આપે છે...
કોઈ આપણી ચીજ બગાડે છે તો કોઈ આપણને રંજાડે છે. અરે કોઈ તો આપણા લોહીનો પ્યાસો પણ બને છે...
કર્મસત્તા આવા એક નહીં..અનેક શોટ લે છે. જાતજાતનાં દશ્યો ખડાં કરાવે છે, મનમોજી છે ને ! એની રીતિ-નીતિનું પણ કોઈ ઠેકાણું નથી. ક્યારેક હીરોનો પાર્ટ પકડાવી દે છે તો ક્યારેક વીલનનો....
જે હોય તે... સૃષ્ટિનાં બધાં પ્રાણીઓ એના ઈશારે નાચી રહ્યાં
શેકપોટારે એક સાનેટમાં જ છે. વલર્ડ ઇઝ ધ મેજ શાક મા...... વી આર એલટી ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org