________________
સર્વે તે પ્રિયબાધવા ન રિપુરિહ કોડપિ.... છે. વિવિધ અભિનય કરી રહ્યા છે.
એટલે અન્ય જીવનું અયોગ્ય વર્તન જોઈને જો, આ તો, ફિલ્મનો ડાયરેક્ટર-નાટકમંડળીનો સૂત્રધાર, જેનું નામ છે સર્વશ્રી કર્મસત્તા, તેણે આવો રોલ ભજવવા આપ્યો છે, માટે આવું વર્તન કરે છે, જ્યાં સુધી એ “ક” નહીં કહે ત્યાં સુધી એ જીવ આ રોલ અદા કરતો જ રહેશે. બાકી વાસ્તવિક રીતે તો અમે અનાદિકાળથી મિત્રો જ છીએ. તેથી એના વર્તમાન વર્તનને મારે મહત્ત્વ આપવું નહીં. અન્ય વિચારધારાઓમાં ફસાયા વિના જો આ વિચારધારા અપનાવવામાં આવે તો આનંદ જ આનંદ છે. સામી વ્યક્તિ પર નથી ક્રોધ કે નથી વૈર.. નથી સંક્લેશની પરંપરા કે નથી પાપની પરંપરા... કારણકે મનને આપણે સમજાવી દીધું છે- ધીસ ઇઝ એ ડ્રામા
વળી આ રીતે દુન્યવી પ્રસંગોને નાટકરૂપે લેખવામાં આવે એટલે પ્રસંગોનું એટલું દુઃખ પણ રહેતું નથી. નાટકમાં જેણે ગાળ ખાવાની હોય છે, અપમાન વેઠવાનું હોય છે, ત્રાસ સહેવાનો હોય છે એને પણ “આ તો નાટક ! આમાં દુઃખ શું લગાડવાનું ? આ બધું દુઃખી થયા વગર સહું છું માટે તો સારો પગાર મેળવી સુખી થાઉં છું.” આ વિચાર હોવાથી મજેથી ગાળ વગેરેને સાંભળી શકે છે. એમ ખરેખર કોક અપમાનાદિ કરતું હોય ત્યારે પણ “આ તો દુનિયાનું એક નાટક ! આમાં દુઃખ શું લગાડવાનું ? દુઃખી થયા વગર આ બધું સહન કરીશ તો અપૂર્વ નિર્જરા થશે, અઢળક પુણ્યબંધ થશે અને સદ્ગતિની પરંપરા દ્વારા શાશ્વત સુખને ભેટીશ.” આવો વિચાર કરવામાં આવે તો જરૂર એ અપમાનાદિ મજેથી વેઠી શકાય. મહાત્માઓએ પ્રાણાંત કષ્ટો મજેથી વેક્યાં હતાં ને ! - તમે સહસા બોલી ઊઠશો..જહન્નમમાં જાય આવી શત્રુતા જેણે મારાં અમનચેન ઝૂંટવી લીધાં....જેણે મારા મનને કલુષિત કરી નાખ્યું... જેણે મારી સદ્ગતિની પરંપરામાં આગ ચાંપી. હવે તો શત્રુતા કરવી હશે તો શત્રુ પર નહીં....શત્રુતા પર જ કરીશ.... શત્રુ પર તો મિત્રતા જ રેલાવીશ.
હવે તમારા દિમાગમાં પણ ગુંજારવ થઈ જ રહ્યો હશે કે- સર્વે • તે પ્રિયબાન્ધવા ન રિપુરિહ કોડપિ.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org