________________
| 5 સંપ ત્યાં જંપ..... ઘણા લોકોનો એક સામાન્ય અનુભવ છે કે -
બે ભાઈઓને કદાચ પરસ્પર થોડો અણબનાવ પણ હોય, ક્યારેક બોલાચાલી કે ઝગડો પણ થઈ જતા હોય, છતાં જ્યારે પાડોશી સાથે ઝગડો થાય, ત્યારે એ બન્ને ભાઈઓ પરસ્પરનો અણબનાવ-ઝગડો ભૂલી જઈને એક થઈ પાડોશીને ભેગી ફાઈટ આપે છે, કેમકે જાણે છે કે પાડોશી એ મોટો શત્રુ છે. એના પર વિજય મેળવવો હોય તો પરસ્પરના ઝગડા ભૂલીને એક થવું જ પડે.
મુંબઈની ચાલી સિસ્ટમવાળા “સી'વૉર્ડનાં મકાનોમાં જગ્યા અને પાણી માટે વારંવાર ઝગડનારા પાડોશીઓ પણ જ્યારે બીજા મકાનવાળા જોડે પતંગ તોડવા વગેરેના કારણે પથરાબાજી થાય છે, ત્યારે પરસ્પરના ઝગડા ભૂલી એક થઈ બીજા મકાનવાળાને મહાત કરવા કમર કસે
આ રીતે ઝગડનારા અન્યાન્ય મકાનના રહીશો, જ્યારે બીજી શેરી સાથે ઝગડો થાય ત્યારે એક થઈ જાય છે. આ રીતે તકરારમાં ઊતરતા જુદી જુદી શેરીના રહેવાસીઓ પણ જ્યારે પોતાના શહેરને અન્ય શહેર સાથે કોઈ ટસલ ઊભી થાય ત્યારે એક થઈ પોતાના શહેરને લાભ થાય એ રીતે વર્તે છે. પરસ્પર સલમાં ઊતરતાં શહેરો પણ જયારે અન્ય રાજય સાથે સીમાઝગડો કે નહેરના પાણી વગેરે અંગે વિવાદ ઊભો થાય છે ત્યારે એક બની પોતાનું રાજ્ય વધુ લાભ ખાટી જાય એ માટેના સહિયારા પ્રયાસો કરે છે.
સીમા પ્રશ્ન ઝગડનારાં મહારાષ્ટ્ર-કર્ણાટક જેવાં રાજયો પણ પાકિસ્તાન વગેરે અન્ય દેશ સાથે યુદ્ધ થાય, ત્યારે પરસ્પરના વિવાદોને ભૂલી રણમોરચે ભેગા થઈને વૉર ખેલે છે.
એકબીજા સામે જંગી શસ્ત્રપુરવઠો ખડકી દેનારા અમેરિકા અને રશિયા જેવા કટ્ટર પ્રતિસ્પર્ધીઓ પણ જયારે માનવજાત સામે ભયાનક શસ્ત્રસરંજામોનો કે એઇસ જેવા ભયંકર રોગોનો ખતરનાક ખતરો ઊભો થઈ જાય છે ત્યારે સાથે બેસીને ખતરાને ખાળવાના ઉપાયો અજમાવવા પ્રયાસો કરે છે.
આ બધા રોજિંદા અનુભવ પરથી તારણ નીકળે છે કે જ્યારે એક કૉમન મોટા શત્રુ સામે લડવાનું હોય ત્યારે અંદરઅંદરના નાના
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org