________________
૪૩
સંપ ત્યાં જંપ.... નાના શત્રુઓ સાથેની શત્રુતા ભૂલી જઈને એક બનવું જ જોઈએ, પરસ્પર મિત્રતા કેળવવી જ જોઈએ. તો જ તેઓ મોટા શત્રુ સામે વિજય મેળવી શકે. “શત્રુનો શત્રુ એ આપણો મિત્ર એવી ચાણક્યનીતિને એ વખતે અપનાવવી જ જોઈએ, જો મોટા શત્રુ પર વિજય મેળવવો
હોય.
હવે આ જ અનુભવને આગળ ધપાવીએ.
સંપૂર્ણ માનવજાત સામે ખતરો ઊભો કરનાર એઈસ જેવા રોગોના જંતુઓનો પ્રતિકાર કરવા માનવજાત પરસ્પર વેરઝેર ભૂલી એક ટેબલ પર ભેગી થાય છે, પરસ્પર સહાયક મિત્ર બની જાય છે, એમ સકલ જીવસૃષ્ટિનો એક કૉમન શત્રુ જડસૃષ્ટિ-કર્મસત્તા છે. દરેક જીવોને જન્મજરા-મૃત્યુ-રોગ-શોક-અનિષ્ટ સંયોગ-ઈષ્ટ વિયોગ વગેરેનાં ભયાનક દુઃખો આપનાર જો કોઈ હોય તો એ આ કર્મસત્તા જ છે.
આ કર્મસત્તા જીવોની કેવી હારાકીરી કરે છે.....
નિશાળમાં શિક્ષકને કોઈ વિદ્યાર્થી પર ખાર થઈ ગયો હોય તો વિદ્યાર્થીને કેવો હેરાન કરે ! એ જરાક મોડો પડે, થોડુંક તોફાન કરે, હોમવર્ક કરી ન આવે, કોઈ પ્રશ્નનો જવાબ બરાબર ન આપે. બસ આવું કોઈ ને કોઈ નિમિત્ત જ શોધતાં હોય, અને નિમિત મળતાં જ એની પર તૂટી પડે. બીજા વિદ્યાર્થીને એવા જ ગુના પર કાંઈ સજા ન કરતા હોય તોપણ જેના પર ખાર હોય તેને કડકમાં કડક સજા કરે જ.
આ કર્મસત્તા પણ જગતના બધા જીવો પર ભયંકર ખાર રાખે છે. જીવ નાની પણ ભૂલ કરે છે અને કર્મસત્તા એના પર તૂટી પડે
પેલો બિચારો વિધવા પુત્ર ! મજૂરીએથી આવ્યા પછી રોટલા તૈયાર ન દેખ્યા. સુધાપીડિત તેણે બહારથી મા આવવા પર ગુસ્સાથી કહ્યું કે, “ક્યાં શૂળીએ ચડવા ગઈ'તી ? આ તારો સગલો ભૂખ્યો થયો છે.” બસ, આટલી જ ગફલત અને કર્મસત્તાએ રજનો ગજ કરી એને બીજા ભવમાં વગર અપરાધે શૂળી પર ચડાવી દીધો. ગુસ્સે થઈને મારે બોલી કે, “તારાં કાંડાં કપાઈ ગયાંતાં ? આ શીકા પરથી લેતાં શું) થતું હતું ?” એના પર એને બિચારીને ભવાંતરમાં કાંડાં કપાવાની સજા ભોગવવી પડી.
પેલો પુરોહિતપુત્ર ! ચારિત્રપાલન તો સુંદર કર્યું, પણ એવું વિચાર્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org