________________
૪૪.
હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં
કે, “ગુરુએ ચારિત્ર તો બહુ સુંદર આપ્યું, પણ પરાણે આપ્યું એ સારું ન કર્યું.” બસ આટલો જ ગુરુ પ્રત્યે દુર્ભાવ, અને મેતારજના ભવમાં દુર્લભબોધિ બનવાની સજા કર્મસત્તાએ ફટકારી દીધી.
બિચારી પેલી મહિલા ! દેરાણીનું ઝવેરાત ચોરી લીધું. ચોરી પકડાઈ નહીં એટલે દુનિયાની અદાલતથી તો એ બચી ગઈ. પણ આ અન્યાયને કર્મની અદાલત શી રીતે ચલાવી લે ? કર્મસત્તાએ તો દુનિયાની કોઈ કોર્ટે કોઈપણ ચોરને ન ફટકારી હોય એવી ક્રૂર સજા ફટકારી દીધી કે ત્રણ ભુવનમાં અનુપમ, અમૂલ્ય અને અદ્ભુતરત્ન શ્રી મહાવીર પ્રભુનું એની પાસેથી ગર્ભહરણ થઈ ગયું.
બિચારો તંદુલિયો મત્સ્ય ! હોં ફાડીને જડની જેમ બેસેલા વિરાટકાય મત્સ્યના મુખમાં પાણીના મોજાંની સાથે હજારો માછલીઓને પેસીને પછી મોજાં સાથે જ હેમખેમ બહાર આવી ગયેલા જોઈને વિચારે છે કે, “આ કેવો મૂરખ ! આની જગ્યાએ હું હોઉં તો એક ના છોડું.” અને કર્મસત્તા એને ભયંકર યાતનાઓથી ભરેલી સાતમી નરકનો મહેમાન બનાવી દે છે.
ડગલે ને પગલે જીવોની આવી ભયંકર કર્થના અને ક્રુર મશ્કરી કરનારી કર્મસત્તા શું ભયંકર શત્રુ નથી ? માટે દરેક જીવોનો ભયંકરમાં ભયંકર મોટામાં મોટો કોઈ એક કૉમન શત્રુ હોય તો એ આ કર્મસત્તા છે. જો સઘળાં દુઃખોથી મુક્ત થવું હોય તો આ કર્મસત્તા પર વિજય મેળવવો જોઈએ. એના પર જો વિજય મેળવવો હોય તો એ કર્મસત્તા જેઓનો શત્રુ છે તે બધા જીવો સાથેની શત્રુતાને દફનાવી દઈ મૈત્રી કેળવવી પડે, ચાણક્યનીતિને અપનાવવી પડે.
વળી જેમ બે શેરીના ઝગડા વખતે એક શેરીના લોકો ટોળે વળીને હાથમાં જે આવે તે લાકડીઓ, પથરા, ઇટ, સોડાવૉટરની બાટલીઓ વગેરે લઈને લડવા જતા હોય.... હઈસો હઈસો કરતાં દોડતા જતા હોય... એમાં અંદર અંદર કોઈનો પણ પગ પોતાના પગ પર પડી જાય... કોઈના હાથમાં ઉગામેલી લાકડી પોતાના માથા પર વાગી જાય. આવું કાંઈ પણ થાય તો એ સહન કરનાર વ્યક્તિ એની સાથે ઝગડો નથી કરતી, કિન્તુ એમ વિચારે છે કે “હોય ભાઈ ! આપણી પાર્ટીનો જ માણસ છે ને ! સામી પાર્ટી સાથે ઝગડવામાં ક્યારેક અજાણપણે પગ પર પગ પડી પણ જાય. એમાં એની સાથે ઝગડો કરવા બેસી ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org