SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ખરો શત્રુ : કર્મ ૭૯ ગાળ આપીશ. એમ જાણે કે એને કહી એને ગાળ આપે છે, તો કર્મસત્તાની કોર્ટ એ (ફલાણા) જીવની સજા વધારી દે છે. આની સામે કોર્ટના ઑર્ડર મુજબ જેલર કેદીને જે કાંઈ સજા કરે તે બધાને જો કેદી કોઈ જ પ્રકારના પ્રતિકાર વિના સહતો રહે, તો એ એની એક સુંદર વર્તણુંક તરીકે લેખાય છે. અને તેથી કોર્ટ એની સજા ઘટાડી આપે છે. અનેક ગુનાઓની કરેલી અનેક સજાઓમાંથી કેટલીક નાબુદ પણ કરી આપે છે. આ જ રીતે કર્મસત્તાની કોર્ટના આદેશ મુજબ જીવને ગાળ ખાવી વગેરે જે કાંઈ સજા થાય છે, અને જો એ કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના સહન કરી લે છે તો કર્મસત્તા અને એક સારી વર્તણુંક તરીકે લેખીને એના અન્ય અનેક ગુનાઓની સજા માફ કરી દે છે એટલે કે બીજાં અનેક કર્મોને એ વગર સજાએ રદબાતલ કરી નાંખે છે. એક કેદીની જે સમજ હોય છે એ જો એક સાધકના મનમાં રમવા લાગે, તો મૈત્રી સાહજિક બની જવાથી સાધન સરળ બની જાય. કોરડો વીંઝનાર જેલર પર કેદી અંગારા વરસાવતો નથી. કારણકે એ જાણે છે. આ તો કોર્ટનો એજન્ટobey to order કરવાવાળો બે રૂપિયાનો નકર... આ કોઈ મારો શત્રુ નથી.. સમાચાર દુ:ખદ આવ્યા તો ટપાલીને ગાળ આપવાનો શો મતલબ ? આપણે દુઃખી થઈ ગયા એનો અર્થ એવો થોડો છે કે આપણે પોસ્ટમેનને જ શત્રુ માની લઈએ ! ટી.વી.માં જોયું કે રાવણના શક્તિપ્રહારે લક્ષ્મણને મૂચ્છિત કરી દીધા. પાગલ આદમી T.V.ને ફોડી નાખે છે. બુદ્ધિમાન T.V. ના બદલે રાવણને તિરસ્કારે છે. TV. તો માત્ર એક પરદો છે, માધ્યમ છે. એ ન તો પોતાની ઇચ્છાનુસાર સારું બતાવે છે કે ન નરસું... જે જેવું રીલે થાય એવું જ એ દર્શાવે છે. ભારતીય ક્રિકેટ ટીમ હારી ગઈ તો સ્ક્રીન પર એ જ દૃશ્ય ફિલ્માશે; જીતી ગઈ તો એમાં દૃશ્ય જીતવાનું જ આવશે... માધ્યમને માત્ર માધ્યમ માનવું જોઈએ... મૂલ નહીં.. દુઃખ દેવાવાળો પ્રત્યેક માનવી માત્ર માધ્યમ છે. મૂલ નહીં, મૂલ છે કર્મસત્તા. અપમાન કરનાર કર્મસત્તાનો હુકમ પાળ્યો અને મને તંગ કરી નાખ્યો. એમાં મારે એને શત્રુ ન માની લેવાય કે Tit for tat.. એનું પણ અપમાન કરી બદલો લેવાની ગણતરી ન કરાય. તો જ સજાઓની -દુઃખોની અનેક પરંપરાઓમાંથી બચી શકાય, નહીંતર તો એ પરંપરાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy