________________
૭૮ -
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં તેઓને મારી શક્યો નહીં, કેમકે કર્મસત્તાએ એવી સજા ફટકારી નહોતી. ગ્રન્થોમાં આવા તો ઢગલાબંધ દાખલાઓ મળશે. “લાણો બાળક મને મારનારો છે યા તો મારા પછી મારી રાજગાદીએ આવનારો છે.” એવું જાણીને રાજા જેવો રાજા બાળકનો નાશ કરવા અનેક કાવતરાં ઘડે તો પણ, સાવ અપ્રતિકાર્ય અવસ્થામાં રહેલ એ બાળક પણ બચી જાય. અરે ! જેણે ૧૦૦-૨૦૦ ક્રૂર હત્યા કરી નાખી હોય એવા નિર્દય જલ્લાદને સારામાં સારો પુરસ્કાર આપવા સાથે એ બાળકને પતાવી દેવા માટે સોંપવામાં આવ્યો હોય તો ય ભલે રાજાએ એને મારી નાખવાની સજા ફટકારેલી હોય, પણ કર્મસત્તાએ જો એ સજા ફટકારેલી ન હોય તો, જેના દિલમાં કોઈને પ્રત્યે કરુણા ઊપજી નથી એવા જલ્લાદના દિલમાંય એક કરુણાની રેખા અંકિત થઈ જાય અને એ ભક્ષક જ, જરૂર પડ્યે પોતાના જાનનું જોખમ ખેડીને પણ, રક્ષક બની જાય છે. આની સામે જો કર્મસત્તાએ એવી સજા ફટકારી દીધી હોય, તો રક્ષક પણ ભક્ષક બનીને એ સજા બજાવે જ છે. ઇન્દિરા ગાંધીની હત્યા પોતાના જ ઘરમાં પોતાના જ અંગરક્ષકથી થઈ ને !
જ્યારે રાજીવ ગાંધી રાજઘાટ જેવા જાહેર સ્થળમાં હજારો આદમીઓની વચ્ચે, સાત દિવસથી છુપાયેલા ત્રાસવાદીએ ઘણી ગોળીઓ છોડવા છતાં આબાદ બચી ગયા ને ! કેમ ? કેમકે રાજીવ ગાંધીને ત્યાં મારવા એ ત્રાસવાદી ઈચ્છતો હતો, કર્મસત્તા નહીં.
કર્મ સેન્ટ તો દુનિયા રુઝ....કર્મ તુષ્ટ તો દુનિયા તુષ્ટ...
અર્થાત્ કર્મ વાંકાં ન હોય તો કોઈનીય તાકાત નથી કે માથાનો વાળ પણ વાંકો કરી શકે અને કર્મ જો રહ્યાં હોય તો કોઈની તાકાત નથી કે રક્ષણ આપી શકે. કર્મસત્તા જેવા જેવા ઓર્ડર છોડે છે. તેવું જ વર્તન તે તે જીવરૂપી અધિકારી કરે છે. એટલે કોર્ટે ફરમાવેલી સજાને અનુસાર જેલર કેદીને ફટકા મારે ત્યારે જો એ કેદી “એ ય ! તું મને મારે છે, હુંય તને મારીશ' ઇત્યાદિ કહીને સામો પ્રહાર કરે છે તો એ જેમ એનું અયોગ્ય વર્તન લેખાય છે, તેમજ એની સજાને જેમ કૉર્ટ વધુ કડક બનાવે છે-વધારે છે, તેમ કર્મસત્તાની કોર્ટ પણ, કો'ક જીવરૂપી પોતાના એજન્ટને આજ્ઞા કરે છે કે ફલાણા જીવને ગાળ આપી આવ. એટલે એ જીવ આ ફલાણાને ગાળ આપે છે ત્યારે આ (ફલાણો) જીવ અય ! તું મને ગાળ આપે છે ? હું ય તને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org