________________
ખરો શત્રુ : કર્મ
૭૭ દુનિયાના પ્રાણી ચાહે વાઘ હોય-સિંહ હોય કે સાપ હોય કે એનાથી પણ ખતરનાક ઇન્સાન હોય. દેરાણી હોય કે જેઠાણી હોય. સાસુ હોય કે સસરા હોય ભાઈ હોય કે ભાભી હોય.. પુત્ર હોય કે પુત્રવધૂ હોય ભાગીદાર હોય કે ભત્રીજો હોય... બધા જ કર્મસત્તાના પગારદાર નોકર છે. કર્મચારી છે. અધિકારી છે... કર્મરૂપી કોર્ટે સજા માટેનાં જેવાં જેવાં ફરમાનો બહાર પાડડ્યાં હોય તે મુજબ આ જીવ એ સજા મને કરે છે. કો'ક અધિકારીને (જીવન) કહ્યું કે, “તું ગાળ આપવાની સજા બજાવજે” એટલે એ આવીને ગાળ આપી જાય છે. કો'કને કહ્યું કે, “તું એનો જશ ઝૂંટવી લેવાની સજા બજાવજે'. એટલે એ મને મળતો જશ ઝૂંટવી જાય છે. કો'કને કહ્યું કે “એની નિંદા કરવાની સજા બજાવજે એટલે એણે મારી નિંદા કરી, કોકને કહ્યું, “એના પર ખોટું આળ મૂકવાની સજા કરજે.” એટલે એણે મારા પર ચોરીનો આરોપ મૂક્યો. કો'કને આ હાઈકમાન્ડ હુકમ કરે છે કે “એને લાકડીનો પ્રહાર કરવાની સજા બજાવ' Order is order.. એ જીવ આવીને મને લાકડી ફટકારી જાય છે. આ જ રીતે ધન ચોરી જવું કામ બગાડી નાખવું. ધંધામાં વિશ્વાસઘાત કરવો, ઈર્ષ્યા કરવી વગેરે વગેરે રૂપે જે જે હેરાનગતિઓ થાય છે એ બધી જ કર્મસત્તાએ ફટકારેલી સજાઓ છે. દેવાવાળો તો માત્ર માધ્યમ છે.
એક નિયમ આપણા દિલ અને દિમાગની ડાયરીમાં લખી લેવા જેવો છે. કર્મસત્તાએ જે ફરમાવેલી ન હોય એવી કોઈ જ સજા દુનિયાનો ગમે તેવો શક્તિશાળી અને સમર્થ માણસ પણ આપણને કરી શકતો નથી. જાનથી મારી નાખવો વગેરે રૂપ મોટી મોટી સજા જ નહીં. એક ગાળ જેવી નાની સજા પણ જો કર્મસત્તાએ ફટકારેલી ન હોય તે કોઈ આદમી પોતાની મેળે બજાવી શકતો નથી અને કર્મસત્તાએ જો એ સજા ફટકારેલી હોય, તો એનાથી ભાગવાના-બચવાના ગમે એટલા ઉપાયો અજમાવો, એ સજા ભોગવ્યા વગર છૂટકો નથી.
જનકપુત્રીના કારણે દશરથનંદનના હાથે રાવણનું મૃત્યુ થશે એવી ભવિષ્યવાણી સાંભળી બ્રાતૃપ્રેમથી ક્રોધાતુર બનેલો વિભીષણ જનક અને દશરથનો નાશ કરી નાખવાના સંકલ્પ સાથે બહાર પડ્યો. ત્રિખંડાધિપતિ પ્રતિવાસુદેવ રાવણના પીઠબળવાળા વિભીષણનો પ્રતિકાર કરવાની દશરથ કે જનક બન્નેમાંથી એકેયની હેસિયત નહોતી. તેમ છતાં, વિભીષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org