________________
૧૨૪
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં
ખેડૂત મળ્યો. લિંકને એનું અભિવાદન કર્યું. “હલ્લો અંકલ ટોમી ! આનંદમાં છો ને !” “અરે, અબ્રાહમ તારી પાસે જ આવવા ઇચ્છતો હતો.” “કેમ મારું શું કામ પડ્યું ?” “જો ને ભાઈ, કોર્ટમાં એક કેસ કરવો છે. મારા ખેતરની બાજુમાં જે ખેતર છે ને, તેનો ખેડૂત હમણાં હમણાં ખૂબ હેરાન કરે છે. મેં નક્કી કર્યું છે કે ગમે તે ખર્ચ થાય, એની સાથે લડી લેવું.' ખેડતે હૈયાવરાળ કાઢી. લિંકન કહે, “ડીયર અંકલ ! આજ સુધી તમારે ક્યારેય ઝગડો નથી થયો, બરાબર ?” ‘હા,’ ‘તો એ દૃષ્ટિએ તો એ સારો પડોશી કહેવાય. કેમ ખરું - ને ?” “સારો તો નહીં, પણ ઠીક,' “છતાં વર્ષોથી તમે એકબીજાના પાડોશી તરીકે રહ્યા છો, એ વાત તો સાચી ને ?” “હા, લગભગ પંદર વર્ષ તો થયાં.” “એ પંદર વર્ષમાં ઘણા સારા-માઠા પ્રસંગો બન્યા હશે ?” “એ તો ભાઈ ! સંસાર છે, ચાલ્યા કરે.” એમાં તમે એકબીજાને મદદરૂપ પણ બન્યા હશો ?” “લિંકન ! એ તો પડોશીની ફરજ કહેવાય ને !” તો જુઓ ને અંકલ ! આ મારો ઘોડો કાંઈ બહુ સારી જાતિનો નથી, થોડો જીદી પણ છે. આના કરતાં સારો ઘોડો કદાચ હું લઈ પણ શકું. પણ આની ખાસિયતો હું જાણું છું. એની ખામીઓથી હું પરિચિત છું અને ટેવાયેલો છું. એનાથી કઈ રીતે કામ ચલાવવું એ પણ મને આવડી ગયું છે, એટલે મારું કામ પણ અટકતું નથી. બીજો ઘોડો લઉં તો કદાચ એ સારો પણ હોય, તેનામાં વળી કોક બીજી ખામીઓ પણ હોય, કારણકે દરેક ઘોડામાં કંઈ ને કંઈ ખામીઓ તો હોય જ છે. મારે વળી એ અન્ય ઘોડાની ખામીઓ જાણવી પડે, એનાથી કામ નભાવતાં શીખવું પડે. એટલે મને તો એમ લાગે છે કે Old. is gold. જે છે તે સવાવીસ. આ ઘોડા સાથે જ મારે કામ નભાવી લેવું એમાં જ મારું અને ઘોડાનું બન્નેનું ભલું છે' ખેડૂત સમજી ગયો કે એ પડોશી સાથે નભાવી લેવું એમાં જ એનું ને મારું હિત છે, એમાં જ શાંતિ અને સમાધિ છે.
પત્નીની ભૂલો જોવાનું ચાલુ કર્યુંહવે તો એ આફતની બલા જ લાગે છે. પણ એટલા માત્રથી, હવે એને છૂટી કરી દ્યો ને બીજી પત્ની કરી લ્યો.... આ સુખી થવાનો ઉપાય નથી.. એટલે જ મર્યાદાપ્રધાન ભારતીય સંસ્કૃતિમાં છૂટાછેડાને લગભગ સ્થાન નથી.. 431 Cačelui c He for the fourth time and she for the
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org