________________
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે...
૧૨૩
શેઠને ખ્યાલ આવતો રહે.” પતિ-પત્ની વચ્ચેની લાગણીઓ પુનઃપ્રસ્થાપિત થવાની આ શક્યતા આજે દૂર થઈ ગઈ હોવાથી કટુતા નિરંતર વધતી જાય છે, ને બે-ચાર વર્ષમાં એટલી બધી વધી જાય છે, કે જેના કારણે સાથે રહેવા છતાં એકબીજાને કટ્ટર શત્રુની જેમ જોતાં થાય છે, યા તો કોઈ ન કલ્પેલી હોનારત સર્જાઈ જાય છે. એટલે, પ્રસ્થાપિત થયેલા સંબંધમાં હવે ગાબડું પડવા માંડ્યું છે, એવું ભાસવા માંડે તો એ સંબંધ વણસીને વૈરભાવ ઊભો ન થઈ જાય એ માટે બહેતર છે કે એ વ્યક્તિથી થોડા કાળ માટે છૂટા પડી દિલના ઘા રુઝાય એ માટે અવકાશ ઊભો કરવો. “એ વ્યક્તિની સાથે જ રહું પણ વધુ પ્રેમ-વાત્સલ્ય દેખાડીને તેમજ સમજાવટ કરીને સંબંધને સુધારી લઈશ.” એવી ગણતરી કૂવચિત જ સાચી પડે છે. મોટે ભાગે તો આ એક ભયંકર જોખમી જુગાર થઈ પડે છે ને પરિણામે સંબંધો તૂટીને જ રહે છે. બહુધા સફળ થનારો સારો ઉપાય વિરહ ઊભો કરવો એ જ છે.
જો છૂટા પડવાની શક્યતા ન હોય તો સામાને સમજાવવા કરતાં સૌ પ્રથમ પોતાના દિલમાં જ “એ વ્યક્તિ કેટલી મહત્ત્વની છે ?” એને વારંવાર ચૂંટવામાં આવે તો લાભ થઈ શકે. જે બાબતમાં એની ખામીઓ હોય એ બાબતને આગળ કરી એની ભૂલો ગાયા કરવા કરતાં અને એના પરથી મનને ઉતારી નાખવા કરતાં, અન્ય જે બાબતમાં એની ખુબીઓ હોય તે બાબતને આગળ કરી એની પ્રશંસા કરતાં રહેવું, એના પર પણ સદ્ભાવ ધારી રાખવો ને કામ ચલાવવું, એ જ હિતાવહ બની રહે છે. એક અખબારી લેખમાં અબ્રાહમ લિંકનનો જીવનપ્રસંગ વાંચવા મળેલો.
અબ્રાહમ લિંકન એક ગરીબ વકીલ હતા. મધ્યમવર્ગના લોકોના એ કેસ લડતા, ખોટો કેસ લડતા નહીં. વકીલાત એ જ એમની એક માત્ર આજીવિકા હોવા છતાં, એક માનવી તરીકે મોટા દિલના હોવાથી વિરોધીઓ વચ્ચે સમાધાન પોતાનાથી જ થઈ જવું શક્ય લાગે તો એ બન્નેને સમાધાન કરાવી આપતા અને કેસ લડતાં અટકાવતા. પછી ભલે ને પોતાને એ કેસ લડવાની કમાણી જતી કરવી પડે. એમણે એક ઘોડો રાખેલો. એના પર પુસ્તકો લાદી એક ગામથી બીજે ગામ જતા. એ ઘોડો પણ સામાન્ય જાતિનો હતો, થોડો હઠીલોય ખરો. ક્યારેક નટી પણ જતો. છતાં એમનું કામ નભતું. એક વાર રસ્તામાં એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org