________________
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં
થાય છે. માનવે પોતાના ધર્માનુષ્ઠાનોને લગભગ માયકાંગલાં બનાવી દીધા છે. એકમાત્ર નવકારમંત્રનો વિચાર કરો. એનો જેટલો અને જેવો લાભ શાસ્ત્રકારોએ સામાન્યથી પણ બતાવ્યો છે એવો અને એટલો લાભ એને મળી રહ્યો છે ? એનાં તે તે દરેક અનુષ્ઠાનો શક્તિસંપન્ન બને, સમર્થ બને, નાનું પણ અનુષ્ઠાન ઘણો લાભ કરી આપે એવું કઈ રીતે સંભવે ? એ માટે શું કરવું જોઈએ ?
આપણું શરીર નબળું પડે છે.... મલ્ટીવિટામીન્સ તૈયાર છે. આપણું મન નિર્બળ થાય છે, જાતજાતના હર્બલ ટૉનિક ઉપલબ્ધ છે..
પણ આપણા અનુષ્ઠાન નબળાં છે, એની શક્તિ વધારનાર ટૉનિક કયું છે ? એવું કયું રસાયણ છે જેનાથી આપણાં અનુષ્ઠાનો પ્રાણવાન બને ? આ માટે એક શાસ્ત્રવચન આવું સૂચન કરે છે
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥
ધર્મધ્યાનને સુસંસ્કૃત = પુષ્ટ કરવા જો ઇચ્છો છો, તો અહીંતહીં ભટકવાનું છોડી અમારી પાસે આવો. બહુ જ સુંદર ફૉર્મ્યુલા અમે બતાવીશું. મૈત્રી+પ્રમોદકારણ્ય+માધ્યચ્ય=ધર્મધ્યાનને તંદુરસ્તી બક્ષનાર B complex મલ્ટી વિટામીન દવા. મનને મૈત્રી વગેરે ભાવનાઓથી ભાવિત કરો અને પછી જુઓ ચમત્કાર.
દિલમાં મૈત્રી વગેરે ભાવોનું ઝરણું ખળખળ વહેતું હોય અને જે અનુષ્ઠાન થાય તેમજ એ સૂકાઈ ગયું હોય અને જે અનુષ્ઠાન થાય... ફળશ્રુતિમાં આસમાન-જમીનનો ફેર પડી જાય છે. એક માણસના હાથમાં (.35 calibre) રિવોલ્વરની બુલેટ છે. એની સામે બે ફૂટ જ દૂર ઊભેલા માણસની છાતીમાં એ બુલેટનો એ હાથથી ઘા કરે છે. પરિણામ કશું નહીં આવે... શત્રુ મૂછને મરડતો હસ્યા કરશે. એના શરીરને ગોળી આરપાર વીંધી નહીં શકે. હવે એ માણસ એ જ બુલેટને રિવોલ્વરમાં ભરે છે, ઘોડો દબાવે છે અને જોઈ લ્યો... શત્રુ લોહીલુહાણ થઈને ભોંયભેગો થઈ જાય છે. ગોળી એ જ, અંતર એ જ અને શત્રુ પણ ધ સેમ મેન, છતાં આટલો ફેર કેમ પડી ગયો ? રિવોલ્વરની અંદર એક સ્પ્રિંગ હોય છે જે બુલેટને એવો જોરદાર પુશ આપે છે કે જેથી બુલેટનો વેગ વધવાથી વેધકતા વધી જાય છે. મૈત્રી વગેરે ભાવો આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org