________________
૮૨ -
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં
કે ગુણસેન પ્રત્યે ગુસ્સાનો અંશ નહોતો. એના દિલમાં ‘હાય નહીં પણ “હોય” હતું. “હાય હાય ! ગુણસને મારું પારણું ચૂકવ્યું. હવે વગર પારણે મારે બીજું માખમણ કરવાનું ?” એવો સંક્લેશ એના દિલમાં નહોતો. ‘હોય ભાઈ ! સંસારી માણસ છે, અનેક ઉપાધિઓથી ઘેરાયેલો હોય. એના કારણે, ઇચ્છા હોવા છતાંય કાળજી રાખી ન પણ શકે.” આવી ઉન્નત મનોભૂમિકા હતી. માટે તો સ્વસ્થ થયા બાદ હકીકત જાણવાથી ભારે વ્યથિત થયેલા ગુણસેનને જ્યારે કુલપતિએ આપેલા આશ્વાસનથી પણ સમાધાન ન થયું, ત્યારે અગ્નિશર્માએ એને પોતાનું દુઃખ છોડી દેવા સમજાવ્યો. જાણે કે કાંઈ જ બન્યું નથી એટલી સહજતાથી વાતો કરી પારણું ચૂકવ્યાનો કોઈ જ રંજ ગુણસેનના દિલમાં ન રહે અને એ સંપૂર્ણ સ્વસ્થ બની જાય એ માટે હવેનું પારણું પણ એને ત્યાં કરવાનું સ્વીકારી લીધું.
પણ કુદરતને કંઈક જુદું જ માન્ય હતું. યુદ્ધની તૈયારીમાં ડૂબેલા રાજાએ બીજી વાર અગ્નિશર્માનું પારણું ચૂકાવ્યું. વગર પારણે તે પાછો ફર્યો, લાગટ ત્રીજું માખમણ ચાલું થઈ ગયું. તપની સાથે સમતામાં પણ એ આગળ વધ્યો. એ ગુણસેનને અપરાધી તરીકે જોતો નહોતો કે માનતો નહોતો. ગુણસેનની ભૂલ ન જોઈ એટલે એના પ્રત્યેના દ્વેષતિરસ્કાર, વૈરભાવ વગેરેના સંક્લેશોથી એ બચી શક્યો. એટલું જ નહીં, ઉચ્ચ પ્રકારની સમતાને એ કેળવી પણ શક્યો. ગુણસેનને પુનઃ જ્યારે પોતાની ક્ષતિનો ખ્યાલ આવ્યો ત્યારે તો જાણે કે એના પર વજઘાત થયો. હવે તો મોં પણ શી રીતે દેખાડવું ? એની મૂંઝવણમાં એ પડ્યો. પારાવાર પશ્ચાતાપની આગમાં શેકાતો એ માંડ માંડ હિંમત એકઠી કરી આશ્રમે આવ્યો. પણ ત્યાં જાણે કે એના પર અમૃતધારાની વૃષ્ટિ થઈ. માત્ર કુલપતિએ જ નહીં, ખુદ અગ્નિશર્માએ પણ એને પૂરા પ્રેમથી સમજાવ્યું કે, “આ બાબતનું જરાય દુઃખ મનમાં ન રાખવું, કે કોઈ ચિંતા કરવી નહીં.” પણ તો ય ગુણસેનના દિલમાં ડંખ હતો. એટલે એ પણ ન રહે એ માટે અગ્નિશર્માએ સામેથી કહ્યું કે, “રાજનું ! અમે તો તાપસ છીએ. તપનો ઘણો અભ્યાસ થઈ ગયો છે. મહિનો તો આ પૂરો થઈ જશે. તમે કોઈ પ્રકારનો દિલમાં રંજ ન રાખો. આ વખતે પણ હું તમને કહું છું કે પારણું તમારે ત્યાં કરવા આવીશ.” તાપસના દિલમાં પારણું ચૂકાવાનો કોઈ અફસોસ નથી કે મારા પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org