________________
ખરો શત્રુ : કર્મ કોઈ દ્વેષ નથી એ જાણીને અને પોતાને હજુ પણ લાભ મળશે એ વિચારી રાજાનો ખેદ દૂર થયો. પ્રસન્ન થયેલો રાજા રાજમહેલે પાછો ફર્યો.
કિન્તુ કર્મસત્તાને અગ્નિશર્માનું પારણું મંજૂર નહોતું. રાજપુત્રના જન્મની ખુશાલીમાં મસ્ત બનેલો રાજા અને રાજપરિવાર અગ્નિશર્માનું પારણું ભૂલી ગયા. ત્રીજીવાર પણ પારણાના દિવસે રાજા તરફથી પારણાની કોઈ જ તૈયારી કે રાજમહેલના દરવાજે પહોંચવા છતાં માન ન મળ્યું ત્યારે અગ્નિશર્માને એની પૂર્વાવસ્થા યાદ આવી ગઈ. એના માનસસ્ક્રીન પર, ગુણસેને કરેલી વિડંબણાઓની વીડીયોકેસેટ પડવા લાગી. હવે એ ગુણસેનને અપરાધી માનવા લાગ્યો. “આ ગુણસેન મારો નિષ્કારણ વૈરી છે. પહેલાં ય અનેક પ્રકારની મશ્કરી કરતો હતો, હજુ પણ કરે છે.' અન્ય વ્યક્તિની ભૂલ જોઈ-અપરાધ જોયો, એટલે એના પર 'વૈષાદિના સંક્લેશ ચાલુ થયા જ સમજો, ‘એ આવું કરે છે ? હું પણ કેમ ના કરું ? આવા વિચારો સાથે વૈરભાવ પણ ઊભો થવાનો. અગ્નિશર્માના દિલમાં બદલો લેવાની વૃત્તિ જાગવા માંડી, વૈરની તીવ્ર ગાંઠ બાંધીને એણે નિયાણું કર્યું કે, “એ રાજા છે, હું તાપસ છું. એટલે એ શું એમ સમજે છે કે, હું નિર્બળ છું, કાંઈ કરી શકું એમ નથી ? તો હું પણ દઢ સંકલ્પ કરું છું, કે મારા આ જંગી તપનું જો કોઈ ફળ હોય તો હું એને ભવોભવ મારનારો થાઉં.” કુલપતિ વગેરેએ એને ઘણું સમજાવ્યો, પણ એણે વૈરની ગાંઠ શિથિલ ન કરી, મજબૂત જ કરી અને કર્મસત્તાની અદાલતે અગ્નિશર્માને આરોપીના પિંજરામાં ઊભો કરી દીધો... અદલ ઇન્સાફ સંભળાવી દીધો... અગ્નિશર્મા ! કાન ખોલીને સાંભળી લે... ગુણસેન પણ મારો જેલર છે. એણે પારણું ન કરાવ્યું એ પણ મારી આજ્ઞા હતી. ગુણસેન મારી ચિઠ્ઠીનો ચાકર છે, જેવું મેં કહ્યું તેવું એણે કર્યું. અને તું બે બદામનો આદમી થઈને મારા ચુકાદાને ચેલેન્જ કરે છે ? ફરજ બજાવનાર જેલરની સામો થાય છે ? મારા ન્યાયમાં દખલ કરીને... કાનૂનને પોતાના હાથમાં લેવાની મુર્ખતા કરે છે ? તો લે, તું પણ લેતો જા. અનંતકાળ સુધી સંસારમાં ભટકજે. દુર્ગતિઓમાં સડજે. નરકની ભયંકર યાતનાઓ સહેજે..
એક તટસ્થષ્ટિએ વિચારીએ તો, ગુણસેન તરફથી અગ્નિશર્માને જે હેરાનગતિ થઈ છે, જે સહવું પડ્યું છે, તે જાણે કે હેરાનગતિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org