________________
૨૪ :
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં
હજારો વર્ષ સુધી વિશ્વમાં સમૃદ્ધિના શિખરે રહ્યો હતો તેને તિલાંજલિ દેતો જાય છે, અને અંગ્રેજોની=પશ્ચિમની એક એક સલાહને હોંશે હોંશે અપનાવતો જાય છે. પરિણામે સ્વયં એક એકથી વધે એવી પાયમાલીઓને નોંતરતો જાય છે. એને બિચારાને કોણ સમજાવે કે, “ભઈલા ! પશ્ચિમ તરફ શું જોયા કરે છે ? પૂર્વ તરફ જો. પશ્ચિમમાં જોયા કરવાથી અસ્ત જ જોવા મળે, ઉદય નહીં, તારે અભુદય જોવો છે ? તો પૂર્વ તરફ તારું મોં રાખ.”
બિચારો અજ્ઞાન જીવ પણ આવો જ છે. એણે મોહરાજીની આજ્ઞાઓનું પાંચ-પચ્ચીસ વાર નહીં, લાખો-કરોડો વાર નહીં પણ અનંતવાર હોંશે હોંશે એવું પાલન કર્યું છે, કે ક્યારેય નનું ન ચ કર્યું નથી. એટલે એ આજ્ઞાઓ એના માટે જાણે કે સાહજિક બની ગઈ છે. આને જ્ઞાનીઓ “અનાદિની ચાલ' કહે છે. આ પ્રવૃત્તિઓ એટલી બધી અભ્યસ્ત થઈ ગઈ છે કે જીવડો એને સરળતાથી સહજભાવે કરી શકે છે, એમાં એને કાંઈ જ નવું કે વિચિત્ર નથી લાગતું. જયારે ખરેખર એનું હિત કરનાર પ્રવૃત્તિઓ અને નવી અને વિચિત્ર લાગે છે. એમાં એ એન્જસ્ટ જઈ શક્તો નથી.
પણ બિચારો જીવ.... અજ્ઞાન છે ને ! પોતાના અનુભવો પરથી પણ આટલું જાણી શકતો નથી કે, “એક પછી એક આવી અનાદિની ચાલને હું ચાલ્યા જ કરું છું અને દુઃખોની પરંપરા પણ ઉત્તરોત્તર ચાલ્યા જ કરે છે. હું સુખની પાછળ દોડું છું, ને દુઃખ તૂટી પડ્યા વિના રહેતું નથી. તો ખરેખર ! મારી આ ચાલના કારણે જ દુ:ખોનો અનવરત પ્રવાહ ચાલે છે. પછી ભલે ને કદાચ એ ચાલ ચાલ્યો અને તરત જ દુઃખ આવ્યું એવું ના પણ બનતું હોય. અડધો-પોણો કિલો ખમણ-ઢોકળાં ઝાપટી ગયા પછી કાંઈ તરત ડબલાં ભરવાનું ચાલું થઈ જતું નથી, દસ-બાર કલાક પછી જ થાય છે. એટલે જો દુઃખોની પરંપરાનો અંત લાવવો હોય તો આ અનાદિની દરેક ચાલને તજવી જ પડશે.”
જીવરામની બુદ્ધિ મિથ્યાત્વથી હણાયેલી છે. એટલે એ સ્વયં આટલું સમજી શકતો નથી, પણ જો એને કોઈ સદ્ગુરુનો યોગ લાધી જાય તો સદ્ગુરુ એને આ સમજાવે છે. એ સમજવાથી એ જિજ્ઞાસુ બને છે કે તો હવે મારે શું કરવું ? એટલે કરુણાસાગર સદ્ગુરુ એને સમજાવે છે કે “જો ભાઈ ! તું જેને તારો હિતેચ્છુ મિત્ર માને છે એ મોહરાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org