________________
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી...
થયો કે તે તે વ્યક્તિઓ સાથેનો આપણો જે સંબંધ પ્રસ્થાપિત થયેલો છે તેને કાપી નાખવાનો છે. દિલમાં એક પ્રકારની લાગણી જે ઊભી થયેલી છે એને તોડી નાખવાની છે. જ્યારે મૈત્રીભાવનામાં જગતના જીવો સાથે મીઠી લાગણી જોડવાની છે. “કોઈ જ મારો શત્રુ નથી, બધા મારા મિત્રો છે.” એમ ભાવી ભાવીને, જેની સાથે શત્રુતાના કારણે સંબંધ તૂટી ગયો છે એની સાથે પણ પુનઃ સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. તો શું આમાં પરસ્પર વિરોધ નથી ?'
આમાં ઉપરછલ્લો વિરોધ આપણને પણ ભાસે છે ને ? પણ સર્વજ્ઞ ભગવંતોનાં વચનોમાં પૂર્વાપર વિરોધ હોય જ નહીં એવી શ્રદ્ધા સાથે થોડો સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો “આમાં કોઈ વિરોધ નથી.” એવું તો પ્રતીત થાય જ, પણ સાથે સાથે આવી ભાવનાઓ બતાવવામાં જે એક મહત્ત્વનું રહસ્ય છુપાયેલું છે, તે પણ પ્રગટ થાય છે. તે રહસ્ય આ છે -
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.
અનાદિ કાળથી આ આતમરામ અજ્ઞાનથી ઘેરાયેલો છે, રાગદ્વેષને પરવશ બનેલો છે. અને કર્મનો નચાવ્યો નાચ્યા કરે છે. આ અજ્ઞાન વગેરેના કારણે જ મોહરાજા કે જે એનો ભયંકરમાં ભયંકર શત્રુ છે એને એ પોતાનો હિતેચ્છુ માની રહ્યો છે. અને તેથી એણે પોતાના હૃદયસિંહાસન પર મોહરાજાને અધિષ્ઠિત કર્યા છે. મોહરાજા જે કોઈ આજ્ઞા કરે એને આ જીવડો શિરસા વંદ્ય કરે છે, એનું અક્ષરશઃ પાલન કરે છે, પણ મોહરાજા વસ્તુતઃ તો આત્માનો શત્રુ જ છે. એટલે એ એને સાચી અને સારી. આજ્ઞાઓ ક્યારે ય કરતો નથી. જો એમ કરે તો તો આત્માનું હિત થવાથી આત્મા મોક્ષમાં ચાલ્યો જવાથી મોહરાજાનો પોતાનો એક ગુલામ ઓછો થઈ જાય. તેથી મોહરાજા સાચી આજ્ઞાને બદલે, મધુબિન્દુ જેવા વિષયસુખોનો ચળકાટ દેખાડીને વિપરીત અહિતકર આજ્ઞા કર્યા કરે છે. બિચારો વિષયેલાલચુ બનેલો અજ્ઞાનજીવ ! એ આજ્ઞાઓને હિતકર માનીને ઉઠાવ્યા કરે છે અને પોતાની જાતે પોતાની પાયમાલી સજર્યા કરે છે.
જેમકે વિજ્ઞાનના ચળકાટમાં અંજાયેલો બિચારો અજ્ઞાન મૂર્ખ ભારતીય ! પોતાની જે સંસ્કૃતિ અને જીવનની રહેણીકરણી પર પોતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org