SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.... ૨ ૫ ખરેખર તો તારો દુશ્મન છે. માટે સૌપ્રથમ તારા હૃદયસિંહાસન પરથી એને પદભ્રષ્ટ કર. અને વિશ્વવત્સલ પરહિતસ્વી ધર્મરાજા શ્રી અરિહંત પરમાત્માનો એ સિંહાસન પર અભિષેક કર. પછી એ તારક ભગવાન જે કાંઈ આજ્ઞા કરે તેનું પાલન કરવા કટિબદ્ધ થા.....! પણ ગુરુદેવ ! તે તે પ્રસંગે ભગવાનની શી શી આજ્ઞા છે એ મને શી રીતે ખબર પડે ? કેમકે મોહરાજાની આજ્ઞા મારે જાણવી પડતી નથી, કિન્તુ સહજ રીતે જ એ મુજબ વર્તન થઈ જાય છે. ભગવાનની આજ્ઞા માટે તો આવું નથી.” એવી જિજ્ઞાસુની મૂંઝવણ જોઈને સગુરુ સંક્ષેપમાં આ આજ્ઞા સમજાવે છે કે - “અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.” સાધના ન કરી હોવા છતાં મન-વચન-કાયાની જે પ્રવૃત્તિ સહજ રીતે થઈ જાય એ અનાદિની ચાલ છે, એ મોહરાજાની આજ્ઞા છે, એનો ત્યાગ કરવો. અને યથાસંભવ એનાથી વિપરીત આચરણ કરવું એ શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા છે, એ જ જીવનું હિત કરનાર છે, સુખશાંતિ અને સમાધિ આપનાર છે. ખા-ખા કરવું એ સહજ રીતે થાય છે અને તપશ્ચર્યા કરવી એ નવી વાત લાગે છે, એમાં મનને મારવું પડે છે. માટે ખા-ખા કરવું એ મોહની પ્રવૃત્તિ છે અને તપશ્ચર્યા એ પ્રભુની આજ્ઞા છે. - સ્વગુણો અને અન્યના દોષો સીધા દેખાયા કરે છે, જયારે સ્વદોષો અને અન્યના ગુણો સરળતાથી દેખાતા નથી. માટે સ્વગુણ અને પરદોષ જોયા કરવા એ અહિતકર વાત છે, જ્યારે સ્વદોષ અને પરગુણ જોવા એ હિતકર વાત છે. પોતાની મોટી ભૂલને પણ નાની માની “આવી ભૂલ તો થઈ જાય, માનવમાત્ર ભૂલને પાત્ર, આવી ભૂલને તો માફ કરી દેવી જોઈએ.' એવી માન્યતાઓ સહેજે દિલમાં રમતી દેખાય છે. અન્યની નાની પણ ભૂલને મોટી માનીને “આવું તે કેમ ચલાવી લેવાય ? આની સજા કરવી જ જોઈએ, એ વગર ભૂલ સુધરે જ નહીં' એવા ભાવો દિલમાં સહજ રીતે સ્થાન લેવા માંડે છે. આનાથી વિપરીત ભાવો ઊભા કરવા માટે ઘણી કઠિનતા અનુભવવી પડે છે. માટે નિર્ણય થઈ શકે છે કે આ ભાવો જીવને સંક્લેશ વગેરે કરાવનારા છે જ્યારે એનાથી વિપરીત ભાવો જીવને સમાધિમાં લઈ જનારા છે.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy