________________
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં આવું સર્વત્ર બાબતોમાં સમાન છે, માટે જ્ઞાનીઓ કહે છે કે“અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.'
હવે પ્રસ્તુતમાં વિચારીએ.... સ્વજનો પ્રત્યે મમત્વનો ભાવ સહજ રીતે એવો જોરદાર થતો હોય છે, કે જેના કારણે જીવ અનેક પ્રકારનાં પાપો આચરવા પણ તૈયાર થઈ જાય છે.
આની સામે જે જીવ અંગે વ્યક્તિને શંકામાત્ર પડી જાય છે કે, એ મને હેરાન કરવાની પેરવીમાં છે તો એના પ્રત્યે શત્રુતાનો ભાવ પેદા થવા માંડે છે, જે ધીમે ધીમે એવો કટ્ટર બનવા માંડે છે કે પછી એને હેરાન કરવા માટે ગમે તેવું અકાર્ય કરવા એ તત્પર બની જાય છે. આ બન્ને વાતો જાણે કે કુદરતી રીતે જ થઈ જતી હોય એવું દરેકને અનુભવસિદ્ધ છે. માટે આ બન્ને મોટાજ્ઞા છે, અને જીવનું અહિત કરનાર છે. તેથી એ બન્ને ત્યાજય છે. એ બેમાંથી પ્રથમની અનાદિની ચાલના ત્યાગ માટે અનિત્ય, અશરણ વગેરે ભાવનાઓ છે. જે વૈરાગ્યભાવને ઊભો કરે છે. જ્યારે બીજી અનાદિની ચાલના ત્યાગ માટે મૈત્રી વગેરે ભાવનાઓ છે, જે વાત્સલ્યભાવને ઊભો કરે છે. આત્મા એ એક રથ છે, જેને મોક્ષના લક્ષ્ય સાથે સાધનાપથ પર ગમન કરવાનું છે. વિજ્ઞાને ઘણીઘણી શોધો કરી. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, સીક્સ વ્હીલર વાહનો શોધાયાં છે. પણ એવું કોઈ વાહન જોવા નથી મળતું જે એક પૈડાવાળું હોય ! આત્મરથને પણ સાધનામાર્ગ પર ગતિ કરવા માટે બે ચક્રો આવશ્યક છે. વૈરાગ્યભાવ અને વાત્સલ્યભાવ આ બે ચક્રો જેવા છે. આમાંનું એક પણ અવિદ્યમાન હોય તો રથ આગળ ચાલી શક્તો નથી. એટલે અનિત્યાદિ ભાવનાઓ પણ ભાવવી આવશ્યક છે અને મૈત્યાદિ ભાવનાઓ ભાવવી. પણ આવશ્યક છે. માટે એક બાજુ પત્ની વગેરે પરનો રાગ ઘટાડવા અનિત્યાદિ ભાવનાઓનો ઉપદેશ આપવો અને બીજી બાજુ શત્રુતા વગેરે ઘટાડવા મૈત્રી વગર ભાવનાઓનો ઉપદેશ આપવો એમાં કોઈ વિરોધનું કારણ નથી. તેથી જ ગ્રન્થકારો પ્રોડરું પત્નિ ને શ્રો........ ઈત્યાદિ..કહીને જ અટકી નથી ગયા, સર્વે તે પ્રિયવસ્થિવા: ઇત્યાદિ પણ કહ્યું છે.
જે દવાથી રોગ મટીને આરોગ્યની પ્રાપ્તિ થાય તે દવા લેવાની વૈદ સલાહ આપે. શરદી થઈ હોય તો સુંઠ ફાકવાનું કહે, પછી ભલે ને એ ગરમ હોય. ગરમી થઈ હોય, તો ગુલકંદ ખાવાનું કહે, પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org