________________
9.
અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી... ભલે ને એ ઠંડું હોય. આમાં જેમ વિરોધ નથી... એમ જે એન્ગલથી વિચારવામાં આત્માનો રોગ નાબૂદ થઈ આરોગ્યની પ્રાપ્તિ થતી હોય, તે એન્ગલથી વિચારવાનું જ્ઞાનીઓ કહે છે. પત્ની વગેરે પરની રાગદૃષ્ટિ અને શત્રુ પરની દ્રષદષ્ટિ એ રોગ પેદા કરનાર એન્ગલ છે. એને નાબૂદ કરવા માટે એનાથી વિપરીત એન્ગલો-ભાવનાઓ છે.
પ્રશ્ન : સાહજિક રીતે જે દૃષ્ટિકોણથી જોવાય છે એ બધા શું રોગરૂપ જ હોય છે ? ખરાબ જ હોય છે ? કે જેથી એને છોડવા જ પડે ?
ઉત્તર : હા, જેને ઉત્પન્ન કરવા માટે કોઈ વિશેષ પ્રયાસ કરવો ન પડે, પણ સાહજિક રીતે જ જે પેદા થઈ જાય, પેદા થઈ ગયા પછી પણ જે સહજ ભાવે જ, માત્ર ટકી જ ના રહે, પણ વિપરીત પરિસ્થિતિ ઊભી ન થાય તો વધતો જ રહે, એ ઉકરડો જ હોઈ શકે, બગીચો નહીં. બગીચો-તો ઉત્પન્ન થવા માટે ઘણા પ્રયાસોની અપેક્ષા રાખે છે. એ માટે જમીનને સમલેવલ કરવી પડે, ખેડવી પડે, બીજારોપણ કરવું પડે, યથાયોગ્ય ખાતર નાખવું પડે, પાણી પાવું પડે. ગાર્ડનિંગ સાયન્સને અનુસરીને કેટકેટલીય કાળજી કરવામાં આવે ત્યારે બગીચો ઊભો થાય અને એ ઊભો થયા પછી પણ છોડવાની આજુબાજુ કચરો ભેગો ન થાય, ઘાસ વધી ન જાય, ખરેલાં પાંદડાં વગેરે જમા ન થાય, થયાં હોય તો વીણી વીણીને દૂર કરવાં. આ બધી કાળજી રાખવી પડે છે. તો જ બગીચો બગીચા રૂપે ટકી શકે અને વૃદ્ધિ પામી શકે. આ કાળજી રાખવામાં ન આવે તો, એ બગીચા રૂપે તો ન રહે, પણ ધીમે ધીમે ઉકરડો જ બની જાય..
સારાંશ, જે સહજભાવે પેદા થાય, ટકે, વધે એ ઉકરડો જ હોય, બગીચો નહિ. .
અથવા. પાણીની જે ગતિ બાહ્ય કોઈપણ પ્રયત્ન વિના થતી હોય તે અધોગતિ હોય, ઊર્ધ્વગતિ નહીં. ઊર્ધ્વગતિ માટે તો પંપ વગેરે મૂકીને વિશેષ પ્રયાસ આવશ્યક હોય છે. એ રીતે જે એંગલ કોઈપણ જાતની સાધના વિના સહજ રૂપે સ્વીકારાય છે તે ઉકરડો જ હોય છે. બગીચો નહીં. એ દુર્ગધ જ ફેલાવી શકે, સુગંધ નહીં. એ એંગલ આત્મજળને અધોગતિ કરાવે, ઊર્ધ્વગતિ નહીં. માટે એ ખરાબ હોય છે, છોડવા જ પડે. માટે જ એ મોહરાજાની આજ્ઞારૂપ હોય છે. મોહરાજાનો મુખ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org