________________
હંસા! તું ઝીલ મૈત્રીસરોવરમાં અંશ કે જે “મિથ્યાત્વ' કહેવાય છે, તેના નામનો વિચાર કરવામાં આવે તો જણાય છે કે એના પ્રભાવે જે થતું હોય તે બધું મિથ્યા=અસત્ય જ હોય. કાશ ! અનાદિની ચાલ એકાદ પણ સમ્યક્ હોત – હિતાવહ હોત ! પણ ન ભૂતો ન ભવિષ્યતિ વાળી આ વાત છે. જો એમાં હિતકારિતા હોત તો એ ભગવાનની આજ્ઞારૂપ જ હોવાથી એવું માનવું પડે કે ભગવાન પણ અનાદિકાલથી સિંહાસન પર અધિષ્ઠિત છે જ. ને એમ જો હોય તો ન જીવનો સંસાર ટકે કે ન દુઃખોની અનવરત પરંપરા ચાલુ રહેપણ એ ચાલું તો છે જ. માટે જણાય છે કે ભગવાન હૃદયમાં બિરાજમાન નથી. અને તેથી અંદરથી ઊઠતી કોઈપણ અનાદિની ચાલ મોહાજ્ઞા જ હોવાથી ખરાબ જ છે, ત્યાજ્ય જ છે.
અહીં એવો પ્રશ્ન ઊઠવો અસ્થાને નથી કે પત્ની વગેરે અંગે આ સહુ સગાં સ્વાર્થનાં સગાં છે...' ઇત્યાદિ ભાવના વારંવાર ભાવવામાં આવે તો પત્ની વગેરે શત્રુરૂપે દેખાવા નહીં માંડે ? અને તો પછી સર્વજીવોને મિત્ર માનવાની મૈત્રીભાવના છૂમંતર નહીં થઈ જાય ?
પણ આવા પ્રશ્નનોય લાજવાબ જવાબ છે. જે સ્ટીલ રૉડ ડાબી બાજુ કંઈક વળી ગયો છે એને સીધો કરવો જ અભિપ્રેત હોય તો એને જમણી બાજુ વાળવામાં આવે છે. એ સીધો થાય એટલું જ જોર કરી એટલો જ એને વાળવામાં આવે એવું નથી, જમણી બાજુ એ વળેલો રહે એવું ઇષ્ટ ન હોવા છતાં એને કંઈક જમણી તરફ વળે એટલું જોર કરીને વાળવામાં આવે છે. ડાબી તરફ વળેલો રહેવાથી ડાબી તરફ ઢળતા રહેવાના જે સંસ્કારો એમાં ઊભા થાય છે, તે હવે એને જમણી તરફ વળેલો રાખવાથી જમણી તરફ ઢળવાના જે સંસ્કારો , ઊભા થાય છે તેનાથી ન્યુટ્રલ થઈ જાય છે. તેથી પછી એ સળિયો સીધો રહી શકે છે. આવું જ પ્રસ્તુતમાં છે. સઘળા જીવો પ્રત્યેની મૈત્રી અભિપ્રેત છે. પણ આ જીવડો કેટલાક જીવો પ્રત્યે રાગ તરફ ઢળેલો છે, કેટલાક જીવો પ્રત્યે દ્વેષ તરફ વળેલો છે. આ બન્નેને નાબૂદ કરવાના છે. એટલે જેના પ્રત્યે રાગ ઊભો થયો છે, તેના પ્રત્યે કંઈક ષ ઊભો થતો દેખાય એવા પ્રયાસ રૂપે અનિત્ય વગેરે વૈરાગ્યની ભાવનાઓ ભાવવાની છે. જેના પ્રત્યે દ્વેષનું વલણ ઊભું થયું છે તેઓ પ્રત્યે સ્નેહ ઊભો થતો દેખાય એવા પ્રયાસરૂપે મૈત્રી ભાવના છે. આમ થવાથી રાગ-દ્વેષના સંસ્કારો પરસ્પર ન્યુટ્રલ થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org