________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૪૯ રવિવારનો દિવસ છે. અખબારો ને મૅગેઝિનોનો પથારો પાથરીને તમે દિવાનખાનામાં બેસીને સમય પાસ કરી રહ્યા છો, નોકર સાફસફાઈ કરી રહ્યો છે. એમાં એનાથી કંઈક ગફલત થઈને તમને પ્રિય કાચનું ઝુમ્મર જમીન પર પટકાયું, તૂટ્યું. દિવાનખાનામાં ચારે બાજુ કાચની કરચો ઊછળી ને તમારા દિલમાં ક્રોધની કરચો ઊછળી. નોકર પણ એક માણસ છે. એ સાવ નફફટ નથી હોતો. એને પણ દિલ હોય છે. એ દિલમાં પણ હાય ! મારી ભૂલ થઈ ગઈ, ઝુમ્મર તૂટી ગયું. એનો આઘાત લાગ્યો હોય છે. એ પણ ગભરાઈ ગયો હોય છે. એ વખતે તમે તૂટી પડો એટલે એનો ઘા વધુ આકરો બને છે. સામી વ્યક્તિથી આવી કોઈ પણ ભૂલ થઈ હોય ત્યારે આપણી અને એની મનઃસ્થિતિ કેવી હોય છે એ જો શાંતિચિત્તે વિચારવામાં આવે તો જરૂર એમ લાગ્યા વિના ન રહે કે એ વખતે ઑન ધ સ્પોટ તો કાંઈ કહેવું ન જોઈએ.
સામાની ભૂલથી આપણને અમુક નુક્શાન થયું, આવી પ્રતીતિ થઈ હોવાથી એ વખતે આપણને આઘાત વધુ લાગ્યો હોય છે, આપણે કંઈક આવેશમાં આવ્યા હોઈએ છીએ. તેથી શું કહેવું ? કયા શબ્દોમાં કહેવું ? કેવી રીતે કહેવું ? કેવી ભૂમિકા રચીને કહેવું ? આ કંઈ જ વિચારવાનો અવકાશ હોતો નથી. તેથી એ વખતે આપણી અઢી ઇચની જીભ પર આપણો કોઈ કંટ્રોલ હોતો નથી, એટલે Words arė mightier than swords and pen is mightier than gun એ ભૂલી જવાય છે. તેથી તડું ને ફડું.....જે શબ્દો મુખમાં આવે તેને આપણે બોલી નાખીએ છીએ. મોટેભાગે એ શબ્દો સામાના દિલના ટુકડા કરી નાખે, મર્મમાં ઘા કરી દે, એવા હોય છે, કારણકે આવેશનો પ્રભાવ જ એવો હોય છે. સામી વ્યક્તિને પણ પોતાનાથી ભૂલ થઈ જવાનો-વસ્તુ બગડી જવાનો જે આઘાત લાગ્યો હોય છે એમાં આ વધારો થાય છે, એટલે એ છંછેડાય છે. ભૂલના કારણે થયેલા આઘાતનો તો કોઇ પ્રતિકાર શક્ય ન હોવાથી, આપણા ક્રોધપૂર્ણ મર્મઘાતક શબ્દોના આઘાતનો પ્રતિકાર કરવા, અને એ રીતે આઘાતમાં કંઈક રાહત મળશે એવી ગણતરીથી, એ પ્રેરાય છે. આમાં મારી ભૂલ નથી” એમ સાબિત થાય તો જ આ આક્રોશમાંથી બચી શકાય. આવી પ્રતીતિ થવાથી એ ભૂલનો કોઈપણ રીતે બચાવ કરવો એવો એ નિર્ણય કરે છે. એની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org