________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૬૯ ઘસાતા જાય છે, કટુતા વધતી જાય છે. આવું બધું લગભગ બધાને પ્રતીત છે. એટલે હવે આપણે એ બન્ને વલણોને જે રીતે એપ્લાય કરતા આવ્યા છીએ એ રીત બદલવી આવશ્યક છે. સ્વભૂલ વખતે આપણું જે વલણ હોય છે અને હવે સામાની ભૂલ વખતે અપનાવવાનું છે, અને સામાની ભૂલ વખતે આપણે જે વલણ હોય છે અને સ્વભૂલ વખતે દાખવવાનું છે. બસ આટલો જ ફેરફાર, અને પછી જોઈ લ્યો. અશાંતિ શાંતિમાં ફેરવાશે, અસમાધિનું સ્થાન સમાધિ લેશે, અસ્વસ્થતા ઘટી સ્વસ્થતા વધશે, તિરસ્કારના સ્થાને સત્કાર મળશે, અપમાનના સ્થાને સન્માન થશે, અપ્રિય મટીને પ્રિય બનાશે, જુતિયાંના બદલે જશ મળશે, દૌર્ભાગ્યના સ્થાને સૌભાગ્ય અનુભવાશે, શત્રુતા હટી મિત્રતા જામશે.
જે કરવું પડે, કરીએ, પણ મિત્રતા જામવી જ જોઈએ, શતા કપાવી જ જોઈએ. વૈરની ગાંઠ દિલમાં રહી ગઈ, મિચ્છામિ દુક્કડમ્ થયા નહીં, તો શાસ્ત્રકારો કહે છે કે ધર્મની ક્રિયાઓ થશે, પણ ધર્મ નહીં થાય, આરાધના નહીં થાય... જો ઉવસમઈ તસ્સ અસ્થિ આરાણા, જો ન ઉવસમઈ તસ્સ સન્ધિ આરાણા.. જે ઉપશાંત થાય છે, જે કષાયોની પકડ છોડીને વેરઝેરને ભૂલે છે, એની આરાધના થાય છે. એટલે કે એ આત્માનું સ્વાચ્ય પામે છે. જે ઉપશાંત થતો નથી-વેરઝેરથી મુક્ત બનતો નથી એની આરાધના થતી નથી, એની ધર્મક્રિયાઓથી એ આત્મા સ્વાચ્ય પામતો નથી. માત્ર પસાર થઈ ગયેલા એક વર્ષમાં વધેલા કર્મરોગને જ નહીં, માત્ર પસાર થઈ રહેલી વર્તમાન એક જિંદગીમાં વધેલા કર્મરોગને જ નહીં, કિન્તુ સંપૂર્ણ અતીત કાળમાં જેટલો આ રોગ વધેલો છે એ સઘળાનો નાશ કરી સંપૂર્ણ આરોગ્ય બક્ષવાની તાકાત સાંવત્સરિક પ્રતિક્રમણરૂપ દવામાં છે. વર્ષોવર્ષ સંવત્સરી આવે છે, આપણે પણ પ્રતિક્રમણ કરીએ છીએ, આપણો રોગ નાબૂદ થઈ રહ્યો છે ? આરોગ્યપ્રાપ્તિમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ ?
એક ગામડિયાના શહેરી મિત્રને ત્યાં કોઈ પ્રસંગ આવ્યો. સ્વજનો, સ્નેહીઓ અને મિત્રોને આમંત્રણ પાઠવી એક ભોજન સમારંભનું એણે આયોજન કર્યું. આ બાળગોઠિયા ગામડિયા મિત્રને પણ નિમંત્યો. નિયત દિવસે એ પણ પહોંચી ગયો. સેંકડો આમન્નિતો એ યજમાનના નામને માન આપવા માટે આવેલા. ટેબલ-ખુરશી પર થાળીઓ મંડાઈ ગઈ, વાનગીઓ પીરસાઈ ગઈ અને મહેમાનોએ વાનગીઓને ન્યાય પણ આપી દીધો. ભોજનાને આ ગામડિઆએ થાળીમાં જ ચમચી ધોઈને ખીસામાં સેરવી દીધી. એની બાજુમાં બેસેલા સજજને એ જોયું. એમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org