________________
૧૭૦
હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં
ભારે આશ્ચર્ય થયું. કારણકે આ ગામડીયાના મુખ પર ચોરીના કોઈ જ ભાવો ડોકાતા ન હતા. એટલે એ સજ્જને આજુબાજુ એ વાતને ન ફેલાવતાં સીધું એ ગામડિયાને જ પૂછયું “અરે ! ભાઈ તમે આ 9કર્યું ?” “કેમ, આ શું કર્યું એટલે શું ? મેં એક ચમચી લીધી.” ગામડિયાના પેટમાં કોઈ પાપ નહોતું કે જે એને છૂપાવવું પડે. “તમે આ યોગ્ય ન કર્યુ” સજ્જને સલાહ આપી. “નહીં, મેં કર્યું છે તે બરાબર છે.” “શી રીતે બરાબર છે ?” સજ્જને પૂછયું. “એવું છે ને કે ગઈકાલે મારા પેટમાં દુઃખતું હતું. એટલે આજે અહીં આવતાં પહેલાં ડોક્ટરને બતાવવા ગયો હતો. એણે શરીર તપાસીને એક કાગળમાં અંગ્રેજીમાં કંઈક લખી આપ્યું. મને અંગ્રેજી તો વાંચતાં આવડે નહીં. પણ એની નીચે ગુજરાતીમાં એ લખેલું કે રોજ જમ્યા પછી એક ચમચી લેવ. એટલે મેં આ એક ચમચી લઈ લીધી.”
બિચારો ગામડિયો! એટલે ન સમજી શક્યો કે, એક ચમચી એટલે એક સ્ટીલની ચમચી લેવાની નથી, પણ અંગ્રેજીમાં જે પ્રીસ્ક્રીપશન લખેલું, તે દવા કેમિસ્ટને ત્યાંથી લાવી એક ચમચી લેવાની છે. એટલે દવા તો કેમિસ્ટને ત્યાં જ રહી ગઈ અને આ ભાઈસાબે ચમચીને ઝબ્બે કરી દીધી. આ રીતે ચમચી લેવાથી એનો રોગનાશ કેટલો થવાનો ?
મને લાગે છે કે આપણે ઘણુંખરું આ ગામડિયા જેવા છીએ. સાંવત્સરિક પ્રતિક્રમણ કરીએ છીએ. પણ એ પ્રતિક્રમણ ખરેખર દવા લેવા રૂપ કરીએ છીએ કે માત્ર ચમચી લેવારૂપ ? વેરઝેર મિટાવી દેવા, દિલની ડાયરીમાં કોઈની કાળી નોંધ ન રાખવી, થઈ ગયેલાં પાપોની આલોચના-શુદ્ધિ કરવી, આ બધું દવા લેવા રૂપ છે.. અને એ કર્યા વગર માત્ર ઉપાશ્રયે જઈ ત્રણ કલાક કટાસણા પર બેસી આવવું, ૪૦ લોગસ્સનો કાઉસગ્ન કરી લેવો, મુહપત્તિ-વાંદણાની ક્રિયા કરી લેવી... એ તો માત્ર ચમચી લેવા જેવું થાય. એનાથી કર્મરોગનો નાશ શી રીતે શક્ય બને ?
એટલે સાંવત્સરિક પ્રતિક્રમણનું પણ ખરું હાર્દ જે છે કે “શતાના ભાવોને દફનાવી દઈ, મૈત્રીભાવને વિકસાવવો” એને આપણે જીવનમાં અપનાવી શીધ્રાતિશીધ્ર ભાવઆરોગ્ય પામી જઈએ એ જ શુભેચ્છા.
પરમપવિત્ર શ્રીજિનાજ્ઞાની વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ !
શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય..”
સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org