________________ Hવ પાવ) - આ પુસ્તક વાંચતી વખતે, “મનના ફ્લેશ, સંકલેશ અને કટુતાને કંઈક ધક્કો પહોંચ્યો, મન કંઈક સ્વસ્થ અને ફોરું બન્યું.” એવી શું પ્રતીતિ થઈ ? કંઈક જાણવા મળ્યું અને કંઈક પામના મળ્યું એવી શું લાગણી થઈ? જો હા, તો સ્નેહી, સ્વજન, મિત્ર વગેરેને આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા કરો એ અપેક્ષિત છે. પણ સબૂર ! પોતાની આ જ નકલને આપવાનું ન વિચારવું, કેમ કે એનું સ્વયં વારંવાર વાંચન-ચિંતન કરવાથી જ વિશિષ્ટ લાભ થવો સરળ-શક્ય બનશે. તેથી અન્ય નકલ માટે પ્રેરણા કરો યા તમે અન્ય નકલ એમને ભેટ આપો. યાદ રાખો કે “બીજાઓ મનની શાંતિ અને સ્વસ્થતા પામે, અને એમાં તમે નિમિત્ત બનશો તો તમારા મનની શાંતિ અને સ્વસ્થતા પણ સહજ સુદઢ બનશે.” અને હા,! તમને પણ, આ પુસ્તક વારંવાર વાંચવાની મારી આગ્રહપૂર્ણપ્રેરણા તો છે જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org