________________
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં જોઈએ. વ્યક્ત રીતે કદાચ આપણે કોઈની આ રીતે બાદબાકી ન કરતા હોઈએ તોપણ ગર્ભિત રીતે કોઈની પણ બાદબાકી થઈ જતી નથી ને ? એ તપાસવું જોઈએ. કઈ રીતે એ તપાસી શકાય ? આ રહી એની ફોર્મ્યુલા
જેના પ્રત્યે દિલમાં શત્રુતા રહી હોય એની હાનિ જોઈને આનંદ થાય છે આવો એક સામાન્ય નિયમ છે. બિલકુલ સાઈન્ટીફિક અને બિલકુલ સાઈકોલોજિકલ. ચાલો, આપણે આપણી જાતને ઢંઢોળીએ, પ્રશ્નોના માધ્યમથી...
આપણા સર્કલની કઈ કઈ વ્યક્તિની હાનિ જોઈને મનને ટાઢક વળે છે ? કોનું નુક્શાન જોઈને હું આનંદ અનુભવું છું ? જેઠાણીનો છોકરો પરીક્ષામાં ફેઈલ થયો અને પોતે ખુશાલી માની, લાઈટ ચાલી જવાથી પાડોશી હેરાન હેરાન થઈ ગયો અને પોતાને મઝા પડી. ભાઈનો વેપાર ફલોપ થઈ ગયો અને પોતે ઊંડે ઊંડે પણ મલકાયા.. બહારથી શોક દેખાડાતો હોવા છતાં જેને દિલમાં આવું અનુભવાતું હોય તેણે સમજવું જોઈએ કે તે તે વ્યક્તિ પ્રત્યે દિલમાં મૈત્રી નથી, કિન્તુ શત્રુતા છે; તે તે જીવોની શિવમસ્તુ...ની ભાવનામાંથી બાદબાકી છે.
મહામંત્રી પેથડશાના પુત્રરત્ન ઝાંઝણશા સંઘ લઈને જઈ રહ્યા હતા. એક નગરની બહાર તેમનો પડાવ હતો. નગરના રાજાએ સંઘપતિને આમંત્રણ મોકલ્યું કે, “તમારા સંઘના સારા સારા યાત્રિકો સાથે અહીં રાજમહેલમાં પધારીને અમને ભક્તિનો લાભ આપો.” ત્યારે સંઘપતિએ જવાબ પાઠવ્યો કે, “મારા સંઘના દરેક યાત્રિકો સારા જ છે. એટલે જો બધાને આમંત્રણ હોય તો જ હું આવી શકું. મારો એક પણ યાત્રિક જો આમંત્રણ વગરનો છે તો હું પણ રાજમહેલમાં આવી શકું નહીં.”
શ્રાવકની ભૂમિકામાં રહેલા ઝાંઝણશા પણ જો આમ કહેતા હોય કે તમારા “રાજમંદિરમાં મારા એક પણ યાત્રિકને જો પ્રવેશ નથી તો હું પણ પ્રવેશ ન કરું.” તો એ સહજ છે કે સર્વોત્કૃષ્ટ ભૂમિકામાં રહેલા પરમાત્મા પણ આપણને આવું જ કહે છે કે, “આ વિશ્વના તમામ જીવોના હિતની મેં ભાવના કરી છે કે, “સવિ જીવ કરું શાસનરસી એટલે બધા જીવોનો હું હિતચિંતક પિતા થયો. બધા મારા પુત્રતુલ્ય થયા. તેથી તારા મનમંદિરમાં જો એકાદ જીવનો પણ પ્રવેશ નથી, તારા દિલના દરવાજા જો એક જીવ માટે પણ બંધ છે, તો સમજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org