________________
| मित्ती मे सव्व भूएस । મૈત્રીભાવના વગેરેની વ્યાખ્યા જોતાં એ જણાય છે કે મૈત્રી ભાવના સૌથી વ્યાપક છે. જગતના સઘળા જીવો એનો વિષય છે.
પોતાનાથી ઊંચે રહેલા જીવો પ્રમોદભાવનાનો વિષય છે. જીવો બે અપેક્ષાએ ઊંચે કે નીચે રહેલા હોય છે. આધ્યાત્મિક અપેક્ષાએ કે ભૌતિક અપેક્ષાએ. જેઓ આધ્યાત્મિક અપેક્ષાએ ઊંચે રહેલા હોય, તેઓ પ્રત્યે ઈર્ષ્યા ન થવી જોઈએ. પણ ઉપરથી આનંદની અનુભૂતિ થવી જોઈએ અને અનુમોદના થવી જોઈએ. જેઓ ભૌતિક દૃષ્ટિએ ઊંચે રહેલા છે તેઓ પ્રત્યે ઈર્ષ્યાની બળતરા ન થવા માંડે એટલા પૂરતો આનંદનો અનુભવ ઠીક છે, બાકી એની અનુમોદના આવશ્યક નથી.
આધ્યાત્મિક દૃષ્ટિએ પોતાનાથી નીચે રહેલા જીવો ભાવકરુણાનો વિષય છે. ભૌતિક દૃષ્ટિએ નીચે રહેલા જીવો દ્રવ્યકરુણાનો વિષય છે.
ઉપેક્ષાભાવનાનો વિષય પણ પોતાનાથી નીચે રહેલા જીવો જ છે. જે જીવો વર્તમાનમાં ઊંચે આવવા શક્ય જ નથી તેઓ માટે પ્રયાસ જ ન કરવો એ રીતે તેઓ ઉપેક્ષા ભાવનાનો વિષય છે. જે જીવો પોતાની મેળે થોડી સાવધાની-ઉદ્યમશીલતા વગેરે કે અન્યના પ્રયાસથી ઊંચે આવવા શક્ય હોવા છતાં પોતાના અજ્ઞાન-પ્રમાદ-અવળચંડાઈ વગેરેના કારણે ઊંચે આવતા નથી તેઓ પ્રત્યે આપણા દિલમાં તિરસ્કાર ન થવા દેવો એ રીતે તેઓ ઉપેક્ષા ભાવનાનો વિષય છે. જેઓને ઊંચે લાવવા માટેનો પોતાનો અધિકાર-જવાબદારી સમજીને ઊંચે લાવવા પ્રયત્ન કરવા છતાં ઉપરોક્ત અજ્ઞાન વગેરેના કારણે એ જીવો ઊંચે ન જ આવે તો તેઓ પ્રત્યેની કરુણા સૂકાઈને દ્વેષ ઊભો થઈ જાય એવું ન થવા દેવા રૂપે તેઓ ઉપેક્ષા ભાવનાના વિષયભૂત છે.
સર્વજીવો મૈત્રીભાવનાના વિષય છે. એટલે કે આપણને અનુકૂળ વર્તનારા સ્વજન-સ્નેહી વગેરે તો ખરા જ... આપણા સંપર્કમાં જ નહીં આવનારા ત્રાહિત જીવોય ખરા, પણ આપણી સાથે પ્રતિકૂળ વર્તન કરનારા જીવો પણ મૈત્રીભાવનાનો વિષય છે. એક પણ જીવની આમાંથી બાદબાકી ન થવી જોઈએ. “શિવમસ્તુ સર્વજગતનો નારો તો આપણે જોરશોરથી લગાવીએ છીએ. “આખા જગતનું કલ્યાણ થાઓ, પણ મારા પાડોશીનું નહીં ઈત્યાદિ રૂપે કોઈની બાદબાકી તો નથી થતી ને ? એ તપાસવું
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org