________________
૧૦
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં નાખ્યા વિના તૈયાર થતો નથી. મૈત્રી વગેરે ભાવો ખાતર જેવા છે. સ્મિગ, અનુપાન કે ખાતર જેવા આ મૈત્રી વગેરે ભાવોને ૧૪૪૪ ગ્રન્થોના સર્જક સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મની એકદમ પ્રાથમિક ભૂમિકામાં અનિવાર્ય જણાવ્યા છે. જે પ્રવૃત્તિ મોક્ષને નજીક કરી આપે તેને યોગ કહેવાય છે. માત્ર ધર્મક્રિયા કરી લેવી એ “યોગ' રૂપ બનતી નથી; કિન્તુ જે ધર્મક્રિયામાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિદ્વજય, સિદ્ધિ અને વિનિયોગ આ પાંચ શુભાશયો ભળેલા હોય છે તે જ “યોગ' રૂપ બને છે. આ પાંચ શુભ આશયોમાંના પ્રથમ પ્રણિધાનમાં પણ પરોપકારની વાસના-હનગુણી પર દ્વેષનો અભાવે-કરુણાવાસિત ચિત્ત વગેરેનો સમાવેશ છે. વળી યોગના અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ રીતે જે પાંચ ઉત્તરોત્તર ઊંચા ઊંચા ભેદો બતાવ્યા છે તેમાંના સૌ પ્રથમ અધ્યાત્મ યોગમાં પણ મૈત્રી વગેરે ભાવોને એક આવશ્યક અંગરૂપે કહ્યા છે. આમ યાકિની મહત્તરાસુનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ આત્મહિતની પ્રાપ્તિના પાયાથી જ આ ભાવોની જે આવશ્યકતા દેખાડી છે એ જણાવે છે કે એ જો ન હોય તો હજુ આપણે અધ્યાત્મના માર્ગે ચડ્યા નથી. આપણી લાખ મૂલ્યવાળી ક્રિયાઓ પાંચનું પણ ફળ આપતી હશે કે કેમ ? એ વિચારણીય છે. - આવા અતિઆવશ્યક મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય એ ચારે ભાવોમાંથી મૈત્રીભાવનો અહીં કંઈક વિચાર કરવો છે, કેમકે એ આવે તો પછીના ત્રણ કેળવવા સાહજિક જેવું બની જાય છે, અને મૈત્રીભાવમાં જો ખામી રહે, તો પછીના ત્રણ પણ કઠિન બની જાય છે.
જગતના સર્વ જીવોનું હિત જ ઇચ્છવું એ મૈત્રીભાવ છે.
પોતાનાથી આગળ વધેલા જીવોને જોઈને ઈર્ષ્યા ન કરતા આનંદ અનુભવવો એ પ્રમોદભાવ છે. પોતાનાથી પછાત રહેલા જીવો પ્રત્યે તિરસ્કાર ન કરતાં કરુણા વહાવવી એ કરુણાભાવ છે. પોતાનાથી નીચે રહેલા જીવોને ઊંચે આવવાની શક્યતા હોવા છતાં કે ઊભી કરવા છતાં એ જીવો પોતાના અજ્ઞાનાદિના કારણે નીચે ને નીચે જ રહે તો તેઓ પર ગુસ્સો ન કરતાં ઉપેક્ષા કરવી એ માધ્યથ્ય-ઉપેક્ષા ભાવના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org