________________
ધર્મક્રિયાનું ટોનિક અને તેના પુત્ર પ્રત્યે) ઊછળતા મૈત્રી-કરુણાભાવ સાથે ત્રણ નવકાર ગણ્યા. પાણી છાંટ્યું અને અપૂર્વ ચમત્કાર થયો. આશ્ચર્ય ! આશ્ચર્ય ! શ્રદ્ધા ફળી... બાપ મિયાંના પ્રાણમાં પ્રાણ આવવાની સાથે છોકરાના દેહમાં પ્રાણ આવ્યા.
આપણે જન્મથી નવકારમંત્ર સાંભળતા અને ગણતા આવ્યા છીએ. મૃત્યુ સુધી સાંભળશું અને ગણશું. આ સિવાય પણ આપણા જીવનમાં પ્રભુપૂજા, સાધુભક્તિ, દાન, સામાયિક, પ્રતિક્રમણ,અભક્ષ્યત્યાગ વગેરે ઘણું ઘણું રહેલું છે, નવકારમાં જેમને નમસ્કાર છે એ પાંચેય પરમેષ્ઠીઓનું આપણા હૈયે ભારે બહુમાન છે. આપણે નવકાર ગણીએ અને વિષ ઊતરી જાય ? શું એવી શ્રદ્ધા આપણામાં નથી ? ના, આપત્તિકાળે તો આપણે પણ નાભિમાંથી અતૂટ શ્રદ્ધા સાથે ગણીએ છીએ, પણ એક મુખ્ય ખામી છે મૈત્રી વગેરે ભાવોની.
વર્ષોથી વંદન પૂજન કરનારા અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરનારા આપણે વીરપ્રભુના તપ, ત્યાગને, અપ્રમત્ત આરાધનાને ધ્યાનમાં લઈએ છીએ અને તેથી એ બધું કરવાનો મનોરથ અને યથાશક્ય પ્રયત્ન પણ કરીએ છીએ. પણ દુઃખ અને દર્દની વાત એ છે કે વીરપ્રભુના એક અપૂર્વ આયામથી આપણે બિલકુલ અપરિચિત રહ્યા છીએ. “ગમે તેવા ઘોર પરીષહો અને ઉપસર્ગોની ઝડી વરસાવનારા અને ભયંકર ત્રાસ આપનારા જીવને પણ પ્રભુ વીરે શત્રુ તરીકે નથી જોયો. મિત્ર તરીકે જ લેખ્યો છે. અવસરે એની પ્રત્યે કરુણાનાં આંસુ વહાવ્યાં છે.” આ મહત્ત્વની વાત પર આપણે લગભગ નજર નાંખતા નથી અને તેથી, આપણને નથી એ આવશ્યક લાગતી, નથી એનો મનોરથ જાગતો કે નથી એ માટે પ્રયત્નશીલ બનાતું. પર્યુષણા અને સંવત્સરી પસાર થઈ જાય છે. તિજોરીમાંથી કોથળીની ગાંઠ છોડી થોડી ઉદારતા થઈ જાય છે. પણ હાય ! દિલમાંથી વૈરની ગાંઠ છોડીને સામાના અપરાધને માફ કરી દેવાની ઉદારતા થતી નથી !
મૈત્રી વગેરે ભાવોનો પુશ ન મળવાથી આરાધનાનાં અનુષ્ઠાનો વેધક બનતાં નથી. . દવા અનુપાન સાથે લેવાય અને વગર લેવાય એમાં ફેર પડી જવાનો જ... મૈત્રી વગેરે ભાવો ધર્મઆરાધનાના અનુપાન જેવા છે. એ જ ભૂમિ, એ જ બિયારણ, એ જ ખેડૂત અને એ જ જળસિંચન હોવા છતાં ખાતર નાખ્યું હોય અને જે પાક તૈયાર થાય એ ખાતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org